Page #1
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન
(ભાગ-૧)
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
અથાભક્ષા. શીદશ: વિવેચન
(ભાગ - ૧)
: મૂળ ગ્રંથકર્તા : ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી મહારાજા
: આશીર્વાદદાતા: ષડ્રદર્શનવિ, પ્રાવયનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મહારાજ)
: વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા
: સંકલનકારિકાઃ શ્રીમતી પારૂલબેન હેમંતભાઈ પરીખ
: પ્રકાશક :
હતાર્થના
પ, જૈન મરચન્ટ સોસાયટી, હર્તપુરાશે પોલેડીઝ
વાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાણ શબ્દશઃ વિવેચન ભાગ-૧
ઃ વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૨૭
વિ. સં. ૨૦૫૭
આવૃત્તિઃ પ્રથમ
નકલ ઃ ૧૦૦૦
મૂલ્ય : રૂ. ૪૦-૦૦
= મુખ્ય પ્રાપ્તિસ્થાન:
ગીતાર્થ ગંગા પ, જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
: પ્રકાશક :
: મુદ્રક : મુદ્રેશ પુરોહિત
સૂર્યા ઓફસેટ આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮.
Page #4
--------------------------------------------------------------------------
________________
{ પ્રકાશકીય
ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુસાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસ મુમુક્ષઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત -
૫, જૈન મરચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણે ગીતાર્થ ગંગા .
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન છે.
નટવરભાઈ એમ. શાહ (આફ્રીકાવાળા) ગીતાર્થ ગંગા
૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડીયા સોસાયટી, ૫, જૈન મરચન્ટ સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, અમદાવાદ-૧૩. ફત્તેહિપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. (૦૭૯) ૭૪૭૮૫૧૨, ૭૪૭૮૬૧૧
(૦૭૯) ૬૬૦૪૯૧૧, ૩૦૩૬૫૯ મુંબઈઃ
શ્રી ચીમનભાઈ ખીમજી મોતા નિકુંજભાઈ ર. ભંડારી
૯/૧, ગજાનન કોલોની, વિષ્ણુ મહલ, ત્રીજે માળે,
જવાહરનગર, ગોરેગામ (વે), ગરવારે પેવેલીયનની સામે,
મુંબઈ-૬૨. ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦.
(૦૨૨) ૮૭૩૪પ૩૦ (૦૨૨) ૨૮૧૪૦૪૮, ૨૮૧૦૧૯૫
લલિત ધરમશી ૩૦૨, ચંદને બાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦.. (૦૨૨) પ૭૮૦૬૧૪, ૫૩૮૬૦૩૦
સુરતઃ શૈલેષભાઈ બી. શાહ શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છ માળે, હરિપરા, હાથ ફળિયા, સુરત-૧. (૦૨૬૧)૪૩૯૧૩૦, ૪૩૯૧૭૩
રાજકોટ: કમલેશભાઈ દામાણી . જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧.
(૦૨૮૧)૨૩૩૧૨૦
બેંગલોર વિમલચંદજી Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (O) 2875262, (R) 2259925
જામનગર : ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. (૦૨૮૮)ક૭૮૫૧૩
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(અધ્યાત્મસાર : અધિકાર-૧ થી ૭)
* : પ્રસ્તાવના :
અધ્યાત્મ એટલે આત્માને પોતાના ભાવમાં જવાને અનુકૂળ એવી ક્રિયા, અને તે ભૂમિકાના ભેદથી અનેક પ્રકારે છે. આ અધ્યાત્મક્રિયાનો સાર શું છે? તે બતાવવા માટે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે.
પ્રસ્તુત ગ્રંથના કુલ-૭ પ્રબંધ અને તેના પેટા વિભાગરૂપે કુલ-૨૧ અધિકાર છે, જે પૈકી બે પ્રબંધ અને ૭ અધિકારનો પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકારે માંગલિક કરતાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોને તથા અન્ય પણ તીર્થકરોને તેમ જ ગુરુઓને નમસ્કાર કરેલ છે.
પ્રથમ અધિકારમાં અધ્યાત્મનું માહાભ્ય બતાવ્યું છે, જેથી તે સાંભળીને શ્રોતાની અધ્યાત્મ જાણવાની જિજ્ઞાસા ઉત્કટ બને.
અધ્યાત્મના માહાભ્યને બતાવ્યા પછી અધ્યાત્મનું સ્વરૂપ જાણવાની ઉત્કંઠાવાળી વ્યક્તિને બીજા અધિકારમાં અધ્યાત્મનું સ્વરૂપ બતાવે છે. આ અધ્યાત્મ અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે, અને તે અધ્યાત્મના અધિકારી અને અનધિકારી જીવો કેવા હોય છે, તેનું સ્વરૂપ બતાવેલ છે. વળી, અધ્યાત્મને જાણવાની સંજ્ઞા ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી, ઉત્તરોત્તર અધ્યાત્મના પરિણામને કારણે જીવમાં અસંખ્યાતગણી અધિક કર્મની નિર્જરા થાય છે, તે વાત શાસ્ત્રમાં કહી છે; અને તે અધ્યાત્મ જ્ઞાન-ક્રિયારૂપ કઈ રીતે છે તથા નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અને વ્યવહારનયથી અપુનર્ધધક અવસ્થાથી અધ્યાત્મ કઈ રીતે સ્વીત છે, તેનો વિશદ બોધ અધ્યાત્મસ્વરૂપ અધિકારમાં કરાવેલ છે.
વળી વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનો કઈ રીતે અધ્યાત્મ સાથે સંલગ્ન છે, તેનો પણ સારો બોધ પ્રસ્તુત અધિકારથી થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ અધ્યાત્મની વૃદ્ધિના અનન્ય ઉપાયરૂપ નિર્દભ આચાર છે. તેથી અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યા પછી દંભત્યાગ અધિકારમાં દંભના અનર્થો શું છે, તથા કોઈ જીવ રસનેન્દ્રિયના વિષયો, વેશભૂષા, કામભોગ વગેરેને છોડી શકે, છતાં દંભસેવનનો ત્યાગ કઈ રીતે દુષ્કર છે, અને મહાત્યાગને કર્યા પછી પણ દંભના સેવનથી જ જીવો અધ્યાત્મમાર્ગથી કઈ રીતે દૂર થાય છે, તેનો વિશદ બોધ પ્રસ્તુત અધિકારથી થાય છે.
આ રીતે દંભનો ત્યાગ કરીને જ્ઞાન-ક્રિયામાં યત્ન કરવાથી અધ્યાત્મની વૃદ્ધિ થાય છે, તો પણ અધ્યાત્મની વિશેષ વૃદ્ધિ માટે ભવસ્વરૂપનું ચિંતવન આવશ્યક છે; કારણ કે, ભવસ્વરૂપના ચિંતવન વગર વૈરાગ્યમાં સ્થિર થવાતું નથી, અને અનાદિના અભ્યાસના કારણે જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મના સેવનમાં શૈથિલ્ય આવે છે. તેથી દંભત્યાગ અધિકાર બતાવ્યા પછી વૈરાગ્યની વૃદ્ધિ માટે ભવસ્વરૂપનું ચિંતવન કઈ રીતે કરવું, તે ચોથા અધિકારમાં બતાવે છે.
સામાન્ય રીતે ભવસ્વરૂપને જાણીને જ જીવ અધ્યાત્મના સેવન માટે સન્મુખ થાય છે. તો પણ અનાદિના ભવઅભ્યાસને કારણે પ્રમાદ દોષ આવે છે અને તેથી અધ્યાત્મની પ્રવૃત્તિ ઘન બનતી નથી. તેથી જ ભવના સ્વરૂપને અનેક દૃષ્ટાંતોથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. આ રીતે વારંવાર ભવસ્વરૂપનું અવલોકન કરવામાં આવે, તો સંસારનું આકર્ષણ ઘટતું જાય છે અને ચિત્ત વૈરાગ્યથી વાસિત બને છે, જેથી નવું નવું શ્રુતજ્ઞાનનું અધ્યયન કરવામાં તથા તેને અનુરૂપ ઉચિત ક્રિયા કરવામાં જીવ ઉત્સાહિત બને છે.
વળી, આ ભવસ્વરૂપના ચિંતવન અધિકારમાં એ પણ વિશેષ બતાવેલ છે કે, આત્મિક સુખ જ શ્રેષ્ઠ છે, અને સંસારનું સુખ તો તેની સરખામણીમાં તુચ્છ અને નિઃસાર છે. આ અધ્યાત્મમાં સુદઢ પ્રવૃત્તિ કરવાથી વર્તમાનમાં પણ સંસારના સુખ કરતાં પણ અતિશયિત એવું આત્મિક સુખ કઇ રીતે પ્રગટે છે, અને તે પ્રકર્ષને પામીને કઈ રીતે પૂર્ણ સુખમાં પરિણમન પામે છે, તેનો પણ બોધ આ અધિકારમાં કરાવેલ છે.
ભવસ્વરૂપના ચિંતવનથી કયા જીવમાં વૈરાગ્ય સંભવી શકે, તે વાત પાંચમા-વૈરાગ્યસંભવ અધિકારમાં બતાવેલ છે. અહીં સૌ પ્રથમ વૈરાગ્યનું લક્ષણ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના શું છે, તે બતાવેલ છે. જેથી એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, ભવસ્વરૂપના ચિંતવનમાંથી વૈરાગ્ય પ્રગટ થયેલ નથી, પરંતુ જ્યારે ભવસ્વરૂપના ચિંતવનથી ભવ નિર્ગુણ ભાસે છે, અને તેના કારણે ભવ પ્રત્યે દ્વેષ પેદા થાય છે; અને ભવ પ્રત્યેના દ્વેષને કારણે ભવભ્રમણના કારણરૂપ ભોગાદિની ઈચ્છાનો ઉચ્છેદ થાય છે, ત્યારે જ વાસ્તવિક વૈરાગ્ય પ્રગટે છે. અહીં કેટલાક એવું માને છે કે, ભોગોને ભોગવી લેવાથી ચિત્ત સંતોષ પરિણામવાળું થાય છે, અને ચિત્ત સંતોષ પરિણામવાળું થવાથી જ વૈરાગ્ય પેદા થાય છે. તે વાતનો ઉલ્લેખ કરીને ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે, તે વાત કોઈક જીવવિશેષને આશ્રયીને સાચી હોવા છતાં, વૈરાગ્યનો તે સર્વસામાન્ય માર્ગ નથી; પરંતુ વિષયોના ત્યાગથી જ અને ભવસ્વરૂપના ચિંતવનથી જ વૈરાગ્ય પ્રગટી શકે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, સમ્યગ્દષ્ટિ જીવ પણ ભવના સ્વરૂપને સારી રીતે જાણે છે, તેમ છતાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવને વિષયોનો ત્યાગ હોતો નથી; તો ભવસ્વરૂપનું જ્ઞાન, વૈરાગ્યનું કારણ કઈ રીતે બની શકે ? તેથી પ્રસ્તુત અધિકારમાં યુક્તિપૂર્વક ખુલાસો કરીને બતાવેલ છે કે, અવિરતસમ્યગ્દષ્ટિ જીવને ભવનૈક્ષ્યનો યથાર્થ બોધ હોવા છતાં પ્રબળ ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોમાં પ્રવૃત્તિ થાય છે, તેમને વૈરાગ્ય નથી; તો પણ છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિને વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં આંશિક વૈરાગ્ય પણ છે (છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો જ્યારે સંયમ લે છે, તે વખતના તેમના વૈરાગ્ય કરતાં પૂર્વનાં અવિરતિકાળમાં હીન વૈરાગ્ય હોય છે, તેથી આંશિક વૈરાગ્ય કહેલ છે.); અને તે વૈરાગ્યભાવને કારણે તેઓની ભોગની પ્રવૃત્તિ પણ કેવી નિર્લેપ હોય છે, તેનો વિશદ બોધ પ્રસ્તુત અધિકારમાં કરાવેલ છે. વળી, છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિની પ્રવૃત્તિ કરવા છતાં કઈ રીતે કર્મબંધથી સંશ્લેષ પામતા નથી, અને જ્ઞાની એવા યોગીઓની ભોગની પ્રવૃત્તિ પણ કર્મના નાશમાં કઈ રીતે કારણ બને છે, તે વાત પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. આમ છતાં, વૈરાગ્યનો માર્ગ તો વિષયોનો ત્યાગ જ છે, ભોગની પ્રવૃત્તિ નથી; તો પણ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો ભોગોને સેવીને પણ વિરક્ત રહી શકે છે અને અધિક વિરક્તભાવને કરી શકે છે, તે અપવાદિક માર્ગ છે, તે વાત પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. G-2
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વૈરાગ્યનો ક્યાં સંભવ છે તે બતાવ્યા પછી વિચારકને જિજ્ઞાસા થાય કે, આ વૈરાગ્ય એક જ પ્રકારનો છે કે અનેક પ્રકારનો છે? તેથી વૈરાગ્યનો યથાર્થ બોધ પણ અધ્યાત્મની વૃદ્ધિમાં ઉપયોગી હોવાથી ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ, વૈરાગ્યભેદ અધિકારમાં બતાવેલ છે. વૈરાગ્યના દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકાર છે.
સામાન્ય રીતે વૈરાગ્ય એ વિષયોથી વિરક્તભાવરૂપ છે, તો પણ સંસારમાં જીવને ઘણાં દુઃખોની પ્રાપ્તિ થતાં સંસારથી વિરક્ત થાય છે અને ધર્મમાં પ્રવૃત્ત થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. છતાં આ દુઃખગર્ભિત વૈરાગ્ય થયા પછી સંસારના સ્વરૂપનો સમ્યગુ બોધ ન થાય તો, દુઃખને કારણે ભોગથી વિરક્ત થયેલ જીવ પણ, ફરી ભોગની સામગ્રીને પામીને ભોગસુખનો અર્થી બને છે; તેથી દુઃખગર્ભિત વૈરાગ્ય સંસારના ઉચ્છેદનું કારણ બનતો નથી. આમ છતાં, દુઃખને કારણે વિરક્ત થયેલા જીવો વિશેષ સામગ્રીને પામીને કઈ રીતે મોક્ષના સુખને જાણનારા બને છે, અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યને પામીને આત્મકલ્યાણ સાધી શકે છે, તે વાત પણ પ્રસ્તુત અધિકારમાં જણાવેલ છે. અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો સંસારને છોડીને પણ અને શાસ્ત્રને ભણીને પણ, કઈ રીતે કલ્યાણ સાધી શકતા નથી, તેનો પણ વિસ્તારથી બોધ પ્રસ્તુત અધિકારમાં કરાવેલ છે. વળી આમાં, આ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું સ્વરૂપ અને તેમનું માનસ કેવું હોય છે, અને તેમની શાસ્ત્રાદિ ભણવાની પ્રવૃત્તિ પણ કેવી નિસાર હોય છે, તે પણ બતાવેલ છે.
બીજા પ્રકારના જીવો મોહગર્ભિત વૈરાગ્યવાળા છે. મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો કુશાસ્ત્રને ભણીને ભવને નિર્ગુણરૂપે જાણે છે, તેથી ભવથી વિરક્ત પણ હોય છે. તેમ છતાં કુશાસ્ત્રના અભ્યાસને કારણે બુદ્ધિમાં વિપર્યાસ હોય છે, તેથી ભવથી વિરક્ત હોવા છતાં તેમનો વૈરાગ્ય મોક્ષનું કારણ બનતો નથી. જૈન દર્શનમાં રહેલા પણ સ્વમતિની કલ્પના પ્રમાણે શાસ્ત્રને યોજીને જેઓ વિપર્યાય બુદ્ધિવાળા છે, તેઓને પણ મોહગર્ભિત વૈરાગ્ય છે. આવા મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ભોગોથી વિરક્ત ભાવ હોવા છતાં, તપ-સંયમની આચરણા હોવા છતાં, ભગવાનના વચનની રુચિ નહીં હોવાને કારણે પારમાર્થિક શુભ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના પરિણામ નથી, અને તેમનો તપ-ત્યાગ કઈ રીતે મોક્ષનું કારણ બનતો નથી, તે વાત પણ યુક્તિથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. વળી, મોહગર્ભિત વૈરાગ્યવાળાની પ્રકૃતિ કેવી હોય છે, તથા તેઓનું શાસ્ત્રનું અધ્યયન પણ કઈ રીતે વિપરીત પરિણામ પામે છે, તે સર્વ યુક્તિથી બતાવેલ છે.
વૈરાગ્યનો ત્રીજો પ્રકાર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તે વૈરાગ્ય ગીતાર્થોને જ સંભવી શકે છે. તેઓ શાસ્ત્રો ભણીને ભગવાનના વચનના સમ્યગુ બોધવાળા હોય છે અને તેને કારણે જ તેઓ વિષયોથી વિરક્ત છે, તેવા જીવોને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. વળી, ગીતાર્થની નિશ્રામાં રહેલા માપતુષ જેવા મુનિઓને પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કઈ રીતે સંભવે, તે વાત પણ પ્રસ્તુત અધિકારમાં કહેલ છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને સૂક્ષ્મ વિચારકતા, સ્વ-અન્યદર્શનના નિર્મળ અભ્યાસની બુદ્ધિ અને ઉત્સર્ગ-અપવાદને યથાસ્થાને જોડવાની મહાપ્રજ્ઞા હોય છે. તેથી જ તેઓ ભગવાનના બતાવેલા દરેક નયોને યથાસ્થાને જોડી શકે તેવા સમ્યગુ જ્ઞાનવાળા હોય છે, અને તેનાથી જ વિરક્ત થઈને તેઓ સંયમમાં સુદઢ યત્નવાળા હોય છે. આ રીતે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાનું સ્વરૂપ બતાવતાં આનુષંગિક ઘણા પદાર્થો પ્રસ્તુત અધિકારમાં પ્રાપ્ત થાય છે. કેવળીને જેમ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે, તેમ સ્યાદ્વાદની દૃષ્ટિને કારણે ગીતાર્થને પણ કેવળી કરતાં કંઈક સંક્ષેપથી અને અગીતાર્થ એવા માષતુષાદિ કરતાં ઘણા વિસ્તારથી, સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો કેવળીની જેમ જ યથાનિર્ણય હોય છે; તથા તે જ પ્રકારે તેઓને સમ્યગુ રુચિ હોય છે. આથી જ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયની યથાર્થ રુચિરૂપ સમ્યક્ત ગીતાર્થોને નિર્મળ કોટીનું હોય છે. એ સર્વ બોધ પ્રસ્તુત અધિકારમાં અનેક યુક્તિઓથી બતાવેલ છે. વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાની કેવી પ્રવૃતિઓ હોય છે તથા લક્ષણો કયાં હોય છે, તે પણ પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે.
છઠ્ઠા અધિકારમાં વૈરાગ્યના ભેદો બતાવ્યા. ત્યાં જિજ્ઞાસા થાય કે . વૈરાગ્યના વિષયો શું છે? તેથી વૈરાગ્યમાં વિષયોનો બોધ થાય તે રીતે વૈરાગ્યના બે ભેદ સાતમાં અધિકારમાં બતાવ્યા છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સામાન્ય રીતે ઈન્દ્રિયોને અનુકૂળ વિષયો જીવને આકર્ષે છે. આમ છતાં, યોગીઓનું માનસ એવા ઉપયોગવાળું છે કે, જેથી તે તે ઈન્દ્રિયોના વિષયોને પામીને પણ તેમનું ચિત્ત તે વિષયો તરફ જતું નથી; તે વાત પાંચે ઈન્દ્રિયોના દરેક વિષયોને આશ્રયીને વિસ્તારથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે, કે જેથી ખ્યાલ આવે કે કઈ ઈન્દ્રિયની સામે ક્યો ભાવ યોગીઓ પેદા કરે છે, કે જેના પરિણામમાં જ બદ્ધચિત્તવાળા હોવાથી તે વિષયો તેમને આકર્ષી શકતા નથી. આ અપરવૈરાગ્ય છે. ' ઈન્દ્રિયોના સર્વ વિષયોથી વિરક્ત થયા પછી ગુણોમાં પણ વિરક્તભાવ, અને છેલ્લે મોક્ષ પ્રત્યે પણ વિરક્ત ભાવ, યોગીઓને કઈ રીતે પ્રગટે છે; તથા તે વખતે તેઓની કેવી ઉત્તમ દશા હોય છે, તે વાત બીજા પ્રકારના પરવૈરાગ્યમાં બતાવેલ છે.
પ્રસ્તુત ગ્રંથની આટલી બાબતોનો પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. ... ૩૦૨, વિમલ વિહાર,
- શ્રી પ્રવિણભાઈ ખીમજી મોતા સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
Page #12
--------------------------------------------------------------------------
________________
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
(
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
છે
પંચમકાળમાં અધ્યાત્મમાર્ગના અર્થી જીવો માટે બે જ અવલંબન ઉપલબ્ધ છે, અને તે છે. શ્રી જિનબિંબદર્શન અને શ્રી જિનવાણીશ્રવણ. શ્રી જિનબિંબનાં દર્શન કરીને આ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણો ક્યા, અને તે ગુણોને તેઓએ કઈ રીતે સાધ્યા, તે બાબત જાણવાની ઈચ્છાવાળા તથા પોતે પણ એવા ગુણોને પ્રાપ્ત કરે તેવી જિજ્ઞાસા ધરાવતા જીવો માટે, શ્રી જિનવાણીશ્રવણરૂપી આલંબનનો આશરો લેવો આવશ્યક બને છે. આવા જિજ્ઞાસુઓ માટે પ્રભુના શ્રીમુખે કહેવાયેલા અને શ્રી ગણધર ભગવંતો દ્વારા રચાયેલા આગમગ્રંથોનું સીધેસીધું પઠન થોડું દુષ્કર બને. પરંતુ પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી, પૂ. હરિભદ્રસૂરીશ્વરજી, પૂ. હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી યશોવિજયજી મહારાજ ઉપાધ્યાય જેવા અનેક જ્ઞાની મહાનુભાવોએ આ આગમોના સારરૂપે અનેક નાના મોટા જે ગ્રંથોની લોકભોગ્ય ભાષાશૈલીમાં રચના કરી છે, તે સાધક જીવોને ઘણા જ ઉપયોગી થયા છે.
આ સર્વમાં “અધ્યાત્મસાર'પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આશરે ૩૦૦ વર્ષ પહેલાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃતમાં રચેલ ૯૫૦ શ્લોક પ્રમાણ એવા આ ગ્રંથને વાંચીને ખરેખર એમ લાગે કે, પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાની સાધનાના પ્રબળ પ્રભાવથી અધ્યાત્મમાર્ગનો યથાર્થ બોધ અને અનુભવ કર્યો છે, અને તેથી જ આવા અતીન્દ્રિય અધ્યાત્મમાર્ગને ખૂબ જ સરળ શબ્દો દ્વારા પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવ્યો છે. ગ્રંથના પ્રારંભમાં અધ્યાત્મ શું છે તે, અને તેનું માહાભ્ય બતાવીને તેમાં કેવી રીતે પ્રવેશ કરવો, તેનો ક્રમ બતાવ્યો છે અને બાળજીવ પણ શબ્દ દ્વારા અધ્યાત્મમાર્ગને સ્પર્શે અને તે માટે દંભત્યાગ, ભવસ્વરૂપનું ચિંતવન, વૈરાગ્યનો ઉદ્ભવ, વૈરાગ્યના ભેદ, વિષયોનું જ્ઞાન, વૈરાગ્યની સ્થિરતા માટે મમતાનો ત્યાગ આદિ વિકાસક્રમને સાધે, તથા આત્મિક સુખરૂપ અંતિમ લક્ષ્યને પામે તે જ હેતુથી આ મહાન ગ્રંથને જિજ્ઞાસુઓ સમક્ષ મૂક્યો છે.
અધ્યાત્મ=+ આત્મા = આત્મામાં રહેવું. આત્મામાં રહેવું, એટલે આત્માના પોતાના મૂળ સ્વભાવમાં જવું અને તે માટે જ્ઞાન-ક્રિયામાં યત્ન, એ જ અધ્યાત્મમાર્ગ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
આશરે ચારેક વર્ષ પૂર્વે પૂ.પં. શ્રી જિતેન્દ્રભાઈ શાહના મુખે “અધ્યાત્મસાર” ગ્રંથની વાચનાનો લાભ મળ્યો, ત્યારે અધ્યાત્મમાર્ગનો ઝાંખો ઝાંખો અરુણોદયનો પ્રકાશ દેખાયો. હાલમાં જ્યારે ગીતાર્થ ગંગા તરફથી પ્રસ્તુત ગ્રંથની પૂ. પં. શ્રી પ્રવીણભાઈ મોતાની વાચનાને શબ્દદેહે રજૂ કરવાની પુણ્યતિક આપવામાં આવી, ત્યારે જાણે કે અધ્યાત્મમાર્ગના સૂર્યોદયની શરૂઆતની વેળાના પથરાઈ રહેલા પ્રકાશને જોયાનો આનંદ અનુભવી રહી છું. વળી, ધર્મપ્રેમી અને સરળ સ્વભાવી એવા અમારા વડીલ પૂ. શ્રી હસમુખભાઈની ટૂંકી માંદગી બાદ થયેલ અવસાનની દુઃખદ ઘટના બાદ ખેદસભર બનેલા ચિત્તમાં ખૂબ મનોમંથન થયું અને તેના નિષ્કર્ષરૂપે અધ્યાત્મમાર્ગને વિશેષથી જાણવાની ઉત્કટ ઈચ્છા જાગી.
આ ગ્રંથના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીજી શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી મ.સા. તથા સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહ પોતાનો કીંમતી સમય આપી ઘણો સહકાર આપેલ છે અને ઉત્તમ સ્વાધ્યાયનો લાભ આપી ઉપકૃત કરવા બદલ કૃતકૃત્યતાની લાગણી પ્રદર્શિત કરેલ છે.
પંચમકાળમાં જ્યારે સાક્ષાત્ મોક્ષ અલભ્ય છે ત્યારે, અધ્યાત્મની સીડીનાં કેટલાંક પગથિયાં ચડીને આપણે સૌ મોક્ષના માર્ગ સુધી પહોંચવાને ધીરે ધીરે પણ યત્ન કરીએ, અને અંતિમ લક્ષ્મ-મોક્ષને ગણતરીના ભવોમાં મેળવી શકીએ, તથા એ માટે દેવ-ગુરુ-ધર્મની કૃપા પામીએ એ જ અભ્યર્થના સહ.
છબસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ જાણતા કે અજાણતાં પણ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- શ્રીમતી પારૂલબેન હેમંતભાઈ પરીખ
૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર, પાલડી, અમદાવાદ-૭. તા. ૧-૬-૨૦૦૧
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
* વિષયાનુક્રમણિકા |
૧-
પ્રથમ પ્રબંધ તે અધ્યાત્મમાહાભ્યઅધિકાર ના મંગલાચરણ અધ્યાત્મની પ્રક્રિયા અધ્યાત્મનું માહાભ્ય અધ્યાત્મપ્રાપ્તિ માટેનું ઉચિત કર્તવ્ય
૧-૫ પ-૭ ૬-૧૯ ૨૦-૨૧
૮-૨૩ ૨૪
૨૬-૭
ને અધ્યાત્મસ્વરૂપઅધિકાર રા/ ૨-૩ અધ્યાત્મનું લક્ષણ
૨૩-૨૫ અપુનબંધકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીની ૨૫-૨૦ અધ્યાત્મક્રિયા ભવાભિનંદીની અધ્યાત્મની વિરોધી એવી ધર્મક્રિયાનું સ્વરૂપ ભવાભિનંદીનું લક્ષણ
૨૭-૨૯ અધ્યાત્મને યોગ્ય જીવનું સ્વરૂપ
૨૯-૩૧ ૮-૧૧ અધ્યાત્મથી ક્રમસર ભૂમિકા પ્રમાણે વધતી જતી ૩૧-૩૮
અસંખ્યાતગુણ નિર્જરાનું સ્વરૂપ, અધ્યાત્મની પ્રારંભથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીની
અવાંતર ભૂમિકાઓ ૧૨. જ્ઞાન અને ક્રિયાસ્વરૂપ અધ્યાત્મ
૩૮-૩૯ ૧૩-૧૫ નિશ્ચયનયથી પાંચમા ગુસ્થાનકથી અધ્યાત્મનો ૩૯-૪૨
પ્રારંભ અને વ્યવહારથી તેની પૂર્વે પણ અધ્યાત્મનો પ્રારંભ, પાંચમા ગુણસ્થાનકના, ચોથા ગુણસ્થાનકના
અને અપુનબંધકના અધ્યાત્મના ભેદનું સ્વરૂપ ૧૬ અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા કઈ રીતે અધ્યાત્મનું ૪૨-૪૩
કારણ બને છે તેની યુક્તિ
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા ૧૭ - અપુનબંધકમાં પણ દીક્ષાના અધિકારી તરીકે ४४
સ્વીકારવાની વૃત્તિ ૧૮ દિક્ષાના અધિકારીનું સ્વરૂપ
४४-४७ ૧૯-૨૧ અપુનબંધક આદિને પણ દીક્ષાના અધિકારીના ૪૩-૪૯
સ્વીકારની યુક્તિ ૨૨-૨૭ વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનષ્ઠાનનું ૫૦-૫૭
સ્વરૂપ, વિષયશુદ્ધ આદિ ત્રણે અનુષ્ઠાનોમાં અધ્યાત્મની પ્રાપ્તિ અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ જ્ઞાન અને ૫૭-૫૮
ક્રિયાની પ્રાપ્તિ ૨૯ જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ
૫૭-૫૮
૨૮
૫૯-૬૪
૩૪
૬૪-૬૮
૬૮-૬૯
૬૯-૭૦
| દંભત્યાગઅધિકાર Ill ૧-૫ ૧. અધ્યાત્મના પ્રારંભ પછી પણ દંભથી થતા
અનર્થોનું સ્વરૂપ ભોગાદિના ત્યાગ કરતાં પણ દંભનો ત્યાગ
અતિ દુષ્કર ૭-૧૦ દંભના અનર્થો ૧ ૧ ધર્મના ક્ષેત્રમાં દંભથી થતો અનર્થ ૧૨ સંયમમાં અસમર્થને સાધુપણું છોડીને શ્રાવક
થવાની વિધિ ૧૩-૧૪ સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ
સંયમ ન હોવા છતાં પોતાને સંયમી માનવામાં પાપરૂપતા
સંયમી અને અસંયમીનું સ્વરૂપ ૧૭-૧૮ દંભીનું સ્વરૂપ ૧૯ આત્માર્થીને દંભના ત્યાગનો ઉપદેશ ૨૦ - ભગવાનની આજ્ઞામાં અનેકાંત ૨૧-૨૨ અલ્પ પણ દંભની અધ્યાત્મવિરોધિતા .
૭૦-૭૧ ૭૧-૭૨
૧
૭૨-૭૩
૭૩-૭૫ ૭૫-૭૬ ૭૬-૭૭ ૭૭-૭૮
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧
વિષયાનુક્રમણિકા
'
જ
જી
=
9
૫
૧૩
| ભવસ્વરૂપચિંતન અધિકાર I૪. ભવસ્વરૂપના ચિંતનનું માહાભ્ય
૭૯-૮૧ સમુદ્રની ઉપમાથી ભવનું સ્વરૂપ
૮૧-૮૩ અગ્નિની ઉપમાથી ભવનું સ્વરૂપ
८३-८४ કસાઈખાનાની ઉપમાથી ભવનું સ્વરૂપ
૮૪-૮૫ પિશાચની ઉપમાથી ભવનું સ્વરૂપ
૮૬-૮૭ અટવીની ઉપમાથી ભવનું સ્વરૂપ
૮૮-૮૯ કુટિલ રચનાવાળો સંસાર
૮૯-૯૦ કારાગૃહથી ભવનું સ્વરૂપ
૯૦-૯૨ સ્મશાનથી ભવનું સ્વરૂપ
૯૨-૯૩ વિષવૃક્ષથી ભવનું સ્વરૂપ
૯૪-૯૫ ૧૧ ભવનું વિષમ સ્વરૂપ
૯૫-૯૬ ૧૨ વિષમઘરની ઉપમાથી ભવનું સ્વરૂપ
૯૭-૯૮ ભયંકર ગ્રીષ્મઋતુની ઉપમાથી ભવનું સ્વરૂપ ૯૮-૧૦૦ ૧૪-૧૫ સંસારી જીવોની સ્વાર્થતાનું સ્વરૂપ
૧૦૦-૧૦૨ ૧૬ સંસારરૂપી ભવનમાં મોહની વિષમ ઘટનાનું સ્વરૂપ ૧૦૩-૧૦૪ -૧૭ સંસારમાં બાહ્ય સંયોગમાં સુખબુદ્ધિ થવાનું કારણ ૧૦૪-૧૦૬ સંસારમાં સુખનો અસંભવ
૧૦૯-૧૦૭ ભવ – મોહરાજાની રણભૂમિ
૧૦૭-૧૦૯ ૨૦ સંસારી જીવમાં વર્તતા મોહના ઉન્માદનું સ્વરૂપ ૧૦૯-૧૧૦ ૨૧. તત્ત્વદ્રષ્ટાને પોતાની સંસારપ્રવૃત્તિથી થતો સંતાપ ૧૧૦-૧૧૨ ૨૨ યોગીઓને દેખાતું ભવનું સ્વરૂપ
૧૧૨-૧૧૩ ૨૩ તત્ત્વના બોધ પૂર્વે અને પછીની મતિનું સ્વરૂપ ૧૧૩-૧૧૪
ભવસુખની વિષમતા, આત્મિક સુખની ઉત્તમતાનું ૧૧૪-૧૧૫ સ્વરૂપ ભવસુખની પરાધીનતા, અંતરંગ સુખની સ્વાધીનતા ૧૧૧-૧૧૭ પરાધીન સુખ અને સ્વાધીન સુખની તુલના ૧૧૭-૧૧૯ ભવસ્વરૂપના ચિંતનનું ફળ
૧૧૯-૧૨૦
૧૮
૧૯
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
૧
૨-૮
દ્વિતીય પ્રબંધ
|| વૈરાગ્યસંભવઅધિકાર ॥૫॥
વૈરાગ્યનું સ્વરૂપ
વિષયના સેવનથી વૈરાગ્યને સ્વીકારનાર મતનું
નિરાકરણ
૯
નિરાબાધ વૈરાગ્ય થવાનો ઉપાય
૧૦-૧૧ ચોથા ગુણસ્થાનકમાં ભવનૈર્ગુણ્ય હોવા છતાં વૈરાગ્યના અભાવની યુક્તિ
૧૨-૧૪ કાંતાદૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિની વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં કાંઈક વૈરાગ્યના સંભવની યુક્તિ, કાંતાદૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ
૧૫
કાંતાદૃષ્ટિમાં ભોગથી પણ શુદ્ધિનો અવિનાશ ૧૬-૧૭ કાંતાદૃષ્ટિવાળાની ભોગની પ્રવૃત્તિનું સ્વરૂપ, ભોગનિર્લેપતાનું સ્વરૂપ
૧૮-૧૯ ભોગને તત્ત્વરૂપે જોનારાઓ સંયમીની પ્રવૃત્તિ કરતા હોય તો પણ મોક્ષમાર્ગમાં અપ્રવૃત્ત
૨૦-૨૨ કાંતાદૃષ્ટિવાળા યોગીને ભોગથી પણ મોક્ષમાર્ગમાં સ્કૂલનાના અભાવની યુક્તિ કાંતાદૃષ્ટિવાળાને ભોગથી પણ શુદ્ધિની યુક્તિ ૨૪-૨૫ જ્ઞાનીને ભોગથી પણ કર્મનો અબંધ અને અજ્ઞાનીને કર્મબંધ
૨૩
૨૭
૨૬ તીર્થંકરોની ગર્ભથી માંડીને વૈરાગ્યની પ્રાપ્તિ વિષયોના ત્યાગથી વૈરાગ્યની નિષ્પત્તિ એ રાજમાર્ગ ૨૮-૨૯ ભોગોથી વૈરાગ્યની પ્રાપ્તિ એ અપવાદિક માર્ગ માત્ર બાહ્ય ત્યાગથી ધર્મની અનિષ્પત્તિ વૈરાગ્યપ્રાપ્તિનો ઉપાય
૩૦
૩૧
૩૨-૩૩ કાંતાદૃષ્ટિવાળા યોગીનું માનસ અને તેની ભોગપ્રવૃત્તિમાં નિર્લેપતાનું સ્વરૂપ
૧૨
૧૨૧-૧૨૨
૧૨૨-૧૨૭
૧૨૮
૧૨૯-૧૩૦
૧૩૧-૧૩૫
૧૩૫-૧૩૬
૧૩૩-૧૩૮
૧૩૮-૧૪૦
૧૪૦-૧૪૪
૧૪૫-૧૪૬
૧૪૩-૧૪૭
૧૪૮
૧૪૯-૧૫૧
૧૪૯-૧૫૩
૧૫૩-૧૫૪
૧૫૪-૧૫૫
૧૫૫-૧૫૮
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
વિષયાનુક્રમણિકા ३४ ભોગથી પણ શુદ્ધિના સ્વીકારની અન્યદર્શનની યુક્તિ ૧૫૮-૧૫૯ ૩૫-૩૬ કાંતાદૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિના
૧૫૯-૧૬૨ વૈરાગ્યનું સ્વરૂપ
૧૮
૧૯
૧૮૭-૧૮૮
ને વૈરાગ્યભેદઅધિકાર કા વૈરાગ્યના ત્રણ ભેદો
૧૬૩-૧૭૪ દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ અને તેનાં લક્ષણો ૧૬૩-૧૭૧ ૮-૧૫ મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ અને તેનાં લક્ષણો, ૧૭૧-૧૮૩
અન્યદર્શનમાં રહેલા કે જૈનદર્શનમાં રહેલા પણ
- કદાગ્રહીને જે વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય ૧૬-૧૭ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ
૧૮૩-૧૮૫ સ્વદર્શન-પરદર્શનના બોધ વગરના જીવોને ૧૮૩-૧૮૭ જ્ઞાનગર્ભિત વૈરાગ્યના અસંભવની યુક્તિ સમ્યક્ત અને ચારિત્રની નિશ્ચયનયથી નિયત વ્યાપ્તિ સમ્યક્ત અને ચારિત્રની વ્યાપ્તિના સ્વીકારની યુક્તિ ૧૮૮-૧૯૦ બાહ્યચારિત્ર અને આંતરચારિત્રનો ભેદ
૧૯૦-૧૯૨ ૨૨-૩૦ એકાંત ષકાયની શ્રદ્ધામાં પણ યથાર્થ બોધના ૧૯૨-૨૦૮
અભાવની યુક્તિ ૩૧-૩૨ કેવલજ્ઞાનની જેમ સમ્યગ્દર્શનની રુચિનો વિષય ૨૦૮-૨૧૦
સર્વદ્રવ્ય અને સર્વપર્યાય ૩૨-૩૩ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વપર્યાય વિષય ૨૦૮-૨૧૧
હોવા છતાં પણ વ્યવહારમાં નિયત વચનપ્રયોગ સ્થાપક યુક્તિ
વિરક્તની પણ એકાંતદૃષ્ટિથી પાપની પ્રાપ્તિ ૨૧૧-૨૧૪ ૩૫-૩૮ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ
૨૧૪-૨૨૧ ૩૯ ગીતાર્થને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને ગીતાર્થની ૨૨૧-૨૨૩
નિશ્રાથી અગીતાર્થને ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ૪૦-૪૩ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણો
૨૨૩- ૨૨૮
૨૧
३४
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
વિષયાનુક્રમણિકા ४४ દુઃખગર્ભિત અને મોહગર્ભિત પણ વૈરાગ્ય
જ્ઞાનગર્ભિતના કારણરૂપે ક્યારેક ઉપયોગી
૨૨૮-૨૨૯
૦
૦
૩-૫
| વૈરાગ્યવિષયઅધિકાર ll વિષયોને અને ગુણોને આશ્રયીને બે પ્રકારના ૨૩૧-૨૩૨ વૈરાગ્યનું સ્વરૂપ અપરવૈરાગ્યનું સ્વરૂપ
૨૩૨ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં વિરક્તનું સ્વરૂપ
૨૩૨-૨૩૬ ૬-૮ ચક્ષુરિન્દ્રિયના વિષયમાં વિરક્તનું સ્વરૂપ ૨૩૬-૨૩૮ ૯-૧૦ ધ્રાણેન્દ્રિયના વિષયમાં વિરક્તનું સ્વરૂપ ૨૩૮-૨૪૦ ૧૧-૧૩ રસનેન્દ્રિયના વિષયમાં વિરક્તનું સ્વરૂપ ૨૪૦-૨૪૪ ૧૪-૧૭ સ્પર્શનેન્દ્રિયના વિષયમાં વિરક્તનું સ્વરૂપ ૨૪૪-૨૪૭ ૧૭ અપરવૈરાગ્યવાળાને આલોકના અને પરલોકના ૨૪૭-૨૪૮
સુખમાં નિઃસ્પૃહતા ૧૮-૨૧ અપરવૈરાગ્યવાળાનું પારલૌકિક સુખોનું ચિંતન ૨૪૮-૨૫૨ ૨૨ અપરવૈરાગ્યની સ્થિરતા પછી પરવૈરાગ્યમાં યત્ન ૨૫-૨૫૪ ૨૩-૨૪ પરવૈરાગ્યવાળાની નિઃસ્પૃહતાનું સ્વરૂપ ૨૫૪-૨૫૯
Page #20
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર
अध्यात्मसार
।। अध्यात्ममाहात्म्याधिकार ।।
અવતરણિકા :
શ્લોક-૧ થી ૬ મંગલાચરણરૂપ છે.
ऐन्द्र श्रेणिनतः श्रीमानन्दतान्नाभिनन्दनः ।
उद्दधार युगादौ यो, जगदज्ञानपङ्कतः ।।१।। અન્વયાર્થ :
યુગ યુગની આદિમાં=પ્રારંભમાં ય: જેમણે ૩જ્ઞાનપત: અજ્ઞાનરૂપી કાદવથી ત્િ જગતને ઉધાર ઉદ્ધર્યો, નતા ઈન્દ્રોની શ્રેણિથી નમાયેલા, શ્રીમાન્ નામનના શ્રીમાન તે નાભિનન્દન (આપણા ઉપર) નતત્ પ્રસન્ન થાઓ. ||૧-૧II શ્લોકાર્ધ :
યુગની આદિમાં જેમણે અજ્ઞાનરૂપી કાદવથી જગતને ઉદ્ધર્યો, ઈન્દ્રોની શ્રેણિઓથી નમાયેલા એવા શ્રીમાન તે નાભિનન્દન આપણા ઉપર પ્રસન્ન થાઓ. ll૧-૧ાા. ભાવાર્થ -
“હું” એ સરસ્વતીદેવીનો બીજમંત્ર છે, તેથી ઐન્દ્ર શબ્દથી પ્રારંભ કર્યો છે. ભગવાન ઋષભદેવે પ્રથમ સન્માર્ગનું સ્થાપન કર્યું, તેથી જગતમાં વર્તતું અજ્ઞાન નાશ પામ્યું, અને જગતના જીવોનો તેમણે અજ્ઞાનરૂપી કાદવથી યુગની આદિમાં ઉદ્ધાર કર્યો એવા, ઈન્દ્રોની શ્રેણિથી નિમાયેલા અને ઐશ્વર્યવાળા ઋષભદેવ ભગવાન આપણા પર પ્રસન્ન થાઓ, એમ કહીને ગ્રંથકાર એ કહે છે કે, તેમનું વચન આપણને સમ્યફ પરિણમન પામે તે જ તેમની ખરી પ્રસન્નતા છે, જેથી આપણે આ સંસારસમુદ્રથી તરી શકીએ. I૧-૧II
Page #21
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨
श्री शान्तिस्तान्तिभिद्भूयाद्भविनां मृगलाञ्छनः । गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥ २ ॥ અન્વયાર્થ :
(જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ) વસ્ય જેમની નિર્મતા: ગાવઃ નિર્મળ વાણી વલયોન્નારું કુવલય=ભવ્ય જીવરૂપી કમળને, વિકસિત પુર્વતે કરે છે, (તે) મૃગતાડ્ઝનઃ મૃગના લાંછનવાળા શ્રીશાન્તિઃ શ્રી શાંતિનાથ ભગવાન વિનાદ્ ભવ્યજીવોના તાન્તિમિવું અજ્ઞાનરૂપી અંધકારને ભેદનાર મૂયાત્ થાઓ. II૧-૨
* અહીં શ્લેષ અલંકાર છે.
શ્લોકાર્થ :
જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ જેમની નિર્મળ વાણી ભવ્ય જીવરૂપી કમળને વિકસિત કરે છે, તે મૃગના લાંછનવાળા શ્રી શાંતિનાથ ભગવાન, ભવ્ય જીવોના અજ્ઞાનરૂપી અંધકારને ભેદનારા થાઓ. II૧-૨।। ભાવાર્થ :
ભગવાનનું શાંતિનાથ એ નામ ગુણને અનુરૂપ છે, તેથી શાંતિનો વિરુદ્ધ ભાવ જે અશાંતિરૂપ તાન્તિ છે, તેને ભેદનારા થાઓ તેમ કહેલ છે; અને ભગવાન મૃગના લાંછનવાળા છે જે ચંદ્રરૂપ ભાવને બતાવે છે, કેમ કે ચંદ્ર મૃગના લાંછનવાળો છે; તેથી જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ ભગવાનની ચંદ્ર જેવી નિર્મળવાણી ભવ્ય જીવરૂપી કમળને વિકસિત કરે છે, એમ કહેલ છે. ||૧-ચા
श्रीशैवेयं जिनं स्तौमि भुवनं यशसेव यः । मारुतेन मुखोत्थेन, पाञ्चजन्यमपूपुरत् ।।३। અન્વયાર્થ :
T: જેમણે મુોસ્ચેન મુખમાંથી ઊઠેલા માતેન પવનથી યશસેવ જાણે યશ વડે ભુવનં ભુવનને (પૂર્યું ન હોય ! ) તેમ પાગ્યનત્યં પાંચજન્યને=શંખને પૂત્તુરત્ પૂર્યો= વગાડ્યો. શ્રીશૈવેય (તે) શિવાદેવીનંદન એવા ખ઼િનં=જિનને સ્તૌમિ હું સ્તવું છુ.
||૧૩||
Page #22
--------------------------------------------------------------------------
________________
3
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
શ્લોકાર્થ ઃ
જેમણે મુખમાંથી ઊઠેલા પવનથી જાણે યશ વડે ભુવનને પૂર્યું ન હોય ! તેમ પાંચજન્ય એવા શંખને વગાડ્યો, તે શિવાદેવીનંદન એવા જિનને હું સ્તવું છું. ૧-૩॥ ભાવાર્થ :
અહીં કવિએ ઉત્પ્રેક્ષા અલંકાર યોજ્યો છે. શ્રીનેમનાથ ભગવાને શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચજન્ય શંખને મુખમાંથી નીકળેલ પવન દ્વારા વગાડેલો. તેનાથી કવિ કહે છે કે તેમણે જાણે ભુવનને યશથી ભરી દીધું ન હોય ! તેવા શિવાદેવીનંદન શ્રી નેમિનાથની હું સ્તુતિ કરું છુ. II૧-૩II
जीयात् फणिफणाप्रान्त-सङ्क्रान्ततनुरेकदा । उद्धर्तुमिव विश्वानि, श्रीपार्श्वो बहुरूपभाक् ॥४॥
અન્વયાર્થ :
ળિળપ્રાન્તસગન્તતનુઃ નાગની ફણાના અંતભાગમાં સંક્રમણ કરેલ શરીરવાળા (હોવાથી), વિશ્વનિ વિશ્વને વત્તા એક સમયે તુમિવ ઉદ્ધ૨વા માટે જાણે વદુરુપમા બહુરૂપને ધારણ કરનારા (ન હોય ! ) એવા શ્રી પાર્શ્વો શ્રી પાર્શ્વનાથ ભગવાન જય પામો. II૧–૪
શ્લોકાર્થ :
નાગની ફણાના અંતભાગમાં સંક્રમણ કરેલ શરીરવાળા હોવાથી, વિશ્વને એક સમયે ઉદ્ધ૨વા માટે જાણે બહુરૂપ ધારણ કરનારા ન હોય ! એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જય પામો. II૧–૪
ભાવાર્થ :
શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપર જ્યારે કમઠે ઉપસર્ગ કર્યો ત્યારે, ધરણેન્દ્રદેવ નાગરૂપે તેમને જલથી અદ્ધર કરે છે તે વખતે, તે નાગની ફણાના અંતભાગમાં ભગવાનનું રૂપ સંક્રાન્ત થાય છે. તેથી તે પાર્શ્વનાથ ભગવાન પણ એક સમયે અનેક રૂપે દેખાય છે; તેથી કવિ તેની ઉત્પ્રેક્ષા કરે છે કે વિશ્વવર્તી અનેક પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે જ જાણે ભગવાને અનેક રૂપો ધારણ કર્યાં ન હોય, તેવા પાર્શ્વનાથ ભગવાન જય પામો.
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
અહીં “જય પામો” એમ કહીને એ કહેવું છે કે ભગવાનનું શાસન વિસ્તારને પામો. કેમ કે ભગવાનના શાસનના વિસ્તારથી જ જગતના જીવોને હિતની પ્રાપ્તિ થાય છે. ll૧-૪ના
जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः । ।
उपजीवन्ति यद्वाच-मद्यापि विबुधाः सुधाम् ।।५।। અન્વયાર્થઃ
વિવુધા: પર્ સુધાં વાવં વિબુધો જેમની અમૃતરૂપી વાણીનો ૩પ અત્યારે પણ ૩૫નીતિ આશ્રય કરે છે, (તે) નવીનન્દન: જ્ઞાતિન: વામી જગતને આનંદ આપનારા જ્ઞાનન્દન એવા મહાવીરસ્વામી ગતિ જય પામે છે. II૧-પા. શ્લોકાર્ધ :
વિબુધો જેમની અમૃતરૂપી વાણીનો અત્યારે પણ આશ્રય કરે છે, તે જગતને આનંદ આપનારા જ્ઞાતનંદન એવા મહાવીર સ્વામી જય પામે છે. II૧-પા ભાવાર્થ :
ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં જન્મેલા હતા, તેથી તેઓ “જ્ઞાતનંદન' કહેવાયા; અને ભગવાન જગતને સન્માર્ગ આપનારા હોવાથી જગતના માટે આનંદ સ્વરૂપ છે. તે ભગવાનની અમૃતતુલ્ય વાણીનો બુદ્ધિમાન પુરુષો અત્યારે પણ આશ્રય કરે છે, અર્થાત્ તેમની વાણીને જીવનમાં ઉતારીને આત્મહિત સાધે છે, તે ભગવાન મહાવીર જય પામે છે. II૧-પા અવતરણિકા :
આ રીતે આદેય નામકર્મવાળા પાંચ જિનોની સ્તુતિ કરીને અવશિષ્ટ ૧૯ જિનો અને ગુરુની સ્તુતિ કરીને ગ્રંથના વિષયનો નિર્દેશ કરે છે.
एतानन्यानपि जिना-नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना, प्रकटीकर्तुमुत्सहे ।।६।।
Page #24
--------------------------------------------------------------------------
________________
૫
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
અન્વયાર્થ :
તાન્ કન્યાનું ગપિ બિનાર્ આ બીજા પણ જિનોને=બુદ્ધિમાં ઉપસ્થિત ૨૪ માંથી પૂર્વમાં ૫ નાં વર્ણન કર્યાં તે સિવાયના બીજા પણ જિનોને, (અને) ગુરુવિ નમસ્કૃત્વ ગુરુને પણ નમસ્કાર કરીને જ્ઞધુના હવે ગધ્યાત્મસાર અધ્યાત્મસા૨ને પ્રટીન્નુમ્ પ્રગટ કરવા માટે ઉત્સહે હું પ્રયત્ન કરું છું. II૧-૬ા
નોંધ :
‘તાન્’ થી બુદ્ધિમાં ઉપસ્થિત જે ચોવીસ તીર્થંકર છે, તેમાંથી પૂર્વમાં પાંચની સ્તુતિ કરેલ, હવે તેનાથી અન્યનો નિર્દેશ કરે છે, અને ‘’િ થી પૂર્વના પાંચ સ્તવાયેલ જિનનો સમુચ્ચય કરે છે. અર્થાત્ પૂર્વના પાંચ અને આ અન્ય પણ જિનોને નમસ્કાર કરીને, અને તે જ રીતે ગુરુપિ’ માં પણ ‘પિ’થી ચોવીસેય તીર્થંકરોનો સમુચ્ચય કરેલ છે.
શ્લોકાર્થ :
બુદ્ધિમાં ઉપસ્થિત ૨૪ માંથી પૂર્વે ૫ નાં વર્ણન કર્યાં તે સિવાયના બીજા પણ જિનોને અને ગુરુને પણ નમસ્કાર કરીને હું અધ્યાત્મસારને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરું છું. II૧-૬॥
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે હવે અધ્યાત્મસા૨ને પ્રગટ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. ત્યાં શંકા થાય કે અધ્યાત્મસાર ગ્રંથનો વિષય ગ્રંથકાર સ્વમતિથી કહે છે કે અન્યના આધારે કહે છે ? જો સ્વમતિથી કહેતા હોય તો તે ગ્રંથ વિશ્વસનીય બને નહિ, તેથી કહે છે –
G-૩
शास्त्रात्परिचितां सम्यक् - सम्प्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्च, प्रक्रियां कामपि ब्रुवे ।।७।।
અન્વયાર્થ :
ધીમતામ્ બુદ્ધિમાનોના સમ્પ્રહાયાત્ ૨ સંપ્રદાયથી અને અનુમવયોગાત્ ચ શાસ્ત્રમ્ અનુભવયોગથી, અને શાસ્ત્રથી સભ્ય રિષિતાં સમ્યક્ પરિચિત એવી હાવિ પ્રયિાં કોઇક જ પ્રક્રિયાને હૈં અહીં = આ ગ્રંથમાં ધ્રુવે હું કહું છું. ||૧-૭
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર નોંધ :
“ામ એ “જ્યિાં નું વિશેષણ છે, વળી “મા”માં “જિથી એ કહેવું છે કે અધ્યાત્મ પ્રગટાવવાની ઘણી પ્રક્રિયા છે, તેમાંથી કોઈક જ પ્રક્રિયાને હું કહું છું.
* “કામ” માં “” “'કાર અર્થક છે. શ્લોકાર્ય :
બુદ્ધિમાનોના સંપ્રદાયથી, અનુભવયોગથી અને શાસ્ત્રથી સમ્યક પરિચિત એવી કોઈક જ પ્રક્રિયાને આ ગ્રંથમાં હું કહું છું. II૧-ળા ભાવાર્થ :
અહીં “ ” શબ્દથી આત્મામાં અધ્યાત્મને પ્રગટ કરવાની જે ક્રિયા છે, તેનું ગ્રહણ કરવાનું છે. જેમ અશુદ્ધ સુવર્ણને શુદ્ધ કરવાની પ્રક્રિયાથી શુદ્ધ સુવર્ણ પ્રગટ કરી શકાય છે, તેમ આત્મામાં સમ્યક્ પ્રકારની પ્રક્રિયાથી “અધ્યાત્મ' પ્રગટ કરી શકાય છે. અને તે પ્રક્રિયા ગ્રંથકાર અહીં કહેવાના છે. અને તે પ્રક્રિયા સ્વમતિથી કહેતા નથી, પરંતુ તે શાસ્ત્રથી સમ્યક્ પરિચિત કરાયેલી છે. વળી તે પ્રક્રિયા બુદ્ધિમાન એવા સંપ્રદાયથી પ્રાપ્ત કરાયેલી છે અને પોતાના અનુભવના યોગથી પણ પરિચિત કરાયેલી છે. તેવી પ્રક્રિયાને હું કહું છું તેમ કહેવા દ્વારા આ પ્રક્રિયા સર્વજ્ઞના વચનાનુસાર છે, અને અનુભવથી ઘટમાન છે, તે બતાવીને ગ્રંથકાર તેની અત્યંત ઉપાદેયતા સ્થાપન કરે છે. II૧-ળા અવતરણિકા :
મંગલાચરણ કર્યા પછી શ્રોતાને અધ્યાત્મનું માહાત્મ બતાવે છે કે જે સાંભળીને શ્રોતાને અધ્યાત્મને જાણવાની તીવ્ર જિજ્ઞાસા પેદા થાય, અને તેના કારણે અધ્યાત્મને સમ્યક્ જાણીને જીવનમાં ઉતારે તો શ્રોતાનું હિત થઈ શકે, એથી કરીને કહે છે –
योगिनां प्रीतये पद्य-मध्यात्मरसपेशलं । । भोगिनां भामिनीगीतं, सङ्गीतकमयं यथा ।।८।।
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર અન્વયાર્થ –
યથા જેમ મોનિનાં ભોગીઓને રસતમાં મમિનીત સંગીતમય ભામિની સ્ત્રીનું ગીત (પ્રીતિ માટે થાય છે, તેમ વધ્યાત્મરસપ્રેશનં પડ્યું અધ્યાત્મરસથી ભરપૂર એવું પદ્ય યોરિનાં યોગીઓને પ્રત પ્રીતિ માટે થાય છે. ૧-૮ શ્લોકાર્ચ -
જેમ ભોગીઓને સ્ત્રીનું સંગીતમય ગીત પ્રીતિ માટે થાય છે, તેમ અધ્યાત્મરસથી ભરપૂર એવું પદ્ય યોગીઓને પ્રીતિ માટે થાય છે. ll૧-૮ ભાવાર્થ :
જેમ સંગીતની શોખીન વ્યક્તિ સંગીતથી યુક્ત સ્ત્રીનું ગીત અત્યંત પ્રીતિપૂર્વક સાંભળે છે, તેમ જે મહાત્માને આ સંસારનું સ્વરૂપ સારી રીતે જણાયું છે અને તેના કારણે જ મોક્ષ મેળવવાની જેને અત્યંત ઇચ્છા છે, અને વળી અધ્યાત્મ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે તેમ પણ જે જાણે છે, તેવા મહાત્માને અધ્યાત્મના રસથી ભરપૂર એવાં પદો સાંભળતાં જ અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે, અને જેમ જેમ તે પદોને સાંભળે છે, વિચારે છે તેમ તેમ તેમને અધ્યાત્મમાર્ગ સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે. I૧-૮ાા
कान्ताधरसुधास्वादा-यूनां यज्जायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्म-शास्त्रास्वादसुखोदधेः ।।९।। અન્વયાર્થ :
રાત્તાધરસુધારવાદાત્ સ્ત્રીના હોઠના (ચુંબનથી થતા) અમૃતના આસ્વાદથી યૂનાં ટું સુત્ર યુવાનોને જે સુખ ગાયતે ઉત્પન્ન થાય છે, તધ્યાત્મશાસ્ત્રવિદ્રસુઘેઃ પાર્થે વિવુ તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થતા સુખના સમુદ્રની પાસે બિન્દુ (તુલ્ય) છે. I૧-૯ll શ્લોકાર્ચ -
સ્ત્રીના હોઠના ચુંબનથી થતા અમૃતના આસ્વાદથી યુવાનોને જે સુખ ઉત્પન્ન થાય છે, તે અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થતા સુખના સમુદ્રની પાસે બિન્દુ તુલ્ય છે. ll૧-લા
Page #27
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાવાર્થ :
યુવાન પુરુષને યુવાન સ્ત્રીના હોઠના ચુંબનથી જે ક્ષણિક સુખ થાય છે, તે યોગીઓને અધ્યાત્મશાસ્ત્રનાં અધ્યયન કરવાને કારણે થયેલા સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ જેટલું છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને સુખ બાહ્ય પદાર્થોથી થાય છે તેવી પ્રતીતિ હોય છે, અને તેથી જ સ્ત્રી આદિ પદાર્થોથી ક્ષણિક સુખનો તેઓ અનુભવ કરે છે. પરંતુ તે સુખ સ્ત્રી આદિના આત્મામાંથી કે શરીરમાંથી નીકળીને પોતાને મળતું નથી, પરંતુ પોતાના આત્મામાં તેવા પ્રકારના વિકારી ભાવો છે, તેથી સ્ત્રી આદિને જોઈને વિકારો ઉત્પન્ન થાય છે, અને તેને કારણે તે-તે પ્રકારની શ્રમરૂપ ક્રિયા તે કરે છે; અને તે ક્રિયાથી તેના વિકાર શમવાને કારણે ક્ષણિક આભિમાનિક સુખ તેને થાય છે. તે જ રીતે યોગીપુરુષોને શાસ્ત્રનું પર્યાલોચને કરવાથી કે શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાથી ઉપશમભાવનું જે સુખ થાય છે, તે અનેક પ્રકારના ભાવ રોગોના શમનરૂપ હોવાથી સમુદ્ર જેવું છે; તેની આગળ સંસારનું ઉત્કૃષ્ટ સુખ પણ બિંદુ જેવું છે. I૧-લી
अध्यात्मशास्त्रसम्भूत-सन्तोषसुखशालिनः ।
गणयन्ति न राजानं, न श्रीदं नापि वासवम् ।।१०।। અન્વયાર્થ :
વાધ્યાત્મશાસભ્ભતસન્તોષસુત્રશનિન: અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષના સુખથી શોભતા (એવા મુનિઓ) ૨નાનં ૧, શ્રીજું ન, વાસંવા ન, સાત્તિ રાજાને ગણતા નથી, કુબેરને ગણતા નથી (અને) ઈન્દ્રને પણ ગણતા નથી. II૧-૧૦ના શ્લોકાર્થ :
અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષના સુખથી શોભતા એવા મુનિઓ રાજાને ગણતા નથી, કુબેરને ગણતા નથી અને ઈન્દ્રને પણ ગણતા નથી. ll૧-૧ના ભાવાર્થ :
અધ્યાત્મશાસ્ત્રના સમ્યગુભાવનથી યોગીને અંતરંગચિત્તની સ્વસ્થતારૂપ
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર સંતોષના સુખનો જે અનુભવ થાય છે, તેના કારણે તેઓને આત્મિકભાવોમાં જ સુખનો અનુભવ વર્તે છે, જેથી બાહ્યપદાર્થોનું તેઓને મહત્ત્વ રહેતું નથી. અને આથી જ રાજાની સમૃદ્ધિ પણ તેઓને પ્રભાવિત કરી શકતી નથી, તેમજ રાજાથી અધિક સમૃદ્ધિવાળા કુબેર પણ તેઓને આકર્ષિત કરી શકતા નથી અને શ્રેષ્ઠ ભૌતિક સામગ્રીવાળા ઈન્દ્રની સમૃદ્ધિ પણ તેઓને પ્રભાવિત કરી શકતી નથી. ll૧-૧૦ના
य: किलाशिक्षिताध्यात्म-शास्त्र: पाण्डित्यमिच्छति ।
उत्क्षिपत्यगुली पङ्गुः, स स्वर्ट्फललिप्सया ।।११।। અન્વયાર્થ -
૩શિલતાધ્યાત્મશાસ્ત્ર: અશિક્ષિત=નહીં ભણેલા, અધ્યાત્મશાસ્ત્રવાળો ઃ જે પuિeત્યમચ્છતિ પાંડિત્યને ઇચ્છે છે પ સ પંગુ એવો તે સ્વપત્નતિ સયા સ્વર્ગમાં રહેલા વૃક્ષના ફળને લેવાની ઈચ્છા વડે વિત્ત નિચ્ચે ૩ની આંગળી ટિપતિ ઊંચી કરે છે. II ૧-૧૧||
* અહીં વિત્ન” શબ્દ “નિર’=નક્કીના અર્થમાં છે. બ્લોકાર્ય :
અશિક્ષિત અધ્યાત્મશાસ્ત્રવાળો જે પાંડિત્યને ઇચ્છે છે, પંગુ એવો તે કલ્પવૃક્ષના ફળને લેવાની ઈચ્છા વડે નિચ્ચે આંગળી ઊંચી કરે છે. ll૧-૧૧| ભાવાર્થ :
સર્વશાસ્ત્રમાં અધ્યાત્મશાસ્ત્રનું પ્રાધાન્ય છે, તે બતાવવા માટે કહે છે કે, અધ્યાત્મશાસ્ત્રને સમ્યક રીતે જાણ્યા વગર જે અનેક શાસ્ત્રોને ભણીને વિદ્વાન થવા ઈચ્છે છે, તે વ્યક્તિની, કોઈ વામન માણસ સ્વર્ગમાં રહેલા વૃક્ષના ફલને લેવાની ઈચ્છાથી આંગળીને ઊંચી કરે, તેના જેવી અનુચિત ચેષ્ટા છે. આથી કરીને પંડિત થવાનો ખરેખર ઉપાય અધ્યાત્મશાસ્ત્રના પરમાર્થને સમજીને સ્વ-પરના હિતમાં જ પ્રવૃત્તિ કરવી તે છે, અને તે જે કરી શકે તે જ નક્કી પંડિત છે. II૧-૧૧|
दम्भपर्वतदम्भोलिः, सौहार्दाम्बुधिचन्द्रमाः । अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानलः ।।१२।।
Page #29
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૦
અન્વયાર્થ :
ક્ષ્મપર્વતઃસ્મોતિઃ દંભરૂપી પર્વતને ભેદવા માટે ઈન્દ્રના વજ સમાન, સૌદામ્યુધિરમા. મૈત્રીભાવરૂપી સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રમાં સમાન, ઉત્તાન વિસ્તૃત એવા મોહંગાવનાનત્ત: મોહની જાળવાળા વનને બાળવા માટે અગ્નિ સમાન ૩Tધ્યાત્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. I૧-૧૨ના શ્લોકાર્ચ -
દંભરૂપી પર્વતને ભેદવા માટે ઈન્દ્રના વજ સમાન, મૈત્રીભાવરૂપ સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રમા સમાન, વિસ્તૃત મોહની જાળવાળા વનને બાળવા માટે અગ્નિ સમાન અધ્યાત્મશાસ્ત્ર છે. ll૧-૧ણા ભાવાર્થ -
સંસારી જીવોમાં સામાન્ય રીતે પોતે જેવા નથી તેવા દેખાવાની મનોવૃત્તિ રહેલી હોવાથી, પોતાના દોષોને ઢાંકીને પોતાના જેવા ગુણો નથી તેવા ગુણો દેખાડવા તેઓ પ્રયત્ન કરે છે. આ દંભરૂપી પર્વતનો નાશ અધ્યાત્મશાસ્ત્રના અધ્યયનથી થાય છે. વળી અધ્યાત્મશાસ્ત્ર ભણવાથી જીવમાં સૌહાર્દ મૈત્રીભાવ, પ્રગટે છે, અર્થાત્ સર્વજીવો પ્રત્યે મૈત્રીનો પરિણામ પ્રગટે છે, તેથી શક્તિ હોય તો યોગ્ય જીવોને અધ્યાત્મનું માહાત્મ બતાવીને હિતમાં જોડે છે. અને આત્મામાં અનાદિકાળથી વિસ્તાર પામેલું મોહરૂપી જાળનું વન છે, તેનો નાશ અધ્યાત્મશાસ્ત્રના પરિશીલનથી થાય છે. તેથી જ જેમ જેમ જીવ અધ્યાત્મશાસ્ત્ર ભણતો જાય અને આત્મામાં પરિણમન પમાડતો જાય તેમ તેમ જીવમાં મોહની મનોવૃત્તિઓ નષ્ટપ્રાયઃ થતી જાય છે. ૧-૧થા
अध्वा धर्मस्य सुस्थ: स्या-त्पापचौरः पलायते ।
अध्यात्मशास्त्रसौराज्ये, न स्यात्कश्चिदुपप्लवः ।।१३।। અન્વયાર્થ :
ધ્યાત્મશાસ્ત્રસૌરાળે અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તતે છતે ઘર્મચાવ્વા સુરથ રચાત્ ધર્મનો માર્ગ સુસ્થ સારી સ્થિતિવાળી થાય, પાપીરઃ નાયતે પાપરૂપી ચોર પલાયન થાય (અને) વરિજદુપર્તવઃ જ ચાત્ કોઈપણ ઉપદ્રવ રહે નહિ.ll૧
૧૩
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧
અધ્યાત્મમાહાભ્યાધિકાર શ્લોકાર્ય :
અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તતે છતે ધર્મનો માર્ગ સારી સ્થિતિવાળો થાય, પાપરૂપી ચોર પલાયન થાય અને કોઈપણ ઉપદ્રવ રહે નહિ. I૧-૧૩ ભાવાર્થ :
કોઈ જીવ અધ્યાત્મશાસ્ત્રનું સમ્યફ રીતે અવગાહન કરીને તેનાથી આત્માને ભાવિત કરે, તો તેના ચિત્તમાં અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તે છે; અને તેને કારણે ધર્મના માર્ગમાં તે સારી રીતે પ્રવૃત્તિ કરી શકે છે અને ચિત્તમાંથી પાપવૃત્તિ પલાયન થાય છે, તેથી તેનું ચિત્ત ઉપદ્રવ વગરનું બને છે. ll૧-૧all
येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि ।
कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ।।१४।। અન્વયાર્થ -
પામ્ ઃ જેઓના હૃદયમાં ધ્યાત્મિશાસ્ત્રાર્થતત્ત્વ પરિણત અધ્યાત્મશાસ્ત્રના અર્થરૂપ તત્ત્વ પરિણમન પામ્યું છે, તેવામ્ તેઓને વર્ષાવિષયાવેશવત્વેશ: કષાયવિષયના આવેશરૂપ કલેશ ન વર્કિંચિત્ ક્યારેય પણ થતો નથી. ll૧-૧૪ શ્લોકાર્ચ -
જેઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થરૂપ તત્ત્વ પરિણમન પામ્યું છે, તેઓને કષાયવિષયના આવેશરૂપ ક્લેશ ક્યારેય પણ થતો નથી. II૧-૧૪મા ભાવાર્થ -
- અધ્યાત્મશાસ્ત્ર જીવાદિ તત્ત્વોની વ્યવસ્થા બતાવે છે, અને અજીવના સંસર્ગને કારણે જીવને જે પરિણામો થાય છે તે જીવની વિકૃતિ છે, અને તે વિકૃતિને કાઢવા માટે જ ઉચિત પ્રયત્નરૂપ અધ્યાત્મની ક્રિયાઓ કરવાનો ઉપદેશ અધ્યાત્મશાસ્ત્ર આપે છે. વળી તે ઉપદેશ એ જ ભાવમાં જેની બુદ્ધિને સ્પર્શે છે તેને જ અધ્યાત્મશાસ્ત્રનું તત્ત્વ પરિણમન પામેલું છે, અને અધ્યાત્મશાસ્ત્રના તત્ત્વનું સમ્યક્ પર્યાલોચન કરવાથી તેના પારમાર્થિક ભાવ જ્યારે હૈયામાં પરિણમન પામે છે, ત્યારે જીવને કષાય અને વિષયના આવેશથી થનારો ક્લેશ ક્યારેય થતો નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨ સામાન્ય રીતે સંસારી જીવોને કષાય અને વિષયના આવેશો પેદા થાય છે, જે ચિત્તની વ્યાકુળતા સ્વરૂપ છે; અને તેને અનુરૂપ ક્રિયાઓ કરવાથી તેઓને ક્ષણભર શાંતિનો અનુભવ થાય છે, ત્યાં વળી ફરી નવા વિષયોના કે કષાયોના આવેશો ઊઠે છે. આ રીતે આવેશોના ક્લેશ અને તેનાથી ક્ષણિક શાંતિ સંસારી જીવોને હોય છે, જ્યારે અધ્યાત્મશાસ્ત્રના ભાવનથી જીવને સ્વસ્થતા પ્રગટે છે ત્યારે કષાયો અને વિષયોના આવેગો જ ઊઠતા નથી. ll૧-૧૪ll
निर्दय: कामचण्डालः, पण्डितानपि पीडयेत् ।
यदि नाध्यात्मशास्त्रार्थ-बोधयोधकृपा भवेत् ।।१५।। અન્વયાર્થ :
જો ધ્યાત્મશાસ્ત્રાર્થઘોઘપ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન મવેત્ ન હોય (તો) નિય: વામg: feતાપ નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ વડ પડે છે. ll૧-૧પ શ્લોકાર્ચ -
જો અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન હોય તો નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ પડે છે. I૧-૧પ
विषवल्लिसमां तृष्णां, वर्धमानां मनोवने ।
अध्यात्मशास्त्रदात्रेण, छिन्दन्ति परमर्षयः ।।१६।। અન્વયાર્ચ -
પરમર્વય: પરમર્ષિઓ મનોવને મનરૂપી વનમાં વિપત્નિસમાં વર્ધમાનાં તૃUT વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને ધ્યાત્મિશાસ્ત્રરાત્રે અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છિત્તિ છેદે છે. II૧-૧૧ાા શ્લોકાર્ય :
પરમર્ષિઓ મનરૂપી વનમાં વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છેદે છે. ll૧-૧૧ાા
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૩
અધ્યાત્મમાહાભ્યાધિકાર ભાવાર્થ :
પરમઋષિઓ અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડાથી વધતી એવી તૃષ્ણાને છેદે છે, તેનું તાત્પર્ય એ છે કે, અનાદિથી જીવને ભૌતિક પદાર્થનું મહત્ત્વ હોવાના કારણે, જેમ જેમ ભૌતિક સામગ્રી મળે છે તેમ તેમ તેની તૃષ્ણા વધે છે; પરંતુ જ્યારે અધ્યાત્મશાસ્ત્રનું સમાલોચન કરે છે ત્યારે, આત્માને માટે આત્માના તત્ત્વભૂત ભાવોનું મહત્ત્વ વધવાને કારણે તુચ્છ પદાર્થનું મહત્ત્વ નાશ પામવા લાગે છે, અને તેને પરિણામે વધતી તૃષ્ણા છેદાઈ જાય છે. II૧-૧૧ના
वने वेश्म धनं दौस्थ्ये, तेजो ध्वान्ते जलं मरौ ।
दुरापमाप्यते धन्यैः, कलावाध्यात्मवाङ्मयम् ।।१७।। અયાર્થ :
(જમ) ટુરી દુર્લભ એવું ને વેગ્સ વનમાં ઘર, સૌર ઘને દરિદ્રતામાં ધન, ધ્યાને તેનો અંધકારમાં તેજ, મરી ન મભૂમિમાં પાણી, (પુણ્યશાળી પુરુષો વડે પ્રાપ્ત કરાય છે, તેમ ઘઃ ધન્ય એવા પુરુષો વડે વસ્તી વધ્યાત્મવાક્રયમ્ કળિયુગમાં (દુર્લભ એવું) અધ્યાત્મની વાણીમય (શાસ્ત્ર) સાથતે પ્રાપ્ત કરાય છે. II૧-૧૭ના શ્લોકાર્થ :
જેમ દુર્લભ એવું વનમાં ઘર, દરિદ્રપણામાં ધન, અંધકારમાં પ્રકાશ, મભૂમિમાં પાણી પુણ્યશાળી પુરુષો વડે પ્રાપ્ત કરાય છે, તેમ ધન્ય એવા પુરુષો વડે કલિકાલમાં દુર્લભ એવું અધ્યાત્મની વાણીમય શાસ્ત્ર પ્રાપ્ત કરાય છે. ll૧
૧૭II
ભાવાર્થ :
અહીં વિશેષ એ છે કે પુણ્યશાળી આત્માઓ સંસારમાં જ્યાં જાય ત્યાં તેમને જેમ અનુકૂળ સામગ્રી મળી જાય છે, તેમ કલિકાલમાં અધ્યાત્મશાસ્ત્ર પ્રાપ્ત કરવું જોકે અતિદુર્લભ છે, છતાં પુણ્યશાળી જીવોને તે અધ્યાત્મશાસ્ત્રની કલિકાલમાં પણ પ્રાપ્તિ થાય છે.
તીર્થકરાદિ અતિશયજ્ઞાની મહાપુરુષો જ્યારે સદેહે વિચરતા હોય ત્યારે સામાન્ય રીતે યોગ્ય જીવોને અધ્યાત્મશાસ્ત્ર પ્રાપ્ત થવું સુલભ હોય છે, પરંતુ
Page #33
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૪ વર્તમાનકાળમાં યોગ્ય એવા ઘણા જીવોને પણ તેવા પ્રકારના પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર મળતું નથી; જ્યારે તેવા યોગ્ય જીવો કરતાં ઓછી લાયકાતવાળા કોઈ પુણ્યશાળીને આ કલિકાળમાં પણ અધ્યાત્મશાસ્ત્ર મળી જાય છે, જેનાથી દિશા પકડાતાં તેમની યોગ્યતા ઘણી વિકસી જાય છે; અને પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર ન મળવાથી કેટલાક યોગ્ય જીવોની યોગ્યતા નશ પણ પામી જાય છે. II૧-૧૭ના
वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित् ।
भाग्यभृद् भोगमाप्नोति, वहते चन्दनं खरः ।।१८।। અન્યથાર્થ :
(જેમ) અરઃ ગધેડો – ચંદનને વહતે વહન કરે છે (અને) માથમૃદુ ભાગ્યશાળી મામ્ (ચંદનના) ભોગને નોતિ પ્રાપ્ત કરે છે, તેમ) ૩Tધ્યાત્મશાસ્ત્રવિત્ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસન્ રસને (અને) ૩ શાસ્ત્રવિદ્ અન્ય શાસ્ત્ર જાણનાર વગ્નેશ ક્લેશને વેઃ અનુભવે છે. ll૧-૧૮II નોધ -
અહીં વેર' શબ્દ “નાનાતિ” ના અર્થમાં છે. વળી વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું વેરિ’ રૂ૫ છે, તેનું વિકલ્પ “વેઢ પણ થાય છે અને અહીં તે ‘વે નો પ્રયોગ કરેલ છે. શ્લોકાર્ચ -
જેમ ગધેડો ચંદનને વહન કરે છે અને ભાગ્યશાળી ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસને અને અન્ય શાસ્ત્ર જાણનાર ક્લેશને અનુભવે છે. ll૧-૧૮મા ભાવાર્થ :
ભાગ્યશાળી જેમ ચંદનના ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્ર જાણનાર શાંતરસરૂપ ભોગને પ્રાપ્ત કરે છે; અને અધ્યાત્મશાસ્ત્રને નહિ જાણતો એવો ભાગ્યહીન, જેમ ગધેડો ચંદનના ભારને વહન કરે છે, તેમ શાસ્ત્રના અધ્યયનરૂપ ભારને વહન કરે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાત્મમાહાભ્યાધિકાર અધ્યાત્મશાસ્ત્રથી અન્ય શાસ્ત્રને જાણનાર ક્લેશને અનુભવે છે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે અન્ય શાસ્ત્રથી નિષ્પાદ્ય જ્ઞાન આત્માને કોઈ ઉપકારક થતું નથી, તેથી તેના અધ્યયન માટે કરેલા શ્રમથી તેને ક્લેશનો અનુભવ થાય છે; કેમ કે લોકમાં તેને જે માન-સન્માનાદિ મળે છે તે તેને તત્ત્વથી કોઈ સુખ આપતાં નથી. જોકે અધ્યાત્મશાસ્ત્રના જાણનારને અધ્યાત્મને પ્રાપ્ત કરવા માટે શ્રમ કરવો પડે છે, તો પણ તાત્ત્વિક સુખાસ્વાદરૂપ રસને તે અનુભવે છે, તેથી અધ્યાત્મશાસ્ત્રને મેળવવા માટે કરાતો શ્રમ રસના સ્વાદ આગળ અકિંચિકર છે. II૧-૧૮
भुजास्फालनहस्तास्य-विकाराभिनया: परे ।
अध्यात्मशास्त्रविज्ञास्तु, वदन्त्यविकृतेक्षणाः ।।१९।। અન્વયાર્થ : -
પરે બીજા=અધ્યાત્મશાસ્ત્રને નહીં જાણનારાઓ મુઝાત્રિનહરતાવિરામના ભુજાના અફાળવા દ્વારા હાથના વિકારરૂ૫ (અને) મુખના વિકારરૂપ અભિનયવાળા (બોલે છે.) ૩ધ્યાત્મશાસ્ત્રવિજ્ઞા. અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ વિવૃત્તે તું વળી અવિકૃત દષ્ટિવાળા વત્તિ બોલે છે. ll૧-૧૯ાા શ્લોકાર્ધ :
અધ્યાત્મશાસ્ત્રને નહીં જાણનારાઓ ભુજાના આસ્ફાલન દ્વારા હાથના વિકારરૂપ અને મુખના વિકારરૂપ અભિનયવાળા બોલે છે. વળી અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ અવિકૃત દૃષ્ટિવાળા બોલે છે. II૧-૧૯થા. ભાવાર્થ -
અધ્યાત્મશાસ્ત્રને નહિ જાણનારા એવા બીજાઓ પોતાની વિદ્વત્તા જગતને બતાવવાની ઈચ્છાવાળા હોય છે, તેથી તેઓ પોતાની વિદ્વત્તા ભુજાના આસ્ફાલન દ્વારા હાથના વિકારરૂપ કે મુખના વિકારો કરવારૂપ અભિનયોથી વ્યક્ત કરે છે.
જ્યારે અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ જગતનાં તત્ત્વોને સમ્યગુ સમજેલા હોવાથી નિરાકાંક્ષી હોય છે, અને તેથી પોતાનું જ્ઞાન લોકોને બતાવવાના યત્નવાળા હોતા નથી; પરંતુ યોગ્ય જીવોને જ્યારે તેઓ સમજાવે છે ત્યારે અવિકૃત દૃષ્ટિથી બોલે છે, અર્થાતુ પોતાના જ્ઞાનને કારણે જેમની દૃષ્ટિમાં પોતાની વિદ્વત્તાની મહત્તાકૃત કોઈ વિકૃતિ થયેલી નથી, તેવા અવિકૃત દૃષ્ટિવાળા તેઓ કોઇ પણ અભિનય વગર કેવલ
Page #35
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ઉપકારની બુદ્ધિથી ગંભીરતાપૂર્વક બોલે છે. ૧-૧૯
૧૬
अध्यात्मशास्त्रहेमाद्रि- मथितादागमोदधेः । भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ।।२०।।
અન્વયાર્થ :
ગધ્યાત્મશાસ્ત્રદેમાદ્રિમચિતાવાળોઘેઃ અધ્યાત્મશાસ્ત્રરૂપી મેરુપર્વતથી મંથન કરાયેલા આગમરૂપી સમુદ્રમાંથી વિદ્યુû વિમ્ મૂસ ગુણરત્નાનિ બુધ પુરુષો વડે શું ઘણાં ગુણરૂપી રત્નો ન પ્રાપ્યત્તે પ્રાપ્ત નથી કરાતાં ? (અર્થાત્ કરાય છે.) ||૧-૨૦માં
શ્લોકાર્થ :
અધ્યાત્મશાસ્ત્રરૂપી મેરુપર્વતથી મંથન કરાયેલા આગમરૂપી સમુદ્રમાંથી બુધ પુરુષો વડે શું ઘણાં ગુણરૂપી રત્નો પ્રાપ્ત નથી કરાતાં ? અર્થાત્ કરાય છે. ||૧-૨૦માં
ભાવાર્થ :
જો કે અધ્યાત્મશાસ્ત્ર આગમથી કીચન્દ્ અપૃથક્ છે, તો પણ જેમ જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ચારિત્રથી અપૃથભૂત એવા પણ તપને કથંચિદ્ પૃથરૂપ ગ્રહણ કરવામાં આવે છે, તે રીતે આગમથી અધ્યાત્મશાસ્ત્રને અહીં પૃથક્ ગ્રહણ કરવામાં આવેલ છે. અને જે આત્મા અધ્યાત્મશાસ્ત્રમાં નિપુણ હોય છે તે આત્મા અધ્યાત્મશાસ્ત્રરૂપી પર્વતથી આગમરૂપી સમુદ્રને જ્યારે વલોવે છે, અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રના તત્ત્વને બુદ્ધિમાં સ્થિર કરીને તેના દ્વારા આગમનું સમ્યગ્ અવલોકન કરે છે, ત્યારે ઘણાં રત્નોરૂપ ઘણાં અદ્ભુત તત્ત્વો તેના હાથમાં આવે છે; કેમ કે અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી આગમને જોવાથી આગમમાંથી અધ્યાત્મના સૂક્ષ્મભાવોને દેખાડે તેવી નવી દૃષ્ટિઓ પ્રાદુર્ભાવ પામે છે. આથી કરીને શાસ્ત્રનો ખરો અધિકારી અધ્યાત્મને પામેલ સમિતિ-ગુપ્તિવાળો મુનિ જ છે. II૧-૨૦ની
रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधि: । અધ્યાત્મશાસ્ત્રસેવાયાં, રસો નિરવધિઃ પુનઃ ।।।।
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
અન્વયાર્થ ઃ
હ્રામે ભોગાવધ: કામમાં ભોગક્રિયાની મર્યાદા સુધી (અને) સમયે મોનના ધઃ સારા ભોજનમાં ભોજનક્રિયાની મર્યાદા સુધી રસઃ ૨સ હોય છે, पुनः ગધ્યાત્મશાસ્ત્રસેવાયાં નિરવધિઃ વળી અધ્યાત્મશાસ્ત્રના આસેવનમાં નિરવધિ=મર્યાદા રહિત રસઃ રસ હોય છે. II૧-૨૧॥
શ્લોકાર્થ :
કામમાં ભોગક્રિયાની મર્યાદા સુધી અને સારા ભોજનમાં ભોજનક્રિયાની મર્યાદા સુધી રસ હોય છે, વળી અધ્યાત્મશાસ્ત્રના આસેવનમાં નિરવધિ રસ હોય છે.II૧-૨૧ ભાવાર્થ :
કામમાં ભોગનો આનંદ ભોગની ક્રિયા સુધી હોય છે, અને સારા ભોજનમાં રસાસ્વાદનો આનંદ ભોજનની ક્રિયા સુધી છે એ પ્રત્યક્ષ અનુભૂત છે, અને અધ્યાત્મશાસ્ત્રમાં રસ નિરવધિ છે. તેનું તાત્પર્ય એ છે કે જે આત્મા નિપુણ પ્રજ્ઞાથી, અધ્યાત્મશાસ્ત્રના યથાર્થ ભાવને સ્પર્શે તે રીતે, પોતાની બુદ્ધિમાં તે પદાર્થોને ભાવન કરે છે, તે આત્માના ચિત્તમાં, અધ્યાત્મશાસ્ત્રમાં સૂક્ષ્મપ્રજ્ઞાથી જે રીતે પદાર્થો બતાવ્યા છે તે જ રીતે પરિણમન પામે છે; જેનાથી, જે વખતે અધ્યાત્મશાસ્ત્રનું પર્યાલોચન ન હોય તે વખતે પણ, તે અધ્યાત્મશાસ્ત્રના પર્યાલોચનની વાસનાને કા૨ણે જગત્વર્તી પદાર્થો પ્રત્યે વિશેષ નિરાકાંક્ષ ચિત્ત સતત તેને વર્ત્યા કરતું હોય છે. તેથી ઉત્તમ ચિત્તનો સ્વાદ સદા તેને અવિધ વગર વર્તતો હોય છે.
જોકે અનાદિકાળના કુસંસ્કારને કા૨ણે અધ્યાત્મશાસ્ત્રના પર્યાલોચનકાળમાં પણ તેવું ઉત્તમ ચિત્ત, યત્ન કરવા છતાં ક્યારેય નિષ્પન્ન થઈ શકતું નથી, અને ક્યારેક મહા યત્નથી નિષ્પન્ન કરાયેલું તે ચિત્ત અધ્યાત્મશાસ્ત્રનું અવલંબન છૂટતાંની સાથે નાશ પણ પામી જાય છે; તેથી અધ્યાત્મશાસ્ત્રનો સ્વાદ કોઈકને સેવનકાલમાં પણ આવતો નથી, અને કોઈકને સેવનકાલ સુધી રહે છે, પણ પછી રહેતો નથી. પરંતુ તેનું કારણ તે જીવના કર્મનો દોષ છે અથવા તો અધ્યાત્મશાસ્ત્રના વિષયમાં સુદૃઢ યત્નની અલ્પતાનો દોષ છે. પરંતુ જો તે અધ્યાત્મશાસ્ત્રમાં અત્યંત યત્ન કરે અને કર્મ તથાવિધ અતિશયવાળાં ન હોય તો, અવશ્ય અધ્યાત્મશાસ્ત્રના પરિશીલનથી નિરવધિ ૨સ પેદા થાય છે, ક્યારેક અતિશયિત કર્મ પણ મહા યત્નથી નિવર્તન પામી શકે છે. તેથી અધ્યાત્મશાસ્ત્રના રસનો આકાંક્ષી, કર્મના દોષની
Page #37
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
સંભાવનાથી તેમાં યત્ન ન કરે તો તે અવિચારકતા જ છે. કેવલ અધ્યાત્મશાસ્ત્રને શબ્દાર્થથી જ પરિશીલન ક૨વાથી તે અધ્યાત્મરસ પ્રાદુર્ભાવ પામી શકતો નથી, પરંતુ તેના રહસ્યને પાર પામવાની જિજ્ઞાસાપૂર્વક, તેના જાણનારા પાસે પુનઃ પુનઃ અધ્યાત્મશાસ્ત્રના રહસ્યને જાણવાના પ્રયત્નથી તે પ્રાપ્ત થઈ શકે છે. જોકે સંક્ષેપથી તે અધ્યાત્મ પદાર્થ રાગ-દ્વેષરહિત એવા આત્મસ્વરૂપના વર્ણનમાં જ વિશ્રાંત થાય છે, તો પણ તે મહાપ્રજ્ઞાવાન પુરુષથી પ્રાપ્ત થઈ શકે તેવો પદાર્થ છે; સ્થૂલબુદ્ધિથી તો માત્ર શબ્દોથી દેખાતો તે પદાર્થ છે. II૧-૨૧||
૧૮
અન્વયાર્થ :
कुतर्कग्रन्थसर्वस्व - गर्वज्वरविकारिणी |
एति दृङ्निर्म्मलीभाव - मध्यात्मग्रन्थभेषजात् ।। २२ ।।
તપ્રન્ટસર્વસ્વર્ધન્વરવિારિખી વૃક્ કુતર્કગ્રંથના સર્વસ્વ રૂપ જે ગર્વ, તે ગર્વરૂપ જ્વરના વિકારવાળી દૃષ્ટિ ઞધ્યાત્મપ્રચમેષજ્ઞાત્ અધ્યાત્મશાસ્ત્રરૂપ ઔષધથી નિમ્નતીમાવર્ નિર્મળ ભાવને વૃત્તિ પામે છે. ૧-૨૨ા
શ્લોકાર્થ :
-:
કુતર્કગ્રંથના સર્વસ્વ રૂપ જે ગર્વ, તે ગર્વરૂપ જ્વરના વિકારવાળી દૃષ્ટિ અધ્યાત્મશાસ્ત્રરૂપ ઔષધથી નિર્મળ ભાવને પામે છે. II૧-૨૨॥
ભાવાર્થ
જે જીવને, પોતે માનેલું છે એ જ બરાબર છે એવી સ્વમાન્યતાની તીવ્ર રુચિ છે, પરંતુ તત્ત્વનો પક્ષપાત નથી, તે જીવ અતત્ત્વભૂત પણ પોતાની માન્યતાને સ્થિર કરવા માટે કુતર્કો કરીને પોતાનું સ્થાપન કરે છે. તેવા કુતર્કોમાંથી ઉત્પન્ન થયેલા ગ્રંથોનું સર્વસ્વ પોતાની માન્યતાને પુષ્ટ કરવાના પરિણામરૂપ ગર્વ છે, અને તે ગર્વ જ્વર જેવો છે; કેમ કે જેમ જ્વરથી શ૨ી૨ વિકૃત અવસ્થાને પામે છે, તેમ ગર્વરૂપી જ્વરથી વિકારવાળી તેની દૃષ્ટિ થાય છે. અર્થાત્ આંતરદૃષ્ટિ વિકારવાળી બને છે, અને તેથી જ તે તત્ત્વને જોઈ શકતો નથી. પરંતુ એવો પણ જીવ અતિગાઢ કર્મવાળો ન હોય અને કોઈ ઉત્તમ પુરુષના સમાગમથી અધ્યાત્મગ્રંથરૂપી ઔષધને પ્રાપ્ત કરે, તો તેની તે વિકારવાળી આંતરદૃષ્ટિ પણ નિર્મળ ભાવને પામે છે. ||૧-૨૨||
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર
धनिनां पुत्रदारादि, यथा संसारवृद्धये ।
तथा पाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् ।।२३।। અન્વયાર્થ :
યથા ઘનિનાં પુત્રાદિ સંસારવૃદ્ધયે જેમ ધનવાળાને પુત્ર, પત્ની આદિ સંસારની વૃદ્ધિ માટે છે, તથા પzત્યતાનાં ૩ ધ્યાત્મિતમ્ શાર તેમ પંડિતપણાના ગર્વવાળાને અધ્યાત્મરહિત શાસ્ત્ર (સંસારની વૃદ્ધિ માટે) છે. I૧-૨૩ શ્લોકાર્ધ :
જે પ્રમાણે ધનવાનોને પુત્ર, પત્ની આદિ સંસારની વૃદ્ધિ માટે છે, તે પ્રમાણે પંડિતપણાના ગર્વવાળાને અધ્યાત્મરહિત શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે છે. ૧-૨૩ ભાવાર્થ :
- અધ્યાત્મભાવથી વર્જિત એવું શાસ્ત્રનું જ્ઞાન, જે લોકો પંડિતાઈથી અહંકારવાળા છે તેઓને તો સંસારવૃદ્ધિનું કારણ છે જ, પરંતુ ઘણાં શાસ્ત્રોને ભણેલા હોવાને કારણે પોતે ઘણું ભણ્યા છે એવી જાતની યથાર્થ બુદ્ધિને વહન કરનારાને પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે.
વસ્તુતઃ તે શાસ્ત્રનાં રહસ્યોને પોતે પામેલા નથી, આમ છતાં, બાહ્ય રીતે વિશદ્ શાસ્ત્રાભ્યાસમાં પોતે શાસ્ત્રના તત્ત્વને પામ્યા છે એવો જે તેમને ભ્રમ છે, તે ભ્રમ પણ એક પ્રકારનો પાંડિત્યનો અહંકાર જ છે. પરંતુ જો તેનામાં શાસ્ત્રના સમ્યફ પર્યાલોચનથી અધ્યાત્મભાવ પ્રાદુર્ભાવ થયેલ હોય તો તે જીવમાં અતિ ગાંભીર્યાદિ ગુણો પ્રગટ થયા વિના રહે નહિ; જેના કારણે વિશેષ પ્રયોજન ન હોય તો પોતાને ઘણા ગ્રંથનો અભ્યાસ હોવા છતાં પણ, કોઈને જણાવવા માટે યત્ન તો ન કરે, પરંતુ કોઈને જણાવવાની ઈચ્છા માત્ર પણ તેને થાય નહિ. અને શાસ્ત્રનો અભ્યાસ અધ્યાત્મભાવને સ્પર્શી શકે તેમ કરે છે, તેથી સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિ થવાને કારણે તેનામાં જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે અને ગંભીરતાદિ ગુણો પ્રાદુર્ભાવ પામે છે, અને તેવા જ જીવને અધ્યાત્મશાસ્ત્ર સંસારની હાનિનું કારણ બને છે; જ્યારે અન્ય માટે તે અધ્યાત્મનો શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધિ માટે જ બને છે, જેમાં તે જીવની અયોગ્યતાનો જ દોષ છે, પણ અધ્યાત્મશાસ્ત્રનો કોઈ દોષ નથી. ll૧-૨૩
Page #39
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૦
अध्येतव्यं तदध्यात्म-शास्त्रं भाव्यं पुनः पुनः ।
अनुष्ठेयस्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित् ।।२४।। અન્વયાર્થ :
તત્ તે કારણથી=પૂર્વમાં અધ્યાત્મશાસ્ત્રનું માહાલ્ય બતાવ્યું તે કારણથી, ૩ધ્યાત્મિશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર ૩ષ્યતત્રં ભણવું જોઇએ, પુનઃ પુનઃ માર્ચે ફરી ફરી ભાવન કરવું જોઈએ તર્થ: ૨ અને તેનો અર્થ=અધ્યાત્મશાસ્ત્ર બતાવેલ ક્રિયાઓ ડાનુણે: આચરવી જોઈએ યોગ્યરચ રચરિત્ : (અને) યોગ્ય એવા કોઈકને (અધ્યાત્મશાસ્ત્રનો અર્થ) આપવો જોઇએ. II૧-૨૪ શ્લોકાર્થ :
પૂર્વમાં અધ્યાત્મશાસ્ત્રનું માહાભ્ય બતાવ્યું તે કારણથી, અધ્યાત્મશાસ્ત્ર ભણવું જોઇએ, ફરી ફરી ભાવન કરવું જોઇએ અને અધ્યાત્મશાસ્ત્ર બતાવેલ ક્રિયાઓ આચરવી જોઇએ અને યોગ્ય એવા કોઈકને અધ્યાત્મશાસ્ત્રનો અર્થ આપવો જોઇએ. ll૧-૨૪ll ભાવાર્થ :
પૂર્વમાં જે અધ્યાત્મનું માહાલ્ય બતાવ્યું તે કારણથી, અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવું જોઇએ. અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રનું ખરું તત્ત્વ સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકાય તે રીતે સ્વપ્રજ્ઞાથી કે પરપ્રજ્ઞાની સહાયથી પણ તેનું અધ્યયન કરવું જોઇએ, જેથી અધ્યાત્મશાસ્ત્રના અપેક્ષિત ભાવો યથાર્થ રીતે પ્રતિભાસિત થાય. ત્યાર પછી ફરી ફરીને તે ભાવોને તે રીતે ઉપસ્થિત કરીને અતિ ઘૂંટવા જોઇએ, જેથી તે બોધ અતિ સ્પષ્ટ અને દઢ સંસ્કારવાળો થાય. ત્યાર પછી તે ભાવોને પોતાનામાં આવિર્ભાવ કરવા માટે જે આચરણાઓનું અધ્યાત્મશાસ્ત્રમાં વિધાન છે, તે આચરણાઓને સમ્યફ સેવવી જોઇએ અને યોગ્ય એવા કોઈક જીવને તે આપવી જોઈએ.
