________________
૭૫ પ્રતિષેધ પ્રત્યાખ્યાન તે વસ્તુ ઘરમાં ન હોય, અથવા મેંધી વસ્તુ કેઈ આપનાર ન હોય, અથવા તેવી વસ્તુ કરનાર વૈદ્ય વિગેરે ન હોય, તો આપનારની ઈચ્છા છતાં ના પાડે તે વખતે લેનાર ક્રોધ ન કરતાં પચ્ચકખાણ કરે છે, હવે ભાવ પચ્ચકખાણ બે પ્રકારે તે, સાધુ અંતઃકરણ પવિત્ર કરીને મહાવ્રત લે, તથા ઉત્તર ગુણ રાત્રિ ભેજન ત્યાગ વિગેરે કરે, તેમ શ્રાવક પણ તેવી રીતે નિર્મળ ભાવથી શ્રાવકનાં પાંચ મૂલ ગુણનાં બાકીનાં સાત ઉત્તર ગુણનાં અણુવ્રત પાળે તે, તથા ચશબ્દથી જાણવું કે તે બે ભેદો નેઆગમથી ભાવ પચ્ચખાણ જાણવું, પણ બીજું ન જાણવું, હવે ક્રિયા નામના પદને બતાવવું જોઈએ, પણ તે કિયા સ્થાન અધ્યયનમાં પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. मूल गुणेसु य पगयं, पच्चक्खाणे इहं अहीयारो होज्जहु तप्पच्चइया अपच्चक्खाणकिरिया उ
અહીં બીજા પચ્ચકખાણ છોડીને ફક્ત ભાવ પચ્ચકખાણની જરૂર છે, તે કહે છે, મૂળ ગુણ જીવહિંસા નિષેધ વિગેરે મહાવ્રતો છે, તેનાથી આપણે અધિકાર છે, અર્થાત્ જીવહિંસાદિ ન કરવાનો નિયમ કરે, તે અહીં પ્રત્યાખ્યાન કિયા અધ્યયનમાં અધિકાર છે, જે મૂળ ગુણનું પચ્ચકખાણ ન કરીએ, તે તેને અપાય (ખ) બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org