________________
૩૨૦. અર્થને ઈચ્છે છે, નેગમનું સ્વરૂપ કહે છે, સામાન્ય વિશેષ રૂપ જે વસ્તુ છે, તે એક પ્રકારે અવગમ (બંધ) માને, માટે નિગમ, તે નિગમથી થવાથી નિગમ, અથવા જ્યાં એક ગમ નથી, તે નૈગમ છે, મહાસામાન્યના વચમાં જેટલા જેટલા સામાન્ય વિશેષે છે, તેને આ પરિછેદક છે, તેમાં મહાસામાન્ય સર્વ પદાર્થોમાં જનારી સત્તા છે, અપાંતરાલ સામાન્ય દ્રવ્યત્વ જીવત્વ અજીવત્વ વિગેરે છે, વિશેષ પરમાણુ વિગેરે છે, અથવા તેમાં શુકલ (ધેલું) વિગેરે ગુણે છે, આ ત્રણેને નૈગમનય માને છે, તે નિલયન પ્રસ્થક વિગેરે દ્રષ્ટાન્તથી અનુગદ્વારસૂત્રમાં પ્રસિદ્ધ છે, તેના વડે તેનું સ્વરૂપ સમજવું, આ નિગમ નય માનનારે સામાન્ય વિશેષરૂપે વસ્તુને માને છે, તો પણ તે સમ્યગદષ્ટિ નથી, કારણ કે તે સામાન્ય વિશેષને જુદા માને છે, તે મને માનનારા તૈયાયિક વૈશેષિકની પેઠે માનનારા છે.
સંગ્રહ નય પણ તેવા રૂપે છે, સમ્યક્ પદાર્થોને સામાન્ય આકાર પણ ગ્રહણ કરે, તે, જેમકે અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ સત્તારૂપજ વસ્તુને તે માને છે, સત્તાથી વ્યતિરિક્તનું વસ્તુપણું ગધેડાના સીંગડા જેવું તે નકામું માને છે, તે સંગ્રહ નયવાળે સામાન્ય વિશેષરૂપ વસ્તુને ફક્ત સામાન્ય અંશને જ આશ્રય લેવાથી તે મિથ્યાદષ્ટિ છે, તેમ તેને માનનાર સાંખ્યમતવાળા જેવો છે, વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમ કેક માને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org