અહીં સર્વને નહિ આપવાનું કહેવા પાછળ તાત્પર્ય એ છે કે, જે જીવના કષાયો અલ્પ ન થયા હોય તે જીવને અધ્યાત્મશાસ્ત્ર પરિણામ પામી શકે નહિ, અને તેવા જીવને તે શાસ્ત્ર આપવાથી તેનું પણ અહિત થાય છે, અને શાસ્ત્રની લોકમાં અલ્પતા થવાના કારણે આપનારને પણ અહિતનું કારણ બને છે; અને પાત્રમાં જ
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૧
અધ્યાત્મમાહાભ્યાધિકાર આપવાથી તે શાસ્ત્ર તેનામાં સમ્યગુ પરિણમન પામવાના કારણે લોકમાં મહત્ત્વને પામે છે. કેમ કે મધ્યસ્થ લોકને પણ એ પ્રતિભાસ થાય છે કે, આવાં શાસ્ત્ર ભણેલા જીવો ગંભીર અને ઉદાત્ત આશયવાળા હોય. જ્યારે તેનાથી વિપરીત ભાવવાળાને તે શાસ્ત્ર ભણેલો જાણીને તેઓને તે શાસ્ત્ર અલ્પ મહત્ત્વવાળું ભાસે છે, અને તેમાં નિમિત્તભાવરૂપે આપનાર આત્મા પણ જવાબદાર છે. '
અહીં વિશેષ એ છે કે અધ્યાત્મશાસ્ત્રનું વર્ણન સાંભળતાં જેને તેના પ્રત્યે દ્વેષ થતો નથી અને ક્રિયા કરવાની રુચિ થાય છે, તે પણ પહેલી ભૂમિકાને યોગ્ય છે; અને જે લોકોને અધ્યાત્મશાસ્ત્રનું વર્ણન સાંભળી હર્ષ થાય છે અને જીવનમાં ઉતારવાનો પરિણામ થાય છે, તે જીવો વિશેષરૂપે યોગ્ય છે. ll૧-૨૪ો.
|| इत्यध्यात्मसारे अध्यात्ममाहात्म्याधिकारः ||१||
G-૪
Page #41
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
સુવાક્યો
પરિણામ કરવામાં કુશળ ન થાઓ તો બીજી બધી કુશળતા નકામી. છે જે સૂક્ષ્મ જોઇ શકે તે માર્ગ પર ચાલી શકે અને તેના હાથમાં જ તત્ત્વ આવે. આ યત્ન મનસ્વી પણે નહિ જિનાજ્ઞા પ્રમાણે હોવો જોઇએ.
સમતા એટલે કષાયને પરવશ ન થવું અને બધી પ્રવૃત્તિ કષાયને બાજુમાં, મૂકી કરવી તે સમતા. છે જેને ધર્મભાવ આવે તે ધર્મ માટે બધું કરી શકે. પ્રકૃતિનું ઘડતર થાય તેવો ધર્મ કરવાનો.
અપ્રમાદ એટલે શક્તિ પ્રમાણે ભગવાનના વચનને જાણવું, જાણીને સ્થિર કરવું અને સ્થિર કર્યા પછી ઉચિત પ્રવૃત્તિ કરવી.
કષાયનો પ્રવાહ કષાયની તીવ્રતાથી નહિ પણ કષાય કરવામાં મીઠાશ લાગે. છે તેનાથી ચાલે છે. છે. શાસ્ત્રની પંક્તિઓમાં સમ્યક કસરત કરવાથી ક્ષયોપશમ થાય છે, માર્ગાનુસારી બુદ્ધિ ખીલે છે. શાસ્ત્ર પ્રત્યે જેટલો પૂજ્યભાવ વધારે તેટલો તમારા સંસારનો ઉચ્છેદ થશે.
આખો મોક્ષમાર્ગ ભગવાનના વચન સાથે અવિનાભાવી જોડાયેલો છે. છે ઘણા ગુણ હોય પણ કદાગ્રહ હોય તો બધા ગુણ નકામા.
પરિણામ વધે તે રીતે સાધના કરવી તે ભગવાનની આજ્ઞા છે. . છે આત્માના સ્વરૂપમાં તન્મય થવું તે સાચું સાધુપણું છે. તત્વ એટલે જીવનું હિત. " વિશુદ્ધભાવ ઉપયોગથી થાય છે. ઉપયોગને ચોક્કસ રીતે નિયંત્રિત રાખે તે નિર્જરા કરે. રાધાવેધ સાધવામાં જેટલો ઉપયોગ રાખવાનો છે તેટલો ઉપયોગ દરેક સમયે ક્રિયાકાળમાં રાખવાનો છે. સર્વિકલ્પવાળી અવસ્થા વગર બધા અસંજ્ઞી છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩
અધ્યાત્મસ્વરૂપાયિકાર
|| अध्यात्मस्वरूपाधिकार || અવતરણિકા :
પૂર્વના અધિકારમાં અધ્યાત્મનું માહાત્મ બતાવ્યું તે સાંભળીને શિષ્યને અધ્યાત્મના સ્વરૂપની જિજ્ઞાસા થાય છે, તે બતાવતાં કહે છે –
भगवन् किं तदध्यात्म, यदित्थमुपवर्ण्यते ।
शृणु वत्स यथाशास्त्रं, वर्णयामि पुरस्तव ।।१।। અન્વયાર્થ :
ભાવન હે ભગવંત ! યત્યિ જે આ પ્રમાણેકપૂર્વના અધિકારમાં માહાલ્ય બતાવ્યું એ પ્રમાણે ઉપવાર્થતે વર્ણન કરાય છે, તરધ્યાત્મ તે અધ્યાત્મ હિંદ શું છે ? વરસ હે વત્સ ! શું, તું સાંભળ. યથાશાસ્ત્ર જે રીતે શાસ્ત્રમાં વર્ણવાયું છે તે રીતે તવ પુર? તારી આગળ વયામિ હું (અધ્યાત્મનું) વર્ણન કરું છું. ll૨-૧ાા શ્લોકાર્ચ -
ભગવંત ! જે પૂર્વના અધિકારમાં માહાભ્ય બતાવ્યું એ પ્રમાણે વર્ણન કરાય છે, તે અધ્યાત્મ શું છે? હે વત્સ! તું સાંભળ. જે રીતે શાસ્ત્રમાં વર્ણવાયું છે તે રીતે તારી આગળ હું અધ્યાત્મનું વર્ણન કરું છું. રિ-૧ ભાવાર્થ :
આ શ્લોકનો પૂર્વાર્ધ શિષ્યના પ્રશ્નરૂપ છે અને ઉત્તરાર્ધ ગુરુના ઉત્તરરૂપ છે. ર-૧ અવતરણિકા :
સૌ પ્રથમ અધ્યાત્મનું લક્ષણ બતાવે છે –
गतमोहाधिकाराणा-मात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुर्जिनाः ।।२।।
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
અધ્યાત્મસાર અન્વયાર્થ :
ગતમોધવારીમ્ ગયેલા મોહના અધિકારવાળા જીવોની આત્માનમ્ આત્માને ધવૃજ્ય આશ્રયીને યા શુદ્ધ યિા પ્રવર્તતે જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તત્ બિના: ૩ધ્યાત્મ નમુ તેને શુદ્ધ ક્રિયાને, જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. ર-રા
* “તદ્એ શુદ્ધ ક્રિયાનો પરામર્શક છે, તો પણ અધ્યાત્મની પ્રધાનતા બતાવવા માટે અધ્યાત્મ નપુંસકલિંગ હોવાથી ‘ત નપુંસકમાં ગ્રહણ કરેલ છે. શ્લોકાર્થ :
ગયેલા મોહના અધિકારવાળા જીવોની આત્માને આશ્રયીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તે શુદ્ધ ક્રિયાને જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. I-શા ભાવાર્થ :
જ્યાં સુધી જીવને તત્ત્વના સામાન્ય સ્વરૂપનો બોધ થવા પૂર્વક તત્ત્વની તીવ્ર જિજ્ઞાસા પેદા થતી નથી, ત્યાં સુધી જીવ ઉપર મોહનો અધિકાર પ્રવર્તે છે; અને તેવો જીવ હિત માટે તપ-સંયમાદિમાં યત્ન કરતો હોય તો પણ તે અધ્યાત્મ બનતું નથી. પરંતુ જ્યારે કર્મમલની તથાવિધિ અલ્પતાને કારણે આત્માના તાત્ત્વિક સ્વરૂપને અભિમુખ જીવ થાય છે ત્યારે, કંઈક અંશે તેના આત્મા ઉપર મોહનો અધિકાર ઓછો થાય છે અને આત્માનો પોતાનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને તેવો જીવ પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરવાને આશ્રયીને જે શુદ્ધ ક્રિયા કરે છે, અર્થાત્ આત્મસ્વરૂપના પ્રાદુર્ભાવના કારણભૂત બને તેવી તપ-સંયમાદિની ક્રિયા કરે છે, તેને ભગવાન અધ્યાત્મ કહે છે.
અહીં આત્માને આશ્રયીને પ્રવર્તતી ક્રિયાને “શુદ્ધા' વિશેષણ આપવાથી એ પ્રાપ્ત થાય છે, જે લોકો મોક્ષ મેળવવા માટે કાશીએ કરવત મુકાવે છે કે તેવી કોઈ અન્ય પણ આત્માને આશ્રયીને ક્રિયા કરે છે, તો તે સર્વ ક્રિયા અશુદ્ધ છે. તેથી તેવી ક્રિયાઓની વ્યાવૃત્તિ કરવા અર્થે અહીં “શુદ્ધા યિા” ગ્રહણ કરેલ છે. II-રા અવતરણિકા -
અધ્યાત્મનું લક્ષણ કર્યા પછી અધ્યાત્મનું જ વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે –
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૫
અધ્યાત્મસ્વરૂપાધિકાર सामायिकं यथा सर्व-चारित्रेष्वनुवृत्तिमत् ।
अध्यात्म सर्वयोगेषु, तथानुगतमिष्यते ।।३।। અન્વયાર્ચ -
કથા સર્વારિત્રપુ સામાયિક અનુવૃત્તિમત્ જે પ્રમાણે સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિવાળું છે સામાન્ય છે. તથા સર્વયો; વધ્યાત્મ અનુગત તે પ્રમાણે સર્વ (મોક્ષસાધક) યોગોમાં અધ્યાત્મ અનુગત=અનુવૃત્તિરૂપે રથને ઈચ્છાય છેઃસ્વીકારાય છે. ર-૩. શ્લોકાર્ચ -
જે પ્રમાણે સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિવાળું છે અર્થાત્ સામાન્ય છે, તે પ્રમાણે સર્વ મોક્ષસાધક યોગોમાં અધ્યાત્મ અનુવૃત્તિરૂપે સ્વીકારાય છે. ll૨-૩ ભાવાર્થ -
સર્વ ચારિત્રોમાં જેમ સામાયિક અનુવૃત્તિમતું છે, અર્થાત્ ભાવપૂર્વકની વિશિષ્ટ આચરણારૂપ સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રમાં “સમભાવ'ના પરિણામરૂપ સામાયિકનો ભાવ સામાન્ય છે; તેમ સર્વગુણસ્થાનકોની મોક્ષને અનુકૂળ જે આચરણા છે, તેમાં અધ્યાત્મરૂ૫ આત્માનો પરિણામ સામાન્ય છે. જોકે અપેક્ષાએ, મોક્ષને અનુકૂળ ભાવપૂર્વકની બહિરંગ આચરણા તે અધ્યાત્મ પદાર્થ છે, અને તે રીતે વિચારતાં સર્વ મોક્ષસાધક યોગો અધ્યાત્મ સ્વરૂપ છે, તો પણ જેમ સર્વ આચરણારૂપ ચારિત્રમાં “સમભાવ' નામનો પરિણામ અપેક્ષાએ પૃથફ કરી શકાય છે; તેમ અપુનબંધકથી માંડીને સર્વ મોક્ષસાધક યોગોમાં સામાન્ય રીતે વર્તતો એવો આત્માનો “અધ્યાત્મ' નામનો પરિણામ પૃથફ ગ્રહણ કરી શકાય છે. જો કે અધ્યાત્મ અને મોક્ષસાધક યોગ સર્વથા જુદા નથી, પરંતુ અધ્યાત્મ સામાન્ય સ્વરૂપ છે અને સર્વ યોગો વિશેષ સ્વરૂપ છે. જેમાં પાંચ પ્રકારનાં ચારિત્રો સામાયિકથી સર્વથા જુદાં નહિ હોવા છતાં સામાયિક સામાન્ય સ્વરૂપ છે, અને તે-તે ચારિત્ર વિશેષ સ્વરૂપ છે; તો પણ વિવક્ષાથી વિશેષ કરતાં સામાન્યને જુદું કહી શકાય છે, તેમ સર્વ યોગોમાં અધ્યાત્મ સામાન્યરૂપ છે અને સર્વ યોગો વિશેષરૂપ છે. ર-૩ અવતરણિકા :
સર્વ યોગોમાં અધ્યાત્મ અનુગત છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે -
Page #45
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
अपुनर्बन्धकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् ।
क्रमशुद्धिमती तावत्, क्रियाऽध्यात्ममयी मता ॥४॥ અન્વયાર્થ :
૩પુનર્વત્થાત્ ચતુર્દશમ્ ગુરથાનં ચાવત્ અપુનબંધકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી મશુદ્ધિમતી ટ્રિક્યા ૩ધ્યાત્મમથી ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી મતા= મનાયેલી છે=કહેવાઈ છે. ર-ાા
* આ શ્લોકમાં તાવત્ વાક્યાલંકારમાં છે અને “ચતુર્દશ અચાને મર્યાદાઅર્થક દ્વિતીયા વિભક્તિમાં છે.
* “મતા' એ મન્ ધાતુનું ત() પ્રત્યય લાગીને મત અને સ્ત્રીલિંગનો ૩ (૩૫) પ્રત્યય લાગીને મતા થયેલું છે, મતા=મનાયેલી. શ્લોકાર્ચ -
અપુનબંધકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી કહેવાઈ છે. ર-કા ભાવાર્થ :
પ્રથમ ગુણી ગુણસ્થાનકમાં જીવ અપુનબંધક બને છે, અને ત્યારથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધી જે મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિ છે, તેમાં ધર્માનુષ્ઠાનરૂપ જે ક્રિયા છે, તે ક્રમસર ઉપર-ઉપરની ભૂમિકામાં અધિક-અધિક શુદ્ધ હોય છે; અને તે સર્વ ક્રિયા અધ્યાત્મમય છે. અને તેમાં અપુનબંધકથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધીની ક્રિયાઓ પ્રવૃત્તિરૂપ હોય છે, અને ચૌદમાં ગુણસ્થાનકમાં યોગના નિરોધની ક્રિયા છે; અને આ દરેક ક્રિયાઓ આત્માના ગુણોને પ્રગટ કરવાનું કારણ છે, તેથી અધ્યાત્મમય છે; અને અપુનબંધક અવસ્થાની પૂર્વે સંયમાદિની ક્રિયા પણ આત્માની શુદ્ધિનું કારણ બનતી નથી, માટે અધ્યાત્મમય નથી. II-કા અવતરણિકા -
ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાને પામેલા જીવને છોડીને, અન્ય અપુનબંધક કે અપુનબંધક અવસ્થા નહિ પામેલા જીવોની તપ-સંયમની ક્રિયા પણ અધ્યાત્મની વિરોધી થાય છે, તે બતાવતાં કહે છે –
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૭
અધ્યાત્મસ્વરૂપાધિકાર
आहारोपधिपूजर्द्धि-गारवप्रतिबन्धतः ।
भवाभिनन्दी यां कुर्यात्, क्रियां साऽध्यात्मवैरिणी ।।५।। અન્વયાર્થ
સાહારવધિપૂર્વારિવપ્રતિવર્ધીત: આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ-આમર્યાદિ લબ્ધિઓ, (અને ગારવના પ્રતિબંધથીઃખેંચાણથી ભવાઈમની યાં જ્યિાં ત્ ભવાભિનંદી જીવ (ધર્માનુષ્ઠાનરૂ૫) જે ક્રિયાને કરે છે સા તેત્રક્રિયા ધ્યાત્મિરિn અધ્યાત્મની વૈરી છે. IFર-પા. શ્લોકાર્ચ -
આહાર, ઉપધિ, પૂજા, આમર્ષાદિ લબ્ધિઓરૂપ ઋદ્ધિ અને ગારવના ખેંચાણથી ભવાભિનંદી જીવ ધર્માનુષ્ઠાનરૂપ જે ક્રિયાઓ કરે છે તે અધ્યાત્મની વૈરી છે. ll૨-પા ભાવાર્થ
“ભવ' પ્રત્યે જેને આકર્ષણ છે તેને “ભવાભિનંદી' કહેવાય છે. અપુનબંધકદશાની પ્રાપ્તિ પૂર્વે જીવો ભવાભિનંદી હોય છે, અને જે જીવો અપુનબંધક અવસ્થા પામ્યા પછી પણ સંસારના આકર્ષણને કારણે કે કદાગ્રહને કારણે, વિપર્યાય બુદ્ધિવાળા થાય ત્યારે, તેવા અપુનબંધકાદિ જીવો પણ યોગની ભૂમિકામાંથી બહાર નીકળવાને કારણે ભવાભિનંદિતાને પામે છે. અને આ ભવાભિનંદી જીવો સારો આહાર મેળવવા માટે કે સારી ઉપાધિ મેળવવા માટે કે લોકોમાં પૂજાની પ્રાપ્તિ માટે અથવા તો આમર્ષાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કે રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પ્રાપ્ત કરવા માટે જે સંયમ ગ્રહણ કરે છે; અને
ક્વચિત્ આ ત્રણ ગારોને આ ભવમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નહિ, તો પણ જન્માંતરમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા જેઓને હોય છે, તેવા જીવો જે તપ-સંયમની ક્રિયા કરે છે, તે અધ્યાત્મની વિરોધિની છે. -પા અવતરણિકા -
ભવાભિનંદી જીવનાં લક્ષણો બતાવે છે -
Page #47
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૮
क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्या-निष्फलारम्भसङ्गतः ।।६।। અન્વયાર્થ :
સુદ નોમતિઃ સીનઃ મતસર મયવાન શત: ક્ષુદ્ર, લોભમાં રતિવાળો, દીન, મત્સરી, ભયવાળો, શઠ ૩ નિર્નિરશ્નતિ : મવમનની ચતુ અજ્ઞ અને નિષ્ફળ આરંભથી યુક્ત એવો જીવ ભવાભિનંદી હોય. રિ-કા શ્લોકાર્ચ -
શુદ્ર=કૃપણ, લોભરતિ માંગણસ્વભાવવાળો, દીન=સદા સ્વકલ્યાણને નહિ જોનારો, મત્સરી પરના કલ્યાણને સહન નહિ કરનારો, ભવાન-નિત્ય ભયવાળો, શઠ=માયાવી, અજ્ઞ=મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વનો અભિનિવેશ અર્થાત્ અતત્ત્વનો આગ્રહ હોવાથી નિષ્ફળ આરંભથી યુક્ત એવો જીવ ભવાભિનંદી હોય=સંસાર પ્રત્યે બહુમાનવાળો હોય.II-કા
ભાવાર્થ :-
૧. શુદ્ર - જેમ સંસારમાં શુદ્ર અર્થાત્ તુચ્છ, હલકી પ્રકૃતિવાળા જીવો બીજાનાં દુઃખોને જોઈને આનંદ પામનારા હોય છે, તેમ સંસારના પૌગલિક પદાર્થને જોઈને આનંદ પામનારા જીવો શુદ્ર કહેવાય છે. તેથી તેવા શુદ્ર જીવો પરલોક અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરે તો પણ આત્મિક ગુણ પ્રત્યે તેઓનું વલણ થતું નથી. તેથી ભવાભિનંદી જીવોને શુદ્ર કહેલ છે.
૨. લોભરતિ - ભવાભિનંદી જીવોને લોભમાં જ રતિનો અર્થાત્ સુખનો અનુભવ હોય છે, તેથી આત્મિકગુણોમાં સારભૂતતા તેઓ જોઈ શકતા નથી. આથી જ તેઓ ધર્મ કરે તો પણ તેઓને આલોકના અને પરલોકના જ ભૌતિક પદાર્થોની અભિલાષા હોય છે, તેથી જ ભવાભિનંદીને “માંગણ” સ્વભાવવાળો કહેલ છે.
૩. દીન :- જેમ સંસારમાં ભિખારીઓને દીન' કહેવામાં આવે છે, અને ભિખારીઓએ ક્યારેય સારા ભોગ્યપદાર્થો જોયા હોતા નથી, તેમ ભવાભિનંદી જીવો પણ આત્મિકગુણોના વિકાસમાં જ કલ્યાણ છે તે ક્યારેય જોઈ શકતા નથી. તેથી આત્માને હિતકારી એવા ઉત્તમ ભાવોની રુચિ ભવાભિનંદીને થતી નથી, તેથી તે દીન છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
અધ્યાત્મસ્વરૂપાધિકાર ૪. મત્સરી :- ભવાભિનંદી જીવ પારકાનું સારું કદી જોઈ શકતા નથી, કેમ કે તેઓને ભૌતિક પદાર્થોનું આકર્ષણ વધુ હોય છે, અને તે ભૌતિક પદાર્થો પોતાને જ મળે તેવી તેમને ઈચ્છા હોય છે, તેથી બીજાનું સારું જોઈ તે સહન કરી શકે નહિ. મોટે ભાગે ભવાભિનંદી જીવ સંયમ ગ્રહણ કરે નહિ, ક્વચિત્ પરલોકના ભૌતિક સુખ માટે સંયમ ગ્રહણ કરે અને માત્સર્ય ભાવ ન કરે તો પણ મોટે ભાગે ભવાભિનંદી જીવોની પ્રકૃતિ મત્સરી=ઈર્ષાવાળી હોય છે.
૫. ભગવાન - ભવાભિનંદી જીવને પૌદ્ગલિક પદાર્થોનું મહત્ત્વ ઘણું હોય છે. તેથી તે પદાર્થો નાશ ન થાય તેવી જ તેની પ્રબળ ઈચ્છા હોય છે અને આથી જ સદા સાતે ભયોથી તે ભીત હોય છે. ક્વચિત્ પુણ્યના પ્રકર્ષને કારણે રક્ષણની સામગ્રી પૂરતી હોવાથી બાહ્ય રીતે નિર્ભય દેખાતો હોય, તો પણ તે પદાર્થો નાશ ન પામે તેની જ તેને સતત ચિંતા હોય છે, તેથી સાતે પ્રકારના ભયવાળો તે હોય છે.
જ્યારે ભવાભિનંદી સિવાયના જીવો તત્ત્વને જોનારા હોવાથી સદ્ધર્મને પામીને કંઈક નિર્ભયતાને પામે છે. ૬. શઠ - સંસારનો રાગ હોવાથી ભવાભિનંદી જીવોનો સ્વભાવ બહુલતાએ માયાવી હોય છે. ક્વચિત્ પરલોકાદિ ભયને કારણે માયા ન કરે તો પણ ભવાભિનંદી જીવો ગાઢકર્મોવાળા હોવાના કારણે મોટે ભાગે માયાવી સ્વભાવવાળા જ હોય છે. ૭. અજ્ઞ - ભવાભિનંદી જીવને મૂર્ખ કહેલ છે, કેમ કે ક્વચિત્ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિથી તે બુદ્ધિમાન થાય તો પણ પૌદ્ગલિક પદાર્થોથી અતિરિક્ત આત્મિકભાવોમાં તે સુખની કલ્પનામાત્ર પણ કરી શકતો નથી. તેથી તે તત્ત્વને જોવામાં મૂર્ખ છે. ૮. નિષ્કલારંભી - ભવાભિનંદી જીવને ગાઢ કર્મોને કારણે સંસારનાં સુખો પ્રત્યે ગાઢ રાગ હોય છે. પરિણામે સર્વત્ર ભૌતિક સુખરૂપી અતત્ત્વનો અભિનિવેશ(આગ્રહ) હોવાથી ક્વચિત્ ધર્માનુષ્ઠાન કરે તો પણ તે ભૌતિક આશયથી જ કરે છે. તેથી તેનું તે ધર્માનુષ્ઠાન આત્મિકગુણોને વિકસાવવામાં કારણ બનતું નથી. તેથી ભવાભિનંદી જીવ નિષ્કલારંભી છે. ૨-કા અવતરણિકા :
ભવાભિનંદી જીવની ક્રિયા અધ્યાત્મની વૈરિણી છે તે બતાવ્યા પછી
Page #49
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
30
ભવાભિનંદીનાં લક્ષણો બતાવ્યાં. હવે કેવા જીવની ક્રિયા અધ્યાત્મની વૃદ્ધિમાં કારણ બને છે, તે બતાવવા અર્થે કહે છે -
शान्तो दान्तः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः । निर्दम्भां यां क्रियां कुर्यात्, साध्यात्मगुणवृद्धये ।।७।।
અન્વયાર્થ :
સદ્દા શાન્ત: વાન્તઃ ગુપ્ત: મોનાર્થી વિશ્વવત્સત્તઃ સદા શાંત, દાંત, ગુપ્ત, મોક્ષાર્થી, વિશ્વવત્સલ (એવો જીવ) ત્યાં નિર્વમાં ત્રિજ્યાં ર્થાત્ જે નિર્દભ ક્રિયાને કરે છે, સા તે ક્રિયા અધ્યાત્મમુળવૃદ્ધયે અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે છે. 112-911 શ્લોકાર્થ :
હંમેશાં શાંત, દાંત, ગુપ્ત, મોક્ષાર્થી, વિશ્વવત્સલ એવો જીવ જે નિર્દભ ક્રિયાને કરે છે, તે ક્રિયા અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે છે. II૨-૭ના
ભાવાર્થ :-~~~
નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મ શરૂ થાય છે. એ અપેક્ષાએ પાંચમા ગુણસ્થાનકવાળા જીવનું મન શાંત હોય, તેની ઈન્દ્રિયો દાન્ત હોય, અર્થાત્ નિયંત્રિત હોય; તેના મન, વચન, કાયાના યોગો સ્વભૂમિકાને અનુરૂપ ગુપ્તિવાળા હોય, તેમ જ તે મોક્ષનો અર્થ હોય, અને જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળો હોય, અર્થાત્ મૈત્રીભાવવાળો હોય. અને તેવો જીવ, જ્યારે દંભરહિત ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ કરે છે, ત્યારે તે ક્રિયાઓ તેનામાં વર્તતા અધ્યાત્મગુણની વૃદ્ધિનું કારણ બને છે. અને આ જ બધા ભાવો અપુનર્બંધક જીવને બીજભૂત હોય છે, તેથી વ્યવહારનયથી જીવમાં જ્યારે અપુનર્બંધક-અવસ્થામાં શાન્ત-દાન્ત આદિ બીજભૂત ભાવો વર્તતા હોય અને તે જીવ જ્યારે દંભરહિત ધર્માનુષ્ઠાન કરતો હોય, ત્યારે તેની તે ક્રિયા અધ્યાત્મગુણની વૃદ્ધિનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે પાંચમા ગુણસ્થાનકવર્તી જીવ ક્વચિત્ નિમિત્તને પામીને દંભપૂર્વક ક્રિયા કરે તો તે અધ્યાત્મવૃદ્ધિનું કારણ બને નહિ, પરંતુ ક્વચિત્ તે દંભ, ગુણસ્થાનકથી પાતનું કારણ બને; જેમ શ્રી મલ્લિનાથ ભગવાને કરેલો દંભ સ્ત્રીવેદના બંધનું કારણ બન્યો. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી સંવિજ્ઞપાક્ષિક સાધુ
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૧
અધ્યાત્મસ્વરૂપાધિકાર પોતાના પ્રમાદને જાણતા હોવાને કારણે, અન્ય જીવને પોતાની ભૂમિકાને બતાવીને પણ ભગવાને કહેલ માર્ગ યથાર્થ દર્શાવે છે, તેથી સંવિજ્ઞપાક્ષિકની તે નિર્દભ આચરણા અધ્યાત્મવૃદ્ધિનું કારણ બને છે. l૨-૭માં
अत एव जनः पृच्छो-त्पन्नसंज्ञः पिपृच्छिषुः । साधुपाच जिगमिषु-धर्मं पृच्छन् क्रियास्थितः ।।८।। प्रतिपित्सुः सृजन् पूर्वं, प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधो-ऽनन्तांशक्षपकस्तथा ।।९।। दृङ्मोहक्षपको मोह-शमकः शान्तमोहकः । क्षपकः क्षीणमोहश्च, जिनोऽयोगी च केवली ।।१०।। यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जराः ।
यतितव्यमतोऽध्यात्म-वृद्धये कलयाऽपि हि ।।११।। અન્વયાર્થ:
૩મત વિ આથી કરીને જ=શ્લોક-૪ માં કહ્યું તેમ અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી અધ્યાત્મની ક્રિયા છે એથી કરીને જ, ૧. પૃષ્ઠોન્નસંજ્ઞ: પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો, ૨. વિકૃ;િ સાધુપર્વ નિમિપુ પૂછવાની ઈચ્છાવાળો છતો સાધુ પાસે જવાની
ઈચ્છાવાળો, ૩. થ્યિારિત: વર્ષ પૃષ્ઠમ્ ક્રિયામાં રહેલો એવો જીવ, ધર્મને પૂછતો, ૪. પ્રતિપિફુટ (ધર્મને) સ્વીકારવાની ઈચ્છાવાળો, ૫. પૃનસ્ (ધર્મને સ્વીકારતો સમ્યગ્દર્શનને પામતો, ૬. પૂર્વ દર્શનમ્ પ્રતિપન્ન અને પૂર્વમાં સમ્યગ્દર્શનને પામેલો, ૭. શ્રાદ્ધઃ દેશવિરતિવાળો, ૮. ત્રિવિધ: તિક્ષ્ય અને ત્રણ પ્રકારના યતિસામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય
ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો યતિ,
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
અધ્યાત્મસાર ૯. ૩નત્તાંશસ્તથી અને અનંતાનુબંધીની ક્ષપણા કરતો અનંતાનુબંધી ચાર
કષાયોની વિસંયોજના કરતો, ૧૦.ડ્રમોઢાપ: દર્શનમોહનીયની ક્ષપણા કરનારો દર્શનસપ્તકની ક્ષપણા કરનારો, ૧૧. મોદશમ: મોહનું શમન કરનારો=આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો
ઉપશમશ્રેણિવાળો, ૧૨. શાન્તમ અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનકવાળો, ૧૩.સપક્ષપકશ્રેણિવાળો=આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો ક્ષપકશ્રેણિવાળો, ૧૪. ક્ષીણામોદર બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકવાળો, ૧૫-૧૬. નિનઃ ૩યોગી જિન કેવળી તેરમા સયોગી ગુણસ્થાનકવાળો,
અને અયોગી કેવલી ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળો નન: જીવ (છે, જેઓને).
યથાર્મમમી સમુનિર્જરા: પ્રો] ક્રમસર આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. ઉત: વાડજ ૩૫ત્મિવૃદ્ધ તિર્થ આથી કરીને અંશથી પણ અધ્યાત્મની વૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ૨-૮૯/૧૦/૧૧/ નોંધ :
(૧) “દિ પાદપૂર્તિ અર્થે વપરાયેલ છે.
(૨) નિર્નર’ શબ્દ પુલિંગ છે અને ૧૩મી” તેનું વિશેષણ છે. પૂર્વમાં ૧૦ પ્રકારના જીવો બતાવ્યા. તેઓને થતી નિર્જરાને બતાવવા માટે ઉભી' શબ્દ વપરાયેલ છે.
(૩) શ્લોક-૮નું જોડાણ શ્લોક-૧૧ સાથે આ રીતે છે – ૧૦ પ્રકારના જીવોમાંથી પ્રત્યેક જીવ સાથે યોજન હોવાથી “નના પદ એકવચનમાં છે, અને શ્લોક-૧૧ ના પ્રારંભમાં વેપા' પદ અધ્યાહાર છે, જેનું જોડાણ નીચે પ્રમાણે છે –
“ત: નન: ....... રેવતી” – આ ૧૬ પ્રકારના જીવ છે, જેઓને ક્રમસર અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. આ પ્રકારે “પા” નું જોડાણ છે.
(૪) “રત્ન” – ખરેખર આત્મકલ્યાણના અર્થીએ શક્તિના પ્રકર્ષથી જ અધ્યાત્મવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ, પરંતુ એવું સત્ત્વ પ્રકર્ષવાળું ન થયું હોય તો અંશથી પણ અધ્યાત્મવૃદ્ધિ માટે જ યત્ન કરવો જોઈએ, પરંતુ માત્ર બાહ્ય
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૩
અધ્યાત્મસ્વરૂપાધિકાર અનુષ્ઠાનથી જ સંતોષ માનવો જોઈએ નહિ. કેમ કે અધ્યાત્મવૃદ્ધિથી જ ક્રમસર અસંખ્યાતગણી નિર્જરા શાસ્ત્ર સ્વીકારે છે, માત્ર અનુષ્ઠાનથી નહિ, એમ ‘ક’ થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ય :
શ્લોક-૪ માં કહ્યું કે અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી અધ્યાત્મની ક્રિયા છે. આથી કરીને,
૧. પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો, ૨. પૂછવાની ઈચ્છાવાળો એવો જીવ સાધુ પાસે જવાની ઈચ્છાવાળો, ૩. ક્રિયામાં રહેલો એવો ધર્મને પૂછતો, ૪. ધર્મને સ્વીકારવાની ઈચ્છાવાળો, ૫. ધર્મને સ્વીકારતો-સમ્યગ્દર્શનને પામતો, ૭. અને પૂર્વમાં સમ્યગ્દર્શનને પામેલો, ૭. દેશવિરતિવાળો, ૮. અને સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ
ચારિત્રવાળો યતિ, ૯. અનંતાનુબંધીની ક્ષપણા કરતો, . ૧૦. દર્શનમોહનીયની ક્ષપણા કરનારો અર્થાત્ દર્શનસપ્તકની ક્ષપણા કરનારો, ૧૧. મોહનું શમન કરનારો અર્થાત્ આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો
ઉપશમશ્રેણિવાળો, ૧૨. અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકવાળો, ૧૩. ક્ષપકશ્રેણિવાળો=આઠમાથી દશમાં ગુણસ્થાનકમાં વર્તતો ક્ષપકશ્રેણિવાળો, ૧૪. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકવાળો, ૧૫. તેરમા સયોગી ગુણસ્થાનકવાળો (જિન કેવળી), ૧૬. ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળો (અયોગી કેવલી) જીવ છે, જેઓને ક્રમસર આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. આથી કરીને અંશથી પણ અધ્યાત્મની વૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ર-૮/૯/૧૦/૧૧ ભાવાર્થ :(૦) અંત:કોટાકોટિ કર્મની સ્થિતિવાળા, ગમે તે આશયથી ધર્મને કરનારા, ગ્રંથિદેશમાં રહેલા, ચરમાવર્તની બહારના, ચરમાવર્તમાં રહેલા અથવા અભવ્ય
Page #53
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
જીવો જે કર્મની નિર્જરા કરે છે, તે નિર્જરા સામાન્ય હોય છે.
૩૪
(૨) પૃષ્ઠોત્પન્નમંત્ત :
સંસારનું આકર્ષણ મંદ થવાને કારણે તત્ત્વ શું છે ? તે જાણવાની જિજ્ઞાસામાંથી તત્ત્વને અભિમુખ ભાવ પેદા થવાથી તત્ત્વની પૃચ્છા કરવાની સંજ્ઞા ઉત્પન્ન થઈ છે જેને તે પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો છે.
‘૦’ નંબરમાં બતાવેલી કક્ષાના જીવો કરતાં ધર્મ પૂછવાની ઉત્પન્ન થયેલી સંજ્ઞાવાળા જીવો અસંખ્યાતગુણ=અસંખ્યાતગણી નિર્જરા કરે છે.
(२) पिपृच्छिषु साधुपार्श्व जिगमिषुः
ઉપર બતાવ્યા પ્રમાણે પૃચ્છાની સંજ્ઞા ઉત્પન્ન થયા પછી પણ, કોઈકને તે સંજ્ઞા શાંત પણ થઈ જાય, અને કોઈકને જિજ્ઞાસા પેદા કરે તેવા પ્રકારના નિમિત્તથી બોધ વિશદ થવાથી, તત્ત્વ પૂછવાની બળવાન ઈચ્છા થાય છે; અને તે જીવ પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળા જીવ કરતાં અસંખ્યાતગુણ અધિક નિર્જરા કરે છે.
:
સામાન્ય રીતે ધર્મની પૃચ્છા કરતા હોય કે ધર્મ સાંભળતા હોય; તે બધાનો જ આમાં સમાવેશ થાય છે તેમ નથી, પરંતુ વિશેષ પ્રકારના રાગાદિ અલ્પ થવાના કા૨ણે જેમને તત્ત્વના વિષયમાં સામાન્ય બોધ થવાથી તત્ત્વને પૂછવાનો અભિલાષ પેદા થાય છે, જે અભિલાષ, સામગ્રી પ્રાપ્ત થતાં તત્ત્વબોધમાં જ વિશ્રાંત થાય તેવો છે, તેવા પ્રકારની જિજ્ઞાસા ધરાવતા જીવનો જ અહીં પ્રવેશ થઈ શકે. તેથી તત્ત્વની પૃચ્છા કરનારા કે પૂછવાની ઈચ્છા કરીને સાધુ પાસે જવાની ઈચ્છાવાળા બધા જીવોનો આ ભૂમિકામાં પ્રવેશ થતો નથી; પરંતુ વિશેષ જિજ્ઞાસાથી પૃચ્છા કરવાની જેને ઈચ્છા થઈ છે અને તેથી સાધુ પાસે જવાની ઈચ્છાવાળા છે, તેઓનો આમાં સમાવેશ થાય છે.
(૨) વિસ્થિતઃ ધર્મ પૃચ્છન્ :
આદર અને બહુમાનભાવથી સાધુ પાસે આવનાર પ્રસ્તુત ભૂમિકાવાળા જીવોનો માર્ગાનુસારી બોધ જ તેવા પ્રકારનો હોય છે કે જેથી યોગ્ય ગુરુને તેઓ સમજી શકે છે, તેથી તેમની પાસે અત્યંત આદરપૂર્વક અને ભક્તિથી પ્રશ્નની પૃચ્છા કરે છે. આ રીતે વિનયાદિ ક્રિયામાં રહીને વિવેકપૂર્વક ધર્મને પૂછનાર જીવ ઉપર બતાવેલ ભૂમિકાવાળા જીવ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
રૂપ
અધ્યાત્મસ્વરૂપાધિકાર (૪) પ્રતિપિત્યું -
વિવેકપૂર્વક ધર્મને પૂછતાં પૂછતાં “યોગ્ય ધર્મને મારે જીવનમાં સ્વીકારવો છે,” આવી જાતની તીવ્ર મનોવૃત્તિ જેને થાય છે તે પ્રતિપિત્રુ' કહેવાય છે.
જો કે ધર્મ પૂછનારને ધર્મનું પૂરું મહત્ત્વ હોવાના કારણે ધર્મને સ્વીકારવાની ઈચ્છા તો છે, તો પણ પૂછનાર જીવ કરતાં સ્વીકારની ભૂમિકાને પામેલ જીવમાં ધર્મને સ્વીકારવાનો તીવ્ર પરિણામ હોય છે, અને તેને આ તાત્ત્વિકધર્મ જ મારે સ્વીકારવો છે તેવી બળવાન આકાંક્ષાનો પ્રાદુર્ભાવ થાય છે, અને તે જીવ પૂર્વની ગુણશ્રેણીને પામેલ જીવ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
(૫) સૃનન્ :- વિવેકપૂર્વક ધર્મને પૂછતો જીવ જ્યારે ધર્મ સાંભળે છે ત્યારે ગુરુ પાસેથી સાચો ધર્મ સ્વીકારવાનો જેને પરિણામ થાય છે તે “પ્રતિપિલ્સ” છે. અને આવો જીવ ધર્મ સાંભળી ગુરુ પાસે સમ્યગ્દર્શનને સ્વીકારતો હોય અને તઅર્થક ઉચિત પ્રતિજ્ઞાને કરતો હોય તેને અહીં “મૃગન” થી ગ્રહણ કરેલ છે. પ્રતિપિલ્સ કરતાં ધર્મને સ્વીકારતો= સમ્યગ્દર્શન પામતો, જીવ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૬) પૂર્વ પ્રતિપત્ર ન :
જે જીવ સમ્યગ્દર્શનની પ્રતિજ્ઞા કરતો હોય તેના કરતાં પણ જે જીવ સમ્યગ્દર્શન પૂર્વમાં પામેલ હોય તે અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, અને તે પૂર્વપ્રતિપન્ન સમ્યગ્દર્શનવાળો છે, જેને અહીં છઠા ભેદથી ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શન સ્વીકારતી વખતે જે અધ્યવસાય છે તેના કરતાં જે જીવ સમ્યગ્દર્શન પહેલાં પામેલો છે તેનો અધ્યવસાય વિશુદ્ધ છે. તેથી તેને અસંખ્યાતગુણ નિર્જરા કહેલ છે.
અહીં સમ્યગ્દર્શન સ્વીકારનારમાં પણ જેઓ ભાવથી સમ્યગ્દર્શન પામતા હોય તેમને જ ગ્રહણ કરવાના છે, અને સમ્યગ્દર્શન પામેલામાં પણ જેઓ ભાવથી સમ્યગ્દર્શન પામેલા હોય તેમને જ ગ્રહણ કરવાના છે.
(૭) શ્રાદ્ધ :
દેશવિરતિવાળો શ્રાવક પૂર્વપ્રતિપત્રદર્શન શ્રાવક કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૩૬
(૮) યતિ ત્રિવિદ્યા :
સર્વવિરતિવાળો યતિ દેશવિરતિવાળા શ્રાવક કરતાં અસંખ્યાતગણી નિર્જરા કરે છે. વળી તે સર્વવિરતિવાળા યતિ ત્રણ પ્રકારના છે. (૧) સામાયિક ચારિત્રવાળા, (૨) છેદોપસ્થાપનીય ચારિત્રવાળા અને (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા.
જોકે ચારિત્ર પાંચ પ્રકારનું છે, પરંતુ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રરૂપ બે પ્રકારવાળા યતિઓનો આગળમાં કહેવાનારા ભેદોમાં અંતર્ભાવ થતો હોવાથી અહીં ત્રિવિધ યતિ' કહેલ છે, જે શ્રાવક કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
(૧) અનંતાક્ષર :
અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અથવા સર્વવિરતિધર આ ત્રણમાંથી કોઈ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભની ક્ષપણા કરે છે, પરંતુ સમ્યક્ત્વમોહનીય મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયની ક્ષપણા કરતા નથી, તેવા જીવો અનંતાનુબંધીના ક્ષેપક કહેવાય છે. આને શાસ્ત્રની પરિભાષામાં અનંતાનુબંધીની વિસંયોજના' કહે છે, અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી કોઈ જીવ નિમિત્તને પામીને મિથ્યાત્વમાં જાય, તો અનંતાનુબંધી સત્તામાં નહિ હોવા છતાં પ્રત્યાખ્યાની આદિ કષાયોને અનંતાનુબંધીરૂપે કરીને ફરીથી અનંતાનુબંધી કષાયની સત્તાને પ્રાપ્ત કરે છે; અને અનંતાનુબંધીની ક્ષપણાકાળમાં અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો પણ, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા મુનિ કરતાં પણ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૨૦) રક્ષપર્વ :
સાયિક સમ્યકત્વ પામનાર જીવે પૂર્વમાં આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ ખંડક્ષપકશ્રેણિ કરે છે, અને જેણે શ્રેણિ માંડતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું નથી, તે જીવ અખંડ ક્ષપકશ્રેણિ કરે છે. આમ, બંને પ્રકારના જીવો ચોથાથી સાતમા ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં દર્શનસપ્તકની ક્ષપણાનો પ્રારંભ કરે છે. આવા જીવો અનંતાનુબંધીની વિસંયોજના કરનારા જીવો કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૭.
અધ્યાત્મસ્વરૂપાધિકાર (૨૨) મોદશમ :
દર્શનસપ્તકની ક્ષપણા કરતાં પણ ઉપશમશ્રેણી માંડનાર મોહશમક અપ્રમત્તમુનિ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, અને તે જીવ આઠમા ગુણસ્થાનકથી માંડીને યાવતુ દસમા ગુણસ્થાનક સુધી ઉત્તરોત્તર અધિક-અધિક અસંખ્યાતગુણ નિર્જરા કરે છે અને ત્યારપછી તે ઉપશાંતમોગુણસ્થાનકમાં જાય છે.
(૨૨) ૩ શાંતનોદ :
ઉપશમશ્રેણિ માંડનાર જીવ જ્યારે અગિયારમા ગુણસ્થાનકમાં આવે છે. ત્યારે, તેનો સંપૂર્ણ મોહ શમી ગયો હોવાથી તે “ઉપશાંત વીતરાગ” કહેવાય છે, અને ત્યારે ઉપશમશ્રેણી કરતાં અસંખ્યાતગુણ અધિક નિર્જરા તે કરે છે.
(૨૩) ક્ષણ :
ક્ષપકશ્રેણી માંડનાર જીવ જ્યારે દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી આઠમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી ચારિત્રમોહની ક્ષપણા કરે છે ત્યારે તે ક્ષપક' કહેવાય છે. જોકે તે વખતે તે વીતરાગ નથી તો પણ ઉપશાંત વીતરાગ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, કેમ કે ઉપશાંત વીતરાગ કરતાં પણ મહાવીર્યથી જીવ ક્ષપકશ્રેણીમાં ચઢેલો છે. તેથી અગિયારમા ગુણસ્થાનકવર્તી ઉપશાંત વીતરાગ કરતાં પણ આઠમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનકવર્તી ક્ષપકશ્રેણીવાળો જીવ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૨૪) ક્ષીનમોદ :
ક્ષપકશ્રેણી માંડનાર જીવ જ્યારે બારમા ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે સત્તામાંથી સંપૂર્ણ મોહનો અભાવ થાય છે, તેથી તે ક્ષીણમોહવાળો કહેવાય છે. અને તે ભૂમિકામાં મોહની સત્તાનો અભાવ હોવા છતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય એ ત્રણ ઘાતિકર્મોનો ઉદય છે, તેથી બારમા ગુણસ્થાનકકાળમાં “ક્ષપકશ્રેણી કાળ' કરતાં અસંખ્યાતગુણ નિર્જરા હોવા છતાં કેવલી કરતાં નિર્જરા ઓછી છે. (૨૫) નિન દેવની -
ક્ષીણમોહમાં સંપૂર્ણ મોહનો અભાવ હોવા છતાં શેષ ત્રણ ઘાતી કર્મો વિપાકમાં હોય છે, તેથી કેવલી કરતાં ત્યાં શુદ્ધિ ઓછી છે, અને કેવલીને સર્વથા G-૫
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
અધ્યાત્મસાર , ઘાતિકર્મોનો અભાવ હોવાથી ક્ષણમોહ કરતાં જિન કેવલીને અસંખ્યાતગુણ નિર્જરા થાય છે. (૨૬) યોગી વેવની - * * * જિન કેવલીને પણ યોગની પ્રવૃત્તિ છે, જેથી આત્મવીર્ય પુદ્ગલોમાં પ્રવર્તે છે; જ્યારે અયોગી કેવલીનું સંપૂર્ણ વીર્ય આત્મભાવમાં સ્થિર હોવાથી જિન કેવળી કરતાં અયોગી કેવલીમાં અસંખ્યાતગુણ નિર્જરા છે. ૬. : ઉપર બતાવેલ પૃચ્છાઉત્પન્નસંજ્ઞાથી માંડીને અયોગી કેવળી સુધીના ક્રમને આશ્રયીને તે બધામાં રહેલી આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. અહીં ‘૩૧મી શબ્દ પૂરવર્તી વસ્તનો પરામર્શક છે અને પૂર્વના શ્લોકોમાં અયોગી કેવલી સુધીના જે જીવો બતાવ્યા તે બધામાં વર્તતી અને બુદ્ધિમાં ઉપસ્થિત એવી નિર્જરાને “મી” પદથી બતાવેલ છે, અને આ જીવોને યથાક્રમ અસંખ્યાતગણી નિર્જરા કહેવાઈ છે '' : એ બતાડવા માટે જ “થોમમ્ .... સંધ્યમુનિર્ન” એ પદ ૧૧ મા શ્લોકનાં-પૂર્વાર્ધમાં મૂકેલ છે, અને ઉત્તરાર્ધમાં મૂકેલ “તિતઘં .... વેર્નયા જિ દિ પદ એ દર્શાવવા છે કે, પૃચ્છાઉત્પન્નસંજ્ઞાદિમાં ક્રમસર અસંખ્યાતગુણી નિર્જરા છે; આથી કરીને અંશથી પણ અધ્યાત્મવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. In૨-૮|| ૧૦/૧૧II, અવતરણિકા
શ્લોક-૪માં કહ્યું કે ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષમાર્ગ જ્ઞાન-ક્રિયારૂપ છે, તો અધ્યાત્મ શું ક્રિયારૂપ જ છે કે ઉભયરૂપ છે ? તેથી કહે છે -
- . : : "
ज्ञानं शुद्धं क्रिया शुद्धे-त्यंशी द्वाविह सङ्गतौ । ...
चक्रे महारथस्येव, पक्षाविव पतत्रिणः ।।१२।। અન્વયાર્થ
મદરથરી પદે રુવ જેમ મહારથનાં બે ચક્રો, (ગતિ કરવામાં સહાયક થાય છે. અથવા) પતત્રિ: પક્ષૌ રુવ પક્ષીની બે પાંખો, (ઊડવામાં સહાયક થાય છે) ઈમ રૂઢ અહીં અધ્યાત્મમાર્ગમાં શુદ્ધ જ્ઞાનં, શુદ્ધ શિયા રૂતિ દ્વૌ વંશ શુદ્ધ જ્ઞાન
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૯.
અધ્યાત્મસ્વરૂપાધિકાર (અને) શુદ્ધ ક્રિયા એ રૂપ બે અંશો અતી સંગત છે=અધ્યાત્મમાર્ગમાં ગમન કરવામાં કારણરૂપ છે. ર૧ી. શ્લોકાર્ધ :
જેમ મહારથનાં બે ચક્રો ગતિ કરવામાં સહાયક થાય છે અથવા પક્ષીની બે પાંખો ઊડવામાં સહાયક થાય છે, તેમ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ પ્રકારના બે અંશો જીવને અધ્યાત્મમાર્ગમાં ગમન કરવામાં કારણરૂપ છે. ર-૧રા ભાવાર્થ - . જે રીતે મહારથને ગતિ કરવામાં બે ચક્રો સહાયક થાય છે અને પક્ષીને ઊડવામાં તેની બે પાંખો કારણરૂપ છે, ચક્ર અને પાંખના અભાવમાં કે તેની ન્યૂનતામાં રથ અને પંખી સહેલાઈથી ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકતાં નથી; તે જ રીતે અધ્યાત્મમાર્ગમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા બંને આવશ્યક છે. ગમે તે એકથી અધ્યાત્મમાર્ગમાં વિકાસ સાધી શકાતો નથી. તેથી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા સ્વરૂપ બે અંશોના સમુદાયરૂપ અધ્યાત્મ છે. ll૨-૧૨ાા
तत्पञ्चमगुणस्थाना-दारभ्यैवैतदिच्छति ।
निश्चयो व्यवहारस्तु, पूर्वमप्युपचारतः ।।१३।। અન્વયાર્થ :
તત્ તે કારણથી શ્લોક-૧૨ માં કહ્યું કે અધ્યાત્મ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ છે તે કારણથી, પન્ચમારચનાત્ પરચૈવ પાંચમાં ગુણસ્થાનકથી માંડીને જ નિશ્ચય: નિશ્ચયનય પતર્ આને અધ્યાત્મને રુચ્છતિ ઈચ્છે છે. વ્યવહાર: તુ પૂર્વ લપિ વ્યવહારનય વળી પૂર્વમાં પણ ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થા સુધી પણ પરતઃ ઉપચારથી (અધ્યાત્મને ઇચ્છે છે). ૨-૧૩ શ્લોકાર્ચ -
શ્લોક-૧૨માં કહ્યું કે, અધ્યાત્મ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ છે. તે કારણથી, પાંચમા ગુણસ્થાનકથી માંડીને નિશ્ચયનય અધ્યાત્મને ઇચ્છે છે, વળી વ્યવહારનય ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થા સુધી પણ ઉપચારથી અધ્યાત્મને ઇચ્છે છે. -૧all .
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
અધ્યાત્મસાર ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ અધ્યાત્મ છે તેમ કહ્યું તે કારણથી, નિશ્ચયનય અધ્યાત્મને પાંચમા ગુણસ્થાનકથી સ્વીકારે છે; કેમ કે પાંચમા ગુણસ્થાનકમાં સમ્યક્ત્વને કારણે શુદ્ધ જ્ઞાન હોય છે, અને દેશવિરતિની ક્રિયા ગુણસ્થાનકની પરિણતિવાળી હોવાના કારણે શુદ્ધ છે.
વળી વ્યવહારના પૂર્વમાં પણ અર્થાત્ ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થામાં પણ ઉપચારથી અધ્યાત્મને ઇચ્છે છે; કેમ કે અપુનબંધકાદિ અવસ્થામાં પણ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાની કારણભૂમિકા છે, તેથી અધ્યાત્મની કારણભૂત ભૂમિકાને પણ વ્યવહારનય ઉપચારથી અધ્યાત્મ કહે છે. ||૨-૧૩ અવતરણિકા :
પૂર્વના શ્લોકમાં કહ્યું કે નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મને સ્વીકારે છે, ત્યાં પ્રશ્ન થાય કે, ચોથા ગુણસ્થાનકમાં પણ મિથ્યાત્વના અભાવને કારણે સમ્યજ્ઞાન છે અને અનંતાનુબંધી કષાયના અભાવને કારણે અંશથી શુદ્ધ ક્રિયા પણ છે, તેથી ત્યાં અધ્યાત્મ કેમ નથી ? તે શંકાના નિવારણ અર્થે ચોથા ગુણસ્થાનકમાં પણ નિશ્ચયનયથી કેવા પ્રકારનું અધ્યાત્મ છે, તે બતાવતાં કહે છે –
चतुर्थेऽपि गुणस्थाने, शुश्रूषाद्या क्रियोचिता ।
अप्राप्तस्वर्णभूषाणां, रजताभूषणं यथा ।।१४।। અન્વયાર્થ :
યથા પ્રાપ્તસ્વમૂવાનાં રત મૂષ જે પ્રકારે અપ્રાપ્ત સુવર્ણના આભૂષણવાળાઓને રજતનું આભૂષણ છે તે પ્રકારે) વસુયૅડ
િસ્થાને ચોથા પણ ગુણસ્થાનમાં શુકૂવાઘા પિતા ડ્યિા શુશ્રુષા આદિ ઉચિત ક્રિયાઓ છે. I૧૪ll નોંધ :
“ચતુર્થેડ”િમાં “જિ” થી એ કહેવું છે કે પાંચમા ગુણસ્થાનકમાં તો ઉચિત ક્રિયા છે જ, પરંતુ ચોથા પણ ગુણસ્થાનકમાં શુશ્રુષાદિ ઉચિત ક્રિયાઓ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૧
અધ્યાત્મસ્વરૂપાધિકાર શ્લોકાર્ય :
જે પ્રકારે અપ્રાપ્ત સુવર્ણના આભૂષણવાળાઓને રજતનું આભૂષણ છે, તે પ્રકારે ચોથા પણ ગુણસ્થાનકમાં શુશ્રુષા આદિ ઉચિત ક્રિયાઓ છે. 1ર-૧૪ll ભાવાર્થ :
જેમ સુવર્ણના આભૂષણની અપ્રાપ્તિમાં રજતનાં અર્થાત્ ચાંદીનાં આભૂષણ ઉચિત છે, તેમ દેશવિરતિ આદિની ક્રિયા જેમને પ્રાપ્ત થઈ નથી તેમને, અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી નિષ્પન્ન એવી શુશ્રુષા વગેરે ક્રિયા ઉચિત છે. તેથી ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મ સંગત છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી શુદ્ધ ક્રિયા માને છે, કેમ કે સ્થૂલદૃષ્ટિથી પાંચમા ગુણસ્થાનક પહેલાં વિરતિની ક્રિયા નથી; અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો ચોથા ગુણસ્થાનકમાં પણ શુશ્રુષાદિ ક્રિયાઓ છે, તેને આશ્રયીને ચોથા ગુણસ્થાનકમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા નિશ્ચયનય સ્વીકારે છે; ફક્ત તે શુદ્ધ ક્રિયા પાંચમા ગુણસ્થાનકની શુદ્ધ ક્રિયા કરતાં ઘણી અલ્પતાવાળી છે, તેથી રજતનાં આભૂષણ જેવી છે. ૨-૧૪ - અવતરણિકા -
ચોથા ગુણસ્થાનકમાં શુશ્રુષાદિ ઉચિત ક્રિયા છે, તેથી ત્યાં રજતના આભૂષણ જેવું અધ્યાત્મ સંગત થાય. પરંતુ અપુનબંધક અવસ્થાવાળા જીવને મિથ્યાત્વનો ઉદય હોવાથી તેનું જ્ઞાન પણ શુદ્ધ નથી, તેમ જ અન્યદર્શનની કે જૈનદર્શનની ક્રિયાઓ કરે છે તે પણ શુદ્ધ નથી, તો અપુનબંધકને ઉપચારથી પણ અધ્યાત્મ કઈ રીતે હોઈ શકે ? તે પ્રકારની શંકાનું નિવારણ કરતાં કહે છે –
अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता ।
चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा ।।१५।। અન્વયાર્થ
| સર્જનમેરે સપુનર્વઘવસ્થા દર્શનના ભેદ વડે અપુનબંધકની પણ - શમસંયુતા ચિત્રા યા યા શમથી યુક્ત એવી વિવિધ પ્રકારની જે ક્રિયા (છે) સી. ઘર્મવિખયાય તે ધર્મવિનના ક્ષય માટે થાય છે. -૧પ
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસારી : શ્લોકાર્થ :- દર્શનના ભેદથી અપુનર્બધેકની પણ શમથી યુક્ત એવી વિવિધ પ્રકારની જે ક્રિયા છે, તે ધર્મવિનના ક્ષય માટે થાય છે. ll-૧પ ભાવાર્થ :
અન્યદર્શનમાં રહેલ કે જૈનદર્શનમાં રહેલ અપુનબંધક જીવ, ભવસ્વરૂપને જાણીને ભવથી ઉદ્વિગ્ન થયેલ પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તનારો છે. તેમ જ ભિન્ન ભિન્ન દર્શનમાં રહેલા અપુનર્ધધક જીવોને આશ્રયીને વિવિધ પ્રકારની ક્રિયાઓ માન્ય છે.
અન્યદર્શનમાં રહેલ અપુનર્બક જીવ સંસારથી અતીત તત્ત્વની ઉપાસના કિરતો તે તે દર્શનની ક્રિયાને કરે છે, તેથી તેવા અપુનબંધકને સંસારથી અતીત તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે અને તેનો અસંઘ્રહ નષ્ટ જેવો હોય છે. પરિણામે તેવા જીવમાં બલવાન અસથ્રહના કારણભૂત કષાયનો ઉપશમરૂપ શેમ વર્તતો હોય છે, અને તે જીવ શમભાવથી યુક્ત એવી સંસારથી અતીત તત્ત્વની ઉપાસનારૂપ જે ક્રિયા કરે છે, તે તાત્ત્વિકધર્મની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મરૂપ વિનના ક્ષય માટે થાય છે. કેમ કે શમસંયુક્ત તે તે પ્રકારની ક્રિયાઓથી ધીરેધીરે તે સંસારથી વિમુખ અને અતીત તત્તમાં વધુને વધુ અભિમુખ થતો જાય છે.
આમ, અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવને જૈનધર્મ જાણવા મળે ત્યારે અને જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવને વિશેષ સામગ્રી મળે ત્યારે, અસદ્ગત નિવર્તનીય હોવાને કારણે તત્ત્વની પ્રાપ્તિ શીવ્ર થાય છે, તેથી તત્ત્વની પ્રાપ્તિનું કારણ હોવાથી અપુનબંધક જીવની ક્રિયા અધ્યાત્મનું કારણ છે. l૨-૧પII અવતરણિકા :
અપુનબંધક જીવની ક્રિયા અશુદ્ધ હોય છે, તેથી તેની ક્રિયા તેને અધ્યાત્મનું કારણ કઈ રીતે બને ? એ શંકાના નિવારણ અર્થે કહે છે –
अशुद्धाऽपि हि शुद्धाया:, क्रिया हेतुः सदाशयात् । તાÄ રસીનુઘેન, સ્વત્વમધતિ (ાદ્દા.
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૩
#
'
%
,
અધ્યાત્મસ્વરૂપાધિકાર અન્વયાર્થઃ
દિ જે કારણથી સાશયાત્ શુદ્ધ થિ સદાશય હોવાથી અશુદ્ધ પણ ક્યિા શુદ્ધીયા દેતુઃ શુદ્ધનો શુદ્ધ ક્રિયાનો હેતુ છે. (જેમ) રસાનુ9ઘન તાક્યું રવત્વમધમતિ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે. (તે કારણથી અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મવિઘ્નના ક્ષય માટે થાય છે; તેમ પૂર્વશ્લોક સાથે ‘હિં નો અન્વય છે.) ૨-૧૦ાાં . . * દિયમાત્ અર્થમાં છે.
શ્લોકાર્થ :- જે કારણથી સદાશય હોવાથી અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ છે, જેમ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે; તે કારણથી અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મવિદનના ક્ષય માટે થાય છે. રિ-૧૧ાા ભાવાર્થ :
, જૈનદર્શન કે અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને સંસારથી પર એવા અતીત તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે, અને અનાભોગમાત્રથી યત્કિંચિત્ અસદ્ગહ હોય છે. વળી આ અસદ્ગહ પ્રાયઃ મૃત જેવો અને સામગ્રી પ્રાપ્ત થતાં નિવર્તન પામે તેવો હોય છે. આમ, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ સદાશયને કારણે-અપુનબંધકની અન્યદર્શનની કે જૈનદર્શનની અશુદ્ધ પણ ક્રિયા, જેનદર્શનની શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે; જેમ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે. ' * સદાશયથી યુક્ત ક્રિયા કરતો એવો અપુનબંધક જીવ, સામગ્રી પ્રાપ્ત થતાં એ જ ભવમાં સન્માર્ગને પ્રાપ્ત કરે છે, અને ક્વચિત્ તે ભવમાં સામગ્રી ન મળે તો પણ સદાશયને કારણે બંધાયેલાં શુભકર્મોથી તેને સન્માર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. - પ્રસ્તુત શ્લોકમાં રસના અનુવેધને સ્થાને સદાશય છે, તાંબાના સ્થાને અપુનબંધકની અશુદ્ધ ક્રિયા છે અને સુવર્ણના સ્થાને ભવિષ્યમાં થનારી શુદ્ધ ક્રિયા છે; અને આ શ્લોકનો અન્વયે પૂર્વશ્લોક સાથેના જોડાણવાળો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મમાં વિઘ્ન કરનાર કર્મનો નાશ કરીને શુદ્ધ ક્રિયારૂપ ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અધ્યાત્મનું કારણ હોવાથી વ્યવહારનય અપુનબંધક જીવમાં પણ અધ્યાત્મ સ્વીકારે છે. આર-૧
ગા'
,
,
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादृशामपि । द्रव्यसम्यक्त्वमारोप्य, ददते धीरबुद्धयः । । १७ ।।
૪૪
અન્વયાર્થ :
અતઃ આથી કરીનેસદાશયને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે આથી કરીને, મિથ્યવૃશાન્ સપિ મિથ્યાદ્દષ્ટિઓને પણ માર્ગપ્રવેશાય માર્ગપ્રવેશ માટે દ્વવ્યસમ્યવત્ત્વમ્ ગારો દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને ધીરવુદ્ધયઃ વ્રતં તે ધીર બુદ્ધિવાળા વ્રતને આપે છે. II૨-૧૭ના
નોંધઃ
“ધીરવુદ્ધયઃ” શાસ્ત્ર પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાની જેઓની મતિ છે તેવા સાધુઓ, કેવલ શિષ્યના હિત માટે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવારૂપ શિષ્યને દીક્ષા આપે છે, તેઓ ધીર બુદ્ધિવાળા છે.
શ્લોકાર્થ =
સદાશયને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ છે, આથી કરીને મિથ્યાદષ્ટિને પણ માર્ગપ્રવેશ માટે દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને ધીરબુદ્ધિવાળા વ્રતને આપે છે. ||૨-૧૭]
ભાવાર્થ:
સદાશય હોવાને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે, આથી કરીને જ મિથ્યાદ્દષ્ટિ જીવને પણ વ્રત આપવાની વિધિ છે. કેમ કે મંદ મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યાદ્દષ્ટિ જીવ અશુદ્ધ ક્રિયા કરતો હોવા છતાં પણ, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ સદાશય હોવાથી, તેની અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે. તેથી ધીરબુદ્ધિવાળા એવા સાધુ-મહાત્માઓ વ્રત લેવાને અભિમુખ થયેલા મિથ્યાદૃષ્ટિને, દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને દેશિવરિત કે સર્વવિરતિરૂપ વ્રતો આપે છે; જેથી પરિણામે તે ક્રિયાઓ દ્વારા મિથ્યાત્વ મંદ-મંદતર થવાથી સમ્યગ્દર્શનરૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. II૨-૧૭॥
અવતરણિકા :
શ્લોક-૧૭ માં કહ્યું કે મિથ્યાદષ્ટિને પણ ધીરબુદ્ધિવાળા વ્રત આપે છે. તેથી કેવા પ્રકારના મિથ્યાદૃષ્ટિને વ્રત આપવું જોઈએ ? તે બતાવતાં કહે છે -
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૫
અધ્યાત્મસ્વરૂપાધિકાર
यो बुद्ध्वा भवनैर्गुण्यं, धीरः स्याद् व्रतपालने । स योग्यो भावभेदस्तु, दुर्लक्ष्यो नोपयुज्यते । । १८ ।।
અન્વયાર્થ :
મવનૈનુખ્ય વુધ્ધા ભવ=સંસારની નિર્ગુણતાને જાણીને વ્રતપાતને ય: ધીર: સ્વાત્ વ્રતપાલનમાં જે ધીર હોય સઃ યોગ્યઃ તે યોગ્ય છે. તુ વળી દુર્લક્ષ્યો માવમેવ દુર્લક્ષ્ય એવો ભાવનો ભેદ=જાણી ન શકાય તેવો ભાવવિશેષ (વ્રત આપવા માટે) પપ્પુતે ન ઉપયોગી નથી. II૨-૧૮॥
શ્લોકાર્થ :
સંસારની નિર્ગુણતાને જાણીને વ્રતપાલનમાં જે ધીર હોય તે યોગ્ય છે. વળી જાણી ન શકાય તેવો ભાવવિશેષ, અર્થાત્ સ્વીકારાતાં વ્રતોના ગુણસ્થાનકની પરિણતિરૂપ જાણી ન શકાય તેવો ભાવવિશેષ, વ્રત આપવા માટે ઉપયોગી નથી. II૨–૧૮૫ ભાવાર્થ:
જીવમાં મિથ્યાત્વ મંદ થવાથી જીવની કંઈક નિર્મળ દૃષ્ટિ થાય છે, અને કંઈક નિર્મળ થયેલી દૃષ્ટિને કારણે અથવા સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થવાને કારણે જીવ ભવના નૈર્ગુણ્યને જાણી શકે છે, અર્થાત્ ભવને વિષ્ટાતુલ્ય જાણે છે. અને આવો જીવ જ્યારે વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થયેલો હોય, તેમ જ વ્રતનું પાલન કરવામાં ધૈર્યવાળો હોય, ત્યારે તે જીવ વ્રત આપવા માટે યોગ્ય છે; પરંતુ ભાવથી તેને વ્રતનો પરિણામ થયો છે કે નહિ ? તે છદ્મસ્થ જાણી શકે નહિ. તેથી ગુણસ્થાનકના પરિણામરૂપ ભાવવિશેષનો અતીન્દ્રિય જ્ઞાની સિવાય કોઈ નિર્ણય કરી શકે નહિ. તેથી ગુણસ્થાનકની પરિણતિરૂપ આવો ભાવ જ સંયમ માટે આવશ્યક છે તેમ કહી શકાય નહિ. માટે જ ધીરબુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યાદ્દષ્ટિને પણ યોગ્ય જાણીને દીક્ષા આપે છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનય, ગુણસ્થાનકનો પરિણામ જેને થઈ ચૂકેલો હોય કે વ્રત ઉચ્ચ૨તી વખતે જેને થવાનો હોય તેને જ વ્રત આપવું ઉચિત માને છે. પરંતુ વ્યવહારનય ગુણસ્થાનકનો પરિણામ જેને થયો ન હોય કે તાત્કાલિક થાય તેવો ન હોય તો પણ, જે જીવ ભવની નિર્ગુણતાને જાણીને વ્રતનું પાલન ક૨વામાં
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર:
૪૬ ધીર છે તેવા જીવને વ્રત આપવાનું સ્વીકારે છે. કેમ કે વ્યવહારનય માને છે કે વ્રતના અભ્યાસથી પણ ક્રમે કરીને ભાવથી વ્રતનો પરિણામ થઈ શકે છે. ૨-૧૮ાા
नो चेद्भावापरिज्ञाना-त्सिद्ध्यसिद्धिपराहतेः ।
दीक्षाऽदानेन भव्यानां, मार्गोच्छेदः प्रसज्यते ।।१९।। અન્વયાર્ચ -
- નો ચે આમ ન માનો તો=ભવનેગૃશ્યવાળા અને વ્રતપાલનમાં ધીર એવા જીવને વ્રત આપી શકાય એમ ન માનો તો, માવારિસ્સાના ભાવનું અપરિજ્ઞાન હોવાથી=દીક્ષા લેનાર જીવમાં સંયમને અનુકૂળ ભાવ નિષ્પન્ન થયો છે કે નહિ ? એ પ્રકારના ભાવનું અપરિજ્ઞાન હોવાથી, મચાનાં ભવ્ય જીવોને રીક્ષાદાનેન (ગુરુ વડે) દીક્ષાનું અદાન થવાથી માચ્છઃ પ્રસંગતે માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.. * : (અહીં શંકા થાય કે શાસ્ત્રવચનથી ગુણસ્થાનકનો નિર્ણય કરીને, જે જીવમાં ભાવથી ગુણસ્થાનક પરિણામ પામેલું છે તેને જ દીક્ષા આપવાથી માર્ગનો ઉચ્છેદ થશે નહિ, તેથી કહે છે –) સિધ્યરિદ્ધિપ૨હિતે સિદ્ધિ અને અસિદ્ધિ હોવાને કારણે (દીક્ષા-દાનરૂપ ક્રિયાની) પરાહતી નિરર્થકતા, હોવોથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે. ર૧૯i શ્લોકાર્ચ - " ભવનેગૃથ્યને જાણનાર અને વ્રતપાલનમાં ધીર એવા જીવને વ્રત આપી શકાય તેમ ન માનો તો, દીક્ષા લેનાર જીવમાં સંયમને અનુકૂળ ભાવ નિષ્પન્ન થયો છે કે નહિ ? એ પ્રકારના ભાવનું અપરિજ્ઞાન હોવાથી ભવ્ય જીવોને ગુરુ વડે દીક્ષાનું અદાન થવાથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.
અહીં શંકા થાય કે શાસ્ત્રવચનથી ગુણસ્થાનકનો નિર્ણય કરીને, જે જીવમાં ભાવથી ગુણસ્થાનક પરિણામ પામેલું છે તેને જ દીક્ષા આપવાથી માર્ગનો ઉચ્છેદ થશે નહિ, તેથી ધે છે – સિદ્ધિ અને અસિદ્ધિ હોવાને કારણે દીક્ષાદાનરૂપ ક્રિયાની નિરર્થકતા હોવાથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે. ll૨-૧૯ી. ભાવાર્થ :
શ્લોક-૧૮ માં બતાવ્યું કે જે જીવ ભવના નૈર્ગુણ્યને જાણતો હોય અને
Page #66
--------------------------------------------------------------------------
________________
૪છે
અધ્યાત્મસ્વરૂપાધિકાર વ્રતપાલનમાં ધીર હોય તેને દીક્ષા અપાય. તે જે વાતને દૃઢ કરતાં ગ્રંથકાર કહે છે કે, જો-તેમ ન માનો. અને જે જીવને ભાવથી ગુણસ્થાનકનો પરિણામ થયેલો છે તેને જ દીક્ષા અપાય તેમ માનો તો, દીક્ષા લેવા માટે તૈયાર થયેલા જીવમાં ગુણસ્થાનકનો ભાવ થયેલ છે કે નહિ, તેનું પરિજ્ઞાન છબસ્થ એવા ગુરુને નહીં હોવાથી, ભવ્ય જીવોને પણ ગુરુ દીક્ષા આપી નહિ શકે. પરિણામે સંયમના વેશવાળા સાધુની પ્રાપ્તિરૂપ માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.
અહીં પૂર્વપક્ષી કહે કે શ્રુતજ્ઞાનથી જીવમાં ગુણસ્થાનકનો પરિણામ થયો છે તેવો નિર્ણય થાય, ત્યારે તેને દીક્ષા આપવાથી દીક્ષાના માર્ગનો ઉચ્છેદ થશે નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જીવમાં ભાવથી સંયમનો પરિણામ થયો છે તો ભાવની સિદ્ધિ હોવાને કારણે દીક્ષા આપવારૂપ દીક્ષાના દાનની પરાહતી છે, અર્થાત્ દીક્ષા આપવાની જરૂર નથી. કારણ કે ભાવથી જ નિર્જરારૂપે ફળની પ્રાપ્તિ તેને થઈ જશે, તેથી દીક્ષા આપવી નિરર્થક છે તેમ સિદ્ધ થશે. અને જીવમાં જો ભાવથી સંયમનો પરિણામ થયો નથી, તો ભાવની અસિદ્ધિ હોવાથી પૂર્વપક્ષીના મત પ્રમાણે દીક્ષા આપવાની પરાહતી છે, અર્થાત્ દીક્ષા આપવાની જરૂર નથી. તેથી દીક્ષા આપવારૂપ માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.
આમ, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના પ્રત્યુત્તરથી એ ફલિત થયું કે, જીવમાં ગુણસ્થાનકની સિદ્ધિ થયા પછી જ દીક્ષા આપવી ઉચિત છે તેમ મનાય નહિ. પરંતુ જેને ભવના નૈર્ગુણ્યનું જ્ઞાન છે અને જે જીવ વ્રતપાલનમાં ધીર છે તેને દિક્ષા આપવાથી માર્ગ ટકી શકે, અને દીક્ષા લેનારને પણ ભાવથી સંયમનો પરિણામ ન થયો હોય તો સંયમની ક્રિયાના સેવનથી પણ સંયમનો પરિણામ થઈ શકે છે. 'Jર-૧લા અવતરણિકા :
1. શ્લોક-૧૮ માં કહ્યું કે ભવનેગૃથ્યને જાણીને વ્રતપાલનમાં ધીર હોય તેને દીક્ષા આપી શકાય, પરંતુ ભાવથી ગુણસ્થાનક પરિણામ પામ્યું હોય તેને જ અપાય બીજાને નહિ તેવો નિયમ નથી. વળી તેની જ પુષ્ટિ શ્લોક-૧૯થી કરી. ત્યાં પ્રશ્ન થાય કે જેને ભાવથી ગુણસ્થાનક પરિણમન પામ્યું નથી તે જીવ બાહ્યવ્રતો પાળશે તે અશુદ્ધ હશે, અને તેવા અશુદ્ધ વ્રતો આત્મકલ્યાણનું કારણ કેવી રીતે બને? તેનું સમાધાન કરતાં કહે છે -
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
४८
अशुद्धानादरेऽभ्यासा-योगानो दर्शनाद्यपि ।
सिध्येनिसर्गजं मुक्त्वा, तदप्याभ्यासिकं यतः ।।२०।। અન્વયાર્થ :
૩૪શબ્દના અશુદ્ધનો અનાદર કરાયે છતે ૩સીયા અભ્યાસનો અયોગ થવાથી રર્શનઃ ૩જ નો રિથ્થર દર્શનાદિ પણ સિદ્ધ થાય નહિ. અત: જે કારણથી નિસબં નિસર્ગથી પેદા થયેલા એવા દર્શનાદિને મુન્દ્રા છોડીને તપ તે પણ= દર્શનાદિ પણ ૩ખ્યારિસ આભ્યાસિક છે. રિ-૨ના નોધ :
ર્શનાથ” માં “કારિ પદથી જ્ઞાનનું ગ્રહણ કરવાનું છે અને “” થી એ કહેવું છે કે ચારિત્ર તો આભ્યાસિક છે, પરંતુ દર્શન-જ્ઞાન પણ આભ્યાસિક છે. શ્લોકાર્ચ -
અશુદ્ધનો અનાદર કરાયે છતે અભ્યાસનો અયોગ થવાથી દર્શનાદિ પણ સિદ્ધ થાય નહિ, જે કારણથી નિસર્ગથી પેદા થયેલાં એવાં દર્શનાદિને છોડીને દર્શનાદિ પણ આભ્યાસિક છે. l૨-૨ના ભાવાર્થ :
ભાવથી ગુણસ્થાનક થયા પછી દીક્ષા આપવી ઉચિત છે, તેમ સ્વીકારીને અશુદ્ધ ક્રિયાનો અનાદર કરવામાં આવે તો, કોઈ જીવ ગુણસ્થાનકની પ્રાપ્તિ અર્થે તે તે ક્રિયાઓનો અભ્યાસ કરી શકશે નહિ. કેમ કે ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે તે ગુણસ્થાનકની ક્રિયા અશુદ્ધ જ હોય છે, અને અશુદ્ધ ક્રિયા કરાય નહિ તેમ કહીએ તો અભ્યાસમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. જો ગુણસ્થાનકને સ્પર્યા વિના પ્રવૃત્તિ થઇ જ ન શકે તેમ સ્વીકારીએ, તો સમ્યગ્દર્શનાદિ પણ પ્રગટ થઈ શકે નહિ. કેમ કે સમ્યગ્દર્શન બે રીતે થાય છે. ૧. નિસર્ગથી અને ૨. અધિગમથી.
નિસર્ગથી સમ્યગ્દર્શન જીવને વગર અભ્યાસે પ્રાપ્ત થાય છે, અને અધિગમથી સમ્યગ્દર્શન જીવ અભ્યાસથી જ પામે છે. મોટાભાગના જીવો અભ્યાસ કરી કરીને જ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ કરે છે.'
અધિગમથી સમ્યગ્દર્શન જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની પૂર્વે સમ્યગ્દર્શનને અનુકૂળ દર્શનાચાર સેવવાથી જ પ્રગટે છે. તેથી જેમ દર્શનની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૯
અધ્યાત્મસ્વરૂપાધિકાર દર્શનાચાર પણ શુદ્ધનું કારણ હોવાથી માન્ય છે, તેમ સંયમની અશુદ્ધ ક્રિયા પણ ભવનર્ગુણ્યને જાણતા એવા વ્રતના પાલનમાં ધીર પુરુષો માટે અભ્યાસરૂપે માન્ય છે, અને તેનાથી જ ક્રમસર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૨-૨૦ll અવતરણિકા -
પૂર્વમાં સ્થાપન કર્યું કે, અશુદ્ધ ક્રિયા પણ સદાશયથી શુદ્ધ ક્રિયાનો હેતુ છે. તેથી એ ફલિત થાય કે, સદાશયવાળી અશુદ્ધ ક્રિયામાં શુદ્ધ ક્રિયાને અનુકૂળ કાંઈક શુદ્ધતા છે; તેથી અશુદ્ધ ક્રિયામાં કેવી શુદ્ધતા રહેલ છે ? તે બતાવવા માટે કહે છે –
शुद्धमार्गानुरागेणा-शठानां या तु शुद्धता ।
गुणवत्परतन्त्राणां, सा न क्वापि विहन्यते ।।२१।। અન્વયાર્થ:
___ शुद्धमार्गानुरागेण शुद्धमार्गना अनु२।गथी गुणवत्परतन्त्राणां अशठानां ગુણવાનને પરતંત્ર એવા અશઠ આત્માઓની યા તું શુદ્ધતા જે વળી (અશુદ્ધ ક્રિયામાં વર્તતી) શુદ્ધતા, સા તે વાપિ ન વિહન્યતે ક્યાંય પણ હણાતી નથી–નિષ્ફળ જતી નથી. |ર-૨૧ાા શ્લોકાર્ચ -
શુદ્ધમાર્ગના અનુરાગથી ગુણવાનને પરતંત્ર એવા અશઠ આત્માઓની જે વળી અશુદ્ધ ક્રિયામાં વર્તતી શુદ્ધતા, તે ક્યાંય પણ હણાતી નથી, અર્થાત્ નિષ્ફળ જતી નથી. I૨-૨વા ભાવાર્થ :
જે જીવને શુદ્ધમાર્ગનો અનુરાગ છે અને આત્મવંચના કર્યા વગર અશઠભાવથી આત્મકલ્યાણના અર્થે ક્રિયા કરે છે, ગુણવાન વ્યક્તિને પરતંત્ર થઈને સાચું જાણવા પ્રયત્ન કરે છે અને તે પ્રમાણે જ આચરવા યત્ન કરે છે, તે જીવની અશુદ્ધ ક્રિયામાં પણ જે શુદ્ધતા છે, તે શુદ્ધતા કયાંય પણ હણાતી નથી. અર્થાત્ તેવા જીવો અલ્પબોધને કારણે ક્વચિત્ ખામીવાળી ક્રિયા કરતા હોય તો પણ, તેઓને શુદ્ધમાર્ગનો રાગ છે, અશઠભાવ છે અને ગુણવાનને પરતંત્ર છે, તેથી તેમની અશુદ્ધ ક્રિયામાં કંઈક શુદ્ધતા છે; જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. ર-રવા
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર -
૫૦ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે અશુદ્ધ ક્રિયામાં પણ જે શુદ્ધતા છે તે હણાતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે અનુષ્ઠાનમાં શુદ્ધતા કેટલા પ્રકારે છે ? તેથી કહે છે -
विषयात्मानुबन्धैर्हि, त्रिधा शुद्धं यथोत्तरं । ..
ઘુવતે વર્ન તત્ર, મુવીર્થ પતિનીદ્યપિ ારા . અન્વયાર્થી :
વિષયાત્માનુવઘેઃ દિ વિષય, આત્મા અને અનુબંધ વડે જ ત્રિધા યથોત્તર શુદ્ધ ત્રણ પ્રકારે યથોત્તર શુદ્ધ એવું ઢર્મ ગુવતે કર્મ=ક્રિયા (મહાત્મા) કહે છે. તત્ર
ત્યાં= તે ત્રણ પ્રકારમાં મુવાર્થ પતિનાદ્રિ ષિ મુક્તિ માટે પર્વતથી પતન આદિ જ ૩ઘં પ્રથમ છે=પહેલું વિષયશુદ્ધ કર્મ છે. ll૨-૨૨ાા
* અહીં દિ' અને “37” બંને “ઘ' કાર અર્થમાં છે, અને “પતિનાટ્રિમાં આદિ પદથી ગૃધ્રપૃષ્ઠ મરણનું ગ્રહણ કરેલ છે, શ્લોકાર્ચ -
વિષય, આત્મા અને અનુબંધ વડે જ ત્રણ પ્રકારે યથોત્તર શુદ્ધ એવું કર્મ મહાત્મા કહે છે. તે ત્રણ પ્રકારમાં મુક્તિ માટે પતનાદિ જ પ્રથમ વિષયશુદ્ધ કર્મ છે પાર
ભાવાર્થ :-:
મોક્ષને અનુકૂળ એવાં શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે.
૧ વિષયશુદ્ધ, ૨ સ્વરૂપશુદ્ધ અને ૩ અનુબંધ શુદ્ધ. આ ત્રણેય અનુષ્ઠાન પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તરોત્તર અધિક-અધિક શુદ્ધ છે. અર્થાત્ વિષયશુદ્ધ અનુષ્ઠાન આંશિકશુદ્ધ છે, વિષયેશુદ્ધ અનુષ્ઠાન કરતાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અધિક શુદ્ધ છે અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન પૂર્ણશુદ્ધ છે. " ' પ્રસ્તુત શ્લોકમાં પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાન બતાવેલ છે, ત્યાં “વિષય શબ્દથી અનુષ્ઠાનનો જે ઉદ્દેશ છે તેને ગ્રહણ કરેલ છે. તેથી જે જીવ મોક્ષના ઉદ્દેશ ‘સાથે ભૃગુપાત કરે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે:
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૧
અધ્યાત્મસ્વરૂપાધિકાર અહીં વિશેષ એ છે કે કોઈ જીવને સંસાર જન્મ-જરા-મૃત્યુરૂપ દેખાય છે, તેથી સંસારથી પર અવસ્થા મોક્ષ છે તેવી તેને બુદ્ધિ થાય છે. અને મોક્ષ મેળવવાની અભિલાષા થતાં, તેમ જ કોઈક ગુરુ પાસે સાંભળે કે અમુક પર્વત ઉપરથી પાત કરવાથી મોક્ષ થાય છે, તે સાંભળીને મોક્ષના ઉદ્દેશથી અમુક પર્વત ઉપરથી પતન કરે, તો તે પતન કરનાર જીવનું અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. વસ્તુતઃ તે પતનની ક્રિયા આત્મહત્યારૂપ હોવાથી હિંસારૂપ છે, તો પણ મોક્ષનો શુભાશય રહેલો છે તેટલા અંશથી તે અનુષ્ઠાન શુદ્ધ છે. I-રા અવતરણિકા :. ' પૂર્વશ્લોકમાં વિષયેશુદ્ધ અનુષ્ઠાન બતાવ્યું અને હવે સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન બતાવે છે –
अज्ञानिनां द्वितीयं तु, लोकदृष्ट्या यमादिकम् ।।
तृतीयं शान्तवृत्त्या तत् तत्त्वसंवेदनानुगम् ।।२३।। . અન્વયાર્થ
જ્ઞાનના તુ વળી અજ્ઞાનીઓને નોક્યા દ્વિતીયં મરિબ્લોકદૃષ્ટિથી બીજું યમ આદિ (સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે, અને શાન્તવૃાા' શાંતવૃત્તિથી તત્ત્વસંવેદ્રનાનુમન્ તત્ત્વસંવેદનને અનુસરનારું ત૬ અનુષ્ઠાન તૃતીય ત્રીજું અનુબંધશુદ્ધ છે. રિ-૨all નોંધ :
અહીં તત્ત્વસંવેદૃનાનુ="તત્ત્વસંવેદનને અનુસરનાર' કહ્યું તેનાથી એ કહેવું છે કે દેશવિરતિ કે સર્વવિરતિનો જે તાત્વિક ભાવો છે, તેના સંવેદનને અનુસરનાર એવી ક્રિયા કરનારાઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ છે, શ્લોકાર્ચ
વળી અજ્ઞાનીઓને લોકદષ્ટિથી બીજું યમાદિ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે, અને શાંતવૃત્તિથી તત્ત્વસંવેદનને અનુસરનારું અનુષ્ઠાન ત્રીજું અનુબંધશુદ્ધ છે. ર-૨all ભાવાર્થ ,
અર્વદર્શનમાં રહેલા અપુનર્ધધક જીવ સૂક્ષ્મબોધવાળો નહિ હોવાને કારણે
"
.
. !
= .
.
Page #71
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
પર અજ્ઞાની છે, અને કલ્યાણનો અર્થી હોવાને કારણે અસદુગ્રહ વગરનો છે. છતાં સૂક્ષ્મબોધ નહિ હોવાથી લોકદષ્ટિથી જે યમ-નિયમાદિ પાળે છે, તે બીજા પ્રકારનું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. વળી જૈનદર્શનની અંદર રહેલો પણ સ્કૂલબોધવાળો અપુનબંધક જીવ, દેશવિરતિ કે સર્વવિરતિ પાળતો હોય તો તેનું અનુષ્ઠાન બીજા પ્રકારનું સ્વરૂપશુદ્ધ છે, કારણ કે બોધ પૂલ છે. તેને સૂક્ષ્મબોધ નથી તેથી લોકોત્તર દૃષ્ટિ હજુ તેને પ્રાપ્ત થઈ નથી. આમ છતાં, કલ્યાણના અર્થે જ જે યમાદિરૂપ દેશવિરતિ કે સર્વવિરતિ પાળે છે તે અનુષ્ઠાન “સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનકહેવાય.
અપ્રત્યાખ્યાન કષાય અને પ્રત્યાખ્યાન કષાય જેના શાંત થયેલા છે તેવો જીવ, લોકોત્તર તત્ત્વના સંવેદનને અનુસરતી દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરે, તો તેનું અનુષ્ઠાન “અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય.
આ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનવાળા જીવો સૂક્ષ્મબોધવાળા હોય છે. તેથી ગુરુ-લાઘવનો વિચાર કરીને પોતાની ભૂમિકાને ઉચિત દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને કેવળજ્ઞાનનું કારણ બને છે. તેથી તેઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ છે. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન ગીતાર્થ હોય છે અથવા તો ગીતાર્થને પરતંત્ર માલતુષમુનિ જેવા અતિ માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવોને હોય છે. ll૨-૧૩માં અવતરણિકા :
વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાન બતાવીને હવે તેના ફળને બતાવે છે -
आद्यान्नाज्ञानबाहुल्या-न्मोक्षबाधकबाधनं । सद्भावाशयलेशेनो-चितं जन्म परे जगुः ।।२४।। द्वितीयाद्दोषहानिः स्या-त्काचिन्मण्डूकचूर्णवत् ।
आत्यन्तिकी तृतीयात्तु, गुरुलाघवचिन्तया ।।२५।। અન્વયાર્થ - -
જ્ઞાનવાદુન્યાહૂ અજ્ઞાનબાહુલ્ય હોવાને કારણે સ્થિતિ પ્રથમથી= વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષવાઘધને ન મોક્ષનાં બાધક (એવાં કર્મો)નું બાધન નથી, પરે બીજાઓ સમાવાશયશેને ચિતંગ” નર સદ્ભાવાશયનો લેશ હોવાના કારણે
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૩ *
અધ્યાત્મસ્વરૂપાધિકાર હોવાના કારણે ઉચિત જન્મ કહે છે. I-૨૪ll
દ્વિતીયાત દ્વિતીયથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી માથૂક્વવત્ મંડૂકચૂર્ણની જેમ વારિત્ રોપઢનઃ રચાત્ કાંઈક દોષહાનિ થાય. તૃતીયાત્ તુ વળી તૃતીયથી= અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી ગુસ્નીપરન્તયા ૩પત્તી ગુરુ-લાઘવની ચિંતા હોવાના કારણે આત્મત્તિકી (ફરી દોષ ન થાય તે રીતે દોષહાનિ) થાય. ર-૨પા
* અહીં “ ત્તિી ” થી એ કહેવું છે કે નિમિત્ત મળવા છતાં ફરી દોષ ન સંભવે, તેવી દોષની હાનિ થાય. શ્લોકાર્ય :
અજ્ઞાનબાહુલ્ય હોવાને કારણે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષનાં બાધક એવાં કર્મોનું બાધન નથી. બીજાઓ સદ્ભાવ આશયનો લેશ હોવાને કારણે ઉચિત જન્મ કહે છે. દ્વિતીય સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણની જેમ કાંઈક દોષહાનિ થાય, વળી તૃતીય અનુબંધશુદ્ધ અનુષ્ઠાનથી ગુરુ-લાઘવની ચિંતા હોવાના કારણે આત્યંતિકી દોષહાનિ થાય. ll૨-૨૪/રપા ભાવાર્થ :
પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાન બતાવ્યું. વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અજ્ઞાન ઘણું હોવાને કારણે આત્મઘાતરૂપ અનુચિત પ્રવૃત્તિ હોય છે. તેથી તે અનુચિત્ત પ્રવૃત્તિ મોક્ષનું બાધન કરનારાં એવાં કર્મોનો નાશ કરી શકતી નથી. માટે વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષપ્રાપ્તિનું કારણ નથી. આ પ્રકારનું કથન તે અનુષ્ઠાનની ક્રિયાને સામે રાખીને કરેલ છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનની ક્રિયામાં વર્તતો જીવનો જે મોક્ષનો આશય છે, તેને સામે રાખીને બીજાઓ કહે છે કે, વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષની પ્રાપ્તિની ઈચ્છારૂપ જે સાચો ભાવ વર્તે છે તે રૂ૫ અંશને વિચારીએ તો, જન્માન્તરમાં ઉચિત જન્મની પ્રાપ્તિનું કારણ છે. અર્થાત્ મોક્ષને અનુરૂપ એવી સામગ્રીને અપાવે તેવા જન્મનું કારણ પ્રથમ અનુષ્ઠાન છે.
અહીં “સમાવાશયનેશ” થી એ કહેવું નથી કે, તે જીવને મોક્ષની ઈચ્છા અલ્પમાત્રામાં છે, પરંતુ એ કહેવું છે કે તેના આખા અનુષ્ઠાનમાં મોક્ષના આશયરૂપ જે સદ્ભાવ છે તેટલો અંશ જ સારો છે, બાકીનો અંશ સારો નથી. તે બતાવવા માટે લેશ' શબ્દનો પ્રયોગ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
પ૪ દ્વિતીય અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ છે. આ અનુષ્ઠાનમાં મોક્ષનો આશય અને યમ-નિયમાદિ ક્રિયાઓ હોય છે. તેથી આશયના અંશથી અને યોગ્ય આચરણાઓના અંશથી પણ બીજા પ્રકારના અનુષ્ઠાનની ક્રિયા સારી છે. આમ છતાં, સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે તે આચરણાઓ લોકોત્તરદૃષ્ટિવાળી નથી. કેમ કે લોકોત્તરદૃષ્ટિ ભગવાનના વચનાનુસાર સમ્યફબોધથી પ્રગટે છે, અને બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર જીવને સૂક્ષ્મબોધ નથી. તેથી જ ભગવાનના વચનાનુસાર તેઓને બોધ નહીં હોવાથી સૂક્ષ્મબોધના અભાવના અંશને આશ્રયીને તેમની ક્રિયાઓ ખામીવાળી છે. પરિણામે બીજા પ્રકારના અનુષ્ઠાનના સેવનથી જે દોષોનો નાશ થાય છે તે મંડૂકચૂર્ણ જેવો હોય છે. અર્થાત્ દેડકાંઓ વર્ષાઋતુમાં ઉત્પન્ન થાય છે અને પછી મરી જાય છે ત્યારે દેડકાના મૃત્યુ બાદ તેમના શરીરનું જે ચૂર્ણ પડેલુ હોય, તેની સાથે વરસાદના પાણીનો સંયોગ થાય તો તે ચૂર્ણમાંથી ફરી દેડકાં ઉત્પન્ન થાય છે. તે રીતે બીજા અનુષ્ઠાનના સેવનથી જીવે દોષનો નાશ કર્યો હોય, છતાં પણ ફરીથી દોષને અનુકૂળ બાહ્યસામગ્રી મળે તો તે દોષ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે. તેથી અત્યંતદોષનો નાશ બીજા અનુષ્ઠાનમાં નથી, અર્થાત્ મૂળથી દોષનો ક્ષય થતો નથી.
તૃતીય અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન જીવમાં લોકોત્તરદૃષ્ટિથી પ્રગટે છે અને તે લોકોત્તરદષ્ટિ ભગવાનના વચનાનુસાર સૂક્ષ્મબોધને કારણે થાય છે. તેથી સૂક્ષ્મબોધવાળા જીવો પોતાની ભૂમિકાનો નિર્ણય કરીને, ગુરુ-લાઘવના આલોચનપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. પરિણામે અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણભાવનું કારણ બને છે. તેથી ત્રીજા અનુષ્ઠાનના સેવનથી દોષનો આત્યંતિક ક્ષય દષ્પમંડૂકચૂર્ણની જેમ થાય છે.
