________________
૧૭૪
મગધ દેશમાં વસંતપુર નામનું નગર છે, ત્યાં સામાયિક નામને કુટુંબી વસે છે, તે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને સ્ત્રી સાથે દીક્ષા લીધી, અને સદાચારમાં રક્ત થયેલે સગી સાધુઓ સાથે વિહાર કરે છે, અને તેની પત્ની સાધ્વીઓ સાથે વિહાર કરે છે, કેઈ વખત આ સામાયિક સાધુએ પોતાની પત્ની સાથ્વીને ગોચરી જતાં જોઈ અને તેવા મેહનીય કર્મના ઉદયથી પૂર્વ વિકારેને યાદ કરતા તેનામાં રાગી થયે, અને પિતાના સંબતી સાધુને કહયું, બીજા સાધુએ તે સાધ્વીની પ્રવર્તિની (મુખ્ય) સાધ્વીને કહ્યું, તે મુખ્ય સાધ્વીએ તેને કહેતાં તે સ્ત્રી સાધ્વીએ ગુરૂને કહ્યું કે હવે મારે દેશાવર જવું એકલીને યોગ્ય નથી, તેમ તે પતિ સાધુ મારે મેહ ત્યાગશે નહિ, માટે મારે આ સમયે અન્ન પાણી ત્યાગી અનશન કરી દેહ છોડવો ઉચિત છે, પણ મારે વ્રત ભાંગવું ઉચિત નથી, તેથી તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન પૂર્વક સમાધિથી દેહ છોડી, અને અહીંથી મરણ પામી દેવલોકમાં દેવી થઈ, આ અનશન સાંભળીને તેના પતિ સાધુએ પણ સંવેગ પામીને વિચાર્યું, કે મારા મોહથી તેણે વ્રત ભંગની બીકથી દેહ છોડી, આ પાપ મને લાગ્યું, એમ વિચારી પતે પણ ભક્ત–પ્રત્યાખ્યાન કર્યું તે કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org