________________
૧૪૦
વિગેરે ઉપયોગી છે, માટે ધર્મ અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી, માટે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ છે, અને મિથ્યાત્વ અવિરતિ વિગેરે રૂપ અધર્મ પણ છે, એવી સંજ્ઞા માને, णत्थि बंधे व मोक्खे वा,णेवं सन्नं निवेसए; अत्थि बंधे व मोक्खे वा,एवं सन्नं निवसएस१५
હવે ઘર્મ અધર્મ સિદ્ધ થવાથી મેક્ષ અને બંધપણ વિઘમાન છે, હવે અધર્મથી બંધ થાય તે પ્રથમ બતાવે છે, પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) અને પ્રદેશરૂપે કર્મ પુદગલને જીવ સાથે જીવે પોતાના વ્યાપારમાં સ્વીકાર્યા છે, તે અનાદિ પ્રવાહ છે, ત્યાં એવું ખોટું ન માને કે અમૂર્ત આત્માને રૂપીકર્મ જેમ અરૂપી આકાશને ધૂળને મેલ ન લાગે, તેમ ન લાગે (અર્થાત્ કર્મબંધ નથી) એવું ખોટું ન માને, વળી જે બંધ ન માને તો મેક્ષપણ ન હોય, તેવું પણ ખાટું મંતવ્ય ન માને, ત્યારે કેવું મંતવ્ય માને, તે પાછલાં બે પદવડે કહે છે, જીવને કર્મ પુદગલો સાથે બંધ છે, એવું માને, વળી વાદીને શંકા થઈ કે અમૂર્ત સાથે મૂર્ત કર્મને સંબંધ કેવી રીતે થાય? જૈનાચાર્ય કહે છે કે તે શંકા બેટી છે, આકાશ સર્વવ્યાપી હોવાથી પુદગલે સાથે સંબંધ ન માનો તો આકાશ સર્વવ્યાપી ન થાય, વળી આ આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનને વધારે પ્રમાણમાં મદિરા પાય તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org