જેમ દેડકાના કલેવરને અગ્નિથી બાળી નાંખવામાં આવે તો તેમાંથી બનેલી દેડકાની ભસ્મને ફરી વરસાદના પાણીનો સંયોગ મળે તો પણ દેડકાં ઉત્પન્ન થતાં નથી; તેમ સૂક્ષ્મબોધવાળો, વિવેકસંપન્ન, સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકાને ઉચિત જે અનુષ્ઠાન સેવે છે, તેમાં ગુરુ-લાઘવનું સમાલોચન હોય છે, અને તીવ્ર સંવેગ હોય છે; તેથી તેનાથી થતા દોષોનો નાશ પ્રવાહરૂપે ફરી ઊઠતો નથી, પરંતુ જેટલા અંશમાં દોષનો નાશ થાય તે દોષહાનિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણભાવનું કારણ બને છે. આથી જ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનને “અનુબંધ શુદ્ધ' કહે છે.ll૨-૨૪/૨પા
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૫
અધ્યાત્મસ્વરૂપાધિકાર
अपि स्वरूपतः शुद्धा, क्रिया तस्माद्विशुद्धिकृत् । मौनीन्द्रव्यवहारेण, मार्गबीजं दृढादरात् ।। २६ ।। ।।૨૬।।
અન્વયાર્થ :
તરમાત્ તે કારણથી—દ્વિતીય અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણ જેવી દોષહાનિ થાય છે તે કારણથી, મૌનીન્દ્રવ્યવહારેળ જિનેશ્વર ભગવાનના વ્યવહારથી વિશુદ્ધિત્ વિશુદ્ધિને કરનાર એવી વપતઃ સુદ્ધા યિા સ્વરૂપથી શુદ્ધ ક્રિયા ઋષિ પણ વૃંદાવરાત્ મર્મવીનું દૃઢ આદરને કા૨ણે માર્ગબીજ છે. ||૨-૨૬||
શ્લોકાર્થ :
દ્વિતીય અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણ જેવી દોષહાનિ થાય છે તે કારણથી, જિનેશ્વર ભગવાનના વ્યવહારથી વિશુદ્ધિને કરનાર એવી સ્વરૂપથી શુદ્ધ ક્રિયા પણ દૃઢ આદરને કારણે માર્ગબીજ છે. II૨–૨૬ા
ભાવાર્થ:
શ્લોક-૨૫માં બતાવ્યું કે દ્વિતીય સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી કંઈક દોષહાનિ થાય છે તે કારણથી, હજી સૂક્ષ્મબોધને પામ્યા નથી તેવા જીવોને, ભગવાને બતાવેલા વ્યવહારમાર્ગથી આચરાતી એવી સ્વરૂપશુદ્ધ ક્રિયા પણ માર્ગનું બીજ બને છે; કેમ કે મોક્ષના આશયવાળા અને અસગ્રહ વગરના એવા સ્થૂલબોધવાળા પણ જીવો, જ્યારે આત્મકલ્યાણ અર્થે દેશિવરિત કે સર્વવરિતની ક્રિયાઓ કરે છે ત્યારે, તે શુભક્રિયાઓમાં અપ્રમાદભાવથી કરવાની ઈચ્છારૂપ દૃઢ આદર હોય તો, તે શુભક્રિયાઓ રત્નત્રયીરૂપ મોક્ષનું કારણ બને છે. આથી જ અપુનર્બંધક જીવોને માર્ગના પ્રવેશ માટે વ્રત આપવાની વાત શ્લોક-૧૭ માં બતાવેલ છે. II૨-૨૬ના
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્વરૂપશુદ્ધ ક્રિયા પણ માર્ગનું બીજ છે. તેથી હવે બીજા પ્રકારની સ્વરૂપશુદ્ધ ક્રિયાથી પણ ક્રમસ૨ જીવ મોક્ષને પામે છે, તે બતાવતાં કહે છે -
गुर्वाज्ञापारतन्त्र्येण द्रव्यदीक्षाग्रहादपि ।
वीर्योल्लासक्रमात्प्राप्ता, बहवः परमं पदम् ।।२७।।
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
અન્વયાર્થ :
૫૬
ગુર્વજ્ઞાપારતવ્યેળ ગુર્વાશાના પારતંત્ર્ય વડે દ્રવ્યરીક્ષપ્રજ્ઞાપિ દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ વીયોન્નાસમંત્ વીર્યોલ્લાસના ક્રમથી વહવ: પરમં પમ્ પ્રાપ્તા: ઘણા (જીવો) ૫૨મપદને પામ્યા. II૨–૨૭॥
નોંધઃ
=
“દ્રવ્યરીક્ષાપ્રહારપિ” માં ‘પિ’થી એ કહેવું છે કે ભાવથી દીક્ષાના ગ્રહણથી મોક્ષે જનારા જીવ તો ઘણા છે જ, પરંતુ દ્રવ્યથી દીક્ષાના ગ્રહણ વડે પણ અનુક્રમે ભાવદીક્ષા પાળીને પરમપદને પામનારા જીવો પણ ઘણા છે.
શ્લોકાર્થ :
ગુર્વાશાના પારતંત્ર્ય વડે દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ વીર્યોલ્લાસના ક્રમથી ઘણા જીવો પરમપદને પામ્યા. II૨-૨૭મા
ભાવાર્થ
શ્લોક-૧૭માં બતાવ્યું કે ધીરબુદ્ધિવાળા મહાપુરુષો મિથ્યાદષ્ટિ જીવને વ્રત આપે છે, અને મિથ્યાદૃષ્ટિને અપાયેલ દીક્ષા તે ભાવદીક્ષા નથી, પરંતુ દ્રવ્યદીક્ષા છે. છતાં પણ પ્રકૃતિથી ભદ્રક એવા મિથ્યાદષ્ટિ જીવો સંસારથી પર એવા અતીત તત્ત્વને પામવાની આકાંક્ષાથી દીક્ષા ગ્રહણ કરે છે, અને ગુરુને પરતંત્ર રહી પોતાના સ્થૂલબોધને અનુરૂપ સંયમજીવનમાં યત્ન કરે છે; અને તે યત્નથી વીર્ષોલ્લાસનો ક્રમ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિથી અનુક્રમે ૫૨મપદને પામે છે. વળી ભાવથી ગુર્વજ્ઞાનું પારતંત્ર્ય અપુનર્બંધકને પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે ગુરુપારતંત્ર્ય મેળવવું તે સમ્યગ્દર્શનસ્વરૂપ છે; તેથી જ માપતુષાદિમુનિને ગુર્વાશા પારતંત્મરૂપ જ સમ્યક્ત્વ માનેલ છે. છતાં ભાવથી ગુર્વાશાના પા૨તંત્ર્યના કારણભૂત એવું દ્રવ્યથી ગુર્વજ્ઞાનું પારતંત્ર્ય અપુનર્બંધકને હોય છે.
જે સાધુઓ “આ મારા ગુરુ છે” એટલું માત્ર સ્વીકારીને પોતાને જરૂરી હોય એટલી જ આજ્ઞાનો અમલ કરે, અને બાકી પોતાની રુચિ પ્રમાણે કરતા હોય, તો તેના દ્વારા સ્વીકારાતું ગુરુ-પારતંત્ર્ય અપ્રધાન છે. જ્યારે આરાધક એવો અપુનર્બંધક, “આ જ ગુરુ મારા ભવનિસ્તારનું કારણ છે,” એવી બુદ્ધિપૂર્વક ગીતાર્થગુરુના વચનાનુસાર જ બાહ્ય આચરણાઓ કરતો હોય છે, પરંતુ સૂક્ષ્મપ્રજ્ઞા ન હોવાથી ગીતાર્થગુરુ આચરણામાં અપેક્ષિત ભાવો જે રીતે બતાવે છે તે રીતે
Page #76
--------------------------------------------------------------------------
________________
પ૭
અધ્યાત્મસ્વરૂપાધિકાર સમજી શકતો નહીં હોવા છતાં, દરેક પ્રવૃત્તિ ગુરુને પરતંત્ર રહીને જ કરે છે, તેથી અપુનબંધકને ગુરુપાતંત્ર્ય પ્રધાનદ્રવ્યરૂપ છે.
વળી અપુનર્બધકને “અનાભોગબહુલ' કહેલ છે, અર્થાત્ ગુરુ જે કહે છે, તેને સ્થૂલથી જ તે સમજી શકે છે, પરંતુ તેમના વચનાનુસાર સમ્યગુઅનુષ્ઠાન તે કરી શકતો નથી. જ્યારે સૂક્ષ્મપ્રજ્ઞાવાળા માણતુષમુનિ જેવા જીવો ગુર્વાજ્ઞાના પરમાર્થને પકડીને તે જ રીતે યત્ન કરે છે, માટે ભાવથી તેઓમાં ગુરુપરતંત્ર છે. તેથી પ્રસ્તુત શ્લોકમાં પ્રધાન દ્રવ્યકારણરૂપ ગુર્વાજ્ઞાનું પાતંત્ર્ય ગ્રહણ કરીને અપુનબંધકના બીજા પ્રકારના અનુષ્ઠાનને મોક્ષના કારણરૂપે સ્થાપન કરેલ છે. [૨-૨મા અવતરણિકા -
શ્લોક-૧૨માં સ્થાપન કરેલ કે અધ્યાત્મ તે જ્ઞાનક્રિયારૂપ છે. હવે સ્વરૂપશુદ્ધ ક્રિયામાં પણ જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મ કંઈક અંશથી છે, તે બતાવીને બીજા પ્રકારના અનુષ્ઠાનવાળા અપુનબંધક જીવમાં પણ અધ્યાત્મ છે, તે સ્થાપન કરતાં કહે છે –
अध्यात्माभ्यासकालेऽपि, क्रिया काप्येवमस्ति हि । शुभौघसंज्ञानुगतं, ज्ञानमप्यस्ति किञ्चन ।।२८ ।। अतो ज्ञानक्रियारूप-मध्यात्मं व्यवतिष्ठते ।
एतत्प्रवर्द्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ।।२९।। અન્વયાર્થ :
વિમ્ આ રીતે શ્લોક-૨૬-૨૭ માં બતાવ્યું. એ રીતે ૩ ધ્યાત્મિગ્રાસવાનેપિ અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ છાપ ક્રિયા ૩તિ દિ કંઈક પણ ક્રિયા છે જ (અને) જ્ઞાનં ૩પ જ્ઞાન પણ શુમો સંસાનુ અતિ શુભ ઓળસંજ્ઞાથી અનુગતયુક્ત વિશ્વન ૩રિત કંઈક છે. ત. આથી કરીને શ્લોક-૨૮ માં સ્થાપન કર્યું કે અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કંઈક જ્ઞાન અને કંઈક ક્રિયા છે આથી કરીને, જ્ઞાનવુિં જ્ઞાન-ક્રિયારૂપ ૩ધ્યાત્મ વ્યતિખતે અધ્યાત્મ રહે છે=જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ છે, એમ નક્કી થાય છે. નિર્મારશાનિનામ્ નિર્દભ આચારવાળાઓને તત્ આ અધ્યાત્મ પ્રવર્તમાનં પ્રવર્તુમાન રચાત્ થાય છે. ર-૨૮/૨૯ll
Page #77
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
પ૮ શ્લોકાર્ચ :
શ્લોક-૨૬-૨૭માં બતાવ્યું એ રીતે, અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કાંઈક ક્રિયા છે જ અને જ્ઞાન પણ શુભ ઓઘસંજ્ઞાથી યુક્ત કંઈક છે. અધ્યાત્મના અભ્યાસકાળમાં કંઈક જ્ઞાન અને કાંઈક ક્રિયા છે, આથી કરીને જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ નક્કી થાય છે, અને નિર્દભ આચારવાળાને અધ્યાત્મ પ્રવર્તુમાન થાય છે. [૨-૨૮/રલા ભાવાર્થ :
શ્લોક-૨૭માં બતાવ્યું તે રીતે અપુનબંધક જીવ દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને પણ ક્રમસર મોક્ષને પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનબંધકને દ્રવ્યદીક્ષા વખતે અધ્યાત્મનો અભ્યાસકાળ હોય છે. તેના સંયમજીવનમાં તે વખતે શાસ્ત્રાનુસારી ક્રિયાઓ નહિ હોવા છતાં ભાવનું કારણ બને તેવી કંઈક દ્રવ્યક્રિયા હોય છે, અને “મારે સંસારથી તરવું છે માટે સંયમ પાળવું જોઈએ” તે પ્રકારની શુભ ઓઘસંજ્ઞાથી યુક્ત એવું જ્ઞાન પણ તેને છે, જે સમ્યગ્દષ્ટિના જ્ઞાન જેવા સમ્યજ્ઞાનનું કારણ બને તેવું છે. જોકે તે વખતે અપુનબંધકની મિથ્યાત્વ અવસ્થા છે, તેથી જ્ઞાન મિથ્યા હોય છે; તો પણ સમ્યક્ત્વને અભિમુખ છે, તે અપેક્ષાએ તે સમ્યજ્ઞાન છે. તેથી પાંચમા આદિ ગુણસ્થાનકમાં જેમ જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ છે, તેમ અપુનબંધકને અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કંઈક ક્રિયા અને કંઈક જ્ઞાન છે, તેથી તેને આંશિક જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મ સિદ્ધ થાય છે. અર્થાત્ પાંચમા આદિ ગુણસ્થાનકમાં સમ્યજ્ઞાન અને સમ્યગુક્રિયારૂપ અધ્યાત્મ છે, જ્યારે અપુનબંધકમાં સમ્યજ્ઞાન અને સમ્યગુક્રિયાના કારણભૂત એવું દ્રવ્યજ્ઞાન અને એવી દ્રવ્યક્રિયા છે, તેથી તે રૂપ અધ્યાત્મ છે.
અધ્યાત્મ પ્રગટ્યા પછી પણ કોઈને પ્રમાદવશ ક્રિયામાં દંભ આવે તો અધ્યાત્મ પ્રવર્લ્ડમાન થાય નહિ, પરંતુ દંભરહિત પોતાની ક્ષતિને ક્ષતિરૂપે સ્વીકારીને સરળભાવથી અધ્યાત્મની ક્રિયા સેવનાર એવા અપુનબંધક જીવ વગેરે સર્વનું અનુષ્ઠાન, ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષનું કારણ બને છે. [૨-૨૮/૨૯ll
TI –ધ્યાત્મરકારે અધ્યાત્મરિવરૂપાધવરઃ III
Page #78
--------------------------------------------------------------------------
________________
પ૯
દંભત્યાગાધિકાર
| મત્યવિધવાર ||
પૂર્વ અધિકાર સાથે સંબંધ :
બીજા અધિકારના છેલ્લા શ્લોકમાં કહ્યું કે નિર્દભ આચારવાળાને અધ્યાત્મ પ્રવિદ્ધમાન થાય છે. તેથી હવે દંભના ત્યાગનો અધિકાર કહે છે – અવતરણિકા :
દંભની અનર્થકારિતા બતાવે છે -
दम्भो मुक्तिलतावह्नि-र्दम्भो राहुः क्रियाविधौ ।
दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ।।१।। અન્વયાર્થ :
શ્ન: મુનિતાત્રિઃ દંભ મુક્તિરૂપી લતા માટે વહ્નિ છે. સુમો રાહુ વિઘો દંભ ક્રિયારૂપી ચંદ્રમાં રાહુ છે. મધ્યકાર મો દુર્ભાગ્યનું કારણ દંભ છે. શ્નો ધ્યાત્મિસુદ્ધાતા (અને) દંભ અધ્યાત્મસુખ માટે અર્ગલારૂપ છે=અધ્યાત્મ સુખને પ્રગટ કરવામાં અટકાવનાર છે. Il૩-૧ાા .. શ્લોકાર્ચ - - દંભ મુક્તિરૂપી લતા માટે વહ્નિ છે, દંભ ક્રિયારૂપી ચંદ્રમાં રાહુ છે, દુર્ભાગ્યનું કારણ દંભ છે અને દંભ અધ્યાત્મસુખને પ્રગટ કરવામાં અટકાવનાર છે. l૩-૧ ભાવાર્થ :
જીવ મોક્ષ મેળવવા યત્ન કરતો હોય છે તો પણ પોતે ખોટું કરીને તે ખોટાને સાચા તરીકે સ્થાપન કરવા જે યત્ન કરે છે, તે “દંભ' છે. જ્યારે જીવ દંભરૂપ કષાયને પરવશ થાય છે ત્યારે, તે જીવ પોતાની અસંયમની કે પ્રમાદની પ્રવૃત્તિને ઢાંકવા પ્રયત્ન કરે છે. દંભરૂપ આ કાષાયિક પરિણામ જીવની મુક્તિરૂપી ફળવાળી સંયમરૂપી લતા માટે અગ્નિ સમાન છે. અર્થાત્ મોક્ષ માટે જીવ જે તપસંયમમાં યત્ન કરે છે તે મુક્તિનું કારણ બની શકતું નથી.
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ઉo
દંભ, ક્રિયારૂપી ચંદ્ર માટે રાહુ સમાન છે. જેમ રાહુ, ચંદ્રને ગ્રસી નાખે છે, તેમ તપ-સંયમમાં યત્નરૂપ ક્રિયાઓ દંભના પરિણામથી અફલ બને છે. અહીં ક્રિયારૂપી ચંદ્ર કહ્યું તેનાથી એ કહેવું છે કે, ચંદ્ર જેમ શીતળતા આપે છે, તેમ ભગવાનના માર્ગની ક્રિયાઓ જીવને ઉપશમભાવ તરફ લઈ જઈ શીતલતાનો અનુભવ કરાવે છે. પરંતુ શાંત-પ્રશાંતતા તરફ લઈ જવા માટે સમર્થ એવી અધ્યાત્મની ક્રિયા દંભયુક્ત હોય તો જીવને માટે પણ અનર્થકારી બને છે. વળી તપ-સંયમમાં યત્ન હોવા છતાં પણ જીવને દુર્ગતિમાં રખડાવનાર દંભ છે, માટે જ દંભ એ દુર્ભાગ્યનું કારણ છે; અને સદાનુષ્ઠાનમાં યત્નથી પ્રગટ થતા અધ્યાત્મસુખના પ્રાદુર્ભાવમાં દંભ અર્ગલારૂપ છે, અર્થાત્ અટકાવનાર છે. l૩-૧ાા
दम्भो ज्ञानाद्रिदम्भोलिदम्भः कामानले हविः ।
व्यसनानां सुहृद्दम्भो, दम्भश्चौरो व्रतश्रियः ।।२।। અન્વયાર્થ:
શ્નો જ્ઞાનાદિમોતિઃ દંભ જ્ઞાનરૂપી પર્વત માટે જ છે, રક્ત વામાન દવિ દંભ કામરૂપી અગ્નિ માટે ઘી છે, રમ: વ્યસનનાં સુહ દંભ આપત્તિઓનો મિત્ર છે, (અને) મૈ ગૌર વ્રય: દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. l૩-રા શ્લોકાર્ચ -
દંભ જ્ઞાનરૂપી પર્વત માટે વજ છે, દંભ કામરૂપી અગ્નિ માટે ઘી છે, દંભ આપત્તિઓનો મિત્ર છે અને દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. ૩-રા. ભાવાર્થ -
સદ્અસહ્ના વિવેકસ્વરૂપ જ્ઞાનરૂપી પર્વત પર ચઢીને જીવ મોહરાજાને પરાજિત કરવા માટે સમર્થ બને છે. પરંતુ જ્ઞાનમય વિવેકરૂપી પર્વત માટે દંભ, વજ છે. જેમ વજ પર્વતના ચૂરેચૂરા કરી દે છે તેમ દંભ જ્ઞાનમય વિવેકરૂપી પર્વતનો નાશ કરે છે.
દંભ કામરૂપી અગ્નિમાં ઘી તુલ્ય છે, કારણ કે પાંચે ઈન્દ્રિયોના વિષયોના વિકારને વધુ પ્રજ્જવલિત કરનાર દંભ છે. જેમ કે કોઈ સાધુને સંયમ ગ્રહણ કર્યા પછી ખાવાની લાલસા થાય ત્યારે, લોકમાં પોતાને સંયમી બતાવવા માટે પોતાના શરીરાદિનાં કારણો આગળ કરીને હું અપવાદથી શાસ્ત્રવિહિત આહારાદિ ગ્રહણ કરું છું, એવો દંભ કરે છે, જેથી પરિણામે તેની આહારાદિ લાલસાઓ પુષ્ટ બને છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૧
દંભત્યાગાધિકાર તેથી તેઓ માટે દંભ “હવિ’ સ્થાનીય છે; જ્યારે નિર્દભી સાધુઓ એમ કહેતા નથી, તેથી લાલસા હોવા છતાં અનુચિતતાની બુદ્ધિથી તે લાલસા પુષ્ટ બનતી નથી.
દંભ આપત્તિઓનો મિત્ર છે. કારણ કે સન્માર્ગમાં પ્રવર્તતી અને હિતનો અર્થી પણ જ્યારે દંભ સેવે છે, ત્યારે તે દંભથી બંધાયેલ કર્મ સ્ત્રીભવ કે તિર્યંચાદિ ગતિનું કારણ બને છે. તુચ્છતા, મૂર્ખતા, અવિચારકતાદિ દોષો બહુલતાએ સ્ત્રીભવને કારણે જ ભવના બળથી પ્રાપ્ત થાય છે. આ દોષો સન્માર્ગમાં યત્ન કરવામાં વિજ્ઞભૂત બને છે. તિર્યંચાદિ ગતિની પ્રાપ્તિથી સંસારના પરિભ્રમણનું કારણ પણ દંભ બને છે. માટે આપત્તિઓનો મિત્ર દંભ કહેલ છે.
વળી દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. કેમ કે કોઈ જીવ તત્ત્વની રુચિપૂર્વક વ્રતરૂપી લક્ષ્મીને પામ્યો હોય અને પાછળથી માન-સન્માન આદિ પ્રાપ્ત કરવાની વૃત્તિરૂપ દંભદોષ પ્રવેશે, તો તે દોષરૂપી ચોર વ્રતરૂપી લક્ષ્મીને લૂંટી લે છે, અર્થાત્ તે દંભ વ્રતનો નાશ કરે છે.
પ્રસ્તુત અધિકારના પહેલા અને બીજા શ્લોકમાં દંભના અનર્થ બતાવ્યા. આથી વિચારક અને હિતાર્થી એવો સાધક આત્મા દંભની અનર્થકારિતા વિચારે, સૂક્ષ્મ અવલોકન દ્વારા પોતાના હૈયામાં અનાભોગ, અવિચારકતા કે પ્રમાદથી લેશ પણ દંભનો પ્રાદુર્ભાવ થયો હોય તો તેને સમ્યગું યત્નપૂર્વક ત્યાગ કરે, અને જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મમાં પ્રયત્ન કરે તો જ તે જીવમાં અધ્યાત્મ પ્રવર્તુમાન બને, તેમ બીજા અધિકારના અંતિમ શ્લોક સાથે જોડાણ છે. ll૩-શા અવતરણિકા :
દંભના અનર્થો બતાવીને દંભથી કરાતી સન્માર્ગની પ્રવૃત્તિ પણ નિષ્ફળ છે તે દષ્ટાંતપૂર્વક ભાવન કરે છે –
दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् ।
लोहनावं समारुह्य, सोऽब्धे: पारं यियासति ।।३।। અન્વયાર્થ :
યોરમેન પ્રતિમાથાય જે દંભ વડે વ્રતને ગ્રહણ કરીને જે ઘરમ્ વાચ્છતિ પરમપદને ઈચ્છે છે સો તોહનાથં સમાહ્ય તે લોહનાવ પર ચઢીને ૩ઘેર પર થિયાતિ સમુદ્રનો પાર પામવાને ઈચ્છે છે. ૩-all
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
શ્લોકાર્થ :
૬૨
જે દંભ વડે વ્રતને ગ્રહણ કરીને પરમપદને ઈચ્છે છે, તે લોહનાવ પર ચઢીને સમુદ્રનો પાર પામવાને ઈચ્છે છે. II૩-૩II
ભાવાર્થ:
જીવ આત્મકલ્યાણને અર્થે વ્રત ગ્રહણ કરે છે, છતાં અનાદિકાળના સંસ્કારને કા૨ણે વ્રતપાલનમાં જીવની ક્ષતિ થાય છે. પરંતુ પોતાની તે ખામી લોકમાં ન દેખાય તેવી જીવની વૃત્તિ હોવાથી પરિણામે પોતે જે દોષોનું સેવન કરે છે તે અપવાદરૂપે બતાવવા પ્રયત્ન કરે છે. વાસ્તવમાં અહીં દંભ જ સેવાતો હોવાથી તે વ્રત મોક્ષનું કારણ બની શકતું નથી. અનાદિકાળના સંસ્કારને કારણે સ્ખલના તો થાય, પરંતુ જીવ પ્રામાણિક રીતે પોતાની ક્ષતિને ક્ષતિરૂપે જુએ, સ્વીકારે, અને યોગ્ય જીવને સાચો માર્ગ બતાવવા યત્ન કરે; તેમ જ તે કહે કે ‘મારા પ્રમાદને કારણે જ હું વ્રતો સારી રીતે શુદ્ધ વિધિપૂર્વક પાળી શકતો નથી, પરંતુ માર્ગ તો સાચો શુદ્ધ વિધિપૂર્વક પાળવાનો જ છે, તરવાનો તો એક માત્ર આ જ ઉપાય છે.’ તેમ શુદ્ધ પ્રરૂપણા કરે. આવા જીવો વ્રત બરાબર ન પાળી શકે તો પણ શુદ્ધ પ્રરૂપણાથી ક્રમે કરીને મોક્ષને પામી શકે. પરંતુ જો આત્મવંચના કરીને પોતાની ક્ષતિને ઢાંકવા યત્ન કરે તો, જેમ લોખંડની નાવથી સમુદ્ર તરી શકાય નહિ, તેમ દંભ સહિત વ્રતના પાલનથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહિ. II૩-૩||
અવતરણિકા :
દંભથી સંયમ નિષ્ફળ છે, તે જ વસ્તુ અન્ય રીતે ભાવન કરે છે -
किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः ? । किमादर्शेन किं दीपै-र्यद्यान्ध्यं न दृशोर्गतम् ? ।।४।।
અન્વયાર્થ ઃ
રૂમ્મ: ચેત્ ન નિરાકૃતઃ દંભ જો નિરાકૃત ન કર્યો હોય તો રુિં વ્રતેન તપોમિ વTM વ્રત વડે અથવા તપ વડે શું ?ત્તિ વૃશો: ગથ્થું ન ગતમ્ જો આંખોનો અંધાપો ન ગયો હોય તો િઆવશેન વિં ટ્રીપ દર્પણ વડે શું ? (અથવા) દીવા વડે શું ?||૩-૪
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૩
દંભત્યાગાધિકાર શ્લોકાર્ય :
જો દંભ નિરાકૃત ન કર્યો હોય તો, વ્રત વડે અથવા તપ વડે શું? જો આંખોનો અંધાપો ન ગયો હોય તો દર્પણ વડે શું? અથવા દીવા વડે શું? ll૩-૪ll ભાવાર્થ :
વ્રત અને તપ કરનાર જીવ પણ પ્રસંગે લોક આગળ કે યોગ્ય ગુરુ પાસે પોતાની ક્ષતિ છુપાવવા માટે દંભ કરતો હોય, અને તે દંભને કાઢવા માટે યત્ન ન કરે, તો તેનાં વ્રત અને તપ નિરર્થક છે. જેમ ચક્ષુનો અંધાપો ન ગયો હોય તો દીવાથી પણ કંઈ જોઈ શકે નહિ કે દર્પણ સામે મૂકવાથી પણ તે પોતાનું મુખ જોઈ શકે નહિ, તેમ દંભને કારણે તેની વ્રત અને તપની આચરણા આત્મહિતનું કારણ બને નહિ. Il3- અવતરણિકા :
દંભ ઉત્તમ ક્રિયાઓને પણ દૂષિત કરે છે તે બતાવે છે –
केशलोचधराशय्या-भिक्षाब्रह्मव्रतादिकम् ।
दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः ।।५।। અન્વયાર્થ :
સેન ફુવ મહામળિઃ એબ વડે જેમ મહામણિ (દૂષિત થાય છે,) તેમ રમેન દંભ વડે વેશોઘર શામિક્ષાબ્રહ્મવ્રતામ્િ કેશનો લોચ, ભૂમિ પર શયા, ભિક્ષાવૃત્તિ, બ્રહ્મચર્યનું પાલન, વ્રતાદિ સર્વ ટૂથ સર્વ દૂષિત થાય છે. ll૩
પII
બ્લોકાર્ચ -
એબ વડે જેમ મહામણિ દૂષિત થાય છે તેમ દંભ વડે કેશનો લોચ, ભૂમિ પર શધ્યા, ભિક્ષાવૃત્તિ, બ્રહ્મચર્યનું પાલન, વ્રતાદિ સર્વ દૂષિત થાય છે. [૩-પા ભાવાર્થ :
જેમ મહામણિમાં કોઈ ત્રાંસી રેખા વગેરે હોય તો તે મણિની કિંમત અલ્પ થઈ જાય છે, અને ઘણી ખરાબ રેખાઓ હોય તો તે મણિ નુકસાનનું કારણ બને છે;
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉ૪
અધ્યાત્મસાર તેમ કોઈ મુનિ કેશ-લોચાદિ સંયમની ક્રિયાઓ કરતો હોય તો પણ, જો ચિત્તમાં દંભનો પરિણામ પડ્યો હોય, તો તેની ક્રિયાઓ દોષવાળી થાય છે; અને જેની અતિ દંભી પ્રકૃતિ હોય તો તેના સર્વ સંયમના આચારો પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે. ll૩-પા અવતરણિકા :
દંભનું સેવન છોડવું અતિ દુષ્કર છે, તે બતાવવા માટે કહે છે –
सुत्यजं रसलाम्पट्यं, सुत्यजं देहभूषणम् ।
सुत्यजा: कामभोगाश्च, दुस्त्यजं दम्भसेवनम् ।।६।। અન્વયાર્થ :
રસતીપૂર્ચ સુચવું, રેમ્પvi સુગં રસની લમ્પટતા છોડવી સહેલી છે, દેહનું ભૂષણ છોડવું સહેલું છે કામમાર્ચ સુત્યનાર, રુક્ષ્મસેવનં દુર્યનમ્ અને કામભોગો છોડવા સહેલા છે, પરંતુ) દંભસેવન છોડવું દુષ્કર છે. II3-9 શ્લોકાર્ચ -
રસનું લામ્પત્ય છોડવું સહેલું છે, દેહનું ભૂષણ છોડવું સહેલું છે અને કામભોગો છોડવા સહેલા છે, પરંતુ દંભસેવન છોડવું દુષ્કર છે. la-વા ભાવાર્થ :
કોઈ જીવને આત્મકલ્યાણની ભાવના થાય, તો તે ભાવનાના બળથી રસલપટટ્ય આદિ ભાવો છોડી શકે છે, પરંતુ દંભનું સેવન ચિત્તનો ધર્મ હોવાથી છોડવો અતિ દુષ્કર છે; માટે જીવ અતિ સાવધાન ન થાય તો દંભનો પરિણામ ત્યજી ન શકે. કારણ કે જો ચિત્ત તત્ત્વથી વાસિત ન હોય તો જગતમાં પોતે હીન ન દેખાય તેવી મનોવૃતિ અંદરમાં પડેલી હોવાને કારણે, જીવને દંભનો પરિણામ ગમે ત્યારે સ્પર્શી શકે છે. આથી જ દંભનો ત્યાગ કરવો દુષ્કર છે. માટે હિતાર્થીએ અત્યંત સાવધાન થઈને દંભના ત્યાગ માટે યત્ન કરવો જોઈએ. ll૩-કા અવતરણિકા :
દંભ સેવનારને શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે -
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપ
દંભત્યાગાધિકાર
स्वदोषनिह्नवो लोक-पूजा स्याद् गौरवं तथा ।
इयतैव कदर्थ्यन्ते, दम्भेन बत बालिशा: ।।७।। અન્વયાર્થ -
મેન દંભ વડે સ્વનિર્નવ જગતમાં પોતાના દોષો છૂપાવવા, નોપૂના તથા લોકની પૂજા અને ગૌરવં ગૌરવ ર થાય. વત ખરેખર ખેદની વાત છે કે તૈવ આટલા જ તુચ્છ ફળ દ્વારા વાર્નિશા: બાલિશ જીવો=અવિચારક જીવો થ્યને ચારિત્રની કષ્ટરૂપ ક્રિયાથી કદર્થના પામે છે. Il૩-છા
* શ્લોકમાં પ્રયોજેલ પર ખેદ દર્શાવવા માટે છે. શ્લોકાર્ચ -
દંભ વડે જગતમાં પોતાના દોષો છુપાવવા, વળી લોકની પૂજા અને ગૌરવ થાય, ખરેખર ખેદની વાત છે કે આટલા જ તુચ્છફળ દ્વારા અવિચારક જીવો ચારિત્રની કેષ્ટરૂપ ક્રિયાથી કદર્થના પામે છે. ll૩-ળા ભાવાર્થ :
જેઓ પ્રકૃતિથી બાલિશ=અવિચારક, છે તેઓ સંયમ ગ્રહણ કરીને પોતાના પ્રમાદને દંભથી છુપાવે છે. તેનાથી પોતાના દોષો પ્રગટ ન થાય, અને પોતે જેવા સંયમી નથી તેવા સંયમી દેખાવાથી લોકમાં પૂજા થાય છે, અને લોકોનાં માનસન્માનરૂપ ગૌરવની પ્રાપ્તિ થાય છે. આટલા જ તુચ્છ ફળ દ્વારા મહાકલ્યાણના કારણરૂપ એવા સંયમને તેઓ વ્યર્થ કરે છે, અને કેવલ સંયમના કષ્ટની કદર્થના પ્રાપ્ત કરે છે. ll૩-૭ના અવતરણિકા :
દંભ વડે કરીને વ્રતનું પાલન પણ અવ્રત માટે જ થાય છે, તે વાત દૃષ્ટાંતથી ભાવન કરીને ભત્યાગનો ઉપદેશ આપે છે -
असतीनां यथा शील-मशीलस्यैव वृद्धये । दम्भेनाव्रतवृद्ध्यर्थं, व्रतं वेषभृतां तथा ।।८।।
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૬
અધ્યાત્મસાર અન્વયાર્થ :
કથા ૩ સતીનાં શતં જેમ અસતી સ્ત્રીઓનું (બાહ્ય ઈન્દ્રિયોના સંયમરૂપ) શીલ શીતરચ વ વૃદ્ધ અશીલની જ વૃદ્ધિ માટે થાય છે, તથા વેશમૃતાં વ્રત તેમ સાધુવેશને ધારણ કરનારાઓનું વ્રત મેન ૩વ્રતવૃધ્યર્થ દંભ દ્વારા અવ્રતની વૃદ્ધિ માટે થાય છે. ૩-૮ શ્લોકાર્ધ :
જેમ અસતી સ્ત્રીઓનું બાહ્ય ઈન્દ્રિયોના સંયમરૂપ શીલ અશીલની જ વૃદ્ધિ માટે થાય છે, તેમ સાધુવેશને ધારણ કરનારાઓનું વ્રત દંભ દ્વારા અવ્રતની વૃદ્ધિ માટે થાય છે. Il૩-૮ ભાવાર્થ :
જેવી રીતે અસતી સ્ત્રીઓ પોતે શીલસંપન્ન છે તે બતાવવા માટે દંભથી અતિસંયમપૂર્વક વર્તતી હોય છે, અને કોઈ પર પુરુષ સાથે વાત ન કરે, અને વાત કરતી હોય તેં પણ અતિસંયમ રાખીને બોલતી હોય છે; તેથી લોકોને એમ જ લાગે કે આ સ્ત્રી અતિશીલવાળી છે. તેથી લોકના વિશ્વાસને પામીને પોતાનું અશીલપણું સારી રીતે તે સ્ત્રી પોષી શકે છે.
તેવી જ રીતે સંયમને ગ્રહણ કર્યા પછી સંયમના પરિણામને જેઓ વહન કરી શકતા નથી, અને પોતાના અસંયમને પોષવા માટે લોકોના દેખતાં દંભથી સંયમની પ્રવૃત્તિ કરતા હોય છે, તેવા સાધુવેષમાં રહેલા દંભીઓની વ્રતની આચરણા પોતાના અવ્રતની વૃદ્ધિમાં જ સહાયક થાય છે. કેમ કે લોકો તેની બાહ્ય આચરણાથી પ્રભાવિત થઈને તેની ભક્તિ કરે છે, અને તે ભક્તિ દ્વારા પોતાનો અસંયમ તેઓ સારી રીતે પોષી શકે છે. ll૩-૮ અવતરણિકા -
શ્લોક-૮માં અતિશય તુચ્છ પ્રકૃતિવાળા જીવોને દંભ, અસંયમની વૃદ્ધિનું કારણ બને છે તે બતાવ્યું. હવે આત્માર્થી અને શાસ્ત્ર દ્વારા દંભના અનર્થને જાણનારા જીવોને પણ દંભ કદર્થનાનું કારણ બને છે, તે બતાવતાં કહે છે –
जानाना अपि दम्भस्य, स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः, प्रस्खलन्ति पदे पदे ।।९।।
Page #86
--------------------------------------------------------------------------
________________
५७
અન્વયાર્થ :
રૂમ્મસ સ્ફુરિત નાનાના રવિ વાતિશા: નના: દંભના સ્ફુરિતને=ફળને, જાણનારા પણ બાલિશ જીવો તત્ર ત્ત્વ ત્યાં જ= દંભમાં જ ધૃતવિશ્વાસ: પરે પડે પ્રવ્રુત્તિ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. II૩-૯
શ્લોકાર્થ :
દંભત્યાગાધિકાર
દંભના ફળને જાણનારા પણ બાલિશ જીવો દંભમાં જ ધારણ કરેલા વિશ્વાસવાળા પદે પદે સ્ખલના પામે છે. ||૩-૯
ભાવાર્થ:
શાસ્ત્ર દ્વારા દંભના સ્વરૂપને અને ફળને જાણતા હોવા છતાં, પ્રકૃતિથી કષાયને ૫૨વશ હોવાથી જીવ દંભમાં જ વિશ્વાસ કરે છે, અને દંભમાં જ સુખની અનુભૂતિ કરે છે. તેથી સંયમમાર્ગમાં યત્ન કરીને હિત સાધવાની મનોવૃત્તિ હોવા છતાં પોતાનું કયાંય હીનપણું ન દેખાય તેવો આશય તેમને સતત સતાવ્યા કરે છે. તેથી સંયમના સ્થાનમાં પણ દંભ સેવીને તેઓ ડગલે ને પગલે સ્કૂલના પામે છે. ||૩–૯॥
અવતરણિકા :
શ્લોક-૯ માં બતાવ્યું કે સંયમના આરાધક જીવો પણ પદે પદે સ્ખલના પામે છે, તે જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે
-
अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि ।
दम्भेन यद्विलुम्पन्ति, कज्जलेनेव रूपकम् ।।१०।। અન્વયાર્થ :
ગદ્દો મોહસ્ય માહાત્મ્ય અહો ! મોહનું માહાત્મ્ય ! ચવું જે કારણથી પ્નભેન વ પમ્ કાજળ વડે જેમ રૂપને (કોઈ મિલન કરે) તેમ તમ્મેન માવતી ટ્રીમાં પિવિત્રુત્તિ દંભ વડે ભાગવતી દીક્ષાને પણ (જીવો) મિલન કરે છે. II૩–૧૦ll
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
શ્લોકાર્થ :
૬૮
અહો ! મોહનું માહાત્મ્ય ! જે કારણથી કાજળ વડે જેમ કોઈ રૂપને મલિન કરે, તેમ દંભ વડે ભાગવતી દીક્ષાને પણ જીવો મલિન કરે છે. II૩–૧૦||
ભાવાર્થ :
આત્મકલ્યાણ અર્થે ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ જીવો પોતાની સંયમપાલનની શક્તિ હોવા છતાં, પ્રમાદને વશ થઈને નિષ્કારણ અપવાદ સેવતા હોય ત્યારે, આત્મવંચનારૂપ દંભ દ્વારા પોતાના સંયમનો નાશ કરે છે. તેથી ખરેખર મોહનું માહાત્મ્ય છે કે, જેમ કોઈ સુંદર રૂપને કાજળ લગાડીને મલિન કરે તેમ સુંદર એવી ભાગવતી દીક્ષાને દંભ દ્વારા જીવો મલિન કરે છે. II૩-૧૦]]
અવતરણિકા :
શ્લોક-૧૦માં કહ્યું કે દંભ ભાગવતી દીક્ષાને મલિન કરે છે, તે જ વાતને દૃષ્ટાંતથી બતાવે છે -
अब्जे हिमं तनौ रोगो, वने वनिर्दिने निशा ।
ग्रन्थे मौर्य्यं कलिः सौख्ये, धम्र्मे दम्भ उपप्लवः ।। ११ । ।
અન્વયાર્થ :
અન્ને હિમ, તનૌ રોગ, વને નિઃ વિને નિશા કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં વહ્નિ, દિવસમાં રાત, પ્રત્યે મૌર્ય, સૌએ લિઃ ગ્રન્થમાં મૂર્ખતા, સુખમાં કજિયો (અને) ધર્મે દુશ્મઃ ૩પ(વઃ ધર્મમાં દંભ ઉપદ્રવ છે. II૩–૧૧||
શ્લોકાર્થ :
કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં વહ્નિ, દિવસમાં રાત, ગ્રંથમાં મૂર્ખતા, સુખમાં કજિયો અને ધર્મમાં દંભ ઉપદ્રવ છે. II૩-૧૧||
ભાવાર્થ :
ગ્રહણ કરાયેલા સંયમની આરાધનાનો દંભ નાશ કરે છે, તે જ વાત અનેક દૃષ્ટાંતોથી પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ધર્મના સેવનથી નિષ્પન્ન થયેલા ઉત્તમ ભાવોનો દંભ નાશ કરી નાંખે છે, તેથી તે ઉપદ્રવસ્વરૂપ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
દંભત્યાગાધિકાર
અહીં દિવસે રાત ઉપદ્રવ છે તેમ કહ્યું, તેનો આશય એ છે કે દિવસે કોઈ આંધી ચઢી હોય તેના કારણે અંધકાર થાય, ત્યારે દિવસે પણ તે રાત જેવો અંધકાર ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની પ્રવૃત્તિમાં દંભ ઉપદ્રવરૂપ છે. ||૩-૧૧||
૬૯
अत एव न यो धर्तु, मूलोत्तरगुणानलम् ।
યુા સુશ્રાદ્ધતા તમ્ય, ન તુ ટ્મેન નીવનમ્ ।।૨।।
'
અન્વયાર્થ ઃ
ગત: રૂ આથી કરીને જ=ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે આથી કરીને જ, ચ: મૂનોત્તરમુળાનું ધતું ન અત્તમ્ જે જીવ મૂલ-ઉત્ત૨ ગુણોને ધારણ કરવા માટે સમર્થ નથી, તસ્ય સુશ્રાદ્ધતા યુત્તા, ન તુ રમ્મેન નીવનમ્ તેની સુશ્રાદ્ધતા યોગ્ય છે; પરંતુ દંભ વડે જીવન જીવવું યોગ્ય નથી. II૩-૧૨||
શ્લોકાર્થ :
ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે, આથી કરીને જ, જે જીવ મૂલ-ઉત્તર ગુણોને ધારણ કરવા માટે સમર્થ નથી, તેની સુશ્રાદ્ધતા યોગ્ય છે; પરંતુ દંભ વડે સાધુજીવન જીવવું યોગ્ય નથી. II૩-૧૨||
ભાવાર્થ:
શ્લોક-૧૧ માં બતાવ્યું કે મહાઅનર્થકારી દંભ, સન્માર્ગમાં પ્રવૃત્તિ કરનારને પણ વારંવાર સ્ખલના કરાવે છે. આથી કરીને જે જીવ મૂળગુણો અને ઉત્તરગુણોને દ્રવ્યથી પણ પાળવા માટે સમર્થ ન હોય, તેના માટે સુશ્રાવકપણું જ યોગ્ય છે; પણ દંભ વડે સાધુ થઈને રહેવું યોગ્ય નથી.
અહીં વિશેષ એ છે કે, ભાવથી મૂલ-ઉત્તરગુણ અપુનર્બંધકમાં સંભવતા ન હોવા છતાં તેવા જીવને દીક્ષાનો અધિકારી કહેલ છે, કેમ કે તેનામાં સ્થૂલબોધને કારણે ભાવની કારણીભૂત એવી મૂલ-ઉત્તરગુણ વિષયક દ્રવ્ય આચરણા હોય છે; અને પોતાના બોધને અનુરૂપ દ્રવ્યવ્રતોને સેવે તો તેનાથી વિશુદ્ધિ પ્રાપ્ત થતાં સૂક્ષ્મબોધનું અને યાવત્ ભાવસંયમનું કારણ પણ તે સંયમ જ બને છે. માટે તેવા જીવોને તો સંયમ હિતાવહ જ છે, પરંતુ સૂક્ષ્મબોધવાળો સમ્યગ્દષ્ટિ પણ વ્યવહા૨ને અભિમત એવી સંયમની મૂલ-ઉત્તરગુણ વિષયક
G-૭
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૭૦
આચરણાઓ ન કરી શકે તો, તેના માટે દંભથી સંયમજીવનમાં રહી યત્ન કરવા કરતાં શ્રાવક થઈને ઉચિત પ્રવૃત્તિ કરવી યોગ્ય ગણાય. ll૩-૧રશા અવતરણિકા :
શ્લોક-૧૨ માં કહ્યું કે જે મુનિ મૂલ-ઉત્તરગુણને ધારણ કરવા સમર્થ ન હોય તેને શ્રાવકપણું જ યુક્ત છે. તેથી સ્કૂલબોધવાળા અપુનબંધક અને સૂક્ષ્મબોધવાળા સમ્યગ્દષ્ટિને જે પોતાનો બોધ છે તેને અનુરૂપ મૂલ-ઉત્તરગુણમાં યત્ન થઈ શકે તો જ સંયમજીવનમાં રહેવુ ઉચિત ગણાય, એમ ફલિત થાય છે. તેથી સંવિજ્ઞપાક્ષિકનો વ્યવચ્છેદ થાય. તેથી કહે છે -
परिहर्तुं न यो लिङ्ग-मप्यलं दृढरागवान् ।
संविज्ञपाक्षिक: स: स्या-निर्दम्भः साधुसेवकः ।।१३।। અન્વયાર્થ :
તરમવાન્ ય સંયમનાં દઢ રાગવાળો એવો જે નિમીષ મુનિલિંગને પણ પરિતું ન ૩ પરિહરવા માટે સમર્થ નથી. સ: તે નિર્મ: સધુરોવ નિર્દભ (અ) સાધુનો સેવક એવો સંવિના સંવિગ્નપાક્ષિક રચાત્ થાય. l૩-૧૩ શ્લોકાર્ચ -
સંયમનાં દઢ રાગવાળો એવો જે મુનિલિંગને પણ છોડવા માટે સમર્થ નથી, તે નિર્દભ અને સાધુનો સેવક એવો સંવિગ્નપાક્ષિક થાય. l૩-૧૩ ભાવાર્થ -
સંયમજીવનના મૂલ-ઉત્તરગુણ ધારણ કરવા માટે જે મુનિ અસમર્થ હોય તેણે સંયમ છોડીને શ્રાવક થવું જ યુક્ત છે. તો પણ જે મુનિ લિંગ ગ્રહણ કર્યા પછી મૂલ-ઉત્તરગુણના વિષયમાં પાલનને અનુરૂપ તેવું સત્ત્વ નહિ હોવાથી મુનિજીવન પાળવા માટે અસમર્થ છે, અને ગ્રહણ કરેલ મુનિલિંગ છોડવું તે લોકમાં લજ્જાસ્પદ છે, તેથી મુનિલિંગ છોડવા માટે પણ જે સાધુ અસમર્થ છે, આમ છતાં જેને સંયમનો દઢ રાગ છે તેવો જે સાધુ, દંભ વગર પોતાની સંયમપાલનમાં થતી ત્રુટિઓને સ્વીકારતો અને સંયમી સાધુઓની ભક્તિ કરતો સંવિજ્ઞપાક્ષિક થાય છે, તે આરાધક છે. પરંતુ જે સાધુ મૂલ-ઉત્તરગુણને ધારણ કરી શકતો નથી અને પોતાની હીનતા ન
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૧
દંભત્યાગાધિકાર દેખાય તે રીતે દંભથી પોતે સંયમી દેખાવા પ્રયત્ન કરે છે, તે તો વિરાધક જ છે.
II૩-૧alI
અવતરણિકા :
શ્લોક-૧૩માં કહ્યું કે સંવિજ્ઞપાક્ષિક લિંગ છોડવા અસમર્થ થાય. હવે તે સંવિજ્ઞપાક્ષિકની સંયમની યતના ત્રુટિત હોવા છતાં જે ઉચિત પ્રવૃત્તિ છે તે નિર્જરાનું કારણ બને છે, તે બતાવતાં કહે છે –
निर्दम्भस्यावसन्नस्या-प्यस्य शुद्धार्थभाषिणः ।
निर्जरां यतना दत्ते, स्वल्पापि गुणरागिणः ।।१४।। અન્વયાર્થ :
પુરણ: શુદ્ધાર્થભાષણ: નિમરચ વસન્નચ ૩ણચ ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ, અવસગ્ન પણ એવા આની સંવિજ્ઞપાક્ષિકની ન્યાવિ યતિના નિર્જરા જો સ્વલ્પ પણ (સંયમની) યતના નિર્જરાને આપે છે. ll૩-૧૪મા શ્લોકાર્ચ -
ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ, અવસન્ન એવા પણ સંવિજ્ઞપાક્ષિકની સ્વલ્પ પણ સંયમની યતના નિર્જરાને આપે છે.[૩-૧૪ ભાવાર્થ -
ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ અને અપસન્ન અર્થાત્ મૂલ-ઉત્તરગુણમાં પ્રમાદી એવા પણ સંવિગ્નપાક્ષિકની સ્વલ્પ પણ યતના નિર્જરાને કરે છે. કેમ કે તેઓ પોતાની ત્રુટિઓને યથાર્થ સ્વીકારે છે, અને લોકમાં પોતાની ત્રુટિત પ્રવૃત્તિઓને સંયમરૂપ દેખાડવા યત્ન કરતા નથી, તેથી તેઓ શુદ્ધાર્થભાષી અને નિર્દભી છે. તેમ જ પ્રમાદી હોવા છતાં તેમને સંયમી સાધુ પ્રત્યે બહુમાન હોય છે, તેથી આવા સંવિગ્નપાક્ષિકોની કાંઈક થોડી પણ યતના નિર્જરાનું કારણ બને છે. ll૩-૧૪ અવતરણિકા –
શ્લોક-૧૧માં દંભનું અનર્થપણું બતાવ્યું. તેથી જે મૂલ-ઉત્તરગુણ ન ધારી શકે તેને દંભ છોડીને શ્રાવક થવું યુક્ત છે, અને કદાચ મુનિલિંગ ન છોડી શકે
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૭૨
તો પણ દંભરહિત શુદ્ધાર્થભાષી થવું જોઈએ, તે શ્લોક-૧૨-૧૩-૧૪માં બતાવ્યું. હવે જેઓ લિંગ પણ છોડતા નથી અને શુદ્ધાર્થભાષી પણ બનતા નથી તેઓ કેવા છે ? તે બતાવે છે
-
व्रतभारासहत्वं ये, विदन्तोऽप्यात्मनः स्फुटम् । दम्भाद्यतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ।। १५ ।।
અન્વયાર્થ :
आत्मनः व्रतभारासहत्वं स्फुटम् विदन्तोऽपि પોતાના વ્રતભારના અસહત્વને= વહન કરવાના અસમર્થપણાને, સ્પષ્ટ જાણતા એવા પણ ચે તમ્માત્ તિત્વમા—ાન્તિ જેઓ દંભથી (પોતાનામાં) યતિપણાને કહે છે, તેાં નામાવિ પાપ્નને તેઓનું નામ પણ પાપ માટે છે. ૧૩–૧૫ણા
શ્લોકાર્થ:
પોતાના વ્રતભારના વહન કરવાના અસમર્થપણાને સ્પષ્ટ જાણતા એવા પણ જેઓ દંભથી પોતાનામાં યતિપણાને કહે છે, તેઓનું નામ પણ પાપ માટે છે.
||૩-૧૫॥
ભાવાર્થ :
જે મુનિઓ પોતાના સંયમને સારી રીતે વહન નથી કરી શકતા, અને પોતે પોતાના વ્રતભારના વહન ક૨વાના અસમર્થપણાને જાણતા હોવા છતાં પણ, લોકમાં ખ્યાતિ મેળવવા માટે અને પોતે હીન ન દેખાય તે માટે, દંભથી પોતે સાધુ છે તેમ કહે છે, તેવા વેષમાત્રથી સંયમી એવા દંભી સાધુનું નામ લેવું પણ પાપ છે. II૩–૧૫]ા
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જે લોકો સંયમના ભારને વહન કરી શકતા નથી તેઓ દંભથી પોતાને યતિ કહે તો તેઓ મહાપાપી છે, તેથી પ્રશ્ન થાય કે વર્તમાનના વિષમકાળમાં કેવા સાધુઓમાં સંયમનો પરિણામ છે, જેથી તેઓ પોતાને યતિ માને તો દોષ નથી ? તે વાત વ્યતિરેકથી કહે છે –
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
દંભત્યાગાધિકાર कुर्वते ये न यतनां, सम्यक् कालोचितामपि ।
तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ।।१६।। અન્વયાર્થ :
રે વાવતાં ૩પ સયતનાં ન પુર્વતે જેઓ કાળને ઉચિત પણ સમ્યક યતના કરતા નથી, ૩ો અહો ! સ્મિક તૈ: યતિના નૈવ ન વળ્યતે દાંભિક એવા તેઓ વડે યતિના નામથી જ જગત ઠગાય છે. ll૩-૧૧ાા નોંધ :
અહીં “વાતોચિતામ” માં “જિ' થી એ કહેવુ છે કે વર્તમાનકાળને ઉચિત ન હોય તેવી સૂક્ષ્મ યતનાઓ તો તેઓ કરતા નથી, પરંતુ વર્તમાન દેશકાળમાં થઈ શકે તેવી ઉચિત પણ યતના તેઓ કરતા નથી, તેવા દાંભિક સાધુઓ વડે યતિના નામથી જ જગત છેતરાય છે. શ્લોકાર્ચ -
જેઓ કાળને ઉચિત પણ સમ્યફ યતના કરતા નથી, અહો ! દાંભિક એવા તેઓ વડે યતિના નામથી જ જગત ઠગાય છે. ll૩-૧૬ના ભાવાર્થ -
વર્તમાનમાં દેશકાળ, સંઘયણબળ આદિ ઘણું વિષમ છે, તેથી પૂર્વના મહાપુરુષોના જેવું સંયમપાલન શક્ય નથી. તો પણ વર્તમાનકાળમાં જે કાંઈ સંયોગો છે, તેને ઉચિત પણ સંયમના સમ્યગૂ પાલન માટે કોઈ સાધુ યત્ન કરતો હોય, ફક્ત સંયોગોને કારણે જ પૂર્વના મહાત્માઓની જેમ યત્ન ન કરતો હોય, તો તે સાધુ ભાવથી યતિ છે. પરંતુ વર્તમાનકાળને ઉચિત પણ સમ્યગુ યતના જે કરતો ન હોય, અને પોતે યતિ નામથી પોતાને ખ્યાત કરતો હોય, તો તે દાંભિક યતિ છે, અને તેવા યતિઓ વડે આ જગત ઠગાય છે. ll૩-૧૬ના અવતરણિકા :
શ્લોક-૧૬માં કહ્યું કે, જે સાધુઓ કાલોચિત પણ સમ્યક્ યતના કરતા નથી, તેવા દાંભિકો વડે આ જગત ઠગાય છે. હવે તેઓ જગતને કેમ ઠગે છે ? તેનું કારણ બતાવે છે –
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૭૪
धर्मीतिख्यातिलोभेन, प्रच्छादितनिजाश्रवः ।
तृणाय मन्यते विश्वं, हीनोऽपि धृतकैतवः ।।१७।। અન્વયાર્થ :
ઘર્મતિથ્યાતિત્વોમેન “ધર્મી' એ પ્રકારની ખ્યાતિના લોભ વડે પ્રતિનિગાશ્રવ છુપાવ્યો છે પોતાનો આશ્રવ=અસંયમભાવ જેણે એવો રીનોવરિ ધૃતર્તવ: હીન પણ દંભી, વિશ્વ તૃપાય મતે વિશ્વને તૃણ તુલ્ય માને છે. [૩
૧૭ll
2 “વૃતમાં “કતવ' શબ્દ કપટ અર્થમાં છે. માટે ધારણ કરેલ કપટવાળો=દંભી, એવો ધૃતકતવનો અર્થ છે. શ્લોકાર્ચ :
“ધર્મ' એ પ્રકારની ખ્યાતિના લોભ વડે છુપાવ્યો છે પોતાનો અસંયમભાવ : જેણે એવો હીન પણ દંભી, વિશ્વને તૃણ તુલ્ય માને છે. ll૩-૧ના ભાવાર્થ :
કાલોચિત સમ્યફ યતના ન કરતા એવા અસંયમી સાધુને, પોતે “સંયમી છે” તે પ્રકારની ખ્યાતિના લોભની ઇચ્છા હોવાથી, પોતાની હીનતા લોકમાં ન દેખાય તે માટે પોતાના અસંયમની ભાવરૂપ આશ્રવને તે છુપાવે છે. આમ, પોતે હીન હોવા છતાં પણ દંભ ધારણ કરીને વિશ્વને તૃણવત્ માને છે. અર્થાત્ જગતના બધા જીવો અસંયમી છે તેથી પોતાની અપેક્ષાએ સામાન્ય છે, અને પોતે સંયમી હોવાથી પોતે બધાને માટે પૂજનીય છે, એવી બુદ્ધિને ધારણ કરે છે. I૩-૧ના
आत्मोत्कर्षात्ततो दम्भी, परेषां चापवादतः ।
વજ્ઞાતિ નિં કર્મ, વાધવં યોનિન્મ: ૨૮ાા અન્વયાર્થ :
તતઃ તે કારણથી=પૂર્વશ્લોકમાં કહ્યું કે દંભી સાધુ ધર્મી તરીકેની ખ્યાતિના લોભથી પોતાનો આશ્રવ છૂપાવે છે તે કારણથી, રુક્ષ્મી માત્મોત્ રેષાં ૩પવીત: દંભી પોતાના ઉત્કર્ષથી અને પરની નિંદાથી યોનિનઃ ધ દિન * વMત્તિ યોગજન્મના બાધક એવા કઠિન કર્મને બાંધે છે. ll૩-૧૮
Page #94
--------------------------------------------------------------------------
________________
૭પ
દંભત્યાગાધિકાર શ્લોકાર્ચ -
પૂર્વશ્લોકમાં કહ્યું કે દંભી સાધુ ધર્મ તરીકેની ખ્યાતિના લોભથી પોતાનો આશ્રવ છુપાવે છે, તે કારણથી, દંભી પોતાના ઉત્કર્ષથી અને પરની નિંદાથી યોગજન્મના બાધક એવા કઠિન કર્મને બાંધે છે. ll૩-૧૮II ભાવાર્થ -
શ્લોક-૧૭માં કહ્યું કે દંભીને “ધર્મી' એ પ્રકારની ખ્યાતિનો લોભ હોવાથી પોતે બીજા કરતાં અધિક છે, તે બતાવવાની વૃતિ હોય છે, તેથી સમ્યફ સંયમ પાળનારાઓથી પોતે હીન ન દેખાય તે માટે સુસાધુઓની નિંદા કરે છે. આમ, બીજાને હીન અને પોતાને મહાન બતાવવાના અશુભાશયથી યોગજન્મનું બાધક એવું કઠિન કર્મ તે બાંધે છે. તે કર્મના કારણે તે દંભીને જન્માન્તરમાં સંયમપ્રાપ્તિની દુર્લભતા થાય છે. ૩-૧૮
आत्मार्थिना ततस्त्याज्यो, दम्भोऽनर्थनिबन्धनम् ।
शुद्धिः स्यादृजुभूतस्ये-त्यागमे प्रतिपादितम् ।।१९।। અન્વયાર્થ :
તત: તે કારણથી= દંભી યોગજન્મનું બાધક કઠિન કર્મ બાંધે છે તે કારણથી, ત્મિયના ૩નર્થનિવર્ધનમ્ રમ: ત્યાથી આત્માર્થી વડે અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો જોઈએ. (અને) ગુમૂતરય શુદ્ધિઃ રચાત્ ઋજુભૂતની સરળ જીવની, શુદ્ધિ થાય છે. રુત્યાયામે પ્રતિપારિતમ્ એ પ્રમાણે આગમમાં કહેવાયેલ છે. ll૩-૧લા શ્લોકાર્ય :
દંભી, યોગજન્મનું બાધક કઠિન કર્મ બાંધે છે તે કારણથી, આત્માર્થ વડે અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો જોઈએ; અને સરળ જીવની શુદ્ધિ થાય છે, એ પ્રમાણે આગમમાં કહેવાયેલ છે. ll૩-૧૯ll ભાવાર્થ :
બીજાને હીન અને પોતાને મહાન દેખાડવાની, તેમ જ પોતે થોડું કર્યું હોય તેને વધુ દેખાડવાની વૃત્તિ, વગેરે પ્રકારના દંભના સેવનથી જીવ કઠિન કર્મ બાંધે છે. આથી તપ-ત્યાગમાં યત્ન કરનાર પણ જીવ જો દંભને પરવશ થાય તો કઠિન કર્મ બાંધે છે. માટે આત્માર્થીને તપ-ત્યાગ કરવા છતાં પણ પોતાની જે
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
અધ્યાત્મસાર ભૂમિકા છે તેનાથી અધિક દેખાડવાની વૃત્તિને કારણે, જો દંભનો પ્રાદુર્ભાવ થાય તો મહાઅનર્થનું કારણ બને, એમ જાણીને આત્માર્થીએ દંભત્યાગમાં યત્ન કરવો જોઈએ. જેઓ સરળ છે તેઓ ભગવાનના વચનને સરળતાથી યથાસ્થાને યોજે છે; અને તેવો બોધ ન હોય તો તેવા સરળ આત્માઓ, ગીતાર્થને પરતંત્ર રહીને પણ આગમ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે; અને કોઈ વખતે પ્રમાદથી સ્કૂલના થઈ જાય તો તેવા જીવો ઉચિત પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધિ કરી લે છે. માટે સરળ જીવોના આચારોથી સંયમની શુદ્ધિ થાય છે, એમ આગમમાં કહેવાયું છે. ll૩-૧લા અવતારણિકા -
વાસ્તવિક રીતે શુદ્ધિ ભગવાનની આજ્ઞાથી થાય છે, અને ભગવાનની આજ્ઞા કોઈ નિયત અનુષ્ઠાનની નથી, પરંતુ સરળપણાથી તે તે સંયોગમાં જે ઉચિત હોય તે અનુષ્ઠાન કરવાની જ આજ્ઞા છે. તેથી સરળપણે જિનાજ્ઞાનો યથાસ્થાને વિનિયોગ કરનારની જ શુદ્ધિ થઈ શકે છે, તે બતાવવા માટે કહે છે –
-जिनैर्नानुमतं किंचि-निषिद्धं वा न सर्वथा ।
कार्ये भाव्यमदम्भेने-त्येषाऽऽज्ञा पारमेश्वरी ।।२०।। અન્વયાર્થ –
નિ: સર્વથા વિચિત્ ર ૩નુમત વા ન નિષિદ્ધ જિનો વડે સર્વથા કાંઈ પણ અનુમત નથી અથવા સર્વથા કાંઈ પણ નિષિદ્ધ નથી કર્યું કાર્ય ઉત્પન્ન થયે છતે ૩ષ્ણન માર્ગ દંભ વગર વિચારવું જોઈએ. તિ પરમેશ્વર પુH ૩જ્ઞા એ પ્રકારની પરમેશ્વર સંબંધી આ આજ્ઞા છે. ||૩-૨૦ll શ્લોકાર્ચ -
જિનો વડે સર્વથા કાંઈપણ અનુમત નથી અથવા સર્વથા કઈપણ નિષિદ્ધ નથી, પરંતુ કાર્ય ઉત્પન્ન થયે છતે દંભ વગર વિચારવું જોઈએ, એ પ્રકારની પરમેશ્વર સંબંધી આ આજ્ઞા છે. I૩-૨ના ભાવાર્થ :
ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ-અપવાદમય હોવાથી કોઈ નિયત એકરૂપ નથી. અર્થાત્ “એકાંતે આમ જ કરાય તેમ નથી, પરંતુ સંયોગ પ્રમાણે પરિવર્તન કરાય તેવી છે. આગમમાં ઉત્સર્ગથી જેનું વિધાન છે તેનો અપવાદથી નિષેધ છે. આમ
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૭
દંભત્યાગાધિકાર
છતાં, ઉત્સર્ગથી કે અપવાદથી તે અભિમત=સંમત, હોવા છતાં, સ્વમતિથી જે ઉત્સર્ગ કે અપવાદનું સેવન કરે તે આજ્ઞાથી નિરપેક્ષ છે. પરંતુ દંભરહિતપણે દ્રવ્યક્ષેત્રનું સમ્યક્ પર્યાલોચન કરીને ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગનું સેવન અને અપવાદના સ્થાનમાં અપવાદનું સેવન કરે, તો તેની પ્રવૃત્તિ આજ્ઞાનુસારી છે. અને જે જીવ અગીતાર્થ હોવા છતાં સરળ હોય તે ગુરુપારતંત્ર્ય જ સ્વીકારે, કેમ કે દ્રવ્યક્ષેત્રનું સમ્યક્ સમાલોચન ક૨વા માટે તે અસમર્થ છે. તો પણ દ્રવ્યક્ષેત્રને અનુરૂપ ઉચિત આચરણા તે ત્યારે જ કરી શકે કે જ્યારે સરળતાપૂર્વક ગીતાર્થને પરતંત્ર રહેતો હોય. અને જેઓ વક્રતા વગર ભગવાનની આજ્ઞાને યથાસ્થાને જોડીને ઉત્સર્ગ કે અપવાદમાં યત્ન કરે છે, તેઓને તે આચરણાથી શુદ્ધિ થાય છે. II૩-૨૦મા
અવતરણિકા :
દંભત્યાગ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે
अध्यात्मरतचित्तानां, दम्भः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य, सिन्धुं लङ्घयतामिव ।। २१ ।।
અન્વયાર્થ :
સિન્ધુ લઘયતામ્ પોતસ્ય નેશઃ પિ છિદ્ર વ્ જેમ સમુદ્રને ઉલ્લંઘન કરતાં નાવનું લેશ પણ છિદ્ર (ઉચિત નથી) તેમ અધ્યાત્મરતચિત્તાનાં સ્વત્વઃ પિ ન્મઃ નોષિતઃ અધ્યાત્મરત ચિત્તવાળાઓને સ્વલ્પ પણ દંભ ઉચિત નથી.II૩-૨૧||
શ્લોકાર્થ ઃ
સમુદ્રને ઉલ્લંઘન કરતાં નાવનું લેશ પણ છિદ્ર જેમ ઉચિત નથી, તેમ અધ્યાત્મરત ચિત્તવાળાઓને સ્વલ્પ પણ દંભ ઉચિત નથી. II૩-૨૧||
ભાવાર્થ :
અધ્યાત્મમાં રત થયેલા અને સંસારથી વિરક્ત થયેલા એવા મુનિઓ પણ સાધના કરતા હોય ત્યારે, ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોમાં ક્યારેક પ્રમાદને કારણે દંભ કરી લે છે. જેમ ભગવાને ઉત્સર્ગથી નિર્દોષ ભિક્ષાદિની વિધિ કરી છે, તેમ વિષમ દ્રવ્ય-ક્ષેત્રમાં અપવાદથી દોષિત ભિક્ષા લાવવાની પણ અનુજ્ઞા આપી છે. પરંતુ તે અપવાદ સંયમવૃદ્ધિનું કારણ હોય ત્યારે જ ઈષ્ટ બને છે. આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદને કારણે જીવ શાતા અર્થે દંભ કરીને અપવાદનું સેવન કરે છે, અને મનમાં વિચારે કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ-અપવાદમય છે. આ રીતે સંયમજીવનમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
અંધ્યાત્મસાર પણ ક્યારેક અલ્પ પણ દંભ થાય તો તે ઉચિત નથી.
જેમ સમુદ્ર તરતાં નાવમાં કાણું પડે તો શીઘ્ર તે કાણાને પૂરી દેવામાં ન આવે તો ડૂબવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તેમ અધ્યાત્મમાં રત એવા મહાત્માઓને પણ ક્યારેક પ્રમાદથી નાનો દંભ થઈ જાય, પરંતુ તેની શુદ્ધિ શીધ્ર કરવામાં ન આવે તો ધીરે ધીરે તે પ્રમાદની વૃદ્ધિ થઈને અધ્યાત્મરત એવા પણ સાધુને દુરંત સંસારમાં ડૂબવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે દંભના પરિવારમાં જ યત્ન કરવો જોઈએ. Il૩-૨૧II. અવતરણિકા :
ઉપસંહારમાં દૃષ્ટાંત દ્વારા દંભના ત્યાગનો ઉપદેશ આપે છે -
दम्भलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् ।
अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ।।२२।। અન્વયાર્થ :
મ7ીનેશ પ : મલ્લિનાથ આદિનો લેશ પણ દંભ સ્ત્રીત્વાનર્થનિવન્ધનમ્ સ્ત્રીપણાના અનર્થનું કારણ બન્યો) ૩યતઃ આથી કરીને તત્વરિદારય તેના દંભના પરિહાર માટે મહત્મિના ચંતિતડ્યું મહાત્મા વડે યત્ન કરાવો જોઈએ. ll૩-૨શા શ્લોકાર્ચ -
મલ્લિનાથ આદિનો લેશ પણ દંભ સ્ત્રીપણાના અનર્થનું કારણ બન્યો. આથી કરીને દંભના પરિહાર માટે મહાત્મા વડે યત્ન કરવો જોઈએ. l૩-૨રા ભાવાર્થ :
પૂર્વભવમાં કરેલા દંભના કારણે તીર્થકરના આત્મા એવા મલ્લિકુમારી અને મહાનયોગી એવાં બ્રાહ્મી-સુંદરી પણ સ્ત્રીપણું પામ્યાં. આમ, આરાધના ઘણી હોવા છતાં ઊંચા જીવો પણ દંભથી પડે છે માટે દંભ મહાઅનર્થકારી છે. વિશેષ દંભથી દુર્ગતિની પરંપરા પણ થઈ શકે છે. તેથી આત્મિકગુણના વિકાસ માટે અને દંભના ત્યાગ માટે મહાત્માએ યથાશક્તિ પુરુષાર્થ કરવો જોઈએ. ll૩-૨રા
।। इत्यध्यात्मसारे दम्भत्यागाधिकारः ||३||
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર
II મવરવરૂપૂચિંતાસંધિવાર II
અવતરણિકા :
પ્રથમ અધિકારમાં અધ્યાત્મનો મહિમા બતાવ્યો, જેથી યોગ્ય જીવ અધ્યાત્મને અભિમુખ થાય. દ્વિતીય અધિકારમાં અધ્યાત્મ પદાર્થનું સ્વરૂપ બતાવ્યું, જેથી યોગ્ય જીવ તેમાં યત્નશીલ બને અને તૃતીય અધિકારમાં આવા યત્નની સફળતાની ચાવીરૂપ નિર્દભતાની આવશ્યક્તા બતાવી.
વળી અધ્યાત્મની ક્રિયાને અતિશયિત કરવા અર્થે વૈરાગ્યની આવશ્યકતા છે. તેથી કરીને વૈરાગ્યને અતિશયિત કરવા અર્થે ઉપયોગી એવું ભવનું સ્વરૂપ અનેક ઉપમાઓ દ્વારા પ્રસ્તુત અધિકારમાં બતાવ્યું છે -
तदेवं निर्दम्भाचरणपटुना चेतसि भवस्वरूपं सञ्चिन्त्यं क्षणमपि समाधाय सुधिया ।। રૂ વિાડધ્યાત્મપ્રસરસરણીનીદરી, --
सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ।।१।। અન્વયાર્થ :
તત્ તે કારણથી પૂર્વે કહ્યું કે દંભ એ અધ્યાત્મના માર્ગમાં અનર્થની વૃદ્ધિ કરે છે તે કારણથી, નિમ્બારપટના નિર્દભ આચરણમાં હોશિયાર એવા જીવ વડે સુધિયા સુંદર બુદ્ધિ દ્વારા સમાજ ક્ષણવાર પણ વેતર ચિત્તમાં સમધાય સમાધાન કરીને મવસ્વરૂપે ભવસ્વરૂપને પર્વ આ રીતે=આગળ કહેવાશે એ રીતે સખ્યિત્વે વિચારવું જોઇએ.(આગળના શ્લોકમાં બતાવાશે એ પ્રકારની ભવસ્વરૂપની ચિંતા કેવા પ્રકારના સુખનું કારણ છે? તે ઉપમાથી બતાવે છે.) વૈરાચારથાપ્રિયપવનપાના વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી, 31ધ્યાત્મપ્રસરસરનીરત્નહરી અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના પાણીની લહરી સદેશ ફર્ચ ચિંતા આ (ભવસ્વરૂપની) ચિંતા સતાં સુવૃત્તેિ સજ્જનોના સુખને માટે (થાય) છે. II૪-૧ના
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
શ્લોકાર્થ ઃ
૮૦
પૂર્વે કહ્યું કે દંભ એ અધ્યાત્મના માર્ગમાં અનર્થની વૃદ્ધિ કરે છે, તે કારણથી નિર્દભ આચરણમાં હોશિયાર એવા જીવ વડે સુંદર બુદ્ધિ દ્વારા ક્ષણવાર પણ ચિત્તમાં સમાધાન કરીને ભવસ્વરૂપને આગળ કહેવાશે એ રીતે વિચારવું જોઈએ. આગળના શ્લોકમાં બતાવાશે, એ પ્રકારની ભવસ્વરૂપની ચિંતા કેવા પ્રકારના સુખનું કારણ છે, તે ઉપમાથી બતાવે છે. વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી, અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના જળની લહરી સદેશ આ ભવસ્વરૂપની ચિંતા સજ્જનોના સુખને માટે થાય છે. ||૪-૧||
ભાવાર્થ :
આત્માના જ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે સમ્યગ્ આચારોનું સેવન કરતો જીવ સર્વદંભરહિત બને છે, અને એ રીતે નિર્દંભ આચારમાં પટુ બને છે.
જે જીવને સંસારની સર્વ ઈચ્છાઓ ઉપદ્રવ સમાન લાગે છે, અને પુણ્યના ઉદયથી જે ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે પણ આત્માનું અતાત્ત્વિક સ્વરૂપ છે, એવું જેને ભાસે છે; વળી, જે આત્મામાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ જ ઊઠતી નથી, એવા શુદ્ધ આત્માને જ જે તત્ત્વસ્વરૂપ માને છે, તે જીવ સુંદર બુદ્ધિવાળો છે. આવી સુંદર બુદ્ધિની ઉપસ્થિતિમાં પણ જીવને અનાદિ કાળથી સંસારના જ સંસ્કાર દૃઢ થયા હોવાને કારણે, ચિત્ત વારંવાર વિષયો તરફ આકર્ષાય છે, તેથી વિષયો છોડવાની ઈચ્છા હોવા છતાં તે વિષયોને છોડી શકતો નથી. તેથી કહે છે કે ક્ષણવાર પણ “વિષયોથી સર્યું” એ મુજબ વિચારી ભવના ભયાવહ સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. આમ ક૨વાથી ચિત્ત સંસાર-ભાવમાંથી નિવૃત્ત બને છે અને અનિચ્છારૂપ આત્મભાવમાં જવા માટે તત્પર બને છે.
હવે આ ભવસ્વરૂપની ચિંતા કેવી છે તે બતાવે છે. જીવ જ્યારે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે છે ત્યારે ક્રિયા કરતાં કરતાં અધ્યાત્મની વૃદ્ધિ થાય છે, અર્થાત્ અધ્યાત્મ પ્રસાર પામે છે. અધ્યાત્મના આ પ્રસારને અહીં સરોવર સમાન કહેલ છે.
જેમ કોઈ એક સરોવરને કિનારે કોઈ કુદરતપ્રેમી માણસ બેઠો હોય, તે સમયે મંદ મંદ પવન લહેરાતો હોય ત્યારે પેલા સરોવરના નીરમાં લહેરીઓ ઊઠતી હોય, તે દશ્ય પેલા માણસને ખૂબ જ રમ્ય લાગે છે.
તેમ જેના હૈયામાં અધ્યાત્મ સ્થિર થયેલ છે તે જીવના ચિત્તમાં “મારે વૈરાગ્યને
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૧
ભવસ્વરૂપચિંતાઅધિકાર સ્થિર કરવો છે” એવી રુચિ જન્મે છે. અને વૈરાગ્યની આવી આસ્થાને અહી મંદ પવન સાથે સરખાવી છે. તોફાની પવનથી તો સરોવરમાં વમળ ઉત્પન્ન થાય છે, જ્યારે મંદ પવનથી ઊઠતી લહેરો જ ચિત્તને આનંદ આપી શકે છે. તેમ વૈરાગ્યનિષ્પત્તિની શ્રદ્ધારૂપ પ્રિય પવનથી પુષ્ટ થયેલી એવી અધ્યાત્મની ચિંતા આત્મકલ્યાણના અર્થી એવા યોગીઓને સુખ માટે બને છે. I૪-૧૫ અવતરણિકા :
પૂર્વના શ્લોકમાં કહ્યું કે ભવના સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. તેથી હવે પછીના શ્લોકોમાં જુદી જુદી ઉપમાઓ દ્વારા ભવનું સ્વરૂપ બતાવાયું છે -
ઉપમા ઃ ૧ - સંસાર = સમુદ્ર
इत: कामौर्वाग्निर्व्वलति परितो दुःसह इतः । पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ।। इत: क्रोधावर्तो विकृतितटिनीसङ्गमकृतः ।
સમુદ્ર સંસારે દિ ન માં ચ મવતિ.? સારા અન્વયાર્થ -
રૂત: આ તરફ : વામોનિઃ દુઃસહ કામરૂપી ઉર્વાગ્નિ પરત: ત્નતિ ચારે બાજુથી બળે છે. રૂત: આ તરફ વિષયરિદ્વિઘટિતા: પ્રાવી: પત્તિ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી વિઘટિત=છૂટા પડેલા, પથ્થરો પડે છે. રૂત: આ તરફ વિકૃતિતટિનીસમસ્ત: ઘાવર્ત: વિકારરૂપી નદીના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી (ઊઠે) છે તદું તે કારણથી રૂહ સંસારે સમુદ્ર આ સંસારરૂપી સમુદ્રમાં કરચ મ ર મવતિ કોને ભય ન થાય ? ll૪-રા શ્લોકાર્ચ -
આ તરફ દુઃસહ કામરૂપી ઉર્વાગ્નિ ચારે બાજુથી બળે છે, આ તરફ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી છૂટા પડેલા પત્થરો પડે છે, આ તરફ વિકૃતિરૂપી નદીના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી ઊઠે છે, તે કારણથી આ સંસારરૂપી સમુદ્રમાં કોને ભય ન થાય ? I૪-રા
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
૮૨
કોઈ માણસ વિશાળ સમુદ્રમાં નાવમાં બેસીને જઈ રહ્યો હોય અને અચાનક સમુદ્રમાં તોફાન ઉત્પન્ન થાય ત્યારે, ચારે બાજુ જોતાં સમુદ્રનું ભયાનક સ્વરૂપ દેખાય છે. સમુદ્રમાં એક બાજુ વડવાનલ ઊઠેલો હોય, તો બીજી ત૨ફ કિનારા પાસેના પર્વતના મોટા શિખરો પરથી પત્થરો છૂટા પડીને સમુદ્રમાં પડતા હોય, તો ત્રીજી ત૨ફ નદીના સંગમના સ્થળે મોટા આવર્તો ઉત્પન્ન થતા હોય. આવી સ્થિતિમાં વડવાનલ પાસે જવાથી બળીને ભસ્મ થવાની સંભાવના છે, તો કિનારા તરફ જવાથી પત્થર તળે દબાઈ જવાની સંભાવના છે, તો સંગમસ્થળે જવાથી આવર્તોમાં ફસાઈ જવાથી સીધા ઊંડા સમુદ્રમાં જ ગરકાવ થઈ જવાની સંભાવના છે. આ રીતે સમુદ્રનું આવું ભયાવહ સ્વરૂપ બુદ્ધિમાન જીવ બુદ્ધિમાં ઉપસ્થિત કરે તો તેને અત્યંત ભય લાગે છે. આવી ભયાનક સ્થિતિમાં ફસાયેલો જીવ તેમાંથી નીકળવાના કઠિન પણ ઉપાયને સેવવા તૈયાર થઈ જાય છે.
જેમ સમુદ્રનું સ્વરૂપ ભયાનક છે, તેમ સંસારનું પણ આવું ભયાનક જ સ્વરૂપ છે. પરંતુ સંસારી જીવો બાળક જેવી અવિચા૨ક અવસ્થામાં રહેલા હોવાથી સંસારને ભયાવહરૂપે સમજી ન શકવાને કા૨ણે એનાથી ભય પામતા નથી. આથી જ્યારે જીવને પોતાના ઉપશાંતભાવવાળા વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવી જાય, અને પછી સમુદ્રની ઉપમાથી સંસારને જુએ, ત્યારે જીવને કામ એ વડવાનલ જેવો ભાસે છે, વિષયો એ પર્વત પરથી છૂટા પડતા પત્થરો જેવા ભાસે છે, તથા ક્રોધાદિ કષાયો એ પોતાના સ્વરૂપની વિકૃતિરૂપ નદીના સંગમને કરનારા આવર્તો સમાન ભાસે છે. કેમ કે કામની ઈચ્છાને કારણે મનમાં આગ પેદા થાય છે અને તે આગ ચિત્તને બાળે છે. વળી, જગતમાં રહેલા વિષયો ચિત્તમાં ખળભળાટ મચાવી દે છે, અને ક્રોધાદિ કષાયો ચિત્તને વિકારી બનાવે છે. અહીં ‘ક્રોધઆવર્ત' શબ્દના ઉપલક્ષણથી માન વગેરે કષાયો પણ ગ્રહણ કરવાના છે.
સામાન્ય રીતે અનુકૂળ એવા વિષયોના સંપર્કથી જીવને સતત વિકારોરૂપ કદર્થના થતી હોય છે અને પ્રતિકૂળ એવા પદાર્થો પ્રત્યે અરુચિ થતી હોય છે, તેથી જ જીવ તાત્ત્વિક સુખનું વેદન કરી શકતો નથી. જોકે ઉપશાન્ત ચિત્તવૃત્તિરૂપ તાત્ત્વિક સુખનો વિચા૨ક જીવ, કદર્થના કરતા એવા અનુકૂળ વિષયો, અરુચિના ભાવરૂપ ક્રોધના આવર્તો, તથા કામરૂપી અગ્નિને, આત્માના અનર્થના કારણરૂપ જોઈને તેનાથી બચવા સતત યત્ન કરે છે; અને આવો જીવ જ આ સર્વથી બચી શકે છે. અને આ
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૩
ભવસ્વરૂપચિંતાઅધિકાર રીતે જ કરેલી ભવસ્વરૂપની ચિંતા એ સમ્યક્ ચિંતા છે, બાકી તો ફક્ત શબ્દરૂપે જ રહે છે. I૪-રા
ઉપમા : ૨ – સંસાર = અગ્નિ
प्रियाज्वाला यत्रोद्वमति रतिसन्तापतरला । कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् ।। अथाङ्गान्यङ्गारा कृतबहुविकाराश्च विषयाः ।
दहन्त्यस्मिन्वह्नौ भववपुषि शर्म क्व सुलभम् ?।।३।। અન્વયાર્થ :
યત્ર જ્યાં સંસારરૂપી અગ્નિમાં રતિસત્તા તરતા પ્રિયાન્વીતા રતિના સંતાપ વડે તરલ ચંચળ, એવી પ્રિયારૂપી વાળા ૠક્ષા કટાક્ષોરૂપી વુવનયસ્તરામનવીનું કમળના પત્ર જેવી શ્યામ કાંતિવાળા ધૂમધાન ધૂમાડાના સમૂહને ઉદ્ધમત ઉઠ્ઠમન કરે છે= ફેંકે છે. હવે તવારી: વિષય: કરેલા છે ઘણા વિકારો એવા વિષયોરૂપી ૩iાનિ ૨ અને અંગોરૂપી વાર: અંગારાઓ નિભવવપુષિ વો આ ભવશરીરરૂપી અગ્નિમાં બળે છે. (આથી સંસારમાં) શર્મ કર સુતમમ્ સુખ ક્યાંથી સુલભ હોય? I૪-all શ્લોકાર્ચ -
સંસારરૂપી અગ્નિમાં રતિના સંતાપ વડે ચંચળ એવી પ્રિયારૂપી વાળા કટાક્ષોરૂપી કમળના પત્ર જેવી શ્યામ કાંતિવાળા ધૂમાડાના સમૂહને ફેંકે છે. હવે કરેલા છે ઘણા વિકારો એવા વિષયોરૂપી અને અંગોરૂપી અંગારાઓ આ ભવશરીરરૂપી અગ્નિમાં બળે છે. આથી સંસારમાં સુખ ક્યાંથી સુલભ હોય? I૪-૩ ભાવાર્થ :
સંસારને અહીં અગ્નિની ઉપમા આપી છે. અને આ સંસારમાં સ્ત્રી જ્યારે રતિના પરિણામથી ચંચળ થયેલી હોય છે ત્યારે વાળા જેવી બને છે, અને તે જ્વાળામાંથી કટાક્ષરૂપી કાળો ધૂમાડો નીકળે છે, જેને કારણે મોહ પામેલા જીવો તત્ત્વને જોઈ શકતા નથી. જેમ કોઈ સ્થાને અગ્નિ પ્રગટેલો હોય, તેમાંથી કાળા
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ધૂમાડા નીકળતા હોય, તો ત્યાં જનાર પુરુષને દિશાનો સંમોહ થવાથી પોતાને ક્યાં જવું છે તે નક્કી કરી શકતો નથી; તેમ રતિના પરિણામવાળી સ્ત્રી જ્યારે કટાક્ષો ફેંકે છે, ત્યારે તેના હાવભાવોથી જે પુરુષો મૂંઝાઈ જાય છે, તેઓ સન્માર્ગને જોઈ શકતા નથી.
વળી આ સંસારમાં જીવનું શરીર અગ્નિમાં બળતા અંગારા જેવું છે, અને વિષયો પણ અંગારા જેવા છે. જેમ અંગારામાં સુખ માટે કોઈ હાથ નાંખે તો સુખ કેવી રીતે મળે ? તેમ આ શરીર જીવને અનેક જાતની વ્યાધિ-કદર્થનાથી બાળી રહ્યું છે, તેથી તે અંગારા જેવું છે; અને પાંચેય ઈન્દ્રિયોના વિષયો જીવને સતત વિકારો પેદા કરાવીને બાળી રહ્યા છે. તેથી આ ભવરૂપી શરીરમાં સુખ સંભવે નહિ; માટે સુખના અર્થીએ સંસારનું સ્વરૂપ વિચારીને જ્યાં શરીર નથી, જ્યાં વિકારો નથી અને
જ્યાં સ્ત્રીઓના કટાક્ષોથી મોહ પામવાનું સ્થાન નથી તેવા મોક્ષને મેળવવા જ યત્ન કરવો જોઈએ. II૪-૩
ઉપમા ઃ ૩ --સંસાર = કસાઈખાનું.
गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं । निपीड्यन्ते यत्र प्रकृतिकृपणा: प्राणिपशवः ।। नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै
र्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ।।४।। અન્વયાર્થ:
યત્ર જ્યાં=સંસારમાં વિષમવિષચૈઃ ઘાતમ: વિષમ એવા વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે તનયનિતાનેરિત પશે પુત્ર-સ્ત્રીના સ્નેહથી ઘટિત બનાવેલા, એવા પાશને અને રત્ના ગળામાં નાંખીને પ્રકૃતિવૃ૫ના નિતાન્ત ટુર્ના પ્રાપશવ પ્રકૃતિથી કૃપણ અને અત્યન્ત દુઃખારૂં એવા પ્રાણીરૂપી જીવરૂપ, પશુઓને નિપીટીને પીડા કરાય છે. ૩દદ ! અરેરે ! તત્તે કારણથી ભવ: મહીસTદ્વાર સૂનાથાન સંસાર મહાભયંકર કસાઈખાનારૂપ છે..૪-૪
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર શ્લોકાર્ચ -
સંસારમાં વિષમ એવા વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે, પુત્ર-સ્ત્રીના સ્નેહથી બનાવેલા પાશને ગળામાં નાખીને, પ્રકૃતિથી કૃપણ અને અત્યંત દુઃખાર્ત એવા જીવરૂપી પશુઓને પીડા કરાય છે; અરેરે ! તે કારણથી સંસાર મહાભયંકર કસાઈખાનારૂપ છે. ૪-જા ભાવાર્થ :
જેમ ઘાતક ભટો, પશુને ગળે પાશ નાખીને કસાઈખાને લઈ જઈ તેનો વધ કરે છે, તેથી પશુ મહાપીડાને પામે છે; તેમ આ ભવ પણ કસાઈખાના સમાન જ છે. કેમ કે સંસારી જીવો પશુ જેવા અવિચારક-કપણ અને અત્યંત દુઃખાર્ત છે, સંસારવર્તી વિષમ એવા વિષયો ઘાતક ભટો સમાન છે; તથા સ્ત્રી-પુત્ર આદિ પ્રત્યેનો સ્નેહ એ પશુના ગળામાં નાખવામાં આવતા પાશ જેવો છે. આથી કસાઈખાનું જેમ પશુના વધનું સ્થાન છે, તેમ આ સંસાર પણ જીવને દુર્ગતિરૂપ વધસ્થાનમાં લઈ જનાર છે.
સંસારી જીવો તત્ત્વના અવિચારક હોય છે, તેથી તેઓને પશુ સમાન કહ્યા છે. વળી, સંસારી જીવો પોતાના જ સ્વાર્થને હંમેશાં પોષતા હોય છે, પરંતુ અન્ય માટે ઘસાવાની વૃત્તિ સહેજ પણ ધરાવતા હોતા નથી, તેથી તેઓની પ્રકૃતિ કૃપણ હોય છે. વળી, તેમને જ્યાં સુધી બાહ્ય પદાર્થોના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તુચ્છ પદાર્થોને જ ભેગા કરવાની વૃત્તિ ધરાવતા હોય છે, જે મેળવવા માટેની દરેક પ્રવૃત્તિઓથી શારીરિક દુઃખને તથા ઈચ્છાઓની અપૂર્ણતાથી માનસિક દુઃખને જ આમંત્રે છે. તેથી તેઓ દુઃખાર્ત હોય છે. આ રીતે સંસારી જીવો પશુ જેવા તેમજ કૃપણ અને દુઃખાર્ત છે.
વળી ઈન્દ્રિયોના વિષયો અતિવિષમ છે, કેમ કે વિષયો જીવની અંદર ઉત્સુકતા પેદા કરીને પુત્રાદિ પ્રત્યે સ્નેહનાં બંધનો બાંધે છે, અને જીવને દુર્ગતિની પરંપરામાં નાખે છે. આથી વિષમ એવા વિષયોને ઘાત કરનારા ભટોની= કસાઈઓની ઉપમા આપેલ છે, અને તે ઘાતક ભટ જેવા વિષયો, જીવરૂપી પશુના ગળામાં સ્નેહથી બનાવેલા પાશાને નાખીને દુર્ગતિરૂપી વધસ્થાનકમાં લઈ જાય છે. તેથી આ સંસાર ખરેખર કસાઈખાના જેવો છે. I૪-કા
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ઉપમા : ૪ - સંસાર = પિશાચ '
अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं । कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले ।। महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखा ।
न विश्वासार्होऽयं भवति भवनक्तञ्चर इति ।।५।। અન્વયાર્થ:
વિદ્યાયાં રાત્રી રતિ અવિદ્યારૂપી રાત્રિમાં ચરે છે–ફરે છે, મૂક્તિ વિષમ પાયાનીઘ વદને મસ્તક ઉપર વિષમ એવા કષાયરૂપી સર્પોના સમુદાયને વહન કરે છે, અને ૨ વિષયાસ્થતિ ક્ષિતિ અને ગળામાં વિષયરૂપી હાડકાંને નાખે છે ધારણ કરે છે વસ્મરમુ: મહાષાનું જ્ઞાન પ્રશ્નતિ કામરૂપી વક્રમુખવાળો મહાદોષરૂપી દાંતોને પ્રગટ કરે છે=મહાદોષોરૂપી દાંતો કાઢે છે. ૩યં મવનશ્વર? આ ભવરૂપી પિશાચ ન વિશ્વાસાઈઃ મતિ વિશ્વાસને યોગ્ય નથી. II૪-પા
* “તિ’ પાદપૂર્તિ અર્થક છે. શ્લોકાર્ચ -
અવિદ્યારૂપી રાત્રિમાં ફરે છે, મસ્તક ઉપર વિષમ એવા કષાયરૂપી સર્પોના સમુદાયને વહન કરે છે, ગળામાં વિષયરૂપી હાડકાંને નાખે છે અને કામરૂપી વક્રમુખવાળો મહાદોષરૂપી દાંતોને પ્રગટ કરે છે એવો આ ભવરૂપી પિશાચ વિશ્વાસને યોગ્ય નથી. II૪-પા ભાવાર્થ :
જે રીતે રાત્રિમાં વિચરતા પિશાચને જોઈને જીવ ભયને પામે છે, કેમ કે તેના મસ્તક ઉપર સર્પો હોય છે, ગળામાં હાડકાંની માળા હોય છે તથા તેના વક્ર એવા મુખમાંથી ભયાનક દાંતો બહાર દેખાતા હોય છે; તે રીતે જ સંસારી જીવો અવિદ્યારૂપી અંધકારમાં ભટકતા હોય છે, વિષમ કોટિના કષાયોને વહન કરતા હોય છે, વિષયોની હારમાળાથી ઘેરાયેલા હોય છે તથા કામવૃત્તિરૂપ વક્રમુખમાંથી મહાદોષોના સેવનરૂપ દાંતોને પ્રગટ કરે છે. તેથી સંસારી જીવોનો ભવ તત્ત્વથી પિશાચ જેવો છે, જે તત્ત્વદૃષ્ટિઓને દેખાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૭
ભવસ્વરૂપચિંતાઅધિકાર સંસારી જીવો સામાન્ય રીતે સંસારમાં આવતી પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓની જ તુલના કરે છે અને ત્યારે પ્રતિકૂળતા દુઃખરૂપ ભાસે છે અને અનુકૂળતા સુખરૂપ ભાસે છે. આમ છતાં, તે અનુકૂળતાઓ મેળવવા માટે જે ક્લેશ કરે છે, તેના ફળરૂપે જ તેઓ દુર્ગતિનાં દુઃખોને પામે છે; તથા ભોગના અનુભવકાળમાં રાગાદિની જે આકુળતા છે તે સર્વ તેમને દેખાતી નથી, ફક્ત અનુકૂળ ભાવોમાં થતા સુખમાત્રને જોઈને સંતોષ અનુભવે છે. જ્યારે તત્ત્વથી વિચારીએ તો આત્મિક સુખ આગળ સંસારનું દુઃખ જેમ પીડારૂપ છે, તેમ સંસારનું સુખ પણ તે દુઃખ કરતાં અતિ જુદું નથી; કેમ કે આત્મિક ભાવમાં સ્થિર થયેલા જીવને કોઈ ક્લેશ કે આકુળતાની પ્રાપ્તિ થતી નથી અને સદ્ગતિની પરંપરા દ્વારા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું પારમાર્થિક જ્ઞાન સંસારી જીવોને નથી તે જ તેમની અજ્ઞાનતા હોવાથી તે જીવો અજ્ઞાનતારૂપી રાત્રિમાં ભટકે છે. તેથી ભવરૂપી પિશાચને અવિદ્યારૂપી રાત્રિમાં ભટકે છે તેમ કહેલ છે.
જેમ લોકોને ડરાવવા માટે પિશાચ પોતાના મસ્તક ઉપર સર્પો રાખે છે, પોતાનું આવું ડરામણું સ્વરૂપ જ પિશાચને પ્રિય હોય છે; તેમ સંસારી જીવોને પણ કષાયો પ્રિય હોય છે. જેમ સર્પ હંમેશાં ડંખ મારવા જ તત્પર હોય છે, તેમ કષાયો ચિત્તને હંમેશાં ડંખ મારવારૂપ પીડા જ કર્યા કરે છે. વળી પિશાચે લોકોને ભય પેદા કરાવવા માટે ગળે હાડકાંની માળા નાખે છે, તેમ તત્ત્વચિંતકને સંસારવર્તી બાહ્ય વિષયો ગળે હાડકાંની માળા જેવા વિકરાળ જ લાગે છે. લોકોને ડરાવવા પિશાચ પોતાનું મુખ વદ બનાવે છે, તથા તેના બે વિકરાળ દાંતો આવા વક્ર મુખમાંથી બહાર પ્રગટ થતા હોય છે, તેમ સંસારી જીવોને કામરૂપી વક્ર મુખ છે, અને તે કામની તૃપ્તિ માટે મહાપાપના સેવનરૂપી દાંતો બહાર પ્રગટે છે. માટે તત્ત્વથી જોનારાને સંસારી જીવોનો ભવ પિશાચ જેવો દેખાય છે. આથી જ આ ભવરૂપી પિશાચ વિચારકને વિશ્વાસયોગ્ય લાગતો નથી. આ રીતે ભવનું ચિંતવન કરવાથી, સંસારી જીવો જેવી કામ-ભોગની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ શાંત થાય છે, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિ દઢ થઈ શકે છે. I૪-પા
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ઉપમા : ૫ - સંસાર = અટવી (જંગલ)
जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि । प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ।। विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना ।
भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ।।६।। અન્વયાર્થ -
થમીર ઘર્મવિગતવમાં નરધ્ધા કોઈક રીતે પણ થોડાક ધર્મરૂપી ધનની ભિક્ષા મેળવીને ચર્ચા મવદિવ્યાં જે ભવરૂપી અટવીમાં પ્રયન્તઃ 1ના પ્રયાણ કરતા માણસો વીમાક્ષરતનવિષમરિસ્થતિવૃત્તી સ્ત્રીના સ્તનરૂપી વિષમ દુર્ગમાં રહેલા સંતાયેલા વતિના યુસુમશરમિન્નેન બળવાન એવા કામદેવરૂપી ભીલના સરદાર વડે વિસ્તુત્યુત્તે લૂંટાય છે. ૩ ચમ્ મવદિવ્યાં આ ભવરૂપી અટવીમાં કદીયરચ ગમનમ્ ન વિતમ્ સહાય વિનાના માણસને ગમન=જવું, ઉચિત નથી. I૪-કા શ્લોકાર્ચ -
કોઈક રીતે પણ થોડાક ધર્મરૂપી ધનની ભિક્ષા મેળવીને જે ભવરૂપી અટવીમાં પ્રયાણ કરતા માણસો, સ્ત્રીના સ્તનરૂપી વિષમ દુર્ગમાં સંતાયેલા બળવાન એવા કામદેવરૂપી ભિલ્લના સરદાર વડે લૂંટાય છે, તે આ ભવરૂપી અટવામાં સહાય વિનાના માણસને જવું ઉચિત નથી. II૪-કા ' ભાવાર્થ -
જેમ કોઈક ભિખારી ભીખ માંગીને થોડુંક પણ ધન ભેગું કરીને ખુશ થતો થતો ભયંકર ગાઢ જંગલને પાર કરી સામે ગામ પહોંચી જવાની આશા સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે, તે જંગલમાંના અંધકારમય દુર્ગમાં સંતાઈને બેઠેલો ભીલનો સરદાર તેના પર અચાનક હૂમલો કરીને તેનું ધન લૂંટી લે છે, તેથી આવી અટવીને નિઃસહાય પસાર કરવી યોગ્ય નથી.
