________________
રિત્ર નિર્મળ પાળે એવું પ્રભુએ કહેલું મેં સાંભળ્યું, તેમ તેનાં પૂર્વનાં સૂત્રને સંબંધ પણ વિચારી લે, આ જૈન પ્રવચન અથવા સૂત્ર કૃતાંગમાં (બલુ ફક્ત વાકથની શોભા માટે છે) પચ્ચકખાણ ક્રિયા નામનું અધ્યયન છે, તેને વિષય આ છે, આયા (આત્મા) વારંવાર ભમે તે જીવ છે, પ્રાણી છે, તે પૂર્વના અનાદિ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ચેગને વશ થઈને સ્વભાવ (શરૂવાત)થી જ અપચ્ચકખાણું (અનિયમવંત) પણ હોય છે, પણ શબ્દથી જાણવું કે પૂર્વ ભવના સંસ્કારથીજ કઈક સારે આત્મા પચ્ચકખાણી પણ હોય છે, આત્મા શબ્દ લેવાનું કારણ એ છે કે બીજા મતોનું ખંડન કરવા માટે છે, જેમકે સાંખ્યમતવાળા અપ્રશ્રુત (એક સરખો) અનુત્પન્ન (ઉસન્ન ન થનારે) સ્થિર એક સ્વભાવવાળે આત્મા માને છે, અને તે આત્માને એક તણખલું પણ વાંકું કરવાની શક્તિ નથી, તેથી તે અકિંચિત કર (આળસુ નકામા)પણે હોવાથી તે પચ્ચકખાણ કરવાને લાયક નથી, એટલે સાંખ્યમતવાળા તપ કરે તો પણ તેમના માનવા પ્રમાણે તેમના આત્માને સંબંધ ન હોવાથી નિરથક છે, બોદ્ધ મતવાળા પણ આત્માને માનતા નથી પણ જ્ઞાનને ક્ષણિક માનતા હોવાથી તેમના આત્માની કે જ્ઞાનની હયાતી નથી તો પછી તપશ્ચર્યા કરે કેણ? કેને ફળ થાય ? ત્યાં પચ્ચકખાણ કિયા હોય શાની ? એ પ્રમાણે જેઓ સ્યાદવાદ અનેકાંતમત ન માને, તે બધામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org