________________
૧૫
લેક રૂપ છે જેમાં તે ચતુરન્ત સંસાર ભયને એક હેતુ હોવાથી કાંતાર (ઉજાડવન) છે, તે ચાર પ્રકારનો સંસાર નથી, પણ બધા જીને સંસ્કૃતિ (બ્રમણ ) રૂ૫ તથા કર્મ બંધનના કારણે દુઃખરૂપ હોવાથી એક પ્રકારને જ છે, અથવા નારકી દેવતા ન દેખાવાથી તિર્થી મનુષ્ય એ બંને દુઃખ સુખના ઉત્કર્ષ રૂપે તેની વ્યવસ્થા હોવાથી બે પ્રકારનો સંસાર છે, પર્યાને આશ્રય લેવાથી અનેક વિધ છે, આવી યુક્તિ ઘટાવીને વાદી કહે છે કે ચાર પ્રકારનો સંસાર નથી, આવું ખોટું મંતવ્ય ન માને, તેમ ચારગતિ રૂપ સંસાર છે એવું માને, વળી વાદી એકવિધ સંસાર કહે છે તેવું સિદ્ધ થતું નથી, કારણ કે તિયય તથા મનુષ્ય એવા બે ભેદને પ્રત્યક્ષ દેખાય છે, તે એકવિધ સંસારમાં બે ભેદ ન ઘટે વળી સંભવ અનુમાન વડે નારક અને દેવતાનું અસ્તિત્વ મનાતું હોવાથી બે ભેદ પણ ન કહેવાય, સંભવ અનુમાન આ છે, પુણ્ય પાપનાં ઉત્કૃષ્ટ ફળ ભેગવનારા જીવે પણ છે, જેમ મધ્યમ ફળ ભેગવનારા તિર્યંચ મનુષ્ય દેખાય છે, તેમ પ્રકૃષ્ટ પુણ્ય પાપ ભોગવનારા દેવ અને નારકી પણ હોવા જોઈએ, વળી જ્યોતિષ દેવ પ્રત્યક્ષ દેખાય છે, તેનાં વિમાને ચંદ્ર સૂર્ય ગ્રહ તારા નક્ષત્ર દેખાય છે, તે વિમાનના રહેનારા કઈ પણ હેવા જોઈએ, વળી ગ્રહ પાસે વરદાન લેઈને કેટલાક સુખ ભોગવનારા છે, તેથી તેમના અસ્તિત્વનું અનુમાન છે (થોડા વખત ઉપર મરણ પામેલા અદશ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org