આ રીતે ભિખારીની જેમ કેટલાક જીવો સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈક રીતે ધર્મશ્રવણાદિથી ધર્મવૃત્તિવાળા થાય છે, અને આવા લેશ પણ ધર્મરૂપી ધનને લઈને મોક્ષે પહોંચવાના લક્ષ સાથે આનંદિત થતા થતા દુર્ગમ એવી આ ભવરૂપી
Page #108
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપચિંતાઅધિકાર અટવીમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે, સ્ત્રીના સ્તનને આશ્રયીને જીવમાં જે કામનો પરિણામ થાય છે તેને કારણે ધર્મની પ્રવૃત્તિને છોડીને કે ધર્મની ઉપેક્ષા કરીને ભોગાદિમાં પાછાં આસક્ત બનવાથી ધર્મરૂપી ધનને ગુમાવી બેસે છે. માટે દુર્ગમ એવી આ ભવાટવીમાં નિપુણ એવા ગીતાર્થની સહાય લઈને જ ગમન કરવું જોઇએ.
- અહીં વિશેષ એ છે કે સંયમ લઈને આરાધના કરતા સાધુઓ પણ ગીતાર્થની સહાય વિના જતા હોય તો કામદેવરૂપી ભીલ વડે લૂંટાઈ જાય છે. તેથી આરાધક સાધુએ પણ ગીતાર્થની સહાયથી જ ભવાટવીમાં ગમન કરવું ઉચિત છે, તે પ્રકારનો આશય છે. I-કા
2 કુટિલ રચનાવાળો સંસાર
धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो । विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ।। जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना----
मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ।।७।। અન્વયાર્થ :
ઇને મેં ધન મારું છે. ગેરં મે ઘર મારું છે. સુતતંત્રમ્ મમ પુત્ર, પત્ની આદિ મારા છે. ઉતઃ વિપfસાત્ આ વિપર્યાસથી મુહુ વારંવાર સાસરિવિતતઃ ૩પ ગની: આસાદિત=પ્રાપ્ત કરેલા, વિસ્તૃત દુઃખવાળા પણ લોકો રિમનું જેમાં મિથ્યાસુમમૃત: મિથ્યા સુખના મદને ધારણ કરનારા છે કઈ રઘટનામયઃ સંસાર આ ફૂટ ઘટનામય સંસાર છે. તદિ તેથી અહીં=સંસારમાં વિવેચી ન પ્રસન્નતિ વિવેકીપુરુષ આસક્ત થતો નથી. I૪-ળા શ્લોકાર્ધ - ૫
ધન મારું છે, ઘર મારું છે, પુત્ર-પત્ની આદિ મારાં છે”, એ વિપર્યાસથી વારંવાર પ્રાપ્ત કરેલા વિસ્તૃત દુઃખવાળા પણ લોકો જેમાં મિથ્થા સુખના મદને ધારણ કરનારા છે, એવો ફૂટ ઘટનામય આ સંસાર છે. તેથી સંસારમાં વિવેકી પુરુષ આસક્ત થતો નથી. II૪-૭માં
Page #109
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
સંસારી જીવો ધન, ઘ૨, સ્ત્રી, પુત્ર આદિને પ્રાપ્ત કરીને “તે બધું મારું જ છે” એમ માનતા હોય છે, તથા તે સર્વના હોવાપણાથી જ પોતે સંસારમાં સુખી છે એવો તેમને ગર્વ હોય છે. પરંતુ પોતે સમજી નથી શકતા કે આ સર્વના હોવાને કા૨ણે જ સંસારમાં દુઃખોની પરંપરા ઊભી થાય છે, એટલે કે પોતે જેને કારણે સુખ માને છે તે ખરેખર તો દુઃખનું કારણ જ છે. આમ, દુઃખવાળી સ્થિતિમાં પણ સુખવાળી સ્થિતિનો ભ્રમ પેદા થાય તેવી કુટિલ ઘટનાવાળો આ સંસાર છે.
૯૦
જેમ કોઈ નકલી હીરાની ચમક જોયા પછી અસલી હીરાને સામાન્ય માનવી પસંદ કરતો નથી, પરંતુ હીરાપારખુ વ્યક્તિ અસલ હીરાને પારખી શકે છે; તેમ આવા મિથ્યાસુખને વિવેકી પુરુષ જ મિથ્યા જાણે છે, અને તેથી જ તે સર્વ પ્રત્યે ઉપેક્ષાવાળો થાય છે, અર્થાત્ સંસારના બાહ્ય પદાર્થોથી અલિપ્ત બને છે.
અહીં વિશેષ એ છે કે ધનના અર્જન, રક્ષણ અને તેના નાશમાં જીવને અનેક ક્લેશો પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિમાં જે સુખની બુદ્ધિ છે તે આભિમાનિક સુખમાત્ર છે. વાસ્તવિક રીતે ધનમાંથી કોઈ ભાવ આત્માને પ્રાપ્ત થતો નથી; પરંતુ પોતાને ધન પ્રત્યેનું આકર્ષણ હોવાને કારણે ધનમાં સુખ થાય છે, અને તે જ રીતે ઘર, સ્ત્રી, પુત્ર વિશે પણ આભિમાનિક સુખ થાય છે. તેથી પારમાર્થિક દૃષ્ટિએ તે સુખને મિથ્યાસુખ કહેલ છે. II૪-૭ના
ઉપમા ઃ ૬ સંસાર – જેલ
-
प्रियास्नेहो यस्मिन्निगडसदृशो यामिकभटो
पमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव ।।
मदामेध्यापूर्णं व्यसनबिलसंसर्गविषमं ।
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ।।८।। અન્વયાર્થ :
યસ્મિન્ જેમાં પ્રિયાસ્નેહઃ નિહસદૃશઃ પ્રિયાનો સ્નેહ બેડી સમાન છે. સ્વીય: વર્ગ: યમિમટોપમઃ સ્વજનો પહોરે પહોરે બદલાતા પહેરેગીર સમાન છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૧
ભવસ્વરૂપચિંતાઅધિકાર ઘનમમનવં વન્ધનમવ ધન જાણે અભિનવ બંધન સમાન છે. મહાધ્યાપૂ મદરૂપી ગંદા પદાર્થોથી ભરેલું (અને) વ્યસનવિનસંવિષમ વ્યસનરૂપી બિલના સંસર્ગથી વિષમ એવું મા? રોઈં ભવરૂપી કારાગૃહ છે. તરહ તેથી અહીં=ભવરૂપી જેલમાં વિદુષાર્ થવા ન રતિઃ વિદ્વાનોને ક્યાંય પણ રતિ થતી નથી. I૪-૮ શ્લોકાર્ચ -
જેમાં પ્રિયાનો સ્નેહ બેડી સમાન છે, સ્વજનો પહોરે પહોરે બદલાતા પહેરગીર સમાન છે, ધન જાણે અભિનવ બંધન સમાન છે તથા જે મદરૂપી ગંદા પદાર્થોથી ભરેલું છે અને વ્યસનરૂપી બિલના સંસર્ગથી વિષમ છે, એવું ભવરૂપી કારાગૃહ છે. તેથી ભવરૂપી જેલમાં વિદ્વાનોને ક્યાંય પણ રતિ થતી નથી. II૪-૮૫ ભાવાર્થ -
જેલના કેદીના બંને હાથે બેડી બાંધેલી હોય છે તથા તેને પોતાને પણ દોરડા કે સાંકળથી બાંધીને ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. અને તે કેદી જેલમાંથી ભાગી ન જાય તેનું ધ્યાન રાખવા પ્રહરે પ્રહરે ચોકી કરનારા ભટો રાખવામાં આવે છે. વળી, જેલના ઓરડાઓની ભૂમિ ગંદકીથી ભરપૂર હોય છે, ઠેર ઠેર બિલ-દર જોવા મળે છે, જેમાંથી સાપ-ઉંદરડા વગેરે ગમે ત્યારે નીકળવાનો ભય રહેતો હોય છે, તેથી જ કેદીને ત્યાં ક્યારેય આનંદ હોતો નથી.
સંસારમાં પણ ભવ આવો જ કારાગૃહ જેવો છે. પ્રિયાનો સ્નેહ બેડી જેવો છે. વળી, ધન પણ બેડી કરતાં પણ નવું જ બંધન છે. આખા શરીરને જેમ દોરડાથી બાંધવામાં આવે છે, તેમ ધનની આવનજાવનમાં જ જીવ હંમેશાં જકડાયેલો રહે છે. સગાંસ્નેહીઓ તેના પ્રત્યેના સ્નેહની સતત અભિવ્યક્તિ કરતાં રહેતાં હોય છે, જેથી આવા સ્નેહને છોડીને જીવ સંસારમાંથી છટકીને ભાગી ન જાય. સ્નેહરૂપી બંધન તોડવાથી સંસારમાંથી મુક્ત થઈ શકાય તેમ છે. તેથી કેદીને ભાગી જતો અટકાવવા માટે નવા નવા પહેરેગીરો જેવા સ્નેહીજનો સદા હાજર જ હોય છે.
આ થઈ બંધનની વાત. હવે કારાગૃહ કેવું છે તે કહે છે. ચારે બાજુ ગંદકીથી ભરપૂર એવા કારાગૃહમાં ઠેર ઠેર બિલો દેખાતાં હોય છે. તેમ જ્યાં આત્મા કેદી તરીકે પુરાયો છે તેવી આ ભવરૂપી જેલમાં પણ હાડકાં, લોહી, માંસ, મદ જેવી અશુચિઓ જ ભરેલી છે. વળી, જેલમાં સાપનાં બિલમાંથી ગમે ત્યારે સર્પ બહાર, આવવાની સંભાવના હોય છે, તેમ આ ભવરૂપી શરીરને કારણે જીવને શારીરિક,
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર માનસિક, કૌટુંબિક કે આર્થિક કોઈપણ આપત્તિ ગમે ત્યારે આવી પડે છે, જેના આગમનથી જીવને ઘણી પીડા સહન કરવી પડે છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવો એકબીજા સાથેના સંબંધોને લાગણીપ્રધાન બનાવી તેને જ સુખનું કારણ માને છે. તેથી કરીને લાગણીપ્રતિલાગણીઓના ભાવ કરીને પોતાના જ આત્માને મોહથી કદર્થના પમાડે છે. આવા જ કુસંસ્કારો જીવને અનાદિ કાળથી અતિશયિત થતા આવ્યા છે, અને તેથી જ શાસ્ત્રથી તત્ત્વને જોયા પછી પણ આ ટેવ છૂટતી નથી. આને કારણે જ જીવ સંસારના આવા મહાબંધનમાંથી છૂટી શકતો નથી. ભવના આવા કારાગૃહ સમાન * ભયાનક સ્વરૂપને જોવાથી અને વિચારવાથી વિવેકી પુરુષને સંસારમાં કયાંય રતિ હોતી નથી. II૪-૮
ઉપમા ઃ ૭ - સંસાર = સ્મશાન
“महाक्रोधो गृध्रोऽनुपरतिशृगाली च चपला । स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ।। प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः ।
श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ।।९।। અન્વયાર્થ :
યત્ર જ્યાં પ્ર દુશધ્વઃ રમરોતૂવો કટુ શબ્દને પ્રગટ કરતો એવો કામરૂપી ઘુવડ, મહરિ: ધ્રા મહાક્રોધરૂપી ગીધ ાપના ૨૩નુપરતિ શાસ્ત્રી અને ચપળ એવી અનુપરતિ નામની શિયાળણી પ્રવરતિ ફરે છે, શનિઃ પ્રતીતઃ શોકરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલો છે, પરિત ચારે બાજુ ઉપચશ. મમ્મઅપયશરૂપી ભસ્મ રાખ (ના ઢગલા છે એવો) સંસાર તત સ્મશાન સંસાર વિસ્તારવાળું સ્મશાન છે, તત્ તે કારણથી રૂઢ અહીં= સંસારમાં ૩fમરમાયત્રમ્ કિમ્ મનોહરપણું શું છે ? (અર્થાત્ કાંઈ નથી.) I૪-લા શ્લોકાર્ચ -
જ્યાં કટુ શબ્દને પ્રગટ કરતો એવો કામરૂપી ઘુવડ, મહાક્રોધરૂપી ગીધ અને ચપળ એવી અનુપરતિરૂપી શિયાળણી ફરે છે, શોકરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલો છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપચિંતાઅધિકાર
૯૩
ચારે બાજુ અપયશરૂપી રાખના ઢગલા છે એવો સંસાર વિસ્તારવાળું સ્મશાન છે. તે કારણથી સંસારમાં મનોહરપણું શું છે ? અર્થાત્ કાંઈ નથી. II૪-૯૫
ભાવાર્થ :
સ્મશાનમાં ગીધડાંઓ ચકરાવા લેતાં દેખાય છે, ચપળ એવી શિયાળણીઓ જીભ લપ લપ કરતી આમ તેમ દોડતી નજરે પડે છે અને ઘુવડના ભયાનક ઘુકા૨વ સંભળાય છે. વળી, સ્મશાનમાં મડદાં બાળવા માટે ઠેર ઠેર અગ્નિ સળગાવેલો હોય છે અને તેને કારણે મડદાં બળ્યા પછીની રાખ ચારે બાજુ પડેલી હોય છે. સ્મશાનના આવા સ્વરૂપને કારણે તેમાં કાંઈ સુંદરતા નથી.
સંસારરૂપી સ્મશાનમાં પણ આવાં જ ભય પમાડે તેવાં દૃશ્યો જોવા મળે છે. ક્રોધરૂપી ગીધડાંઓ જીવોની આજુબાજુ જ ચકરાવા લેતાં હોય છે. વળી, સ્મશાનમાં જેમ ચપળ શિયાળણીઓ આમ તેમ ફરતી હોય છે, તેમ જીવમાં ઈચ્છાની અનુપતિ સતત વર્તતી હોય છે. ઈચ્છાઓના એકધારા પ્રવાહને પૂર્ણ કરવા માટેની જ પ્રવૃત્તિમાં તે જીવ આકુળવ્યાકુળ બનેલો રહે છે. મનમાં ઉદ્ભવતી ઈચ્છાઓ જ ચિત્તને ચપળ બનાવે છે. તેથી જ ઈચ્છાને ચપળ શિયાળણી કહેલ છે. વળી, સ્મશાનમાં સંભળાતો ઘુવડનો ઘુકા૨વ જેમ કડવો લાગે છે, તેમ તત્ત્વના ચિંતકને કામની ચેષ્ટાઓ કડવી લાગે છે, તેથી કામની વૃત્તિને ઘુવડની ઉપમા આપી છે.
વળી, સંસારમાં ધનાદિનો નાશ થવાથી, કોઈનો વિયોગ થવાથી, કોઈનું મૃત્યુ થવાથી કે કોઈ કાર્યની નિષ્ફળતા થવાથી વગેરે કારણોથી જે શોક ઉત્પન્ન થાય છે, તે જીવને બાળનાર છે. સ્મશાનમાં મડદાં બાળવા માટે ચારે બાજુ અગ્નિ દેખાય છે, તેમ સંસારમાં આવો શોકાગ્નિ સર્વત્ર પ્રદીપ્ત દેખાય છે. વળી, સંસારમાં થોડા જ જીવોને છોડીને મોટા ભાગના જીવોને કોઈક ને કોઈક પ્રકારે અપયશ જ મળતો હોય છે. આવો અપયશ સ્મશાનમાં ચારેબાજુ પડેલા રાખના ઢગલા જેવો નિઃસાર છે.
આમ, સ્મશાન જેવા આ સંસારમાં કાંઈ જ ૨મણીયતા નથી. સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકન કરવાથી વિચારકના ચિત્તમાં સંસારને અનુકૂળ એવી અનાદિની વૃત્તિ ઉપશાંત થાય છે, અને અધ્યાત્મની વૃદ્ધિ થાય છે. II૪-૯૫
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ઉપમા ઃ ૮- સંસાર = વિષવૃક્ષ
धनाशायच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी । विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ।। फलास्वादो यस्य प्रखरनरकव्याधिनिवह
स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ।।१०।। અન્વયાર્ચ -
ધનાશાયછાયા ૩ ધનની આશારૂપી જેની છાયા પણ ૩તિ વિષમમૂર્દાિયિની અતિવિષમ એવી મૂર્છાને પેદા કરનારી છે, નારીનાં વિતાસ:
સુમર: નારીના વિલાસરૂપ જેનાં ફૂલ ગુરુવવૃતથે ઘણી વિકૃતિને માટે થાય છે. વરી છતારવદિ પ્રરનરથાનિવહિ: જેના ફળનો આસ્વાદ પ્રખર=ઉગ્ર, એવી નરકની વ્યાધિના સમૂહ સમાન છે. તદ્ ૩ત્ર મવવિષતો તેથી અહીં ભવરૂપી વિષવાળા વૃક્ષમાં સુધિયામ્ માથા નો યુગ બુદ્ધિમાન પુરુષોને આસ્થારુચિ રાખવી, યોગ્ય નથી. I૪-૧ના
શ્લોકાર્ચ - * ધનની આશારૂપી જેની છાયા પણ અતિ વિષમ એવી મૂર્છાને પેદા કરનારી છે, નારીના વિલાસરૂપ જેનાં ફૂલ ઘણી વિકૃતિને માટે થાય છે, જેના ફળનો આસ્વાદ ઉગ્ર એવી નરકની વ્યાધિના સમૂહ સમાન છે, તેથી અહીં ભવરૂપી વિષવૃક્ષમાં બુદ્ધિમાનોને રુચિ રાખવી યોગ્ય નથી. I૪-૧ના ભાવાર્થ
વિષતરુની છાયા, ફૂલ અને ફળ એ ત્રણેય વિષયુક્ત હોવાથી અનર્થકારી છે. અહીં જીવના શરીર સાથેના સંબંધરૂપ ભવને વિષતરુ કહેલ છે, ધનની આશાને છાયા કહેલ છે, સ્ત્રીઓના વિલાસને વિષવૃક્ષનાં ફૂલ કહેલ છે તથા વિષવૃક્ષના ફળના આસ્વાદને નરકરૂપી વ્યાધિના સમૂહને લાવનાર કહેલ છે.
અહીં ધનની આશાને છાયા એટલા માટે કહેલ છે કે ધન આત્માથી જુદો પદાર્થ છે, જેમ વૃક્ષની છાયા વૃક્ષથી જુદી છે. ધનની આશા જીવને પેદા થઈ તે જ આ સંસારરૂપી વિષવૃક્ષની છાયા જેવી છે. વિષવૃક્ષની છાયામાં બેસવાથી જેમ
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર અતિવિષમ મૂચ્છ પેદા થાય છે, તેમ જીવને ધનપ્રાપ્તિની આશા વર્તતી હોય ત્યારે તત્ત્વના વિચાર કરવાની તૈયારી જ થતી નથી. ક્વચિત્ ઉપદેશ સાંભળે અને પરલોક અર્થે ધર્મ કરવાની વૃત્તિ પણ પેદા થાય, તો પણ “હમણાં હું ધન મેળવી લઉં અને પછી આત્મહિત સાધીશ” એમ વિચારીને સમય પસાર કરે છે. તેથી જ ધનની આશાને અતિવિષમ એવી મૂર્છાને આપનારી કહેલ છે.
વળી, વિષવૃક્ષનું ફૂલ ઝેરી હોવાથી તે સુંઘવાથી જેમ શરીરમાં ઘણી વિકૃતિ પેદા થાય છે, તેમ સંસારરૂપી વિષવૃક્ષ પરના નારીના વિલાસરૂ૫ ફૂલના સૂંઘવાથી જીવમાં મહાવિકૃતિ પેદા થાય છે, જેને કારણે જીવ તત્ત્વમાર્ગમાં વિચારણા કરવાને સમર્થ રહેતો નથી. થોડીક ધર્મની પ્રવૃત્તિવાળો જીવ પણ નારીના વિલાસોને જોવાથી વિકૃત માનસવાળો બને છે, અને પછી ધર્મનું અનુષ્ઠાન કે તત્ત્વનું શ્રવણ કરવા છતાં પણ તત્ત્વની મહત્તા તથા નારીના વિલાસની નિઃસારતા વચ્ચેનું અંતર પારખી શકતો નથી.
ભવરૂપી વિષવૃક્ષના ફળના આસ્વાદથી ઉગ્ર એવી નરકની વ્યાધિનો સમૂહ પ્રાપ્ત થાય છે. ઝેરી ફળ ખાવાથી વ્યક્તિના શરીરમાં તેનું ઝેર ધીમે ધીમે વ્યાપતું જાય છે અને અંતે મૃત્યુને પણ આમંત્રે છે, તેમ સંસારવર્તી વિષયોના ભોગોરૂપી ઝેરી ફળો ખાવાથી નરકાદિ ગતિની વ્યાધિઓ ધીરે ધીરે પ્રસાર પામતી જાય છે. અહીં ઉપલક્ષણથી તિર્યંચગતિને પણ ગ્રહણ કરવાની છે. આવાં ફળોનો વારંવાર આસ્વાદ કરવા દ્વારા જીવ વારંવાર નરકાદિ ગતિની વ્યાધિઓને પામે છે.
તેથી ભવરૂપી વિષવૃક્ષની લેશ પણ રુચિ રાખવી એ બુદ્ધિમાન પુરુષ માટે યોગ્ય નથી. પરંતુ વિષવૃક્ષથી દૂર રહેવા સતત જાગૃત બની રહેવું ઉચિત છે. I૪૧ના
૩ ભવનું વિષમ સ્વરૂપ
क्वचित् प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः । क्वचिज्जातिस्फाति: क्वचिदपि च नीचत्वकुयशः ।। क्वचिल्लावण्यश्रीरतिशयवती क्वापि न वपुः स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे? ।।११।।
Page #115
--------------------------------------------------------------------------
________________
* ૯૬
અધ્યાત્મસાર અન્વયાર્થ
क्वचित् प्राज्यं राज्यं ध्यारे विशण २।०५ क्वचन धनलेशोऽप्यसुलभः ક્યારેક લેશ પણ ધન અસુલભ જ્ઞાતિશ્યાતિઃ ક્યારેક જાતિની વૃદ્ધિsઉચ્ચ જાતિ વિધિ ૨ નીરત્વાશ અને વળી ક્યારેક નીચત્વનો કુયશ
વસ્તીવાયશ્રીરતિશયવતી ક્યારેક અતિશયવાળી લાવણ્યરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ વાવ ન વપુ ક્યારેક શરીર પણ નહીં તુચ્છ શરીરને કારણે શરીર ન મળવા તુલ્ય હોવું, મને તુ ખરેખર ભવમાં રૂદ્ર વૈષયે રીપે આવું વિષમ સ્વરૂપ વચ્ચે રતિરમ્ - કોને રતિ કરનારું થાય ? II૪-૧૫ll શ્લોકાર્ચ -
ક્યારેક વિશાળ રાજ્ય તો ક્યારેક લેશ પણ ધન અસુલભ, ક્યારેક ઉચ્ચ જાતિ અને વળી ક્યારેક નીચત્વનો કુયશ, ક્યારેક અતિશયવાળી લાવણ્યરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ, તો ક્યારેક કુરૂપની પ્રાપ્તિ, ખરેખર ભવમાં આવું વિષમ સ્વરૂપ કોને રતિ કરનારું થાય? II૪-૧૧ ભાવાર્થ :
સંસારમાં એક જ જીવ ક્યારેક વિશાળ રાજ્યને પ્રાપ્ત કરે છે તો ક્યારેક લેશ પણ ધનને મેળવી શકતો નથી. વળી ક્યારેક જીવ ઉચ્ચ કુળમાં જન્મ લે છે તો ક્યારેક નીચ કુળ મળવાને કારણે કુયશને પામે છે. વળી, ક્યારેક શ્રેષ્ઠ એવી રૂપસંપત્તિને મેળવે છે, તો ક્યારેક એવું કદરૂપું કે ખોડખાંપણવાળું શરીર પામે છે કે જાણે શરીર જ ન મળ્યા તુલ્ય સ્થિતિ ગણી શકાય.
સંસારની આવી વિષમ પરિસ્થિતિઓને પામીને વિચારક જીવ જ ચિત્તમાં સાચો વિચાર લાવી શકે છે, કે વર્તમાનમાં પ્રાપ્ત થયેલી આ સ્થિતિ સદા સ્થાયી રહેતી નથી, પરંતુ પુણ્ય-પાપની વિપાક અવસ્થા સુધી જ આ સ્થિતિ ટકે છે. આ કારણથી જ વિચારક જીવને વિષમ સ્વરૂપવાળા આ ભવમાં ક્યારેય રતિ થતી નથી. II૪-૧૧
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૭
ભવસ્વરૂપચિંતાઅધિકાર
ઉપમા ઃ ૯ – સંસાર = વિષમ ધામ (વિષમ ઘર)
इहोद्दामः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः ।। बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं ।
वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ? ।।१२।। અન્વયાર્થઃ
રૂહ અહીંસંસારમાં રિપંથી (જીવનો) શત્રુરૂપ રામ રામ: ઉદ્દામ= ભયાનક, એવો કામ ગુણમહીમ્ ગુણરૂપી પૃથ્વીને અનતિ ખોદે છે. પાર્શ્વચિત
પરિણામસ્થ પાસે રહેલા=પડોશી એવા, કુપરિણામનો વિશ્રામ: સતત વેર્સ? કજિયો (પ્રવર્તે છે,) ૩ન્તઃ મન્મમૃતાં (જીવની) અંદરમાં ફરતા એવા મદરૂપી ફણાને ધારણ કરનારા નાગોનાં ઘણાં વિતાનિ બિલો છે. પામરમતં પામરને= અવિચારકને, માન્ય=પ્રિય, એવા પ્રમવારિતણુનું પ્રગટ ભવરૂપી ધામની= ઘરની, સ્થિતિના સુખને વામ: વિં નામ? અમે શું કહીએ ? (અર્થાત્ આ ભવરૂપી ધામની સ્થિતિ જરાય સુખરૂપ નથી.) Il૪-૧૨ના શ્લોકાર્ચ -
સંસારમાં જીવનો શત્રુરૂપ ભયાનક એવો કામ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે, પડોશી એવા કુપરિણામનો સતત કજિયો પ્રવર્તે છે, જીવની અંદરમાં ફરતા એવા મદરૂપી ફણાને ધારણ કરનારા નાગોનાં બિલો છે. અવિચારકને પ્રિય એવા પ્રગટ ભવરૂપી ધામની સ્થિતિના સુખને અમે શું કહીએ ? અર્થાત્ આ ભવરૂપી ધામની સ્થિતિ જરાય સુખરૂપ નથી. l૪-૧રા ભાવાર્થ :
કોઈ માણસની પોતાના ઘરની ભૂમિને તેનો કોઈ શત્રુ ખોદી રહ્યો હોય, તથા તેને કોઈ પાડોશી કજિયાળો મળી ગયો હોય, વળી ઘરમાં ઠેર ઠેર સાપનાં બિલો થયાં હોય, ત્યારે જો તે માણસ વિચારક હોય તો તેને તેવા ઘરમાં રહેવું ગમતું જ નથી; પરંતુ અવિચારકને તો આવું ઘર પણ સુખનું સ્થાન દેખાય છે.
જેમ ઘર એ આપણે માટે રહેવાનું સ્થાન છે, તેમ સંસારી જીવને રહેવાનું
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮
અધ્યાત્મસાર, સ્થાન ભવ છે, તેથી ભવને અહીં જીવનું ધામ કહેલ છે; પરંતુ જીવમાં વર્તતો ઉદ્દામ કામ તેનો શત્રુ છે. આ કામરૂપી શત્રુ આત્માની ગુણોરૂપી ભૂમિને હંમેશાં ખોદ્યા કરે છે. પારમાર્થિક દૃષ્ટિએ આત્મા પોતે ગુણોનો ભંડાર છે અને તે ગુણો જ આત્માને રહેવાનું પારમાર્થિક ધામ છે. વળી, ભૂમિને ખોદવાથી ઘર જેમ નાશ પામે છે, તેમ કામને કારણે આત્માના ગુણો પણ નાશ પામે છે. તેથી આત્મા પોતાના પારમાર્થિક ગુણરૂપ ઘરમાં રહી શકતો નથી.
વળી, સામાન્ય રીતે દરેક જીવ સંસારની કોઈને કોઈ વિચારણાની પ્રવૃત્તિ કરે છે, તે કપરિણામરૂપ છે. જેમ પડોશી ઘરની બાજુમાં જ રહે છે, તેમ જ શરીરમાં જીવ રહે છે તે જ શરીરને કારણે જીવને કુપરિણામ વર્તે છે; તેથી આ કપરિણામને જીવનો પડોશી જણાવેલ છે. અને જેમ કોઈ પડોશી કજિયાળો મળી ગયો હોય છે, તેમ આ કુપરિણામો તત્ત્વની દૃષ્ટિએ જીવને ક્લેશ કરાવનાર જ છે.
વળી, જીવમાં “હું જ સુખી છું, હું જ મોટો છું” એવા અનેક પ્રકારના મદ વર્તતાં હોય છે. આવા મદરૂપી ફણાધારી સર્પોનાં બિલો સંસારમાં ઘર કરીને બેઠાં છે. બિલમાંથી સર્પ ગમે ત્યારે નીકળીને ડંખ મારે છે, તેમ જીવને થતા મદથી દુર્ગતિ કે નીચ ગોત્ર જે મળે છે.
પામર માણસને ગુણોનો નાશ કરનાર શત્રુ એ શત્રુ નથી દેખાતો, તેમ કુપરિણામને કારણે થતો કલહ એ કલહરૂપે નથી દેખાતો, અને મદ સર્પ જેવા હોવા છતાં સર્પ જેવા નથી દેખાતા, તેથી તેને આ પ્રગટ રીતે દેખાતું એવું ભવરૂપી ધામ સુખરૂપ જ ભાસે છે. પરંતુ તત્ત્વના જોનારને આવા ભવરૂપી ધામની સ્થિતિ ક્યાંય સુખરૂપ દેખાતી નથી, પરંતુ આત્માના ગુણરૂપી ધામમાં જ આત્માએ વસવા જેવું લાગે છે. II૪-૧દા.
ઉપમા ઃ ૧૦ - સંસાર = આકરો ઉનાળો
तृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः । करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ।। स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं । भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ।।१३।।
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર અન્વયાર્થ :
રાત્રિોધાત્ શમસરીર શોષ મતતિ અતિ ઉગ્ર એવા ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર શોષાઈ જાય છે એવો, (અને) વિનમ્ સ્મરગ્નેત્તવતપુનમેરિ પ્રતિદિન કામરૂપી પરસેવાના ક્લેદથી ગળાઈ ગયો છે ગુણરૂપી મેદ એવો, મળે ભવીષે ભયંકર ભવરૂપી ઉનાળો હોતે છતે ચત્ર જ્યાં સંસારમાં, વિષયવિવશા તૃષાર્તા: મવિના વિષયની વિવશતારૂપ તૃષાથી આર્ત એવા જીવો ચિત્તે ખેદને પામે છે. ફુદ તાપહરણમ્ વિમ્ શરણમ્ અહીં=ભવરૂપી ઉનાળામાં, તાપને હરનારું કયું શરણ હોઈ શકે ? II૪-૧૩માં શ્લોકાર્ય :
અતિ ઉગ્ર એવા ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર શોષાઈ જાય છે એવો, અને પ્રતિદિન કામરૂપી પરસેવાના ક્લેદથી ગળાઈ ગયો છે ગુણરૂપી મેદ એવો, ભયંકર ભવરૂપી ઉનાળો હોતે છતે સંસારમાં વિષયની વિવશતારૂપ તૃષાથી આર્ત એવા જીવો ખેદ પામે છે તે ભવરૂપી ઉનાળામાં તાપને હરનારું કયું શરણ હોઈ શકે?I૪
૧૩
ભાવાર્થ :
અતિ આકરા એવા ઉનાળામાં સૂર્ય પણ અતિ ઉગ્ર તપતો હોવાથી સરોવરનાં નીર શોષાઈ જાય છે અને માણસને શરીર પર ખૂબ પરસેવો થવાથી શરીરનો મેદ દરરોજ ઘટતો જાય છે. વળી, આવે સમયે માણસ તૃષાથી આર્ત થવાથી આકુળવ્યાકુળ થઈ જાય છે, તેવા ઉનાળાના તાપને હરવા માટે શું શરણ હોઈ શકે ? અર્થાત્ કોઈ શરણ ન હોઈ શકે.
સંસારની પણ આવી જ પરિસ્થિતિ છે. ઈષ્ટ પદાર્થો પ્રત્યેના રાગને કારણે તેના વિરોધી પદાર્થો પ્રત્યે જીવને સતત દ્વેષ હોવાથી ક્રોધને સૂર્ય સમાન બતાવ્યો છે. સૂર્યના તાપથી જેમ સરોવરનાં નીર સુકાઈ જાય છે, તેમ ક્રોધને કારણે આત્મામાં રહેલું શમરૂપી સરોવર શોષાઈ જાય છે. વળી, જેમ મેદને કારણે શરીર પુષ્ટ દેખાય છે તેમ ગુણને કારણે આત્મા પુષ્ટ દેખાય છે; પરંતુ ઉનાળામાં પરસેવો થવાથી રોજ રોજ મેદ જેમ ગળતો જાય છે, તેમ જીવમાં સતત પ્રવર્તતી કામવાસના અનેક જાતની દુષ્ટ વૃત્તિઓ પેદા કરીને આત્માના ગુણોનો પ્રતિદિન નાશ કરે છે.
વળી, ઉનાળામાં સરોવરનાં પાણી સુકાઈ જવાથી જીવ તૃષાથી વ્યાકુળ થઈ જાય છે, તેમ ક્રોધરૂપી સૂર્યથી શમરૂપી સરોવર સુકાઈ જવાથી વિષયને વિવશ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અધ્યાત્મસાર
બનેલા સંસારી જીવો વિષયો મેળવવા રૂપ તૃષાથી પીડિત થાય છે.
આવા તૃષાથી આર્ત જીવને આ સ્થિતિમાં પાણીથી ભરપૂર સરોવર મળી જાય તો જેમ શાંતિનો અનુભવ કરે છે, તેમ ભવરૂપી ઉનાળામાં વિષયોના તૃષાતુર જીવને કોઈક રીતે શમપરિણામ પ્રાદુર્ભાવ થાય, તો સંસારમાં પણ કાંઈક પ્રમાણમાં સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. એ સિવાય સંસારમાં ઉનાળાના તાપને હરવા માટે અન્ય કોઈ શરણ નથી. II૪-૧૩||
ૐ સંસારી જીવોની સ્વાર્થવૃત્તિનું સ્વરૂપ
पिता माता भ्राताप्यभिलषितसिद्धावभिमतो ।
गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जना: स्वार्थस्फातावनिशमवदाताशयभृतः ।
- प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ।।१४।। અન્વયાર્થ :
પિતા માતા ભ્રાતા અપિપિતા, માતા, ભાઈ પણ મિષિતસિદ્ધો મિમતઃ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ સુધી જ માન્ય છે. धनवान् च गुणग्रामज्ञाता न खलु ઘનવાતા અને ધનવાન માણસ ગુણના સમૂહને જાણનારો હોવા છતાં ધનનો દાતા નથી. નના: સ્વાર્થહાતાનિશમવવાતાશયમૃતઃ લોકો સ્વાર્થની વૃદ્ધિમાં સતત મોટા આશયને ધારણ કરનારા હોય છે. ૐ અહીં મવસુદ્રસ્ય તૌ રસિઃ સંસારના સુખની ખ્યાતિમાં રસિક એવો ઃ કોણ પ્રમાતા તત્ત્વ જોનાર ઞસ્તુ હોય ? (અર્થાત્ કોઈ વિચા૨ક ભવમાં સુખની ખ્યાતિ કરવામાં રસિક ન હોય.) ૪-૧૪||
શ્લોકાર્થ ઃ
પિતા, માતા, ભાઈ પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ સુધી જ માન્ય છે, અને ધનવાન માણસ ગુણના સમૂહને જાણનારો હોવા છતાં ધનનો દાતા નથી. લોકો સ્વાર્થની વૃદ્ધિમાં સતત મોટા આશયને ધારણ કરનારા હોય છે. અહીં સંસારના સુખની ખ્યાતિમાં રસિક એવો કયો વિચારક હોય ? અર્થાત્ કોઈ વિચારક ભવમાં સુખની ખ્યાતિ કરવામાં રસિક ન હોય. II૪-૧૪||
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ભવસ્વરૂપચિંતાઅધિકાર ભાવાર્થ
સંસારમાં સામાન્ય રીતે જીવના પિતા, માતા કે ભાઈના સંબંધો, તેઓ પોતાને જ્યાં સુધી ઉપયોગી છે ત્યાં સુધી જ માન્ય હોય છે. પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યાં સુધી જ જીવ પિતા સાથે પિતા તરીકેનો વ્યવહાર કરે છે. જ્યારે પોતે સ્વાધીન બની જાય છે, ત્યારે પિતા આદિ સાથે પહેલા જેવી લાગણીની વૃત્તિથી નહીં, પરંતુ ફક્ત વ્યવહારથી જ જીવ સંબંધો નિભાવે છે. આમ થવાનું મૂળ કારણ જીવની સ્વાર્થવૃત્તિ જ છે.
વળી, ધનવાન માણસ પોતે જાણતો હોય કે સત્પાત્ર માટે ધનના વ્યયથી લાભ જ થાય છે, છતાં તે ધનનું દાન કરતો નથી; અને ક્વચિત્ કરે તો પણ ઘણું ઓછું કરે છે. અહીં પણ તેનામાં પડેલી સ્વાર્થવૃત્તિ જ જવાબદાર છે. વળી, જીવ પોતાના સ્વાર્થને સાધવા માટે હંમેશાં મોટા આશયવાળો બને છે. આવા સ્વાર્થમય સંસારમાં ભવસુખની ખ્યાતિ કરવામાં કોઈ વિચારક માણસ રસિક બનતો જ નથી, પરંતુ અવિચારક માણસ જ ભવના સુખને ઘણું ઉત્તમ કહે છે. I૪-૧૪
पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान् । त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा ।। - --- विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्
भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः? ।।१५।। અન્વયાર્થ -
૩ : અરેરે ! ફૂટ અહીં સંસારમાં મહતિ સ્વાર્થે મોટો=વિશેષ, સ્વાર્થ હોતે છતે યાન જેઓને પ્રાધા પછી પ્રાણરૂપી શરતો વડે ગૃતિ ગ્રહણ કરે છે, તાન્ તેઓને ૩પરથા અન્યથા સ્વાર્થ નહીં હોતે છતે ૩પૃપ નો નિર્દય એવો લોક તૃણવત્ તણખલાની જેમ ૩: અત્યંત ત્યગતિ ત્યજે છે. સ્વાત્તે વિષે વયત્રે ૨ ૩મૃતમ્ અંતરમાં વિષ અને મુખમાં અમૃત, કૃતિ એ પ્રમાણે વિશ્વારિત વિશ્વાસના ઘાતને કરનારો (લોક) છે. તિ એથી કરીને ય ભવાન્ ૩ ન ત જો (જીવન) સંસારથી ઉદ્વેગ ન થાય તો, ધઃ તૈિ: વિં? અધિક કહેવા વડે શું? Il૪-૧પ
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૦૨ શ્લોકાર્ય :
' અરેરે ! સંસારમાં વિશેષ સ્વાર્થ હોતે છતે જેઓને પ્રાણરૂપી શરતો વડે ગ્રહણ કરે છે, તેઓને સ્વાર્થ નહીં હોતે છતે નિર્દય એવો લોક તણખલાની જેમ અત્યંત ત્યજે છે. અંતરમાં વિષ અને મુખમાં અમૃત, એ પ્રમાણે વિશ્વાસઘાત કરનારો લોક છે. એથી કરીને જો જીવને સંસારથી ઉગ ન થાય તો, અધિક કહેવા વડે શું? I૪-૧પણા ભાવાર્થ :
રાજાના અંગરક્ષકો પોતાના પ્રાણના ભોગે પણ રાજાની રક્ષા અને સેવા કરવાનું વચન આપી પોતાની ફરજ બજાવતા હોય છે, કારણ કે તેઓને રાજા પાસેથી પોતાનો મોટો સ્વાર્થ સધાતો હોય છે. વળી આ જ રાજા જ્યારે કોઈ શત્રુથી હારી જવાથી ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો હોય, ત્યારે સ્વાર્થી એવો સેવકવર્ગ પોતાના રાજાને છોડીને શત્રુ રાજાનું શરણ લે છે. આમ, પોતાના પ્રાણના ભોગે માલિકનું રક્ષણ કરવાના વચનને આપતો એવો પણ સેવક, હવે પોતાનો સ્વાર્થ નહીં સધાતાં રાજાને તૃણની જેમ જ છોડીને ચાલ્યો જઈને, શત્રુ રાજા પાસેથી પોતાનો સ્વાર્થ સધાતો હોવાથી તેનું દાસત્વ સ્વીકારે છે.
વળી, આ સ્વાર્થને કારણે જ પોતાના શત્રુ પ્રત્યે હૈયામાં વિશ્વરૂપ દ્વેષ હોવા છતાં પણ, મુખથી તો અમૃતરૂપ લાગણી બતાવીને જ પોતાનો સ્વાર્થ સાધે છે. આ પ્રમાણે વિશ્વાસઘાત કરનારા લોક જે સંસારમાં છે, તે સંસાર પ્રત્યે જો જીવને ઉગ ન થાય, તો ગમે તેટલું કહેવા છતાં જીવ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરી શકતો નથી.
મહાસ્વાર્થથી ભરપૂર એવો આ સંસાર તત્ત્વદષ્ટાને અસાર લાગે છે, પરંતુ ભવવર્તી તુચ્છ પદાર્થો પ્રત્યે અતિશય પ્રતિબંધવાળા જીવને, ઉપદેશ આપવા છતાં ભવ સારરૂપ જ લાગે છે. આવા જીવો ક્યારેક થોડો પણ પરોપકાર કરે તો પણ, તત્ત્વદષ્ટિની પ્રાપ્તિ થઈ ન હોવાથી તેઓની પરોપકાર કરવાની વૃત્તિ વિવેકમૂલક નથી હોતી. તેથી જ પરોપકારવૃત્તિ પણ નિરનુબંધ હોવાને કારણે ભવાંતરમાં જીવ ફરી પાછો સંસારના તુચ્છ પદાર્થોનો સંયોગ મળતાં જ સ્વાર્થપ્રધાન બની જાય છે. માટે જ સંસારવર્તી જીવોને સ્વાર્થપ્રધાન ગણાવ્યા છે.II૪-૧પ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ભવસ્વરૂપચિંતાઅધિકાર C સંસારરૂપી ભવનમાં મોહની વિષમ ઘટનાનું સ્વરૂપ
दृशां प्रान्तैः कान्तः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद् घनधननिधीनामपि गुणी ।। उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी
त्यहो मोहस्येयं भवभवनवैषम्यघटना ।।१६।। અન્વયાર્થ :
| ગુo ૩ ગુણીજનો પણ ઘનધનનિઘીના ઘણા ધનના નિધિની=ધનવાનોની દૃશ ઝાનૈઃ પ્રાન્તઃ દૃષ્ટિના મનોહર એવા ખૂણા વડે રહેમનજર વડે મુદ્દે આનંદને
નયતિ અનુભવે છે. ક્રોપનિૌરમીમિ: કોપથી યુક્ત (ધનવાનોની) આના વડે= દષ્ટિના ખૂણા વડે વ્રિન્ન: રચાત્ ખિન્ન થાય છે. રસ્તુત્યા સવાઃ સ્તુતિઃવખાણ, કરવા વગેરે ઉપાયો વડે થાપ કોઈપણ રીતે રોઉં (ધનવાનોના) રોષને ૩પનથતિ દૂર કરે છે. ૩ો ! આશ્ચર્ય છે કે રૂતિ આ પ્રમાણે=ઉપર બતાવી એ પ્રમાણે, મોદી મોહની રુ વૈષધટના આ વિષમ ઘટના (સંસારમાં વર્તે) છે. II૪-૧છા શ્લોકાર્ય :
ગુણવાનો પણ ધનવાનોની રહેમનજર વડે આનંદને અનુભવે છે, કોપથી યુક્ત ધનવાનોની દષ્ટિના ખૂણા વડે ખિન્ન થાય છે, વખાણ કરવા વગેરે ઉપાયો વડે કોઈપણ રીતે ધનવાનોના રોષને દૂર કરે છે; આશ્ચર્ય છે કે ઉપર બતાવી એ પ્રમાણે મોહની આ વિષમ ઘટના સંસારમાં વર્તે છે. II૪-૧૬ ભાવાર્થ :
ધનવાન માણસની સુંદર દૃષ્ટિથી ગુણી પણ પ્રમોદ અનુભવે છે. સામાન્ય જીવો તો તેવી જ વૃત્તિવાળા હોય છે, પરંતુ ગુણવાનને તો ગુણનો જ પક્ષપાત હોવા છતાં, તુચ્છ એવા ધનના સ્વામીની અમીદષ્ટિ જ પોતાના પર રહે તેવું પોતે ઈચ્છતો હોય છે. ક્યારેક મોટો માણસ કુપિત થાય તો તેની સ્તુતિ આદિ કરી તેના રોષને દૂર કરવા પ્રયત્ન કરે છે.
અહીં “ગુર” શબ્દથી જે આત્માએ થોડી ઉત્તમ પ્રકૃતિ મેળવી છે અને સંસારના સ્વરૂપને જાણ્યું છે તેવા જીવને ગ્રહણ કરવાના છે. આમ છતાં, હજુ તેનો
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૦૪
મોહ સર્વથા ગયો નથી અને તેથી જ તે પણ ધનથી મોટા બનેલા લોકોની પ્રસન્નતાઅપ્રસન્નતાથી ખુશ કે નાખુશ થાય છે.
આમ, જીવ ગુણસંપત્તિ ધરાવતો હોવા છતાં પોતાના આત્મા ૫૨ રહેલા મોહના સામ્રાજ્યને કારણે દ્રવ્યસંપત્તિ તરફ જ જીવનું આકર્ષણ રહે છે. આવી વિષમ ઘટનાવાળા સંસારને જોઈને કયા બુદ્ધિમાનને સંસાર સારરૂપ લાગે ? l૪
૧૬
ૐ સંસારમાં બાહ્ય સંયોગ પ્રત્યે સુખબુદ્ધિ થવાનું કારણ
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरतिविवेकाख्यस्तातः परिणतिरनिन्द्या च जननी || विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं । भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ।। १७ ।। અન્વયાર્થ :
હૈં અહીં=ભવમાં પ્રેમા પ્રિય પ્રેક્ષા એ પ્રિયા છે, વિનયઃ પુત્રઃ વિનય એ પુત્ર છે, મુળરતિ: પુત્રીઃ ગુણરતિ એ પુત્રી છે, વિવેાદ્રઃ તાતઃ વિવેક નામનો પિતા છે નિન્યા ૬ રતિઃ નનની અને અનિંદ્ય પરિણતિ એ માતા છે. વિશુદ્ધય સ્વચ વિશુદ્ધ એવું પોતાનું=આત્માનું હતું તમ્ હિં દુર્માં રતિ આ પ્રગટ જ કુટુંબ (અંતરમાં) સ્ફુરાયમાન થાય છે. (તો પણ) મવે તદ્ ન તૃષ્ટ ભવમાં તે નથી દેખાતું. તષિ તે કારણથી પણ સંયોગસુધી (જીવ) સંયોગમાં સુખની બુદ્ધિવાળો છે. II૪
૧૭]
* અહીં દિ’ વ’ કાર અર્થક છે અને વત’ ખેદ અર્થમાં વપરાયેલ અવ્યય છે. શ્લોકાર્થ :
ભવમાં પ્રેક્ષા એ પ્રિયા છે, વિનય એ પુત્ર છે, ગુણરતિ એ પુત્રી છે, વિવેક નામનો પિતા છે અને અનિંદ્ય પરિણતિ એ માતા છે. વિશુદ્ધ એવું આત્માનું આ પ્રગટ જ કુટુંબ અંતરમાં સ્કુરાયમાન થઈ રહ્યું છે, તો પણ ભવમાં તે દેખાતું નથી; તે કારણથી પણ જીવ સંયોગમાં સુખની બુદ્ધિવાળો છે. II૪-૧૭ના
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર ભાવાર્થ :
સંસારી જીવને જેમ પ્રિયા, પુત્ર, પુત્રી, પિતા, માતા આદિના સંબંધોવાળું બાહ્ય કુટુંબ છે, તેમ અહીં જીવનું અંતરંગ કુટુંબ બતાવ્યું છે; પરંતુ જીવને તે અંદરથી સ્કુરાયમાન થતું હોવા છતાં દૃષ્ટિથી દેખાતું ન હોવાથી બાહ્ય સંયોગોમાં જ સુખબુદ્ધિવાળો બનેલો હોય છે.
- તત્ત્વથી પ્રેક્ષા એ પ્રિયાસ્થાનીય છે. તત્ત્વાતત્ત્વનું અવલોકન એ પ્રેક્ષા છે. જેમ પ્રિયા સંસારમાં સુખનું કારણ બને છે, તેમ પ્રેક્ષા પણ આત્માના ગુણોનો વિકાસ કરાવી સુખનું કારણ બને છે, તેથી તેને જીવની પ્રિયા કહી છે.
વળી જીવનો પ્રેક્ષા સાથે સંબંધ થવાથી ગુણો પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે, જે બહુમાનભાવ વિનયસ્વરૂપ છે. આથી વિનયને જીવનો પુત્ર કહ્યો છે અને પ્રેક્ષાને કારણે જીવમાં ગુણો પ્રત્યે રતિ થાય છે, માટે જ ગુણરતિને પુત્રી કહી છે.
વળી, જેમ પિતાથી પુત્ર પેદા થાય છે તેમ વિવેકથી પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે, તેથી વિવેક પિતા છે. વિવેક એ સ્વપરનું ભેદજ્ઞાન છે. વિવેકથી આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ કારણથી વિવેકને પિતા કહ્યો છે.
વળી, પિતામાત્રથી પુત્રની નિષ્પત્તિ થતી નથી, પરંતુ માતા-પિતાના સંયોગથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમ અહીં વિશુદ્ધ આત્માની પ્રાપ્તિમાં માતાસ્થાનીય જીવની અનિંદ્ય પરિણતિ છે. જીવની નિંદ્ય પરિણતિથી સંસારના ભાવ પ્રગટે તથા અનિંદ્ય પરિણતિથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ થાય છે. તેથી જ્યારે જીવમાં ભેદજ્ઞાન પ્રગટે છે ત્યારે ભેદજ્ઞાન રૂપ વિવેક અને અનિંદ્ય પરિણતિ એ બેના સંયોગથી વિશુદ્ધ એવા આત્માનો જન્મ થાય છે. આ વિશુદ્ધ આત્માનું ઉપર બતાવેલ સર્વ કુટુંબ છે.
સંસાર અવસ્થામાં પણ નિશ્ચયનયની દૃષ્ટિથી જીવની અંદરમાં આ કુટુંબ હોવા છતાં જીવ તેને જોતો નથી. આથી જ બાહ્ય સંયોગોમાં સુખની બુદ્ધિ કરીને બાહ્ય કુટુંબને જ પોતાનું કુટુંબ માને છે.
અહીં વિશેષ એ છે કે વિનય અને ગુણરતિ ભાવો કઈ રીતે પેદા થાય છે, તથા વિવેક અને અનિદ્ય પ્રવૃત્તિથી પોતાનું ખરું સ્વરૂપ કેવું પ્રાદુર્ભાવ થાય છે, તે ફક્ત શબ્દની મર્યાદાથી જાણી શકાય તેમ નથી, પરંતુ તે શબ્દનું આલંબન લઈને ધીરે ધીરે તે પ્રમાણેના અંતરંગ ભાવોને જોવાનો પ્રયત્ન કરવામાં આવે, તો જ બાહ્ય પદાર્થોના
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અધ્યાત્મસાર સંયોગોમાં સુખ માનવાને બદલે અંતરંગ કુટુંબના સંયોગમાં સુખનો અનુભવ થઈ શકે છે. II૪-૧૭ના
છે સંસારમાં સુખના અસંભવનું સ્વરૂપ
पुरा प्रेमारम्भे तदनु तदविच्छेदघटने । तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ।। विपाकादापाकाहितकलशवत्तापबहुला
ज्जनो यस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ।।१८।। અન્વયાર્થ :
મન મરે જે ભવમાં પાહિત«શવત્તાવિહુનીત્ વિપવિત્ આપાકથી આહિત કલશની જેમ બહુ તાપના વિપાકથી વનિતા ગન: કઠણ ચિત્તવાળો (બનેલો) જીવ પુરા પ્રારંભે પૂર્વમાં પ્રેમના આરંભ વિષયક, તલનું ત્યાર પછી તવિચ્છેદ્રધટને તેના પ્રાપ્ત થયેલ વસ્તુના અવિચ્છેદના ઘટન વિષયક, ૩થ તરે પછી તેના=પ્રાપ્ત થયેલ વસ્તુના, ઉચ્છેદ વિષયક કુરાન વિહતે દુઃખોને સહન કરે છે. હેન્ત ૩ રિમન રિપ સુદ્ઘ ન આમાં સંસારમાં, ક્યાંય પણ સુખ નથી. II૪-૧૮II.
* અહીં “દન્ત’ ખેદવાચક અવ્યય છે. શ્લોકાર્ચ -
જે ભવમાં આપાકથી અહિત કલશની જેમ બહુ તાપના વિપાકથી કઠણ ચિત્તવાળો બનેલો જીવ, પૂર્વમાં પ્રેમના આરંભ વિષયક, ત્યાર પછી પ્રાપ્ત થયેલી વસ્તુના અવિચ્છેદના ઘટન વિષયક, પછી તે પ્રાપ્ત થયેલ વસ્તુના ઉચ્છેદ વિષયક દુઃખોને સહન કરે છે. આ ભવમાં ક્યાંય પણ સુખ નથી. II૪-૧૮ ભાવાર્થ :
માટીનો પિંડ પહેલાં કળશ કે ઘડાનું રૂપ ધારણ કરે છે, ત્યાર પછી તેને અગ્નિમાં પકવવામાં આવે છે ત્યારે તે કઠણ થઈ જાય છે, અને તેથી પછી તેમાં પાણી આદિ નાંખવા છતાં તૂટી જતો નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ભવસ્વરૂપચિંતાઅધિકાર સંસારી જીવો પણ અનાદિકાળથી ચાર ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો વેઠીને મજબૂત ચિત્તવાળા થઈ ગયા હોય છે; તેથી જેમ મજબૂત થયેલો ઘડો પાણી આદિ પદાર્થોને ધારણ કરવા સમર્થ બને છે, તેમ સંસારી જીવો વર્તમાન ભવમાં અંતરંગ સંક્લેશરૂપ અનેક દુઃખોને સહન કરવામાં મજબૂત થયેલા છે. તે આ રીતે
સંસારી જીવ જ્યારે સંસારમાં કોઈ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા કરે છે ત્યારે તે ન મળે ત્યાં સુધી તે અરતિવાળો બને છે, અને તેથી અંત:તાપના દુઃખને સહન કરે છે. પછી જ્યારે પુણ્યના ઉદયથી તે વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે તે અંતઃતાપ કાંઈક હળવો બને છે, પરંતુ ત્યારે પ્રાપ્ત થયેલી વસ્તુના અવિચ્છેદની ઈચ્છારૂપ અંત:તાપ થાય છે, ત્યારે તે પણ તે સહન કરે છે. અને છેવટે પુણ્ય સમાપ્ત થતાં વસ્તુનો ઉચ્છેદ થાય છે ત્યારે નવા પ્રકારનો અંત તાપ પેદા થવાથી દુઃખને પામે છે.
આમ છતાં, તે દુઃખોની ઉપેક્ષા કરીને ભૌતિક સુખો માટે જ પ્રયત્ન કર્યા કરે છે તેનું કારણ તેને તત્ત્વનું અજ્ઞાન છે. તેથી જ સંસારમાં દૂર ન કરી શકાય તેવાં દુઃખોને સહન કરવા તે કઠણ ચિત્તવાળો બની ગયો છે, પરંતુ તત્ત્વનું સમ્યગુ પર્યાલોચન કરવાથી મૃદુ ચિત્તવાળા બનેલા મહાત્મા, આવાં અંતઃતાપરૂપ દુઃખોને સહન નહીં કરવાની વૃત્તિવાળા હોય છે. તેથી તેઓ બાહ્ય પદાર્થોની ઈચ્છાઓને દૂર કરીને તે દુઃખોથી દૂર જ રહેવા યત્ન કરે છે. કેમ કે તેઓ જાણે છે કે તત્ત્વદૃષ્ટિએ સંસારમાં કયાંય સુખ નથી. II૪-૧૮II
ઉપમા ઃ ૧૧ - ભવ=મોહરાજાની રણભૂમિ
.. मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं,
विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ।। भ्रमन्त्यूचं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं,
महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ।।१९।। અન્વયાર્થ :
રૂદ અહીં=સંસારમાં મૃગાક્ષસ્થા: મૃગાક્ષીનીકરણ જેવી આંખોવાળી સ્ત્રીની, દૃષ્ટિરૂપી બાણો વડે ઘર્મવં ધર્મરૂપી સૈન્ય નિહર્ત હણાયેલું છે. ફુદ 9 અને અહીં= સંસારમાં દેશ: હૃદયરૂપી દેશ વહુનૈઃ રાધે ઘણા રાગરૂપી લોહી
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૦૮ વડે વિનિતી ખરડાયેલો છે. ઝળું =અને ઉપર (આકાશમાં) ૨ વ્યસનશતyડ્યા? ક્રૂર એવા આપત્તિરૂપી સેંકડો ગીધડાંઓ શ્રમન્તિ ભમે છે. તત્તે કારણથી ભવ: સ્ત્રનું સંસાર ખરેખર ફર્થ મહામોહતોળીરમારામૂમિ: દિ મહામોહરૂપી પૃથ્વી પતિની આ રણભૂમિ જ છે. I૪-૧લા
* “એ” એ મૂમિ' નું વિશેષણ છે. શ્લોકાર્ચ -
સંસારમાં મૃગાક્ષીની દષ્ટિરૂપી બાણો વડે ધર્મરૂપી સૈન્ય હણાયેલું છે અને સંસારમાં હૃદયરૂપી દેશ ઘણા રાગરૂપી લોહી વડે ખરડાયેલો છે અને ઉપર આકાશમાં દૂર એવાં આપત્તિરૂપી સેંકડો ગીધડાંઓ ભમે છે. તે કારણથી સંસાર ખરેખર મહામોહરૂપી પૃથ્વી પતિની આ રણભૂમિ જ છે. I૪-૧૯I ભાવાર્થ :
રણભૂમિમાં થતા યુદ્ધને અંતે અબલિષ્ઠ હોય તે હણાય છે. ત્યાર પછી આખી ભૂમિ રુધિરથી ખરડાયેલી દેખાય છે. ઠેર ઠેર પડેલાં મડદાંઓને ખાવા આતુર બનેલાં ગીધડાંઓ આકાશમાં ભમતાં દેખાય છે.
આ ભવરૂપી રણભૂમિમાં બલિષ્ઠ એવા મહામોહરૂપી રાજા સ્ત્રીની દૃષ્ટિરૂપ બાણો વડે શત્રુ એવા ધર્મસૈન્યનો નાશ કરે છે. જેને કારણે હૃદય રાગરૂપી રુધિરથી ખરડાયેલું બને છે અને સેંકડો આપત્તિરૂપ ગીધડાંઓ ભમતાં દેખાય છે.
- તત્ત્વના બોધ અને અવલોકનને કારણે જીવ જ્યારે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિરૂપ ધર્મ આદરે છે, ત્યારે શ્રતધર્મ અને ચારિત્રધર્મરૂપ ક્રિયામાં ઉદાત્ત બનેલા જીવનો ધર્મ પણ સ્ત્રીની દષ્ટિરૂપ બાણથી હણાય છે. સ્ત્રીની દષ્ટિમાત્ર પડવાથી મોહને કારણે જીવના ચારિત્રરૂપી ગુણોનો નાશ થાય છે, અને એ રીતે જીવના આત્મધર્મરૂપી ગુણોનો નાશ થાય છે.
રણભૂમિમાં શત્રુસૈન્યનો નાશ થવાથી જેમ ચારે બાજુ લોહીથી ખરડાયેલી ભૂમિ નજરે પડે છે, તેમ અહીં ધર્મરૂપી સૈન્યનો નાશ થવાથી જીવનું હૃદય રાગરૂપી લોહીથી ખરડાય છે.
વળી, રણભૂમિમાં ઠેર ઠેર મડદાં પડેલાં હોય છે, જેને ખાવા આતુર એવાં ગીધડાંઓ ઉપર આકાશમાં ચક્કર મારતાં હોય છે, તેમ અહીં ધર્મનો નાશ થવાથી જીવની આસપાસ શારીરિક, કૌટુંબિક, આર્થિક વગેરે સેંકડો આપત્તિઓરૂપ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર ગીધડાંઓ ફરતાં દેખાય છે, અર્થાતુ જીવને કોઈને કોઈ આપત્તિ કનડગત પમાડતી જ હોય છે.
આમ, આ ભવ મહામોહરૂપી રાજાની રણભૂમિ જેવો છે, કેમ કે પ્રાયઃ કરીને જીવને જન્મતાંની સાથે જ મોહના પરિણામો હોય છે.
ભવની આવી ભયાનક સ્થિતિ જોઈને જીવ ભવથી ઉદ્વિગ્ન બને છે, તેથી તેનાથી છૂટવાના ઉપાયનું સભ્ય પર્યાલોચન કરવા ઉદ્યમી બને છે. I૪-૧૯ll
63 સંસારી જીવમાં વર્તતા મોહના ઉન્માદનું સ્વરૂપ
हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा । रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ।। पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा ।
भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ।।२०।। અન્વયાર્થ :
ક્ષત્તિ કડત્તિ સામ્ ક્ષણભર હસે છે, ક્રીડા કરે છે. ૩થ ૧૨ અને વળી વહુધા રિવ્રત્તિ વધુ ભાગે ખેદ કરે છે, ત્તિ ત્તિ સમજ ક્ષણમાં પણ રડે છે, કંદન કરે છે. વિવારં વિઘતે (અને) વિવાદ=કજિયો કરે છે. પાયને (ઊભા થઈને) પલાયન થાય છે. મોટું રાતિ (કોઈ રમ્ય પદાર્થને પામીને) આનંદને ધારણ કરે છે. વિવશ: ઘરનૃત્યન્તિ (વિષયોને) વિવશ જીવો (વિષયોને પ્રાપ્ત કરીને) નાચે છે. મને ભવમાં મા કોઈપણ મોટોભાવં પરિતા: મોહના ઉન્માદને પામેલા તનુમાન: શરીરધારી જીવો છે. ll૪-૨૦ના શ્લોકાર્ચ -
ક્ષણભર હસે છે, ક્રીડા કરે છે અને વળી વધુ ભાગે ખેદ કરે છે. ક્ષણમાં પણ રડે છે, કંદન કરે છે અને વિવાદ કરે છે. ઊભા થઈને પલાયન થાય છે, કોઈ રમ્ય પદાર્થને પામીને આનંદને ધારણ કરે છે અને વિષયોને વિવશ એવા જીવો વિષયોને પ્રાપ્ત કરીને નાચે છે. ભવમાં કોઈપણ મોહના ઉન્માદને પામેલા શરીરધારી જીવો છે.
II૪-૨મા
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવાર્થ:
૧૧૦
સંસારી જીવોની હસવા આદિની ક્રિયાઓ મોહના ઉન્માદસ્વરૂપ જ છે. હસવાની કે રડવાની, ક્રીડા કરવાની કે ચંદન ક૨વાની ક્રિયાઓ ક્ષણભર જ કરે છે, જ્યારે આ સંસારી જીવો ખેદને ઘણી વધુ વાર પામતા હોય છે; તથા પરસ્પર અન્ય જીવો સાથે હંમેશાં વાદિવવાદ કરતા જ હોય છે.
સંસારી જીવો વિષયોને વિવશ હોઈને વિષયોને મેળવવા અહીંતહીં દોડધામ કરતા હોય છે, તથા તેની પ્રાપ્તિથી આનંદથી નાચતા હોય છે. ભવમાં શરીરધારી જીવો મોહના ઉન્માદવાળી આવી કોઈને કોઈ ક્રિયાઓ જ કરતા જોવા મળે છે.
ધર્માનુષ્ઠાન કરતા એવા જીવો પણ પ્રાયે કરીને અનાદિનો અભ્યાસ હોવાથી આવા જ પ્રકારની કોઈક ક્રિયાઓ કરતા હોય છે. ભગવાનની ભક્તિ કરવા અર્થે જાય છે ત્યારે પણ વીતરાગના વીતરાગભાવને જોઈને તેનાથી અત્યંત ભાવિત બુદ્ધિવાળા થઈ શકતા નથી. ભગવદ્ભક્તિ કે સંયમનું પાલન કરવા જેવી ક્રિયાઓ પણ કરતા હોય છે; પરંતુ તેમાં વીતરાગતા શું પદાર્થ છે એ સ્પષ્ટ ન થાય, અને નિગ્રંથપણું જ શ્રેષ્ઠ-સ્વરૂપ છે એવી જિજ્ઞાસા પણ ન થાય, ત્યાં સુધી તેમની સર્વ પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે મોહના ઉન્માદરૂપે જ બનતી રહે છે. તેથી આ
ભવ પ્રત્યે જીવો ઉપરમાં બતાવાયેલામાંથી કોઈપણ પ્રકારના કાંઈક મોહના ઉન્માદવાળા જ દેખાય છે. ફક્ત યોગીઓ જ ભવના આવા સ્વરૂપને જોઈને ભવથી વિમુખ બુદ્ધિવાળા હોય છે. II૪–૨૦॥
છ તત્ત્વદૃષ્ટાને પોતાની ભવીડાથી થતો પશ્ચાત્તાપ
अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणालीवाsस्थाने विधववनितायौवनमिव ।। अनिष्णाते पत्यौ मृगदृश इव स्नेहलहरी, भवक्रीडाव्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ।।२१ ।।
અન્વયાર્થ :
પૂર્ણ વિદ્યા વ અપૂર્ણ વિદ્યાની જેમ પ્રઅનમૈત્રી વ પ્રગટ એવા ખલની મૈત્રીની જેમ મસ્યાને નયપ્રળાતિ વ સભામાં પોતાનાથી જ કોઈ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧
આ ભવસ્વરૂપચિંતાઅધિકાર કુનયનું પ્રરૂપણ થઈ ગયું હોય તેની જેમ વિધવનિતાથીવનમ્ રૂવ વિધવા સ્ત્રીના યૌવનની જેમ નિuતે પત્યૌ મૃતૃશ નેહરી રૂવ અનિષ્ણાત પતિ પ્રત્યે મૃગાક્ષીનીક સ્ત્રીની, સ્નેહરૂપ લહરીની જેમ તાત્ત્વિશાત્ તત્ત્વદષ્ટિવાળાઓને મરીડાદ્રીડા ભવની ક્રિીડારૂપી લજ્જા રતિ બાળે છે. l૪-૨૧ાા શ્લોકાર્થ :
અપૂર્ણ વિદ્યાની જેમ, પ્રકટ એવા ખલની મૈત્રીની જેમ, સભામાં પોતાનાથી જ કોઈ કુનયનું પ્રરૂપણ થઈ ગયું હોય તેની જેમ, વિધવા સ્ત્રીના યૌવનની જેમ, અનિષ્ણાત પતિ પ્રત્યે સ્ત્રીની સ્નેહરૂ૫ લહરીની જેમ તત્ત્વદૃષ્ટિવાળાઓના હૃદયને ભવની ક્રિીડાની લજ્જા બાળે છે. II૪-૨વા ભાવાર્થ :
કોઈ વિદ્યાસાધક કોઈ વિદ્યા સાધી રહ્યો હોય અને તે વિદ્યા કોઈક કારણસર પૂર્ણ સાધી શક્યો ન હોય ત્યારે તેને ઘણું દુઃખ થતું હોય છે.
વળી, પોતે કોઈ હિતના આશયથી અન્ય વ્યક્તિ સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હોય અને છેવટે ખબર પડે કે તે વ્યક્તિ તો ખલ-કપટી, છે ત્યારે તેનું હૃદય કકળી ઉઠે છે.
વળી, જ્યાં વિવાદ ચાલી રહ્યો હોય તેવી સભામાં જ્યારે પોતાનાથી જ કોઈ કુનયનું પ્રરૂપણ થઈ જાય, અથવા કોર્ટ જેવા સ્થળે પોતાનાથી જ કોઈ એવી વાતનું ભૂલથી ઉચ્ચારણ થઈ જાય, કે જે પોતાના પક્ષને જ નુકસાનકારક થાય, ત્યારે તે વ્યક્તિને ખૂબ જ પસ્તાવો થાય છે.
વળી, યુવાન વયે વિધવા બનેલી સ્ત્રીને પોતાનું યૌવન નિષ્ફળ જતું જોવાથી ઘણું દુઃખ થાય છે.
વળી, અલ્પબુદ્ધિવાળા એવા પોતાના પતિ પ્રત્યે કોઈ સ્ત્રીની અતિ સ્નેહની અભિવ્યક્તિથી, તેનો પતિ વિપરીત અર્થ ગ્રહણ કરે છે તે સમયે, તે સ્ત્રીનું હૃદય ડંખતું હોય છે.
આ જ પ્રમાણે તત્ત્વદૃષ્ટાને પોતે ભવમાં રહીને જે ભોગાદિની ક્રીડા કરી રહ્યો હોય છે તેનાથી લજ્જા પેદા થાય છે, અને તેથી તેનું હૈયું સતત બળી રહ્યું હોય છે.
અહીં જે જીવને, સર્વ સબંધ અને સર્વ આકાંક્ષા વિનાનો તથા સંસારથી સંપૂર્ણ અતીત એવો મોક્ષ જ તત્ત્વરૂપ ભાસે છે, તે જ જીવ તત્ત્વદષ્ટા છે. વળી, સર્વ આકાંક્ષાઓથી પર એવા ઉત્તમ ચિત્તને ધારણ કરનારા, અને ધીરે ધીરે
Page #131
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૧૨
વીતરાગભાવને વધારતા એવા સાધુપણાને મોક્ષના ઉપાયભૂત સ્વીકારતા જીવોને, તેવા ઉત્તમ ચિત્તની તીવ્ર ઈચ્છા હોય છે; પરંતુ પોતાનામાં તે મુજબનું ઉત્તમ સત્ત્વ આવિર્ભાવ નહીં થયેલું હોવાના કારણે એ ભૂમિકામાં પહોંચી શકતા નથી; તેથી જ એ ભૂમિકાની વિરુદ્ધ એવી સાંસારિક ભોગાદિની ક્રિયાઓ તેમને લજ્જારૂપ ભાસે છે. આમ છતાં, ઉત્તમ કોટિના સંયમમાં પ્રવર્તી શકે તેવું ચિત્ત જ્યાં સુધી આવિર્ભાવ ન થયું હોય ત્યાં સુધી, તે ચિત્તને પેદા કરવાના યત્નરૂપે સંસારમાં રહીને ભગવદ્ભક્તિ આદિ કરતા હોય છે, અને ત્યારે પ્રમોદને અનુભવે છે. પરંતુ શેષકાળમાં જ્યારે કર્મને આધીન રહીને ભોગાદિની પ્રવૃત્તિ કરે છે તેનાથી તેમને લજ્જા આવે છે, અને તેને કારણે તેમનું હૈયું બળે છે, તેથી તે ક્રીડા કરતા કરતા પણ ધીરે ધીરે તે ક્રીડા નહીં કરવાના પરિણામને જ વધુ ને વધુ પુષ્ટ કરે છે. તેથી આવું પુષ્ટ થયેલું તેમનું ચિત્ત જ્યારે સત્ત્વના પ્રકર્ષવાળું બને છે ત્યારે, સંસારને તૃણની જેમ છોડવા માટે અને મહાસત્ત્વથી સંયમમાં યત્ન કરવા માટે તેઓ સમર્થ બને છે. II૪-૨૧/૦
છ યોગીઓને દેખાતું ભવનું મિથ્યા સ્વરૂપ
प्रभाते सञ्जाते भवति वितथा स्वापकलना । द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदृशाम् ।। तथा मिथ्यारूप: स्फुरति विदिते तत्त्वविषये । भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ।। २२ ।। અન્વયાર્થ :
પ્રમાતે સખ્ખાતે પ્રભાત થયે છતે સ્વાવલના ઊંઘમાં થયેલ અનુભવ=ઊંઘમાં આવેલ સ્વપ્ન વિતથા મતિ મિથ્યા થાય છે. તિમિરવિદે વા અથવા તિમિ૨૨ોગનો વિરહ થયે છતે નિર્માતŞશામ્ નિર્મળ દૃષ્ટિવાળાઓને દ્વિપત્ત્રજ્ઞાનં બે ચન્દ્રનું જ્ઞાન (મિથ્યા થાય છે.) તથા તે રીતે વિવિતે તત્ત્વવિષયે તત્ત્વનો વિષય વિદિત થયે છતે ૩૫રત વિચિરધિયામ્ સાધૂનામ્ વિકલ્પો શાંત થવાથી જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સાધુઓને અયં મવ: આ ભવ મિથ્યાપ: સ્ફુરતિ મિથ્યારૂપ સ્ફુરાયમાન થાય છે. II૪-૨૨
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ભવસ્વરૂપચિંતાઅધિકાર શ્લોકાર્ચ -
પ્રભાત થયે છતે ઊંઘમાં આવેલ સ્વપ્ન મિથ્યા થાય છે અથવા તિમિરરોગનો વિરહ થયે છતે નિર્મળ દૃષ્ટિવાળાઓને દ્વિચંદ્રનું જ્ઞાન મિથ્યા થાય છે, તે જ પ્રકારે તત્ત્વનો વિષય વિદિત થયે છતે વિકલ્પો શાંત થવાથી જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સાધુઓને, આ ભવ મિથ્થારૂપ સ્કુરાયમાન થાય છે. I૪-રરા ભાવાર્થ :
ઊંધમાં આવતા સ્વપ્નમાં જે અનુભવો થાય છે, તે પ્રભાત થયે છતે જાગી જવાથી સ્વપ્નમાં જોયેલ પદાર્થો વાસ્તવિક નથી તેમ અનુભવાય છે.
વળી, તિમિરના રોગને કારણે વ્યક્તિને બે ચંદ્ર દેખાતા હોય છે. પરંતુ રોગ નાબૂદ થવાથી તેની દૃષ્ટિ નિર્મળ બને છે, તેથી ચંદ્ર એક જ દેખાય છે. પરિણામે દ્વિચંદ્રનું જ્ઞાન ખોટું છે એમ નિર્ણય થાય છે.
તે જ રીતે પૂર્વમાં તત્ત્વનું જ્ઞાન ન હતું ત્યારે સંસારના ભોગાદિ પદાર્થો સારભૂત દેખાતા હતા, પરંતુ જ્યારે જીવને તત્ત્વવિષયક જ્ઞાન થાય છે ત્યારે તેને થાય છે કે, શરીર આદિ સર્વ પદાર્થોથી મારો આત્મા પૃથક છે. તથા શરીર અને અન્ય સર્વ પુદ્ગલો તથા અન્ય જીવો પણ મારાથી પૃથક છે. તે સર્વ પદાર્થનું જ્ઞાન થવું એ જ મારો સ્વભાવ છે, અને તે પદાર્થોના જ્ઞાનકાળમાં પણ વિકારો ન સ્પર્શ તેવો મારો ઉપયોગ જ સુખના અનુભવ સ્વરૂપ છે. આવું તત્ત્વજ્ઞાન જ્યારે તેને પ્રગટે છે ત્યારે, બાહ્ય સર્વ પદાર્થોમાં આ સુખનાં સાધન છે કે દુઃખનાં સાધન છે તે રૂપ તેના મિથ્યા વિકલ્પો શાંત થાય છે, અને તેનું ચિત્ત મુનિભાવમાં સ્થિર થાય છે. આવા મુનિને આ આખો ભવ સ્વપ્નના જેવો મિથ્યા ભાસે છે. I૪-૨શા
દર તત્વના બોધ પૂર્વેની તથા પચ્ચાસ્ત્રી મતિનું સ્વરૂપ
प्रियावाणीवीणाशयनतनुसम्बाधनसुखैभवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदामिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ।।२३।।
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અધ્યાત્મસાર અન્વયાર્થ :
પ્રિયાવાળવીળાશયનતનુસખ્યધનસુર પ્રિયાની વાણી, વિણાનો નાદ, સુવાની ક્રિયા, (પોતાના શરીરની આળ-પંપાળરૂપ સુખોને કારણે વીર્થ: ઘટત: ૩ મ: અમૃત વડે બનેલો આ સંસાર છે, રૂતિ એ પ્રમાણે પૂર્વ મતિરભૂત પૂર્વે (અમારી) મતિ હતી. પરંતુ) ૩રમાત્ અકસ્માત્ પરિવતિતતત્ત્વોપનિષતામ્ રમાવં જાણેલા તત્ત્વના રહસ્યવાળા અમને રૂાની... હવે અમિન્ આમાં સંસારમાં ન રતિઃ રતિ નથી. ૩પ તુ પરંતુ રાત્મિનિ પોતાના આત્મામાં રતિઃ રતિ છે. I૪-૨૩. શ્લોકાર્ચ -
પ્રિયાની વાણી, વીણાનો નાદ, સુવાની ક્રિયા, પોતાના શરીરની આળપંપાળરૂપ સુખોને કારણે અમૃત વડે બનેલો આ સંસાર છે, એ પ્રમાણે પૂર્વે અમારી મતિ હતી. પરંતુ અકસ્માત જાણેલા તત્ત્વના રહસ્યવાળા અમને હવે સંસારમાં રતિ નથી, પરંતુ પોતાના આત્મામાં રતિ છે. II૪-૨૩ ભાવાર્થ -
પૂર્વમાં જ્યારે તત્ત્વનો બોધ ન હતો ત્યારે પ્રિયાની વાણી, વીણાના સૂર, શયનાદિ ક્રિયા તથા નિજ શરીરની સારસંભાળનાં સુખોને કારણે આ ભવ અમૃત જેવો મધુરો છે એવી બુદ્ધિ હતી. કારણ કે ભવમાં વર્તતી અનેક ઉપાધિઓ વચ્ચે પ્રિયાની વાણી આદિ અલ્લાદના કારણભૂત ઉત્તમ ભાવો છે એવી જ અમારી માન્યતા હતી. પરંતુ ક્યારેક કોઈક નિમિત્તના યોગે જ્યારે અકસ્માતથી અમને તત્ત્વનો બોધ થયો છે ત્યારે, પ્રિયાની વાણી, વીણાદિ ભાવો તુચ્છ અને નિઃસાર લાગ્યા છે. માટે તે ભાવોમાં હવે રતિ નથી અને સ્વાત્મામાં રતિ થઈ છે, એમ ગ્રંથકાર કહે છે. II૪-૨૩.
ભવસુખની વિષમતા અને આત્મિક સુખની ઉત્તમત્તાનું સ્વરૂપ
दधानाः काठिन्यं निरवधिकमाविद्यकभवप्रपञ्चाः पाञ्चालीकुचकलशवनातिरतिदाः । गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ , . . चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ।।२४।।
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર અન્વયાર્થ :
પાગ્યાનીપત્નરશવત્ પૂતળીના સ્તનરૂપી કલશની જેમ નિરાધમ્ રિન્ય અવધિરહિત કાઠિન્યને ધાના: ધારણ કરતા વિદ્યમવUTગ્રી: અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભવના પ્રપંચો ને તિરતિલા: અતિ રતિને દેનારા નથી. મનત્યજ્ઞાના અજ્ઞાનરૂપી વાદળાં ગળતે છતે, પ્રકૃમરો વિઘો ૩ત્મન પ્રસાર પામતા કિરણોવાળો આત્મારૂપી ચંદ્ર હોતે છતે સદણ: વિનિન્દસ્થ સહજ ચિદાનંદનો-જ્ઞાનના આનંદનો, પ્રવાહ થાય છે. રતિ સેમ્યા એથી કરીને તેનાથી=ભવપ્રપંચથી, વિરતિઃ ૩રતુ વિરતિ હો. I૪-૨૪ શ્લોકાર્થ :
પૂતળીના સનરૂપી કલશની જેમ અવધિરહિત કાઠિન્યને ધારણ કરતા, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભવના પ્રપંચો અતિ રતિને દેનારા નથી. અજ્ઞાનરૂપી વાદળાં ગળતે છતે, પ્રસાર પામતા કિરણોવાળો આત્મારૂપી ચંદ્ર હોતે છતે સહજ ચિદાનંદનો પ્રવાહ થાય છે. જેથી કરીને ભવપ્રપંચથી વિરતિ હો. ૪-૨૪ ભાવાર્થ :
સંસારી જીવો અજ્ઞાનને કારણે સંસારવર્તી સુખોમાં જ રતિ માણતા હોય છે, પરંતુ જ્યારે તેમને આવા સુખમાં વર્તતા અનેક જાતના માનસિક ક્લેશો દેખાવા માંડે છે, ત્યારે સાંસારિક સુખો પૂતળીના સ્તનની પેઠે અવધિરહિત કાઠિન્યવાળા દેખાય છે; અર્થાત્ જેમ લાકડાની પૂતળીનાં સ્તન કઠણ હોય છે, પરંતુ વાસ્તવિક
સ્ત્રીના સ્તનની જેવા કોમળ નહીં હોવાથી રતિ દેનાર નથી; તેમ સાંસારિક સુખો માનસિક ક્લેશોથી યુક્ત હોવાને કારણે કઠણ હોવાથી અતિ રતિને દેનારાં નથી, તેવું વિવેકી જીવોને દેખાય છે ત્યારે ભોગમાં તેમને વિશેષ આનંદ પ્રાપ્ત થતો નથી. આમ, અજ્ઞાનરૂપી વાદળું ખસી જવાથી કિરણોના વિસ્તારને કરતો એવો આત્મારૂપી ચંદ્ર પ્રગટ થવાથી તેમાંથી ચિદાનંદરૂપી પ્રવાહ સહજ થાય છે. તેથી ગ્રંથકાર પોતાની જાતને ઉપદેશ આપે છે કે અનેક ક્લેશવાળાં સાંસારિક સુખોથી વિરતિ થાઓ.
અહીં વિશેષ એ છે કે તત્ત્વના શ્રવણાદિથી સંસારી જીવને ખ્યાલ આવી જાય છે કે, સંસારનાં જે સુખો માટે પોતે પ્રવૃત્તિ કરે છે તે સુખો પરાધીન અને અસ્થિર છે, તથા અનેક ક્લેશોને અંતે પ્રાપ્ત થાય છે. તેથી તે સુખો પ્રત્યે તેને ઉદાસીનતાનો તથા વિરતિનો ભાવ થાય છે. પરિણામે આત્મામાં સહજરૂપે ચૈતન્યરૂપ આનંદ પ્રગટે છે. II૪-૨૪
Page #135
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૧૬
| ૧૧૬ 3 ભવસુખની પરાધીનતા અને અંતરંગસુખની સ્વાધીનતા
भवे या राज्यश्रीर्गजतुरगगोसङ्ग्रहकृता । न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्या: प्रेयस्य: किमु मनसि ता नात्मरतय
स्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ।।२५।। અન્વયાર્થ :
મને ભવમાં જે મનસુર સહકતા રાજશ્રી હાથી, ઘોડા, ગાયના સંગ્રહથી કરાયેલી રાજ્યલક્ષ્મી છે, સા તે હિં રમરિસ શું પોતાના મનવિષયક જ્ઞાનધ્યાનપ્રશમનિતા જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી જનિત (લક્ષ્મી) ને નથી ? યા? વિહિક પ્રેયરઃ જે બહિર્રાઓ છે. વિક્રમ મનરાશું મનવિષયક ૩ ત્મિતિથ: આત્મરતિરૂપી તા: તેઓ=સ્ત્રીઓ, નથી ? તતઃ તેથી કરીને રથTધન સુન સ્વાધીન એવા સુખને યા ત્યગતિ- કોણ છોડે ? ૩ પરમ તિ અને પર=પરાધીન એવા સુખને, કોણ ઈચ્છે ? II૪-૨પા શ્લોકાર્ય :
ભવમાં જે હાથી, ઘોડા અને ગાયના સંગ્રહથી કરાયેલી રાજ્યલક્ષ્મી છે તે શું પોતાના મનવિષયક જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી જનિત લક્ષ્મી નથી ? જે બહિર્ટીઓ છે (તે) શું મનવિષયક આત્મરતિરૂપી સ્ત્રીઓ નથી ? તેથી કરીને સ્વાધીન એવા સુખને કોણ છોડે ? અને પરાધીન એવા સુખને કોણ ઈચ્છે? I૪-૨પા ભાવાર્થ :
સંસારી જીવો હાથી, અશ્વ, ગાય વગેરેના સંગ્રહથી ધનવાન ગણાય છે. વળી સ્ત્રીઓને પ્રાપ્ત કરીને સુખી ગણાય છે. જ્યારે આધ્યાત્મિક સ્તરથી વિચારતાં જ્ઞાન, ધ્યાન અને પ્રશમને કારણે મનમાં ઉદ્ભવતા ભાવો લક્ષ્મીસ્વરૂપ જ છે. વળી, જેમ સ્ત્રી બાહ્ય સુખનું કારણ બને છે તેમ સ્વઆત્મામાં રતિ અંતરંગ સુખનું કારણ બને છે.
બાહ્ય શ્રી અને સ્ત્રી મેળવવા ઘણો યત્ન કરવો પડે છે તથા તે પરાધીન છે, જ્યારે આત્માની શ્રી અને સ્ત્રી આત્મામાં વિદ્યમાન જ છે તથા તે સ્વાધીન છે. તેથી વિવેકી જીવ આવા સ્વાધીન સુખને છોડીને પરાધીનને કેમ ઈચ્છે ? અર્થાત્ ઈચ્છે નહિ.
Page #136
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપચિંતાઅધિકાર
અહીં વિશેષ એ છે કે બાહ્ય સુખોની પ્રાપ્તિ માટે પુણ્યની સહાયતા હોય છે ત્યારે અલ્પ પ્રયત્નથી પ્રાપ્ય બને છે, તથા પુણ્યના સંયોગ સુધી જ ટકી રહે છે. વળી, પુણ્યનો સંયોગ ન હોય તો જીવ અતિશય યત્ન કરે છે છતાં તેની પ્રાપ્તિમાં નિષ્ફળતા મળે છે.
૧૧૭
પરંતુ અંતરંગ સંપત્તિને મેળવવા જીવ પોતે જ સમર્થ છે. જોકે ક્યારેક કોઈક એવું બલવાન કર્મ પ્રતિબંધક હોય તો પણ ઘણા શ્રમને અંતે પ્રાપ્ય તો બને જ છે. જેમ કે મોહનીયકર્મ અંતરંગ સંપત્તિ માટે વિરોધીરૂપે છે, છતાં સતત યત્નને અંતે તેના માટેનો યત્ન પણ અવશ્ય ફલપ્રદ બને છે. વળી, એક વખત આ સંપત્તિની પ્રાપ્તિ થાય પછી તેમાં વિયોગની સંભાવના રહેતી નથી.
તેથી કરીને વિવેકી પુરુષ નિપુણ પ્રજ્ઞાથી શાસ્ત્રના વચનને સમ્યગ્ ભાવન કરતો, શુભાચારના સેવનના સહકારથી સ્વાધીન સુખ માટેનો યત્ન કરીને અંતે સફળતાને મેળવે છે. II૪-૨૫ા
છુ પરાધીન સુખ અને સ્વાધીન સુખની તુલના કરીને સ્વાધીન સુખોની વિશેષતા બતાવે છે
पराधीनं शर्म क्षयि विषयकाङ्क्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ।। बुधास्तु स्वाधीनेऽक्षयिण करणोत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ।।२६।।
અન્વયાર્થ ઃ
મને ભવમાં પરાધીન પ૨ાધીન,વિક્ષય પામનારું, વિષયાજ઼ૌધમલિનમ્ વિષયકાંક્ષાના સમુદાયથી મલિન, મીતિયાનં ભયનું સ્થાન એવું શર્મ સુખ છે. સપિ તો પણ મતિઃ સત્ર રમતે કુમતિ ત્યાં આનંદ પામે છે. સુધાઃ તુ પરંતુ બુદ્ધિમાન પુરુષો વધીને સ્વાધીન, જ્ઞિિળ અક્ષયી, રળૌત્સુચરહિતે ઈન્દ્રિયના ઔક્યથી રહિત, પ્રતિતમયાધ્યાત્મિસુએ ભયરહિત એવા આધ્યાત્મિક સુખમાં નિતીના: તિત્તિ અત્યંત લીન રહે છે. II૪-૨૬ા
G-૧૦
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અધ્યાત્મસાર શ્લોકાર્ધ :
ભવમાં પરાધીન, ક્ષય પામનારું, વિષયકક્ષાના સમુદાયથી મલિન, ભયનું સ્થાન એવું સુખ છે; તો પણ કુમતિ જીવો ત્યાં આનંદ પામે છે. પરંતુ બુદ્ધિમાન પુરુષો સ્વાધીન, અક્ષયી, ઈન્દ્રિયના સુજ્યથી રહિત, ભયરહિત એવા આધ્યાત્મિક સુખમાં અત્યંત લીન રહે છે. l૪-૨વા ભાવાર્થ -
સંસારનું સુખ બાહ્ય વિષયોને આધીન હોવાથી તથા પુણ્યના બળથી તેની પ્રાપ્તિ થતી હોવાથી પરાધીન છે. વળી પ્રાપ્ત થયા પછી સદા ટકી શકે તેવો સંયોગજન્ય સુખનો સ્વભાવ જ નથી, તેથી ક્ષય પામનારું છે.
વળી, સાંસારિક સુખોના ઉપાયભૂત પદાર્થોને ભોગવવાની ઈચ્છા થાય છે ત્યારે જે, જીવની ભોગો ભોગવવારૂપ પ્રવૃત્તિ થાય છે; અને તે ભોગવવાની ઈચ્છા સુખરૂપ નથી, પરંતુ દુઃખરૂપ છે. કેમ કે ભોગવવાની ઈચ્છા સુખરૂપ હોય તો ભોગવવાની ક્રિયાથી તેને શમાવવાનો પ્રયત્ન કરવાનો રહે જ નહીં. તેથી ભોગવવાની ક્રિયાની પૂર્વે જે ભોગવવાની ઈચ્છા છે તે જ જીવના વિહ્વળ પરિણામ સ્વરૂપ છે, અને વળી ભોગકાળમાં પણ જે ઈચ્છા વર્તી રહી છે, તે પણ વિહ્વળ પરિણામ છે, જે બંને જીવને પ્રતિકૂળ વેદન છે. આમ, સંસારનું સુખ આવા પ્રતિકૂળ વેદનના ભાવોથી મલિન છે.
વળી, આ સુખ ભોગવવાથી ભવમાં મહાપરિભ્રમણ કરીને અનેક કદર્થનાઓ જીવને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણની ભીતિનું સ્થાન છે. તથા આ સુખ પુણ્યની સમાપ્તિની સાથે જ નાશ થવાની સંભાવના હોવાથી તેના નાશનો પણ ભય પ્રવર્તે છે. આમ છતાં, જેમને કુમતિ પેદા થઈ છે તેવા જીવો, નિર્વિચારક અવસ્થા ધરાવતા હોવાથી આવા જ સુખોમાં આનંદ માણે છે, જ્યારે બુદ્ધિમાન પુરુષો તત્ત્વનો સભ્ય બોધ મેળવી સંસારના સુખોમાંથી ચિત્તનું નિવર્તન કરી, તેનાથી સર્વ રીતે વિરુદ્ધ એવા આધ્યાત્મિક સુખમાં લીન બને છે.
હવે આ આધ્યાત્મિક સુખ કેવું છે, તે કહે છે – આધ્યાત્મિક સુખ જીવના સ્વના પરિણામરૂપ હોવાથી સ્વાધીન છે. વળી તે સુખ એક વખત આંશિક પણ પ્રગટી જાય પછી તે ક્ષય પામનારું નથી, અને પૂર્ણ પ્રગટે તો સિદ્ધ અવસ્થામાં શાશ્વત રહેનારું છે. વળી તે ઈન્દ્રિયોની ઉત્સુકતાથી રહિત છે, તેથી જીવના વિષયોની ઈચ્છારૂપ ભાવોથી મલિન નથી. વળી આ સુખ ભોગવવાથી સંસારના પરિભ્રમણનો ભય પણ નથી, તથા આત્માના પરિણામરૂપ હોવાથી નાશ પણ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર થવાનો નથી. તેથી પરિભ્રમણ અને નાશ બંનેના ભય અહીં નથી.
અહીં વિશેષ એ છે કે સંસારનું સુખ અનાદિથી જીવને અભ્યસ્ત હોવાથી, તથા તેમાં મોહનીયકર્મ અનુકૂળ હોવાને કારણે, વિચારક જીવ પણ સંસારના સુખમાં જ સહેલાઈથી યત્નશીલ હોય છે; જ્યારે આત્મિક સુખનો અભ્યાસ સર્વથા નહીં હોવાથી, અને મોહનીયકર્મ તેને પ્રતિકૂળ હોવાને કારણે, વિચારક જીવો પણ
જ્યારે સદનુષ્ઠાનમાં યત્ન કરે છે ત્યારે પણ પ્રાયે આધ્યાત્મિક સુખ સહેલાઈથી મેળવી શકતા નથી.
તેમ છતાં, સંસારના સુખની વિડંબના અને આત્મિક સુખની વાસ્તવિકતા વિચારીને જીવ અપ્રમત્ત ભાવથી યત્ન કરે તો અવશ્ય તે સુખને મેળવે છે, અને તેનાથી સદા માટે સુખી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ૪-૨વા
तदेतद्भाषन्ते जगदभयदानं खलु भवस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः । स्थिरीभूते यस्मिन्विधुकिरणकर्पूरविमला ।
यशाश्री: प्रौढा स्याज्जिनसमयतत्त्वस्थितिविदाम् ।।२७।। અન્વયાર્થ:
તત્ તે પૂર્વમાં વર્ણન કરાયેલું પતર્ મવવાનુણાનં આ=બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ, ભવસ્વરૂપનું અનુધ્યાન=ચિંતવન અસ્તુ ખરેખર નમિયાને જગતને અભય દેનારું, શમસુનિદ્રાને શમરૂપ સુખનું કારણ છે. વૃક્તધયા (તેમ) બુદ્ધિમાન પુરુષો માને કહે છે. રિમન રિચરીતે તે સ્થિર થયે છતે બિનસમ તત્ત્વરિથતિવિરામ જિનશાસનના તત્ત્વની સ્થિતિને=મર્યાદાને, જાણનારાઓની પ્રૌઢા ચશશ્રી પ્રૌઢ એવી યશરૂપી શ્રી=લક્ષ્મી વિવુરિÉરવિમના ચંદ્રનાં કિરણ અને કપૂર જેવી નિર્મળ રચાત્ થાય છે. II૪-૨ના શ્લોકાર્થ :
પૂર્વમાં વર્ણન કરાયેલું, બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ ભવસ્વરૂપનું ચિંતવન ખરેખર જગતને અભય દેનારું શમરૂપ સુખનું કારણ છે, તેમ બુદ્ધિમાન પુરુષો કહે છે. જે સ્થિર થયે છતે જિનશાસનના તત્ત્વની મર્યાદાને જાણનારાઓની પ્રૌઢ એવી યશરૂપી લક્ષ્મી ચંદ્રનાં કિરણ અને કપૂર જેવી નિર્મળ થાય છે. I૪-૨ના
Page #139
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨૦ ભાવાર્થ :
તત્ત્વના પર્યાલોચનથી સમ્યગુ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેમને તેવા તત્ત્વના વેદી મહાત્માઓ કહે છે કે, આ ભવસ્વરૂપનું ચિંતવન જગતના જીવોને અભયને દેનારું છે; કેમ કે માણસ જેમ જેમ ભવસ્વરૂપનું ચિંતવન કરતો જાય છે, તેમ તેમ તે ભવથી વિરક્ત થવાને કારણે, ભવની પ્રવૃત્તિઓથી જગતના જીવોને જે અનર્થ પેદા થતો હતો તેનાથી દૂર થતો જાય છે. માટે જગતના જીવોને તે અભયને દેનારું છે.
વળી, ભવસ્વરૂપના ચિંતવનથી જગવર્તી બધા ભાવો પ્રત્યે જીવ ઉદાસીન બને છે અને તેથી જીવમાં શમસુખ પ્રાદુર્ભાવ થાય છે. માટે તે ચિંતવન શમસુખનું કારણ પણ છે.
