________________
૧૭
વરને અપાય છે, બીજાને અપાતી નથી, અને હું જેનું ધન તમે લીધું છે, તેને પરણેલી છું, ત્યારે બાપે પૂછયું, કે તું કેવી રીતે તેને જાણીશ, કન્યાએ કહ્યું, તે દિવસે વીજળીના ચમકારામાં તેના પગમાં ચિન્હ જોયેલું, તેથી ઓળખીશ, તેથી આપે કહ્યું કે આજથી જે કઈ ભિક્ષુને દાન આપવું પડે, તે તારે આપવું, બાર વરસે ભેગાવળી કર્મ ઉદય આવતાં ભવિતવ્યતાથી દિશામૂઢ થઈ સાધુ ત્યાં આવ્યે, પગના ચિન્હથી તે કન્યાએ જાણીને બાપને કહ્યું, पडिमागतस्समीवे, सप्परीवारा अभिक्ख पडिवयणं भोगा मुताण पुच्छग सुतबंध पुण्णे य निग्गमणं ॥१९॥
અને પિતાના પરિવારને લઈને જ્યાં મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં છે, ત્યાં તેની પછવાડે ગઈ, આદ્રક કુમારે દેવીનું પૂર્વે કહેલું વચન યાદ કરીને પૂર્વકર્મના ઉદયથી અને અવશ્ય ભાવી થવાનું જાણુને લગન કરી તેની સાથે ઘર સંસાર માંડયે, તેને પુત્ર થયે, ત્યારે આદ્રકુમારે પત્નીને કહ્યું કે હવે તારે પુત્ર થયે છે, તે તારે બીજે આધાર થયે માટે હું મારું દીક્ષાનું કાર્ય સાધું, તે ચતુર કન્યાએ સુતર કાતવા માટે રેંટીયે તથા પણીઓ લઈને બેઠી, થોડું સૂતર કાત્યા પછી દીકરે બહારથી રમીને આવ્યો. તેણે પૂછયું, કે આ ગરીબને કાર્ય કરવા તું કેમ કરે છે? તે બેલી, તારે પિતા દીક્ષા લેવા તૈયાર છે, અને તું હમણું નાનો બાળક કમાવાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org