________________
૨૨૯
વૈરાગ્યભેદાધિકાર જીવોને દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય હોવા છતાં સામગ્રી પામીને તત્ત્વ તરફ વળવાની યોગ્યતા હોય છે. અને તેવા જીવોને સામગ્રી મળતાં તે તરફનું વલણ પ્રગટે ત્યારે, તેમનામાં યોગ્યતારૂપે રહેલો અધ્યાત્મભાવ પ્રગટે છે; અને તેના કારણે પૂર્વમાં દુઃખગર્ભિત કે મોહગર્ભિતના ઉપમર્દનથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટવાને કારણે તેઓનો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પણ પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે, લઘુકર્મી જીવોને કોઈક દુઃખનાં નિમિત્તોને પામીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે, તેઓનો વૈરાગ્ય દુઃખગર્ભિત હોવા છતાં સામગ્રીને પામીને જ્ઞાનગર્ભિત બની શકે છે. તે જ રીતે કોઇ એકાન્ત દર્શનની વાસનાથી હળુકર્મી જીવોને વૈરાગ્ય પેદા થયો હોય ત્યારે, મોહગર્ભિત એવો તેઓનો વૈરાગ્ય સામગ્રીને પામીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. તેથી આવા જીવો દુઃખથી કે મોહથી પણ સંસારને છોડીને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, તેમની તે સમ્પ્રવૃત્તિ અધ્યાત્મભાવના પ્રગટાવવાનું કારણ બની શકે છે; અને તેના કારણે પૂર્વના વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યરૂપે પરિણમન પામે છે. તે અપેક્ષાએ દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય પણ આદેય છે. I-૪૪ll
।। इत्यध्यात्मसारे वैराग्यभेदाधिकारः ||६||
G-૧૭