હવે ભવસ્વરૂપનું ધ્યાન વારંવાર કરવાથી તે જ્યારે બુદ્ધિમાં સ્થિર થાય છે, એટલે કે શબ્દથી વિચાર્યા વગર પણ ભવ તેના તેવા સ્વરૂપે સહજ રીતે પ્રતિભાસમાન થાય છે ત્યારે, જિનશાસનના તત્ત્વની સ્થિતિને જાણનારા એવા મહાત્માઓની પ્રૌઢ એવી યશરૂપી લક્ષ્મી, ચંદ્રના કિરણ અને કપૂર જેવી નિર્મળ થાય છે.
અહીં ઓશય એ છે કે, ભગવાનના શાસનની સ્યાદ્વાદની મર્યાદાઓ જાણનારા પુરુષો, જ્યારે ભવસ્વરૂપનું ચિંતવન કરે છે અને તે ચિંતવન જ્યારે સ્થિર થાય છે ત્યારે, જગતમાં “આ મહાત્મા છે, ધન્ય છે એમનું જીવન એ પ્રકારની
ખ્યાતિ બોલાય છે. કેમ કે યોગીના ઉત્તમ ચિત્તને જોઈને લોકોને તેઓનાં ગુણગાન કરવાનું મન થાય તે સહજ છે. II૪-૨૭ળા
ભવસ્વરૂપના ચિંતવનના અધિકારનો સંક્ષેપમાં ભાવ એ છે કે, રાક્ષસાદિ ઉપમાઓથી ભવનું જ સ્વરૂપ બતાવવામાં આવેલ છે, તે ભવ તેવો જ છે એવું વિચારવા માત્રથી તેનું ચિંતવન સફળ થતું નથી, પરંતુ શબ્દના બળથી રાક્ષસાદિનાં વર્ણન સાંભળીને તેનાથી જેમ ભય પેદા થાય છે, તે જ રીતે સંસારથી ભય પેદા થાય, તો જ તે સંસારથી છૂટવાના ઉપાયભૂત સદ્અનુષ્ઠાનોમાં સુદઢ યત્નવાળી પ્રવૃત્તિ શક્ય બને છે, અને તો જ અંતરંગ અને બહિરંગ યત્ન મોક્ષને અનુકૂળ બને છે.
।। इत्यध्यात्मसारे भवस्वरूपचिन्ताधिकारः ||४||
इति श्रीनयविजयगणिशिष्यन्यायविशारदश्रीयशोविजयोपाध्याय
विरचितेऽध्यात्मसारप्रकरणे प्रथमः प्रबन्धः।।
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૧
વૈરાગ્યસંભવાધિકાર
I ક્રિતીય પ્રવન્ય
II વૈરાગ્યસંભવધવાર II
અવતરણિકા :
ભવસ્વરૂપના ચિંતનથી જીવમાં વૈરાગ્ય ભાવ જાગે છે. આ વૈરાગ્ય ક્યાં સંભવે અને ક્યાં ન સંભવે તે આ વૈરાગ્યસંભવ અધિકારમાં ગ્રંથકાર બતાવે છે -
भवस्वरूपविज्ञानाद्-द्वेषान्नैर्गुण्यदृष्टिजात् । ...
तदिच्छोच्छेदरूपं द्राग, वैराग्यमुपजायते ।।१।। અન્વયાર્થ
__ भवस्वरूपविज्ञानात् भवन। १३५॥ विशनने ॥२४ो नैर्गुण्यदृष्टिजात् द्वेषात् (ભવની) નિર્ગુણતારૂપ દૃષ્ટિથી જન્મેલ (ભવ પ્રત્યેના) દ્વેષથી ટ્રાન્ તરત તષ્ઠિ વૈરાગ્યમ્ તેનીeભવની, ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય ૩૫ગાયતે ઉત્પન્ન થાય છે. પ-૧ શ્લોકાર્થ :
ભવના સ્વરૂપના વિજ્ઞાનને કારણે ભવની નિર્ગુણતારૂપ દૃષ્ટિથી જન્મેલ ભવ પ્રત્યેના દ્વેષથી, તરત ભવની ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પ-૧ના ભાવાર્થ :
જિનેશ્વર ભગવંતે ભાખેલા વચનના બળથી ભવના વાસ્તવિક સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આખો ભવ નિર્ગુણ ભાસે છે, જેને કારણે પૂર્વમાં સંસારના ભોગ્ય પદાર્થોને જોઈને જે સંસાર ગુણરૂપ ભાસતો હતો, તે જ સંસાર હવે કદર્શનારૂપ ભાસે છે. માટે સંસાર પ્રત્યે દ્વેષ પેદા થવાથી ભવમાં વર્તતી સર્વ પ્રવૃત્તિઓની પૂર્વમાં જે ઈચ્છા હતી, તેના ઉચ્છેદરૂપ તરત વૈરાગ્ય પેદા થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભવના ઉચ્છેદની ઈચ્છા થયા પછી પણ મહાત્માઓ દેહનું પાલન કરે છે, તે કેમ કરે છે? તેનો આશય એ છે કે ભવના ઉચ્છેદની ઈચ્છા થયા પછી તરત ભવનો નાશ થતો નથી, પરંતુ ભવના ઉચ્છેદ માટે તપ-સંયમની
Page #141
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨૨ સાધના આવશ્યક છે, અને તેથી તેની સાધના માટે દેહ ઉપયોગી થાય તે રીતે મુનિઓ દેહનું પાલન કરે છે; પરંતુ ભવની ઈચ્છાથી જે રીતે સંસારી જીવો દેહનું પાલન કરે છે, તે રીતે મહાત્માઓ દેહનું પાલન કરતા નથી. પ-૧ાા અવતરણિકા :
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભવની નિર્ગુણતાના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં અન્ય કોઈ મત કહે છે કે વિષયોના ભોગવટાથી વિષયોની ઈચ્છા શમે છે, અને તેનાથી વૈરાગ્ય પેદા થાય છે. તે મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
सिद्ध्या विषयसौख्यस्य, वैराग्यं वर्णयन्ति ये ।
मतं न युज्यते तेषां, यावदाप्रसिद्धितः ।।२।। અન્વયાર્થ:
વિષયૌદ્યરચ સિદ્ધયા વિષયસુખની સિદ્ધિ વડે રે વૈરાચં વન્તિ જેઓ વૈરાગ્યનું વર્ણન કરે છે, તેવામ્ મત ન ચુક્યતે તેઓનો મત યુક્ત નથી, વિર્યાપ્રસિદ્ધિત: કેમ કે જગતના તમામ અર્થોની પ્રાપ્તિનો અસંભવ છે. આપ-શા શ્લોકાર્ચ -
વિષયસુખની સિદ્ધિ વડે જેઓ વૈરાગ્યનું વર્ણન કરે છે તેઓનો મત યુક્ત નથી, કેમ કે જગતના તમામ અર્થોની પ્રાપ્તિનો અસંભવ છે. આપણા ભાવાર્થ -
વૈરાગ્ય માટે અન્ય કોઈકના મત મુજબ, જીવે વિષયસુખ ભોગવેલું નહીં હોવાથી તેનામાં સુક્ય રહે છે, પરંતુ સંસારનાં સર્વ ભોગસુખો ભોગવી લેવાથી હવે પછી કોઈ સુખની ઈચ્છા જ રહેતી નથી, તેથી તેનામાં વૈરાગ્ય પેદા થાય છે.
અહીં પ્રશ્ન એ થાય કે વિષયસુખની પ્રાપ્તિ થાય પછી પણ વારંવાર ભોગવવાની ઈચ્છા તો થાય જ છે, તેથી વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય થાય છે તે વાત અન્ય મતે કઈ રીતે ઘટે ? તેના સમાધાનરૂપે તે મતવાળાઓ કહે છે કે,
જીવને પ્રાપ્ત થયેલા વિષયસુખની આકાંક્ષા શમે તેટલા પ્રમાણમાં ઉપભોગ કર્યા પછી તેની ઈચ્છા શમી જાય છે. તેને જે ઈષ્ટ પદાર્થોના વિષયમાં ઈચ્છા વર્તતી હોય તે બધાને પ્રાપ્ત કરીને, ઈચ્છા પ્રમાણે તેનો ભોગ કરી લે ત્યારે તેની ઈચ્છાનો ઉચ્છેદ થાય છે. તેનાથી વિષયસુખની સિદ્ધિ થાય છે અને અંતે વૈરાગ્ય પેદા થાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૩
વૈરાગ્યસંભવાધિકાર
પરંતુ આ મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે,
જગતમાં ઈચ્છાના વિષયભૂત તમામ પદાર્થોની પ્રાપ્તિ જ શક્ય નહીં હોવાથી વિષયોની સિદ્ધિથી વૈરાગ્યની સંભાવના જ રહેતી નથી. II૫-૨૨
અવતરણિકા :
ગ્રંથકારે પૂર્વના શ્લોકમાં કહ્યું કે વર્તમાન ભવમાં જગતના તમામ અર્થોની પ્રાપ્તિ શક્ય નથી. હવે આગળ કહે છે કે અનંતકાળમાં સર્વ અર્થોની પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ જીવમાં અપ્રાપ્તત્વનો ભ્રમ રહેલો હોવાથી વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવી શકે નહીં. તે બતાવે છે
अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनन्तशः ।
कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति || ३ ॥
અન્વયાર્ય :
પુત્ત્ત: અત્યંત પ્રાપ્તત્વપ્રમામ્ અપ્રાપ્તત્વના ભ્રમને કારણે અનન્તશ અનંતીવાર સવાત્તેપુ ષ ામમોોવુ પ્રાપ્ત થયેલા પણ કામભોગોમાં મૂઢાનાં મૂઢ જીવોની સમી। ઈચ્છા નોપશામ્યતિ ઉપશમતી નથી. II૫-૩
શ્લોકાર્થ :
અત્યંત અપ્રાપ્તત્વના ભ્રમને કારણે અનંતીવાર પ્રાપ્ત થયેલા પણ કામભોગોમાં મૂઢ જીવોની ઈચ્છા ઉપશમતી નથી. II૫-૩
ભાવાર્થ =
જીવ અનાદિકાળથી છે અને સંસાર પણ અનાદિકાળથી છે, તેમજ ભોગ્ય વિષયો પણ અસંખ્ય છે. તેથી અનંતા ભવભ્રમણમાં દરેક પ્રકારના ભવોની પ્રાપ્તિ જીવને થઈ ચૂકી છે, તથા તે દરેક ભવમાં વિપુલ પ્રમાણવાળા ઘણા પ્રકારના ભોગોનો પોતે અનુભવ પણ કર્યો છે. અનુત્તર વિમાનનાં સુખોને છોડીને જગતનાં સર્વસુખોનો જીવે પ્રાયઃ ક૨ીને અનંતીવા૨ અનુભવ કર્યો છે, છતાં પણ અત્યંત અપ્રાપ્તત્વનો ભ્રમ જીવમાં રહેલો હોવાથી, વિષયોમાં ગાઢ આસક્તિને કા૨ણે મૂઢમતિવાળા જીવોને કામભોગના વિષયની ઈચ્છા ઉપશાંત થતી નથી. માટે જ ગ્રંથકાર કહે છે કે વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવે જ નહીં. પ-૩॥
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨૪
અવતરણિકા -
વિષયસુખના ભોગવટાથી ભોગેચ્છા શાંત થવાને કારણે વૈરાગ્ય થાય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરવા અર્થે દૃષ્ટાંત દ્વારા વિષયના સેવનથી ભોગની ઈચ્છા વૃદ્ધિ પામે છે, તે બતાવવા માટે કહે છે -
विषयैः क्षीयते कामो, नेन्धनैरिव पावकः ।
प्रत्युत प्रोल्लसच्छक्ति-भूय एवोपवर्द्धते ।।४।। અન્વયાર્થ:
સુન્ધઃ પાવ રૂા ઈંધન વડે અગ્નિ જેમ (ક્ષય પામતો નથી, ઊલટો વૃદ્ધિ પામે છે) તેમ વિષઃ રામ: વિષયો વડે કામ ર ીય ક્ષય પામતો નથી. પ્રત્યુત ઊલટો પ્રોત્તર (વિષયોના ભોગવટાથી) ઉલ્લસિત થયેલી શક્તિવાળો (કામ) મૂય: પુર્વ અત્યંત જ ૩૫ વર્ખતે વૃદ્ધિ પામે છે. પ-જા શ્લોકાર્ચ - ---
ઇંધન વડે અગ્નિ જેમ ક્ષય પામતો નથી ઊલટો વૃદ્ધિ પામે છે, તેમ વિષયો વડે કામ ક્ષય પામતો નથી, ઊલટો વિષયોના ભોગવટાથી ઉલ્લસિત થયેલી શક્તિવાળો કામ અત્યંત જ વૃદ્ધિ પામે છે. પ-જા ભાવાર્થ :
ક્યારેક કોઈક જીવને વિષયોના સાંનિધ્યથી તત્કાળ વિષયની ઈચ્છા શાન્ત થઈ જાય તેવું બની શકે, તેમાં તો તે જીવની તથાવિધ રાગાદિની અલ્પતા જ કારણભૂત હોય છે. પરંતુ મોટા ભાગના જીવોને વિષયોના ભોગવટાથી ઈચ્છા ક્ષય પામવાને બદલે કામેચ્છાના સંસ્કારો દઢ થાય છે, અને વિષયોના ભોગથી થતા સુખના અનુભવના સંસ્કારો પણ દઢ થાય છે. તેથી વિકસિત શક્તિવાળો કામનો પરિણામ ફરી ફરી વૃદ્ધિ પામતો રહે છે.
આથી વિષયોની ઈચ્છાની નિવૃત્તિ માટે વિષયોનાં સુખોને ભોગવવાં એ . ઉપાય નથી, તેમ જ તે વિષયોને છોડી દેવા એ પણ ઉપાય નથી; પરંતુ વિષયસુખથી દૂર રહીને ભવના સ્વરૂપનું સભ્યનું ચિંતવન કરવું એ જ ઉપાય છે. જોકે વિષયસુખના ભોગોને દૂર કર્યા વગર કેવળ ભવસ્વરૂપનું ચિંતવન કરીને
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૫
વૈરાગ્યસંભવાધિકાર વૈરાગ્ય માટે યત્ન કરવો પણ શક્ય નથી, કેમ કે વિષયોના ભોગથી વિષયેચ્છાના સંસ્કારો વૃદ્ધિ પામે છે. આમ, વૈરાગ્ય માટે ભવસ્વરૂપના ચિંતનની સાથોસાથ વિષયોથી પરાક્ષુખ રહેવું પણ એટલું જ આવશ્યક છે. IIT-કા અવતરણિકા :
વિષયોમાં પ્રવૃત્ત થનારને વૈરાગ્ય દુર્લભ બને છે. આ વાતને ગ્રંથકાર હવે પછીના શ્લોક-૫ થી ૮ માં દૃષ્ટાંતથી બતાવે છે –
सौम्यत्वमिव सिंहानां, पनगानामिव क्षमा ।
विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ।।५।। અન્વયાર્થ :
સિંહાનામ્ સૌમ્યત્વમ્ સુવ સિંહોને જેમ સૌમ્યત્વ (દુર્લભ છે અને) પન્નાનામ્ ક્ષમા ફુવ સર્પોને જેમ ક્ષમા (દુર્લભ છે) તેમ ઇસુ ખરેખર વિશેષ પ્રવૃત્તાના વિષયોમાં પ્રવૃત્ત એવા જીવોને વૈરાયે દુર્તમ” વૈરાગ્ય દુર્લભ છે.પ-પા શ્લોકાર્ધ :
સિંહોને જેમ સૌમ્યત્વ દુર્લભ છે અને સર્પોને જેમ ક્ષમા દુર્લભ છે, તેમ ખરેખર વિષયોમાં પ્રવૃત્ત એવા જીવોને વેરાગ્ય દુર્લભ છે. પ-પા ભાવાર્થ :
સિંહના ભવને કારણે સિંહમાં સૌમ્યત્વ પ્રાપ્ત થઈ શકે નહીં અને સર્પના ભવને કારણે સર્પમાં ક્ષમા પ્રાપ્ત થઈ શકે નહીં. ક્વચિત્ તથાવિધ મહાત્માના સંયોગને કારણે સિંહ સૌમ્ય બને છે કે સર્પાદિમાં ક્ષમા શક્ય બને છે, પરંતુ ભવને કારણે તો તે દુર્લભ જ છે. આ જ રીતે વિષયોમાં પ્રવૃત્ત થનારા જીવોને વિષયપ્રવૃત્તિને કારણે વૈરાગ્ય થઈ શકે નહીં.
અહીં પણ ક્વચિત્ જન્માન્તરના સંસ્કારાદિને કારણે, પૂર્વની આરાધનાને કારણે, અથવા કર્મની અત્યંત અલ્પતાને કારણે સિંહ-સર્પાદિને પણ વૈરાગ્ય થાય તે સંભવે, પરંતુ વિષયોની પ્રવૃત્તિ તો વૈરાગ્યની અપ્રાપ્તિનું જ કારણ છે. પ-પા
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨૬
अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति ।
अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ।।६।। અન્વયાર્થ :
विषयत्यागं अकृत्वा विषयोनी त्या न शने य: ४ वैराग्यं दिधीर्षति વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે સ: તે ૩પથ્યમ્ ૩પરિત્યંચ અપથ્યને નહીં છોડીને રોગોષ્ઠમ્ પુચ્છતિ રોગના ઉચ્છેદને ઈચ્છે છે. પ-કા શ્લોકાર્ચ -
વિષયનો ત્યાગ નહીં કરીને જે વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે, તે અપથ્યને નહીં છોડીને રોગના ઉચ્છેદને ઈચ્છે છે. અપ-ડા ભાવાર્થ :
કોઈ જીવને કોઈ રોગ થયો હોય અને તેને મટાડવાનો ઈલાજ કરી રહ્યો હોય ત્યારે, રોગને વધારનાર એવા અપથ્ય ખોરાકનો ત્યાગ તેને આવશ્યક બને છે. અપથ્ય સેવનના ત્યાગ વિના જે રીતે રોગનો ઉચ્છેદ શક્ય નથી બનતો, તે જ રીતે વિષયોનું સેવન કરવાથી વિષયસેવનની વૃત્તિ વધુ દઢ સંસ્કારવાળી બને છે, અને વૈરાગ્ય એ વિષયોની અનિચ્છા સ્વરૂપ છે, તેથી વિષયોનું સેવન એ વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્યને પેદા કરવાનું કારણ નથી બનતું, પરંતુ વૈરાગ્યથી વિરુદ્ધભાવની વૃદ્ધિનું કારણ બને છે. તેથી વિષયોના ત્યાગ વિના ભવસ્વરૂપના ચિંતનમાત્રથી વૈરાગ્યને ઈચ્છવો અનુચિત છે. પ-કા
न चित्ते विषयासक्ते, वैराग्यं स्थातुमप्यलम् ।
अयोधन इवोत्तप्ते, निपतन्बिन्दुरम्भसः ।।७।। અન્વયાર્ચ -
ઉત્તરે ૩યોધન રુવ જેમ તપાવેલા લોઢાના ગોળા ઉપર નિપજ્ પડતું એવું ઉમ્મર: વિનું પાણીનું બિંદુ (રહેવા માટે સમર્થ નથી, તેમ) વિષયાસ ચિત્તે વિષયાસક્ત ચિત્તમાં વેરાયં થાતુમાં વૈરાગ્ય રહેવા માટે પણ ન ૩ સમર્થ નથી.
પ-૭ll
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૭
શ્લોકાર્થ :
વૈરાગ્યસંભવાધિકાર
જેમ તપાવેલા લોઢાના ગોળા ઉપર પડતું એવું પાણીનું બિંદુ રહેવા માટે સમર્થ નથી, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય રહેવા માટે પણ સમર્થ નથી. II૫-૭ ભાવાર્થ :
જેવી રીતે તપાવેલા લોઢાના ગોળા ઉપર પાણીનું માત્ર એક ટીપું નાખવામાં આવે તો તે તત્ક્ષણ જ વિનાશ પામે છે, બિંદુનું અસ્તિત્વ જ રહી શકતું નથી; તેવી જ રીતે જે જીવો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, તેઓનું ચિત્ત વિષયોમાં જ પ્રવૃત્તિની વૃત્તિવાળું બને છે. તેથી તેવા ચિત્તમાં વિષયોની અનર્થકારિતાનું વર્ણન કરવામાં આવે, કે થોડું પણ વૈરાગ્યનું ચિંતવન ક૨વામાં આવે તો પણ, જ્યાં સુધી વિષયોમાં જ પ્રવૃત્તિ ક૨વાની મનોવૃત્તિ પડી છે ત્યાં સુધી વૈરાગ્ય રહી શકતો નથી.
||૫-૭||
यदीन्दुः स्यात् कुहूरात्रौ, फलं यद्यवकेशिनि । तदा विषयसंसर्गिचित्ते वैराग्यसङ्क्रमः ।।८।।
અન્વયાર્થ :
ચત્તિ પૂરાત્રૌ હન્તુઃ જો અમાસની રાત્રિમાં ચંદ્ર (ઊગે કે) તિ અવન્તિન પરૂં જો અવકેશિ નામના વૃક્ષ ઉપર ફળ રચાત્ થાય તા તો વિષયસંચિત્તે વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યસમાં વૈરાગ્યનું સંક્રમણ થાય. II૫શ્લોકાર્થ :
જો અમાસની રાત્રિમાં ચંદ્ર ઊગે કે અવકેશિ નામના વૃક્ષ ઉપર ફળ થાય તો વિષયસંસર્ગવાળા એવા ચિત્તમાં વૈરાગ્યનું સંક્રમણ થાય. IN-II
ભાવાર્થ:- =
કોઈપણ સંજોગોમાં અમાસની રાત્રિમાં ચંદ્ર ઊગતો જ નથી અને અવકેશિ નામના વૃક્ષ પર કદી ફળ આવતાં જ નથી. તે રીતે જ વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ શક્ય જ નથી. ૫-૮॥
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૨૮
અવતરણિકા - *
પૂર્વે કહ્યું કે વિષયોની પ્રવૃત્તિવાળા ચિત્તમાં વૈરાગ્યનો ઉદ્ભવ સંભવી જ ન શકે. તો પ્રશ્ન થાય કે વૈરાગ્ય કેવી રીતે ઉદ્ભવે ? તેથી હવે વૈરાગ્યના ઉદુભવનું કારણ બતાવે છે –
भवहेतुषु तद्वेषा-द्विषयेष्वप्रवृत्तितः । ।
वैराग्यं स्यानिराबाधं, भवनैर्गुण्यदर्शनात् ।।९।। અન્વયાર્થ
તત્ તે કારણથી=પૂર્વે કહ્યું કે વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય અસંભવ છે . તે કારણથી, મનેíર્શનાર્ ભવનેગૃષ્ણના દર્શનને કારણે મવહેતુપુ ષાત્ ભવના હેતુઓમાં દ્વેષ થાય છે, તેના કારણે વિષયેષુ ૩ પ્રવૃત્તિતા વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી નિવાં વૈરાન્ચે રચાત્ (વિષયોની અનિચ્છારૂપ) નિરાબાધ એવો વૈરાગ્ય થાય છે. આપ-લાંશ્લોકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે વિષયસુખની સિદ્ધિથી વેરાગ્ય અસંભવ છે, તે કારણથી ભવનેગૃષ્ણના દર્શનને કારણે ભવના હેતુઓમાં દ્વેષ થાય છે, તેના કારણે વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી વિષયોની અનિચ્છારૂપ નિરાબાધ એવો વેરાગ્ય થાય છે. પિતા ભાવાર્થ -
ભવસ્વરૂપના ચિંતનથી ભવ નિર્ગુણ લાગે છે અને તેથી ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ પેદા થાય છે, જેના કારણે વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય પેદા થાય છે; પરંતુ ફરી પાછી વિષયોમાં પ્રવૃત્તિ કરવાથી આ વૈરાગ્ય બાધા પામે છે. જેમ કોઈક ' પ્રમાતાને વૈરાગ્ય નિષ્પન્ન થયા પછી કોઈક સંજોગોના કારણે સંયમનું ગ્રહણ ન થઈ શકે, અને એવા નિમિત્તને કારણે વિષયોમાં પ્રવૃત્તિ થાય છે; તો આવે સમયે અનાદિના સંસ્કારો વિષયોમાં પ્રવૃત્તિના જ હોય છે, અને વર્તમાનમાં પણ વિષયોની ઈચ્છાના જ સંસ્કારો હોવાથી, વિષયોમાં પ્રવૃત્તિ થવાથી વિષયોની અસર ચિત્ત પર પડે છે, અને તેથી વૈરાગ્ય બાધા પામે છે. પરંતુ જે જીવને વૈરાગ્ય વર્તતો હોય અને વિષયોમાં પણ અપ્રવૃત્તિ હોય તો તેનો વૈરાગ્ય નિરાબાધ બને છે. પહેલા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વૈરાગ્યસંભવાધિકાર
અવતરણિકા :
પૂર્વના શ્લોકમાં બતાવ્યું કે ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય થાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવને ભવનૈર્ગુણ્યનું દર્શન હોવાથી તેને પણ વૈરાગ્ય માનવાની આપત્તિ આવશે. આ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર તેનું સમાધાન કરતાં કહે છે -
।
चतुर्थेऽपि गुणस्थाने, नन्वेवं तत् प्रसज्यते । युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ।।१०।।
અન્વયાર્થ :
ડ્યું આ રીતે=ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે એ રીતે, ચતુર્થે અપિ મુળસ્યાને ચોથા પણ ગુણસ્થાનકમાં નનુ ખરેખર ત્ તેવૈરાગ્ય પ્રસખ્યતે પ્રાપ્ત થશે. (કેમ કે) પ્રમાતૃળાં પ્રમાતૃઓનેસમ્યગ્દષ્ટિ જીવોને અનુ ખરેખર મવનૈર્મુખ્યવર્શનમ્ યુ ભવનૈર્ગુણ્યનું દર્શન યુક્ત છે. પ-૧૦॥
શ્લોકાર્થ :
ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે, એ રીતે ચોથા પણ ગુણસ્થાનકમાં ખરેખર વૈરાગ્ય પ્રાપ્ત થશે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને ખરેખર ભવનેર્ગુણ્યનું દર્શન યુક્ત છે. ||૫-૧૦||
ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ભવનૈર્ગુણ્યથી પ્રગટ થયેલો વૈરાગ્ય વિષયોમાં અપ્રવૃત્તિથી નિરાબાધ થાય છે. ત્યાં શંકા થાય કે એ રીતે તો ચોથા ગુણસ્થાનકમાં પણ વૈરાગ્ય માનવો પડે, કેમ કે ચોથા ગુણસ્થાનકવાળા સમ્યગ્દષ્ટિ જીવો જગતને યથાર્થ જોનારા હોવાથી પ્રમાતૃ છે, અને તેવા પ્રમાતાઓને સંસાર નિર્ગુણરૂપે જ દેખાય છે, અને ખરેખર જો ચોથા ગુણસ્થાનકમાં વૈરાગ્ય હોય તો વિષયોમાં પ્રવૃત્તિ ન હોવી જોઈએ. માટે સંસારની નિર્ગુણતાના દર્શનને વૈરાગ્યનો હેતુ કઈ રીતે કહી શકાય ? એ પ્રકા૨નો પ્રસ્તુત શ્લોકનો ધ્વનિ છે. Iાપ-૧૦ના
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં શંકા કરેલ કે સમ્યગ્દષ્ટિ જીવોને ભવનૈર્ગુણ્યનું દર્શન હોવાથી વૈરાગ્ય માનવાની આપત્તિ આવશે. તેનું સમાધાન કરતાં કહે છે -
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૩૦
सत्यं चारित्रमोहस्य, महिमा कोप्ययं खलु ।
यदन्यहेतुयोगेऽपि, फलायोगोऽत्र दृश्यते ।।११।। અન્વયાર્થ
રત્યે સાચું છે, ચારિત્રમોહસ્ય (પરંતુ) ચારિત્રમોહનીયકર્મનો કોઈ પણ આ ઐતુ ખરેખર મહિમા મહિમા છે. ચતુયોગેડ િજ કારણથી અન્ય હેતુના યોગમાં પણ ૩ત્ર અહીં સમ્યગ્દષ્ટિ જીવમાં છાયો : (વૈરાગ્ય રૂ૫) ફળનો અયોગ તે દેખાય છે. પ-૧૧ શ્લોકાર્ચ -
સાચું છે, પરંતુ ચારિત્રમોહનીયકર્મનો કોઈ પણ આ મહિમા છે, જે કારણથી અન્ય હેતુના યોગમાં પણ સમ્યગ્દષ્ટિ જીવમાં વૈરાગ્યરૂપ ફળનો અયોગ દેખાય છે. આપ-૧૧ાા ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં ઉદ્ભવેલ શંકાનું સમાધાન કરતાં કહે છે કે, હા, એ વાત સાચી છે કે સમ્યગ્દષ્ટિ જીવને ભવનગુણ્યનું દર્શન છે માટે તેને વૈરાગ્ય હોવો જોઈએ, પરંતુ સાથે સાથે ચારિત્રમોહનીયનો પણ એવો અદ્ભુત મહિમા છે કે, જે કારણથી વૈરાગ્યના અન્ય હેતુરૂપચારિત્રમોહનીયના અભાવથી અન્ય હેતુરૂપ, ભવનેગૃષ્ણના દર્શનનો યોગ હોવા છતાં વૈરાગ્યરૂપ ફળનો સમ્યગ્દષ્ટિ જીવમાં અયોગ છે.
તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જ ભવ અનર્થકારી ભાસે છે, તેથી તેને ભવના હેતુભૂત વિષયોની ઈચ્છા થવી ન જોઈએ; આમ છતાં, સમ્યગ્દષ્ટિ જીવને તીવ્ર ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોની ઈચ્છા થાય છે. આનું કારણ એ છે કે અનાદિ કાળથી વિષયોમાં પ્રવૃત્તિ કરવાની જે મનોવૃત્તિ છે, તેના સંસ્કારો તીવ્ર ચારિત્રમોહનીયના ઉદયથી જાગૃત થાય છે, તેથી ભવને નિર્ગુણરૂપે જોવા છતાં ચારિત્રમોહનીયના ઉદયને કારણે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. માટે વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય તેનામાં પ્રગટ થતો નથી. પ-૧૧TI
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૧
વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે ચોથા ગુણસ્થાનકે રહેલા આત્માને ચારિત્રમોહનીયના ઉદયના કારણે વૈરાગ્ય હોતો નથી, તે વાત યોગની પાંચમી દૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને આશ્રયીને કરી. હવે યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિ જીવને વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય છે, તે બતાવે છે –
दशाविशेषे तत्रापि, न चेदं नास्ति सर्वथा । .
स्वव्यापारहताऽऽसङ्गं, तथा च स्तवभाषितम् ।।१२।। અન્વયાર્થ :
રાપરહંતાડડસ રૂ ર અને સ્વવ્યાપારને કારણે (વિષયોમાંથી) હરાઈ ગયો છે આસંગભાવ જેમાં એવો આ=વૈરાગ્ય દ્રશાવિશેષે તત્ર દશાવિશેષમાં ત્યાં પણ=ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા નારિત સર્વથા નથી એમ નહીં તથા ૨ સ્તવમાવતમ્ અને તે પ્રકારે વીતરાગસ્તવમાં કહ્યું છે. પ-૧રશા
અહીં શબ્દ વૈરાગ્ય માટે વપરાયો છે અને “રવવ્યાપારતાડડસ” એ રુ નું હેતુઅર્થક વિશેષણ છે. શ્લોકાર્ચ -
અને સ્વવ્યાપારને કારણે વિષયોમાંથી હરાઈ ગયો છે આસંગભાવ જેમાં એવો વૈરાગ્ય, દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા નથી એમ નહીં, અને તે પ્રકારે વીતરાગસ્તવમાં કહેલું છે. આપ-૧થા ભાવાર્થ :
અવિરત સમ્યગ્દષ્ટિની બે ભૂમિકા છે. પ્રથમ ભૂમિકા યોગની પાંચમી દૃષ્ટિમાં હોય છે અને બીજી ભૂમિકા યોગની છઠી દૃષ્ટિમાં હોય છે. અહીં યોગની છઠી દૃષ્ટિવાળા જીવોને ગ્રહણ કરવા માટે જ દશાવિશેષ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનાથી એમ કહેવું છે કે અવિરત સમ્યગ્દષ્ટિ પણ છઠી દૃષ્ટિરૂપ દશાવિશેષમાં હોય ત્યારે, ચોથા ગુણસ્થાનકમાં હોવા છતાં પણ તેને કાંઈક વૈરાગ્ય છે, તેનું કારણ તેઓમાં વર્તતો છઠ્ઠી યોગદૃષ્ટિનો પરિણામ છે. અને તે છઠ્ઠી દૃષ્ટિના પરિણામના કારણે જ તેઓને ભોગપ્રવૃત્તિમાંથી આસંગભાવ ચાલ્યો જાય છે. કેમ કે છઠ્ઠી
Page #151
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૩૨ દષ્ટિવાળા યોગીઓમાંથી કેટલાક યોગીઓ વિશેષ જ્ઞાનને કારણે જાણે છે કે પોતાનાં કર્મો ભોગએકનાશ્ય છે; અર્થાત્ ભોગ કરીને જ કર્મો નાશ પામે તેવાં છે, તે સિવાય નાશ પામે તેમ નથી. તેથી ભાવિની સંયમની પ્રવૃત્તિને નિરાબાધ કરવા માટે ભોગથી નાશ્ય એવાં કર્મોના નાશ માટે જ તેઓ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે.
વળી કેટલાક છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો પોતાનાં કર્મો ભોગએકનાશ્ય છે તેવું નહીં જાણવા છતાં, અન્ય કોઈકનો ઉપકાર થાય તેમ જણાતું હોય કે તેવા કોઈક સંયોગોને કારણે જ ભોગમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ તે જીવોમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે ભોગકાળમાં પણ વિષયો કોઈ મલિનતા કરી શકતા નથી. તેથી વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય ત્યાં પણ છે.
આમ છતાં, અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય હોવાને કારણે મુનિ જેવો વિશેષ વૈરાગ્ય તેમને નથી, અને તેથી જ “તેઓમાં સર્વથા વૈરાગ્ય નથી” એમ નહીંએ પ્રમાણેનું કથન કરેલ છે. મુનિને તો પ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમને કારણે વિષયોની પ્રવૃત્તિ નથી તેથી તેઓને વિશેષ પ્રકારનો વૈરાગ્ય છે, તે અપેક્ષાએ મુનિ કરતાં તેઓની-ચિત્તની ભૂમિકા નીચી છે.
અહીં “સ્વચારતાડડસં” નો અર્થ આ પ્રમાણે છે –
છઠ્ઠી દૃષ્ટિવાળા જીવને આક્ષેપકજ્ઞાન હોય છે, તેથી આત્માના ભાવોમાં તેઓનો વ્યાપાર છે. તે રૂપ સ્વવ્યાપાર છે અને તેનાથી વિષયોમાં આસંગભાવ હણાયેલો છે, તેથી જ વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં છઠ્ઠી દષ્ટિવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્ય છે.
તે જ વાત વીતરાગસ્તોત્રમાં કહી છે, જે ગ્રંથકાર આગળના શ્લોકમાં બતાવે છે. પ-૧રશા
यदा मरुन्नरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ।।१३।। અન્વયાર્થ :
નાથ ! હે નાથ ! યા જ્યારે મરેજથી દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી ત્યથા તમારા વડે ૩૫મુખ્ય ભોગવાય છે તલાવિ ત્યારે પણ તે યત્ર તમને જ્યાં તિઃ નામ રતિ છે તત્ર ત્યાં વિરત્વે વિરક્તભાવ છે. આપ-૧૩
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૩
વૈરાગ્યસંભવાધિકાર શ્લોકાર્ચ -
હે નાથ ! જ્યારે દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી તમારા વડે ભોગવાય છે, ત્યારે પણ તમને જ્યાં રતિ છે ત્યાં વિરક્તભાવ છે. પ-૧૩ ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય ન હોય એમ નહીં, તે જ વાત અહીં ભગવાનની સ્તુતિરૂપે બતાવે છે. તીર્થકરના જીવો છેલ્લા દેવભવમાં અને મનુષ્યભવની ગૃહસ્થાવસ્થામાં અવિરતિના ઉદયવાળા હોય છે ત્યારે પણ, યોગની છઠ્ઠી દૃષ્ટિરૂપ દશાવિશેષમાં જ હોય છે. તેમની આ અવસ્થાને સામે રાખીને ભગવાનની સ્તુતિ કરતાં પૂ. હેમચંદ્રાચાર્ય મ. સા. એ વીતરાગસ્તોત્રમાં કહ્યું કે “હે નાથ ! જ્યારે દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી તમારા વડે ભોગવાય છે, ત્યારે તે ભોગકત જે રતિ છે તેમાં પણ તમને વિરક્તપણાનો જ ભાવ છે.” અહીં ભોગકાળમાં ભોગને અનુકૂળ શાતાનું વદન તેઓને અવશ્ય હોય છે, અને તે રૂપ રતિનો પણ તેમને અનુભવ હોય છે. પરંતુ ચિત્તમાં શાતા કે અશાતા પ્રત્યે અથવા તેના હેતુભૂત કોઈ પદાર્થ પ્રત્યે તેમને રાગ હોતો નથી, પરંતુ સર્વત્ર ઉદાસીન ચિત્ત હોય છે, તેથી ત્યાં વિરક્તપણું હોય છે.
જેમ માન-અપમાન કે સુખ-દુઃખમાં સમવૃત્તિવાળા ઉત્તમ મુનિનું ચિત્ત સર્વત્ર ઉદાસીન હોય છે, તેમ દશાવિશેષમાં વર્તતા જીવોનું ચિત્ત પણ સર્વત્ર ઉદાસીન હોય છે. આવું ચિત્ત સાતિચાર ભૂમિકાવાળા મુનિને પણ દુર્લભ છે. સાતિચાર કે નિરતિચારવાળા ઉત્તમ મુનિને સાવઘનું ફુરણ હોતું નથી, તેથી તેઓની પ્રવૃત્તિ નિરવદ્ય હોય છે. દશાવિશેષમાં વર્તતા જીવો જ્યારે અવિરતિના ઉદયવાળા હોય છે ત્યારે, સાવઘનું સ્કુરણ વર્તવાથી તેઓ સાવદ્ય એવી રાજ્યાદિની પ્રવૃત્તિ કરે છે, તો પણ પોતાના આત્મા ઉપર અતિશય પ્રભુત્વ હોવાના કારણે તથાવિધ ભાવોથી પરામુખ રહીને પ્રવૃત્તિ કરી શકે છે.
વળી, પાંચમી દૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને ભવની નિર્ગુણતાનું જ્ઞાન હોય છે, જ્યારે છઠ્ઠી દૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો ભવનર્ગુણ્યના જ્ઞાન ઉપરાંત આક્ષેપકજ્ઞાન હોવાને કારણે તત્ત્વ પ્રત્યે તીવ્ર આક્ષેપવાળા હોય છે, તેથી જ તેઓ ભોગકાળમાં પણ સર્વ પુદ્ગલના ભાવોથી પરાભુખ રહીને સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. પ-૧all
G-૧૧
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અધ્યાત્મસાર અવતરણિકા –
પૂર્વ શ્લોકમાં કહ્યું કે ગૃહસ્થાવસ્થામાં તીર્થંકરપ્રભુને જ્યાં રતિ છે ત્યાં પણ વિરક્તપણું છે, તો પ્રશ્ન થાય કે જ્યાં રતિનો અનુભવ હોય ત્યાં વિરક્તપણું કઈ રીતે હોઈ શકે ? અને વિરક્તપણું હોય તો ત્યાં પ્રવૃત્તિ કેમ હોય? તેથી હવે કહે છે
भवेच्छा यस्य विच्छिन्ना, प्रवृत्तिः कर्मभावजा ।
रतिस्तस्य विरक्तस्य, सर्वत्र शुभवेद्यतः ।।१४।। અન્વયાર્થ :
યસ્થ જેની મહેચ્છા વિચ્છિન્ના ભવની ઈચ્છા વિચ્છિન્ન થયેલી છે, વર્નમાવના પ્રવૃત્તિ: (જને) કર્મના ઉદયને કારણે પ્રવૃત્તિ થાય છે વિરસ્ય તરસ્ય વિરક્ત એવા તેને શુમવેદ્યતઃ શુભવેદનીયથી શાતાવેદનીયથી સર્વત્ર રતિઃ સર્વત્ર રતિ (હોય છે.) II૫-૧૪ll શ્લોકાર્ચ ----
જેની ભવની ઈચ્છા વિચ્છિન્ન થયેલી છે, જેને કર્મના ઉદયને કારણે પ્રવૃત્તિ થાય છે, વિરક્ત એવા તેને શતાવેદનીયથી સર્વત્ર રતિ હોય છે.પ-૧૪ ભાવાર્થ :
હરેક અવિરત સમ્યગ્દષ્ટિ જીવો દશાવિશેષમાં નથી, પરંતુ તેમને સંસાર નિર્ગુણ અવશ્ય ભાસે છે. છતાં પણ તેઓ જે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તેને અવલંબીને થતા રાગાદિ ભાવો, કે જે ભવના હેતુ છે, તે તેમના ચિત્તમાં અવશ્ય વર્તતા હોય છે. તેથી હજુ પણ ભવની ઈચ્છા તેમને વિચ્છિન્ન થઈ નથી હોતી. જ્યારે છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભવવર્તી તમામ ક્રિયાઓ પ્રત્યે કોઈ ઈચ્છાઓ હોતી નથી, તેથી તેમને ભવની ઈચ્છાનો વિચ્છેદ છે. અહીં પ્રશ્ન થાય કે છઠ્ઠી દૃષ્ટિવાળા જીવોને ભવની ઈચ્છા નથી તો ભોગોમાં પ્રવૃત્તિ કેમ કરે છે ? તેથી કહે છે –
જે રીતે અપ્રમત્ત મુનિને સંસારવર્તી કોઈ પ્રવૃત્તિની ઈચ્છા ન હોવા છતાં મોક્ષના સાધનરૂપ શરીરનું પાલન કરે છે, તે જ રીતે યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓ પણ ભવિષ્યના સંયમને નિરાબાધ કરવા માટે ભોગએકનાશ્ય એવા કર્મના નાશ માટે ભોગપ્રવૃત્તિ કરે છે, અથવા કોઈ વિશેષ લાભ જણાય ત્યારે ભોગમાં પ્રવૃત્તિ કરે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસંભવાધિકાર આમ, તેઓને ભવની ઈચ્છા વિચ્છિન્ન છે અને કર્મના ભાવને કારણે જ ભોગાદિની પ્રવૃત્તિ છે. તેથી આવા વિરક્ત જીવોને તેવી પ્રવૃત્તિમાં જે રતિનો અનુભવ છે, તે કેવળ શાતાવેદનીય કર્મના ઉદયથી અનુકૂળ વેદનરૂપ છે, પરંતુ મોહજન્ય રતિના પરિણામરૂપ નથી. II૫-૧૪||
૧૩૫
अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ । न शुद्धिप्रक्षयो यस्मा - द्धारिभद्रमिदं वचः ।। १५ ।।
અન્વયાર્થ :
ગતઃ આથી=શુભવેદનીયના વેદનરૂપ જ રિત છે એથી, कान्तायां મોસન્નિધી કાન્તાદષ્ટિમાં ભોગના સાંનિધ્યમાં આક્ષેપવજ્ઞાનાત્ આક્ષેપકજ્ઞાન હોવાને કારણે શુદ્ધિપ્રાય: ન શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. યસ્માત્ જે કારણથી વં આ=આગળ કહેવાનારું હામિદ્ન વચઃ હરિભદ્રસૂરિનું વચન છે. II૫-૧૫॥
શ્લોકાર્થ :
શાતાવેદનીયના વેદનરૂપ જ રિત છે એથી, કાન્તાદૃષ્ટિમાં ભોગના સાંનિધ્યમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, જે કારણથી આગળ કહેવાનારું હરિભદ્રસૂરિનું વચન છે. ||૫-૧૫॥
ભાવાર્થ :
કાન્તાદૃષ્ટિમાં રહેલ જીવને ભોગમાં જે રિત છે તે કેવળ શુભ કર્મના વેદનથી છે પરંતુ મોહથી નથી, તેથી ભોગની પ્રવૃત્તિમાં પણ શુદ્ધિનો પ્રક્ષય થતો નથી.
પાંચમી દૃષ્ટિમાં ભવના નૈર્ગુણ્યનું સ્પષ્ટ ભાન હોવાને કા૨ણે સંસારના ભોગો તુચ્છ અને અસાર ભાસવા છતાં, ભોગકાળમાં તેઓને ભોગની પણ કાંઈક અસર થાય છે; તેથી ભોગમાં જે અપ્રશસ્ત ભાવ થાય છે, તેનાથી શુદ્ધિનો અંશથી પણ પ્રક્ષય થાય છે; જ્યારે કાન્તાદૃષ્ટિમાં રહેલા સાધક આત્માઓને મોક્ષને અનુકૂળ એવી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, પરંતુ શુદ્ધિ સહેજ પણ હીનતાને પામતી નથી, તેનું કારણ એ છે કે તેમનામાં આક્ષેપકજ્ઞાન છે. આ આક્ષેપકજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે
-
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૩૬ કાન્તાદષ્ટિવાળાને જે તત્ત્વનો સૂક્ષ્મ બોધ છે, તે તત્ત્વ પ્રત્યે તેનું ચિત્ત સદા આલિપ્ત રહે તેવા પ્રકારનું જ્ઞાન છે. તેથી ભોગકાળમાં પણ તેઓનું ચિત્ત આત્માના શુદ્ધ ભાવો પ્રત્યે આલિપ્ત રહેતું હોવાથી જ ભોગ્ય પદાર્થોની અસર તેમના ચિત્ત પર લેશ પણ થતી નથી, આથી જ શુદ્ધિનો પ્રલય થતો નથી.
આક્ષેપકજ્ઞાનથી કાન્તાદૃષ્ટિમાં શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, તે વાતને શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના વચનથી બતાવવા માટે કહે છે કે, જે કારણથી આગળમાં કહેવાનારું શ્રીહરિભદ્રસૂરિજીનું વચન છે, તે કારણથી કાન્તાદૃષ્ટિમાં શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. આપ-૧પણા અવતરણિકા -
આક્ષેપકજ્ઞાન હોવાને કારણે કાન્તાદૃષ્ટિમાં રહેલા જીવને શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, એ પ્રકારના પૂ. હરિભદ્રસૂરિજીના વચનને અહીં સાક્ષી તરીકે બે શ્લોકમાં ગ્રંથકાર બતાવે છે -
मायाम्भस्तत्त्वतः पश्य-त्रनुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ।।१६।। भोगान् स्वरूपतः पश्यं-स्तथा मायोदकोपमान् । .
भुजानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ।।१७।। અન્વયાર્થ :
માયામ્મ: માયારૂપ જળને તત્ત્વત: gશ્યત્ તત્ત્વથી જોતો તતઃ તેનાથી= માયારૂપી પાણીથી ૩નુદ્ધિન: અનુદ્ધિગ્ન કુતમ્ શીધ્ર તન્મàન તેની મધ્યમાંથી વ્યાપતિનત’ વ્યાઘાતથી રહિત યથા જે પ્રકારે પ્રતિ વિ જાય જ છે. તથા તે પ્રકારે માયોપમાન માન માયાઉદકની ઉપમાવાળા ભોગોને સ્વત: પશ્યન સ્વરૂપથી જોતો એવો (અને) મુજ્ઞાન: ૩પ ભોગવતો એવો પણ સ સન્ અસંગ છતો પરંપમ્ પરમપદ તરફ પ્રયાતિ 4 જાય જ છે. આપ-૧૬/૧ના
* દિ' પાદપૂર્તિ માટે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૭
શ્લોકાર્થ :
વૈરાગ્યસંભવાધિકાર
માયારૂપ જળને તત્ત્વથી જોતો, માયારૂપી પાણીથી અનુદ્વિગ્ન, શીઘ્ર તેની મધ્યમાંથી વ્યાઘાતથી રહિત જે પ્રકારે જાય જ છે; તે પ્રકારે માયાઉદકની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો એવો અને ભોગવતો એવો પણ, અસંગ છતો પરમપદ તરફ જાય જ છે. II૫-૧૬/૧૭ll
ભાવાર્થ:
કોઈનું ઘર એવું હોય કે જેની ભૂમિ સ્ફટિકની હોય અને તેને કારણે “આ પાણી છે” એવો ભાસ થતો હોય ત્યારે, તેમાંથી સામે જવાની ઈચ્છાવાળો પણ જીવ જવા માટે ક્ષોભ પામે છે. અને જે જીવ જાણે છે કે સ્ફટિકને કારણે પાણીનો ભાસ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે આ દેખાતું જળ જળ નથી પણ સ્ફટિક છે, તેવા બોધવાળો જીવ પાણીને જોઈને ઉદ્વેગ પામતો નથી, તેમજ કોઈપણ જાતના વ્યાઘાત વગર તે માયારૂપી પાણીમાંથી શીઘ્ર પસાર થઈ જાય છે.
તેવી ૨ીતે સંસા૨વર્તી બધા ભાવોને જે જીવ માયારૂપી જળ જેવા જોઈ શકે છે, તે જીવ ભોગ્ય પદાર્થોના સ્પષ્ટ સ્વરૂપને પણ જાણી શકે છે. તેથી જ તે ભોગો ભોગવતો હોવા છતાં પણ ભોગની સાથે સંગ વગરનો રહે છે, અને છેક પરમપદ ત૨ફ જાય જ છે.
અહીં ભોગોને તત્ત્વથી જોનારના બોધનું સ્વરૂપ સમવું આવશ્યક છે, તે આ પ્રમાણે
-
‘તત્ત્વથી જોવું’ એનો ભાવ એ છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી તત્ત્વનું અવલોકન કરવું. સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો કોઈપણ પદાર્થનો ભાવ તે તે પદાર્થમાં જ રહે છે બીજાને પ્રાપ્ત થતો નથી, અને તેથી કોઈપણ ભોગ્ય પદાર્થમાંથી જીવને કોઈ ભાવ પ્રાપ્ત થતો નથી; પરંતુ જીવ જ ભોગ્ય પદાર્થોને નિમિત્ત કરીને તે તે ભાવોને પોતાનામાંથી જ પામે છે. તે આ પ્રમાણે -
દરેક પદાર્થો હંમેશાં પોતપોતાના ભાવોમાં જ પરિણમન પામતા હોય છે. જેમ કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણભાવરૂપે પરિણમન પામવાનો છે, અને અગ્નિના સંપર્કના નિમિત્તને પામવાથી શરીર સ્વતઃ જ બળેલી અવસ્થાને પામવાના સ્વભાવવાળું છે, અને શરીર સાથે સબંધ ધરાવતો જીવ પોતાના સ્વભાવને કા૨ણે જ શરીરના આવા પરિણામને પામીને પોતે સ્વતઃ અશાતાના પરિણામને પામે છે. અહીં અગ્નિનાં પુદ્ગલો કે શરીરનાં પુદ્ગલો જીવને કાંઈ કરતા નથી, પરંતુ જીવ તે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અધ્યાત્મસાર તે નિમિત્તોને પામીને તે તે અશાતાના પરિણામને કરે છે. પરંતુ તે અશાતાના નિમિત્તને પામીને જો જીવ સાવધ ન હોય તો, અરતિના પરિણામને સ્વતઃ કરે છે અને તત્ત્વને જોનારા એવા યોગીઓ અરતિના પરિણામને કરતા નથી.
આવી જ રીતે ભોગ્ય એવાં સર્વ પુદ્ગલો પણ પોતપોતાની રીતે જ પરિણમન પામતાં હોય છે. જેમ કે જીવ આહાર ગ્રહણ કરે છે તે આહારનાં પુદ્ગલો શરીરરૂપે પરિણમન પામવાના સ્વભાવવાળાં છે, પરંતુ તે આહારનાં પુદ્ગલો જીવને પ્રાપ્ત થતાં નથી. આ આહાર ગ્રહણ કર્યા પૂર્વે જીવના શરીરમાં કોઈ એવો વિષમ પરિણામ હતો, જેને નિમિત્ત કરીને જીવ પોતે અશાતારૂપે પરિણમન પામે છે, અને આહારનાં પુગલોના નિમિત્તને પ્રાપ્ત કરીને શરીરનો તે વિષમ પરિણામ દૂર થાય છે. તેથી તે વિષમ પરિણામરહિત એવા શરીરનાં પુગલોને નિમિત્ત કરીને જીવ સ્વતઃ શાતારૂપે પરિણમન પામે છે અને તત્ત્વને જોનારા યોગીઓ રતિના પરિણામને કરતા નથી.
આમ, તત્ત્વથી જોઈએ તો પુગલના ભાવો પુદ્ગલમાં જ થાય છે અને જીવ સ્વપ્રયત્નથી-પોતાના ભાવોને કરે છે. તેથી ભોગ્ય પદાર્થોથી જીવને સુખ થાય છે તે પ્રકારની જીવની વિપરીત બુદ્ધિ છે. પરંતુ જેમને આક્ષેપક જ્ઞાન છે તેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો ભોગ્ય પદાર્થોના પારમાર્થિક સ્વરૂપને જાણતા હોય છે, અને આત્માનું અસંગભાવરૂપે જે પારમાર્થિક સ્વરૂપ છે તે પણ જાણતા હોય છે. તેથી પોતાના અસંગભાવરૂપ જે પારમાર્થિક સ્વરૂપ છે તેના પ્રત્યે તેઓનું ચિત્ત આક્ષિપ્ત હોય છે. તેથી ભોગકાળમાં પણ ભોગ્યપદાર્થોથી તેમનું ચિત્ત મલિન થતું નથી, પરંતુ પોતાના અસંગભાવરૂપ સ્વભાવમાં જ તેઓનો યત્ન વર્તતો હોય છે. અને તેનાથી વ્યાઘાત વગર મોક્ષ તરફ તેઓનું પ્રયાણ ચાલુ જ હોય છે. પ-૧૦/૧૭l. અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે કાન્તાદષ્ટિવાળો જીવ ભોગોને માયારૂપી પાણી સમાન જુએ છે, તેથી જ ભોગોને ભોગવવા છતાં પરમપદ તરફ જાય છે. હવે પછીના બે શ્લોકમાં ભોગોને તત્ત્વરૂપે જોનારની સ્થિતિ શું છે ? તે દર્શાવે છે -
भोगतत्त्वस्य तु पुन-र्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशात्तेन(वेशस्तेन)यातीह कः पथा ।।१८।।
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૯
વૈરાગ્યસંભવાધિકાર स तत्रैव भवो(यो)द्विग्नो, यथा तिष्ठत्यसंशयं ।
मोक्षमार्गेऽपि हि तथा, भोगजम्बालमोहितः ।।१९।। અન્વયાર્થ :
મોગતત્ત્વચ તુ પુન: ભોગને તત્ત્વરૂપે સારરૂપે, જોનાર જીવને વળી મોધિતધનમ્ ન ભવરૂપી સમુદ્રનું લંઘન નથી. (ભોગને તત્ત્વરૂપે જોનાર જીવને ભવસમુદ્રનું લંઘન કેમ નથી ? તે વાતને દૃષ્ટાંતથી સમજાવે છે.) માયોવેશ: માયાજળમાં દઢ આવેશ છેઃસ્ફટિકમય ધરતીને જોઈને એમ જ માને છે કે “આ પાણી જ છે” તેને તે કારણ વડે : પથા કયો પથિક ફુદ અહીંમાયાજળમાં યાતિ જાય ? (અર્થાત્ કોઈ ન જાય.) મયદ્ધિનઃ સ ભયથી ઉદ્વિગ્ન એવો તે “પાણીમાં જઈશ તો હું ડૂબી જઈશ” એવા ભયથી ઉદ્વિગ્ન એવો તે, તત્ર વ ત્યાં જ યથા જે પ્રકારે સંશય તિતિ નિશ્ચિતપણે ઊભો રહે છે. તથા હિતે પ્રકારે જ મોમાઇ મોક્ષમાર્ગમાં પણ મોનસ્વીનમોહિત ભોગરૂપી કાદવથી મોહિત થયેલો (ઊભો રહે છે.) I૫-૧૮/૧૯TI નોંધ :
યોગદૃષ્ટિ સમુચ્ચયના શ્લોક નં-૧૬૭ અને ૧૦૮ પ્રમાણે સ્લોક-૧૮માં “ મોઢાવેશ ને સ્થાને “
મોઢાવેશસ્તન અને શ્લોક-૧૯ માં “ભવોદિન ને સ્થાને યોનિ” શબ્દ છે અને તે સંગત છે.
* “તુ' પાદપૂર્તિ અર્થક છે. શ્લોકાર્ચ :
ભોગને સારરૂપે જોનાર જીવને વળી ભવરૂપી સમુદ્રનું લંઘન નથી. આ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે- માયાઉદકમાં દઢ આવેશ છેઃસ્ફટિકને જોઈને નિશ્ચિતપણે એમ જ માને છે કે “આ પાણી જ છે”, તે કારણ વડે કયો પથિક માયાજાળમાં જાય? અર્થાત્ કોઈ ન જાય. “પાણીમાં જઈશ તો હું ડૂબી જઈશ”, એવા ભયથી ઉદ્વિગ્ન થયેલો તે ત્યાં જ જે રીતે નિશ્ચિતપણે ઊભો રહે છે, તે રીતે જ મોક્ષમાર્ગમાં પણ ભોગરૂપી કાદવથી મોહિત થયેલો જીવ ઊભો રહે છે. પ-૧૮/૧લા ભાવાર્થ :
જે જીવને સંસારમાં સંયોગથી જ સુખ છે એવી જ કેવળ એક પ્રતીતિ હોય,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અધ્યાત્મસાર તે જીવ સંસારની પ્રવૃત્તિ કરે, અથવા સ્વર્ગાર્થક કે મોક્ષાર્થક હોય તેવી ધર્મની પણ પ્રવૃત્તિ કરે તો પણ, જ્યાં સુધી ભોગને તત્ત્વરૂપે જુએ છે ત્યાં સુધી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન કરી શકતો નથી. ક્યારેક તે ભોગને ખરાબ કહેતો હોય તો પણ. ભોગના જન્માંતરમાં કટુવિપાક પ્રાપ્ત થાય છે તેવી બુદ્ધિને કારણે જ તે કહી શકે છે; પરંતુ સંયોગમાં જ સુખ માનવાની તેની બુદ્ધિને કારણે તેની સર્વ પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય ભૌતિક સુખ જ હોય છે. તેથી તે ભવરૂપી સમુદ્રને પાર કરી શકતો નથી.
આ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, સ્ફટિકની ભૂમિવાળા ઘરમાં પ્રવેશવા ઈચ્છતો કોઈ માણસ તેને જોઇને એમ વિચારે કે “આ પાણી જ છે” અને સામેની તરફ જવાની તેની ઈચ્છા તીવ્ર હોવા છતાં “પાણીમાંથી જઈશ તો ડૂબી જઈશ” એમ વિચારીને ભયથી ઉદ્વિગ્ન બને છે, તેથી તે માણસ ત્યાં જ સ્થિર ઊભો રહી જાય છે. ખરેખર ત્યાં પાણી નથી પરંતુ તેની, તે માયારૂપી જળમાં “આ પાણી જ છે” એવી દૃઢ બુદ્ધિ, તેને ત્યાં જવામાં યત્ન કરવા દેતી નથી.
આવી જ સ્થિતિ મોક્ષમાર્ગમાં જવા તત્પર બનેલા, પણ ભોગને તત્ત્વરૂપ જોનાર જીવોની છે. તેઓ સંસારના ભોગાદિની ક્રિયાઓમાં સુખની બુદ્ધિને ધારણ કરનારા છે, અને જીવન માટે પણ સુખ જ તત્ત્વરૂપ છે, પરંતુ તે સુખ આત્મિકસુખ છે.
જ્યારે ભોગોને જ સુખના ઉપાયરૂપે જેઓ જુએ છે, તેઓ મોક્ષના અર્થે તપ-સંયમમાં યત્ન કરતા હોય તો પણ તેઓ મોક્ષને પરમાર્થથી સમજ્યા નથી. જો મોક્ષને પરમાર્થરૂપે સમજ્યા હોય તો મોક્ષ તેમને સુખરૂપે દેખાય નહીં તે કેમ બને ? તેથી પારલૌકિક ભૌતિક ભોગ-સુખો માટે જ તેઓ તપ-સંયમમાં યત્ન કરે છે, અને આવા જીવો તપસંયમમાં યત્ન કરતા હોય તો પણ મોક્ષમાર્ગમાં જવા સમર્થ બનતા નથી. કેમ કે તેઓમાં આત્મિક સુખને સુખરૂપે જોવાની નિર્મળ પ્રજ્ઞા નથી, પરંતુ ભોગ-સુખોમાં જ તેઓ સુખની બુદ્ધિને ધારણ કરે છે. પ-૧૮/૧લી અવતરણિકા :
શ્લોક-૧૭ માં કહેલ કે ભોગોને માયારૂપી જળ જેવા જોતો જીવ ભોગોને ભોગવવા છતાં પણ મોક્ષ તરફ જાય છે, તો પ્રશ્ન થાય કે તે વખતે કરાતી ભોગની ક્રિયાને કારણે તેની મોક્ષને અનુકૂળ એવી ધર્મશક્તિનો નાશ ન થાય ? તેથી કહે છે
धर्मशक्तिं न हन्त्यत्र, भोगयोगो बलीयसीम् । हन्ति दीपापहो वायु-ज्वलन्तं न दवानलम् ।।२०।।
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૧
વૈરાગ્યસંભવાધિકાર અન્વયાર્થ :
૩ત્ર અહીં છઠી દૃષ્ટિમાં, મોગયો:ભોગનો વ્યાપાર વત્નીયર ઘર્મશર્જિ બળવાન એવી ધર્મશક્તિને ન હન્તિ હણતો નથી. વિપાપ વાયુ દીવાને બૂઝવનાર એવો વાયુ શ્વતન્ત વાનનમ્ મોટી વાળાવાળા દાવાનળને ન ઈંન્તિ હણતો નથી. II૫-૨૦ની શ્લોકાર્ચ -
છઠ્ઠી દૃષ્ટિમાં ભોગનો વ્યાપાર બળવાન એવી ધર્મશક્તિને હણતો નથી, જેમ દીવાને નાશ કરનાર વાયુ મોટી જ્વાળાઓવાળા દાવાનળને હણતો નથી. પ-૨૦ ભાવાર્થ :
સામાન્ય રીતે ધર્મમાર્ગમાં પ્રસ્થિત જીવો ભોગોથી દૂર રહીને તત્ત્વનું ભાવન કરતા હોય છે, અને તેની પુષ્ટિ માટે તપ-સંયમની આચરણા કરતા હોય ત્યારે, તેમની ધર્મશક્તિ વૃદ્ધિ પામે છે. પરંતુ તે જ જીવ જ્યારે ભોગમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ધર્મશક્તિ ઘટે છે, કારણ કે આ ધર્મશક્તિના વિરોધી એવા રાગના સંસ્કારો ભોગકાળમાં દઢ થાય છે.
પરંતુ ભોગોની પ્રવૃત્તિના સમયમાં પણ દશાવિશેષને પામેલા જીવોનું ચિત્ત ઉદાસીન ભાવવાળું જ હોય છે, ભોગો ભોગવતી વખતે પણ ભોગ્ય પદાર્થ પ્રત્યે સહેજ પણ લેવાતું નથી. તેથી જ ભોગકાળમાં પણ તત્ત્વના પર્યાલોચનરૂપ ધર્મશક્તિ બળવાન હોય છે. તત્ત્વના પર્યાલોચનને કારણે આત્મસાત્ થયેલા ઉત્તમ સંસ્કારોરૂપ આ બળવાન એવી ધર્મશક્તિને ભોગની પ્રવૃત્તિ હણી શકતી નથી.
જેમ નાના દીવાને ઓલવવા સમર્થ એવો પવન મોટી જ્વાળાઓવાળા દાવાનળને ઓલવી શકતો નથી, તેવી જ રીતે જો પ્રાથમિક કક્ષાની ધર્મશક્તિ ખીલી હોય તો તે આવા ભોગોના વ્યાપારથી હણાઈ જાય છે, પરંતુ જો ધર્મશક્તિ બળવાન બની હોય તો તે ભોગની પ્રવૃત્તિથી પણ હણાતી નથી. - આથી કરીને છઠ્ઠી દૃષ્ટિવાળા એવા તીર્થકરના જીવો ઈન્દ્રાદિક દ્વારા કરાતી જન્માભિષેક આદિ ક્રિયાઓ સમયે પણ આવી વિશિષ્ટ સમૃદ્ધિના ભોગથી પણ સહેજ પણ ભીંજાતા નથી, અને સર્વ પ્રવૃત્તિકાળમાં નિર્લેપ ચિત્તવાળા રહે છે. IFપ-૨oll
Page #161
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૪૨ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે ભોગનો વ્યાપાર પણ બળવાન એવી ધર્મશક્તિને હણી શકતો નથી, તો પ્રશ્ન થાય કે ભોગની ક્રિયા તો કર્મબંધનું કારણ હોવાથી તે સર્વથા ધર્મશક્તિને હણી ન શકે તે કેમ સંભવે ? તેથી કહે છે -
बध्यते बाढमासक्तो, यथा श्लेष्मणि मक्षिका ।
शुष्कगोलवदश्लिष्टो, विषयेभ्यो न बध्यते ।।२१।। અન્વયાર્થ :
યથા જેમ ફ્લેશ મા શ્લેષ્મમાં મક્ષિકા=ગળફામાં માખી, (ચોંટે છે) તેમ સજ્જ (વિષયોમાં) આસક્ત જીવ વાઢમ્ વધ્યતે નિશ્ચિતપણે (કર્મથી) બંધાય છે. શુગોવત્ સૂકી માટીનો પિંડ ભીંત સાથે અફળાવવા છતાં ચોંટતો નથી (તેમ) વિષમ્ય રત્ન: વિષયોથી અશ્લિષ્ટ જીવ ન વધ્યતે (કર્મથી) બંધાતો નથી. II૫-૨૧ાા શ્લોકાર્થ :
જેમ શ્લેષ્મમાંeગળફામાં, મક્ષિકા ચોંટે છે, તેમ વિષયોમાં આસક્ત જીવ નિશ્ચિતપણે કર્મથી બંધાય છે. સૂકો માટીનો પિંડ ભીંત સાથે અફળાવવા છતાં ચોંટતો નથી, તેમ વિષયોથી અશ્લિષ્ટ જીવ કર્મથી બંધાતો નથી. પ-૨ll ભાવાર્થ :
સંસારી જીવ દ્વારા કરાતી કોઈપણ ક્રિયા યોગસ્વરૂપ છે અને યોગથી જીવમાં કર્મ આવે છે. પરંતુ તેનો બંધ તે સમયના જીવના પરિણામને આધીન હોવાથી, જો ભોગકાળમાં જીવ આસક્ત થાય તો તે અવશ્ય બંધાય છે. જેમ શ્લેખ ઉપર બેઠેલી માખી અવશ્ય ચોંટે છે, તેમ ભોગની પ્રવૃત્તિમાં આસક્ત જીવ અવશ્ય કર્મબંધ કરે છે.
જ્યારે વિષયોમાં અનાસક્ત હોવાથી દશાવિશેષને પામેલા જીવોને કર્મબંધ થતો નથી. જેમ પૃથ્વીચંદ્ર ચરમ ભવમાં રાજ્ય ગ્રહણ કર્યું તથા ગુણસાગરે ચરમ ભવમાં લગ્ન કરવાની ક્રિયા પણ કરી, તે ક્રિયાઓ તેવા પ્રકારના સંજોગોને કારણે જ હતી. માતાપિતાના અતિશય આગ્રહને કારણે ભોગની આવી વિશિષ્ટ પ્રવૃત્તિ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૩
વૈરાગ્યસંભવાધિકાર કરવા છતાં, નિર્લેપ ચિત્તના પ્રવર્તનને કારણે જ તેમને કર્મબંધ થતો નથી, તેથી તેમની ધર્મશક્તિ હણાતી નથી.
વળી, તીર્થકરોને ચરમ ભવમાં વિશેષજ્ઞાન હોવાને કારણે તેઓ જાણે છે કે તેમનાં કર્મો ભોગએકનાશ્ય છે, તેથી તેઓ કર્મોનો ક્ષયને અર્થે જ ભોગોમાં નિર્લેપભાવે પ્રવૃત્તિ કરે છે. જન્મજન્માંતરના વૈરાગ્યના અભ્યાસને કારણે ભોગોનું અને આત્માનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિમાં સ્થિર થયેલું હોવાથી, ભોગકાળમાં પણ ભોગની સર્વ ક્રિયાઓ સંશ્લેષ વગર કરે છે. તેથી કર્મબંધ થાય તે પણ ચિકાશ ન હોવાને કારણે તુરત ખરી જાય તેવો હોય છે.
જેમ સૂકી માટીના પિંડને જો ભીંત સાથે અફળાવીએ તો પણ તે ભીંત પર ચોંટતો નથી અને તુરત છૂટો પડી જાય છે, તે જ રીતે વિષયોથી અશ્લિષ્ટ એવા જીવ સાથે યોગને કારણે કર્મરજ અફળાવા છતાં ચોંટતી નથી, અને તેથી તેની બળવાન એવી ધર્મશક્તિ હણાતી નથી. પ-૨૧ાા અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે, વિષયોથી અશ્લિષ્ટ એવો જીવ ભોગો ભોગવવા છતાં બંધાતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે વિષયો પ્રત્યે કોઈ આકર્ષણ નથી તો તેમાં જીવા પ્રવૃત્તિ શા માટે કરે છે ? અને પ્રવૃત્તિ કરે છે તો તેને દુષ્ટ જ કહેવી જોઈએ, કારણ કે વિષયોથી નિવૃત્તિ જ સુંદર છે અને તેનાથી વિપરીત એવી અનિવૃત્તિ દુષ્ટ જ ગણાય. તેના સમાધાનરૂપે કહે છે –
बहुदोषनिरोधार्थ-मनिवृत्तिरपि क्वचित् ।
निवृत्तिरिव नो दुष्टा, योगानुभवशालिनाम् ।।२२।। અન્વયાર્થ :
યોનિમવશાનિનામ્યોગના અનુભવશાળીઓને વહુકોષનિરોધાર્ય બહુદોષના નિરોધ માટે નિવૃત્તિ રૂવ (ભોગોથી) નિવૃત્તિની જેમ વરતુ ક્યારેક નિવૃત્તિરપિ (ભોગોની) અનિવૃત્તિ પણ નો દુર દુષ્ટ નથી. II૫-૨શા શ્લોકાર્થ :
યોગના અનુભવશાળીઓને બહુદોષના નિરોધ માટે ભોગોથી નિવૃત્તિની જેમ ક્યારેક ભોગોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી. પ-રશા
Page #163
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
૧૪૪
સામાન્ય રીતે વિષયોમાં પ્રવૃત્તિ એ કર્મબંધનું કારણ છે અને તેથી વિષયોથી નિવૃત્તિ એ જ હિતનો ઉપાય છે, એમ કહેવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ સંજોગોમાં યોગના અનુભવવાળા જીવો ભોગમાં પણ પ્રવૃત્તિ કરે છે, તો પણ તે દુષ્ટ બનતી નથી.
અહીં યોગઅનુભવશાળી કોને કહી શકાય તે વિચારીએ તો, મોક્ષની સાથે આત્માને જોડનાર એવો યોગ જેમને અંતરંગમાં સ્ફુરણ થયો છે તેઓ યોગઅનુભવશાળી છે. આમ જુઓ તો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયધારી જીવો જ યોગઅનુભવશાળી ગણાય; પરંતુ અપેક્ષાએ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો અવિરતિના ઉદયવાળા હોવા છતાં તેમનું ઉદાસીન બનેલું ચિત્ત પણ મોક્ષની સાથે જોડના૨ એવો યોગ જ છે, તેથી તેમને અહીં ‘યોગઅનુભવશાળી’ તરીકે ગ્રહણ કરવાના છે.
છઠ્ઠી દૃષ્ટિવાળા તીર્થંકરના જીવોનું અવિરતિનું કર્મ ભોગવીને જ નાશ પામે તેવું હોવાથી, તેની ઉપેક્ષા કરીને સંયમ ગ્રહણ ક૨વામાં આવે તો પણ તેના બળથી તે કર્મ નાશ પામે તેમ હોતું નથી, કારણ કે તે કર્મ ભોગએકનાશ્ય હોય છે. અને તેથી આ કર્મો નાશ ન પામે ત્યાં સુધી સંયમના પાલનથી પણ ક્ષપકશ્રેણી પ્રાદુર્ભાવ થઈ શકતી નથી. આમ, ક્ષપકશ્રેણીના પ્રાદુર્ભાવમાં અવરોધ કરનાર અવિરતિસ્વરૂપ કર્મરૂપ બહુદોષના નિરોધ માટે અનિવૃત્તિ પણ નિવૃત્તિની જેમ તેમને દુષ્ટ નથી.
વળી, પૃથ્વીચંદ્રે માતાપિતાના અનર્થના નિવારણરૂપ બહુ દોષના નિરોધ માટે રાજ્ય ગ્રહણ કર્યું, તથા શ્રી મહાવીર પ્રભુએ માતાપિતાના અનર્થના નિવારણ માટે જન્મ પહેલાંથી જ ગર્ભમાં માતાપિતાની હાજરીમાં દીક્ષા નહીં લેવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો, અને માતાપિતાના મૃત્યુ પછી પણ બે વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા; આ તેમની સર્વપ્રવૃત્તિ નિર્લેપ ભાવે જ થતી હતી. આવા વિશેષ સંજોગોને કારણે અથવા વિશેષ લાભને જોઈને આવા જીવો જ્યારે નિર્લેપ ચિત્તથી પ્રવૃત્તિ કરે છે, ત્યારે જ આવી અનિવૃત્તિ પણ ભોગમાંથી નિવૃત્તિની જેમ જ દુષ્ટ હોતી નથી. II૫-૨૨
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૫
વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા :
નિવૃત્તિની જેમ અનિવૃત્તિ પણ ક્યારેક દુષ્ટ નથી એમ કહ્યું, તેની જ પુષ્ટિ કરવા અન્યની સાક્ષીરૂપે શ્રુતિવેદનું વચન કહે છે –
यस्मिन्निषेव्यमाणेऽपि, यस्याशुद्धिः कदाचन ।
तेनैव तस्य शुद्धिः स्यात्, कदाचिदिति हि श्रुतिः ।।२३।। અન્વયાર્થ:
રિમનું નિવેવ્યમાડપિ જે (ભોગો) ભોગવતે છતે પણ સ્ક્રીન ક્યારેક ચર્ચા કરશુદ્ધિઃ જેનીeભોગવનારની, અશુદ્ધિ (થાય) છે; તેન વ તેના વડે જ તે ભોગો વડે જ, વત્ ક્યારેક તરય શુદ્ધિઃ સ્થાત્ તેની=ભોગવનારની, શુદ્ધિ થાય છે. તિ હિ શ્રુતિઃ આ પ્રકારની જ શ્રુતિ છેઃવેદનું વચન છે. પ-૨૩ાા શ્લોકાર્ચ -
જે ભોગો ભોગવતે છતે પણ ક્યારેક ભોગવનારની અશુદ્ધિ થાય છે, તે ભોગો વડે જ ક્યારેક ભોગવનારની શુદ્ધિ થાય છે, એ પ્રકારનું જ વેદનું વચન છે. II૫-૨all ભાવાર્થ :
વેદના કથનથી એ પ્રાપ્ત થાય છે કે, સામાન્ય રીતે વિષયોના સેવનથી જીવને અશુદ્ધિ થાય છે, પરંતુ ક્યારેક અશુદ્ધિના કારણભૂત એવા તે જ વિષયો શુદ્ધિનું પણ કારણ બને છે; અને તેથી જ જ્યારે વિષયો શુદ્ધિના કારણભૂત બનતા હોય ત્યારે જ યોગઅનુભવશાળી જીવો તેમાં પ્રવૃત્તિ કરે છે. યોગની છઠી દૃષ્ટિવાળા જીવો આવી પ્રવૃત્તિમાં અન્યનો કોઈ લાભ જુએ છે, અથવા પોતાનાં ભોગએકનાશ્ય કર્મો જુએ છે ત્યારે, અને તેને કારણે જ, તેમનું ચિત્ત વિષયોને ભોગવવાની વૃત્તિવાળું ન હોવા છતાં ભોગોને ભોગવવાની પ્રવૃત્તિ પણ કરે છે.
તીર્થંકરાદિ જીવોનો ચરમભવ કેવળ સ્વપરહિતની સાધના માટે જ હોય છે. તેથી જેમ ઉચિત કાળે સંયમ ગ્રહણ કરે છે તેમ ઉચિત કાળે ભોગની પ્રવૃત્તિ પણ કરે છે. તેમની આ ઉચિત પ્રવૃત્તિ જ તેમની શુદ્ધિનું કારણ બને છે. તેમના પૂર્વભવોમાં જે ભોગોથી રાગાદિના ભાવને કારણે કર્મબંધ થતો હતો, તે જ ભોગોથી
Page #165
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૪૬
ચરમભવમાં ભોગએકનાશ્ય કર્મોનો નાશ થવાથી શુદ્ધિ થાય છે. IFપ-૨૩
विषयाणां ततो बंध-जनने नियमोऽस्ति न ।
अज्ञानिनां ततो बन्धो, ज्ञानिनां तु न कर्हिचित् ।।२४।। અન્વયાર્થ:
તત: તે કારણથી શ્લોક-૨૨-૨૩ માં કહ્યું કે યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી તે કારણથી, વિષયાં વિષયોનો વન્દનનને બન્ધ ઉત્પન્ન કરવામાં નિયમ: જે રિત નિયમ નથી. તતઃ તેનાથી=વિષયોના સેવનથી ઉજ્ઞાનિનાં વન્ધઃ અજ્ઞાનીઓને બંધ છે, તુ જ્ઞાતિનાં ર્કિંચિત્ જ પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. પ-૨૪ શ્લોકાર્ધ :
શ્લોક-૨૨-૨૩ માં કહ્યું કે યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી તે કારણથી, વિષયોનો બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. વિષયોના સેવનથી અજ્ઞાનીઓને બંધ છે, પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. પ-૨૪ ભાવાર્થ :
નિશ્ચયનયની અપેક્ષાએ વિષયો એ કર્મબંધનું કારણ નથી, જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ વિષયસેવનથી કર્મબંધ થાય છે; પરંતુ તે પણ પરિણામ દ્વારા જ બંધનું કારણ બને છે. જોકે મોટા ભાગે વિષયસેવનથી જ એવો પરિણામ થાય છે કે જે કર્મબંધ કરાવે છે, તેથી જ વ્યવહારનય કર્મબંધ માટે વિષયોને જ કારણ માને છે; જ્યારે નિશ્ચયનય એમ કહે છે કે વિષયસેવન કે અસેવનથી કર્મબંધ નથી, પરંતુ પરિણામથી જ કર્મબંધ છે.
અજ્ઞાની જીવોને વિષયોના સેવનકાળમાં રાગાદિના પરિણામ વિશેષ હોવાને કારણે અતિશય કર્મબંધ થાય છે, તથા અસેવનકાળમાં પણ રાગાદિના જ પરિણામ ઊઠતા હોવાથી ત્યારે પણ કર્મબંધ થાય છે.
જ્ઞાની પુરુષો જ્યારે વિષયસેવનની પ્રવૃત્તિ ઉચિત જણાય ત્યારે જ કરે છે, અને તે સેવનકાળમાં પણ નિર્લેપ ચિત્ત હોવાથી તેઓને કર્મબંધ થતો નથી. અને જ્યારે તેવું કોઈ પ્રયોજન ન હોય ત્યારે તેઓ એવી કોઈ પ્રવૃત્તિ કરતા પણ નથી, તેથી અસેવનકાળમાં પણ તેમને કર્મબંધ થતો નથી. પ-૨૪
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૭
વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે અજ્ઞાનીને વિષયસેવનથી બંધ છે અને જ્ઞાનીને ક્યારેય નથી, તો જ્ઞાનીને કેમ નથી ? તે હવે બતાવે છે -
सेवतेऽसेवमानोऽपि, सेवमानो न सेवते ।
कोऽपि पारजनो न स्या-दाश्रयन् परजनानपि ।।२५।। અન્વયાર્થ:
૩વમાન: લપિ સેવ7 (વિષયોને) નહીં સેવતો પણ સેવે છે. સેવાનાર રહેવતે સેવતો એવો પણ સેવતો નથી. રોડ કોઈ જીવ પરગનાનું શ્રાદ્ પરજનનો આશ્રય કરતો એવો પણ રન યાત્ પરજનનો થતો નથી. આપ૨પા શ્લોકાર્ય :
વિષયોને નહીં સેવતો પણ સેવે છે, સેવતો એવો પણ સેવતો નથી. (જેમ કે) કોઈ જીવ પરજનનો આશ્રય કરતો એવો પણ પરજનનો થતો નથી. પ-રપા ભાવાર્થ :
અજ્ઞાની જીવ જ્યારે વિષયોને સેવે છે ત્યારે તો વિષયોમાં લેપાય છે, પરંતુ જ્યારે વિષયો સેવતો ન હોય ત્યારે પણ અજ્ઞાનને કારણે તે વિષયો પ્રત્યેનું આકર્ષણ તેના ચિત્તમાં હોય છે. આમ, દ્રવ્યથી વિષયોના અસેવનકાળમાં પણ ભાવથી તે વિષયોને સેવે છે. જ્યારે જ્ઞાનીને વિવેક પેદા થયેલ હોવાને કારણે વિષયોના સેવનનો પરિણામ નથી હોતો, પરંતુ ફક્ત તેવા પ્રકારના સંજોગોને કારણે દ્રવ્યથી વિષયોને સેવતો હોવા છતાં તેમાં ભાવ ભળતો નથી. તેથી જ્ઞાન વિષયોને સેવતો એવો પણ સેવતો નથી.
જે વ્યક્તિ “આ મારા સ્વજન છે અને આ મારા પરજન છે” એમ જાણે છે, તેથી કોઈ કારણવશ તે વ્યક્તિ કોઈ પરજન સાથે બેઠો હોય તો પણ તે કાંઈ પરજન બની જતો નથી. તેમ આત્માથી પર એવાં પુદ્ગલ દ્રવ્યોનું સેવન કરતો પણ જ્ઞાની પરમાં આસક્ત બની જતો નથી, અર્થાત્ પર એવાં પુદ્ગલો સાથે એકત્વના પરિણામને કરતો નથી. તેથી જ જ્ઞાનીને વિષયસેવનથી પણ બંધ નથી. IIપ-૨પા
Page #167
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૪૮
अत एव महापुण्य-विपाकोपहितश्रियाम् ।
गर्भादारभ्य वैराग्यं, नोत्तमानां विहन्यते ।।२६।। અન્વયાર્થ :
૩રત ઇવ આથી કરીને જ=શ્લોક-૧૨માં કહ્યું કે દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય નથી એમ નહીં, આથી કરીને જ, મહાપુ વિપાક્કો હિતશિયામ્ મહાપુણ્યના વિપાકથી પ્રાપ્ત થઈ છે લક્ષ્મી જેમને એવા ઉત્તમાનાં ઉત્તમ પુરુષોને આર્માત્ ૩૨૫ ગર્ભથી માંડીને વૈરાયં ન વિહતે વૈરાગ્ય હણાતો નથી. II૫-૨વા શ્લોકાર્ચ -
શ્લોક-૧૨ માં કહ્યું કે દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય નથી એમ નહીં, અને પછી તેની સિદ્ધિ તથા પુષ્ટિ કરીને એ પ્રાપ્ત થયું કે દશાવિશેષમાં વૈરાગ્ય હોય છે, આથી કરીને જ મહાપુણ્યના વિપાકથી પ્રાપ્ત થઈ છે લક્ષ્મી જેમને તેવા ઉત્તમ પુરુષોને ગર્ભથી માંડીને વૈરાગ્ય હણાતો નથી. પ-૨કા ભાવાર્થ :
તીર્થકરોને ચરમ ભવમાં મહાપુણ્યના વિપાકને કારણે ગર્ભથી માંડીને લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય છે, તેથી તેઓ ગર્ભમાં હોય છે ત્યારથી શરૂ કરીને ઈન્દ્રો પણ તેમની ભક્તિ અને નમસ્કાર કરે છે; આમ છતાં તે વખતે પણ તેઓ દશાવિશેષમાં હોવાથી તેમનો વૈરાગ્ય હણાતો નથી, અને તેથી જ તેઓ સંસારવર્તી સર્વ ભાવોને ઉદાસીન ભાવે જોતા હોય છે. આવે સમયે તેઓની કોઈ ભક્તિ કરે તેવી ઈચ્છા પણ તેમને નથી હોતી, કે ભક્તિ ન કરે તેવી ઈચ્છા પણ તેમને નથી હોતી; પરંતુ તેમની ભક્તિ કરીને ભક્ત પોતાનું હિત સાધે અને તેમાં પોતાના તરફથી કોઈ વ્યાઘાત ન થાય તેવો જ પ્રયત્ન તેઓનો હોય છે.
જેમ પ્રભુ મહાવીરે પોતાના જન્માભિષેક સમયે ઈન્દ્રની સંશયવાળી અવસ્થાને કારણે તેની ઉચિત પ્રવૃત્તિમાં વ્યાઘાત થતો જોઈને ઈન્દ્રના હિતને માટે જ મેરુ પર્વતને કંપાવ્યો હતો. આમ, પોતાની અતિશયની શક્તિને પ્રદર્શિત કરવાનો કે ઈન્દ્ર પોતાની વિશેષ ભક્તિ કરે એવો કોઈ આશય તેમનામાં ન હતો, પરંતુ ઈન્દ્રના હિતને કારણે જ આવી પ્રવૃત્તિ કરી હતી. તેઓ ગર્ભમાં હતા ત્યારથી જ તેમને વૈરાગ્ય હોવાથી તેમનું ચિત્ત આવી પ્રવૃત્તિમાં પણ સંશ્લેષ વગરનું જ હતું.પ-રકા
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૯
વૈરાગ્યસંભવાધિકાર
અવતરણિકા :
શ્લોક-૯ માં કહ્યું કે ભવનૈન્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં શંકા થઈ કે ચોથા ગુણસ્થાનકવાળાને પણ ભવનર્ગુણ્યનું દર્શન હોય છે, તેથી તેઓને વૈરાગ્ય કેમ ન હોય ? તે વાતનું સમાધાન કરતાં કહ્યું કે ભવનગુણ્યનું દર્શન હોવા છતાં ચોથા ગુણસ્થાનકે ચારિત્રમોહનીયના ઉદયને કારણે તેમને વૈરાગ્ય નથી; તેમ છતાં, દશાવિશેષમાં વિષયોની પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય હોય છે; પરંતુ વૈરાગ્યપ્રાપ્તિનો રાજમાર્ગ તો વિષયોનો ત્યાગ જ છે, અને વિષયોના સેવનકાળમાં પણ વૈરાગ્ય હોય છે એ તો વિષમ પગદંડી જેવો માર્ગ છે. આ વાત શ્લોક-૨૭ અને ૨૮ માં કહે છે -
विषयेभ्यः प्रशान्ताना-मश्रान्तं विमुखीकृतैः । करणैश्चारुवैराग्य-मेष राजपथः किल ।।२७।। स्वयं निवर्तमानैस्तै-रनुदीर्णैरयन्त्रितैः ।
तृप्तैर्ज्ञानवतां तत्स्या-दसावेकपदी मता ।।२८।। અન્વયાર્થ
વિષમ્ય વિષયોથી શ્રાસ્તે એકધારી વિમુખીત્તેર વરીઃ વિમુખ કરાયેલી એવી ઈન્દ્રિયો હોવા વડે પ્રશાન્તાની પ્રશાન્ત થયેલા જીવોને ચઢિ વૈરાગ્યમ્ સુંદર વૈરાગ્ય છે. પણ રાનપથ વિના ખરેખર આ રાજમાર્ગ છે. ૩ની ઉત્રિતૈ: તૃતૈ: રવયં નિવર્તમાઃ સૈઃ અનુદીર્ણ, અનિયંત્રિત, તૃપ્ત (અને) સ્વયં નિવર્તમાન એવી તેના વડે=ઈન્દ્રિયો વડે, (વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં) જ્ઞાનવતાં જ્ઞાનવાળાઓને તત્ રચાત્ તે=વૈરાગ્ય, થાય છે. ૩રસ પી મતા આ ઉત્પથ (લૂંટારોમાર્ગ) મનાયેલ છે. આપ-૨૭/૨૮ાા નોંધ :
(૧) રાજપથ એટલે જ્યાંથી લૂંટાવાના ભય વગર જીવો સ્થાને પહોંચી શકે, તેવો માર્ગ.
(૨) ઉપરી ઉત્પથ એટલે જ્યાંથી સ્થાને શીધ્ર પહોંચાય તેમ હોવા છતાં લૂંટારાઓથી લૂંટાવાની જ્યાં પૂરી સંભાવના છે તેવો માર્ગ, G-૧૨
Page #169
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧પ૦
(૩) શ્લોક-૨૭ માંના “શ્રાન્ત” શબ્દથી એકધારી એવી પ્રવૃત્તિ ગ્રહણ કરવાની છે. અને તેનો ભાવ એ છે કે ક્યારેક પ્રવૃત્તિ વિષયો તરફ ઢળે અને ક્યારેક પ્રવૃત્તિ વિષયોથી વિમુખ થાય એવી નહીં, પરંતુ હંમેશાં વિષયોથી વિમુખ થયેલી પ્રવૃત્તિ જ પ્રશાંત થયેલ જીવોની હોય છે.
(૪) શ્લોક-૨૮ માં ‘પરી’ શબ્દ સ્ત્રીલિંગ છે. તેથી “મત’નું સ્ત્રીલિંગ “મતા' રૂપ ભૂતકૃદંતનો પ્રયોગ કરેલ છે. શ્લોકાર્થ :
વિષયોથી એકધારી વિમુખ કરાયેલી એવી ઈન્દ્રિયો હોવા વડે પ્રશાંત થયેલા જીવોને સુંદર વૈરાગ્ય છે. ખરેખર આ રાજમાર્ગ છે. અનુદીર્ણ, અનિયંત્રિત, તૃપ્ત અને સ્વયં નિવર્તમાન એવી ઈન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં જ્ઞાનવાળાઓને વૈરાગ્ય થાય છે. આ ઉત્પથ(લૂંટારોમાર્ગ) મનાયેલ છે. આપ-૨૭/૨૮ ભાવાર્થ :
સામાન્ય રીતે વિષયોથી ઈન્દ્રિયોને વિમુખ કરીને ચિત્તમાં તત્ત્વનું ભાવન કરવામાં આવે, ત્યારે કોઈપણ જીવનું ચિત્ત પ્રશાંતભાવવાળું બને છે; અને તેથી વિષયો પ્રત્યે કોઈ ઈચ્છા ન રહેવાથી વૈરાગ્ય પેદા થાય છે. જગતમાં મોટા ભાગના જીવો આ માર્ગે ચાલીને જ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. કેમ કે આ જીવોમાં વિષયસેવનના સંસ્કારો અતિશયિત થયેલા હોવાથી શાસ્ત્ર દ્વારા કે ઉપદેશ દ્વારા પણ જો તત્ત્વનો બોધ થાય, તો પણ વિષયોના સંપર્કકાળમાં તત્ત્વના સ્વરૂપને હૈયામાં સ્થિર કરવા સમર્થ ન હોવાથી, વિષયોના સમાગમ સમયે તેમનું ચિત્ત વિષયોની અસરથી પ્રાયઃ મુક્ત રહી શક્યું નથી; અને તેથી જ પ્રથમ ભૂમિકામાં તત્ત્વને જાણ્યા પછી વિષયોથી દૂર રહીને તપ-સંયમમાં ઉદ્યમપૂર્વક તત્ત્વનું ભાવન કરવાથી જ ચિત્ત પ્રશાન્ત બને છે. આ રીતે વૈરાગ્યને પ્રાપ્ત કરવો એ રાજપથ છે. આમ છતાં ક્વચિત્ જ્ઞાનવાળાને વિષયના ત્યાગ વિના પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, જે વાત શ્લોક-૨૮ માં બતાવેલ છે.
જ્ઞાનવત” પદથી છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા અને આક્ષેપકજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવા જીવને ગ્રહણ કરવાના છે. આવા જીવનાં કરણો ઉદીરણાને પામ્યાં નથી, અર્થાત્ ઈન્દ્રિયો પદાર્થને ગ્રહણ કરવા ઉત્સુક બની નથી, અને વળી વિષયોથી દૂર રાખવા માટે આ ઈન્દ્રિયો ઉપર કોઈ નિયંત્રણ પણ કરાયું નથી; તેમ છતાં, તે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૧
વૈરાગ્યસંભવાધિકાર ઈન્દ્રિયો તૃપ્ત છે, અને તેથી જ તે ઈન્દ્રિયો સ્વયં જ વિષયોથી નિવર્તન પામનારી છે. છઠી દષ્ટિવાળા જીવોને આવી જ ઈન્દ્રિયો વડે કરીને વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં વૈરાગ્ય હોય છે. વૈરાગ્યની પ્રાપ્તિનો આ ઉત્પથ છે, જે અત્યંત વિષમ છે; કેમ કે વિષયોના સંસર્ગમાં રહીને વૈરાગ્યની પ્રાપ્તિ દુષ્કર છે, અને વિષમ એવા આ ઉત્પથ પર ચાલવાથી લૂંટાવાનો પણ પૂરો સંભવ રહે છે.
અહીં વિશેષ એ છે કે વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે બે માર્ગ બતાવેલ છે, જેમાંનો પ્રથમ માર્ગ સામાન્ય રીતે વિષયોના ત્યાગથી વૈરાગ્યને પ્રાપ્ત કરવાનો છે, અને તે રાજમાર્ગ છે. જ્યારે બીજો માર્ગ કમળની જેમ કાદવમાં રહીને કોરા રહેવા જેવી વાત છે, અને તે ઉત્પથ છે. આ બે વચ્ચે ભેદ માત્ર એ છે કે રાજપથ પર ચાલનારાને શાસ્ત્રના ભાવન દ્વારા ઈન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવી પડે છે, જ્યારે છઠી દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્માઓને જન્મ-જન્માંતરના અભ્યાસને કારણે તત્ત્વનું ભાવન કર્યા વિના જ તેઓની ઈન્દ્રિયો સ્વાભાવિક જ વિષયોથી નિવર્તન પામેલી હોય છે.
જે જીવોને તત્ત્વનું જ્ઞાન છે તેઓને વિષયોથી દૂર રહીને સામાન્યથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોને જન્મજન્માંતરનો અભ્યાસ હોવાથી વિષયો તેમના ચિત્તને સ્પર્શી શકતા નથી; તેથી વિષયોથી દૂર રહેવાનો તેઓને યત્ન પણ કરવો પડતો નથી, ઈન્દ્રિયો સ્વયં તૃપ્ત હોવાથી નિવર્તન પામેલી હોય છે. આમ છતાં, કોઈ સંયોગવિશેષથી અથવા તો અન્યના લાભને માટે વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ, જ્ઞાનવાળા જીવને કોઈ વ્યાઘાત થતો નથી. કારણ કે તે સમયે વિષયો પ્રત્યે તેઓનું ચિત્ત ઉદાસીન વર્તતું હોય છે, તેથી તેઓ ઉત્પથથી પણ જઈ શકે છે.
જોકે મોક્ષને સાધવાની ઈચ્છાવાળો દરેક જીવ આ રીતે વૈરાગ્યને પ્રાપ્ત કરવા સમર્થ નથી. સમકિતને પામેલો પાંચમી દૃષ્ટિવાળો જીવ જો આ રીતે પ્રયત્ન કરવા જાય તો તેને પ્રાપ્ત થયેલો વૈરાગ્ય જતો પણ રહેવા સંભવ છે.
આમ, ઉત્પથથી જેમ શીધ્ર અપેક્ષિત સ્થાને પહોંચી શકાય છે, તેમ વિષમ એવા આ ઉત્પથ પર ચાલવા અસમર્થ જીવ જો યત્ન કરે, તો અપેક્ષિત સ્થાને પહોંચવાને બદલે ત્યાંથી પડી જવાની પણ સંભાવના છે. તેથી જ વિવેકી પુરુષોએ રાજપથને છોડીને અન્યત્ર જવું હિતાવહ નથી. પ-૨૭/૨૮
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૫૨ અવતરણિકા :
પૂર્વના બે શ્લોકમાં બતાવેલ વૈરાગ્યના બે માર્ગોથી વૈરાગ્ય પ્રાપ્ત કર્યા વગર, અને શાસ્ત્રોના ભાવનથી પ્રશાંત બન્યા વગર જે વિષયોનો ત્યાગ કરે છે, તેઓને શું અનર્થ પ્રાપ્ત થાય છે, તે બતાવવા માટે કહે છે –
बलेन प्रेर्यमाणानि, करणानि वनेभवत् ।
न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ।।२९।। અન્વયાર્થ:
___ बलेन पण 43 प्रेर्यमाणानि करणानि प्रेती मेवी इन्द्रियो वनेभवत् વનના હાથીની જેમ નતુ ક્યારેય વશતાં વશપણાને ન યાન્તિ પામતી નથી. પ્રત્યુત ઊલટી ૩નર્થવૃદ્ધો અનર્થની વૃદ્ધિને માટે (થાય) છે. પ-૨૯ll કાર્ય :
બળ વડે પ્રેરાતી એવી ઇન્દ્રિયો વનના હાથીની જેમ ક્યારેય વશપણાને પામતી નથી, ઊલટી અનર્થની વૃદ્ધિ માટે થાય છે. આપ-૨ll ભાવાર્થ :
વૈરાગ્યની પ્રાપ્તિના બે માર્ગ છે. પ્રથમ માર્ગમાં તત્ત્વનું ભાવન કરીને ઈન્દ્રિયોને તે વિષયોથી વિમુખ કરવાથી વિરક્ત ભાવ પેદા થાય છે, અને બીજો માર્ગ તે જન્મજન્માંતરના અભ્યાસથી સ્થિર થયેલ આક્ષેપકજ્ઞાન, કે જેના કારણે સહજભાવે વૈરાગ્ય વર્તે છે.
