________________
૨૪૯
વૈરાગ્યવિષયાધિકાર નોંધ :
સુરા ” માં “ઉ” થી એમ કહેવું છે કે સંસારવત મનુષ્ય વગેરે તો બાધાઓથી વિધુર છે જ, પરંતુ દેવો પણ મત્સરરૂપી જવરની બાધાથી વિધુર છે. શ્લોકાર્ચ -
દેવો પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપી જવરની બાધાઓથી વિધુર છે. દેવોમાં પણ વિષથી મિશ્રિત ખીરની જેમ સુખ રમ્યતાને પામતું નથી. II૭-૧૮ ભાવાર્થ -
દેવલોકમાં વસતા દેવતાઓને પણ પોતાની સમૃદ્ધિમાં મદનો પરિણામ હોય છે, અને રમ્ય ભાગોમાં મોહનો પરિણામ થાય છે. તથા ભૂતકાળની સંયમની વિરાધના કે અલ્પ આરાધના કરી હોય તેના કારણે સુખમાં ન્યૂનતા દેખાતી હોવાથી વિષાદ વર્તતો હોય છે; અને વળી, અન્ય દેવોનું અધિક સુખ જોઈને મત્સરભાવ=ઈર્ષાભાવ વર્તતો હોય છે.
આ બધા ભાવો વર જેવા છે; કારણ કે, જ્વરમાં જેમ જીવ પીડા પામે છે. તેમ મદાદિ ભાવોથી આત્મા હંમેશાં વિહ્વળ હોય છે. તેથી દેવો પણ આ બધી
Dા હોય છે. બાધાઓથી વિધુર થયેલા હોય છે.
વળી, જેમ ખીર યદ્યપિ રમ્ય છે, તો પણ વિષમિશ્રિત હોય તો તે પણ રમ્ય નથી. તેમ દેવલોકનાં સુખો પણ યદ્યપિ રમ્ય છે, તો પણ તે સુખો મદમોહ આદિ વિષ જેવા ભાવોથી મિશ્રિત હોવાના કારણે રમ્યતાને પામતાં નથી. યોગીઓ દેવલોકનાં સુખોના આ સ્વરૂપનું ચિંતવન કરીને, પરલોકના સુખમાં નિઃસ્પૃહ બને છે; અને કેવળ નિઃસ્પૃહતાના સુખની આકાંક્ષાવાળા બને છે. આવી નિઃસ્પૃહતાને કારણે જ આવા જીવોને ઉત્તમ કોટીનાં પૌદ્ગલિક સુખો મળે છે, તે સમયે પણ ચિત્તની શુદ્ધિ ટકે છે.
જે યોગીઓ આવાં પરલોકનાં સુખો પ્રત્યે નિઃસ્પૃહી હોય, તથા તેઓ જો વર્તમાન ભવમાં મોક્ષને ન પામે તો અવશ્ય દેવલોકને જ પામે, તો પણ તેઓને પ્રાયઃ કરીને મદાદિના વિકારો થતા નથી, પરંતુ દેવલોકમાં આવીને પુણ્યનો ઉપભોગ કરતા, સંયમને અનુકૂળ સત્ત્વનો જ સંચય કરે છે, જેથી મોક્ષને અનુકૂળ સામગ્રી અન્ય ભવમાં પણ વિશેષથી પ્રાપ્ત થાય છે. ll૭-૧૮