________________
પ્રવાહ ચાલુ છે, વળી વાદીએ કહ્યું હતું કે અપૂર્વ (નવા) ને અભાવ છે, અને સિદ્ધિ ગમન ચાલુ છે, તેથી ઓછા થતાં થતાં ભવ્ય જીથી શૂન્ય જગત થશે, આવું પણ સિદ્ધાંતના પરમાર્થને ન જાણનારાનું વચન છે, કારણકે ભવ્ય રાશિ (સમૂહ)ની સંખ્યામાં કાળના અનંતપણુ જેટલું અનંતપણું છે, તેથી એમ માનવું કે જેમ કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે, તેને ક્ષય (સંપૂર્ણ ઓછાપણું) નથી, કેઈ એમ કહે કે અંત આવ્યો, તે પછી અનંત શબ્દ ન વપરાય, વળી એવું કંઇ કહ્યું નથી કે બધા ભવ્યએ મેક્ષમાં જવું, કે જતા રહેશે, પણ એવી રીતે કહ્યું છે કે ભવ્ય અનંતા છે, તેમને બધાને બધી સામગ્રી એકદમ મળવી મુશ્કેલ હોવાથી એગ્ય દલિક પ્રતિમા સુંદર પત્થર ઓજાર કારીગરો જ્યારે મળે ત્યારે પ્રતિમા થાય, તેની માફક બધા ભવ્ય મેક્ષમાં નહીં જાય, (અર્થાત્ જેમ જેમ સામગ્રી મળતી જશે તેમ તેમ અનંત કાળ સુધી તે મોક્ષમાં જવાને પ્રવાહ ચાલુ રહેશે) તેમ હમેશાં તેવું શાશ્વત રહેશે, તેવું પણ નથી, કારણ કે ભવસ્થ કેવળી વિચરતા. તીર્થકરેને મોક્ષ થતો હોવાથી અને પ્રવાહની પ્રથા હોવાથી કેઈ અંશે શાશ્વત કે અંશે અશાશ્વત છે, (વખતે તીર્થંકર હોય અને વચમાં થોડા કાળવિરહ પણ હોય, જેમકે મહાવીર અને પાર્શ્વનાથના વચમાં ૨૫૦ વર્ષનું અંતર હતું, તેમ મહાવિદેહમાં કઈ વિજયમાં કાયમ પણ અનુકમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org