આ બે માર્ગને છોડીને, પાપના ભયથી જેઓ ઈન્દ્રિયોને વિષયોથી પરાક્ષુખ રાખવા માટે બળાત્કારે યત્ન કરે છે, તેઓની ઈન્દ્રિયો નિવર્તન પામતી નથી; પરંતુ જંગલના હાથીને જેમ જેમ વશ કરવા યત્ન કરવામાં આવે ત્યારે તેનો ઉન્માદ વધે, તેમ તેવા જીવોની વિષયોની ઉત્સુકતા વધ્યા કરે છે. તેથી બાહ્ય રીતે વિષયોનો ત્યાગ હોવા છતાં વિષયોની મનોવૃત્તિ શાંત થતી નથી, પરંતુ વધારે ને વધારે વિષયોનું વલણ તેમને વધ્યા જ કરે છે, જેથી કર્મબંધ થાય છે તથા દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આથી જ જે લોકોની ઈન્દ્રિયો શાસ્ત્રના ભાવનથી શાંત થતી નથી, તેઓએ ત્યાગના અભ્યાસથી અને શાસ્ત્રના ભાવનથી તથા સરુના યોગથી અને
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
વૈરાગ્યસંભવાધિકાર સાધર્મિકના યોગથી, વિષયોનો ત્યાગ કરવા ધીરે ધીરે યત્ન કરવો જોઈએ. પરંતુ
જ્યાં સુધી ઈન્દ્રિયો શાંત ન બને ત્યાં સુધી એકદમ વિષયોનો ત્યાગ કરવામાં આવે તો, ચિત્તમાં વિષયોની સતામણી રહેવાથી આત્મકલ્યાણ થતું નથી; પરંતુ વિષયો પ્રત્યેના વલણનું જ પોષણ થાય છે, જેથી અનર્થની વૃદ્ધિ થાય છે. પ-૨૦ અવતરણિકા :
બળાત્કારે ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ મૂકનાર જીવની પરિસ્થિતિ કેવી થાય છે, તે બતાવે છે –
પર્યાન્તિ નીરૂંનં પ્રયુન્નતે .
आत्मानं धार्मिकाभासा:, क्षिपन्ति नरकावटे ।।३०।। અન્વયાર્થ:
ઘર્મામાસી ધાર્મિકના આભાસવાળાઓ=પરમાર્થથી ધાર્મિક નહીં હોવા છતાં ધાર્મિક જેવા ભાસતા એવા બાહ્ય ત્યાગીઓ, Mયા લજ્જા વડે નીચે નીચું પશ્યત્તિ જુએ છે, દુર્ગાનં દુર્ગાનને પ્રયુન્નતે પ્રયોજે છે માત્માનં ર અને આત્માને નરાવરે નરકરૂપી કૂવામાં પિત્તિ નાંખે છે. પ-૩૦ના - શ્લોકાર્ધ :
પરમાર્થથી ધાર્મિક નહીં હોવા છતાં ધાર્મિક જેવા ભાસતા એવા બાહ્ય ત્યાગીઓ લજ્જા વડે નીચું જુએ છે, દુર્ગાનને પ્રયોજે છે અને આત્માને નરકરૂપી કૂવામાં નાંખે છે. પ-૩મા ભાવાર્થ :
જે લોકો તત્ત્વાતત્ત્વનું પર્યાલોચન કર્યા વગર માત્ર વિષયસેવનથી પાપ બંધાય છે એવી બુદ્ધિ રાખીને વિષયોનો ત્યાગ કરે છે, તેઓ બાહ્ય રીતે વિષયોથી દૂર રહેવા માટે સ્ત્રી આદિ વિષયોની સન્મુખ રહેતા નથી અને લજ્જાને કારણે નીચે જુએ છે; પરંતુ વર્તમાનમાં તત્ત્વાતત્ત્વનું પર્યાલોચન ન હોવાના કારણે તથા જીવને અનાદિના વિષયસેવનના જ સંસ્કારો હોવાને કારણે, કોઈને કોઇ વિષયનું આલંબન લઈને તેમનું ચિત્ત તો સતત પ્રવૃત્તિશીલ હોય છે. તેથી આવો જીવ સંયમનું પાલન કરતો હોય તો પણ, તેની સંયમની બાહ્ય આચરણા સિવાય કોઈ ને કોઈ વિષયને
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૫૪
અવલંબીને તેનું ચિત્ત દુર્ગાન જ કર્યા કરે છે; તેથી ધર્મની વૃત્તિ હોવા છતાં તે આચરણામાત્ર કરે છે, પરંતુ ચિત્તમાં ધર્મ પેદા કરી શકતો નથી. આવો જીવ સાચો ધાર્મિક નથી પરંતુ ધાર્મિકાભાસ ગણાય છે. આવા જીવો બાહ્ય રીતે સંયમનું પાલન કરે તો પણ અંતરંગ ચિત્ત અનાદિ સંસ્કારોને જ દઢ કરે છે, અને તેવી ચિત્તપરિણતિ તેને દુર્ગતિમાં પાડે છે. પ-૩૦I
वञ्चनं करणानां त-द्विरक्तः कर्तुमर्हति ।
सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित् ।।३१।। અન્વયાર્થ :
તત્ તે કારણથી=શ્લોક-૨૯ માં કહ્યું કે બળાત્કારે ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાથી અનર્થની વૃદ્ધિ થાય છે તે કારણથી, વાવમાહિત્ સ્વ અને અન્યના વિભાગને જાણનાર (અને) વિર: વિરક્ત એવા જીવે સા હંમેશાં સમાનિયોગેન સદ્ભાવના વિનિયોગ દ્વારા વરનાં વષ્યને કરણોનું ઇંદ્રિયોનું, વચન અમર્તુન્ ર્હતિ કરવું યોગ્ય છે. પ-૩૧ાા શ્લોકાર્ચ -
શ્લોક-૨૯ માં કહ્યું કે જે લોકો ઈદ્રિયોને બળાત્કારે નિયંત્રિત કરીને ત્યાગનો માર્ગ સ્વીકારે છે, તેઓને અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. તે કારણથી, સ્વ અને અન્યના વિભાગને જાણનાર અને વિષયોથી વિરક્ત એવા જીવે હંમેશાં સદ્ભાવના વિનિયોગ દ્વારા ઈંદ્રિયોનું વંચન કરવું યોગ્ય છે. પ-૩૧ના ભાવાર્થ -
“સ્વ અને અન્યના વિભાગને જાણનાર” શબ્દથી, આત્મા અને બાહ્ય પદાર્થોના સ્પષ્ટ વિભાગને જાણનાર આત્માઓનું ગ્રહણ કરવાનું છે. આવા ભેદજ્ઞાનવાળા મહાત્માઓ જાણતા હોય છે કે શરીર, ઈન્દ્રિય આદિ પદાર્થોથી મારો આત્મા જુદો છે, જે ચૈતન્યસ્વરૂપ છે; અને શરીર, ઈન્દ્રિય આદિ પદાર્થો પુદ્ગલસ્વરૂપ છે. આમ છતાં, અનાદિકાળથી અજ્ઞાનને કારણે જીવ કર્મ બાંધીને શરીરાદિ પદાર્થો સાથે એકત્વભાવને પામેલો છે; તેથી જ શરીરને અને ઈન્દ્રિયોને અનુગ્રહકારી પદાર્થો પ્રત્યે જીવને રાગ થાય છે, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. તેથી જીવને જ્યારે ઈન્દ્રિયોને અનુકૂળ પદાર્થો મળે છે ત્યારે સુખનો અને
Page #174
--------------------------------------------------------------------------
________________
૧પપ
વૈરાગ્યસંભવાધિકાર પ્રતિકૂળ પદાર્થો મળે છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. પરંતુ તત્ત્વના ભાવનથી વિરક્ત જીવોને, ઈન્દ્રિયોને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ નહીં હોવાથી અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ નહીં હોવાથી બંને પ્રસંગે તેઓ રાગ કે દ્વેષ ન કરતાં જીવના સ્વભાવભૂત એવા ઉપશમ સુખનો આનંદ અનુભવી શકે છે.
વળી, ભેદજ્ઞાનવાળા જીવો જાણે છે કે અનાદિના સંસ્કારને કારણે જો સાવધાન રહેવામાં ન આવે તો ઈન્દ્રિયો પ્રત્યેનું જીવનું વલણ થઈ જવાથી વૈરાગ્ય નાશ પામી જાય તેમ છે, તેથી સદ્ભાવના વિનિયોગ દ્વારા ઈન્દ્રિયોનું વંચન કરવું જોઈએ. આ સદ્ભાવનો વિનિયોગ એ, ઉત્તમ પુરુષોની ભક્તિ આદિરૂપ સટ્સનુષ્ઠાનોમાં વારંવાર પ્રવૃત્તિ કરીને ઉત્તમ ભાવોમાં વ્યાપાર કરવારૂપ છે. આ રીતે અનુષ્ઠાન દ્વારા ઉત્તમ ભાવોમાં કરાતા યત્નથી ઈન્દ્રિયોને વિષયો તરફ જતી અટકાવવી, તે કરણોનું વંચન છે.
જેમ કોઈ બાળક કોઈ વસ્તુ મેળવવાની જીદ પકડે ત્યારે, તેને બીજી અલગ જ વાતો કરાવી તેના મનને તેમાં જ રોકી રાખવામાં આવે તો ધીમેધીમે સમય જતાં પોતે કરેલી હઠને ભૂલી જાય છે; તે જ રીતે ઈન્દ્રિયોને પણ સઅનુષ્ઠાનમાં પ્રવૃત્ત રાખવા દ્વારા તેને ઠગીને વિષયોથી વિમુખ બનાવીને વૈરાગ્યની પ્રાપ્તિનો યત્ન કરવો તે કરણોનું વચન છે. પ-૩૧ાા અવતરણિકા :
શ્લોક-૨૭ માં વૈરાગ્યને પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ બતાવ્યો અને એ માર્ગ પર ચાલનારા જીવો કેવી રીતે વૈરાગ્યને પેદા કરે છે તે શ્લોક-૩૧ માં બતાવ્યું. શ્લોક-૨૮ માં વૈરાગ્યની પ્રાપ્તિનો ઉત્પથ બતાવ્યો, હવે એ માર્ગ પર ચાલનારા જીવો કેવી રીતે વૈરાગ્યને પેદા કરે છે, તે બતાવે છે –
प्रवृत्तेर्वा निवृत्तेर्वा, न सङ्कल्पो न च श्रमः ।
विकारो हीयतेऽक्षाणा-मिति वैराग्यमद्भुतम् ।।३२।। અન્વયાર્થ:
પ્રવૃત્તેિ: વા નિવૃત્ત: વા પ્રવૃત્તિનો અથવા નિવૃત્તિનો ને સત્વ: સંકલ્પ નથી ન ૨ શ્રમ અને શ્રમ નથી. ડાક્ષાનાં વિવાર: ઈન્દ્રિયોનો વિકાર રીતે ક્ષય પામે છે. રૂતિ વૈરાગ્યમ્ ૩ મુતમ્ આ વૈરાગ્ય અદ્ભુત છે. પ-૩શા
Page #175
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
* અત્રે ‘કૃતિ’ તદ્ અર્થક છે.
શ્લોકાર્થ :
૧૫૬
પ્રવૃત્તિનો અથવા નિવૃત્તિનો સંકલ્પ નથી અને શ્રમ નથી, ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે, આ વૈરાગ્ય અદ્ભુત છે. 114-3211
આ શ્લોકનો અર્થ અન્ય રીતે આ પ્રમાણે પણ કરી શકાય :
પ્રવૃત્તિનો સંકલ્પ નથી છતાં પ્રવૃત્તિ હોઈ શકે છે, અને નિવૃત્તિનો શ્રમ નથી=યત્ન નથી, છતાં નિવૃત્તિ હોઈ શકે છે. ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે. આ વૈરાગ્ય અદ્ભુત છે.
ભાવાર્થ :
છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓનું ચિત્ત ઉદાસીન હોય છે અને તેથી વિષયોની પ્રવૃત્તિનો તેમને સંકલ્પ નથી થતો, અને વિષયોનો ભય નહીં હોવાથી નિવૃત્તિનો પણ સંકલ્પ નથી. તથા પ્રવૃત્તિનો શ્રમ પણ નથી અર્થાત્ યત્ન પણ નથી, કેમ કે વિષયોનું તેમને કોઈ આકર્ષણ નથી; છતાં ક્યારેક તથાવિધ સંયોગોથી વિષયો સન્મુખ આવી જાય તો તેનાથી ભય નહીં હોવાને કા૨ણે નિવૃત્તિનો પણ શ્રમ નથી. આમ છતાં, તેઓ જગત્વર્તી પદાર્થોને દષ્ટાભાવે જ સમ્યગ્ રીતે જોતા હોવાથી અનાદિકાળના ઈન્દ્રિયોના કુસંસ્કારોરૂપ વિકારો હીન થતા જાય છે. તેઓનો આવો વૈરાગ્ય અદ્ભુત છે, આશ્ચર્યકારી છે. કારણ કે વિષયોનો ત્યાગ ન હોવા છતાં વિષયોના ત્યાગના ફળરૂપ વિકારોની અલ્પતા થાય છે, તે જ અદ્ભુતતા છે. સામાન્યથી વૈરાગ્ય હોય ત્યાં વિષયોનો ત્યાગ હોય જ, પરંતુ અહીં ત્યાગ ન હોવા છતાં વૈરાગ્યનું અસ્તિત્વ દેખાય છે, તેથી આ ઘટના અદ્ભુત છે.
અન્ય રીતે અર્થ કરતાં આ ભાવ પ્રાપ્ત થાય છે :
છઠ્ઠી સૃષ્ટિવાળા જીવોનો પ્રવૃત્તિનો સંકલ્પ ન હોવા છતાં, પ્રવૃત્તિ હોઈ શકે અને ક્વચિત્ ન પણ હોઈ શકે; તથા નિવૃત્તિનો યત્ન ન હોવા છતાં નિવૃત્તિ હોય પણ અને ક્વચિત્ ન પણ હોય. તેમ છતાં, ઈન્દ્રિયોના વિકાર હીન હીન થાય છે, તેમનો આવો વૈરાગ્ય અદ્ભુત છે. કેમ કે સામાન્યથી પ્રવૃત્તિ વર્તતી હોય ત્યારે નિવૃત્તિનો યત્ન કરવો પડે છે, અને તો જ ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે; પરંતુ તેમને તો પ્રવૃત્તિ હોવા છતાં ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પ૭
વૈરાગ્યસંભવાધિકાર ચોથા ગુણસ્થાનકમાં છઠી દૃષ્ટિવાળા મહાત્માઓને વિષયોનો સંકલ્પ નથી, પરંતુ કારણવિશેષથી પ્રવૃત્તિ હોય છે. અને તે જ છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓને છઠા ગુણસ્થાનકમાં તો વિષયોની નિવૃત્તિનો શ્રમ નથી, પરંતુ સ્વભાવથી જ નિવૃત્તિ છે. પ-૩શા અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે, છઠી દષ્ટિવાળા જીવો ક્યારેક વિષયોમાં પ્રવૃત્તિ કરતા હોય તો પણ તેઓના ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે, ત્યાં પ્રશ્ન થાય કે વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે, તો તે પ્રવૃત્તિ કેવા પ્રકારની છે ? તેથી કહે છે –
दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्या: प्रवृत्तयः ।
योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ।।३३।। અન્વયથાર્થ :
તોર્તિનઃ યોનિઃ શનિનઃ લોકવર્તી યોગી એવા જ્ઞાનીઓને રાયત્રીપાશ્વાતીનૃત્યતુલ્યા: લાકડામાં યંત્ર વડે સ્થાપેલી ગોઠવેલી, પૂતળીના નૃત્ય જેવી પ્રવૃત્તિય (ભોગાદિની) પ્રવૃત્તિઓ વધાળે બાધા માટે ન વ નથી જ.IN
૩૩
શ્લોકાર્ચ - * લોકવર્તી યોગી એવા જ્ઞાનીઓને લાકડામાં યંત્ર વડે ગોઠવેલી પૂતળીના નૃત્ય જેવી ભોગાદિની પ્રવૃત્તિઓ બાધા માટે નથી જ. IIT-૩૩ ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓનો વૈરાગ્ય અદ્ભુત છે. આવા જ્ઞાની જીવોએ જ્ઞાનભાવને સત્તત્ત્વચિંતાથી આત્મસાત્ કર્યો છે, તેથી તેઓ સંસારમાં હોવા છતાં દરેક પ્રવૃત્તિઓમાં નિર્લેપ હોય છે. વળી, મોક્ષમાર્ગમાં જવા માટે ઉદાસીન ભાવરૂપ યોગમાર્ગને ધારણ કરનારા હોવાથી યોગી છે, તેથી સંસારમાં ભોગાદિની કે રાજ્યાદિની પ્રવૃત્તિ કરે તેમાં તેમનું ચિત્ત ઉદાસીનભાવવાળું જ હોય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૫૮ જેમ લાકડાની પૂતળીમાં યંત્ર ગોઠવેલ હોય અને તે પૂતળીને નૃત્ય ક્રિયા કરાવવામાં આવે ત્યારે, તે પૂતળી જડ હોવાને કારણે તે નૃત્યને અનુરૂપ અંતરમાં કોઈ ભાવ હોતા નથી, પરંતુ હાથપગાદિ અવયવોના કંપન સ્વરૂપ ક્રિયા જ થાય છે, તેવી જ રીતે છટ્ઠી દૃષ્ટિવાળા યોગી અને જ્ઞાની મહાત્માઓને “સંસારના ભાવોથી પોતે પૃથક છે' એવી સ્પષ્ટ બુદ્ધિ હોવાથી, જડ એવા શરીરના માધ્યમથી થતી સંસારની દરેક પ્રવૃત્તિ પ્રત્યે તેઓ ઉદાસીન રહે છે. લાકડાની પૂતળી જેમ ફક્ત યંત્રવ્યવસ્થાથી જ પ્રવર્તે છે અને તેને પોતાને કોઈ ભાવ પેદા થતો નથી, તેમ આવા મહાત્માઓ તથાવિધ કર્મ કે બાહ્યસંજોગોને વશ કોઈ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે, તેમાં કોઈ સંશ્લેષના ભાવો તેમને પેદા થતા નથી; અને માટે જ આવી પ્રવૃત્તિ તેમને મોક્ષમાર્ગમાં બાધક થતી નથી.પ-૩૩ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં જ્ઞાનીની દારુયંત્રસ્થ પાંચાલીના નૃત્યતુલ્ય પ્રવૃત્તિઓ બાધા માટે નથી જ, એમ કહ્યું, તે વાતને પરના કથનની સાક્ષી આપી પુષ્ટિ કરે છે –
इयं च योगमायेति, प्रकटं गीयते परैः ।
लोकानुग्रहहेतुत्वा-त्रास्यामपि च दूषणम् ।।३४।। અન્વયાર્ચ -
રૂાં યોગમાયા ર અને આ=જ્ઞાની જીવની સંસારની પ્રવૃત્તિ એ, યોગમાયા છે. રૂતિ એ પ્રમાણે રે. અન્ય દર્શનીઓ વડે પ્રવ જયતે પ્રગટ ગવાય છે=કહેવાય છે. નોવાનુગ્રહ તુત્વાન્ ૨ અને લોકના અનુગ્રહનું હેતુપણું હોવાથી સ્યામ્ ૩પ આમાં પણ=યોગમાયામાં પણ ટૂષણમ જ દૂષણ નથી. પ-૩૪ શ્લોકાર્ચ -
' અને આ યોગમાયા છે, એ પ્રમાણે અન્યદર્શનીઓ વડે પ્રગટ કહેવાય છે, અને લોકના અનુગ્રહનું હેતુપણું હોવાથી યોગમાયામાં પણ દૂષણ નથી. પ-૩મા ભાવાર્થ -
જ્ઞાનીની સંસારની પ્રવૃત્તિ એ યોગમાયા છે, પણ ભોગમાયા નથી, એ વાત અન્ય દર્શનિકો કહે છે; અને તે પણ લોકના અનુગ્રહના હેતુથી કરાય છે, તેથી તે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૯
વૈરાગ્યસંભવાધિકાર દૂષણરૂપ નથી. જ્ઞાનીઓને સ્વયે આવી ક્રિયાઓમાં કોઈ રસ હોતો નથી, પરંતુ લોકના ઉપકાર માટે જ તે કરતા હોવાથી તે ક્રિયાઓમાં દૂષણ નથી.
પ્રસ્તુત શ્લોક ગીતામાંથી ઉદ્ધત છે, અને તે પ્રમાણે શ્રીકૃષ્ણ પોતાના મામા કંસનો વધ કર્યો, તથા અર્જુનને યુદ્ધભૂમિમાં પોતાના જ ભાઈઓ સાથે યુદ્ધ કરવા પણ પ્રેર્યો, એ સર્વ ક્રિયા કેવળ ધર્મવ્યવસ્થા ટકાવી રાખવા માટે જ કરી હતી, અને તેથી જ લોકના ઉપકારને માટે કરવામાં આવેલ આ ક્રિયાઓ કોઈ દૂષણરૂપ ન હતી, એમ ગીતામાં કહેલ છે.
જૈનદર્શનમાં વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદીશ્વર ભગવાને તે કાળમાં લોકમાં રાજ્યવ્યવસ્થાની સ્થાપના કરી, પુત્ર-પુત્રીઓને વિવિધ કળાઓ શીખવી, વગેરે સર્વક્રિયાઓ કરવા પાછળનો તેમનો આશય એ જ હતો કે, “સુરાજ્યની વ્યવસ્થા વગર લોકો વિનાશ ન પામે. માટે જ આદીશ્વર ભગવાને સંસારી અવસ્થામાં કરેલ સાંસારિક ક્રિયાઓ પણ દૂષણરૂપ બની નહિ.
સામાન્ય રીતે લોકો પુત્રાદિને કળા શીખવે, તેમનું લાલન-પાલન કરે, તેમને સત્તા વગેરે સોંપે, તો પણ તે સર્વમાં પુત્રાદિ પ્રત્યેનું મમત્વ કારણરૂપે હોવાથી તેનાથી સંસારના ભાવોની વૃદ્ધિ થાય છે, તેથી તે મમત્વપૂર્વકની ક્રિયા દૂષણરૂપ જ ગણાય; જ્યારે તીર્થકરના જીવોને તેવા પ્રકારનું મમત્વ નથી, ફક્ત લોકવ્યવસ્થા સારી રહે, જેથી લોકો દુર્બાન કરીને દુર્ગતિમાં ન જાય, તે પ્રકારનો શુભાશય હોય છે. તેથી તેમની સાંસારિક ક્રિયા પણ દૂષણરૂપ નથી. પ-૩૪ - અવતરણિકા:
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનીની પ્રવૃત્તિ લોકઅનુગ્રહના હેતુરૂપ હોવાથી દૂષણરૂપ નથી, તે વાત પરદર્શનની હતી. હવે તે વાત સ્વદર્શનમાં પણ છે તે બતાવતાં કહે છે –
सिद्धान्ते श्रूयते चेय-मपवादपदेष्वपि ।
मृगपर्षत्परित्रास-निरासफलसङ्गता ।।३५ ।। અન્વયાર્થ:
પર્વરિત્રાસનિરસન્નતા ૨ અને મૃગલાના ટોળાથી થતા પરિત્રાસને દૂર કરવારૂપ ફળથી યુક્ત એવી રૂચમ્ આ=જ્ઞાનીની પ્રવૃત્તિ સિદ્ધાન્ત
Page #179
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૬૦
જૈન શાસ્ત્રોમાં ઞપવાવપતેવુ પિ અપવાદ સ્થાનમાં જ શૂયતે સંભળાય છે. પ
3411
* અત્રે ‘પિ’ નો પ્રયોગ ‘F’ના અર્થમાં કરાયો છે.
શ્લોકાર્થ :
અને મૃગલાના ટોળાથી થતા પરિત્રાસને દૂર કરવારૂપ ફળથી યુક્ત એવી આ જ્ઞાનીની પ્રવૃત્તિ, જૈન શાસ્ત્રોમાં અપવાદ સ્થાનમાં જ સંભળાય છે. II૫-૩૫ા ભાવાર્થ :
મૃગલાઓનું ટોળું જંગલમાં ત્રાસ વર્તાવી દેતું હોય છે, પરંતુ જ્યારે સિંહની ગર્જનામાત્ર થાય તો પણ તેઓ ત્યાંથી ભાગી જાય છે, અને એ રીતે તેઓનો ત્રાસ દૂર થાય છે. તે જ રીતે છઠ્ઠી દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્મા પણ સંસારની પ્રવૃત્તિ કરીને સિંહની જેમ વર્તે છે, કેમ કે તેઓ આત્માના વીર્યને ફો૨વવા સમર્થ હોય છે.
અહીં મૃગલાઓના સ્થાને બે અર્થ ગ્રહણ કરી શકાય છે. (૧) એકથી દુર્જનો અને (૨) બીજાથી કર્મોને ગ્રહણ કરવાનાં છે. તે આ પ્રમાણે -
(૧) જ્યારે કોઈ રાજા દીક્ષાનો અર્થી હોય, પરંતુ રાજ્યની ધુરા વહન ક૨ના૨ યોગ્ય પાત્ર તૈયાર ન થાય ત્યાં સુધી રાજ્યાદિની ક્રિયા કરે છે; કેમ કે જો તેમ ન કરે તો દુર્જનોરૂપી મૃગલાઓ સજ્જનોને હેરાન કરે, અને તેમને ધર્માદિની પ્રવૃત્તિ કરવામાં અડચણો ઊભી કરે. તેથી આવા દુર્જનોથી સજ્જનોના રક્ષણને માટે જ આવો રાજા રાજ્યની ધુરા વહન કરે છે. તે વહન અર્થે પુત્રાદિની પ્રાપ્તિ માટે ભોગાદિની પ્રવૃત્તિ પણ કરે છે. અહીં ભોગની મનોવૃત્તિ પણ નથી, પુત્રપ્રાપ્તિનો મોહ પણ નથી, પરંતુ ફક્ત પુત્રપ્રાપ્તિ થાય તો રાજ્યની વ્યવસ્થા ન્યાયનીતિપૂર્વક ચાલે, એવો શુભાશય માત્ર છે. તેથી જ્યાં સુધી પુત્રપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઉદાસીન ચિત્તથી તે રાજ્ય ચલાવે છે. અને માટે જ આ સર્વ પ્રવૃત્તિ નિર્લેપ ભાવથી થતી હોવાથી, અને પરોપકારના કારણરૂપ હોવાથી, ભોગની પ્રવૃત્તિ પણ અપવાદસ્થાનથી શાસ્ત્રમાં સ્વીકારાય છે.
(૨) બીજા અર્થથી કર્મોને મૃગતુલ્ય કહ્યાં છે અને જીવને સિંહ જેવો કહ્યો છે. તીર્થંકરના આત્માઓને ચરમભવમાં ભોગએકનાશ્ય કર્મો જ બાકી રહ્યાં હોય છે, જે ભોગવવામાત્રથી નાશ પામે તેવાં હોવાથી, તેને અવગણીને જો તેઓ દીક્ષા લે તો સંયમમાં પણ તે કર્મો વિઘ્ન પેદા કરે છે. તેથી તેવાં કર્મોને મૃગલાંના ટોળાથી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૧
વૈરાગ્યસંભવાધિકાર થતા પરિત્રાસ જેવાં કહ્યાં છે અને જીવને સિંહ જેવો કહ્યો છે. કેમ કે તે જીવ આત્માના વીર્યને ફોરવીને આવાં કર્મોના પરિત્રાસનો નાશ કરે છે, અર્થાત્ ભોગકર્મના ઉદયને કારણે ભોગો ભોગવે છે, તો પણ તે ભોગાવલી કર્મો આત્માને મલિન કરી શકતાં નથી.
આમ, તીર્થંકરાદિના જીવ પોતાના જ્ઞાનથી જાણે છે કે પોતાનાં ભોગએકનાશ્ય કર્મો સંયમમાં વિઘ્ન પેદા કરે તેવાં છે. તેથી ભાવિના સંયમજીવનમાં પરિત્રાસ કરે તેવાં વિનોના નિરાસરૂપ ફળથી યુક્ત એવી, નિર્લેપચિત્તથી કરાતી તેઓની સંસારની પ્રવૃત્તિ છે. તેથી શાસ્ત્રમાં અપવાદસ્થાનથી તે પ્રવૃત્તિ સ્વીકારાઈ છે.
પ-રૂપા અવતરણિકા -
વૈરાગ્યસંભવ અધિકારનું નિગમન કરતાં કહે છે -
औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि ।
चतुर्थेऽपि गुणस्थाने, तद्वैराग्यं व्यवस्थितम् ।।३६।। અન્વયાર્થ :
તત્ તે કારણથી પરિપામ્ પેજ પરિપાકને પ્રાપ્ત કરતું એવું વીવાસીચને જ્ઞાને ઉદાસીન ફળવાળું જ્ઞાન હોતે છતે તુર્થે ૩પ ગુરથાને ચોથા પણ ગુણસ્થાનકમાં વૈરા વ્યવરિચતમ્ વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ-૩૬ાા શ્લોકાર્ચ -
તે કારણથી શ્લોક-૯માં કહ્યું કે ભવનેગૃષ્ણના દર્શનને કારણે વિષયોમાં અપ્રવૃત્તિથી વૈરાગ્ય નિરાબાધ થશે, ત્યાં ચોથા ગુણસ્થાનકમાં પણ વૈરાગ્ય માનવાની આપત્તિ આવી. તેના સમાધાન માટે કહ્યું કે દશાવિશેષમાં ત્યાં પણ વૈરાગ્ય નથી એમ નહીં, અને તે પછી તે જ વાતની પુષ્ટિ પાછળના શ્લોકોમાં કરી તે કારણથી, પરિપાકને પ્રાપ્ત કરતું એવું ઉદાસીન ફળવાળું જ્ઞાન હોતે છતે, ચોથા પણ ગુણસ્થાનકમાં વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ-૩ાા ભાવાર્થ -
ચોથા ગુણસ્થાનકમાં દરેક સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વાતત્ત્વનું યથાર્થ જ્ઞાન
Page #181
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૬૨ અવશ્ય હોય છે, પરંતુ પાંચમી દષ્ટિવાળા જીવનું આ યથાર્થ જ્ઞાન પરિપાકને પામેલું નથી હોતું, જ્યારે છઠી દૃષ્ટિવાળાનું યથાર્થ જ્ઞાન પરિપક્વ હોય છે. આ પરિપક્વ બનેલા જ્ઞાનને કારણે જ આવા જીવો વિષયોમાં સંજોગોવશાતુ પણ કોઈ પ્રવૃત્તિ કરે, ત્યારે તેમના ચિત્ત પર આ વિષયોની કોઈ છાયા પડતી નથી; અને ઉદાસીન એવા ચિત્તથી જ સર્વ પ્રવૃત્તિ થાય છે. આમ, છઠી દૃષ્ટિવાળા જીવોનું પરિપક્વ જ્ઞાન ભોગાદિની પ્રવૃત્તિમાં પણ ઉદાસીન ચિત્ત પેદા કરે છે, તેથી ચોથા પણ ગુણસ્થાનકમાં છઠી દૃષ્ટિવાળા જીવોની અપેક્ષાએ વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ૩૬ાા.
- II રૂચધ્યાત્મિરનારે વૈરાગ્યરસન્નવાધિeીરઃ III
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૩
વૈરાગ્યભેદાધિકાર
|| વૈરાગ્યમેવધવાર || અવતરણિકા :
પૂર્વના વૈરાગ્યસંભવ અધિકારમાં બતાવ્યું કે, ભવસ્વરૂપના ચિંતનને કારણે ભવના સ્વરૂપનું વિજ્ઞાન થવાથી ભવ નિર્ગુણ ભાસે છે, તેથી સંસારના વિષયોની ઇચ્છાના વિચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હવે વૈરાગ્યભેદ અધિકારમાં વૈરાગ્યના હેતુથી ત્રણ ભેદ છે તે દર્શાવે છે –
तद्वैराग्यं स्मृतं दुःख-मोहज्ञानान्वयात्रिधा ।
तत्राद्यं विषयाप्राप्तेः, संसारोद्वेगलक्षणम् ।।१।। અન્વયાર્થ :
તત્ વૈરાયું તે વૈરાગ્ય-પૂર્વ અધિકારમાં ઇચ્છાના ઉચ્છેદરૂપ જે વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય કુમોહજ્ઞાન્વિતિ ત્રિધા સ્મૃતિં દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહેવાયો છે. તત્ર ત્યાં–ત્રણ પ્રકારના વૈરાગ્યમાં, આ પ્રથમ (દુઃખગર્ભિત વૈરાગ્ય) વિષય પ્રાપ્ત સંસારોઢેશનક્ષણમ્ વિષયોની અપ્રાપ્તિથી સંસારના ઉદ્વેગરૂપ છે. II૬-૧પ શ્લોકાર્ચ -
પૂર્વ અધિકારમાં ઇચ્છાના ઉચ્છેદરૂપ જે વેરાગ્ય કહ્યો તે વૈરાગ્ય દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહેવાયેલ છે. ત્રણ પ્રકારના વૈરાગ્યમાં પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની અપ્રાપ્તિથી સંસારના ઉદ્વેગરૂપ છે. I-વા ભાવાર્થ :
- પૂર્વના અધિકારમાં બતાવેલ ભોગની અનિચ્છારૂપ વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આ ત્રણે વૈરાગ્યમાંથી દુઃખગર્ભિત વૈરાગ્ય સંસારમાં ધાર્યા પ્રમાણે વિષયની અપ્રાપ્તિથી થાય છે. જ્યારે ધાર્યા પ્રમાણે વિષય પ્રાપ્ત થતો નથી ત્યારે આ સંસાર પ્રત્યે ઉદ્વેગ થાય છે. તેથી સંસારનો ત્યાગ કરીને ધર્મની ક્રિયાઓ કરવાની ઈચ્છા થાય છે. આ પ્રકારનો વૈરાગ્ય દુઃખગર્ભિત વૈરાગ્ય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૬૪
સામાન્ય રીતે સંસારમાં દરિદ્ર અવસ્થા હોય, અતિ દુ:ખો પ્રાપ્ત થતાં હોય ત્યારે કોઈ મહાત્માને જોઈને ધર્મ ક૨વાની મનોવૃત્તિ થાય છે, અને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે, જે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પરંતુ કેટલીક વખત ઘણી ભોગસામગ્રી પ્રાપ્ત થઈ હોય છતાં કોઈ નિકટના સંબંધીના મૃત્યુથી, કે પોતે ધારેલી કોઈ વસ્તુની અપ્રાપ્તિથી પણ દુ:ખગર્ભિત વૈરાગ્ય થાય છે. વળી આ દુઃખગર્ભિત વૈરાગ્ય પણ યોગ્ય જીવને ધર્મની સામગ્રી પ્રાપ્ત થયા પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ પણ બને છે, અને તે રીતે તેના આત્મકલ્યાણનું કારણ પણ બને છે.
જો સંસારના વિષયોનું અતિ આકર્ષણ ચિત્તમાં પડ્યું હોય, તો મહાત્માના સંસર્ગથી કે શાસ્ત્રના અભ્યાસથી પણ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બને નહીં. તેમાં ફક્ત પોતાને પ્રાપ્ત થતાં દુઃખોને કારણે સંસારના ભોગો પ્રત્યે ઉદ્વેગ વર્તતો હોય છે, તેથી જ્યારે તે ભવમાં કે અન્ય ભવમાં વિશિષ્ટ ભોગસામગ્રી પ્રાપ્ત થાય ત્યારે, વિષયોનું આકર્ષણ પ્રગટ થવાથી, તેવી મનોવૃત્તિવાળા જીવોને તે દુઃખગર્ભિત વૈરાગ્ય ફક્ત તુચ્છ પુણ્યને અનુકૂળ ધર્મમાં યત્ન કરાવીને સમાપ્ત થાય છે. II૬–૧ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની અપ્રાપ્તિથી સંસા૨ પ્રત્યે ઉદ્વેગસ્વરૂપવાળો છે. હવે તેનું વિશેષ સ્વરૂપ બતાવે છે -
अत्राङ्गमनसोः खेदो, ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ||२||
અન્વયાર્થ :
ત્ર અહીં=પ્રથમ પ્રકારના વૈરાગ્યમાં, ગમનસો: એવઃ શરીર અને મનનો ખેદ હોય છે, યત્ જે કારણથી આખાય જ્ઞાનં ન તૃપ્તિ કરાવે તેવું જ્ઞાન નથી. નિઝામીસિતનામે =અને પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થયે છતે વિનિપાતોઽપિ નાયતે (વૈરાગ્યનો) વિનિપાત પણ થાય છે.
નોંધઃ
“વિનિપાતોઽપિ” માં ‘પિ’ થી એ કહેવું છે કે દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને નિજ અભિપ્સિતનો લાભ થયે છતે વૈરાગ્યનો વિનિપાત પણ થાય છે, અને કોઈ જીવને વૈરાગ્યનો વિનિપાત ન પણ થાય.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૫
વૈરાગ્યભેદાધિકાર શ્લોકાર્ય :
પ્રથમ પ્રકારના વેરાગ્યમાં શરીર અને મનનો ખેદ હોય છે, અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખ હોય છે, જે કારણથી તૃપ્તિ કરાવે તેવું જ્ઞાન નથી; અને પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થયે છતે વૈરાગ્યનો વિનિપાત પણ થાય છે. I૬-રા ભાવાર્થ :
દુઃખગર્ભિત વૈરાગ્યને પામીને કોઇ જીવ સંયમ ગ્રહણ કરે અને શાસ્ત્રનું અધ્યયન કરે, તો પણ શાસ્ત્રનું જ્ઞાન જો જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ ન બને, તો તે જીવ દુઃખગર્ભિત વૈરાગ્યમાં જ વર્તતો હોય છે. આ જ્ઞાન તેના આત્માને અંતરંગ તૃપ્તિ કરાવી શકતું નથી, તેથી તેને તપ-સંયમની ક્રિયા શરીરના અને મનના ખેદનું કારણ બને છે. તેનાથી શરીરને ક્લેશનો અનુભવ થાય છે, અને મનને પણ ભોગોથી વિમુખ રહીને તપ-સંયમમાં પ્રવર્તાવવાથી ક્લેશનો અનુભવ થાય છે; પરંતુ તે તપ-સંયમની ક્રિયા અંતરંગ સ્વસ્થતાનું કારણ બની શકતી નથી. આવા દુઃખગર્ભિત વૈરાગ્યવાળા મુનિઓને અંતરમાં પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થાય છે ત્યારે, તે વૈરાગ્યનો નાશ પણ થાય છે, કેમ કે સામાન્ય રીતે જીવ સુખનો અર્થી હોય છે, અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને તપ-સંયમની ક્રિયા સુખરૂપ દેખાતી નથી; પરંતુ ધારેલા વિષયની અપ્રાપ્તિથી જ સંસારના ત્યાગની ક્રિયા કરી છે, આથી
જ્યારે પોતાની ધારણા પ્રમાણે વિષયો મળી જાય છે ત્યારે, તે વિષયોમાંથી જ આનંદ લેવાની તેઓની મનોવૃત્તિ હોય છે, તેથી તે દુઃખગર્ભિત વૈરાગ્યવાળાઓનો પાત થાય છે. આમ છતાં, કોઈકને દુઃખગર્ભિત વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બની શકે છે. IIક-શા અવતરણિકા -
વળી, દુઃખગર્ભિત વૈરાગ્યવાળાનું માનસ કેવું હોય છે, તે બતાવે છે –
दुःखाद्विरक्ताः प्रागेवे-च्छन्ति प्रत्यागतेः पदम् ।
अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ।।३।। અન્વયાર્થ :
સંગ્રામ વિશજો યુદ્ધમાં પ્રવેશતા એવા ડાઘરા યુદ્ધ લડવાના પૈર્ય વગરના અધીર યોદ્ધાઓ વનાવિમ્ સુવ જેમ વનાદિને (ઇચ્છે છે) તેમ દુદ્વિર: દુઃખને G-૧૩
Page #185
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૬૬
કારણે (સંસારથી) વિરક્ત થયેલા (દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો) પ્રત્યેવ (સંયમ ગ્રહણ કરતાં) પહેલાં જ પ્રત્યાતેઃ પમ્ પાછા આવવાના સ્થાનને રૂત્તિ ઇચ્છે છે.
19–31
શ્લોકાર્થ ઃ
યુદ્ધમાં પ્રવેશતા એવા યુદ્ધ લડવાના ધૈર્ય વગરના અધીર યોદ્ધાઓ જેમ વનાદિને ઈચ્છે છે, તેમ દુઃખને કારણે સંસારથી વિરક્ત થયેલા દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો, સંયમ ગ્રહણ કરતાં પહેલાં જ પાછા આવવાના સ્થાનને ઈચ્છે છે.
||૬–૩||
ભાવાર્થ :
દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવને વ્યક્ત કે અવ્યક્તરૂપે પોતાને પ્રાપ્ત થયેલાં સુખો કરતાં અતિશયિત સુખોની ઇચ્છા અવશ્ય હોય છે. તેથી દુઃખને કારણે વિરક્ત થયેલા જીવો સંયમમાં યત્ન કરે છે ત્યારે સંયમ કઠિન ભાસે છે, અને તેથી જ કેટલાક જીવો સંયમ ગ્રહણ કરતાં પહેલાં જ “તે પાળવું કઠણ પડે અને પાછા આવવું પડે તો !” તે અંગે વિચારીને પછીની પણ વ્યવસ્થા કરી રાખે છે.
જેમ ધૈર્ય વગરનો કોઈ યોદ્ધો યુદ્ધમાં પ્રવેશ કરતાં પહેલાં જ યુદ્ધમાં ફાવટ ન આવે તો વનાદિકનો આશ્રય લેવાનો વિચાર કરી રાખે છે, તે રીતે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને તપ-સંયમ કષ્ટમય લાગે છે તેથી, કઠણ ભાસતા સંયમને ગ્રહણ કરતાં પહેલાં જ સંયમને છોડવું પડે તો પછી શું કરવું, તેની વિચારણા કરી લે છે.
અહીં વિશેષ એ છે કે, દુઃખગર્ભિત વૈરાગ્યવાળા બધા જીવો સંયમ ગ્રહણ કરતાં પૂર્વે પાછા આવવાની ચિંતા કરે જ એવો નિયમ નથી; પરંતુ કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો તેવી ચિંતા કરતા પણ હોય છે, તો કેટલાક સંયમ ગ્રહણ કર્યા પછી આજીવન સંયમનું સમ્યક્ પાલન પણ કરે છે. પરંતુ શાસ્ત્રના બોધથી તેઓનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન બને તો ઉપશમભાવનું કારણ બનતો નથી, તેથી પરંપરાએ મોક્ષનું કારણ બનતો નથી. II૬-૩||
અવતરણિકા :
હવે પછી શ્લોક-૪ અને ૫ માં દુઃખગર્ભિત વૈરાગ્યમાં જ્ઞાન તૃપ્તિને કરાવનારું કેમ નથી ? તે બતાવે છે -
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૭
વૈરાગ્યભેદાધિકાર
शुष्कतर्कादिकं किञ्चि-द्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदी, न तु सिद्धान्तपद्धतिम् ।।४।। અન્વયાર્થ -
૩ો અહો ! આશ્ચર્ય છે કે તે તેઓ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો વિચિત્ કાંઈક શુત શુષ્ક એવા તકદિને કે વૈચામ્િ ૩પ વૈદ્યકાદિને પણ પત્તિ ભણે છે, તું પરંતુ શમન સિદ્ધાન્તપદ્ધતિમ્ ન સમતાની નદી સમાન સિદ્ધાંતની પદ્ધતિને ભણતા નથી. II૬-૪ શ્લોકાર્ચ -
અહો ! આશ્ચર્ય છે કે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો કાંઈક શુષ્ક એવા તર્યાદિને કે વૈદ્યકાદિને ભણે છે, પરંતુ સમતાની નદી સમાન એવી સિદ્ધાંતની પદ્ધતિને ભણતા નથી. II૬-૪ના ભાવાર્થ :
દુઃખથી વિરક્ત થયેલા જીવો સંયમ ગ્રહણ કરીને જ્ઞાનમાં જ્યારે યત્ન કરે છે ત્યારે, તેઓ આ લોકમાં ઉપયોગી એવું વૈદ્યકાદિનું જ્ઞાન મેળવે છે, જેથી સંયમમાં પણ ગૃહસ્થો પાસેથી અનુકૂળતા પ્રાપ્ત થઈ શકે. વળી કોઈક ધર્મશાસ્ત્રો પણ ભણે છે, પરંતુ તે પણ શુષ્ક તકદિકરૂપે જ ભણે છે. તેથી શાસ્ત્રમાંનાં વચનોનો શબ્દમાત્રથી જ તેમને બોધ થાય છે.
ખરેખર શાસ્ત્રની સિદ્ધાંત પદ્ધતિ એ છે કે, શાસ્ત્રનાં દરેક વચનો જે નયને સાપેક્ષ હોય તે સર્વને તે રીતે જ સમજીને સ્વસ્થાનમાં નયોને યોજવા. આ પ્રમાણે અધ્યયન કરવાથી જ શાસ્ત્રના વચન દ્વારા જીવ ધીરે ધીરે શમ પરિણામ તરફ જાય છે. કારણ કે આ સિદ્ધાંતપદ્ધતિથી અધ્યયન કરનારને અંશે અંશે પણ શમ પરિણામ આવતો જ જાય છે.
પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળાનું ચિત્ત સાંયોગિક સુખ પ્રત્યે આવર્જિત હોવાથી અસાંયોગિક એવા ઉપશમભાવ તરફ જવા સમર્થ બનતું નથી, તેથી જ તેવા જીવોને આ જ્ઞાન તૃપ્તિ કરાવતું નથી. I૬-જા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અધ્યાત્મસાર
ग्रन्थपल्लवबोधेन, गर्वोष्माणं च बिभ्रति ।
तत्त्वान्तं नैव गच्छन्ति, प्रशमामृतनिर्झरम् ।।५।। અન્વયાર્ચ -
પ્રચપત્નવવધૂન ૨ અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો) ગ્રંથના પલ્લવ= લેશ, બોધ વડે મોંબા ગર્વરૂપ ગરમીને વિસ્મૃતિ ધારણ કરે છે. (પરંતુ) પ્રશમામૃતનિર્ણમ્ પ્રશમરૂપી અમૃતના ઝરારૂપ તત્ત્વાન્ત તત્ત્વના ફળને છત્તિ નૈવ પામતા જ નથી. II૬-પા શ્લોકાર્ચ -
દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ગ્રંથના લેશ બોધ વડે ગર્વરૂપ ગરમીને ધારણ કરે છે, પરંતુ પ્રશમરૂપી અમૃતના ઝરારૂપ તત્ત્વના ફળને પામતા જ નથી. II૬-પા ભાવાર્થ :
દુઃખેગર્ભિત વૈરાગ્યવાળા જીવો શાસ્ત્રના અધ્યયન દ્વારા પણ ચિત્તને ઉપશાંત ભાવ તરફ લઈ જઈ શકતા નથી, તેથી તેઓને માટે સુખ એ બાહ્ય પદાર્થમાંથી જ મેળવવાનું રહે છે. સુખના અર્થી આવા જીવો દુઃખથી વિરક્ત થઈને સંયમમાં યત્ન કરતા હોય ત્યારે, શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં તેના રહસ્યને પામી શકતા નથી. તેથી તેઓને શાસ્ત્રનો બોધ અધૂરો જ થાય છે. આમ છતાં, શાસ્ત્રના અભ્યાસનો ગર્વ કરે છે અને તે રીતે “હું કાંઈક ગ્રંથ ભણ્યો છું” એવા ગર્વથી અંદરમાં સુખની અનુભૂતિ કરે છે.
ખરેખર તો જીવ જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરે તેમ તેમ, શાસ્ત્રમાં બતાવેલી દિશાના બળથી પોતાના અંતરંગ ભાવોને જોઈને, અનાદિકાળના સંસ્કારને કારણે વર્તતા કષાયના કલકલાટને ધીરે ધીરે ઉપશમાવી શકે છે. શાસ્ત્રના તત્ત્વનું ફળ જ એ છે કે જીવમાં કષાયોને ઉપશમાવવા દ્વારા અમૃતનું ઝરણું વહે, પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં આવા અમૃતના ઝરણારૂપ બોધના ફળથી વંચિત રહે છે. II૬-પા અવતરણિકા -
અહીં પ્રશ્ન એ થાય કે દુઃખથી પણ વિરક્ત થયેલા જીવો સંયમના આચારો તો પાળે જ છે, તો શું ગૃહસ્થજીવન કરતાં તેઓનું જીવન ઊંચું ન ગણાય ? તેથી
Page #188
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યભેદાધિકાર
૧૬૯ તેના નિરાકરણ માટે કહે છે -
वेषमात्रभृतोऽप्येते, गृहस्थात्रातिशेरते ।
न पूर्वोत्थायिनो यस्मा-त्रापि पश्चानिपातिनः ।।६।। અન્વયાર્થ:
વેશમાત્રામૃતોડગેતે વેશમાત્રને ધારણ કરનારા પણ આ=દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો મૃદરથાત્ જ તિશેત્તે ગૃહસ્થથી ચડિયાતા નથી માત્ જે કારણથી પૂર્વોત્યાયિન: ર પૂર્વાવસ્થાથી ઉત્થાયી નથી=દીક્ષા લીધા પહેલાની ગૃહસ્થાવસ્થાથી ઊંચે ચડેલા નથી. ના પરચાત્ નિપતિન: પશ્ચાતાવસ્થામાં પણ પ્રવેશેલા નથી= ગૃહસ્થાવસ્થાની પછીની સાધુઅવસ્થામાં પણ પ્રવેશેલા નથી. II૬
શ્લોકાર્ય :
વેશમાત્રને ધારણ કરનારા પણ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ગૃહસ્થથી ચડિયાતા નથી; જે કારણથી દીક્ષા લીધા પહેલાંની ગૃહસ્થાવસ્થાથી ઊંચે ચડેલા નથી, ગૃહસ્થાવસ્થાની પછીની સાધુપણાની અવસ્થામાં પણ પ્રવેશેલા નથી. II-કા ભાવાર્થ :
ગૃહસ્થભાવ અવિરતિના ભાવ સ્વરૂપ છે, તથા મુનિભાવ એ વિરતિના ભાવસ્વરૂપ છે, અને તેની પુષ્ટિ માટે જ સાધુપણામાં અહિંસાદિનું ભાવથી પૂર્ણપણે પાલન કરવાનું હોય છે. પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો સાધુવેશ ધારણ કરીને અહિંસાદિનું માત્ર દ્રવ્યથી પાલન કરતા હોય ત્યારે, ભાવથી માત્ર અહિંસાદિના પાલનની શુભલેશ્યા જ હોય છે; અને સંસારના ઉચ્છેદના કારણરૂપ સંયમનો પરિણામ તેઓને થતો નથી. સાધુના વેશને ધારણ કર્યા પછી પણ પૂર્વની ગૃહસ્થાવસ્થામાં અવિરતિનો જે પરિણામ હતો તેનાથી ઉત્થાયી થતા નથી, અર્થાત્ બહાર નીકળતા નથી; અને ગૃહસ્થ અવસ્થાથી અપર એવા વિરતિના પરિણામરૂપ મુનિભાવમાં નિપાતી થતા નથી=પ્રવેશ પામતા નથી. ટૂંકમાં ગૃહસ્થાવસ્થાથી ઊંચા એવા વિરતિના ભાવને સ્પર્શતા નથી, તેથી જ તેઓ વેશમાત્રના ભેદ સિવાય ગૃહસ્થથી અધિક નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અહીં વિશેષ એ છે કે ગૃહસ્થાવસ્થામાં જીવોને હિંસાદિની પ્રવૃત્તિને કારણે અશુભલેશ્યા વર્તતી હોય છે, તેથી પાપ બંધાવાથી પરિણામે સંસારની વૃદ્ધિ થાય છે; જ્યારે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો પણ વેશને માત્ર ધારણ કરીને અહિંસાદિનું દ્રવ્યથી પાલન કરતા હોય છે ત્યારે, અહિંસાના પરિણામરૂપ શુભલેશ્યામાત્ર હોવાથી પુણ્ય બાંધે છે; પરંતુ તેમાં પણ અવિવેક જ હોવાને કા૨ણે તે પુણ્ય સંસારની વૃદ્ધિ જ કરાવે છે. તેથી ગૃહસ્થ અવસ્થાની જેમ સાધુપણામાં પણ સંસારની વૃદ્ધિને જ પામતા હોવાથી તેઓ ગૃહસ્થથી અધિક નથી, એમ કહેલ છે. II૬-૬બ્રા
અવતરણિકા :
અધ્યાત્મસાર
અત્યંત સ્થૂલ વ્યવહારથી દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે -
गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥७॥
અન્વયાર્થ :-~~-~
ગૃહેન્નમાત્રની{મ્ય ઘરમાં અન્નમાત્રનું દુર્લભપણું છે તે મોાઃ નમ્યો વ્રતમાં=સાધુપણામાં, લાડવા મળે છે. વૈરાગ્યસ્યાયમર્થ: ફ્રિ વૈરાગ્યનો આ અર્થ જ દુઃઆર્મસ્ય લક્ષામ્ દુઃખગર્ભનું લક્ષણસ્વરૂપ છે. II૬-૭ના
શ્લોકાર્થ :
ઘરમાં અન્નમાત્રનું દુર્લભપણું છે, સાધુપણામાં લાડવા મળે છે. વૈરાગ્યનો આ અર્થ જ દુઃખગર્ભનું સ્વરૂપ છે. |[૬૭]I
ભાવાર્થ :
કેટલાક જીવો એવા હોય છે કે જેઓને ઘરમાં અન્નમાત્ર પણ મળતું નથી હોતું, અને તેથી “દીક્ષા લઈશ તો લાડવા વગેરે વિશેષ પ્રકારનાં ભોજન તો મળશે જ” એમ વિચારીને પણ, દુ:ખને કારણે અને સુંદર અન્નરૂપ સુખની પ્રાપ્તિની આશામાત્રથી સંયમ ગ્રહણ કરે છે. આવા જીવો માત્ર આવા સુખની ઇચ્છાથી વેશ ગ્રહણ કરે છે, પરંતુ ત્યાં વૈરાગ્ય જેવી વસ્તુ નથી. તેથી સ્થૂલ વ્યવહારથી દીક્ષાગ્રહણ એ વૈરાગ્યનું કાર્ય હોવાથી દીક્ષાગ્રહણને સામે રાખીને વૈરાગ્યનો વ્યવહાર કરેલ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૧
વૈરાગ્યભેદાધિકાર જોકે દુઃખગર્ભિત વૈરાગ્યવાળો દરેક જીવ આવી જ સ્થિતિવાળો હોય છે એવું નથી. સંસારમાં અન્ય વિશેષ ભૌતિક સામગ્રીઓ હોવા છતાં જે અન્ય ક્લેશો છે, તે ક્લેશ વગરના સુખ માટે પણ વર્તમાનમાં દીક્ષા ગ્રહણ કરીને તપ-સંયમમાં યત્ન કરતા હોય તેવા જીવો પણ હોઈ શકે છે.
- અહીં વિશેષ એ છે કે જેને સંસારમાં અન્નમાત્ર દુર્લભ છે તેવા જીવો, તાત્કાલિક ભૌતિક સુખ-અજ્ઞાદિની લાલસાથી જ વૈરાગ્યની ક્રિયા કરે છે; જ્યારે સંસારમાં ભૌતિક સુખો હોવા છતાં હજુ કંઈક ખૂટતું હોવાથી અથવા પરલોકમાં વધુ મેળવવાની ઇચ્છાથી જે જીવો દીક્ષા ગ્રહણ કરે છે, તેઓ ભવિષ્યના ભૌતિક સુખની લાલસામાત્રથી દીક્ષા લે છે. આમ, દુઃખગર્ભિત વૈરાગ્યવાળા આ બંને પ્રકારના જીવો ભૌતિક સુખની ઈચ્છાથી જ દીક્ષા લે છે, પરંતુ તેમાં ભેદ માત્ર એટલો જ છે કે એકને તાત્કાલિક સુખની ઇચ્છા છે જ્યારે અન્યને ભવિષ્યના સુખની ઇચ્છા છે. તથા એકની પાસે કાંઈ જ નથી, જ્યારે અન્યની પાસે કાંઈક થોડું છે, અને થોડું ખૂટે છે તેની પ્રાપ્તિની ઇચ્છા છે. I-ળા અવતરણિકા -
હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે -
कुशास्त्राभ्याससम्भूतं, भवनैर्गुण्यदर्शनात् ।
मोहगर्भ तु वैराग्यं, मतं बालतपस्विनाम् ।।८।। અન્વયાર્થ:
મવર્નમુદ્િર્શનાત્ ભવના નૈગૃષ્ણના દર્શનથી પતિતપસ્વિનામ્ બાલતપસ્વીઓને શાસ્ત્રાગારભૂત કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ મોહનર્મ તુ વૈરાચં મત મોહગર્ભિત જ વૈરાગ્ય મનાયેલ છે. I૬-૮ શ્લોકાર્ચ -
ભવનેગૃષ્ણના દર્શનથી બાલતપસ્વીઓને કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ મોહગર્ભિત જ વેરાગ્ય મનાયેલ છે. I-I ભાવાર્થ :
સંસારી જીવને કોઈક શાસ્ત્રના પઠનથી કે કોઈક ગુરુના ઉપદેશથી જ્યારે
Page #191
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૭૨ સંસારનું સાચું સ્વરૂપ જાણવા મળે છે ત્યારે, તેને આ સંસાર નિર્ગુણ ભાસે છે અને તેથી જીવને વૈરાગ્ય થાય છે; અને કુશાસ્ત્રના અભ્યાસના કારણે આત્મા અને શરીરાદિને સર્વથા પૃથક માને છે, છતાં આત્માને સદા સ્થિર એક જ સ્વભાવવાળો અને એકાન્ત નિત્ય માનવાથી, આ ભવના જે પ્રપંચો દેખાય છે તે આત્માના નથી પરંતુ પુદ્ગલના છે, એ પ્રમાણેની એકાન્ત બુદ્ધિ થાય છે. તેથી પદાર્થના અનેકાન્ત સ્વરૂપને નહીં સ્વીકારવાનો અસદ્ગહ વર્તે છે, જે મોહસ્વરૂપ હોવાથી આવો વૈરાગ્ય મોહગર્ભિત મનાય છે.
તે રીતે કેટલાક દર્શનવાળા આત્માને એકાંત ક્ષણિક માને છે, તેથી તેઓને પણ ભવનૈગૃષ્ણના દર્શનને કારણે થયેલો વૈરાગ્ય મોહગર્ભિત જ છે; કેમ કે પ્રામાણિક પ્રજ્ઞાથી જોવામાં આવે તો આત્મા દ્રવ્યરૂપે નિત્ય હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. તેથી આત્માને પરિણામી સ્વીકારે તેવી નિર્મળ દષ્ટિ મોહગર્ભિત વૈરાગ્યવાળાને નથી.
આવો વૈરાગ્ય બાલતપસ્વીઓને હોય છે, એ કથનનો ભાવ એ છે કે, જેઓને તત્ત્વાતત્ત્વનો વિવેક નથી, અને તેથી જ સ્યાદ્વાદને જાણ્યા વિના કેવળ તપ કરવાની વૃત્તિથી જેઓ તપ કરે છે, તેઓ તત્ત્વના વિષયમાં અને તપના વિષયમાં વિવેકરહિત હોવાને કારણે બાલ જેવા છે, તેથી તેઓ બાલતપસ્વી છે. આવા જીવોને ભવનૈગુણ્યનું દર્શન હોવા છતાં કુશાસ્ત્રના અભ્યાસને પ્રરણે તત્ત્વના વિષયમાં વિપર્યાસ હોય છે, તેથી આવા બાલતપસ્વીઓને થતો વૈરાગ્ય મોહગર્ભિત છે, એમ કહેલ છે.
આમ છતાં, એકાન્ત ક્ષણિકવાદી કે એકાન્ત નિત્યવાદી એવા જીવોનો વૈરાગ્ય પણ નિમિત્તને પામીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બની શકે છે. તેનું કારણ એ છે કે તેઓમાં રહેલો વિપર્યાસ અતિદઢ નથી. અને જેમાં વિપર્યાય અતિદઢ છે તેઓનો મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બનતો નહીં હોવાથી મોક્ષનું કારણ બની શકતો નથી. II૬-૮ll અવતરણિકા :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે અન્યદર્શનવાળા એવા બાલતપસ્વીઓને મોહગર્ભિત વૈરાગ્ય છે. હવે સ્વદર્શનમાં પણ કોને મોહગર્ભિત વૈરાગ્ય છે, તે બતાવવા કહે છે -
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૩
વૈરાગ્યભેદાધિકાર
सिद्धान्तमुपजीव्यापि, ये विरुद्धार्थभाषिणः ।
तेषामप्येतदेवेष्टं, कुर्वतामपि दुष्करम् ।।९।। અન્વયાર્થ :
સિદ્ધાન્તમુનીવ્યાપ સિદ્ધાંત ઉપજીવી પણ જેઓ વિદ્ધાર્થભાવળ: વિરુદ્ધ અર્થને બોલનારા છે, ટુરમ્ ર્વતામપિ તેવામાં દુષ્કર એવા ચારિત્રને કરતા એવા પણ તેઓને પણ પતવ આ જ=મોહગર્ભિત વૈરાગ્ય જ, પુષ્ટ ઈષ્ટ છે.
Iઉ-લા
નોંધ :
(૧) સિદ્ધાન્તમુપની વ્યાજિ” જેઓ જૈન નથી તેઓને તો મોહગર્ભિત વૈરાગ્ય હોઈ શકે, પરંતુ સિદ્ધાંત ઉપજીવી પણ જે જૈન સાધુઓ ઉસૂત્ર પ્રરૂપણા કરે છે, તેઓને પણ મોહગર્ભિત વૈરાગ્ય છે, એમ અત્રે ”િ થી સમુચ્ચય કરવાનો છે.
(૨) “તેવામ” – જેઓ જૈનદર્શનને અનુસરતા નથી, તેઓનો વૈરાગ્ય તો મોહગર્ભિત છે જ, પરંતુ જેઓ જૈનદર્શનને અનુસરતા હોવા છતાં શાસ્ત્રવિરુદ્ધ વચનો બોલે છે, તેઓનો પણ વૈરાગ્ય મોહગર્ભિત છે, એમ જ થી સમુચ્ચય કરવાનો છે.
(૩) “પુર્વતામ” કે જેઓ દુષ્કર એવા ચારિત્રને પાળતા નથી, તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે, પરંતુ દુષ્કર ચારિત્રને કરતા એવાનો પણ વૈરાગ્ય મોહગર્ભ હોઈ શકે, એમ “જિ” થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ધ :
સિદ્ધાંત ઉપજીવી પણ જેઓ વિરુદ્ધ અર્થને બોલનારા છે, દુષ્કર એવા ચારિત્રને કરતા એવા પણ તેઓને પણ મોહગર્ભિત વેરાગ્ય જ ઈષ્ટ છે. I-લા ભાવાર્થ -
જૈનદર્શનના સિદ્ધાંતોને સ્વીકારીને જેઓ જૈન સાધુ તરીકેનો વેશ ગ્રહણ કરે છે, અને તેના બળથી જ જેઓ ખ્યાતિ પામેલા છે, તેઓ જો તીર્થંકર પરમાત્માએ દર્શાવેલા સ્યાદ્વાદને સ્પષ્ટપણે જાણતા નથી, તે કારણથી જાણતા-અજાણતાં કે વિચાર્યા વગર જ જૈનદર્શનના સિદ્ધાંતની વિરુદ્ધનાં વચનો બોલે, તો તેઓનો આ
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૭૪
વૈરાગ્ય મોહગર્ભિત જ મનાય છે. કેમ કે શાસ્ત્રમાં ગીતાર્થને જ ઉપદેશ આપવાનો અધિકાર આપ્યો છે, અને ગીતાર્થ જ પર્ષદા અને વ્યક્તિવિશેષનો નિર્ણય કરીને ભગવાનના વચનોનો યથાર્થ ઉપદેશ આપી શકે છે. જ્યારે અગીતાર્થ જો સર્વજ્ઞના વચનને બોલવાવાળો હોય તો પણ શાસ્ત્રનો યથાર્થ બોધ નહીં હોવાથી વિરુદ્ધાર્થ બોલે તેવી પૂરી સંભાવના હોય છે. માટે તેવાઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે.
શાસ્ત્રના પૂર્ણ અભ્યાસ બાદ સર્વજ્ઞનું વચન “આ પ્રમાણે જ છે”, એવો નિર્ણય ગીતાર્થ પોતે સ્પષ્ટપણે કરી શકે છે, તેવા ગીતાર્થને જ ઉપદેશનો અધિકા૨ આપેલ છે. અને અગીતાર્થને તો સર્વજ્ઞનાં વચનો બોલવાનો અધિકાર નથી; કેમ કે અતીન્દ્રિય ભાવો તો માત્ર સર્વજ્ઞના જ્ઞાનનો જ વિષય છે, અને તેમના વચનથી નિર્ણય થયા પછી જ તે વિષયમાં બોલવામાં આવે તો તે યથાર્થ બની શકે. એ સિવાય અનધિકારીને બોલવાની વૃત્તિ થાય તો તે તેમનો અસગ્રહ જ છે, કેમ કે ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ સ્વરુચિથી ઉપદેશ વગેરેની પ્રવૃત્તિ કરવી તે દોષરૂપ છે. આમ છતાં, તે ઉપદેશાદિની પ્રવૃત્તિ ધર્મબુદ્ધિથી કરતો હોય તો તે અસગ્રહ રૂપ છે, અને તેવો અસગ્રહવાળો જીવ ભવને નિર્ગુણ માનીને દુષ્કર તપાદિ કરતો હોય તો પણ તેનો વૈરાગ્ય મોહગર્ભિત છે.
આમ છતાં, ક્યારેક વિશેષ દેશકાળમાં જ્યારે ગીતાર્થોની પ્રાપ્તિ દુર્લભ હોય ત્યારે, બોલવાની શક્તિવાળા ઉપદેશ ન આપે તો પ્રવર્તમાન વ્યવસ્થા ટકી શકે તેમ ન હોય તો, તેવા સંયોગોમાં શાસ્ત્ર પ્રમાણે આચરણા કરવાની વૃત્તિવાળા જીવોએ અપવાદથી પણ ઉપદેશમાં યત્ન કરવો પડે. ત્યારે પણ જેટલો પદાર્થ પોતાને નિર્ણિત હોય તેટલો માત્ર જ કહેવા યત્ન કરવો જોઈએ, એ સિવાય ઉપદેશાદિની પ્રવૃત્તિ કરતો હોય તો મોહગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવાની સંભાવના છે. ૬-લા અવતરણિકા :
પૂર્વના શ્લોકમાં કહ્યું કે સિદ્ધાંત ઉપજીવી એવા પણ સિદ્ધાંત વિરુદ્ધ વચનો બોલનારા જીવો, દુષ્કર તપ-સંયમમાં યત્ન કરતા હોય તો પણ તેમને મોહગર્ભિત વૈરાગ્ય છે. તો પ્રશ્ન થાય કે આવા જીવો લોક્ના અનુગ્રહની બુદ્ધિથી ઉપદેશમાં યત્ન કરે છે તે તેમનો શુભભાવ તો છે, પરંતુ અજ્ઞાનને કારણે વિરુદ્ધાર્થનું પ્રરૂપણ થાય છે; તો શું તેઓનો આ શુભભાવ તેમના હિતનું કારણ ન બને ? તેના નિરાકરણ માટે કહે છે
-
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૫
વૈરાગ્યભેદાધિકાર संसारमोचकादीना-मिवैतेषां न तात्त्विकः ।
शुभोऽपि परिणामो य-ज्जाता नाज्ञारुचिस्थितिः ।।१०।। અન્વયાર્થ:
સંસારમોરારીનામ સંસારમોચકાદિની જેમતેષામ્ આ લોકોનો=સિદ્ધાંત ઉપજીવી એવા વિરુદ્ધાર્થ બોલનારાઓનો રામ: ૩ પરિણામ શુભ પણ પરિણામ ન તત્ત્વિ તાત્ત્વિક નથી. જે કારણથી ૩જ્ઞાવિરતિન ગતિ આજ્ઞારુચિની સ્થિતિ પેદા થઈ નથી આત્મામાં આજ્ઞા પ્રત્યેની રુચિનું અવસ્થાન થયું નથી. 19૧ણી. શ્લોકાર્થ :
આ સંસારમાંચકાદિની જેમ સિદ્ધાંત ઉપજીવી એવા વિરુદ્ધ બોલનારાઓનો શુભ પણ પરિણામ તાત્વિક નથી, જે કારણથી આત્મામાં આજ્ઞા પ્રત્યેની રુચિનું અવસ્થાન થયું નથી. I૬-૧૦ના ભાવાર્થ :
સંસારમોચકમતવાળા એમ માને છે કે, દરેક જીવના સંસારના ભવો નિશ્ચિત જ છે, અને જે જીવો સંસારમાં દુઃખથી પીડાતા હોય તેઓને જલદીથી મારી નાંખવામાં આવે, તો તેમનો એક ભવ જલદી પૂરો થાય. તેથી તેઓનો એક ભવ ઓછો થાય અને તેઓનો મોક્ષ જલદી થાય. અહીં દુઃખવાળા ભવથી છોડાવીને જલદી મોક્ષમાં મોકલવાનો તેઓનો આશય શુભ છે, અને મારવાનો પણ અન્ય કોઈ આશય નથી. તેમ છતાં, તત્ત્વથી આ શુભ પરિણામ પણ શુભ નથી જ, કેમ કે વિવેકી જીવે તો દુઃખથી પીડાતા જીવોને આશ્વાસન આપીને શુભ પરિણામ થાય તેવો યત્ન કરવો જોઈએ, તેને બદલે તેને મારવાનો યત્ન કરવામાં આવે, તો તે દુઃખી જીવોને દુર્બાન આદિ થાય અને તેથી ક્લિષ્ટ કર્મબંધ તથા સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ અવિવેકને કારણે સંસારમોચકમતવાળાઓ તે પરિણામને શુભ પરિણામ માને છે, તે પરમાર્થથી અશુભ જ છે.
તે જ રીતે ભગવાનના શાસનમાં દીક્ષા ગ્રહણ કરીને પોતાની રુચિ પ્રમાણે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ જેઓ કરે છે, તેઓને ભગવાનની આજ્ઞાની રુચિ નથી; અને જેમને ભગવાનની આજ્ઞાની રુચિ નથી, તેઓની તપ-સંયમની સર્વ ક્રિયા પણ
Page #195
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૭૬ શુભ પરિણામરૂપ નથી. કેમ કે ચિત્તમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ પોતાની રુચિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો અસહ છે. તેથી જેમ સંસારમોચકમતવાળાઓનો સ્થૂલથી જોઈએ તો શુભ આશય છે, પરંતુ વિવેક વગરનો હોવાથી અશુભ છે; તેમ ભગવાનના વચનથી વિરુદ્ધ બોલનારાઓનો તપ-સંયમનો પરિણામ પણ ચૂલથી શુભ દેખાય તો પણ, અસદ્ગહરૂપ અવિવેકથી દુષ્ટ હોવાને કારણે અશુભરૂપ જ છે.
આથી જ આવા જીવો તપ-સંયમ કરીને પણ અનેક જીવોને ઉત્સુત્ર ભાષણ દ્વારા ઉન્માર્ગમાં પ્રવર્તાવીને દુર્લભબોધિ બને છે. li૬-૧૦ના અવતરણિકા :
શ્લોક-૮ માં અન્યદર્શનમાં રહેલા અને શ્લોક-૯ માં સ્વદર્શનમાં રહેલા મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું સ્વરૂપ બતાવ્યું. હવે ભવનગૃષ્ણના દર્શનને કારણે તેઓમાં દેખાતો ઉપશમ પણ તત્ત્વથી અનર્થરૂપ છે, તે બતાવે છે -
अमीषां प्रशमोऽप्युच्चै-र्दोषपोषाय केवलम् ।
अन्तर्निलीनविषम-ज्वरानुद्भवसन्निभः ।।११।। અન્વયાર્થ
સન્તર્નિનીનવિષમજ્વરનુમત્તિમાં શરીરની અંદરમાં નિલીન થયેલા વિષમજ્વરના અનુભવ જેવો ૩મીષાં આ લોકોનો-મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનો પ્રશમોડપિ પ્રશમ પણ વેશ્વતમ્ રોષપોષાય કેવળ અત્યંત દોષ પોષવા માટે છે. II૬-૧૧ના નોધ :
“પ્રશમોડજિ” માં 3નો ભાવ એ છે કે આ લોકોની ક્રિયા અને વૈરાગ્ય તો દોષના પોષણ માટે છે જ, પરંતુ પ્રશમ પણ કેવળ દોષના પોષણ માટે છે. શ્લોકાર્થ :
શરીરની અંદરમાં નિલીન થયેલા વિષમજ્વરના અનુભવ જેવો મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનો પ્રશમ પણ કેવળ અત્યંત દોષ પોષવા માટે છે.
I૬-૧૧||
Page #196
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યભેદાધિકાર
૧૭૭ ભાવાર્થ -
મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈક અતત્ત્વ પ્રત્યે આગ્રહવાળા હોય છે. જો તેઓનો આગ્રહ અનિવર્તનીય હોય તો તે આગ્રહને કારણે જ ભાવિમાં કષાયોનો ઉદ્ભવ થવાનો છે. તેથી આવા જીવો જે તપ-સંયમાદિની ક્રિયા કરે છે અને તેના કારણે તેઓના કષાયો કાંઈક શાંત દેખાય છે, તે પણ કેવલ દોષ પોષવા માટે જ છે.
જેમ કોઈને પ્રગટ થયેલો જ્વરનો રોગ ઔષધિવિશેષથી દબાવી દેવામાં આવે તો થોડા કાળ માટે જ્વર દેખાય નહિ, પરંતુ જ્યારે તે ઔષધિની અસર દૂર થાય છે, ત્યારે અંદરમાં દબાયેલો જ્વરનો રોગ પોતાના વિકારોને દેખાડે છે. તેથી જેમ રોગનો નાશ કર્યા વગર દબાવેલો રોગ ફરી ઉદ્ભવ પામે છે, તેમ અસત્ પદાર્થોનો આગ્રહ નાશ કર્યા વગર બાહ્યક્રિયાથી કરાયેલો પ્રશમ ફરી કષાયોના ઉદયવાળો થાય છે, અને તેઓમાં રહેલો આવો ઉપશમ બીજા જીવોને આકર્ષીને પોતાના વિપરીત માર્ગ પ્રત્યે રુચિ કરાવીને સન્માર્ગના નાશરૂપ દોષ પોષવાનું કારણ બને છે. તેથી તેઓનો પ્રશમનો પરિણામ સન્માર્ગના નાશનું કારણ બને છે, અને તેઓને પણ તે પ્રશમના ફળરૂપે સંસારના ઉચ્છેદની પ્રાપ્તિ થતી નથી. કેમ કે પ્રશમને સાનુબંધ બનાવવાનું કારણ તત્ત્વની રુચિ છે, અને આવા જીવોને ભગવાનની આજ્ઞારૂપ તત્ત્વની રુચિ થઈ નહીં હોવાથી, તત્ત્વરુચિ વગરના જીવોની બાહ્ય આચરણારૂપ સુંદર ક્રિયાઓ, અને કષાયના શમનરૂપ અંતરંગ પરિણામો પણ તત્ત્વથી અફળ છે, અર્થાત્ નિષ્ફળ છે. I૬-૧૫ અવતરણિકા -
હવે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવને કેવા પ્રકારના ભાવો વર્તતા હોય છે, તે બતાવે છે -
कुशास्त्रार्थेषु दक्षत्वं, शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छन्दता कुतर्कश्च, गुणवत्संस्तवोज्झनम् ।।१२।। आत्मोत्कर्षः परद्रोहः, कलहो दम्भजीवनम् । आश्रवाच्छादनं शक्त्युल्लङ्घनेन क्रियादरः ।।१३।।
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૭૮
गुणानुरागवेधुर्य-मुपकारस्य विस्मृतिः ।
अनुबन्धाद्यचिन्ता च प्रणिधानस्य विच्युतिः । । १४ ।।
1
श्रद्धामृदुत्वमौद्धत्य-मधैर्य्यमविवेकिता । वैराग्यस्य द्वितीयस्य, स्मृतेयं लक्षणावली ।। १५ ।।
અન્વયાર્થ :--
શાસ્ત્રાર્યેષુ મત્તું કુશાસ્ત્રોમાં દક્ષપણું=નિપુણતા, શાસ્ત્રાર્યેષુ વિપર્યયઃ શાસ્ત્રાર્થમાં વિપર્યાસ, સ્વચ્છન્નતા સ્વચ્છંદતા તર્વક્ષ્ય અને કુતર્ક, મુળવત્સતવોનમ્ ગુણવાળાના સંસ્તવનું ઉંજન=ગુણવાળાની પ્રશંસાનો અભાવ, II૬–૧૨॥
આત્મોત્વ: આત્માનો ઉત્કર્ષ=બીજા કરતાં પોતાને ઊંચો બતાવવા પોતાના જ ગુણની પ્રશંસા, પરદ્રોહ: અન્યનો દ્રોહ, નહઃ કલહ, તમ્મનીવનમ્ દંભથી જીવવું, શ્રવાતનું આશ્રવનું આચ્છાદન=પોતાની પાપપ્રવૃત્તિને ઢાંકવાની વૃત્તિ, શવસુલવૅનેન-યિાવરઃ શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર=પરિણામ નિરપેક્ષ બાહ્ય આચરણામાત્રમાં ધર્મબુદ્ધિને કારણે શક્તિનિરપેક્ષ બાહ્ય આચરણામાં યત્ન,
||૬-૧૩॥
મુળાનુરામવર્ણમ્ ગુણાનુરાગનું વૈધુર્ય=અભાવ,૩૫ારણ્ય વિસ્મૃતિઃ ઉપકારની વિસ્મૃતિ, અનુવન્ધાથચિન્તા અનુબંધાદિની અચિંતા,ળિધાનસ્થ વિદ્યુતિઃ પ્રણિધાનની વિચ્યુતિ=અભાવ, II૬–૧૪||
શ્રદ્ધામૃત્તુત્વમ્ શ્રદ્ધાનું મૃદુપણું=અલ્પતા,ઞૌદ્ધત્યમ્ ઉદ્ધતાઈ, ધૈર્યવિવેવિતા અધૈર્ય અને અવિવેકીપણું યં આ દ્વિતીયસ્ય વૈરાગ્યસ્થ બીજા વૈરાગ્યની=મોહગર્ભિત વૈરાગ્યની તાળાવતી મૃતા લક્ષણાવલી કહેવાયેલી છે= સ્વરૂપ છે. ||૬-૧૫ શ્લોકાર્થ :
કુશાસ્ત્રોમાં દક્ષપણું=નિપુણતા, શાસ્ત્રાર્થમાં વિપર્યાસ, સ્વચ્છંદતા અને કુતર્ક, ગુણવાનના સંસ્તવનું ઉંજન=પ્રશંસાનો અભાવ, આત્માનો ઉત્કર્ષ=બીજા કરતાં પોતાને ઊંચા બતાવવા માટે પોતાના જ ગુણોની પ્રશંસા, અન્યનો દ્રોહ, કલહ, દંભથી જીવવું, આશ્રવનું આચ્છાદન=પોતાની પાપપ્રવૃત્તિને ઢાંકવાની વૃત્તિ, શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર=પરિણામનિરપેક્ષ બાહ્ય આચરણામાત્રમાં ધર્મબુદ્ધિને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૯
વૈરાગ્યભેદાધિકાર કારણે શક્તિનિરપેક્ષ બાહ્ય આચરણામાં યત્ન, ગુણાનુરાગનું વૈધુર્ય=અભાવ, ઉપકારની વિસ્મૃતિ, અનુબંધાદિની અચિંતા, પ્રણિધાનની વિશ્રુતિ અભાવ, શ્રદ્ધાનું મૃદુપણું અલ્પતા, ઔદ્ધત્ય=ઉદ્ધતાઈ, અશૈર્ય અને અવિવેકીપણું, આ બીજા વૈરાગ્યની=મોહગર્ભિત વૈરાગ્યની, લક્ષણાવલી કહેવાયેલી છે=આ બીજા વૈરાગ્યનું સ્વરૂપ છે. ll૧-૧૨/૧૩/૧૪/૧પણા ભાવાર્થ :
મોહગર્ભિત વૈરાગ્યવાળા કેટલાક જીવો પ્રજ્ઞાપનીય હોય છે તથા કેટલાક અપ્રજ્ઞાપનીય હોય છે. પ્રજ્ઞાપનીય જીવો સામગ્રી પ્રાપ્ત થતાં જ્ઞાનગર્ભવૈરાગ્યવાળા બની શકે છે, અને ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસને પામે છે. જ્યારે અપ્રજ્ઞાપનીય જીવોમાં બહુલતાએ નીચે દર્શાવેલ દોષો સંભવે છે.
૧. કુશાસ્ત્રમાં દક્ષતા :- આવા જીવો ધર્મની વૃત્તિવાળા હોય છે, પણ જ્યાં પોતાની મતિ જ નિવિષ્ટ છે તે એકાન્તવાદમાં જ દઢ પ્રતિબંધવાળા હોય છે. તેથી પોતાની મતિને અનુરૂપ એકાન્તવાદરૂપ જે કુશાસ્ત્રાર્થ છે, તેમાં જ તેમની બધી બુદ્ધિ વપરાતી હોવાને કારણે તેમાં જ તેઓ નિપુણ હોય છે. .
૨. શાસ્ત્રાર્થમાં વિપર્યાસ:- શાસ્ત્રના વિષયમાં તેમને વિપર્યાસ હોય છે, કેમ કે જ્યાં પોતાની મતિ અત્યંત રુચિવાળી હોય છે તેનાથી વિરુદ્ધ એવાં શાસ્ત્રવચનોને, ગમે તે રીતે પોતાની રુચિ તરફ જ લઈ જવાની મનોવૃત્તિવાળા હોય છે.
૩. સ્વચ્છંદતા અને કુતર્ક - આવા જીવોને ભગવાનના વચનને પરતંત્ર રહીને હિત સાધવાની વૃત્તિ હોતી નથી. તેથી ગુણવાન વ્યક્તિને તેઓ પરતંત્ર રહેતા નથી, પરંતુ પોતાની રુચિ પ્રમાણે ધર્મમાં યત્ન કરવાની વૃત્તિવાળા હોય છે. આથી તેઓમાં સ્વચ્છંદતા છે, તેથી પોતાની માન્યતાથી વિરુદ્ધ કોઈ યુક્તિપૂર્વક કાંઈ બતાવે ત્યારે, સ્વપક્ષનો અત્યંત આગ્રહ હોવાથી તેઓમાં કુતર્ક કરવાની વૃત્તિ વર્તતી હોય છે; અને તે રીતે કુતર્ક દ્વારા પોતાના પક્ષને જ તેઓ સ્થિર કરે છે.
૪. ગુણવાનની પ્રશંસાનો ત્યાગ :- જે લોકો સર્વજ્ઞના વચનને જ પરતંત્ર રહીને પોતાનું હિત સાધતા હોય છે, તેવા ગુણવાન આત્માઓના વિચારોથી તેઓના વિચારો જુદા પડતા હોય છે; વળી પોતાની માન્યતાનો પક્ષપાત હોવાથી તેવા ગુણસંપન્ન આત્માની તેઓ પ્રશંસા કરતા નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૮૦ ૫. આત્માનો ઉત્કર્ષ :- ગુણવાન આત્માઓના સંયમપાલન કરતાં પોતે વધુ ઊંચા સંયમને પાળનારા છે તે જાતની તેમની મતિ હોવાથી, તેઓ પોતાનો ઉત્કર્ષ લોકો સમક્ષ બતાવે છે, અને ગુણવાનની હીનતા બતાવે છે.
૬. પરનો દ્રોહ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવ પાસે જે કોઈ પોતાના કલ્યાણના અર્થે આવે છે તેને તેઓ ભગવાનનો માર્ગ બતાવતા નથી, અને પોતાની રુચિ પ્રમાણેના માર્ગને બતાવે છે. આ રીતે તેમના પર વિશ્વાસ મૂકનારનો તેઓ દ્રોહ કરે છે.
૭. કલહ :- ગુણવાન આત્મા ક્યારેક હિતબુદ્ધિથી તેમને કહે કે આ સંસારમાં ભગવાનની આજ્ઞાથી જ વિસ્તાર થાય છે, પરંતુ યથેચ્છ રીતે સેવાતા તપસંયમથી નિસ્તાર થતો નથી; ત્યારે તેમની સાથે તેઓ કલહ કરે છે કે શું તમે જ ભગવાનની આજ્ઞા મુજબ ચાલો છો ? અમે નથી ચાલતા ? એમ કહીને રોષ અભિવ્યક્ત કરે છે.
૮. દંભી જીવન :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો પોતાની રુચિ પ્રમાણે બાહ્ય ચરણાઓ કરતા હોવા છતાં, પોતે ભગવાનના વચનાનુસાર જ આચરણાઓ કરે છે, તેવો ભાવ બતાવવા માટે સર્વત્ર યત્ન કરે છે, તે તેઓનું દંભજીવન છે.
૯. આશ્રવનું છાદન - મોહગર્ભિત વૈરાગ્યવાળાજીવો પોતાનાં પાપો બહાર ન દેખાય તેવો યત્ન કરીને પોતાના પાપોને ઢાંકે છે. વાસ્તવિક રીતે જિનાજ્ઞા વિરુદ્ધ તેઓની જે પ્રવૃત્તિ છે, તે આશ્રવરૂપ છે. આમ છતાં, તેઓ પોતાની વિપરીત પ્રવૃત્તિને ભગવાનના વચનાનુસાર જ છે, તેમ બતાવે છે, તે પોતાના આશ્રવને ઢાંકવાની ક્રિયારૂપ છે.
૧૦. શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર - મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો સંસારથી વિરક્ત હોય છે, અને તેના કારણે જ ધર્મઅનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારા હોવા છતાં, તત્ત્વને જોવાને બદલે પોતાની રુચિ પ્રમાણે જ ધર્મ કરવાની મનોવૃત્તિ તેઓમાં હોય છે. આથી જ બાહ્ય ક્રિયાઓ પરિણામની વૃદ્ધિ દ્વારા જ મોક્ષનું કારણ બને છે એમ શાસ્ત્ર કહે છે છતાં, પરિણામને નિરપેક્ષ બાહ્ય ક્રિયાઓમાં તેઓને રુચિ હોય છે. આથી જ પોતાની શક્તિને અતિક્રમીને બાહ્ય ક્રિયામાં યત્ન કરતાં હોવાથી, ઘણી વખત આર્તધ્યાન પણ થાય છે; છતાં બાહ્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
વૈરાગ્યભેદાધિકાર આચરણામાં રુચિ હોવાથી તે આર્તધ્યાનના પરિણામનિરપેક્ષ ક્રિયામાં જ આદરવાળા હોય છે, તે જ તેમનો મોહ છે; અને તે મોહને કારણે જ તેઓ મોહગર્ભિત વૈરાગ્યવાળા છે.
૧૧. ગુણાનુરાગનો અભાવ :- મોહગર્ભિત વૈરાગ્યવાળાને પોતાને જે સ્થાનમાં રુચિ હોય છે ત્યાં જ બદ્ધ મનોવૃત્તિ હોય છે. તેથી પોતાની રુચિથી વિપરીત, ભગવાનના વચનાનુસાર ચાલનારા એવા ગુણવાન પુરુષો પ્રત્યે પણ તેઓને અનુરાગ થતો નથી, પરંતુ પોતાની મનોવૃત્તિ પ્રમાણે જે લોકો ધર્મમાં યત્ન કરે છે, તેમના પ્રત્યે જ અનુરાગવાળા હોય છે. આમ, મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોમાં ગુણાનુરાગનો અભાવ હોય છે.
૧૨. ઉપકારની વિસ્મૃતિ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો મોક્ષની ઇચ્છાવાળા હોવા છતાં, તેઓને અતત્ત્વમાં આગ્રહ પેદા થવાથી અસદ્ગત નિયામક પ્રબલ કષાય વર્તતો હોય છે; અને તેને કારણે ગુરુ આદિ સાથે વિચારનો ભેદ થાય ત્યારે, ગુરુએ પોતાના પર કરેલા ઉપકારને પણ ભૂલી જાય છે; અને આથી જ તેમનાં હિતકારી વચનોની પણ ઉપેક્ષા કરીને તેમની ક્ષતિઓ કાઢવા પ્રયત્ન કરે છે. જેમ જમાલી મોહગર્ભિત વૈરાગ્યને પામ્યા પછી પ્રભુ વીરના સત્ય વચનને પણ અસત્યરૂપે સ્થાપવા યત્ન કરે છે.
૧૩. અનુબંધાદિની અચિંતા :- સર્વજ્ઞના વચનની તીવ્ર રુચિપૂર્વક સત્ ક્રિયાઓ કરવામાં આવે તો જ સાનુબંધ થાય છે, જ્યારે મોહગર્ભિત વૈરાગ્યવાળાઓને ભગવાનના વચનની રુચિ નથી હોતી. ક્વચિત્ જૈનશાસનમાં વર્તતા હોય અને માનતા હોય કે આપણને ભગવાનના વચન પ્રત્યે રુચિ છે, તો પણ સ્વમતિથી નિર્મીત પદાર્થ પ્રત્યે જ તેઓની રુચિ હોય છે, તેથી જ તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત બને છે. અને તેવા જીવોને ખરેખર આ મારું અનુષ્ઠાન ક્રમસર વૃદ્ધિને પામીને મોહના નાશનું કારણ બને, તે પ્રકારની સૂક્ષ્મ વિચારણા હોતી નથી. આથી જ તેઓનું અનુષ્ઠાન નિરનુબંધ બને છે. તેથી અનુબંધાદિની અચિંતા એ પણ મોહગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ છે.
૧૪. પ્રણિધાનની વિશ્રુતિ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને પોતાની ક્રિયાઓ દ્વારા આ સંસારસાગરથી પાર પામવું છે, એવું પ્રણિધાન હોતું નથી. તેઓને સર્વજ્ઞના વચન પ્રત્યે રુચિ નથી હોતી; આથી સ્થૂલ દૃષ્ટિથી મારે સંસારથી તરવું છે એવો સંકલ્પ હોવા છતાં, સંસારથી તરવાના ઉપાયથી વિરુદ્ધ પોતાની G-૧૪
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અધ્યાત્મસાર માન્યતા પ્રત્યે બળવાન રુચિ હોવાને કારણે, તેઓનો સંસાર તરવાનો સંકલ્પ પણ પ્રણિધાન આશયરહિત હોય છે. આમ, પૂર્વમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયો હોય અને પછી અસગ્રહને કારણે મોહગર્ભિત વૈરાગ્ય બન્યો હોય, તો પૂર્વેનું સંસાર તરવાના આશયરૂપ પ્રણિધાન નાશ પામે છે, તે પ્રણિધાનની વિસ્મૃતિ છે.
૧૫. શ્રદ્ધામાં અલ્પતા :- શ્રદ્ધા એટલે અતીન્દ્રિય ભાવોમાં ભગવાનના વચન પ્રત્યે તીવ્ર રુચિ, અને આવી શ્રદ્ધાવાળો જીવ હંમેશાં ભગવાનની આજ્ઞાને નિર્મળ બુદ્ધિથી જાણવા યત્ન કરે છે, તથા જાણીને પછી શક્તિ અનુસાર આચરવા યત્ન કરે છે. પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ભગવાનના વચન પ્રત્યે જ તીવ્ર રુચિ હોતી નથી. આથી જ પોતાની રુચિને અનુકૂળ ભગવાનનાં જે વચનો હોય તેને ગ્રહણ કરીને, પોતે ભગવાનના જ વચનને માને છે તેવી માન્યતા તેઓમાં વર્તતી હોય છે. વાસ્તવિક રીતે ભગવાનના વચન પ્રત્યે રુચિવાળો જીવ પોતાને અજાણતાં પણ ભગવાનના વચનથી વિપરીત ગ્રહણ ન થાય તે રીતે જ ભગવાનના વચનને જાણવા યત્ન કરે છે. પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવાનના વચનને સ્વરુચિ પ્રમાણે જોડવા યત્ન કરે છે, આ જ તેમની શ્રદ્ધાની અલ્પતા છે.
૧૬. ઉદ્ધતાઇ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અસદ્ગહ હોવાને કારણે જ્યારે ગીતાર્યાદિ તેમને ભગવાનની આજ્ઞાનું મહત્ત્વ બતાવે છે, ત્યારે તેઓ કહે છે કે શું અમે ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી કરતા ? એમ કહીને ભગવઆજ્ઞાનિરપેક્ષ પોતાની પ્રવૃત્તિને તેઓ પુષ્ટ કરે છે, તે તેમની ઉદ્ધતાઇ છે.
૧૭. અધૂર્ય :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો પૈર્યપૂર્વક ભગવાનના વચનોને સમજવાનો યત્ન કરતા નથી, પરંતુ કષાયોને વશ થઈને પોતાની રુચિ પ્રમાણે જ પદાર્થોને જોડવા યત્ન કરે છે, તે તેમનું અવૈર્ય છે.
અહીં વિશેષ એ છે કે જે જીવમાં ધૈર્ય હોય તે જીવ કદાચ કોઇ સ્થાનમાં ભગવાનના વચનને સમજી ન શકે, તો પણ ધીરજપૂર્વક તત્ત્વને જાણવા માટે યત્ન કરતો હોય ત્યારે, તેના બોધથી વિપરીત બોધ થયેલો હોય તો પણ, કોઈ તેને સાચો માર્ગ બતાવનાર મળે તો તેને સમજવા માટે ધીરતાપૂર્વક પ્રયત્ન કરે છે; કારણ કે તે તત્ત્વનો અર્થ છે. જ્યારે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો તત્ત્વને જોવામાં મોહવાળા હોવાથી અતત્ત્વભૂત એવી પોતાની માન્યતામાં જ રુચિને ધારણ કરીને તત્ત્વને જોવામાં યત્ન કરતા નથી. તે જ તેઓનું અવૈર્ય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૩
વૈરાગ્યભેદાધિકાર ૧૮. અવિવેકિતા :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અસહ હોવાને કારણે તેઓ તત્ત્વાતત્ત્વનો વિવેક કરી શકતા નથી, તેથી જ તેઓ મોક્ષના અર્થી હોવા છતાં મોક્ષને વિરુદ્ધ એવી પોતાની રુચિ તરફ વલણ રાખીને ભગવદુઆજ્ઞાનિરપેક્ષ પ્રવૃત્તિ કરે છે.
મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનાં આ પ્રકારનાં બધાં લક્ષણો છે. પ્રાયઃ કરીને ઉપરોક્ત ભાવોમાંથી ગમે તે ભાવ વ્યક્ત કે અવ્યક્તરૂપે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને હોય છે, તેથી તેમનો વૈરાગ્ય અતત્ત્વભૂત છે. II૬-૧૨/૧૩/૧૪/૧પણા અવતરણિકા :
હવે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કોને હોય છે, તે બતાવે છે –
ज्ञानगर्भं तु वैराग्यं, सम्यक् तत्त्वपरिच्छिदः ।
स्याद्वादिनः शिवोपाय-स्पर्शिनस्तत्त्वदर्शिनः ।।१६।। અન્યથાર્થ :
સચ તત્ત્વપરિચ્છિઃ તુ વળી સમ્યક તત્ત્વને જાણનારા, ચાદ્વારના સ્યાદ્વાદના જ્ઞાનવાળા, શિવોપાયર્ધાન: મોક્ષના ઉપાયને સ્પર્શનાર, તત્ત્વનિ: તત્ત્વના દર્શી એવા જીવોનો વૈરાગ્યે જ્ઞાનાર્મ વૈરાગ્ય જ્ઞાનગર્ભ છે. I૬-૧૧ાા બ્લોકાર્ય :
વળી સમ્યક તત્ત્વને જાણનારા, સ્યાદ્વાદના જ્ઞાનવાળા, મોક્ષના ઉપાયને સ્પર્શનારા, તત્ત્વના દર્શ એવા જીવોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ હોય છે. I૬-૧ાા ભાવાર્થ :
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ વૈરાગ્યનો ત્રીજો ભેદ છે. જે જીવો સમ્યકુ તત્ત્વના જાણનારા છે, સ્યાદ્વાદી છે, મોક્ષના ઉપાયને સ્પર્શનારા છે તથા તત્ત્વને જોનારા છે, તે જીવોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે.
