________________
૨૩ પ્રસન્ન થઈને મોટા ઘંઘાટથી લેકેએ તેમની સ્તવના કરી, તે બધું નજરે જઈ કાને સાંભળી ન પકડેલો સર્વ લક્ષણથી યુક્ત વનને હાથી જેને રેગ્ય વિવેક હૃદયમાં થતાં વિચારવા લાગે, કે આ આદ્રકકુમાર બધા મતવાળાને સમજાવી વિન રહિત થઈને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમળ પાસે વંદના કરવા જાય છે, તેમ હું પણ જે સંપૂર્ણ બંધન રહિત થાઉં તે આ મહા પુરૂષ આદ્રક કુમાર તથા તેમણે પ્રતિબંધ કરેલા ૫૦૦ ચાર તથા અનેક વાદીઓના સમૂહને સાથે લઈને ઘણું ભક્તિથી હું પણ પ્રભુ પાસે તેમની સાથે જઈને વાંદું, આ પ્રમાણે હસ્તી જેવો વિચાર કરે છે, તેટલામાં તેના પુણ્ય બળ અને પવિત્ર વિચારોથી ત્રટત્રટ કરતાં બધાં બંધન તુટી જતાં આદ્રકુમારના સંમુખ કાનના પડદા ફરકાવત અને પોતાની સુંઢ ઉંચી કરીને તે દેડયો. તેથી લેકે હાહાકાર કરતા જોરથી બરાડા પાડવા લાગ્યા, ધિક્કારહે ! આ દુર્ણ હાથીને, કે જે આવા મહર્ષિ મહાપુરૂષ આદ્રક કુમારને હણવા દોડે છે, એમ બોલતા લેકે આમ તેમ હાથીના ભયથી દેડયા, આ હાથી પણ આદ્રકુમાર પાસે આવીને ભક્તિના સંભ્રમથી માથું નમાવીને બરડા સુધી વાંકે વળીને કાનના પડદા સ્થિર કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમીન ઉપર પોતાના દાંતના અગ્ર ભાગ નમાવીને પોતાના આગલા ભાગવડે તે મહામુનિના ચરણ યુગલમાં નમીને સારી રીતે મન સ્થિર કરીને વન તરફ ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org