________________
૧૭૬ ઉપર બહુ પ્રેમ ધરાવે છે, પછી તે મંત્રી બંને બાપ દીકરાનાં ભેટણ લઈને રાજગૃહી નગરીએ આવ્યો, અને રાજના દ્વારપાળને નિવેદન કરી રાજકુળમાં આવ્યો છે. શ્રેણિક મહારાજને દેખીને પ્રણામ કરી ભેટર્ણ મુકયું, અને પોતાના રાજાને સુખશાંતિનો સંદેશો આપ્યો, શ્રેણિક રાજાએ પણ તે મંત્રીને ઉચિત શય્યાઆસન પાન વિગેરે યથા ઉચિત આપી તેને સત્કાર કર્યો, બીજે દિવસે તે મંત્રીએ આદ્રક કુમારે આપેલાં ભેટણ અભયકુમારને આપ્યાં, અને કહ્યું કે આ ભેટણ મેકલીને તે આપની મિત્રી કરવા માટે ચાહે છે, વિગેરે વચનો કહ્યાં, અભયકુમારે પણ પરિણામિક બુદ્ધિથી વિચાર્યું કે આ ભવ્ય જીવ થોડા વખતમાં મુક્તિ જનારો છે, તેથી મારી મિત્રી ચાહે છે, માટે તેને આ આદિનાથ તીર્થકરની પ્રતિમા દેખવાથી લાભ થાય, તે અનુગ્રહ કરું, એમ વિચારી તેમ કર્યું, તથા મેંઘી કિંમતનાં ભેટાં મેકયાં, અને તે મંત્રીને કહ્યું કે અમારું ભેટાણું મારા મિત્રને એકાંત દેખવાનું કહે તેણે તે સ્વીકાર્યું, અને પાછો આદ્રકપુરે આવ્ય, રાજાનું ભેટયું રાજાને આપ્યું, આદ્રક કુમારનું કુમારને આપ્યું, તેમ સંદેશો પણ કહ્યું, તે મિત્રે પણ એકાંતમાં જઈને પ્રભુની પ્રતિમતપાસી તેને આભૂષણ માનીને પ્રથમ માથે પછી કાને પછી ગળે બાહુમાં અને છેવટે હૃદયમાં દાબતાં જ્ઞાન થયું તે કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org