૧. સમ્યક તત્ત્વનું પરિચ્છેદન કરનારા - જીવની કમરહિત અવસ્થા એ જ જીવ માટે તત્ત્વ છે, અને તે તત્ત્વને યથાર્થ જાણવું તે સમ્યકતત્ત્વનો પરિચ્છેદ છે. આથી જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા જીવો સર્વ કર્મથી રહિત તથા સર્વ બાહ્ય અને આત્યંતર ભાવોથી રહિત એવી સિદ્ધ અવસ્થાને પરમાર્થરૂપે જુએ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૮૪
૨. સ્યાદ્વાદી :- જે લોકોને સમ્યગુ દર્શન પ્રગટ થયું છે તેઓ મોક્ષને પરમાર્થથી જોઈ શકે છે, તેથી તેઓ સમ્યકુ તત્ત્વના જાણનારા છે. તો પણ જ્યાં સુધી સ્યાદ્વાદને ભણીને ગીતાર્થ થયા ન હોય, ત્યાં સુધી સ્યાદ્વાદને પ્રમાણરૂપ માનવા છતાં તેઓને સ્યાદ્વાદી શબ્દથી ગ્રહણ કરવા નથી. પરંતુ જે લોકો સમ્યકત્વ પામ્યા પછી જૈનદર્શનના પદાર્થોને સારી રીતે સમજ્યા છે, તેથી દરેક નયદૃષ્ટિને યથાસ્થાને જોડી શકે છે, તેઓને “સ્યાદ્વાદી' શબ્દથી અહીં ગ્રહણ કરેલ છે. - ૩. શિવોપાયસ્પર્શી :- મોક્ષનો ઉપાય રત્નત્રયીની પરિણતિ છે, અને
સ્યાદ્વાદને સમજ્યા પછી જ્યાં સુધી જીવો તત્ત્વથી ભાવિત બનતા નથી, ત્યાં સુધી રત્નત્રયીની પરિણતિને તેઓ ભાવથી સ્પર્શી શકતા નથી. પરંતુ સ્યાદ્વાદને ભણ્યા પછી જેમનું ચિત્ત સંસારના ભાવોથી વિમુખ થયું હોય અને તાત્ત્વિક ભાવોમાં જ મગ્ન હોય, તેઓ મોક્ષના ઉપાયરૂપ રત્નત્રયીનું સંવેદન કરનારા છે.
૪. તત્ત્વદર્શી - વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો તત્ત્વને જોનારા હોય છે. તેથી અહીં સ્થૂલથી જોતાં એમ લાગે કે સીતત્ત્વપરિચ્છિક શબ્દથી તત્ત્વનઃ નો ભાવ આવી જાય છે. તો પણ તત્ત્વદર્શી શબ્દથી કાંઈક વિશેષ ગ્રહણ કરવું છે, અને તે એ છે કે સમ્યગ્દષ્ટિ પણ “આત્માની શુદ્ધ અવસ્થા એ જ તત્ત્વ છે એમ જાણતો હોવાથી તેને મોક્ષ જ મેળવવા જેવો દેખાય છે” તેમ “સહિતત્ત્વપરિચ્છિ” શબ્દથી બતાવેલ છે, તો પણ અવિરતિનો ઉદય હોય તો ભોગાદિ પદાર્થોની પણ મનોવૃત્તિ તેને થાય છે; જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને તો મોક્ષના અનન્ય ઉપાયભૂત એવી સમતા જ તત્ત્વરૂપે દેખાય છે, તેથી શક્તિના પ્રકર્ષથી સમતાને તત્ત્વરૂપે જોઇને તેને જ પ્રગટ કરવા માટે સુદઢ યત્નવાળા હોય છે. આવો યત્ન સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી, તેથી સમેહતરૂપરિચ્છિક બતાવ્યા પછી વિશેષતા બતાવવા માટે “તત્ત્વના ” વિશેષણ મૂકેલ છે. II૧૬ના અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્યાદ્વાદી વગેરે વિશેષણવાળા જીવોને જ્ઞાનગર્ભવૈરાગ્ય હોય છે. હવે જૈનદર્શનમાં રહેલા સાધુપણાને પાળનારા જીવો વીતરાગ પ્રભુની ઉપાસના કરે છે, તેમણે બતાવેલા તત્ત્વને જાણે છે તથા સ્યાદ્વાદને માને છે અને મોક્ષના ઉપાયભૂત ચારિત્રને પણ પાળે છે, છતાં સ્વ-પરદર્શનનો અભ્યાસ ન હોય તો તેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી, તે બતાવવા માટે કહે છે –
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૫
વૈરાગ્યભેદાધિકાર
मीमांसामांसला यस्य, स्वपरागमगोचरा ।
બુદ્ધ ચાત્તસ્થ વેરાર્થ, જ્ઞાનમુદ્રષ્યતિ પાછા અન્વયાર્થ :
રવપરામપરા સ્વદર્શન-પરદર્શનના આગમના વિષયવાળી, મીમાંસામાંસના મીમાંસાથી તત્ત્વવિચારણાથી, માંસલ=પુષ્ટ થયેલી, એવી વૃદ્ધિઃ બુદ્ધિ વય જેની રચીત હોય તયે તેને જ્ઞાનાર્મ વેરા જ્ઞાનગર્ભ વૈરાગ્ય ૩છ્યતિ પ્રગટે છે. I૧૭ના
* અહીં “બીમાંસામાંસતા' એ સામાસિક પદ છે. શ્લોકાર્ય :
સ્વદર્શન-પરદર્શનના આગમના વિષયવાળી, તત્ત્વવિચારણાથી પુષ્ટ થયેલી એવી બુદ્ધિ જેની હોય, તેને જ્ઞાનગર્ભ વેરાગ્ય પ્રગટે છે. li૬-૧૭TI ભાવાર્થ -
જે જીવો તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને માનતા હોય અને સંયમ ગ્રહણ કરીને તપ-સંયમમાં યત્ન કરતા હોય, તે સર્વને જ્ઞાનગર્ભ વૈરાગ્ય હોય જ એવો નિયમ નથી. પરંતુ સ્વદર્શન અને પરદર્શનના વિષયમાં તત્ત્વ-અત્તત્ત્વને જાણવા માટે જેમણે ઘણો બૌદ્ધિક યત્ન કર્યો છે, અર્થાત્ પોતાની બુદ્ધિ પ્રમાણે સમાલોચના કરી છે, અને તેના કારણે સ્વદર્શનના અને પરદર્શનના પરમાર્થને જેઓ જાણે છે, તેવા આત્માને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય હોય.
અહીં વિશેષ એ છે કે, જ્યાં સુધી સ્વ-પરદર્શનનો અભ્યાસ કરવામાં આવતો નથી, ત્યાં સુધી કયા દર્શનને તત્ત્વરૂપે સ્વીકારવું તે વિષયક જીવમાં પ્રાયઃ કરીને મધ્યસ્થતા પ્રગટતી નથી, પરંતુ જે કુળમાં પોતે જન્મ્યો હોય, તે દર્શન પ્રત્યે જ પ્રાયઃ કરીને તેને રુચિ હોય છે. તેથી તે દર્શનના પક્ષપાતથી જ તે દર્શનનું તેને જ્ઞાન થાય છે. જ્યારે જૈન દર્શનને પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય દર્શનનાં શાસ્ત્રોના પરમાર્થને જાણીને જે મહાત્માઓ જૈન દર્શન પ્રત્યે રાગવાળા છે, તેઓની દર્શન સ્વીકારના વિષયમાં પણ મધ્યસ્થ બુદ્ધિ હોય છે; અને તે તે દર્શનમાં બતાવેલા તે તે નયોને સ્વસ્થાને જોડીને તેઓ સમ્યગ્બોધ કરનારા હોય છે, અને તેઓનું જ જ્ઞાન વાસ્તવિક રીતે પરમાર્થને સ્પર્શનારું છે, અને તેનાથી થયેલ વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. II૬-૧ળા
Page #205
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૮૬ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં જેઓની નિપુણ મતિ છે તેઓને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે જે લોકોએ સ્વ-પરદર્શનનો અભ્યાસ કર્યો નથી, છતાં જેઓ જૈનદર્શન પ્રત્યે રુચિવાળા છે અને તેને જ સમજીને સંયમ ગ્રહણ કરેલું છે તથા સારું સંયમજીવન પાળે છે, તેવા જીવોમાં જે વૈરાગ્ય છે તે જ્ઞાનગર્ભ કેમ નથી ? તેથી કહે છે –
न स्वान्यशास्त्रव्यापारे, प्राधान्यं यस्य कर्मणि ।
नासौ निश्चयसंशुद्धं, सारं प्राप्नोति कर्मणः ।।१८।। અન્વયાર્થ
યચ જેને વાજશાસ્ત્રવ્યાપારે સ્વ-પરના શાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન પ્રધાનતા નથી, પરંતુ) વર્મળ કર્મમાં ચારિત્રાચારની ક્રિયામાં (પ્રધાનતા છે.) ૩.સૌ એ=જીવ વર્મળ કર્મના ચારિત્રાચારની ક્રિયાના, નિશ્વસંશુદ્ધ સારંનિશ્ચયથી સંશુદ્ધ એવા સારને ન પ્રબોતિ પ્રાપ્ત કરી શકતો નથી. II૬-૧૮ શ્લોકાર્થ :
જેને સ્વ-પરના શાસ્ત્રના વ્યાપારમાં પ્રધાનતા નથી, પરંતુ ચારિત્રાચારની ક્રિયામાં પ્રધાનતા છે, એ જીવ ચારિત્રાચારની ક્રિયાના નિશ્ચયથી સંશુદ્ધસારને પ્રાપ્ત કરી શકતો નથી. II૬-૧૮ ભાવાર્થ
જૈન ધર્મમાં દર્શાવેલા ચારિત્રાચારનું પાલન કરતા કેટલાક સંયમધારી જીવોને, સ્વ અને અન્યદર્શનનાં શાસ્ત્રોના અભ્યાસમાં પ્રાધાન્ય નથી હોતું, અને તેઓ વિરતિને જ જ્ઞાનનું ફળ માને છે; અને તેથી પકાયના જ્ઞાન દ્વારા તેના રક્ષણ અર્થે સંયમમાં યત્નશીલ હોય છે તથા તેનાથી જ ભવનો નિસ્તાર થશે એવી બુદ્ધિ વાળા હોય છે.
આમ, તેઓ વિશેષજ્ઞાન પ્રત્યે ઉપેક્ષાવાળા હોય છે, અને વળી કેટલાક આરાધક જીવો સ્વ-પરદર્શનનો શાસ્ત્રાભ્યાસ કરવામાં સમર્થ પ્રજ્ઞાવાળા હોવા છતાં જ્ઞાનનું ફળ વિરતિ જ છે, એમ માનીને ચારિત્રાચારની ક્રિયામાં જ યત્ન કરતા હોય
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૭
વૈરાગ્યભેદાધિકાર
છે, અને પોતાની શક્તિ હોવા છતાં સ્વદર્શનના અને અન્યદર્શનના શાસ્ત્રાભ્યાસમાં યત્ન કરતા નથી. શાસ્ત્ર કહે છે કે, આવા જીવની ચારિત્રાચારના સમ્યક્ પાલનરૂપ જે ક્રિયાઓ છે, તેનો નિશ્ચયસંશુદ્ધ સાર તેઓને પ્રાપ્ત થતો નથી. આ કથનનો આશય એ છે કે, ભગવાનના વચનાનુસાર તે ચારિત્રાચારનું પાલન કરે છે, છતાં નિશ્ચયનયને સંમત એવો ક્રિયાનો પારમાર્થિક સા૨ તેમને પ્રાપ્ત થયો નથી.
અહીં વિશેષ એ છે કે સ્વ અને અન્ય શાસ્ત્રના વ્યાપારથી જ સર્વનયોનો યથાર્થ બોધ થાય છે, અને તેને કા૨ણે કોઈ નય પ્રત્યે પક્ષપાત રહેતો નથી, અને તેથી સર્વનયોને સ્વ-સ્વસ્થાનમાં જોડીને મુનિ ૫૨મ મધ્યસ્થ ભાવને પામે છે. આવા ઉત્તમ જ્ઞાન પ્રત્યે જેને ઉપેક્ષાભાવ છે અને કેવળ ચારિત્રાચાર પ્રત્યે જ આદર છે, તેઓમાં ગુણસ્થાનકની પરિણતિરૂપ ચારિત્ર નથી. તે બતાવવા કહે છે કે તેઓ કર્મનો=ચારિત્રાચારની ક્રિયાનો, નિશ્ચયસંશુદ્ધ સાર પામ્યા નથી.
આમ છતાં, માષતુષમુનિ જેવા અલ્પ સામર્થ્યવાળાને દર્શનશાસ્ત્રનો વ્યાપાર નથી, તો પણ તેઓને સ્વ-૫૨શાસ્ત્રના જ્ઞાનનું પૂરું મહત્ત્વ હોવાથી તેવા જ્ઞાનવાળા ગીતાર્થ ગુરુને પરતંત્ર રહીને ચારિત્રની ક્રિયા કરતા હતા; તેથી ગીતાર્થના જ્ઞાનનું તેમનામાં આરોપણ કરીને તેઓમાં ઉપચારથી જ્ઞાનગર્ભ વૈરાગ્ય માન્યો છે.
||૬-૧૮॥
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્વદર્શન અને પરદર્શનનો અભ્યાસ કરવામાં ઉપેક્ષા કરીને ચારિત્રાચારમાં યત્ન કરનારા જીવો, ચારિત્રાચારની ક્રિયાના નિશ્ચયસંશુદ્ધ સા૨ને પામ્યા નથી, એ જ વાત યુક્તિથી બતાવે છે -
सम्यक्त्वमौनयो: सूत्रे, गतप्रत्यागते यतः । नियमो दर्शितस्तस्मात्, सारं सम्यक्त्वमेव हि ।।१९।।
અન્વયાર્થ :
ચતઃ જે કારણથી સૂત્રે સૂત્રમાં સમ્યવત્ત્વમૌનયોઃ સમ્યક્ત્વ અને મૌનનો ગતપ્રત્યાતે નિયમઃ વકૃિતઃ ગતપ્રત્યાગત વિષયમાં નિયમ દેખાડેલો છે, તસ્માત્ તે કા૨ણથી સમ્યવત્ત્વમ્ વ હિ સારૂં સમ્યક્ત્વ જ સાર છે. ||૬-૧૯૫
* ”િ પાદપૂર્તિ માટે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
જે કારણથી સૂત્રમાં સમ્યકત્વ અને મૌનનો ગતપ્રત્યાગત વિષયમાં નિયમ દેખાડેલો છે, તે કારણથી સમ્યકત્વ જ સાર છે. II૬-૧૯TI ભાવાર્થ -
સિદ્ધાંતમાં સમ્યક્ત અને મૌનનો ગતપ્રત્યાગતનો નિયમ કહ્યો છે. આ નિયમ એ છે કે સમ્યક્ત જાય ત્યારે મૌન જાય, અને સમ્યક્ત્વ આવે ત્યારે મૌન આવે. સમ્યત્વના ગમનથી મૌનનું ગમન થાય એ ગતનો નિયમ છે, અને સમ્યક્તના આગમનથી મૌનનું આગમન થાય એ પ્રત્યાગતનો નિયમ છે.
આ ગત-પ્રત્યાગતના નિયમથી એ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ વગર, મુનિભાવ આવી શકે નહિ. તેથી જેને મુનિભાવ પ્રાપ્ત કરવો હોય તેણે સમ્યકત્વ અવશ્ય પામવું જોઈએ, અને સમ્યકત્વ વગર ચારિત્રાચારની સર્વ બાહ્યઆચરણા કરાતી હોય તો પણ મુનિભાવ નથી, અને નિશ્ચયનયને માન્ય એવું સમ્યકત્વ હોય તો અવશ્ય ચારિત્ર આવે જ છે; કેમ કે નિશ્ચયનય કાર્ય કરતું હોય તેવા જ કારણને, કારણરૂપે સ્વીકારે છે. તેથી જેનામાં સમ્યકત્વ આવે એનામાં અવશ્ય ચારિત્ર આવે, અને જેનામાં સમ્યકત્વ ન હોય તેનામાં ચારિત્રાચારની બધી ક્રિયાઓનું પાલન હોય તો પણ ચારિત્ર નથી. તેથી ચારિત્રનો સાર સમ્યકત્વ જ છે.
આમ કહેવા દ્વારા એ કહેવું છે કે, મોક્ષાર્થીએ નિશ્ચયનયને માન્ય એવા સમ્યકત્વમાં જ યત્ન કરવો જોઈએ. અને નિશ્ચયનયને માન્ય એવા સમ્યકત્વની પ્રાપ્તિથી અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થાય જ છે; કેમ કે સમ્યકત્વ કારણ છે અને ચારિત્ર કાર્ય છે. અને જે કારણ કાર્ય ન કરતું હોય તેને નિશ્ચયનય કારણ જ કહેતું નથી. અને સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય સ્વ-પરદર્શનનો અભ્યાસ છે, તેથી ચારિત્રના સારરૂપ એવા સમ્યક્તની પ્રાપ્તિ અર્થે આત્માર્થીએ સ્વ-પરશાસ્ત્રના અભ્યાસમાં જ પ્રધાનરૂપે યત્ન કરવો જોઈએ. I૬-૧લા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં સમ્યકત્વ અને મૌનની વ્યાપ્તિ સૂત્રમાં કહેલ છે, તેમ દર્શાવવા દ્વારા સમ્યકત્વને ક્રિયાના સારરૂપે બતાવ્યું, હવે સમ્યકત્વ અને મૌનની વ્યાપ્તિને યુક્તિથી બતાવે છે -
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૯
વૈરાગ્યભેદાધિકાર अनाश्रवफलं ज्ञान-मव्युत्थानमनाश्रवः ।
सम्यक्त्वं तदभिव्यक्ति-रित्येकत्वविनिश्चयः ।।२०।। અન્વયાર્થ :
નાશ્રવણ« જ્ઞાન અનાશ્રવ છે ફળ જેને એવું જ્ઞાન છે, ૩નાશ્રવ:. ૩યુત્યાનમ્ અનાશ્રવ એ અવ્યથાનરૂપ છે. સર્વ તત્ ૩ મિટિ સમ્યક્ત્વ તેની=જ્ઞાનની, અભિવ્યક્તિ છે, કૃતિ વિનિય: એથી કરીને (પૂર્વશ્લોકમાં બતાવેલ સમ્યકત્વ અને મૌનના) એકત્વનો વિનિશ્ચય છે. II૬-૨૦ના શ્લોકાર્ય :
અનાશ્રવ છે ફળ જેનું એવું જ્ઞાન છે, અનાશ્રવ એ અવ્યુત્થાનરૂપ છે, સમ્યકત્વ જ્ઞાનની અભિવ્યક્તિ છે, જેથી કરીને પૂર્વશ્લોકમાં બતાવેલ સમ્યકત્વ અને મૌનના એકત્વનો વિનિશ્ચય છે. II૬-૨૦માં ભાવાર્થ -
નિશ્ચયનય કાર્યને કરતું હોય તેવા કારણને જ કારણ તરીકે સ્વીકારે છે, અને જે કારણ કાર્ય ન કરે તે કારણ નથી. અને જ્ઞાનનું ફળ વિરતિ છે અને તે વિરતિ અનાશ્રવરૂપ છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં અનાશ્રેવિફળવાળું જ્ઞાન છે એમ કહેલ છે.
ત્યાં પ્રશ્ન થાય કે આ અનાશ્રવ શું પદાર્થ છે? તેથી કહે છે કે, આત્માની અવ્યુત્થાન અવસ્થા છે તે જ અનાશ્રવ છે. તે આ રીતે –
સંસારી આત્માની બે અવસ્થા છે. (૧) વ્યુત્થાન અવસ્થા અને (૨) અવ્યુત્થાન અવસ્થા. (૧) પહેલી વ્યુત્થાન અવસ્થા, એટલે આત્મા વિશેષરૂપે પોતાના ભાવમાંથી ઉસ્થિત હોય, અથવા પોતાના ભાવમાં ન વર્તતો હોય, ત્યારે આત્માની વ્યુત્થાન અવસ્થા છે. અને તે અવસ્થામાં કર્મબંધ થાય છે, તેથી તે આશ્રવરૂપ છે. (૨) બીજી અવ્યુત્થાન અવસ્થા, એટલે વ્યુત્થાન અવસ્થાથી વિપરીત અવસ્થા. જ્યારે આત્મા પોતાના ભાવોમાં વર્તતો હોય ત્યારે આત્માની અવ્યુત્થાન અવસ્થા છે.
સિદ્ધઅવસ્થામાં આત્મા પોતાના ભાવોમાં સ્વભાવથી જ રહે છે, જ્યારે સંસારી અવસ્થામાં ધ્યાનના બળથી રહી શકે છે. તેથી જે સમયે મુનિ ધ્યાન અવસ્થામાં હોય છે ત્યારે તેનાથી સમતા પ્રગટે છે, અને તે સમતાથી વિશેષ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અધ્યાત્મસાર ધ્યાન પ્રગટે છે, જે વિશેષ સમતાનું કારણ બને છે. આવી ધ્યાન અને સમતાની અનુવૃત્તિવાળી જીવની અવસ્થા એ અવ્યુત્થાન અવસ્થા છે, જે પ્રકર્ષને પામીને વીતરાગભાવમાં જ વિશ્રાન્ત થનાર છે, તેથી જ્ઞાન અવ્યુત્થાન અવસ્થારૂપ ચારિત્ર ફળવાળું છે.
આ રીતે જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ બતાવ્યા પછી સમ્યકત્વ અને ચારિત્રની વ્યાપ્તિ બતાવવા માટે સમ્યકત્વ શું ચીજ છે તે બતાવે છે. સમ્યકત્વ એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. આશય એ છે કે જીવમાં સમ્યક પ્રકારનું જ્ઞાન પ્રગટે એ જ સમ્યકત્વ વસ્તુ છે. કેમ કે જીવને પદાર્થ જેવો છે તેવા જ પ્રકારનું યથાર્થ જ્ઞાન થાય, ત્યારે તેને તત્ત્વ પ્રત્યે યથાર્થ રુચિ પ્રગટે છે. એ સિવાય બોધ વગર તત્ત્વરુચિ સંભવે નહીં, અને તત્ત્વરુચિ એ બોધથી જુદી નથી. તેથી જીવમાં યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે એ જ સમ્યકત્વ પદાર્થ છે.
આમ, એ ફલિત થયું કે જ્યારે જીવમાં સમ્યજ્ઞાન અભિવ્યક્ત થાય છે ત્યારે જ સમ્યકત્વ છે, તે સિવાય સમ્યકત્વ નથી. અને જ્યારે યથાર્થજ્ઞાન અભિવ્યક્ત થાય ત્યારે એ જ્ઞાન અવશ્ય પોતાનું કાર્ય કરે, નહીં તો એ જ્ઞાન જ્ઞાન નથી, એ પ્રકારે નિશ્ચયનય માને છે. તેથી જ્ઞાન પ્રગટ થાય ત્યારે અનાશ્રવરૂપ ફળ અવશ્ય હોય અને સમ્યકત્વ એ જ્ઞાનની અભિવ્યક્તિરૂપ છે, તેથી કરીને સમ્યકત્વ અને મૌનના એકત્વનો નિર્ણય છે. અર્થાત્ સમ્યકત્વ અને મૌન એક કાળમાં રહેનારાં માન્યાં છે.
આથી એ ફલિત થયું કે, જે જીવ સ્વનાં અને અન્યનાં શાસ્ત્રોને જાણતો નથી, તેને યથાર્થ જ્ઞાન નહીં હોવાથી સ્વદર્શનનું આલંબન લઈને ચારિત્રાચારને પાળતો હોય તો પણ તેનામાં મૌનભાવ નથી. તેથી શ્લોક-૧૮ માં કહેલ તે પ્રમાણે ક્રિયાના નિશ્ચયસંશુદ્ધ સારને તે પામતો નથી. માટે જ ચારિત્રના અર્થીએ સ્વ અને અન્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ, જેથી જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રગટે; અને તે જ મોક્ષનું કારણ છે, તે પ્રકારનો પ્રસ્તુત કથનનો ધ્વનિ છે. II૬-૨ના અવતરણિકા :
શ્લોક-૧૮ માં કહ્યું કે સ્વ અને અન્યશાસ્ત્રના વ્યાપારમાં જેને પ્રાધાન્ય નથી પરંતુ ચારિત્રની ક્રિયામાં પ્રાધાન્ય છે, તે ચારિત્રની ક્રિયાના સારને પ્રાપ્ત કરી શકતો નથી. શ્લોક-૧૯ માં તે સાર બતાવ્યો અને શ્લોક-૨૦ માં યુક્તિથી તેની પુષ્ટિ કરી. ત્યાં શંકા થાય કે જે લોકો ભગવાનના વચનાનુસાર ચારિત્રાચારનું પાલન કરે છે તે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૧
વૈરાગ્યભેદાધિકાર લોકોને, સ્વ અને અન્ય શાસ્ત્રોનો વ્યાપાર ન હોય તો પણ પંચમહાવ્રતના પાલનરૂપ ચારિત્ર છે, અને ભગવાનના વચનમાં સમ્યક રુચિ પણ છે, તેથી જ ભગવદ્ વચનાનુસાર જ ચારિત્રમાં યત્ન કરે છે, તેમ છતાં ચારિત્રની ક્રિયાના સારને કેમ પ્રાપ્ત ન કરે ? તેથી કહે છે -
बहिर्निवृत्तिमात्रं स्या-च्चारित्राद्व्यावहारिकात् ।
अन्तः प्रवृत्तिसारं तु, सम्यक्प्रज्ञानमेव हि ।।२१।। અન્વયાર્થ :- વ્યાવહારિવેત્ ચારિત્રાત્ વ્યાવહારિક ચારિત્રથી વર્નિવૃત્તિમાત્ર સ્થાત્િ બહિનિવૃત્તિમાત્ર થાય છે. તુ પરંતુ અન્તઃ પ્રવૃત્તિસર સીવપ્રજ્ઞાનમ્ ા અંતઃપ્રવૃત્તિ છે પ્રધાન જેમાં એવું સમ્યફ પ્રજ્ઞાન જ છે. II-૨૧il
* “ણિ પાદપૂર્તિ માટે છે. શ્લોકાર્ચ -
વ્યાવહારિક ચારિત્રથી બહિનિવૃત્તિ માત્ર થાય છે, પરંતુ અંત પ્રવૃત્તિ છે પ્રધાન જેમાં એવું સમ્યક પ્રજ્ઞાન જ છે. (જે ભાવચારિત્ર સ્વરૂપ છે.)-II-૨૧ ભાવાર્થ -
જે લોકો કલ્યાણના અર્થે બાહ્ય ચારિત્રાચારમાં યત્ન કરે છે તે વ્યાવહારિક ચારિત્ર છે, અને વ્યાવહારિક ચારિત્રથી બાહ્ય રીતે આરંભ-સમારંભથી નિવૃત્તિમાત્ર થાય છે. વળી, સમ્યફ પ્રકૃષ્ટ એવું જ્ઞાન એ અંતઃપ્રવૃત્તિપ્રધાન છે, જે ભાવચારિત્ર છે; અને તે સમ્યફ પ્રજ્ઞાનમાં આત્માને પોતાના ભાવોમાં સ્થિર કરવા માટેના પ્રયત્ન કરવારૂપ પ્રવૃત્તિ પ્રધાન છે. આવું સમ્યક્ પ્રકૃષ્ટ જ્ઞાન સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસથી પ્રાપ્ત થતા યથાર્થ તત્ત્વના બોધથી થતા નિર્લેપભાવ સ્વરૂપ છે. જે લોકો સ્વ-પરદર્શન ભણે છે તેઓને નયસાપેક્ષ યથાર્થ બોધ થવાથી કોઈ દર્શન કે કોઈ નયનો પક્ષપાત હોતો નથી, પરંતુ પક્ષપાતરહિત તે નયોને યથાસ્થાને જોડે છે. આવું સમ્યક્ પ્રકારનું જ્ઞાન જ્યારે આત્માને પોતાના ભાવોમાં સુદઢ યત્ન કરાવે ત્યારે તે પ્રકૃષ્ટ જ્ઞાન બને છે, અને તે સમ્યક્ પ્રકૃષ્ટ જ્ઞાન જગતના સર્વ પદાર્થો પ્રત્યે પરમ મધ્યસ્થ ભાવ પ્રગટાવે તેવી જ અંત:પ્રવૃત્તિમાં સુદઢ યત્ન કરાવે છે. આ પ્રકારની
Page #211
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૯૨
અંતરંગ સુદઢ પ્રવૃત્તિ મધ્યસ્થભાવના પ્રકર્ષ દ્વારા કેવળજ્ઞાનમાં જ વિશ્રાન્ત પામે છે, જે નિશ્ચયનયને અભિમત એવા ભાવચારિત્રરૂપ છે.
આનાથી એ કહેવું છે કે, જે લોકો કલ્યાણના અર્થે સ્વદર્શનનાં શાસ્ત્રો ભણીને ચારિત્રાચારની ક્રિયામાત્રમાં રત છે, તેઓમાં વ્યાવહારિક ચારિત્ર છે; અને તેનાથી બાહ્ય સાવદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે, તો પણ આત્માને પોતાના ભાવોમાં સ્થાપન કરવારૂપ અંતઃપ્રવૃત્તિ તો ૫૨મ મધ્યસ્થભાવમાં રહેવાના યત્નથી જ થાય છે. એ ૫૨મ મધ્યસ્થભાવને પ્રગટ કરવા માટે અનન્ય ઉપાય સ્વ અને અન્યદર્શનનો અભ્યાસ છે, માટે ચારિત્રની પ્રાપ્તિના અર્થીએ સ્વ અને અન્યશાસ્ત્રનો અભ્યાસ કરીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ કરવામાં યત્ન કરવો જોઇએ. II૬-૨૧ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે વ્યવહારચારિત્રથી બાહ્યનિવૃત્તિમાત્ર છે, અને નિશ્ચયનયને અભિમત એવા ભાવચારિત્રથી જ મોક્ષને અનુરૂપ અંતરંગ પ્રવૃત્તિપ્રધાન એવું ચારિત્ર થાય છે. તેની પુષ્ટિ માટે વ્યવહારચારિત્રથી શુદ્ધતા કેમ નથી ? તે બતાવવા કહે છે -
एकान्तेन हि षट्काय- श्रद्धानेऽपि न शुद्धता । सम्पूर्णपर्ययालाभाद्, यन्न याथात्म्यनिश्चयः ।। २२ ।।
અન્વયાર્થ :
વાત્તેન ફ્રિ ખરેખર એકાન્તથી પાયશ્રદ્ધાનેઽપિ ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા ન શુદ્ધતા નથી. ચવું જે કારણથી સંપૂર્ણપર્વયાલામાત્ સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યયાનિશ્ચયઃ ન યથાર્થતાનો નિર્ણય નથી. II૬-૨૨
નોંધઃ
“વાયશ્રદ્ધાનેઽપિ” માં ‘વિ’ થી એ કહેવું છે કે, ષટ્કાયનું શ્રદ્ધાન ન હોય, તો તો શુદ્ધતા નથી જ, પરંતુ એકાંતે ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી. શ્લોકાર્થ :
ખરેખર એકાન્તથી ષટ્કાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી. જે કારણથી સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યથાર્થતાનો નિર્ણય નથી. II૬-૨૨ા
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૩
વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ :
જે લોકો જૈનદર્શનમાં જન્મેલા છે તેઓ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ થાય છે તેમ સામાન્ય રીતે માનતા હોય છે; અને જૈનદર્શન સાદ્વાદને માને છે તથા એકાન્તવાદને મિથ્યા માને છે, તેથી તેઓને અનેકાન્તવાદની રુચિ હોય છે. આવા જીવો જ્યારે સંયમ પ્રત્યે વલણવાળા થાય છે ત્યારે ચારિત્રને ગ્રહણ કરે છે, અને માને છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિથી જ મોક્ષ થાય છે. આમ છતાં, સૂક્ષ્મ બોધ નહીં હોવાને કારણે પકાયના પાલનમાં જ તેઓ મોક્ષની કારણતા માનતા હોય છે, અને આ તેઓનું એકાન્ત પકાયનું શ્રદ્ધાન છે; કેમ કે મોક્ષ માટે જેમ ષકાયનું પાલન આવશ્યક છે તેમ મોક્ષના કારણભૂત એવો સૂક્ષ્મબોધ પણ આવશ્યક છે.
આમ છતાં, “માત્ર છકાય જીવોનો યથાર્થ બોધ થઈ જાય તેટલામાત્રથી ચારિત્રથી પ્રવૃત્તિ થઈ શકે, અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે,” એ પ્રકારની તેઓની માન્યતા હોવાથી, ષકાય જીવોનું જ્ઞાન કરીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરવાની રુચિવાળા તેઓ હોય છે; પરંતુ સ્વ-પરશાસ્ત્રના પરમાર્થને જાણવા પ્રત્યે તેઓ ઉપેક્ષાવાળા હોય છે. તેથી પરમાર્થથી તેઓની એકાન્ત ચારિત્રમાં રુચિ છે, અને મોક્ષના કારણભૂત જ્ઞાનક્રિયારૂપ સ્યાદ્વાદમાં તેઓને રુચિ નથી. આથી તેઓ પકાયનો બોધ કરીને ચારિત્રમાત્રમાં જ શ્રદ્ધા કરે છે. આવા જીવોના ષકાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી.
આવા પ્રકારના જીવોમાં શુદ્ધતા કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે કે “સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાને કારણે તેઓને યથાર્થ બોધ નથી.” આ કથનનો આશય એ છે કે, મોક્ષના ઉપાયભૂત યથાર્થ જ્ઞાન સાદ્વાદના સૂક્ષ્મ જ્ઞાનથી થાય છે, અને સ્યાદ્વાદનું સૂક્ષ્મજ્ઞાન બધા પર્યાયોની પ્રાપ્તિથી થાય છે. જેમ કેવલીને કેવળજ્ઞાનમાં સંપૂર્ણ પર્યાય જણાય છે, અને જે પર્યાયો જે રીતે છે તે રીતે જ જણાય છે, તેથી કેવલીને યથાર્થ નિર્ણય હોય છે, તે જ રીતે સ્યાદ્વાદના સૂક્ષ્મ બોધવાળાને કેવલીના વચનાનુસાર સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો યથાર્થ બોધ હોય છે, તેથી તેમનું જ્ઞાન પરિપૂર્ણ યથાર્થ હોય છે.
જોકે છદ્મસ્થને સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો કેવલીની જેમ પ્રત્યક્ષ નથી, તો પણ કેવલીના વચનાનુસાર જ સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો સંગ્રહાત્મક તેને બોધ હોય છે. તેથી તેના બોધમાં યથાર્થ નિર્ણય હોય છે, અને તે યથાર્થ નિર્ણયને
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૯૪
અનુરૂપ જ તેની રુચિ હોય છે, તેથી તેના શ્રદ્ધાનમાં શુદ્ધતા હોય છે. જ્યારે એકાન્ત ષટ્કાયમાં શ્રદ્ધાન કરનાર જીવ મોક્ષના ઉપાયરૂપે છ કાયના પાલનમાત્રને મહત્ત્વ આપે છે, અને તેટલામાત્રમાં જ તેની રુચિ પ્રવર્તે છે. આથી જ મોક્ષના કારણભૂત અને દર્શનશુદ્ધિનું અનન્ય કારણ એવું સ્વ-૫૨દર્શનનું અધ્યયન કરવા પ્રત્યે તે ઉપેક્ષા કરે છે. તેથી તેની રુચિ શબ્દથી સ્યાદ્વાદમાં હોવા છતાં પરમાર્થથી એકાન્ત ષટ્કાયના પાલનમાં જ છે. માટે તેનામાં દર્શનની શુદ્ધિ નથી.
અહીં વિશેષ એ છે કે કોઇ આત્મા પૃથ્વીકાયાદિ છકાય જીવોને માનતો હોય, અને વળી જૈનશાસ્ત્રનો અભ્યાસી હોય, તેથી જીવોના ત્રસ-સ્થાવર એવા બે ભેદો છે અને અપેક્ષાએ ત્રણ ભેદો છે તે સર્વને જાણતો હોય, છતાં મોક્ષના ઉપાયરૂપે ષટ્કાયના પાલનને જ મહત્ત્વ આપતો હોય, તો તેનામાં એકાન્ત ષટ્કાય શ્રદ્ધાન જ છે; તેમ જ, માત્ર છકાયના જ જીવો છે, પરંતુ અપેક્ષાભેદથી ત્રસ-સ્થાવર રૂપ બે ભેદ પણ છે, તેમ ન માનતો હોય, તો પણ તે ષટ્કાયનું શ્રદ્ધાન એકાંતે જ છે. ||૬-૨૨ અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે એકાન્તે ષટ્કાયના શ્રદ્ધાનમાં સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યથાર્થ નિર્ણય નથી. આ સંપૂર્ણ પર્યાયનો અલાભ કેમ છે ? તે શ્લોક-૨૩ થી ૩૩ માં બતાવે છે -
'
यावन्तः पर्यया वाचां यावन्तश्चार्थपर्ययाः । सांप्रतानागतातीता-स्तावद्द्रव्यं किलैककम् ||२३||
અન્વયાર્થ :
સામ્પ્રતાના યતાતીતાઃ સામ્પ્રત, અનાગત અને અતીત યાવન્તઃ વાચાં વર્ષયાઃ જેટલા વાણીના પર્યાયો છે યાવન્તઃ અર્થર્નયાઃ ૬ અને જેટલા અર્થપર્યાયો છે, તાવત્ તેટલું વિખ્ત પ્રમ્ દ્રવ્ય ખરેખર એક દ્રવ્ય છે. ||૬-૨૩||
શ્લોકાર્થ :
સામ્પ્રત, અનાગત અને અતીત જેટલા વાણીના પર્યાયો છે અને જેટલા અર્થપર્યાયો છે, તેટલું ખરેખર એક દ્રવ્ય છે. II૬-૨૩॥
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫
વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ :
દરેક દ્રવ્યના મુખ્ય બે પર્યાય છે. વચન પર્યાય અને અર્થપર્યાય. કોઇપણ દ્રવ્યને જે જે પદથી ઓળખી શકાય તે દરેક પદો તે દ્રવ્યના વચન પર્યાય છે. આ વચન પર્યાય વ્યંજન પર્યાયરૂપ છે, તથા અર્થપર્યાય એટલે તે પદાર્થમાં વર્તતા ભાવો.
જેમ કે ઘટદ્રવ્ય માટે ઘડો, કુંભ, દ્રવ્ય, પુદ્ગલ વગેરે પદો એ તેના વચન પર્યાય છે; અને તે ઘટના રૂપ, રસ, આકાર વગેરે અર્થપર્યાય છે. આ રીતે કોઇપણ દ્રવ્યમાં જે વચન પર્યાયો છે અને જે અર્થપર્યાયો છે; તથા તે સર્વ જે વર્તમાનકાળમાં વર્તી રહ્યા છે, જે ભૂતકાળમાં વર્તતા હતા અને જે ભવિષ્યમાં થનારા છે તે સર્વ પર્યાયોવાળું તે એક દ્રવ્ય છે.
આમ, કોઈપણ એક દ્રવ્ય તેના ત્રણેય કાળના વચનપર્યાય અને અર્થપર્યાયવાળું થાય. ll૧-૨all
स्यात्सर्वमयमित्येवं, युक्तं स्वपरपर्ययैः ।
अनुवृत्तिकृतं स्वत्वं, परत्वं व्यतिरेकजम् ।।२४।। અન્વયાર્થ:
રૂત્યેવં આ રીતે=પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે વપર : યુ સ્વ-પરપર્યાયથી યુક્ત રસર્વયમ્ ત્િ (એક દ્રવ્ય) સર્વમય થાય. ૩નુવૃત્તિવૃર્ત સ્વતં અનુવૃત્તિકૃત સ્વત્વ છે, તિરેઝ પરત્વે વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. I૬-૨૪ નોંધ :
સામ્પત, અનાગત અને અતીતના સર્વ વાણીના પર્યાયો અને સર્વ અર્થના પર્યાયમય એક દ્રવ્ય છે, એમ કહેવાથી અર્થમાં રહેલા સ્વ-પર, એમ બંને પર્યાયનું ગ્રહણ થઇ જાય છે; કેમ કે દરેક પદાર્થો સ્વ-પરપર્યાયમય છે. શ્લોકાર્ચ -
પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે સ્વ-પરપર્યાયથી યુક્ત સર્વમય એક દ્રવ્ય થાય, અને અનુવૃત્તિકૃત સ્વત્વ છે, વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. ll૧-૨૪ll ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે ત્રણેય કાળના જેટલા વાણીના પર્યાય છે અને
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૧૯૬
જેટલા અર્થપર્યાય છે તેટલું એક દ્રવ્ય છે. એ રીતે દરેક દ્રવ્ય (૧) વાણીના પર્યાયવાળું અને (૨) તે દ્રવ્યમાં વર્તતા પર્યાયવાળું છે એમ પ્રાપ્ત થાય. વળી, દરેક દ્રવ્યમાં વર્તતા પર્યાયો પણ બે પ્રકારના છે.(૧) અસ્તિત્વ સંબંધથી વર્તતા પર્યાયો અને (૨) નાસ્તિત્વ સંબંધથી વર્તતા પર્યાયો.
જેમ ઘટમાં ઘટવાદિ પર્યાયો અસ્તિત્વ સંબંધથી વર્તે છે, તેથી “આ ઘટ છે,” “આ પુદ્ગલ છે', “આ દ્રવ્ય છે,' એવો શબ્દપ્રયોગ થાય છે. અને ઘટમાં પટવાદિપણું નાસ્તિત્વ સંબંધથી છે, તેથી “આ પટ નથી', “આ ચોપડી નથી”, “આ ટેબલ નથી', એવી પ્રતીતિ થાય છે. આથી એ પ્રાપ્ત થાય કે દરેક દ્રવ્યમાં અસ્તિત્વ સંબંધથી ઘણા પર્યાયો વર્તે છે અને નાસ્તિત્વ સંબંધથી પણ ઘણા પર્યાયો વર્તે છે. તેથી એ રીતે વિચારીએ તો દરેક દ્રવ્ય સ્વ-પરપર્યાય વડે કરીને સર્વમય પ્રાપ્ત થાય, તે આ રીતે –
ઘટ અસ્તિત્વ સંબંધથી ઘટરૂપે છે, તેમ નાસ્તિત્વ સંબંધથી પટરૂપે છે. તેમ જ નાસ્તિત્વ સંબંધથી, અન્ય અન્ય પદાર્થરૂપે પણ ઘટ છે. આથી ઘટ દ્રવ્ય સર્વમય પ્રાપ્ત થયું. ---
અહીં પૂર્વમાં કહ્યું કે, સ્વપરપર્યાય વડે કરીને એક દ્રવ્ય સર્વમય છે. ત્યાં પ્રશ્ન થાય કે સ્વપર્યાયમાં સ્વત્વ અને પરપર્યાયમાં રહેલું પરત્વ શું ચીજ છે ? તેથી કહે છે -
અનુવૃત્તિકૃત સ્વત્વ છે અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. અહીં પદાર્થમાં જે વર્તતો ભાવ છે તે અનુવૃત્તિવાળો ભાવ કહેવાય. જેમ ઘટમાં ઘટવ વર્તે છે, તેથી ઘટત્વની અનુવૃત્તિ છે અને તે અનુવૃત્તિને કારણે જ ઘટમાં વર્તતું ઘટત્વ એ સ્વપર્યાય છે. આમ, ઘટમાં વર્તતા ઘટત્વમાં જે સ્વત્વ છે તે અનુવૃત્તિકૃત છે.
વળી, ઘટમાં પટવ નહીં હોવાથી પટવ એ ઘટનો પરપર્યાય કહેવાય. તેથી ઘટમાં વર્તતા પટત્વમાં જે પરત્વ છે, તે પરત્વ વ્યતિરેકજ છે=ભેદથી પેદા થયેલું છે. ઘટમાં પટત્વરૂપ પરપર્યાય ભેદથી પેદા થયેલું છે, તેથી તે પટત્વને ઘટનો પરપર્યાય કહેવાય છે, અને પટનો ભેદ ઘટમાં હોવાને કારણે ઘટમાં પટવરૂપ પરપર્યાય છે. II૬-૨૪ો. અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે દરેક પદાર્થોના પર્યાય અને પરપર્યાય હોય છે, ત્યાં પ્રશ્ન થાય કે તે પદાર્થમાં જે ભાવોની અનુવૃત્તિ છે તે તેના સ્વપર્યાયો છે તેમ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૭
વૈરાગ્યભેદાધિકાર કહી શકાય, પરંતુ જે ભાવોનો અભાવ છે=વ્યતિરેક છે, તે ભાવો તો પરના પર્યાયો છે; તેથી પરના પર્યાયો પ્રસ્તુત પદાર્થના છે એમ કેવી રીતે કહી શકાય ? કારણ કે આમ કહેવાથી એમ પ્રાપ્ત થાય છે કે, કોઇપણ પદાર્થ સ્વપર્યાયથી સંબદ્ધ છે અને પરપર્યાયથી પણ સંબદ્ધ છે. અને પદાર્થને પરપર્યાયથી સંબદ્ધ માનવું વિરોધી લાગે, તેથી આ પ્રકારના વિરોધના નિવારણ માટે પરપર્યાયો પણ કઇ અપેક્ષાએ સ્વપર્યાયો છે તે બતાવવા માટે કહે છે –
ये नाम परपर्यायाः, स्वास्तित्वायोगतो मताः ।
स्वकीया अप्यमी त्यागस्वपर्यायविशेषणात् ।।२५।। અન્વયાર્થ :
स्वास्तित्वायोगतः स्वमस्तित्वना भयोगथी ये नाम परपर्यायाः मता: ठे પરપર્યાયો મનાયેલા છે, ૩૧મી એ=પરપર્યાયો ત્યારવપથવિશેષપતિ ત્યાગરૂપે સ્વપર્યાયરૂપ વિશેષણ હોવાથી સ્વવેદીયા ૩પ સ્વકીય પણ છે. II૬-૨પા
* જેમ “જે” અને “તે' નો સંબંધ હોય છે, તેમ અહીં “એ” અને “૩મી નો સંબંધ છે.
* ‘ત્યારપર્યાવિશેષUT' પદમાં “ત્યાગરૂપે સ્વપર્યાય” એ રીતે સ્વરૂપ અર્થક તૃતીયા તપુરુષ સમાસ કરવાનો છે. શ્લોકાર્ચ -
સ્વઅસ્તિત્વના અયોગથી જે પરપર્યાયો મનાયેલા છે, એ પરપર્યાયો ત્યાગરૂપે સ્વપર્યાયરૂપ વિશેષણ હોવાથી સ્વકીય પણ છે. II૬-રપા ભાવાર્થ :
દરેક પદાર્થ સ્વ-પરપર્યાયમય છે. કોઇ વિવક્ષિત દ્રવ્યમાં જે પર્યાયોના અસ્તિત્વનો અયોગ છે, તેને પરપર્યાયો પર દ્રવ્યના પર્યાયો, કહેવાય છે. જેમ ઘટમાં પટવાદિ ધર્મના અસ્તિત્વનો અયોગ છે, તેથી પટવાદિ એ ઘટ માટે પરપર્યાયો છે, પણ ઘટના સ્વપર્યાયો નથી. વળી ઘટવાદિ પર્યાયોનો ઘટમાં અસ્તિત્વનો યોગ છે, તેથી તે ઘટના પર્યાયો છે, આથી જ તેને ઘટના સ્વપર્યાયો કહેવાય છે. અહીં કહે છે કે પટવાદિ જે પરપર્યાયો છે તે પણ સ્વકીય છે, અર્થાત્ તે પણ ઘટના
G-૧૫
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અધ્યાત્મસાર જ પર્યાયો છે. તે યુક્તિથી બતાવે છે.
ઘટના જે સ્વપર્યાય છે તે ભાવરૂપે ઘટના પર્યાયો છે. તેથી એમ કહી શકાય કે ઘટ એ ભાવરૂપે ઘટત્વ પર્યાયવાળો છે; અર્થાત્ માનઘટત્વવિશિષ્ટઘટ = ઘટત્વ પર્યાયવાળો ઘટ', એમ શબ્દપ્રયોગ દ્વારા ઘટત ઘટનું વિશેષણ બને છે. તેવી જ રીતે પટવાદિ જે પર્યાયો છે તે ત્યાગરૂપે ઘટના પર્યાયો છે. તેથી એમ કહી શકાય કે ઘટ એ ત્યાગરૂપે પટવ પર્યાયવાળો છે; અર્થાત્ ત્યાનપરત્વવણિધર = ત્યાગરૂપે પટવ પર્યાયવાળો ઘટ', એમ શબ્દપ્રયોગ દ્વારા પટત ઘટનું વિશેષણ બને છે. તેથી ત્યાગરૂપે પટત્વ પર્યાય પણ ઘટનું વિશેષણ બને છે. તેથી પટત્વ પણ ત્યાગરૂપે ઘટનો જ સ્વપર્યાય છે. તેથી કહ્યું કે પટના જે પર્યાયો છે તે ઘટના પણ પર્યાયો છે. આમ, એ પ્રાપ્ત થાય કે પટવપર્યાય પોતાના અસ્તિત્વના યોગથી પટનો સ્વપર્યાય છે, અને પટવપર્યાય ત્યાગરૂપે ઘટનો પણ સ્વપર્યાય છે. તેથી ઘટદ્રવ્ય સ્વ-પરપર્યાયરૂપે અનંત ધર્માત્મક છે. '
આનાથી એ પ્રાપ્ત થાય કે, પટવપર્યાય પોતાના અસ્તિત્વના યોગથી પટમાં વર્તે છે, તેમ-પટ–પર્યાય પોતાના અસ્તિત્વના અયોગથી ઘટમાં પણ વર્તે છે. તેથી પટત્વ એ ઘટનો પરપર્યાય હોવા છતાં ત્યાગરૂપે ઘટમાં પણ પટવ વર્તે છે, તેથી ત્યાગરૂપે પટત ઘટનો પણ સ્વપર્યાય છે. ll૧-૨પા અવતરણિકા :
અહીં શંકા થાય કે ઘટમાં વર્તતા જે ઘટવાદિ ભાવો છે તેનું તો ઘટની સાથે તાદાભ્ય છે, તેથી તે ઘટના સ્વપર્યાય છે; પરંતુ પટવાદિ પર્યાયોનું તો ઘટમાં તાદાભ્ય નથી, પણ પટાદિમાં તાદામ્ય છે, તો તેને ઘટના પર્યાયો કઇ રીતે કહી શકાય ? તેથી પરપર્યાયમય ઘટ છે તે કહેવું કેમ સંગત થાય ? માટે કહે છે –
अतादात्म्येऽपि सम्बन्धो, व्यवहारोपयोगतः ।
तेषां स्वत्वं धनस्येव, व्यज्यते सूक्ष्मया धिया ।।२६।। અન્વયાર્ચ :
ઘનરી રવર્ત સુવા ધનના સ્વત્વની જેમ વ્યવહારોપયોગતઃ વ્યવહારમાં ઉપયોગ હોવાથી ઉતાદ્રાન્ટેડપિ અતાદામ્યમાં પણ સૂફમયા ધિયા સૂક્ષ્મ બુદ્ધિથી તેષાં સંવંધ: તેઓનો=પરપર્યાયોનો, સંબંધ રાચતે વ્યક્ત થાય છે. I-૨વા
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૯
શ્લોકાર્થ :
વૈરાગ્યભેદાધિકાર
ધનના સ્વત્વની જેમ વ્યવહારમાં ઉપયોગ હોવાથી અતાદાત્મ્યમાં પણ સૂક્ષ્મ બુદ્ધિથી ૫૨૫ર્યાયોનો સંબંધ વ્યક્ત થાય છે. ||૬-૨||
ભાવાર્થ :
ધનનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, છતાં ‘આ ધન દેવદત્તનું છે’ એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી વ્યવહારના ઉપયોગને કારણે ‘આ ધન દેવદત્તના સંબંધવાળું છે’ એમ કહેવાય છે, અને દેવદત્તને પણ પોતાના ધનમાં સ્વત્વની બુદ્ધિ થાય છે. તે જ રીતે પટમાં વર્તતા પટત્વાદિ પર્યાયોનું ઘટમાં તાદાત્મ્ય નહીં હોવા છતાં સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો આ પટના પર્યાયો ઘટના પણ છે તેમ જણાય છે, તે આ રીતે -
પટત્વધર્મ તાદાત્મ્ય સંબંધથી પટમાં વર્તે છે, અને પટત્વ ધર્મ જ ત્યાગરૂપે ઘટમાં વર્તે છે, તેથી જ ઘટને જોઇને આ પટ નથી એવો બોધ થાય છે. અને ‘આ પટ નથી' એ પ્રકારના પ્રામાણિક વ્યવહા૨ને સંગત કરવા માટે સ્વીકારવું પડે કે, પટત્વધર્મનું ત્યાગરૂપે ઘટમાં અસ્તિત્વ છે; તેથી જ પુરોવર્તી ઘટને જોઈને ત્યાં પટત્વધર્મનો અભાવરૂપે અથવા પટત્વધર્મનો ત્યાગરૂપે બોધ થાય છે. અને આ બોધ સ્યાદ્વાદની સૂક્ષ્મબુદ્ધિવાળાને જ થઈ શકે છે; સ્થૂલબુદ્ધિવાળાને તો પટત્વપર્યાયનું તાદાત્મ્ય પટમાં છે, માટે તે પટનો જ પર્યાય છે, ઘટનો નહિ; એમ જ લાગે છે. પરંતુ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો કોઈપણ પદાર્થને જોઈને તે પદાર્થનો બોધ થાય છે તેનું કારણ તેમાં વર્તતો સ્વ-૫૨૫ર્યાય બંનેનો ભાવ છે.
જેમ ઘટમાં વર્તતા ઘટના રૂપને જોઇને ‘આ ઘટ રૂપવાન છે' તેમ પ્રતીતિ થાય છે, તે જ રીતે ઘટને જોઈને જ ‘આ પટ નથી' એ પ્રતીતિ ઘટમાં ત્યાગરૂપે વર્તતા પટત્વના કારણે થાય છે. તેથી જ પ્રામાણિક વ્યવહાર થાય છે કે ‘આ પટ નથી.' જો ઘટમાં ત્યાગરૂપે પટત્વપર્યાય ન હોય તો વિચારકને પુરોવર્તી ઘટને જોઇને ‘આ ઘટ છે' એટલો જ બોધ થઇ શકે, અને ‘આ પટ નથી' એવો બોધ ન થાય. પરંતુ ઘટમાં ત્યાગરૂપે પટત્વ પર્યાય છે, તેથી આ પટ નથી તેવો બોધ થાય છે.
જેમ દેવદત્તના ધનમાં દેવદત્તનું સ્વત્વ ન હોય તો ‘આ ધન દેવદત્તનું છે’ એ પ્રકારનું કથન થઈ શકે નહિ, તેથી પ્રામાણિક વ્યવહારના બળથી દેવદત્તના
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૦૦ ધનમાં દેવદત્તનું સ્વત્વ જેમ સ્વીકારેલ છે, તે જ રીતે પટમાં તાદાભ્યથી વર્તતા પટવ પર્યાયને પ્રામાણિક વ્યવહારની સંગતિ માટે ત્યાગરૂપે ઘટનો પર્યાય સ્વીકારાયો છે. આનાથી એ ફલિત થાય કે, દેવદત્તનું ધન જેમ સ્વામિત્વ સંબંધથી દેવદત્તનું છે, તેમ પટત્વપર્યાય પણ ત્યાગરૂપ સંબંધથી ઘટનો પર્યાય છે. અને ધનનો જેમ દેવદત્ત સાથે તાદામ્ય સંબંધ નથી, તેમ પટવ પર્યાયનો પણ ઘટની સાથે તાદાત્મ સંબંધ નથી. II૬-૨કા અવતરણિકા -
અતાદાભ્ય હોવા છતાં વ્યવહારના ઉપયોગને કારણે પરપર્યાયો પણ તે જ દ્રવ્યના પર્યાયો છે, એ વાત પૂર્વના શ્લોકમાં કહી. તેને હવે દૃષ્ટાંતથી ભાવન કરતાં કહે છે –
पर्यायाः स्युर्मुनेर्ज्ञान-दृष्टिचारित्रगोचराः ।
યુથ મિશ્રા સપિ તથ-પથી સ્તિનો ની સરકાર અન્વયાર્થ :
તથોપયોગત્ તે પ્રકારનો ઉપયોગ હોવાને કારણે મિન્ના ૩પ (મુનિથી) ભિન્ન પણ જ્ઞાનદિયારિત્રોવર: પર્યાયા: જ્ઞાન, દર્શન, ચારિત્રગોચર= ચારિત્રવિષયક, પર્યાયો થા ને રઘુ જે રીતે મુનિના થાય છે, (તે રીતે) ૩૧મી વરંતુન: હિ આ પરપર્યાયો, વસ્તુના જ છે. I૬-૨થા નોંધ :
“મન્ના ” માં “ગ” થી એ ગ્રહણ કરવાનું છે કે મુનિના પોતાના જે પર્યાયો છે તે તો મુનિના છે જ, પરંતુ મુનિથી ભિન્ન પર્યાયો પણ મુનિના જ છે.
* દિ એ “” કાર અર્થમાં છે. શ્લોકાર્ચ - - તે પ્રકારનો ઉપયોગ હોવાના કારણે મુનિથી ભિન્ન પણ જ્ઞાન, દર્શન, ચારિત્રગોચર પર્યાયો જે રીતે મુનિના થાય છે, તે રીતે પરપર્યાયો વસ્તુના જ છે. I૨૭TI
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ :
છદ્મસ્થ અવસ્થાવાળા મુનિઓનું મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન તરતમતાથી અધિકઓછું હોઈ શકે છે, તેમાં શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વનું હોઈ શકે છે. વળી કોઇક મુનિને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પણ હોઈ શકે છે. આથી જે મુનિને જેટલું જ્ઞાન હોય, તે જ્ઞાનના વિષયભૂત પદાર્થો તે મુનિના જ્ઞાનગોચર અર્થાત્ જ્ઞાનવિષયક પર્યાયો કહેવાય.
સત્રમાં સમ્મ’ એ પ્રકારના વચનથી સર્વદ્રવ્ય અને સર્વપર્યાયના વિષયવાળું સમ્યગ્દર્શન મુનિને હોય છે. આથી સર્વદ્રવ્ય-સર્વપર્યાયો મુનિના દર્શનગોચર અર્થાત્ દર્શનવિષયક પર્યાયો કહેવાય.
વળી, પકાયના પાલનરૂપ ચારિત્ર હોવાથી ચારિત્રના વિષયો પણ સર્વજીવો છે. તેથી સર્વજીવો મુનિના ચારિત્રગોચર અર્થાતું ચારિત્રવિષયક પર્યાયો કહેવાય.
આમ, જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયભૂત પદાર્થો મુનિથી ભિન્ન હોવા છતાં મુનિના પર્યાયો છે, કેમ કે જ્યારે મુનિ ઘટના જ્ઞાનમાં ઉપયોગવાળો હોય, ત્યારે વ્યવહારમાં પ્રયોગ થાય છે કે, “ઘટજ્ઞાનવાન્ ૩યં મુનઃ” – આ મુનિ ઘટજ્ઞાનવાળો છે. તેથી ઘટજ્ઞાનથી વિશિષ્ટ મુનિ બને છે, અને મુનિના વિશેષણરૂપ-જેમ જ્ઞાન છે, તેમ ઘટ પણ છે. તેથી ઘટ પણ મુનિનો પર્યાય બને છે. તેથી જ્ઞાનના વિષયભૂત સર્વદ્રવ્યો મુનિના પર્યાય બને છે. તે જ રીતે દર્શન-ચારિત્રના વિષયભૂત પદાર્થો પણ મુનિના પર્યાયો બને છે.
જેમ મુનિ સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયોનું તાદાસ્ય નહીં હોવા છતાં તે મુનિના પર્યાયો બન્યા, તેમ ઘટને જોઈને અભાવરૂપે પટનું જ્ઞાન થવાથી પટ–વિશિષ્ટ ઘટ કહેવાય છે. તેથી અતાદાભ્યમાં પણ પરપર્યાયનો સંબંધ સ્વપર્યાયની જેમ દ્રવ્યમાં છે, તેમ સ્વીકારવું ઉચિત છે. II૬-૨૭માં અવતરણિકા :
પૂર્વશ્લોકમાં મુનિના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે પરપર્યાયો પણ સ્વકીય છે. હવે તેને નહીં માનનાર એવા નૈયાયિકને સામે રાખીને, પરપર્યાયોને સ્વકીય નહીં માનવામાં આવતા દોષનું ઉદ્ભાવન કરીને, પરપર્યાયો સ્વકીય છે, તેની પુષ્ટિ કરે છે -
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૦૪
स्वान्यपर्यायसंश्लेषात्, सूत्रेऽप्येवं निदर्शितम् ।
सर्वमेकं विदन्वेद, सर्वं जानँस्तथैककम् ।।२९।। અન્વયાર્થ
સૂત્રેડપિ સૂત્રમાં પણ આગમમાં પણ વાપર્યાયસંન્સેક્ષાત્ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે વં આ પ્રમાણે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે,
નિત દર્શાવ્યું છે. સર્વમ વિના વેર સર્વને જાણતો એકને જાણે છે. તથા તે પ્રમાણે પ્રમ્ ગાનન્ સર્વ એકને જાણતો સર્વને (જાણે છે). II૬-૨લા નોંધ -
“ જિ” માં ' થી એ કહેવું છે કે ત્રણે કાળના વાણીના અને અર્થના જેટલા પર્યાયો છે તેટલું એક દ્રવ્ય છે, તે કથન પૂર્વે જેમ સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કહ્યું, તેમ સૂત્રમાં પણ એકને જાણતો સર્વને જાણે છે એ કથન સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કરેલ છે. શ્લોકાર્ચ -
આગમમાં પણ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે દર્શાવ્યું છે. સર્વને જાણતો એકને જાણે છે, તે પ્રમાણે એકને જાણતો સર્વને જાણે છે. I-૨ ભાવાર્થ :
પૂર્વશ્લોકોમાં સ્થાપન કર્યું એ રીતે, દરેક પદાર્થને સ્વ અને અન્ય પર્યાયનો સંશ્લેષ છે, તેને કારણે જ સૂત્રમાં પણ આ રીતે કહ્યું છે કે, જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. તાત્પર્ય એ છે કે એકનું પરિપૂર્ણ જ્ઞાન ત્યારે જ થયું કહેવાય કે જ્યારે તેને સર્વ પર્યાયોનો બોધ થાય; અને દરેક પદાર્થ સ્વ-અ પર્યાયમય હોવાથી અવશ્ય સર્વ પરપર્યાયોનું પણ તેમાં અભાવરૂપે જ્ઞાન થાય, અને સ્વના સર્વપર્યાયોનું પણ તેમાં અસ્તિત્વરૂપે જ્ઞાન થાય. તેથી એકને જાણતી વખતે સર્વ પદાર્થનો બોધ થઈ જાય છે, અને સર્વ પદાર્થનું જ્ઞાન થાય ત્યારે જ એક પદાર્થને તે પરિપૂર્ણ જાણે છે.
સૂત્રના કથનનો ફલિતાર્થ એ છે કે, સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જ્ઞાન થાય
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૩
વૈરાગ્યભેદાધિકાર યશોવિજયજી મ. સા. કહે છે કે, ત્યાગથી પટવ પર્યાય પણ ઘટમાં છે, માટે પટવ પર્યાય પણ ઘટનો પર્યાય છે, એમ સ્વીકારવામાં દોષ નથી.
નૈયાયિકની માન્યતા આ પ્રમાણે છે –
૧. ઘટ અને ઘટનું રૂપ એ બંને વચ્ચે સમવાયસંબંધ છે, તેથી “પવાનું ઘર', એમ પ્રયોગ થાય છે.
૨. ભૂતલ ઉપર જ્યારે ઘડો પડ્યો હોય ત્યારે “ઘરવત્ ભૂતન એ પ્રકારે પ્રયોગ થાય છે, ત્યાં સંયોગસંબંધથી ભૂતલમાં ઘડો રહેલો છે.
૩. ભૂતલ ઉપર જ્યારે ઘડો નથી ત્યારે “પટમાવત્ મૂતમ્ એ પ્રકારે પ્રયોગ થાય છે; અને અભાવને નૈયાયિક સ્વતંત્ર પદાર્થ માને છે, તેથી તે ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સ્વરૂપસંબંધ સ્વીકારે છે. અને તેમ સ્વીકારવામાં તૈયાયિકનો આશય એ છે કે ઘટાભાવ અને ભૂતલ એ બેથી અતિરિક્ત કોઈ સંયોગરૂપ કે સમવાયરૂપ સંબંધ નથી, પરંતુ ઘટ પ્રતિયોગિક ભૂતલ અનુયોગિક સ્વરૂપસંબંધથી ઘટાભાવવિશિષ્ટ ભૂતલ છે. જેમાં ઘટાભાવ રહે છે તેને અનુયોગી કહેવાય તેથી ભૂતલ અનુયોગી છે, અને ભૂતલમાં જે રહે તેને પ્રતિયોગી કહેવાય તેથી ઘટાભાવ એ પ્રતિયોગી છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભૂતલમાં આધારતા રહેલી છે, અને ઘટાભાવમાં પ્રતિયોગિતા રહેલી છે. તે ઉભય સ્વરૂપ જ અર્થાત્ ઘટપ્રતિયોગિક ભૂતલ અનુયોગી સ્વરૂપ જ, ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સંબંધ છે. તેથી ઘટાભાવ અને ભૂતલથી અતિરિક્ત બીજો કોઈ સંબંધ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટાભાવ અને ભૂતલ વચ્ચે તે બેથી અતિરિક્ત કોઇ જોડાણ નથી, છતાં ‘પદમાવવત્ ભૂતનમ્ એ પ્રકારના પ્રયોગની સંગતિ માટે તૈયાયિક ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સ્વરૂપસંબંધ માને છે.
તે જ રીતે પટ–પર્યાય પટમાં છે અને ઘટત્વપર્યાય ઘટમાં છે. આમ છતાં, ઘટ એ પટ નથી એ પ્રકારની પ્રતીતિના બળથી “દન ઘો નારિત’ એ પ્રકારનો પ્રયોગ થાય છે. તેથી જેમ ઘટાભાવ વિશિષ્ટ ભૂતલ સ્વીકારવામાં તૈયાયિકને દોષ નથી તેમ, પરપર્યાયોનો ઘટમાં સંબંધ નહીં હોવા છતાં નાસ્તિત્વસંબંધથી પરપર્યાયવિશિષ્ટ ઘટને સ્વીકારવામાં કોઈ દોષ નથી. II૬-૨૮II અવતરણિકા -
આ રીતે પૂર્વના શ્લોકમાં પરપર્યાયો પણ સ્વકીય છે એ સ્થાપન કર્યું. હવે તેની પુષ્ટિ કરવા માટે કહે છે -
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૦૪
स्वान्यपर्यायसंश्लेषात्, सूत्रेऽप्येवं निदर्शितम् ।
सर्वमेकं विदन्वेद, सर्वं जानँस्तथैककम् ।।२९।। અન્વયાર્થ -
સૂત્રેડકિ સૂત્રમાં પણ આગમમાં પણ રવાન્સપર્યાયસંસ્લેષાત્ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે પૂર્વ આ પ્રમાણે=શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે,
નિતમ્ દર્શાવ્યું છે. સર્વમ્ વિન પર્વ વેઃ સર્વને જાણતો એકને જાણે છે. તથા તે પ્રમાણે પ્રમ્ ગાનન સર્વ એકને જાણતો સર્વને (જાણે છે). I૬-૨લા નોંધ :
“સૂત્રેડજિ” માં પ થી એ કહેવું છે કે ત્રણે કાળના વાણીના અને અર્થના જેટલા પર્યાયો છે તેટલું એક દ્રવ્ય છે, તે કથન પૂર્વે જેમ સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કહ્યું, તેમ સૂત્રમાં પણ એકને જાણતો સર્વને જાણે છે એ કથન સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કરેલ છે. શ્લોકાર્ચ -
આગમમાં પણ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે દર્શાવ્યું છે. સર્વને જાણતો એકને જાણે છે, તે પ્રમાણે એકને જાણતો સર્વને જાણે છે. II૬-૨૯ ભાવાર્થ :
પૂર્વશ્લોકોમાં સ્થાપન કર્યું એ રીતે, દરેક પદાર્થને સ્વ અને અન્ય પર્યાયનો સંશ્લેષ છે, તેને કારણે જ સૂત્રમાં પણ આ રીતે કહ્યું છે કે, જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. તાત્પર્ય એ છે કે એકનું પરિપૂર્ણ જ્ઞાન ત્યારે જ થયું કહેવાય કે જ્યારે તેના સર્વ પર્યાયોનો બોધ થાય; અને દરેક પદાર્થ સ્વ-અ પર્યાયમય હોવાથી અવશ્ય સર્વ પરપર્યાયોનું પણ તેમાં અભાવરૂપે જ્ઞાન થાય, અને સ્વના સર્વપર્યાયોનું પણ તેમાં અસ્તિત્વરૂપે જ્ઞાન થાય. તેથી એકને જાણતી વખતે સર્વ પદાર્થનો બોધ થઈ જાય છે, અને સર્વ પદાર્થનું જ્ઞાન થાય ત્યારે જ એક પદાર્થને તે પરિપૂર્ણ જાણે છે.
સૂત્રના કથનનો ફલિતાર્થ એ છે કે, સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જ્ઞાન થાય
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૫
વૈરાગ્યભેદાધિકાર ત્યારે જ એક દ્રવ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે, અને એક દ્રવ્યનું પરિપૂર્ણ જ્ઞાન તેને જ છે કે જેને સર્વદ્રવ્યના સર્વપર્યાયોનું પરિપૂર્ણ જ્ઞાન છે.
તાત્પર્ય એ છે કે, એકનું પરિપૂર્ણ જ્ઞાન તેમાં વર્તતા સર્વપર્યાયોનું જ્ઞાન થાય ત્યારે થઇ શકે છે, અને દરેક પદાર્થોમાં અનંતા સ્વપર્યાયો છે અને અનંતા પરપર્યાયો છે. આ અનંતા પરપર્યાયો એ છે કે, તેનાથી અન્ય સર્વપદાર્થોનો તે પદાર્થમાં જે અભાવ વર્તે છે, તે અભાવરૂપે પરના પર્યાયો તેમાં છે. તેથી એક પદાર્થનું પરિપૂર્ણ જ્ઞાન કરવા માટે જેમ તેમાં વર્તતા સ્વપર્યાયોનું જ્ઞાન આવશ્યક છે, તેમ તેનાથી અન્ય સર્વપદાર્થોના પર્યાયોનું જ્ઞાન પણ આવશ્યક છે. કેમ કે તેનાથી અન્ય સર્વપદાર્થોના અભાવનું જ્ઞાન કરવા માટે તેનાથી અન્ય પદાર્થોનું જ્ઞાન જરૂરી છે, અને તે થાય તો જ તેના અભાવનું જ્ઞાન પ્રસ્તુત દ્રવ્યમાં થઈ શકે. તેથી તે પદાર્થને પરિપૂર્ણ જાણવા માટે સર્વપદાર્થનું જ્ઞાન આવશ્યક રહે છે, અને આથી કરીને આગમમાં એમ કહેવાયું છે કે એકને સંપૂર્ણ જાણતો સર્વ પદાર્થોને જાણે છે, અને સર્વ પદાર્થોને જાણનારો જ એકને સંપૂર્ણ જાણે છે. II૬-૨૯ી. અવતરણિકા -
આ રીતે પૂર્વશ્લોકમાં સિદ્ધ કર્યું કે દરેક પદાર્થ સ્વપરપર્યાય સ્વરૂપ છે. તેથી પ્રશ્ન થાય કે કોઇ એક પર્યાયને આશ્રયીને પદાર્થમાં થતો વ્યવહાર અપ્રામાણિક થશે. તેથી કહે છે –
आसत्तिपाटवाभ्यास-स्वकार्यादिभिराश्रयन् ।
पर्यायमेकमप्यर्थं, वेत्ति भावाद् बुधोऽखिलम् ।।३०।। અન્વયાર્થ :
૩ત્તિપાદવાણ્યાસરામિક આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિ વડે પૂર્વમાં પર્યાયમ્ શત્ એક પણ પર્યાયને આશ્રય કરતો એવો સુધ બુદ્ધિમાન પુરુષ માવત્ ભાવથીકતત્ત્વથી ૩દ્વિતમ્ ૩W અખિલ સમગ્ર, અર્થને વેત્ત જાણે છે. I૬-૩૦ નોંધ :
“જિ” માં ઉપ' થી એમ જણાવવું છે કે બે, ત્રણ કે સર્વ પર્યાયોનો આશ્રય કરતો હોય, ત્યારે તો સંપૂર્ણ અર્થને જાણે છે, પરંતુ એક પર્યાયનો આશ્રય
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
કરતો હોય, ત્યારે પણ અખિલ અર્થને જાણે છે.
શ્લોકાર્થ :
૨૦૬
આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિ વડે એક પણ પર્યાયને આશ્રય કરતો એવો બુદ્ધિમાન પુરુષ, તત્ત્વથી સમગ્ર અર્થને જાણે છે.
||૬–૩૦ll
ભાવાર્થ:
જે સ્યાદ્વાદથી વાસિત મતિવાળો છે, તે સર્વજ્ઞના વચનાનુસાર દરેક પદાર્થને જોવાની રુચિવાળો છે, યથાર્થ બોધવાળો છે અને તે જ બુધ છે. આવા બુધ પુરુષો આસત્તિ આદિને કારણે ઓછામાં ઓછા એક પર્યાયનો આશ્રય કરતા હોય તો પણ, ભગવદ્ગચનાનુસાર જોવાની રુચિરૂપ ભાવ તેમનામાં હોવાને કારણે પદાર્થના પરિપૂર્ણ અર્થને તેઓ જાણે છે.
આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિના ભાવ આ પ્રમાણે છે ઃ
આસત્તિ :- કાર્યનો અર્થી એવો બુધ પુરુષ જ્યારે ઘટને જુએ છે, ત્યારે ઘટ પદાર્થની સાથે તેની ચક્ષુરિન્દ્રિયનો સંબંધ થાય છે, અને તે સંબંધ જ અહીં આસત્તિરૂપ છે. ચક્ષુના ઘટ સાથેના સંબંધને કારણે તે બુધ પુરુષને ઘટનાં આકૃતિ અને રૂપ દેખાય છે, અને તે બુધ પુરુષ “આ ઘટ છે,” એ પ્રકારનો વ્યવહાર કરે ત્યારે, તે આકૃતિરૂપ એક પર્યાયનો આશ્રય કરે છે. આમ છતાં, સ્યાદ્વાદથી વાસિત મતિવાળો હોવાને કારણે તે જાણે છે કે, આ ઘટ નામનો પદાર્થ ફક્ત આકૃતિરૂપ એક પર્યાયવાળો નથી, પરંતુ અનંતધર્માત્મક છે; અને તે અનંત ધર્મો સ્વ-૫૨૫ર્યાય સ્વરૂપ છે. તો પણ વ્યવહારમાં ઉપયોગી એવા આકૃતિરૂપ એક પર્યાયનો આશ્રય કરીને “આ ઘટ છે” એ પ્રમાણે વ્યવહાર કરે છે.
પાટવ :- તે જ રીતે કોઈ બુધ પુરુષ ગંધાદિની વિચારણા ન કરતો હોય ત્યારે પણ, તેની પટુ એવી ઇન્દ્રિય ગંધને ગ્રહણ કરે છે તે વખતે, તે બુધ પુરુષ ગંધરૂપ એક પર્યાયનો આશ્રય લે છે તો પણ ભાવથી તો તે એમ જ માને છે કે, આ સુગંધિત એવું દ્રવ્ય ગંધ સિવાય પણ અનંત પર્યાયો ધરાવે છે. આમ છતાં, ઇન્દ્રિયના પાટવને કારણે પદાર્થના સુગંધરૂપ એક પર્યાયનો આશ્રય કરતો પણ બુધ પુરુષ ભાવથી તે દ્રવ્યના પરિપૂર્ણ અર્થને જાણે છે.
અભ્યાસ :- સામાન્ય રીતે ધર્મી જીવો માંસને અરુચિથી જોતા હોય છે અને તે રીતે જ જોવાનો અભ્યાસ થયેલો હોવાથી તેમને માંસ જુગુપ્સનીય દેખાય છે. વળી
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૭
વૈરાગ્યભેદાધિકાર જેઓ રોજ માંસ ખાતા હોય તેઓને તે જ રીતે અભ્યાસ હોવાથી માંસ ખાદ્ય પદાર્થરૂપે જ દેખાય છે. તેથી જે વસ્તુને જે રીતે જોવાનો ઘણો અભ્યાસ થયો હોય, તો સહજ રીતે તે પદાર્થ તે પર્યાયથી જ ઉપસ્થિત થાય છે. તેમ બુધ પુરુષને પણ તેવા પ્રકારના અભ્યાસને કારણે કોઈ એક પર્યાયથી પદાર્થની ઉપસ્થિતિ થાય તો પણ, સ્યાદ્વાદના બોધવાળો હોવાથી તે જાણતો હોય છે કે પુરોવર્સી પદાર્થ અનંત ધર્માત્મક છે. આમ છતાં પુરોવર્સી માંસને જોઈને, “આ જુગુપ્તનીય છે એ પ્રકારનો વચનપ્રયોગ તે એક જુગુપ્સનીય પર્યાયને આશ્રયીને કરે છે; તો પણ તે જાણે છે કે દેખાતું માંસ માત્ર જુગુપ્સનીય પર્યાયવાળું નથી, પરંતુ અનંત ધર્માત્મક છે.
સ્વકાર્ય - કોઈ જીવને પાણી ભરવા માટેનું સાધન આવશ્યક હોય ત્યારે, પાણીને ભરવારૂપ કાર્યને ઉદ્દેશીને ઘટરૂપ એક પર્યાયનો આશ્રય કરે છે; અને કોઈકને કહે છે કે “ત્યાં પડેલા ઘટને લઈ આવો” ત્યારે પણ સ્યાદ્વાદને જાણનાર જીવ તે ઘટરૂ૫ પદાર્થને અનંત ધર્માત્મક જાણે છે.
આ ઉપરાંત “સ્વાતિ માં આદિ પદથી વિરક્ષા, જિજ્ઞાસા આદિનું ગ્રહણ કરવાનું છે. જેના અર્થ નીચે પ્રમાણે છે -
વિવક્ષા :- સ્યાદ્વાદને જાણનારો બુધ પુરુષ પણ કોઈ વિવલાથી કહે કે “આ નદી નાની છે, ત્યારે તે નદી કોઈકની અપેક્ષાએ નાની હોવા છતાં તે જાણતો હોય છે કે કોઈક અપેક્ષાએ આ નદી મોટી પણ છે. વળી તે નદીરૂપ પદાર્થ પણ અનંતધર્માત્મક છે, તો પણ વિવફા વિશેષથી તે નદીને નાની કહે છે, ત્યારે તે એક પર્યાયનો આશ્રય કરે છે.
જિજ્ઞાસા:- પોતાનું આત્મહિત સાધવાની જિજ્ઞાસા હોય ત્યારે, કોઈ એમ કહે કે આપણે શાશ્વત છીએ માટે શાશ્વત આત્માની ચિંતા કરવી જોઈએ, તે વખતે સ્યાદ્વાદને જાણનાર વ્યક્તિ અનંત ધર્માત્મક આત્માને જાણવા છતાં નિત્યસ્વરૂપ એક ધર્મનો આશ્રય કરે છે, ત્યારે પણ તે આત્માના સંપૂર્ણ અર્થને જાણે છે.
આમ, આસત્તિ આદિને કારણે બુધ પુરુષ જ્યારે પદાર્થના કોઇ એક જ પર્યાયને ગ્રહણ કરે છે, ત્યારે પણ તે પદાર્થના અખિલ અર્થને જાણે છે. વળી બે, ત્રણ કે સર્વ પર્યાયોનો આશ્રય કરે ત્યારે પણ તે પદાર્થના અખિલ અર્થને જાણે છે. તે આ રીતે –
અહીં આ ઘડો છે' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ફક્ત એક પર્યાયનો આશ્રય કર્યો છે, અને જ્યારે “કાળો ઘડો' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૦૮ ત્યારે ઘડાના આકૃતિ અને રૂ૫ એમ બે પર્યાયોનો આશ્રય કરાય છે. “સામે રહેલો ઘડો અનંત ધર્માત્મક છે' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના સર્વ પર્યાયનો આશ્રય કરાય છે, તો પણ સ્યાદ્વાદથી પરિસ્કૃત મતિ હોવાને કારણે તે દરેક પ્રયોગકાળમાં તે ઘડાના પૂર્ણ અર્થને જાણે છે.
અહીં વિશેષ એ છે કે, સ્યાદ્વાદ જાણનાર બુધ પુરુષ સમ્યગ્દષ્ટિ હોય છે, અને તેને સર્વત્ર ભગવાને કહેલા પદાર્થો તે જ રીતે દેખાય છે, અને તેની રુચિ પણ તે જ પ્રકારે હોય છે. તો પણ અવિરતિનો ઉદય હોય તો તેના સમ્યજ્ઞાનથી વિપરીત પ્રવૃત્તિ હોઈ શકે, અને અવિરતિનો ઉદય ન હોય તો તેનું સમ્યજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ બને છે. જે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય હોય તેનું સમ્યજ્ઞાન અવિરતિની પ્રવૃત્તિને શિથિલ કરનાર છે, પણ અવિરતિની પ્રવૃત્તિ કરવામાં સહાયક નથી. આથી જ સમ્યગ્દષ્ટિને અવિરતિની પ્રવૃત્તિ રુચિ વગરની હોવાથી પાપપ્રવૃત્તિનો પ્રવાહ ચલાવતી નથી. તેથી જ તેઓની પાપપ્રવૃત્તિ નિરનુબંધ હોય છે. II૬-૩ના અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે બુધ વ્યક્તિ ભાવથી અખિલ વસ્તુને જાણે છે. ત્યાં પ્રશ્ન થાય કે અનંત પર્યાયાત્મક જો એ વસ્તુ હોય તો કેવળજ્ઞાન સિવાય તેનું ગ્રહણ કેવી રીતે સંભવે ? તેથી કહે છે -
अन्तरा केवलज्ञानं, प्रतिव्यक्तिर्न यद्यपि । क्वापि ग्रहणमेकांश-द्वारं चातिप्रसक्तिमत् ।।३१।। अनेकान्तागमश्रद्धा, तथाप्यस्खलिता सदा ।
सम्यग्दृशस्तयैव स्यात्, सम्पूर्णार्थविवेचनम् ।।३२।। અન્વયાર્થ :
ચારજો કે વેતનાને ઉત્તર કેવળજ્ઞાન વિના (અનંત ધર્માત્મક પદાર્થના) પ્રતિત્તિ: વવ પ્રદામ્ ન પ્રતિવ્યક્તિ=દરેક પર્યાય, ક્યારે પણ ગ્રહણ થતા નથી, પ્રાંશદ્વાર (
પ્રમ) ૩તિબરમિત્ર અને એકાંશ દ્વારા પદાર્થનું (ગ્રહણ) અતિપ્રસક્તિવાળું છેઃછવસ્થ જે એકાંશ દ્વારા ગ્રહણ કરે છે, તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
વૈરાગ્યભેદાધિકાર માનવાનો અતિપ્રસંગ છે; તથાપિ તો પણ સયશઃ સમ્યગ્દષ્ટિની સાડાત્રતા સદા અખ્ખલિત ૩ને રાત્તામશ્રદ્ધા અનેકાન્ત આગમની શ્રદ્ધા (છે) તથા તેના વડે જ= શ્રદ્ધા વડે જ સંપૂર્થવિવેવનમ્ ત્િ સંપૂર્ણ અર્થનું વિવેચનઃગ્રહણ થાય છે. II૬-૩૧/૩રા શ્લોકાર્ચ -
જો કે કેવળજ્ઞાન વગર અનંત ધર્માત્મક પદાર્થના દરેક પર્યાય કયારે પણ ગ્રહણ થતા નથી, અને એકાંશ દ્વારા પદાર્થનું ગ્રહણ અતિપ્રસક્તિવાળું છે=છવસ્થ જે એકાંશ દ્વારા ગ્રહણ કરે છે તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ છે; તો પણ સમ્યગ્દષ્ટિની સદા અસ્મલિત અનેકાન્ત આગમની શ્રદ્ધા છે, તે શ્રદ્ધા વડે જ સંપૂર્ણ અર્થનું ગ્રહણ થાય છે. ૬-૩૧/૩શા ભાવાર્થ -
કેવળજ્ઞાની જ સ્વતંત્રરૂપે દરેક પદાર્થના બધા પર્યાયોને જાણી શકે છે, જ્યારે છદ્મસ્થાવસ્થામાં ૧૪ પૂર્વી કે સમ્યગ્દષ્ટિ, એક દ્રવ્યમાં રહેલા બધા પર્યાયોને સ્વતંત્રરૂપે ક્યારે પણ ગ્રહણ કરી શકતો નથી. તેથી જ્યારે પણ તે કોઇ વસ્તુને ગ્રહણ કરશે ત્યારે, તે પદાર્થમાં રહેલા કોઈ અંશથી તે પદાર્થનું જ્ઞાન કરી શકશે; અને તેવા અંશથી ગ્રહણ કરાયેલા છબસ્થના બોધને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ છે, આથી જ એકાંતદૃષ્ટિવાળા મિથ્યાષ્ટિના જ્ઞાનને શાસ્ત્રકારોએ મિથ્યાજ્ઞાન કહેલ છે. તેથી એમ માનવું પડે કે કેવલીને જ યથાર્થ જ્ઞાન છે, અને છબસ્થને યથાર્થ જ્ઞાન નથી.
આ પ્રકારની આપત્તિના સમાધાનરૂપે શ્લોક-૩૨ માં કહે છે કે, સમ્યગ્દષ્ટિને સદા અનેકાન્ત આગમની શ્રદ્ધા અખ્ખલિત હોય છે, અર્થાત્ જીવ જ્યારથી સમ્યક્ત્વ પામે છે, ત્યારથી માંડીને જ્યાં સુધી પાછો મિથ્યાત્વને પામે નહીં ત્યાં સુધી, ભગવાનના વચનમાં સ્કૂલના વગર તેની શ્રદ્ધા હોય છે. અને ભગવાનનું વચન અનેકાંત આગમરૂપ છે, તેથી તેની રુચિ અનેકાન્ત આગમ પ્રત્યે હોય છે, અને તે રુચિથી જ દરેક પદાર્થને તે જુએ છે. તેથી સમ્યગ્દષ્ટિને દરેક પદાર્થના સંપૂર્ણ અર્થનું અવલોકન અનેકાન્ત આગમ અનુસાર હોય છે, અને તેવું જ જ્ઞાન પ્રમાણિત છે; તેથી છબસ્થ એવા સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થશે નહિ.
આનાથી એ ફલિત થાય છે કે, કેવલી કેવળજ્ઞાનથી દરેકે દરેક દ્રવ્યમાં વર્તતા દરેક પર્યાયને સ્વતંત્રરૂપે જુએ છે, તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૧૦
દરેક દ્રવ્યના દરેક પર્યાયને સ્વતંત્રરૂપે ગ્રહણ કરી શકતો નથી, તો પણ ભગવાનના વચન પ્રત્યેની શ્રદ્ધાના બળથી દરેક પદાર્થ અનંત ધર્માત્મક છે તેમ તે જાણે છે; અને જે રીતે ભગવાને પદાર્થ અનંત ધર્માત્મક કહ્યો છે, તે રીતે જ અનંત ધર્માત્મક જાણવા માટે શક્તિ ફોરવે છે. અને જ્યાં વિશેષ ગ્રહણ ન કરી શકે ત્યાં પણ જે રીતે ભગવાન કેવળજ્ઞાનમાં જુએ છે તેવી જ સ્થિર રુચિ તે પદાર્થમાં તેને રહે છે. અને તે રુચિથી જ દેખાતા પદાર્થોને જોઈને તે વિચારે છે કે, પ્રસ્તુત પદાર્થ પણ જે રીતે ભગવાને કહ્યો છે તે રીતે જ હું માનું છું, અને તે પ્રમાણે જ મારે જાણવાનો છે. તથા પદાર્થ જે રીતે વ્યવસ્થિત છે તે રીતે જ્ઞાન કરીને શક્તિ પ્રમાણે મારા હિતની પ્રવૃત્તિ મારે ક૨વી જોઈએ. આવી રુચિ સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વકાળમાં અસ્ખલિત હોય છે, અને તેના બળથી જ તે પદાર્થને કેવલીની જેમ સંપૂર્ણ જાણે છે.
વળી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સવયં સમ્મત્તું” આ શાસ્ત્રવચનનો અર્થ એ છે કે સમ્યગ્દર્શન સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક છે; અને સમ્યગ્દષ્ટિ કેવલીની જેમ સર્વપર્યાયને સ્વતંત્રરૂપે જાણતા નથી, છતાં સર્વજ્ઞના વચન અનુસાર જ તેઓની રુચિ સર્વ -પર્યાયવિષયક છે. તેથી તેઓના સમ્યગ્દર્શનને સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક કહેલ છે. II૬–૩૧/૩૨/
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિને હંમેશાં અનેકાન્ત આગમની શ્રદ્ધા હોય છે, તેથી તેનો બોધ સંપૂર્ણ અર્થને જાણનારો હોય છે. આમ છતાં, સમ્યગ્દષ્ટિ વ્યવહાર કરે છે ત્યારે કોઇ એક દૃષ્ટિથી પણ પદાર્થનું કથન કરે છે, તે વાત બતાવતાં કહે છે .
-
आगमार्थोपनयनाद्, ज्ञानं प्राज्ञस्य सर्वगम् । कार्य्यादेर्व्यवहारस्तु, नियतोल्लेखशेखरः ।। ३३ ।।
અન્વયાર્થ ઃ
પ્રાપ્તસ્ય જ્ઞાનું પ્રાશનું=સમ્યગ્દષ્ટિનું, જ્ઞાન ગામમાર્થીપનયનાત્ આગમાર્થનું ઉપનયનયોજન, હોવાના કારણે સર્વમ્ સર્વગત=સંપૂર્ણ વસ્તુવિષયક છે. (આમ છતાં) હાર્યાર્વ્યવહાર: તુ કાર્યાદિને કારણે વ્યવહાર વળી નિયતોìશેઅર: નિયત (પર્યાયના) ઉલ્લેખશેખર=ઉલ્લેખવાળો (હોય) છે. II૬–૩૩॥
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૧
વૈરાગ્યભેદાધિકાર નોંધ :
“ માં “પારિ પદથી શ્લોક-૩૦ માં બતાવેલ આસત્તિ, પાટવા વગેરેનું ગ્રહણ કરવાનું છે. શ્લોકાર્ય :તે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન,આગમાર્થનુંયોજન હોવાના કારણે સંપૂર્ણ વસ્તુવિષયક છે. આમ છતાં, કર્યાદિને કારણે વ્યવહાર વળી નિયત પર્યાયના ઉલ્લેખવાળો હોય છે.૩૩JI ભાવાર્થ :
અહીં ‘પ્રાજ્ઞ' શબ્દથી અનેકાન્ત આગમની અસ્મલિત શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિને ગ્રહણ કરવાના છે, અને આવો સમ્યગ્દષ્ટિ હંમેશાં આગમના અર્થને યોજીને જ કોઇપણ પદાર્થને જુએ છે. તેથી કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવા માટે આવો પ્રાજ્ઞ જીવ ઉપયોગવાળો બને ત્યારે, આગમની દૃષ્ટિથી તે પદાર્થ તેને અનંત ધર્માત્મક જ દેખાય છે, તેથી તે જ્ઞાનના વિષયરૂ૫ દ્રવ્યના સર્વ પર્યાયોને સ્પર્શનારું તેનું જ્ઞાન છે. આમ છતાં, વ્યવહારની કોઇપણ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે, જે પ્રકારનું કાર્ય હોય તે પ્રકારે નિયત પર્યાયના ઉલ્લેખને પ્રધાન કરીને તે વ્યવહાર કરે છે.
જેમ ઘટનો અર્થી હોય ત્યારે તે જાણે છે કે ઘટ પદાર્થ કથંચિત્ ઘટ છે, કથંચિત્ અઘટ છે, ઇત્યાદિ અનંત ધર્માત્મક છે; તો પણ આ કથંચિત્ ઘટ છે, આ કથંચિત્ અઘટ છે, એમ જ બોલ્યા કરે તો કોઇ પ્રવૃત્તિ થઈ શકે નહીં, પરંતુ જ્યારે પોતાને ઘટનું પ્રયોજન હોય ત્યારે તે કહે કે “ત્યાં પડેલા ઘડાને લાવો', તેથી અનંત ધર્માત્મક પર્યાયમાંથી ઘટરૂપ એક પર્યાયનો ઉલ્લેખ કરીને તે વ્યવહાર કરે છે. અને
જ્યારે કોઈ કહે કે “ત્યાં પડેલા પટને લાવો ત્યારે ત્યાં પડેલા ઘટને જોઇને આ “પટ નથી” એ પ્રકારનો તે ઉલ્લેખ કરે છે ત્યારે, પટરૂપે ઘટના અભાવનું જ તેને જ્ઞાન થાય છે, અને પટરૂપે ઘટના અભાવનો જ તે ઉલ્લેખ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિનો સર્વત્ર કાર્યાદિને અનુરૂપ ઉચિત વ્યવહાર પણ સંગત થાય છે, અને બોધ પણ પરિપૂર્ણ વસ્તુનો યથાર્થ જ હોય છે. I૬-૩૩ અવતરણિકા -
શ્લોક-૨૨ માં કહેલ કે એકાન્ત ષકાયના શ્રદ્ધાનમાં શુદ્ધતા નથી. તેમાં હેતુ બતાવેલ કે સંપૂર્ણ પર્યાયના અલાભના કારણથી માથાભ્યનો નિશ્ચય નહીં
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૧૨ હોવાથી શુદ્ધતા નથી. અને પછીના શ્લોક-૨૩ થી ૩૩ માં બતાવ્યું કે સંપૂર્ણ પર્યાયનો લાભ શું છે ? અને તે કઈ રીતે થાય ? અને તેની સિદ્ધિ કરી. હવે તે એકાન્તની શ્રદ્ધા શુદ્ધતાની વિરોધી કેમ છે ? તેનો ઉપસંહાર કરતાં કહે છે –
तदेकान्तेन यः कश्चि-द्विरक्तस्यापि कुग्रहः । .. शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत् ।।३४।। અન્વયાર્થ:
તત્ તે કારણથી=પૂર્વમાં કહ્યું કે પદાર્થ અનંત ધર્માત્મક છે, અને પ્રાજ્ઞ આગમની શ્રદ્ધાથી તે અખિલ અર્થને જાણે છે તે કારણથી, વિરારી ૩ ગેનાભારાય વિરક્તનો પણ જૈનાભાસનો ૬ મિત્તેન યઃ યુઝઃ કોઈપણ એકાંતથી જે કુગ્રહ છે, સોચે તે આ=કુગ્રહ શાસ્ત્રાર્થવાઘનાત્ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપકૃત્ પાપને કરનારો છે. I૬-૩૪ શ્લોકાર્ચ - 2..
પૂર્વમાં કહ્યું કે પદાર્થ અનંત ધર્માત્મક છે, અને પ્રાજ્ઞ આગમની શ્રદ્ધાથી તે અખિલ અર્થને જાણે છે, તે કારણથી વિરક્તનો પણ જેનાભાસનો કોઈપણ એકાન્તથી જે કુગ્રહ છે, તે કુગ્રહ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપને કરનારો છે. I
૩૪ll
ભાવાર્થ -
પૂર્વશ્લોકમાં સિદ્ધ કર્યું કે દરેક પદાર્થ સ્વ-પરપર્યાયરૂપ અનંત ધર્માત્મક છે, તથા જે પ્રાજ્ઞ છે તે જિનવચનની પરીક્ષા કરીને જિનવચન જ ખરેખર તત્ત્વ છે તેવી પરિપૂર્ણ રુચિવાળો થાય છે, તેથી તે જૈન છે. અને જે જૈન ધર્મને માનનારો હોય, વિરક્ત હોય, શબ્દથી સ્યાદ્વાદને માનનારો હોય, તો પણ કેવળ ષકાયના પાલનમાં રુચિને ધારણ કરતો હોય, તો અર્થથી તે એકાન્ત ષકાયના શ્રદ્ધાનવાળો છે, તેથી તે જૈનાભાસ છે; અને તેને એવો કુગ્રહ છે કે પકાયનું પાલન જ કેવળ મોક્ષનું કારણ છે. અહીં ગ્રંથકાર કહે છે કે, આ કુગ્રહ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપને કરનાર છે. કારણ કે શાસ્ત્રાર્થ, જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ માને છે, નહીં કે એકલી ક્રિયા અથવા એકલા જ્ઞાન દ્વારા જ. તેથી તેવો જીવ અહિંસાની શુભલેશ્યાને ધારણ કરતો હોય, નિપુણ પ્રજ્ઞાપૂર્વક અહિંસા માટે દરેક પ્રવૃત્તિ કરતો હોય, તપમાં
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૩
વૈરાગ્યભેદાધિકાર પણ સારો યત્ન કરતો હોય, સર્વત્ર નિઃસ્પૃહવૃત્તિને ધારણ કરતો હોય, તેના કષાયો ઉપશાંત થયેલા દેખાતા હોવાથી મહાત્મા જેવો ભાસતો હોય, તો પણ તે જૈનાભાસ છે; કારણ કે મિથ્યાત્વમોહનીયના ઉદયને કારણે તેની રુચિ એકાન્તમાં છે. તેથી જ તેવા જીવની ચારિત્રની સર્વ આચરણા પણ ભાવચારિત્રનું કારણ બનતી નથી.
