________________
૧૭
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
અન્વયાર્થ ઃ
હ્રામે ભોગાવધ: કામમાં ભોગક્રિયાની મર્યાદા સુધી (અને) સમયે મોનના ધઃ સારા ભોજનમાં ભોજનક્રિયાની મર્યાદા સુધી રસઃ ૨સ હોય છે, पुनः ગધ્યાત્મશાસ્ત્રસેવાયાં નિરવધિઃ વળી અધ્યાત્મશાસ્ત્રના આસેવનમાં નિરવધિ=મર્યાદા રહિત રસઃ રસ હોય છે. II૧-૨૧॥
શ્લોકાર્થ :
કામમાં ભોગક્રિયાની મર્યાદા સુધી અને સારા ભોજનમાં ભોજનક્રિયાની મર્યાદા સુધી રસ હોય છે, વળી અધ્યાત્મશાસ્ત્રના આસેવનમાં નિરવધિ રસ હોય છે.II૧-૨૧ ભાવાર્થ :
કામમાં ભોગનો આનંદ ભોગની ક્રિયા સુધી હોય છે, અને સારા ભોજનમાં રસાસ્વાદનો આનંદ ભોજનની ક્રિયા સુધી છે એ પ્રત્યક્ષ અનુભૂત છે, અને અધ્યાત્મશાસ્ત્રમાં રસ નિરવધિ છે. તેનું તાત્પર્ય એ છે કે જે આત્મા નિપુણ પ્રજ્ઞાથી, અધ્યાત્મશાસ્ત્રના યથાર્થ ભાવને સ્પર્શે તે રીતે, પોતાની બુદ્ધિમાં તે પદાર્થોને ભાવન કરે છે, તે આત્માના ચિત્તમાં, અધ્યાત્મશાસ્ત્રમાં સૂક્ષ્મપ્રજ્ઞાથી જે રીતે પદાર્થો બતાવ્યા છે તે જ રીતે પરિણમન પામે છે; જેનાથી, જે વખતે અધ્યાત્મશાસ્ત્રનું પર્યાલોચન ન હોય તે વખતે પણ, તે અધ્યાત્મશાસ્ત્રના પર્યાલોચનની વાસનાને કા૨ણે જગત્વર્તી પદાર્થો પ્રત્યે વિશેષ નિરાકાંક્ષ ચિત્ત સતત તેને વર્ત્યા કરતું હોય છે. તેથી ઉત્તમ ચિત્તનો સ્વાદ સદા તેને અવિધ વગર વર્તતો હોય છે.
જોકે અનાદિકાળના કુસંસ્કારને કા૨ણે અધ્યાત્મશાસ્ત્રના પર્યાલોચનકાળમાં પણ તેવું ઉત્તમ ચિત્ત, યત્ન કરવા છતાં ક્યારેય નિષ્પન્ન થઈ શકતું નથી, અને ક્યારેક મહા યત્નથી નિષ્પન્ન કરાયેલું તે ચિત્ત અધ્યાત્મશાસ્ત્રનું અવલંબન છૂટતાંની સાથે નાશ પણ પામી જાય છે; તેથી અધ્યાત્મશાસ્ત્રનો સ્વાદ કોઈકને સેવનકાલમાં પણ આવતો નથી, અને કોઈકને સેવનકાલ સુધી રહે છે, પણ પછી રહેતો નથી. પરંતુ તેનું કારણ તે જીવના કર્મનો દોષ છે અથવા તો અધ્યાત્મશાસ્ત્રના વિષયમાં સુદૃઢ યત્નની અલ્પતાનો દોષ છે. પરંતુ જો તે અધ્યાત્મશાસ્ત્રમાં અત્યંત યત્ન કરે અને કર્મ તથાવિધ અતિશયવાળાં ન હોય તો, અવશ્ય અધ્યાત્મશાસ્ત્રના પરિશીલનથી નિરવધિ ૨સ પેદા થાય છે, ક્યારેક અતિશયિત કર્મ પણ મહા યત્નથી નિવર્તન પામી શકે છે. તેથી અધ્યાત્મશાસ્ત્રના રસનો આકાંક્ષી, કર્મના દોષની