________________
૨૩૦
થીજ બધા જેમ હાલ જન્મે છે, તેમ પૂર્વે પણ જન્મેલા છે, માટે જાતિ ઉંચ નીચ ન માનવી, ન ગર્વ કરે,)
વળી કેટલાક કહે છે કે સર્વજ્ઞનથી, જેમ અતીત (ભૂત) કાળ કાળપ હોવાથી હાલ નથી, તેમ પૂર્વે પણ નહેાતા, જૈનાચાર્ય કહે છે કે કાળપણે છતાં વિશેષમાં આ સામાન્ય હેતુ છે, વિશેષ અપેક્ષાએ પ્રતિજ્ઞાના વિષયમાં એક દેશ (વિભાગ )ની અસિદ્ધતા છે, તેવી આશંકા ન કરવી, જાતિનું અનિત્યપણું તમારા પક્ષમાં પણ સ્વીકાર્યું છે, જે વિષ્ટા સહિત બળે તે મરીને શીયાળ થાય, વળી તમે કહે છે કે
सधः पतति मांसेन, लाक्षया लवणेन च ॥ ज्यहेन शुद्री भवति, ब्राह्मणः क्षीरविक्रयी ॥१॥
જે બ્રાહ્મણ દૂધને વેચનારે છે, તે ત્રણે દહાડામાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જે લાખ લુણ કે માંસ વેચે તે તુર્ત પતિત થાય છે, વળી પરલોકમાં અવશ્ય જાતિ બદલાય છે, તે જ કહ્યું છે કે
कायिकैः कर्मणां दोषै ति स्थावरतां नरः। - વાચિક કૃતાં માન રચનાતિતા ?' - જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દેશો લગાડે તે પક્ષી કે મૃગપણું પ્રાપ્ત કરે છે, પણ જે મનના દોષો લગાડે છે તે મરીને અંત્યજ વર્ગમાં જમે છે, વળી આવા ગુણેથી પણ બ્રાહ્મણ પણું ન શોભે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org