વળી, જેમ ષકાયના એકાંત શ્રદ્ધાનરૂપ કુગ્રહવાળાની સંયમની ક્રિયા મોક્ષનું કારણ નથી, તેમ ભગવાનના વચનથી વિરુદ્ધ એવો કોઇપણ પ્રકારનો આગ્રહ હોય તો તેની સંયમની ક્રિયા પણ વ્યર્થ છે. તેથી વિરક્તનો જે કોઇ કુગ્રહ છે તેને પાપરૂપ કહ્યો છે. દા.ત. જમાલિના ઉત્સુત્ર ભાષણ પછી અત્યંત નિરતિચાર ચારિત્ર હોવા છતાં, અને કેવળ મોક્ષાર્થક જ સંયમમાં યત્ન હોવા છતાં, તેમનું સર્વ સંયમ મોક્ષનું અકારણ છે; તેથી તે અનનુમોદનીય છે અને આ વાત “ધર્મપરીક્ષામાં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, આપાતથી જોતાં એમ લાગે કે કોઈ એક નાના પદાર્થમાં આભોગથી કે અનાભોગથી અનિવર્તનીય અસદ્ગહ હોય તો પણ, જે આત્મા કષાયરહિત થવા માટે અને મોક્ષ માટે તપ-સંયમમાં યત્ન કરી રહ્યો હોય, શાસ્ત્ર વચનાનુસાર જ નિર્દોષ ચર્યામાં સારો એવો યત્ન કરતો હોય, અને વિષયોની પ્રવૃત્તિને છોડીને તપ-સંયમનો યત્ન ચિત્તની શુદ્ધિ માટે કરતો હોયતો તે મોક્ષનો આરાધક કેમ નથી ? તેનું સમાધાન એ છે કે, સાચી ચિત્તશુદ્ધિ તો દર્શનમોહનીયના ક્ષય કે ક્ષયોપશમથી જ થાય છે, અને તે શુદ્ધિને માટે યથાર્થ જ્ઞાન આવશ્યક છે.
જોકે પરિપૂર્ણ યથાર્થ જ્ઞાન તો કેવલીને જ હોય છે, પરંતુ નિર્મળ પ્રજ્ઞાવાળા જીવો જ્યારે સર્વજ્ઞના વચનની પરીક્ષા કરીને તેમના વચન પ્રમાણે રુચિવાળા થાય છે, અને તેમના વચનના અભ્યાસથી ગીતાર્થ બને છે, ત્યારે તેઓમાં પરિપૂર્ણ યથાર્થ તત્ત્વની રુચિ થાય છે; જે સર્વજ્ઞની અપેક્ષાએ સંગ્રહાત્મક પરિપૂર્ણ પદાર્થના યથાર્થ જ્ઞાનસ્વરૂપ છે.
વળી, ગીતાર્થ થવાની શક્તિ વગરના જીવો જ્યારે નિર્મળ પ્રજ્ઞાવાળા થાય છે, ત્યારે ગીતાર્થના પાતંત્ર્યથી સંક્ષેપથી યથાર્થ જ્ઞાનવાળા થાય છે. જેમ સર્વજ્ઞની અપેક્ષાએ ગીતાર્થને સંગ્રહાત્મક જ્ઞાન હોય છે, તેમ ગીતાર્થની અપેક્ષાએ તેમની નિશ્રામાં રહેતા જીવને સંગ્રહાત્મક યથાર્થ જ્ઞાન હોય છે; અને તે યથાર્થ જ્ઞાન યથાર્થ રુચિને પેદા કરે છે. આ યથાર્થ રુચિ પરિપૂર્ણ યથાર્થ સાનુબંધ પ્રવૃત્તિનો હેતુ છે. તેથી જ તે આત્માની કોઈ અનુચિત પ્રવૃત્તિ હોય તો તે પણ અનાદિના કુસંસ્કાર અને G-૧૬
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૧૪ કર્મના પ્રાબલ્યથી સંભવે, પરંતુ તે યથાર્થ રુચિ તેવી અનુચિત પ્રવૃત્તિની અનુબંધશક્તિનો નાશ કરે છે. જ્યારે અસટ્ટાવાળાની ઘણી ઉચિત પ્રવૃત્તિ પણ અયથાર્થ રુચિવાળી એવી અનુબંધ શક્તિયુક્ત હોવાથી ભાવિમાં અનુચિત પ્રવૃત્તિનું કારણ બને છે. તેથી જ તેઓનું દ્રવ્યચારિત્ર અનુબંધશક્તિ વગરનું હોવાથી મોક્ષનું કારણ નથી.
તાત્પર્ય એ છે કે, સમ્યગ્દષ્ટિને યથાર્થ રુચિ હોવાને કારણે તેની અનુચિત પ્રવૃત્તિ પણ અનુબંધશક્તિ વગરની હોય છે, અને તેથી તે પણ યથાર્થ રુચિને કારણે મોક્ષમાર્ગમાં સંસ્થિત છે. કારણ કે યથાર્થ રુચિ ધીરે ધીરે યથાર્થ પ્રવૃત્તિ નિષ્પન્ન કરીને મોલમાં વિશ્રાન્ત થઈ શકે, જ્યારે અનિવર્તનીય અયથાર્થ રુચિથી યુક્ત યત્કિંચિત્ યથાર્થ આચરણા પણ મોક્ષ સાથે લેશ પણ સંબંધ વગરની બને છે, અને અપુનબંધક જીવની અયથાર્થરુચિ નિવર્તનીય છે, તેથી દોષરૂપ હોવા છતાં જીવ ગુણને અભિમુખ છે. I૬-૩૪ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે વિરક્ત પણ જેનાભાસનો એકાંતથી કુગ્રહ છે તે પાપરૂપ છે. હવે તે એકાન્ત ક્યા કયા વિષયમાં હોય છે કે જેના કારણે તે જૈનશાસનના આચાર પાળતો જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળો બનતો નથી, પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળો બને છે, તે બતાવે છે –
उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये ।
ज्ञाने कर्माणि वाऽयं चे-न तदा ज्ञानगर्भता ।।३५।। અન્વયાર્થ :
૩ વ ૩પવાટે વા ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારે ૩થ નિરાશે વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાને જ વા જ્ઞાનમાં કે ક્રિયામાં વેત્ ૩થે જો આ=એકાંતથી આગ્રહ હોય તેવા જ્ઞાનર્મિતા ન તો (તેના વૈરાગ્યમાં) જ્ઞાનગર્ભતા નથી. II૬-૩પા શ્લોકાર્ધ :
ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાનમાં કે ક્રિયામાં જો એકાત્તથી આગ્રહ હોય તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. I૬-૩પા
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૫
ભાવાર્થ :
વૈરાગ્યભેદાધિકાર
જે જીવો ઉત્સર્ગાદિમાં એકાંતે આગ્રહ રાખનારા છે, તેઓને જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી, તે આ રીતે –
૧. ઉત્સર્ગ :- કોઈ જીવ સ્યાદ્વાદને માનતો હોય, તેથી તે સામાન્યથી જાણે છે કે જૈનશાસન ઉત્સર્ગ-અપવાદમય છે. તો પણ સ્થૂલબુદ્ધિ હોવાને કા૨ણે ઉત્સર્ગની પ્રવૃત્તિ સંયમને અનુકૂળ છે અને અપવાદની પ્રવૃત્તિ સંયમને પ્રતિકૂળ છે, તેમ તેને દેખાય છે. તેથી અપવાદનું સ્થાન હોય ત્યાં પણ તે ઉત્સર્ગને જોડવા યત્ન કરે છે. તેવા જીવને એકાન્ત ઉત્સર્ગની રુચિ હોય છે. કારણ કે અપવાદના સેવનથી જ જ્યારે વિશેષ લાભ હોય તેવા સ્થાનમાં પણ ઉત્સર્ગને જોડવો તે ઉત્સર્ગ પ્રત્યેનો અધિક પક્ષપાત છે, જે દોષરૂપ છે.
૨. અપવાદ :- વળી કોઈક જીવ આરાધના અર્થે તપ-સંયમમાં યત્ન કરતો હોય અને સ્યાદ્વાદને માનતો હોય, તો તે જાણતો હોય છે કે જૈનશાસન ઉત્સર્ગઅપવાદમય છે. પરંતુ જો પોતાનો સુખશીલિયો સ્વભાવ હોય તો, ઉત્સર્ગના સ્થાને પણ અપવાદનું અવલંબન લઈને માને કે ભગવાનના શાસનમાં અપવાદ પણ છે, માટે હું અપવાદનું સેવન કરું છું. આવા જીવોને એકાન્તે અપવાદમાં રુચિ હોય છે. કેમ કે ઉત્સર્ગના સ્થાનમાં પણ અપવાદને જોડવાની મનોવૃત્તિ તેઓને છે, જે દોષરૂપ છે.
એ જ રીતે વ્યવહારમાં કે નિશ્ચયમાં એકાન્ત આ રીતે પ્રાપ્ત થાય. જેઓ એકાન્તે બાહ્ય ક્રિયાઓને જ મોક્ષનું કારણ માને છે, તેઓ એકાન્તવ્યવહારરુચિવાળા છે.
જેઓ બાહ્ય ક્રિયાઓને મોક્ષનું કારણ માનતા નથી, અને શરીર આદિ સાથેના ભેદજ્ઞાનને જ એકાન્તે મોક્ષનું કા૨ણ માને છે; તેઓ એકાન્તનિશ્ચયરુચિવાળા છે. આ સિવાય જેઓ સ્યાદ્વાદને માનવા છતાં એકાંતે વ્યવહારને કે નિશ્ચયને જ માને છે તેઓ પણ એકાન્તવાદી છે. તે આ પ્રમાણે -
૩. વ્યવહાર :- સ્યાદ્વાદને માનનારા કેટલાક એમ જ કહે છે કે, અમને વ્યવહાર અને નિશ્ચય ઉભય અભિમત છે, પરંતુ પ્રથમ ભૂમિકામાં વ્યવહાર જ સાધક છે માટે વ્યવહારમાં જ યત્ન કરવો જરૂરી છે. શબ્દથી આ વચન માનવા છતાં જે લોકોની રુચિ પરિણામનિરપેક્ષ ક્રિયામાં જ છે, અને જેઓ એમ જ માને છે કે ક્રિયા કરવાથી જ પરિણામ આવે, અને પરિણામપૂર્વકની ક્રિયા જ અમને
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અધ્યાત્મસાર અભિમત છે, તેમ છતાં તેમને અભિમત પરિણામ તો ક્રિયા કરવાનો શુભભાવ માત્ર જ છે; અને ખરેખર તો જીવે વ્યવહારને અભિમત અનુષ્ઠાનદ્વારા નિશ્ચયને અભિમત એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ પ્રાદુર્ભાવ કરવાનું છે. તેથી તેને માટે સર્વથા મોહરહિત અવસ્થા અને તે મોહરહિત અવસ્થાને અનુરૂપ એવી નિર્વિકલ્પ દશા અને તે નિર્વિકલ્પ દશાને અનુરૂપ એવી ધ્યાનની વિશેષ ક્રિયા, અને તે ધ્યાનને અનુરૂપ સુદઢ યત્નવાળી વ્યવહારની ક્રિયા જ ચિત્તમાં લક્ષ્યરૂપે હોવી જોઈએ. કારણ કે આવી ક્રિયા દ્વારા જ જીવ ધીરે ધીરે સંસારના ભાવોથી વિશ્રામ પામીને તાત્વિક ભાવો તરફ ગમનને અનુકૂળ પરિણામને પામે છે. તેથી જ જેઓને આવી ક્રિયા લક્ષ્યરૂપે નથી, અને લક્ષ્યરૂપે બને તેવી ચિત્તની ભૂમિકા પણ જેઓને નથી, તે બધાનો જે વ્યવહારમાં અભિનિવેશ છે તે એકાંતથી છે. આવા જીવો એકાન્ત વ્યવહારરુચિવાળા છે.
૪. નિશ્ચય:- સ્યાદ્વાદને માનનારા કેટલાક એમ કહે છે કે અમને નિશ્ચયવ્યવહાર બંને માન્ય છે, તો પણ ફળસાધક તો નિશ્ચય જ છે. આમ કહીને તેઓ કહે છે કે શરીર આદિ સાથેનું ભેદજ્ઞાન જ નિર્લેપ બુદ્ધિનું કારણ છે અને નિર્લેપ બુદ્ધિથી જ મોક્ષ પ્રગટે છે, જ્યારે વ્યવહારનયને માન્ય એવી ધર્મની ક્રિયાઓ તો પુણ્યબંધ કરાવીને સદ્ગતિમાત્રમાં જ લઈ જઈ શકે છે. માટે મોક્ષાર્થીએ નિશ્ચયનયમાં જ યત્ન કરવો જોઈએ.
વળી જો નિશ્ચયમાં પ્રયત્ન કરવામાં આવે તો, જીવને ભેદબુદ્ધિ સ્થિર થવાથી શરીર આદિની ક્રિયામાં પણ કર્તુત્વ-ભોક્નત્વની બુદ્ધિ થતી નથી અને દૃષ્ટાભાવે સંસારની ક્રિયા કરીને કર્મથી લપાતો નથી. વાસ્તવિક રીતે આવા નિશ્ચયવાદી જીવો સ્યાદ્વાદને માનવા છતાં નિશ્ચય પ્રત્યેના અતિપરિણામને કારણે એકાંતદષ્ટિવાળા જ છે. તેથી વિવેકપૂર્વકનો વ્યવહાર તેને રુચતો નથી.
આમ, શબ્દથી નિશ્ચય-વ્યવહાર ઉભય માનતો હોવા છતાં અર્થથી તે માત્ર નિશ્ચયનયની રુચિવાળો બને છે. તેથી નિશ્ચયને પ્રાપ્ત કરાવી આપનાર એવા
ઉચિત વ્યવહારને છોડીને જે શબ્દમાત્રરૂપ નિશ્ચયની વિચારણાઓ કરે છે, તે નિશ્ચયના ભાવને સ્પર્શી શક્તો નથી. કારણ કે જીવ સિદ્ધ અવસ્થામાં જ સર્વથા શરીરથી અને કર્મથી પૃથક છે, તથા સંસારી અવસ્થામાં અપેક્ષાએ પૃથફ છે અને અપેક્ષાએ એકમેક પણ છે. માટે પુદ્ગલની પરિણતિ તેને અસર કરે જ છે.
દા.ત. શરીર પર થતી દાહની ક્રિયા વખતે શરીરથી પોતે પૃથક છે, એમ
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭
વૈરાગ્યભેદાધિકાર વિચારતો હોય તો પણ, તેને અશાતા અને સાથે સાથે અરતિ પણ પ્રાયઃ થાય જ છે. તેથી જ આવે સમયે તત્ત્વદૃષ્ટિએ જેમ પોતે શરીરથી પૃથક છે, તેમ વ્યવહારષ્ટિએ અપૃથક પણ છે એમ વિચારીને, વ્યવહારનયને માન્ય એવી ઉચિત ક્રિયાઓ દ્વારા પણ નિર્લેપ થવાનો યત્ન કરવો જોઇએ.
જોકે પ્રારંભિક ભૂમિકાવાળા જીવો માટે શરીરથી પૃથક્વનું ભાવન અતિદુષ્કર છે, છતાં તેના ભાવને અનુરૂપ એવો ઉચિત વ્યવહાર સેવવો જોઈએ; જેથી ધીરે ધીરે શરીરાદિથી પૃથકત્વનું ભાવન કરવા તે સમર્થ બને. આમ, અનુચિત
વ્યવહારને કરતો અને નિશ્ચયને અવલંબીને શરીરથી પૃથક્તનો વિચાર કરતો નિશ્ચયમાં એકાન્તવાદી છે.
જ્ઞાનમાં એકાંતવાદીઓનો કુગ્રહ છે, તે નીચે પ્રમાણે -
૫. જ્ઞાન :- જેઓ એમ માને છે કે મન, વચન અને કાયાની ક્રિયા પુદ્ગલની છે, અને આત્મા જ્ઞાનમય છે, તેથી જ્ઞાનમય આત્માને પ્રગટ કરવા માટે શુદ્ધ આત્માના જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ; વળી એમ કહે છે કે, જ્યારે મન, વચન અને કાયાની ચેષ્ટારૂપ ચારિત્રની ક્રિયા સિદ્ધ અવસ્થામાં પણ નથી, તેથી તે ક્રિયા મોક્ષનું કારણ કઈ રીતે થઈ શકે ? આમ માનનાર એકાન્ત જ્ઞાનથી મોક્ષ માને છે.
વળી, કેટલાક “જ્ઞાનાભ્યામ્ મોક્ષ” સૂત્રના બળથી-જ્ઞાન-ક્રિયાને મોક્ષનું કારણ માને છે, તો પણ જ્ઞાન પ્રત્યેનો તેમને અતિ પક્ષપાત હોવાને કારણે, ક્રિયા મોક્ષના કારણરૂપે શબ્દથી સ્વીકારવા છતાં શુદ્ધ આત્માના ભેદજ્ઞાનને જ મોક્ષનું કારણ માને છે, અને ક્રિયા પ્રત્યે અનાદરવાળા હોય છે. તેઓ પણ એકાન્ત જ્ઞાનમાં રુચિવાળા છે.
૬. ક્રિયા :- વળી, કેટલાક જીવો એમ માને છે કે ફળની નિષ્પત્તિ તો ક્રિયાથી જ થાય છે, જ્ઞાનમાત્રથી તો ફળ થઈ શકે નહિ. છતાં જ્ઞાન, ક્રિયાને પ્રગટ કરીને જ મોક્ષનું કારણ બને છે, તેથી ક્રિયામાં ઉપયોગી હોય તેટલા જ જ્ઞાનને તેઓ મોક્ષના કારણરૂપે માને છે, અને સ્વ-પરદર્શનના અભ્યાસરૂપ કે નયવાદરૂપ જ્ઞાનને તો તેઓ ઉપયોગીરૂપે જોતા નહીં હોવાથી, ક્રિયામાં ઉપયોગી એવા જ્ઞાનને મેળવીને જ સંતોષવાળા હોય છે, અને ક્રિયામાં જ દઢ આદરવાળા હોય છે. તેઓ પણ એકાંતે ક્રિયાની રુચિવાળા છે.
વળી કેટલાક “જ્ઞાનયાભ્યામ્ મોત:એ સૂત્રને માનવા છતાં પણ ક્રિયા પ્રત્યે જ પક્ષપાતવાળા હોવાના કારણે, પોતાના શુદ્ધ ભાવને જાણવાની કે તેના
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અધ્યાત્મસાર ઉપાયભૂત વિશેષ જ્ઞાન માટે યત્ન કરવાની ઉપેક્ષાવાળા, અને માત્ર બાહ્ય આચરણારૂપ ક્રિયામાં જ રુચિવાળા છે. તેવા જીવો ક્રિયામાં એકાન્ત રુચિવાળા છે.
આ રીતે ઉત્સર્ગ-અપવાદ, વ્યવહાર-નિશ્ચય કે જ્ઞાન-ક્રિયામાં ક્યાંય પણ એકાંત પક્ષપાત હોય, કે બંનેને માનવા છતાં એક પ્રત્યે બલવાન પક્ષપાત હોય, તો પણ તે એકાન્તવાદી જ છે અને તેઓમાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી. II૬-૩પ અવતરણિકા -
હવે કેવા પ્રકારના બોધવાળાના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી, તે શ્લોક૩૬ થી ૩૮ માં બતાવે છે –
स्वागमेऽन्यागमार्थानां, शतस्येव परार्थ्यके ।
નીવતારવુથર્વ વે-ત્ર તથા જ્ઞાનવર્ધતા રૂદ્દાઓ અન્વયાર્થ :
પરેશતરચ રુર પરાર્ધમાં શતની જેમ=પરાધની સંખ્યામાં જેમ સોની સંખ્યા સમાઈ જાય તેમ વાડચામર્થનાં સ્વઆગમમાં અન્ય આગમોના અર્થોના ઉતારવુઘલ્વે વેત્ ન અવતારનો બોધ જો નથી, તવા તો તેના વૈરાગ્યમાં) જ્ઞાનર્મતા ન જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૬ાા
* “પરાધ' એ ઘણી મોટી સંખ્યા દર્શાવતો સંખ્યાવાચી શબ્દ છે. શ્લોકા :
પરાધની સંખ્યામાં જેમ સોની સંખ્યા સમાઈ જાય, તેમ સ્વઆગમમાં અન્ય આગમોના અર્થોના અવતારનો બોધ જો નથી, તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી.
I૬-૩૬ના
ભાવાર્થ :
પરાધની સંખ્યામાં સોની સંખ્યા સમાઈ જાય છે, કેમ કે પરાર્ધ સંખ્યા મોટી છે અને સો સંખ્યા નાની છે. તે જ રીતે સ્વઆગમ સર્વ નયાત્મક છે અને અન્યદર્શનનાં આગમો એકેક નય પર ચાલે છે, તેથી સર્વનયાત્મક જૈન આગમમાં અન્યદર્શનનાં એક નયાત્મક સત્ય વચનો અંતર્ભાવ પામે છે. આમ છતાં, જેઓને જૈનદર્શનના સર્વનયોનો યથાસ્થાન યોજન કરવાનો બોધ નથી, તેઓ અન્યદર્શનના
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૯
વૈરાગ્યભેદાધિકાર એકેક નયોના વચનને જૈનદર્શનમાં યોજન કરી શકતા નથી; અને માત્ર એક જ માને છે કે અન્યદર્શનનાં કથનો એકાન્તવાદરૂપ હોવાથી સર્વથા અસત્યરૂપ છે. એવા અગીતાર્થને સંસારની નિર્ગુણતાના જ્ઞાનને કારણે વૈરાગ્ય હોય તો પણ તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી. કેમ કે જૈનદર્શનના નયસાપેક્ષના બોધપૂર્વકનો તેનો વિરક્ત ભાવ નથી. II૬-૩૬ાા
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने ।
माध्यस्थ्यं यदि नायातं, न तदा ज्ञानगर्भता ।।३७।। અન્વયાર્થ :
સ્વાર્થસત્યે પોતાના અર્થમાં સત્ય અને) પરવાતને મોઘેણુ પર ચાલનમાં= પરવિચારણામાં, નિષ્ફળ એવા નવુ નયોમાં જો મધ્યરચે મધ્યસ્થપણું નાયાત આવેલું ન હોય, તરા તો (તેવા જીવના વૈરાગ્યમાં) જ્ઞાનર્મિતા ન જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૭માં શ્લોકાર્ચ -
પોતાના અર્થમાં સત્ય અને પરવિચારણામાં નિષ્ફળ એવા નયોમાં જો મધ્યસ્થપણું ન આવેલું હોય, તો તેવા જીવના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૭ના ભાવાર્થ :
દરેક નય પોતપોતાના સ્થાનમાં જે પદાર્થ કહે છે તે પદાર્થ સાચો હોય છે, પરંતુ તે જ નય અન્ય નયના સ્થાનમાં વિચારણા કરવા અસમર્થ છે. તેથી જે આત્માને નયોની મધ્યસ્થતા હોય તે આત્મા, જે સ્થાનમાં જે નયની ઉપયોગિતા હોય તે સ્થાનમાં તે નયને જ યોજે છે, પરંતુ અન્ય સ્થાનમાં તે નયને યોજતો નથી.
સ્યાદ્વાદી દરેક નયને માને છે, છતાં જ્યારે આત્માને અનિત્ય પદાર્થ બતાવીને વૈરાગ્ય ભાવના કરવાની હોય, ત્યારે પર્યાયાસ્તિકનયને અવલંબીને જ પરિણામમાં યત્ન કરે છે; અને જ્યારે શાશ્વત એવા આત્માના હિત માટે પ્રયત્ન કરવાની પ્રવૃત્તિને દઢ બનાવવાની આવશ્યકતા હોય, ત્યારે દ્રવ્યાસ્તિકનયનું જ અવલંબન લઈને “પોતે શાશ્વત છે' એ પ્રકારના પરિણામમાં યત્ન કરે છે. આવી મધ્યસ્થતા હોવાને કારણે સ્યાદ્વાદી દરેક નયોને ઉચિત સ્થાને યોજીને આત્મહિત સાધે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૨૦
પરંતુ અન્યદર્શનવાળાઓ કોઈ એક નય ઉપર પોતાના દર્શનનું સ્થાપન કરતા હોવાથી, પોતાને માન્ય એવી એક નયદષ્ટિ અન્ય નયના સ્થાનમાં પણ સંગતિ કરવા યત્ન કરે છે, તેવા એકાંતવાદીઓમાં નવિષયક મધ્યસ્થતા નથી.
તે જ રીતે સ્યાદ્વાદને માનનાર પણ કોઈ જીવ, કોઈ એક નય પ્રત્યે વલણવાળો હોય તો, તે નયના સ્થાનમાં તે જ નયને યોજે છે અને પરનયના સ્થાનમાં પણ તે જ નયને યોજવા યત્ન કરે છે. જેમ ચારિત્રાચારની ક્રિયા પ્રત્યે અતિવલણવાળા જીવો માને છે કે, જ્ઞાનનું ફળ વિરતિ જ છે, માટે જ્ઞાન ભણીને પણ વિરતિમાં જ યત્ન કરવાનો છે, તેથી તેઓ વિરતિની ક્રિયાને ઉપયોગી હોય તેટલા જ માત્ર જ્ઞાનમાં સંતોષ માનીને ક્રિયામાં જ પક્ષપાતી રહે છે અને વિશેષ જ્ઞાનથી થતા સંવેગની વૃદ્ધિની ઉપેક્ષા કરીને હિત સાધી શકતા નથી, તે તેઓની નયના વિષયમાં મધ્યસ્થતા નથી.
પરંતુ જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા જીવો મોક્ષના ઉપાયભૂત સંવેગને જ જુએ છે, અને તેથી જે સ્થાનમાં સંવેગની વૃદ્ધિનું કારણ જ્ઞાન બનતું હોય, તે સ્થાનમાં જ્ઞાનનયને મહત્ત્વ આપે છે; અને જે સ્થાનમાં ક્રિયાની સમ્યગુ પાલનાથી જ સંવેગની વૃદ્ધિ થતી હોય, ત્યારે તે સ્થાનમાં ક્રિયાનયને યોજે છે. તેનું કારણ યથાર્થ જ્ઞાન હોવાના કારણે સર્વ નયો પ્રત્યે તેઓને મધ્યસ્થતા છે. I૬-૩થા
आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः ।
न स्थाने योजकत्वं चे-न तदा ज्ञानगर्भता ।।३८।। અન્વયાર્થ :
૩મી માર્થાનાં સાથ આગમિક અર્થોને આજ્ઞા વડે યોાિનાં ૨ યુતિઃ અને યુક્તિગ્રાહ્ય અર્થોને યુક્તિથી રથાને યોગત્વે વેત્ સ્થાનમાં યોજકપણું જો ન હોય, તરી જ્ઞાનર્મિતા ન તો (તેના વૈરાગ્યમાં) જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૮II શ્લોકાર્થ :
આગમિક અર્થોને આજ્ઞા વડે અને યુક્તિવાળા અર્થોને યુક્તિથી, સ્થાનમાં યોજકપણું જો ન હોય તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. I૬-૩૮ ભાવાર્થ :
સર્વજ્ઞ ભગવંતે કહેલાં જે વચનો યુક્તિથી યોજવા યોગ્ય હોય તે યુક્તિથી
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૧ ,
વૈરાગ્યભેદાધિકાર યોજવાનું, અને યુક્તિના અવિષયભૂત કેવળ આજ્ઞાથી ગ્રાહ્ય એવા આગમિક અર્થોને આજ્ઞાથી જ યોજવાનું સામર્થ્ય જેનામાં નથી, તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ નથી. કારણ કે વ્યક્તિને યથાર્થ જ્ઞાન છે એમ ત્યારે જ કહેવાય કે જ્યારે તે યુક્તિગ્રાહ્ય પદાર્થને યુક્તિથી યોજી શકે, અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થને યુક્તિથી યોજવાનો અસદ્ગહ તેને ન હોય.
અહીં પ્રશ્ન એ થાય કે, યુક્તિગ્રાહ્ય અને આજ્ઞા ગ્રાહ્ય સર્વ પદાર્થો ભગવાને જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે આમ જ છે એમ માને, તો શું વાંધો આવે ? તેનું તાત્પર્ય એ છે કે ભગવાને કહેલાં સર્વવચન પ્રમાણભૂત છે એમ માનવામાં આવે તો, સર્વદર્શનો એમ જ કહે છે કે અમારું દર્શન સર્વજ્ઞકથિત છે, તેથી સર્વદર્શનવાદીઓ પોતાનું દર્શન સર્વજ્ઞકથિત કહીને પ્રામાણિક માને છે તેઓને પણ સાચા માનવાની આપત્તિ આવે. પરંતુ તેઓ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માને છે, જે યુક્તિથી વિરુદ્ધ છે. કારણ કે આત્મા એકાન્ત નિત્ય હોય તો પ્રત્યક્ષ દેખાતાં પરિવર્તનો અસંગત થાય, અને આત્મા એકાન્ત અનિત્ય હોય તો બાલ્યાવસ્થામાં હું જ હતો એવી પ્રતીતિ પણ અસંગત થાય. આમ, યુક્તિથી વિચારવા યોગ્ય આવી બાબતને યુક્તિથી યોજવાનો યત્ન કરવો જોઈએ, જેથી યુક્તિગ્રાહ્ય એવું સર્વજ્ઞનું દર્શન જ તત્વરૂપે ભાસે.
તે જ રીતે સંસારવર્તી જીવને શુદ્ધ અને અશુદ્ધ માનવો તે પણ યુક્તિસાપેક્ષ છે. તેથી સ્યાદ્વાદને અને સ્યાદ્વાદની પુષ્ટિ કરતાં કથનોને યુક્તિથી યોજવામાં આવે, તે જ ઉચિત યોજન છે.
વળી, નિગોદના એક શરીરમાં અનંત જીવો છે એ જાતનાં કથનો યુક્તિથી યોજી શકાય તેમ નથી, છતાં તેમ માનવામાં વિરોધ પણ નથી. તેથી આવી બાબતોને સ્યાદ્વાદના કહેનારા એવા સર્વજ્ઞના વચનથી સ્વીકારવી યોગ્ય છે. તેથી આવા આગમિક અર્થોને જિનાજ્ઞાથી સ્વીકાર કરે તે યથાર્થ યોજન છે. આ રીતે યુક્તિના પદાર્થો અને આગમિક અર્થોને યથાસ્થાને યોજીને જે જીવને વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે. li૬-૩૮
गीतार्थस्यैव वैराग्यं, ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्या-प्यभीष्टं तस्य निश्रया ।।३९।।
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
અન્વયાર્થ :
૨૨૨
તતઃ તે કારણથી=શ્ર્લોક-૧૭ માં કહ્યું કે મીમાંસા વડે માંસલ એવી સ્વ-પર આગમગોચર બુદ્ધિ જેને છે, તેને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે, અને પછીના શ્લોકોમાં તેની જ પુષ્ટિ અને સિદ્ધિ કરી તે કારણથી, ગીતાર્ચસ્વ ત્ત્વજ્ઞાનનર્મ વૈરાગ્ય સ્થિતમ્ ગીતાર્થને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય ૨હેલ છે. તરસ્ય નિશ્રયા તેની=ગીતાર્થની, નિશ્રા વડે ૩૫વારાવનીતચાપમીષ્ટ ઉપચારથી અગીતાર્થને પણ (જ્ઞાનગર્ભ વૈરાગ્ય) અભીષ્ટ છે= માન્ય છે. ||૬-૩૯૫
શ્લોકાર્થ ઃ
શ્લોક-૧૭ માં કહ્યું કે મીમાંસા વડે માંસલ એવી સ્વ-પર આગમગોચર બુદ્ધિ જેને છે તેને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે, અને પછીના શ્લોકોમાં તેની જ પુષ્ટિ અને સિદ્ધિ કરી તે કારણથી, ગીતાર્થને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય રહેલ છે. ગીતાર્થની નિશ્રા વડે ઉપચારથી અગીતાર્થને પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય માન્ય છે. II૬-૩૯લા
ભાવાર્થ:
જેઓ જૈનદર્શનનાં આગમો ભણીને વિપુલ મતિવાળા હોય અને અન્યદર્શનના પણ તે તે નયના કથનને યથાસ્થાને જોડી શકતા હોય, તેઓ ગીતાર્થ છે; અને સર્વદર્શનોના તાત્પર્યને તેઓ સારી રીતે જાણે છે, અને તેના બળથી જ તેઓને ભવ પ્રત્યેનો વૈરાગ્યભાવ હોય છે. તેવા જીવોનો ભવ પ્રત્યેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે. જ્યારે તેવી વિશિષ્ટ પ્રજ્ઞા જેઓને નથી એવા માષતુષાદિ મુનિઓ પણ કલ્યાણના અર્થી હતા, અને ભગવાનના વચનાનુસાર ગીતાર્થ એવા ગુરુને પરતંત્ર થઇને કલ્યાણ સાધવા પ્રયત્ન કરતા હતા, તેથી તેઓમાં ગીતાર્થની પરતંત્રતાના કારણે સમ્યજ્ઞાન છે, એ પ્રકારનો ઉપચાર ક૨વામાં આવે છે; કેમ કે ગીતાર્થનું જ્ઞાન જ તેમને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવામાં સહાયક બને છે. તેથી તેઓ ગીતાર્થ ન હોવા છતાં ગીતાર્થના જ્ઞાનનો તેઓમાં ઉપચાર કરીને તેઓને શાસ્ત્રકારો જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા કહે છે.
અહીં વિશેષ એ છે કે, માષતુષાદિમાં ગીતાર્થના જ્ઞાનનો ઉપચાર કરીને જ્ઞાન નહીં હોવા છતાં યથાર્થ જ્ઞાનવાળા સ્વીકાર્યા, તેથી તેઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા છે તેમ કહેલ છે. અને કેટલાક મોહગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવત્ ભક્તિવાળા હોવાને કારણે સામગ્રી મળતાં
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૩
વૈરાગ્યભેદાધિકાર જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે ત્યારે, તેઓનો મોહગર્ભિત અને દુઃખગર્ભિત વૈરાગ્ય પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. એટલે કે તેઓનો વૈરાગ્ય તે વખતે દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોવા છતાં જ્ઞાનગર્ભનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. જ્યારે માષતુષને તો અગીતાર્થ અવસ્થામાં પણ સમ્યગુ જ્ઞાનના કાર્યરૂપ વૈરાગ્ય છે, માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે. ફક્ત જ્ઞાનનું ફળ હોવાને કારણે ગીતાર્થના જ્ઞાનનો તેમનામાં ઉપચાર કરીને વિશેષ જ્ઞાન સ્વીકારેલ છે. II૬-૩૯ll અવતરણિકા :
પૂર્વના શ્લોકોમાં કેવા પ્રકારના બોધવાળાને વૈરાગ્ય હોવા છતાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી તે બતાવ્યું. હવે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણો બતાવે છે –
सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं, सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ।।४।।
चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ।।४१।। मदनोन्मादवमनं, मदसम्मर्दमर्दनम् । असूयातन्तुविच्छेदः, समतामृतमज्जनम् ।।४२।। स्वभावान्नैव चलनं, चिदानन्दमयात्सदा ।
वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ।।४३।। અન્વયાર્થ :
ભૂમિ ૨ મધ્ય અને સૂક્ષ્મણિકા, મધ્યસ્થતા, સર્વત્ર હિતપિત્તનમ્ સર્વત્ર હિતચિંતા, ક્રિયાયામારો મૂયાન્ ક્રિયામાં અત્યંત આદર, તો ય ઘર્મે યોગન” લોકનું ધર્મમાં યોજન, પરરચ વૃત્તાન્ત મૂાન્ધવધરોપમ વેણ પરના વૃત્તાન્તમાં મૂક, અંધ, બંધિરની ઉપમા જેવી ચેષ્ટા, ધનાર્નને દુચિસ્ય રૂવ વ!ાસે ફસાર દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ,
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
મનોન્માવવમાં મદનના ઉન્માદનું વમન, મસમ્મર્રમર્દનમ્ મદના સમ્મનું=મદના ઉન્માદનું, મર્દન, અસૂયાતત્તુવિચ્છેઃ અસૂયાતંતુનો=ઈર્ષ્યાના ભાવોનો, વિચ્છેદ, સમતામૃતમજ્ઞનમ્ સમતારૂપી અમૃતમાં મજ્જન (અને) સવા વિવાનન્તમયાત્ સ્વમાવાતું ચલનું ન વ હંમેશાં ચિદાનંદમય સ્વભાવથી ચલન ન જ હોય, ડ્યું આ પ્રકારની તૃતીયસ્ય વૈરાગ્યસ્ય ત્રીજા વૈરાગ્યની તકળાવતી મૃતા લક્ષણાવલી કહેવાયેલી છે. ||૬–૪૦/૪૧/૪૨/૪૩][
* ‘T’ પૂર્વશ્લોક સાથેના સમુચ્ચય માટે છે.
શ્લોકાર્થ :
૨૨૪
અને સૂક્ષ્મક્ષિકા, માધ્યસ્થ્ય, સર્વત્ર હિતચિંતા, ક્રિયામાં અત્યંત આદર, લોકનું ધર્મમાં યોજન, ૫રના વૃત્તાન્તમાં મૂક-અંધ-બધિરની ઉપમા જેવી ચેષ્ટા, દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, મદનના ઉન્માદનું વમન, મદના ઉન્માદનું મર્દન, ઇર્ષ્યાના ભાવોનો વિચ્છેદ, સમતારૂપી અમૃતમાં મજ્જન અને સદા ચિદાનંદમય સ્વભાવથી ચલન ન જ હોય, આ પ્રકારની ત્રીજા વૈરાગ્યની લક્ષણાવલી કહેવાયેલી છે. II૬–૪૦/૪૧/૪૨/૪૩]]
ભાવાર્થ:
જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો બે પ્રકારના હોય છે. (૧) ગીતાર્થ અને (૨) ગીતાર્થને નિશ્રિત અગીતાર્થ એવા માષતુષમુનિ જેવા સાધુઓ.
ગીતાર્થો અને અગીતાર્થોને આ લક્ષણો કઈ રીતે સંગત છે, તે નીચે પ્રમાણે
:
(૧) સૂક્ષ્મક્ષિકા :- આ બંને પ્રકારના સાધુઓને સૂક્ષ્મ ઇક્ષિકા હોય છે. ગીતાર્થને સર્વશાસ્ત્રોને યથાસ્થાને જોડવાની સૂક્ષ્મ દૃષ્ટિ હોય છે, તેથી તેઓમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.
માષતુષ મુનિને શાસ્ત્રના પદાર્થોને યથાસ્થાને જોડવાનો સૂક્ષ્મ બોધ ન્હોતો, તો પણ ગીતાર્થના વચનોના ૫૨માર્થને પકડવાની તેમનામાં સૂક્ષ્મ પ્રજ્ઞા હતી; તેથી ગીતાર્થને પરતંત્ર રહીને તેઓ પણ આત્મહિત સાધી શક્યા. આથી જ માષતુષમુનિ ‘માતૃષ’ અને ‘મારુષ’ આ બે શબ્દોના પરમાર્થને પકડીને કેવળજ્ઞાનને પામ્યા.
(૨) મધ્યસ્થતા :- ગીતાર્થને કોઇ દર્શન પ્રત્યે પક્ષપાત હોતો નથી પરંતુ કેવળ તત્ત્વનો જ પક્ષપાત હોય છે. તેથી સર્વદર્શન પ્રત્યે મધ્યસ્થ ભાવ હોવા છતાં
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૫
વૈરાગ્યભેદાધિકાર સ્યાદ્વાદ જ તત્ત્વરૂપ છે તેવો નિર્ણય કરીને સ્યાદ્વાદ દૃષ્ટિથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે જ તેઓની મધ્યસ્થતા છે.
અગીતાર્થોને સર્વ દર્શનોને યથાસ્થાને જોડવાની કે સમજવાની નિર્મળ પ્રજ્ઞા હોતી નથી, તો પણ પોતાની મંદ પ્રજ્ઞાને જાણીને પોતાના હિતના ઉપાયરૂપે કોણ આપ્તપુરુષ છે કે જેના વચનથી હું સાચા માર્ગને પામી શકું ? તેવો નિર્ણય કરવામાં તેઓ અભ્રાંત હોય છે. કેમ કે ઉચિત ગુરુની ગવેષણામાં તેઓ મધ્યસ્થ હોય છે, અને તે મધ્યસ્થતાને કારણે જ યોગ્ય ગુરુની પ્રાપ્તિ કરીને તેઓ જ્ઞાનગર્ભ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે.
(૩) સર્વત્ર હિતચિંતા :- ગીતાર્થો તત્ત્વના જાણનારા હોય છે, અને તેઓના તત્ત્વના બોધને કારણે જ સર્વ જીવોના વિષયમાં તેઓને હિતનું ચિંતન હોય છે; અને આથી જ જે જીવોનું જે રીતે હિત થાય તે રીતે જ ઉચિત પ્રવૃત્તિ કરે છે. જેમ કે એકેન્દ્રિય આદિ જીવોને પોતાનાથી પીડા ન થાય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, અયોગ્ય મનુષ્ય આદિ જીવોને પોતાનાથી પીડા ન થાય અને તેમને ધર્મ પ્રત્યે દ્વેષ ન થાય તે રીતે તેઓ પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરીને તેઓનું હિતચિંતન કરે છે, ધર્મ પામે તેવા યોગ્ય જીવોને ઉપદેશ આપીને ધર્મમાં યોજે છે અને શરણાગતે આવેલા એવા શિષ્યોને ઉચિત સારણા-વારણા આદિ કરીને હિતમાં યોજે છે. - ,
અગીતાર્થ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓ એકેન્દ્રિયાદિ જીવોને પીડા આદિ નહીં કરીને હિતચિંતા કરે છે, અને પોતાનાથી ક્યાંય ધર્મમાં લાઘવ ન થાય તેવી ગીતાર્થના અનુશાસન નીચે જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે; જેના કારણે કોઇ જીવને ધર્મ પ્રત્યે અરુચિ ન થાય, એ રીતે હિતચિંતા કરે છે. અયોગ્ય જીવોની પણ તે જ રીતે હિતચિંતા કરે છે, જેથી પોતાની પ્રવૃત્તિથી અયોગ્ય પણ જીવોને ધર્મ પ્રત્યે દ્વેષ ન થાય. યોગ્ય જીવોને પોતે ધર્મમાં જોડી શકે તેવી પોતાની પ્રજ્ઞા નહીં હોવાથી પોતાની પાસે આવેલ જીવને ગીતાર્થ પાસે મોકલીને તેઓની હિતની પ્રવૃત્તિ કરે છે, પરંતુ પોતાના અલ્પજ્ઞાનમાં અધિકતાનો ભ્રમ રાખીને તેઓને ઉપદેશ આપવાનો યત્ન કરતા નથી, કે જેથી અનાભોગથી પણ તેઓના અહિતનું પોતે કારણ બને. આ પ્રકારે તેઓની યોગ્ય જીવો પ્રત્યે હિતચિંતા છે.
(૪) ક્રિયામાં આદર :- ગીતાર્થ મહાત્માઓ ભગવાનના શાસનના પરમાર્થને જોનારા હોય છે, અને તેનાથી જ તેઓને ભવ પ્રત્યે વિરક્ત ભાવ હોય છે. તેથી વિરક્ત એવા ગીતાર્થને અધિક-અધિક ગુણની પ્રાપ્તિરૂપ ઊંચી ઊંચી
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૨૬ ભૂમિકાની ક્રિયાઓ જ દેખાય છે, અને તેથી જ ગુણવૃદ્ધિના અત્યંત ઉપાયભૂત એવી ક્રિયાઓમાં તેઓને અત્યંત આદર હોય છે.
અગીતાર્થ એવા પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓ કલ્યાણના અર્થી હોય છે, તેથી પોતાની ગુણવૃદ્ધિ માટેના અનન્ય ઉપાયરૂપ પોતાની ભૂમિકાને અનુરૂ૫ ઉચિત ક્રિયાઓ પ્રત્યે અત્યંત આદરવાળા હોય છે. તેઓ જાણે છે કે મારી પાસે શાસ્ત્રનો સૂક્ષ્મબોધ નથી, તેથી તેઓ ગીતાર્થના વચનનું જ અવલંબન લઈને ઉચિત પ્રવૃત્તિમાં અત્યંત આદરવાળા હોય છે.
(૫) ધર્મમાં લોકનું યોજન :- ગીતાર્થો ભવથી વિરક્ત હોવાને કારણે સ્વશક્તિને ગોપવ્યા વગર અતિશયથી લોકોને ધર્મમાં જોડવા યત્ન કરતા હોય છે.
અગીતાર્થો પોતાની વિશેષ શક્તિ નહીં હોવાથી લોકોને સાક્ષાત્ ધર્મમાં જોડી શકતા નથી, તો પણ તેઓની અત્યંત ઉચિત પ્રવૃત્તિ પણ યોગ્ય જીવોને ધર્મમાં જોડવાનું કારણ બને છે. કેમ કે ગુણ પક્ષપાતી જીવો કોઇકની ઉચિત પ્રવૃત્તિ જોઈને પણ ધર્મમાં વિશેષ પ્રકારે ઉત્સાહી બને છે.
(ક) પરના વૃત્તાન્તમાં મૂક-બધિર-અંધ જેવી ચેષ્ટા :- ગીતાર્થો સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણતા હોવાથી જ ભવથી વિરક્ત હોય છે, તેથી તેઓને સંયમની સર્વ પ્રવૃત્તિઓમાં ઈન્દ્રિયોનો વ્યાપાર હોતો નથી. જેમ મૂંગા માણસો બોલવાના વ્યાપારથી, બહેરા માણસો સાંભળવાના વ્યાપારથી અને આંધળા માણસો જોવાના વ્યાપારથી રહિત હોય છે, તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓની કર્મબંધની કારણભૂત એવી કાન-આંખ-જીભરૂપ ઈન્દ્રિયો, પોતપોતાના વ્યાપારથી રહિત હોય છે.
વળી સંસારના સ્વરૂપને જાણીને જેઓ સંસારથી વિરક્ત થયેલા છે અને ગીતાર્થને પરતંત્ર છે, તેવા અગીતાર્થો પણ, આત્માને ઉપયોગી ન હોય તેવા પદાર્થોમાં બહેરા મૂંગા અને આંધળાની જેમ પ્રવૃત્તિ વગરના હોય છે. કેમ કે વિશેષ બોધ નહીં હોવા છતાં આત્માને ઉપયોગી ન હોય તેવી સર્વ વસ્તુઓ તેઓને નિરર્થક જણાય છે. - (૭) દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ - જેમ દરિદ્ર માણસને ધનપ્રાપ્તિમાં અત્યંત ઉત્સાહ હોય છે, તેમ ગીતાર્થને કે તેની નિશ્રામાં રહેલા અગીતાર્થને પણ જો ભવ પ્રત્યે વિરક્તભાવ હોય તો પોતાના વિશેષ ગુણો
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૭
વૈરાગ્યભેદાધિકાર ખીલવવામાં જ ઉત્સાહ હોય છે. જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સિવાયના જીવોને ભવથી વૈરાગ્ય હોય તો પણ, સ્વદર્શનના પક્ષપાતથી કે સ્વમાન્યતા પ્રત્યેના કદાગ્રહથી, ગુણોને ખીલવવાની ઉપેક્ષા કરીને પણ પોતાની માન્યતાને જ સ્થાપન કરવા માટે ઉત્સાહ હોય છે.
(૮) મદનના ઉન્માદનું વમન - વળી, તત્ત્વના પર્યાલોચનથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થયેલો હોવાને કારણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા એવા ગીતાર્થને વેદનો ઉદય મંદ મંદતર થતો હોય છે. તેથી તેના વિશેષ નિમિત્તોમાં પણ પ્રાયઃ કરીને કામના વિકારો થવાની સંભાવના તેમને ઓછી રહે છે. જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા ના હોય તેવા દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યવાળાને ક્વચિત્ ત્યાગને કારણે કામનો ઉન્માદ ન દેખાતો હોય તો પણ, જન્માંતરમાં સામગ્રીને પામીને ફરી તે પ્રગટ થાય તેવો હોય છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી પ્રગટેલો હોવાને કારણે કામ-વિકારના ઉચ્છેદનું જ બીજ છે.
(૯) મદના સમ્મદનું મર્દન :- અહંકારના આવેશોનું મર્દન:- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવોને કષાયો જ જીવની વિકૃતિરૂપે દેખાય છે, તેથી માનના વિકારો પણ ધીરે-ધીરે અલ્પ-અલ્પતર થતા જાય છે. અને તેથી જ પોતે જ્ઞાનના અતિશયવાળા હોય છે તો પણ, પૂર્વના મહર્ષિઓ આગળ પોતાની ઘણી અલ્પતા છે તે પણ તેઓ જોઈ શકે છે, અને તેથી યત્કિંચિત્ વિદ્વતામાત્રમાં મદના વિકારો તેઓને થતા નથી.
(૧૦) અસૂયાના તાંતણાઓનો વિચ્છેદ - જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ગુણનો પક્ષપાત હોય છે, તેથી પોતાનાથી અધિક વિદ્વાન આદિને જોઈને પણ ઇર્ષ્યા થતી નથી.
(૧૧) સમતારૂપી અમૃતમાં મજ્જન :- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો સમ્યક્ પ્રકારના જ્ઞાનથી આત્માને સતત ભાવિત કરતા હોય છે, તેથી સમતારૂપી અમૃતનો તેઓ સદા અનુભવ કરતા હોય છે. કેમ કે સમ્યફ જ્ઞાન સમતાની વૃદ્ધિનું જ કારણ છે.
(૧૨) ચિદાનંદ સ્વભાવથી સદા ચલન નથી :- વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો આત્માનું સ્વરૂપ ચિત્ આનંદમય છે એવું જાણતા હોય છે, તેથી તેમનો સર્વ યત્ન જ્ઞાનના જ આનંદની વૃદ્ધિ માટે હોય છે. અને તે જ્ઞાનનો આનંદ એ આત્માનો સ્વભાવ છે, તેથી જે અંશમાં જ્ઞાનનો આનંદ તેઓને પ્રગટેલો છે,
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૨૮
તેમાંથી તેઓ ચલાયમાન થતા નથી, પરંતુ સુદૃઢ યત્નથી તેઓ તેની વૃદ્ધિ જ કરતા
હોય છે.
ત્રીજા પ્રકારના વૈરાગ્યનાં આ પ્રકારનાં લક્ષણોનો સમુદાય છે. ||૬૪૦/૪૧/૪૨/૪૩||
અવતરણિકા :
:
ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણમાં મોક્ષનું કારણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બને છે, તથા દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ક્યારે મોક્ષનું કારણ બને છે અને ક્યારે નથી બનતા, તે બતાવવા કહે છે -
ज्ञानगर्भमिहादेयं द्वयोस्तु स्वोपमर्दतः ।
उपयोगः कदाचित् स्या- त्रिजाध्यात्मप्रसादतः ।। ४४ ।।
અન્વયાર્થ :
. અહીં=ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનનર્મ સન્દેયં જ્ઞાનગર્ભ આદેય છે. નિનગધ્યાત્મપ્રસાવત: તુ વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે સ્વોપમતઃ પોતાના ઉપમર્દનથી=વિનાશ દ્વારા યોઃ બંનેનો=દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો कदाचित् उपयोगः स्यात् ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે. 119-8811
શ્લોકાર્થ :
ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભ આદેય છે. વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે પોતાના વિનાશ દ્વારા દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે.
||૬–૪૪][
ભાવાર્થ :
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એકાન્તે મોહના ઉચ્છેદનું કારણ છે. જ્યારે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય કેટલાક જીવોને સંસારનો ત્યાગ કરાવીને તેનાથી પ્રાપ્ત થતા પુણ્ય દ્વારા સંસારવૃદ્ધિનું જ કારણ બને છે, તેથી દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યનો આત્મહિત સાધવામાં ઉપયોગ નથી. વળી, કેટલાક
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૯
વૈરાગ્યભેદાધિકાર જીવોને દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય હોવા છતાં સામગ્રી પામીને તત્ત્વ તરફ વળવાની યોગ્યતા હોય છે. અને તેવા જીવોને સામગ્રી મળતાં તે તરફનું વલણ પ્રગટે ત્યારે, તેમનામાં યોગ્યતારૂપે રહેલો અધ્યાત્મભાવ પ્રગટે છે; અને તેના કારણે પૂર્વમાં દુઃખગર્ભિત કે મોહગર્ભિતના ઉપમર્દનથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટવાને કારણે તેઓનો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પણ પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે, લઘુકર્મી જીવોને કોઈક દુઃખનાં નિમિત્તોને પામીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે, તેઓનો વૈરાગ્ય દુઃખગર્ભિત હોવા છતાં સામગ્રીને પામીને જ્ઞાનગર્ભિત બની શકે છે. તે જ રીતે કોઇ એકાન્ત દર્શનની વાસનાથી હળુકર્મી જીવોને વૈરાગ્ય પેદા થયો હોય ત્યારે, મોહગર્ભિત એવો તેઓનો વૈરાગ્ય સામગ્રીને પામીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. તેથી આવા જીવો દુઃખથી કે મોહથી પણ સંસારને છોડીને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, તેમની તે સમ્પ્રવૃત્તિ અધ્યાત્મભાવના પ્રગટાવવાનું કારણ બની શકે છે; અને તેના કારણે પૂર્વના વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યરૂપે પરિણમન પામે છે. તે અપેક્ષાએ દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય પણ આદેય છે. I-૪૪ll
।। इत्यध्यात्मसारे वैराग्यभेदाधिकारः ||६||
G-૧૭
Page #249
--------------------------------------------------------------------------
________________
ચાયાભાર
૨૩૦
સુવાક્યો
વિવેક આવે એટલે સંસાર સ્વયં બંધન લાગે. ભગવાનનું વચન તે જ અર્થ બાકી અનર્થ. સપ્રવૃત્તિમાં માયાચાર મોટો દોષ છે. લોકો શું કહે છે તે નથી જોવાનું શાસ્ત્ર શું કહે છે તે જોવાનું છે. સાધના એટલે ચિત્તને નિર્માણ તરફ લઇ જવું તે. પ્રમાદ, વૈરાગ્ય ઝાંખો થવાથી આવે છે. ભગવાનના વચનનું સ્મરણ, તેનાથી નિયંત્રિત મન, મનથી નિયંત્રિત વચન અને કાયક્રિયા કરવાના છે, સંયોગ પ્રમાણે મનસ્વી રીતે નહીં. આ જીવની વિશુદ્ધિ જીવના અંદરના સ્વપ્રયત્નથી જ થાય છે. જ તત્ત્વ અતત્ત્વનો ચોક્કસ ભેદ કરી ચાલવાનો જીવનો અંતરંગ પરિણામ હોવો જોઇએ.
તત્ત્વની જિજ્ઞાસા તાત્ત્વિક અંદરથી થાય પછી મમત્વ બહુ જીવી નથી શકતું, ધીરે ધીરે મમત્વ ક્ષીણ થતું જાય છે. છે કોઇ પણ ક્રિયા કરો, યતનાપૂર્વક કરો, ઉપયોગપૂર્વક કરો. વૈરાગ્યને જીવંત રાખો. સતત દુરંત સંસારનું સ્વરૂપ યાદ કરો.
સૂત્રથી અર્થ, અર્થથી પરિણામપૂર્વકની વૃદ્ધિ અને તેના દ્વારા સંવેગની વૃદ્ધિ કરવાની છે. છે ભગવાન પ્રત્યે બહુમાન પેદા કરવા ભગવાનના સ્વરૂપનું ચિંતન અને તેના વચન પર શ્રદ્ધા કરી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો સુદઢ પ્રયત્ન કરવો. ચોક્કસ ઉપયોગપૂર્વક, ચોક્કસ પ્રવૃત્તિ કરે તો સંસારનો ઉચ્છેદ થાય.
રુચિ એટલે કોઇ પ્રતિબંધક કારણ ન હોય તો ૨૪ કલાક તેનું ખેંચાણ અને તેના કરણનો જ અભિલાષ.
તત્ત્વમાંથી આનંદ લેવાની વૃત્તિ દુનિયાએ જોઇ નથી, ઇન્દ્રિયોમાંથી આનંદ મળે તે વિપર્યાસ. વિપર્યાય જાય એટલે તત્ત્વ દેખાય.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૧
વૈરાગ્યવિષયાધિકાર
LI વૈરાવિષયાધવગર II
અવતરણિકા :
ચોથા અધિકારમાં ભવસ્વરૂપનું ચિંતવન બતાવ્યું, જેનાથી વૈરાગ્ય પ્રગટી શકે, અને તે વૈરાગ્ય કેવા પ્રકારના જીવમાં સંભવી શકે, તે પાંચમા “વૈરાગ્ય સંભવ” અધિકારમાં બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય છે, તે વૈરાગ્ય એક જ પ્રકારનો છે કે અનેક પ્રકારનો ? તેથી વૈરાગ્યના ભેદોને છઠ્ઠા અધિકારમાં બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે, પ્રગટ થયેલ વૈરાગ્ય પણ કયા પ્રકારના વિષયમાં હોય છે ? તેથી વૈરાગ્યના વિષયભૂત એવા પાંચ ઈન્દ્રિયવિષયક અને વૈરાગ્યના વિષયભૂત એવા ગુણવિષયક એમ બે પ્રકારના વૈરાગ્યને હવે બતાવે છે -
विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते ।
अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ।।१।। અન્વયાર્ચ -
રૂઢ વૈરાગ્યે આ વૈરાગ્ય=પૂર્વના અધિકારમાં વર્ણન કર્યું એ વૈરાગ્ય, વિષપુ ગુજુ ૨ દ્વિઘા વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે મુવિ જગતમાં પ્રવર્તતે વર્તે છે. ૩થ્યાત્મવૃધે અધ્યાત્મબુધો વડે પ્રથમ ૩૬પ દ્વિતીયમ્ પરં પ્રથમ અપરવૈરાગ્ય (અને) બીજો પરવૈરાગ્ય કીર્તિત કહેવાયો છે. ll૭-૧ શ્લોકાર્ચ -
પૂર્વના અધિકારમાં વર્ણન કર્યું એ વેરાગ્ય વિષયોમાં અને ગુણોમાં એમ બે પ્રકારે જગતમાં વર્તે છે. અધ્યાત્મબુધો વડે પ્રથમ અપરવૈરાગ્ય અને બીજો પરવૈરાગ્ય કહેવાયો છે. II૭-૧ાા ભાવાર્થ -
વિરાગનો ભાવ એ વૈરાગ્ય છે. અર્થાત્ ઈચ્છાના અભાવ સ્વરૂપ જે વિરાગ છે, તેનો ભાવ તે વૈરાગ્ય છે, અને તે વૈરાગ્ય બે પ્રકારનો હોય છે. (૧) પાંચ ઈન્દ્રિયોના વિષયો વિષયક અને (૨) ક્ષાયોપથમિક કે ક્ષાયિક ભાવની લબ્ધિઓ કે જીવના ગુણો વિષયક.
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૩૨
તત્ત્વના પર્યાલોચનથી પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે અનિચ્છા પેદા થાય છે, તે અપરવૈરાગ્ય નામનો પ્રથમ ભેદ છે, અને સર્વથા ઈચ્છાના અભાવથી ગુણોમાં પણ જ્યારે વૈરાગ્ય પેદા થાય છે, તે પરવૈરાગ્ય નામનો બીજો ભેદ છે. ll૭-૧
विषया: करणैरुपस्थिताऽपि चानुश्राविकाः विकारिणः ।
न भवन्ति विरक्तचेतसां, विषधारेव सुधासु मज्जताम् ।।२।। અન્વયાર્થ:
સુધા! મન્નતામ્ વિષધર ફુર સુધામાં મજ્જન કરતાને વિષધારાની જેમ વિરત વિરક્ત ચિત્તવાળાને પરવરિચતાડપિ ચાનુશ્રાવિ : વિષય ઈન્દ્રિયો વડે ઉપસ્થિત=પ્રાપ્ત થયેલા, અને વળી આનુશ્રાવિક=શાસ્ત્રના શ્રવણથી જાણેલા, વિષયો વિછારિ: મત્તિ વિકારી થતા નથી. Il૭-રા
* “આનુશ્રાવિક વિષયો' એટલે શાસ્ત્રના અનુશ્રવણ કે ગુરુમુખે સાંભળેલા અને પ્રત્યક્ષ નહીં- એવા દેવગતિ આદિના વિષયો. શ્લોકાર્ચ -
સુધામાં મજ્જન કરતાને વિષધારાની જેમ, વિરક્ત ચિત્તવાળાને ઈન્દ્રિયો વડે પ્રાપ્ત થયેલા અને વળી શાસ્ત્રના શ્રવણથી જાણેલા વિષયો વિકારી થતા નથી. Il૭-ચા ભાવાર્થ :
જેમ અમૃતનો વિષની ધારા સાથે વિરોધ છે, તેથી અમૃતમાં મજ્જન કરનારને વિષનો વિકાર નાશ પામી જાય છે તે રીતે વિરક્ત ચિત્તવાળાને પાંચેય ઈન્દ્રિયોને ઉપલબ્ધ થનારા વિષયો વિકારને કરતા નથી.
વળી, શાસ્ત્રના અનુશ્રવણ કે ગુરૂમુખેથી અનુશ્રવણ દ્વારા પ્રાપ્ત એવા દેવગતિ આદિના વિષયો પણ વિકારી થતા નથી. તત્ત્વના પર્યાલોચનથી આત્મિક ગુણો પ્રત્યે જ જેનું ચિત્ત આવર્જિત થયું છે, તેનું ચિત્ત વિષયો પ્રત્યે વિરક્ત છે. તેથી ચિત્તમાં વિષયો પ્રત્યેની કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. II૭-શા અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે, પાંચ ઈન્દ્રિયો વડે ઉપસ્થિત એવા વિષયો વિરક્ત
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૩
વૈરાગ્યવિષયાધિકાર ચિત્તવાળાને વિકારી થતા નથી, ત્યાં પ્રથમ કર્મેન્દ્રિયના વિષયમાં વિકાર કેમ થતો નથી ? બતાવે છે -
सुविशालरसालमञ्जरी-विचरत्कोकिलकाकलीभरैः ।।
किमु माद्यति योगिनां मनो, निभृतानाहतनादसादरम् ।।३।। અન્વયાર્ચ :
નિમૃતાનીહતનસિદ્ધિ વિનાં મન:નિભૂત=ભરાયેલા, અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાતરસન્નમજ્જરીવરત્નાવસ્તીમઃ સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે વિમુ માથતિ શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩
યોગીઓનું મન અનાહત નાદથી ભરાયેલું છે. “અનાહત નાદ એટલે અંતરંગ ચિત્તમાં વીતરાગતાનો શ્રેષ્ઠ નાદ સતત ગુંજતો હોય તેવો હણાયા વગરનો નાદ. શ્લોકાર્ચ :
ભરાયેલા અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩ના ભાવાર્થ :
યોગીઓ તત્ત્વનું પર્યાલોચન કરવાને કારણે આત્માના વીતરાગભાવ સ્વરૂપ તત્ત્વના મર્મને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકતા હોય છે. તેથી તેમના મનમાં વીતરાગતાનો અનાહત નાદ સતત ગુંજારવ કરતો હોય છે. આને કારણે વિશાળ અને રસાળ મંજરી ઉપર વિચરતી કોયલ પોતાની ખુશાલીની અભિવ્યક્તિરૂપે જે મધુર ટહુકાઓ કરતી હોય છે, તેનાથી પણ યોગીઓનું મન આકર્ષાતું નથી, મનમાં ઉન્માદ પેદા થતો નથી. યોગીના અંતરંગ ચિત્તમાં સ્કુરાયમાન થતો વીતરાગતાનો અનાહત નાદ અર્થાતું હણાયા વગરનો સતત નાદ જ, તેમના ચિત્તના આકર્ષણનું સ્થાન છે.
આવી ભૂમિકાવાળા યોગીને વિષયવિષયક વૈરાગ્ય છે, પરંતુ ગુણનું અત્યંત આકર્ષણ હોવાથી ગુણવિષયક વૈરાગ્ય નથી. II૭-રા
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૩૪
रमणीमृदुपाणिकङ्कण-क्वणनाकर्णनपूर्णघूर्णनाः । अनुभूतिनटीस्फुटीकृत- प्रियसङ्गीतरता न योगिनः || ४ ||
અન્વયાર્થ :
રમળીમૃદ્રુપાળિ≤ળવવળનાર્જનપૂર્ણપૂર્વના યોશિનઃ ન ૨મણીના= સ્ત્રીના, મૃદુ=કોમળ, હાથ પર રહેલ કંકણના ણનના આકર્ણનને કા૨ણે=કંકણના ધ્વનિને સાંભળવાને કારણે, પૂર્ણ પૂર્ણનાવાળા યોગીઓ નથીયોગીઓનું માથું ડોલાયમાન થતું નથી. અનુભૂતિનટીટીપ્રિયસીતરતા: (કારણ કે યોગીઓ) અનુભૂતિરૂપ નટી વડે સ્ફુટીકૃત=પ્રગટ કરાયેલ, એવા પ્રિય સંગીતમાં રત હોય છે. II૭–૪II
* ‘ધૂર્ણના' એટલે સંગીતમાં રસ પડવાથી માથુ ઘુમાવવું=ડોલાવવું, તે. શ્લોકાર્થ ઃ
સ્ત્રીના કોમળ હાથ પર રહેલ કંકણના ધ્વનિને સાંભળવાને કારણે યોગીઓનું માથું ડોલાયમાન થતું નથી. કારણ કે યોગીઓ અનુભૂતિરૂપ નટી વડે પ્રગટ કરાયેલ એવા પ્રિય સંગીતમાં રત હોય છે. II૭–૪
ભાવાર્થ :
યોગીઓ તત્ત્વના પર્યાલોચનને કારણે સંસારના ભાવો પ્રત્યે ઉદાસીન ચિત્તવાળા હોવાથી સ્વસ્થતાને કા૨ણે આત્મિક સુખનો અનુભવ કરનારા હોય છે, અને તે અનુભૂતિરૂપ નટી તેમના હૈયામાં નૃત્ય કરતી હોવાથી, તે નર્તિકાથી પ્રગટ કરાયેલા એવા પ્રિય સંગીતરૂપ અધ્યાત્મના શ્લોકો તેમના મુખમાં ૨મતા હોય છે, અને તે અધ્યાત્મના શ્લોકો બોલીને તેના જ સંગીતમાં યોગીઓ રત હોય છે. તેથી સ્ત્રીઓના હાથના કંકણના ધ્વનિકૃત પૂર્ણનાવાળા તેઓ નથી, અર્થાત્ કંકણના ધ્વનિથી તેમનું ચિત્ત ડોલાયમાન થતું નથી.
અહીં વિશેષ એ છે કે, સામાન્યથી પુરુષોને સ્ત્રી પ્રત્યેનો રાગ હોય છે, તેથી પુરુષને સ્ત્રીના કંકણનો ધ્વનિ આનંદ પેદા કરે છે; પરંતુ તે સ્ત્રી જેવો જ કે તે સ્ત્રીથી પણ સુંદર ધ્વનિ કોઈક પુરુષના હસ્તમાં રહેલા કંકણથી થતો હોય તો તે કંકણનો ધ્વનિ પુરુષને આનંદ પેદા કરતો નથી. અને યોગીઓ
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૫
વૈરાગ્યવિષયાધિકાર તો તત્ત્વના પર્યાલોચનને કારણે સ્ત્રી પ્રત્યેના આકર્ષણવાળા હોતા નથી, અને સ્ત્રીઓના હાથના કંકણનો ધ્વનિ, ધ્વનિ પરિણામરૂપે સમાન સ્વરૂપવાળો છે, તેથી યોગીઓને તે સંભળાવવા છતાં આનંદનું કારણ બનતો નથી. કારણ કે, તેમનું ચિત્ત તત્ત્વ પ્રત્યે આવર્જિત હોવાથી અધ્યાત્મના પ્રિય શ્લોકો જ તેમના હૈયામાં સતત ગુંજતા હોય છે, તેથી અધ્યાત્મની અનુભૂતિરૂપ સંગીતમાં જ તેઓ રત હોય છે. ll૭-જા
स्खलनाय न शुद्धचेतसां, ललनापञ्चमचारुघोलना ।
यदियं समतापदावली- मधुरालापरतेन रोचते ।।५।। અન્વયાર્થ :
તના પંચમવારુષોતના સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ શુદ્ધચેતન શુદ્ધ ચિત્તવાળા યોગીઓને રતનાચ ન સ્કૂલના માટે થતો નથી. ય જે કારણથી સમતાપરાવનીમપુરાનાપરઃ સમતાની પદાવલીના મધુર આલાપમાં રતિ હોવાના કારણે રૂાં આ=પંચમ સ્વરનો મધુર નાદ ન રોતે (તેઓને) રુચતો નથી. II૭–પા શ્લોકાર્થ :
- સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ શુદ્ધ ચિત્તવાળા લોગીઓને સ્કૂલના માટે થતો નથી. જે કારણથી સમતાની પદાવલીના મધુર આલાપમાં રતિ હોવાના કારણે પંચમ સ્વરનો મધુર નાદ તેઓને રુચતો નથી. II૭-પા ભાવાર્થ :
તત્ત્વના પર્યાલોચનથી જેનું ચિત્ત સ્ત્રી પ્રત્યેના આકર્ષણ વગરનું છે, એવા શુદ્ધ ચિત્તવાળા યોગીને સ્ત્રીના પંચમ સ્વરની સુંદર ઘોલના અર્થાત્ પંચમ સ્વરનું સુંદર ઘૂંટણ, આકર્ષણનું કારણ નથી બનતું. કારણ કે સમતાના વાચક એવા શાસ્ત્રોના પદોની આવલિના મધુર આલાપમાં જ તેઓને રતિ હોય છે. તેથી આ ઘોલના તેઓને રુચતી નથી.
અહીં વિશેષ એ છે કે, યોગીનું ચિત્ત સમતા પ્રત્યે અત્યંત આવર્જિત હોવાથી સમતાને કહેનારાં અધ્યાત્મપદો તેને અત્યંત પ્રિય હોય છે. તેથી તે પદો બોલવામાં જ તેને રતિનો અનુભવ થાય છે, સ્ત્રીના સુંદર ધ્વનિમાં તેને
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૩૬
રુચિ નથી હોતી. તેથી તે સુંદર ધ્વનિ તેમને વૈરાગ્યમાર્ગમાં અલના માટે બનતો નથી. ૭-પા
सततं क्षयि शुक्रशोणित-प्रभवं रूपमपि प्रियं न हि ।
अविनाशिनिसर्गनिर्मल-प्रथमानस्वकरूपदर्शिनाम् ।।६।। અન્વયાર્થ :
વિનાશનિસનિર્મતપ્રથમાનસ્વરૂપનામ્ અવિનાશી વિનાશ નહીં પામનારું, અને નિસર્ગ સ્વાભાવિક, નિર્મળ એવા પ્રથમાન=પ્રગટ થતા, પોતાના રૂપને જોનારા એવા યોગીઓને, સતતં ક્ષય સતત ભય પામનારું, શુષ્ણતામવરૂપમા શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું એવું રૂપ પણ પ્રિયં ન હિ પ્રિય નથી જ. Iછ-કા નોંધ :
“મા” માં “ગ” થી એ કહેવું છે કે, અન્ય વિષયો તો પ્રિય નથી જ, પરંતુ ચક્ષુનો વિષય એવું રૂપ પણ પ્રિય નથી.
* અહીં “દિ એ “ર કાર અર્થમાં છે. શ્લોકાર્ધ :
અવિનાશી અને સ્વાભાવિક નિર્મળ એવા પ્રગટ થતા પોતાના રૂપને જોનારા એવા યોગીઓને સતત ક્ષય પામનારું, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું એવું રૂપ પણ પ્રિય નથી જ. II૭-કા ભાવાર્થ :
'આમાનું શુદ્ધ સ્વરૂપ અવિનાશી છે, ફક્ત સંસાર અવસ્થામાં તે શુદ્ધ સ્વરૂપ કર્મથી ઢંકાયેલું છે. વળી તે શુદ્ધ સ્વરૂપ સ્વભાવથી જ નિર્મળ છે અને યોગસાધનાથી પોતાનામાં તે પ્રગટ થઈ રહ્યું છે, તેવું યોગીઓ જોઈ શકે છે. તેથી આત્માના સ્વરૂપથી ઠીક ઊંધા શરીરનું રૂપ કેવું છે ? તે બતાવે છે –
શરીરનું રૂપ યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં જતાં ધીરે ધીરે ક્ષય પામતું હોય છે, તેથી તે રૂપ ક્ષયી છે. વળી, આ શરીર શુક્ર અને શોણિતમાંથી ઉત્પન્ન થયેલું છે. તેથી યોગીને વિનાશ પામતા અને અસાર એવા પુદ્ગલોમાંથી નિષ્પન્ન થયેલા રૂપનું કોઈ મહત્ત્વ હોતું નથી. ૭-કા
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૭
વૈરાગ્યવિષયાધિકાર परदृश्यमपायसङ्कुलं, विषयो यत्खलु चर्मचक्षुषः ।
न हि रूपमिदं मुदे यथा, निरपायानुभवैकगोचरः ।।७।। અન્વયાર્થ :
યથા નિરપાયાનુમવૈવગોવર: મુદ્દે જે પ્રમાણે નિરપાય એવા અનુભવનો એક વિષય યોગીના આનંદ માટે થાય છે, તે પ્રમાણે) વસ્ત્રનુ વર્મચક્ષુ: વિષય: જે ખરેખર ચર્મચક્ષુનો વિષય છે, પરફ્યુમપાયસન્ન રૂટું i પરથી દશ્ય, અપાયથી સંકુલ= આપત્તિથી ભરેલું, એવું આ રૂપ ર દિ (આનંદ માટે) નથી જ. II૭-ગાં શ્લોકાર્થ :
જે પ્રમાણે નિરપાય એવા અનુભવનો એક વિષય યોગીના આનંદ માટે થાય છે, તે પ્રમાણે જે ખરેખર ચર્મચક્ષુનો વિષય છે, પરથી દૃશ્ય, અપાયથી સંકુલ એવું આ રૂપ આનંદ માટે નથી જ. II૭-૭I ભાવાર્થ :
આત્માનું સ્વરૂપ સર્વ ઉપદ્રવ વગરનું છે, તેથી નિરપાય છે. વળી, પોતે જ પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકાય તેવું છે, પરંતુ બાહ્યરૂપની જેમ પરથી દશ્ય નથી, અર્થાત્ બીજાને દેખાય તેવું નથી; તેથી યોગીઓને તે રૂપ.અતિ આનંદનું કારણ બને છે, માટે એ રૂપથી વિપરીત એવું સ્ત્રીનું રૂપ યોગીઓને આનંદ આપી શકતું નથી.
જ્યારે ચર્મચક્ષુથી દેખાતું આ સ્ત્રીનું રૂપ પરથી દશ્ય છે અર્થાત્ બીજા પણ જોઈ શકે છે. વળી તે રૂ૫ વિનાશ પામી શકે છે, અને સતી સ્ત્રીઓને પોતાના રૂપ પર અન્યની દૃષ્ટિ પડવાથી ઘણા અનર્થની પ્રાપ્તિ થાય છે; તેથી તે અનર્થરૂપ અપાયોથી ભરેલું છે. ક્યારેક રૂપને કારણે રાગાદિ ઉદ્ભવવાથી જીવ કદર્થના પામે છે. વળી રૂ૫ ચર્મચક્ષુનો વિષય છે, પણ અનુભવનો વિષય નથી. તેથી જ યોગીઓને આવું બાહ્ય રૂપ આનંદનું કારણ નથી બનતું.
આમ, પરથી દૃશ્ય અને ચર્મચક્ષુના વિષયસ્વરૂપ બાહ્ય રૂપ અપાયોથી યુક્ત છે, તેથી યોગીઓને તેમાં આનંદ નથી. પરંતુ માત્ર અનુભવના વિષય સ્વરૂપ અંતરંગ રૂપ જે ઉપદ્રવોથી રહિત છે, તે જ યોગીઓ માટે આનંદદાયક છે. II૭-૭ી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અધ્યાત્મસાર
गतिविभ्रमहास्यचेष्टितै- ललनानामिह मोदतेऽबुधः ।
सुकृताद्रिपविष्वमीषु नो, विरतानां प्रसरन्ति दृष्टयः ।।८।। અન્વયાર્થ –
રૂહ અહીં સંસારમાં નાનામ્ સ્ત્રીઓની તિવિષ્યમહીસ્થતૈિઃ ગતિચાલ, વિભ્રમ=મનને આકર્ષે તેવી ચેષ્ટાઓ, (અને) હાસ્યચેષ્ટાઓ વડે રાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ વડે વૃધ: મોતે અબુધ આનંદ પામે છે. સુત્તપિવિપુ ૩૧મીપુ સુકૃતરૂપી પર્વત માટે વજ સમાન એવી આમાં ચેષ્ટાઓમાં વિરતાનાં હૃદયર વિરત એવા જીવોની દૃષ્ટિ નો પ્રસત્તિ પ્રસરતી નથી. II૭-૮ શ્લોકાર્ય :
સંસારમાં સ્ત્રીઓની ચાલ, મનને આકર્ષે તેવી ચેષ્ટાઓ અને રાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ વડે અબુધ જીવ આનંદ પામે છે. સુકૃતરૂપી પર્વત માટે વજ સમાન એવી આ ચેષ્ટાઓમાં વિરત એવા મુનિઓની દૃષ્ટિ પ્રસરતી નથી. II૭-૮ ભાવાર્થ-----
તત્ત્વનો બોધ થયો નથી એવા અબુધ જીવો, વેદનીયકર્મને વશ થયેલા હોવાથી સ્ત્રીઓની ગતિ ચાલ, વિભ્રમ=મનને આકર્ષિત કરે તેવી ચેષ્ટાઓ, હાસ્યરાગ ઉત્પન્ન કરે તેવા ચેનચાળાઓ આદિમાં આનંદ પામે છે. કારણ કે, તત્ત્વને નહીં જાણતા હોવાથી વેદમોહનીયકર્મ જે પ્રકારના સંસ્કારોને જાગૃત કરે તેની અસર નીચે જ વસ્તુને જોવાની વૃત્તિવાળા અબુધ જીવો હોય છે,
તત્ત્વને જાણનારા જીવોને પુદ્ગલોની આવી પરિણતિ તુચ્છ અને નિઃસાર ભાસે છે. દીર્ઘકાળ સુધી બ્રહ્મગુપ્તિના પાલનથી લેવાયેલ સુકૃતરૂપી પર્વતને તોડનાર આવી ચેષ્ટાઓ વજસમાન હોવાથી, સંસારથી વિરત ચિત્તવાળા મુનિઓની દૃષ્ટિ તેમાં જતી નથી. II૭-૮ના અવતરણિકા -
હવે તૃતીય પ્રાણેન્દ્રિયનો વિષય કેમ વિકારી થતો નથી, તે બતાવે છે -
न मुदे मृगनाभिमल्लिका- लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित- स्मरशीलेन सुगन्धिवर्मणाम् ।।९।।
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૯
અન્વયાર્થ ઃ
વૈરાગ્યવિષયાધિકાર
નિરુપાધિવાધિતમરશીલેન નિરુપાધિ પરિણામને કા૨ણે બાધિત કર્યો છે કામ જેણે એવા શીલ વડે સુગન્ધિવર્ણળામ્ વિદ્યુષાં સુગંધી શરીરવાળા વિદ્વાનોને મૃગનામિત્તિવાતવતીવનચન્દ્રસૌરમમ્ મૃગનાભિ=કસ્તૂરી, મલ્લિકા=માલતીપુષ્પ, લવલી= એલચી, ચંદન કે ચંદ્રની=કપૂરની, સુગંધ ન મુદ્દે આનંદ માટે થતી નથી. II૭-૯il શ્લોકાર્ય -
નિરુપાધિ પરિણામને કારણે બાધિત કર્યો છે કામ જેણે એવા શીલ વડે સુગંધી શરીરવાળા વિદ્વાનોને કસ્તૂરી, માલતી પુષ્પ, એલચી, ચંદન કે કપૂરની સુગંધ આનંદ માટે થતી નથી. II૭–૯II
ભાવાર્થ :
તત્ત્વાતત્ત્વને સમ્યગ્ જાણીને તત્ત્વમાં જ સ્થિર થયેલી બુદ્ધિવાળા વિદ્વાનોનું ચિત્ત, અંતરંગ ગુણોમાં જ આવર્જિત હોય છે; તેથી તેઓ સર્વ ઉપાધિઓથી રહિત એવા નિરુપાધિક ભાવસ્વરૂપ આત્માના રૂપ વડે કામને બાધિત કરીને શીલગુણરૂપી સુગંધી શ૨ી૨વાળા હોય છે. તેથી વિદ્વાનોને કસ્તૂરી, માલતી પુષ્પ, એલચી, ચંદન કે કપૂર વગેરે પદાર્થોની સુગંધનો સંગમ પણ આનંદ માટે થતો નથી. II૭-૯||
उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभादपरस्मिन्निह युज्यते रतिः । । १० । । અન્વયાર્થ :
યવ્વિર ૩૫યોગમુપૈતિ જે (શીલરૂપી સુગંધ) ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે, વિમાવમાત: થવું ન દરતે વિભાવરૂપી મારુત=વાયુ, જે(સુગંધ)ને હ૨ણ ક૨તો નથી. खलु ખરેખર તતઃ શીતસૌરમાત્ તે શીલસૌરભથી અપસ્મન્ અ૫૨=બીજી (સૌરભ) માં, ફ્હ્દ અહીં=જગતમાં રતિઃ 7 યુખ્યતે રતિ ક૨વી યોગ્ય નથી. Il૭–૧૦
શ્લોકાર્થ :
જે શીલરૂપી સુગંધ ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે, વિભાવરૂપી પવન જે સુગંધને હરણ કરતો નથી, ખરેખર તે શીલસૌરભથી બીજી સૌરભમાં, સંસારમાં રતિ કરવી યોગ્ય નથી. II૭-૧૦ના
Page #259
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
૨૪૦
પુદ્ગલોની સુવાસ ક્ષણમાત્રમાં નાશ પામે તેવી હોય છે, જ્યારે શીલની સૌરભ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે.
વળી, પુષ્પ આદિ સુગંધી પુદ્ગલોની સુગંધનું પવન હરણ કરી જાય છે, પછી તે પાછી આવતી નથી, જ્યારે શિયળરૂપી સુગંધ વિભાવરૂપી પવન દ્વારા તિરોહિત થાય છે અર્થાત્ ઢંકાઈ જાય છે, તેમ છતાં પણ શિયલ એ તો આત્માનો પોતાનો ગુણ હોવાથી તેને હરી શકાતો નથી.
તેથી કહે છે કે, બાહ્ય પૌદ્ગલિક સુગંધની ઉપેક્ષા કરીને બ્રહ્મચર્યના પાલન સ્વરૂપ ઉત્તમ શીલરૂપ સૌરભમાં જ તિ કરવી યુક્ત છે. યોગીઓને, તુચ્છ પૌદ્ગલિક સુગંધ આવર્જિત કરી શકતી નથી અને એવા સુગંધી પદાર્થોથી તેમનું ચિત્ત વિરક્ત ભાવવાળું હોય છે. Il૭-૧૦ના
અવતરણિકા :
હવે ચતુર્થ રસનેન્દ્રિયનો વિષય કેમ વિકારી થતો નથી ? તે બતાવે છે -
मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालिनां, प्रसरत्पद्मपरागमोदिनाम् । । ११ । । અન્વયાર્થ :
પ્રસરત્વમપરાળમોહિનામ્ ગતિનાં પ્રસરતા એવા કમળના પરાગ વડે આનંદ પામનારા એવા ભમરાઓને ગરૌ: મુમૈ: વ ૨સ વગરનાં કુસુમ વડે જેમ (અધીરતા નથી) તેમ ગધ્યાત્મસુધાતિહાં સતામ્ અધ્યાત્મરૂપી અમૃતને ચાટતા એવા સત્પુરુષોને મધુરે: રસ: વચન ધીરતા ન મધુર રસો વડે ક્યારેય અધીરતા નથી.
119-9911
શ્લોકાર્થ :
પ્રસરતા એવા કમળના પરાગ વડે આનંદ પામનારા એવા ભમરાઓને રસ વગરનાં કુસુમ વડે જેમ અધીરતા નથી, તેમ અધ્યાત્મરૂપી અમૃતને ચાટતા એવા સત્પુરુષોને મધુર રસો વડે ક્યારેય અધીરતા નથી. અર્થાત્ મધુર રસોના સ્મરણને કારણે તેને ગ્રહણ કરવાની ઉત્સુકતા ક્યારેય તેઓને નથી. II૭–૧૧॥
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૧
ભાવાર્થ :
વૈરાગ્યવિષયાધિકાર
તત્ત્વના પર્યાલોચનને કારણે યોગીઓના ચિત્તમાં વિષયોની નિઃસારતાનું ભાન થવાથી વિષયોની વૃત્તિઓ ઉપશાન્ત બને છે, તેથી યોગીઓ અધ્યાત્મરૂપી અમૃતના સ્વાદને માણનારા હોય છે. આવા ઉત્તમ કોટીના સુખને અનુભવતા આવા યોગીઓને બાહ્ય પુદ્ગલોમાં રહેલા મધુર રસોને ગ્રહણ કરવાની ઉત્સુકતા ક્યારેય પેદા થતી નથી; કારણ કે, તેમને તો આવું પૌદ્ગલિક સુખ તુચ્છ કોટીનું ભાસે છે. અને આથી જ તત્ત્વના પર્યાલોચનને કારણે થતા અધ્યાત્મ સંબંધી સુખના અનુભવનારા મહાત્માને રસનેન્દ્રિયના પદાર્થો પ્રત્યે કોઈ આકર્ષણ હોતું નથી.
જે લોકો પાપના ભયથી સુંદર મધુર રસવાળા પદાર્થોનો ત્યાગ કરતા હોય છે, અને જો તેઓને ત્યાગમાં અંતરંગ કોઈ સુખનું સંવેદન ન હોય તો, ભાવિના હિતાર્થે મધુર રસનો ત્યાગ તેઓ કરે છે, અને સાથે સાથે તેના ભોગના આસ્વાદજન્ય જે પરિણામ હોય છે તે પણ તેઓને ઉદ્ભવતા ન હોવાથી, તથાવિધ કર્મબંધ ત્યારે થતો નથી; અને ત્યાગની શુભ લેશ્યાને કારણે પુણ્યબંધ પણ થાય છે. તેમ છતાં, મધુર રસવાળા પદાર્થમાં રહેલા ઉત્તમ કોટીના મધુર રસો તેમના ચિત્ત પર અસ્તિત્વ પ્રાપ્ત કરી શકે તે ભૂમિકાનું તેમનું ચિત્ત રહે છે; જેને કારણે શુભ લેશ્યાના પરિણામે ભાવિમાં જ્યારે દેવગતિ મળે છે, ત્યારે વિશિષ્ટ કોટીના મધુર રસો તેમના ચિત્તમાં અત્યંત સારરૂપ ભાસે છે.
જ્યારે અધ્યાત્મસુખના અનુભવનારાઓને મધુર રસનું માહાત્મ્ય જ તુચ્છ અને નિઃસાર ભાસે છે, તેથી આવા અધ્યાત્મ યોગીઓ દેવગતિમાં જાય ત્યારે પણ તેઓનું અધ્યાત્મ પ્રત્યેનું વલણ હોવાને કારણે, દૈવિક ભોગો પ્રત્યે પણ તેવું આકર્ષણ હોતું નથી. તેથી દેવભવમાં પણ ચિત્તની શુદ્ધિ ક્રમસર વધતી જ હોય છે.
119-9911
विषमायतिभिर्नु किं रसैः, स्फुटमापातसुखैर्विकारिभिः । नवमेऽनवमे रसे मनो, यदि मग्नं सतताऽविकारिणि ।।१२।।
અન્વયાર્થ :
રિ જો મન: મન સતતાઽવિગરિની સતત અવિકારી, અનવમે નવમે રસે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અધ્યાત્મસાર મનં અનવમ=નિષ્પાપ એવા, નવમા રસમાં=શાંતરસમાં, મગ્ન છે, તો રમ્ સ્પષ્ટ જણાતા એવા, વિષમતિમ વિષમ આયતિવાળા=ભયંકર ભાવિ ફળવાળા, ૩પતિસુદ આપાત સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા,
વિરમ: વિકારી એવા રરઃ વિંદ ? રસો વડે શું? J૭-૧રા
* અહીં “ગુ વિતર્કના અર્થમાં યોજાયેલ છે. શ્લોકાર્થ :
જો મન સતત અવિકારી, નિષ્પાપ એવા શાંતરસમાં મગ્ન હોય છે, તો સ્પષ્ટ જણાતા એવા, ભયંકર ભાવિ ફળવાળા, સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા, વિકારી એવા રસો વડે શું? ll૭-૧રા ભાવાર્થ :
રસનેન્દ્રિયના વિષયભૂત એવો આહાર, ખાધા પછી સાત ધાતરૂપે પરિણમન પામે છે, જે સાત ધાતુનું સ્વરૂપ આંખને ગમે તેવું નથી હોતું, તેથી રસનેન્દ્રિયના વિષયો વિષમ ફળવાળા છે. વળી તે રસોને ભોગવવાથી ક્યારેક શરીરમાં રોગાદિ પણ થાય છે, જે જીવને અશાતારૂપ ફળનું કારણ બને છે, તેથી પણ તે વિષમ ફળવાળા છે. વળી, સંસારમાં ભૌતિક પદાર્થોના સેવનમાં જે રાગાદિ ભાવો થાય છે, તેનાથી કર્મબંધ અને ભાવિમાં રાગાદિ ભાવ પેદા થાય છે, તેથી પણ તે ભાવિના વિષમ ફળવાળા છે. આ રીતે રસનેન્દ્રિયના ભોગોનું ભાવિના ફળને આશ્રયીને કુત્સિત સ્વરૂપ બતાવ્યું.
હવે તત્કાળમાં પણ મધુર રસો સુખરૂપ દેખાય છે, તે પણ કેવા છે, તે બતાવતાં કહે છે કે, રસનેન્દ્રિયના ભોગો જીવને વિકાર પેદા કરે છે, જે માનસિક તથા ઈન્દ્રિયોના વિકારરૂપ પણ છે; અને તેનાથી થતું સુખ પણ વાસ્તવિક સુખ નથી, પરંતુ સ્થૂળ દૃષ્ટિથી દેખાતું જ સુખ છે. આ વાત તત્ત્વના જાણનારાઓને સ્પષ્ટ જણાય છે.
તે સુખ સ્થૂળથી કેમ છે ? એવી કોઈને શંકા થાય, તેથી કહ્યું કે, તે સુખ આત્માનું મૂળ સુખ નથી, વિકારી સુખ છે. અને વિકારી સુખ એ સ્થૂળથી જ સુખ કહી શકાય, વાસ્તવિક સુખ કહી શકાય નહીં.
જેમ ખણજ મટવાથી પણ સુખ થાય છે, અને ખણકાળમાં ખણજ કરવાથી પણ સુખ થાય છે; પરંતુ ખણજ કરવાથી થતું સુખ વિકારી સુખ છે, તેથી
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૩
વૈરાગ્યવિષયાધિકાર તે સ્થૂળથી સુખ કહી શકાય. વાસ્તવિક સુખ તો ખણજના મટવાથી થતા સુખને જ કહી શકાય. આથી જ તત્ત્વના જાણનારાઓને રસોનું સુખ સ્પષ્ટ સ્થૂલ સુખ દેખાય છે. આવો અનુભવ કોને થાય તે બતાવતાં કહે છે કે, જેનું મન સતત અવિકારી એવા શાંતરસમાં મગ્ન છે, તેને જ આ મધુર રસો નિઃસાર દેખાય છે. અને શાંતરસ એ નવ રસમાંથી નવમો નિષ્પાપ રસ છે, જ્યારે રસનેન્દ્રિયના મધુર રસો જીવોની હિંસાથી જ પ્રાપ્ત થતા હોવાથી તે સપાપ છે.
તેથી જ જે મહાત્માને નવમા એવા શાંતરસનું દર્શન થયું છે, તેમને અસાર એવા ખાદ્ય પદાર્થોના રસોમાં કોઈ સારભૂતતા દેખાતી નથી, તેથી જ તે અસાર રસોથી તેઓનું ચિત્ત ઉન્મુખ થયેલું હોય છે. II૭-૧ણા
मधुरं रसमाप्य निष्पतेद्रसनातो रसलोभिनां जलम् ।
परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशोर्जलम् ।।१३।। અન્વયાર્થ :
મધુર રસું પણ મધુર રસને પામીને રસોમનાં રસનાતિ: રસના લોભીઓની રસનામાંથી=જીભમાંથી, નનમ્ નિષત્ પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. તત: તેનાથી=રસલોભીની જીભમાંથી, નીકળતા પાણીને જોવાથી, વિરતાનાં તુ વળી વિરતોને વિપરિસધ્ધાં રમાવ્ય (રસના) વિપાકની ભયાનકતાનો વિચાર કરીને
શ: નર્તમ્ આંખમાંથી પાણી=અશ્રુ, નીકળે છે અર્થાત્ કરુણા પેદા થાય છે. I૭-૧૩ી. શ્લોકાર્ચ -
મધુર રસને પામીને રસના લોભીઓની જીભમાંથી પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. રસલોભીની જીભમાંથી નીકળતા પાણીને જોવાથી વળી વિરતોને રસના વિપાકની ભયજનકતાનો વિચાર કરીને આંખમાંથી અશ્રુ નીકળે છે, અર્થાત કરુણા પેદા થાય છે. I૭-૧૩ ભાવાર્થ -
જેમની બુદ્ધિ તત્ત્વથી ભાવિત નથી થઈ, તેવા જીવોને પૌદ્ગલિક પદાર્થોમાં સુખ દેખાય છે. તેથી મધુર રસવાળા પદાર્થો જ્યારે તેમની ચક્ષુ સમક્ષ
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૪૪ આવે છે, ત્યારે તેને જોઈને ચિત્તમાં તેને મેળવવાની ઉત્સુકતા પેદા થવાથી મોંમાં પાણી છૂટે છે. પરંતુ તત્ત્વનું ભાવન કરીને જેમનું ચિત્ત વિરામ પામ્યું છે તેવા જીવો, આવા મધુર રસને ભોગવવાથી બંધાતાં કર્મ અને તેના વિપાકને જાણે છે, તેથી ભોગમાં રસિક જીવોને જોઈને તેમના હૃદયરૂપી ચક્ષુમાં ભીનાશ પેદા થાય છે, અર્થાત્ તેઓ પ્રત્યે કરુણા પેદા થાય છે. II૭-૧૩ અવતરણિકા :
હવે પંચમ સ્પર્શેન્દ્રિયના વિષયો વિકારી કેમ થતા નથી ? તે બતાવે છે –
इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते ।
विमले सुविकल्पतल्पके, क्व बहिःस्पर्शरता भवन्तु ते ।।१४।। અન્વયાર્થ :
- ફુદ અહીં સંસારમાં, કે જે લોકો મુળપુષ્પપૂરિતે વિમત્તે સુવિન્યતન્ય ગુણરૂપી પુષ્પોથી પુરાયેલી (અને) નિર્મળ એવી સુવિકલ્પરૂપી પથારીમાં ધૃતિપત્નીમ્ ૩૫૪ ધૃતિરૂપ પત્નીને સ્પર્શીને શરતે સૂએ છે, તે તે લોકો દિઃ સ્પર્શતા વર મવસ્તુ બાહ્ય સ્પર્શમાં રત ક્યાંથી થાય ? I૭-૧૪ શ્લોકાર્ચ -
સંસારમાં જે લોકો ગુણરૂપી પુષ્પોથી પુરાયેલી અને નિર્મળ એવી સુવિકલ્પરૂપ પથારીમાં ધૃતિરૂપી પત્નીને સ્પર્શીને સૂએ છે, તે લોકો બાહ્ય સ્પર્શમાં રત ક્યાંથી થાય ? ll૭-૧ાા. ભાવાર્થ :
જે લોકોએ પરમાત્માના સ્વરૂપનું કે પરમાત્મભાવના સાધક એવા મુનિસ્વરૂપનું સભ્યન્ રીતે પર્યાલોચન કર્યું છે, અને તેવા ભાવોથી જેમનું ચિત્ત આવર્જિત છે, તેવા જીવોના ચિત્તમાં, પોતાને પરમાત્મભાવની પ્રાપ્તિ થાય તે માટે કઈ રીતે પોતે યત્નશીલ બને, એવા નિર્મળ સુવિકલ્પો ઊઠે છે. તેથી તેના ઉપાયભૂત મુનિભાવને સમ્યગૂ રીતે પેદા કરવા તે મુનિભાવના સ્વરૂપને વિચારતા સુવિકલ્પોમાં જ રમે છે.
વળી, આ સમયે ગાંભીર્ય, વૈર્ય, વિચારશીલતા આદિ અનેક ગુણો તેમનામાં
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૫
વૈરાગ્યવિષયાધિકાર
વર્તતા હોય છે. તેથી તે ગુણોરૂપી પુષ્પોથી પૂરિત એવી સુવિકલ્પરૂપ પથારીમાં તેઓ ઊંઘતા હોય છે ત્યારે, પોતાનામાં વીતરાગભાવને અનુકૂળ જે ભાવો વર્તી રહ્યા છે, તેનાથી આગળના ભાવોને પેદા કરવાની ધૃતિ તેમનામાં વર્તતી હોય છે. આવે સમયે વીતરાગનું સ્વરૂપ કે મુનિનું સ્વરૂપ કેવળ શબ્દોથી તેઓ વિચારતા નથી, પરંતુ વીતરાગભાવ કે મુનિભાવને અનુરૂપ પોતાનો ભાવ પણ કાંઈક ઉદ્ભવ પામે તે રીતે ધૈર્યપૂર્વક યત્ન કરતા હોય છે. આવા ઉત્તમ ભાવોનો અને એને અનુરૂપ ધૃતિનો સ્પર્શ તેમને અત્યંત આનંદદાયક ભાસે છે, તેથી બાહ્ય કોમળ પદાર્થોના કે સ્ત્રી આદિના સ્પર્શે તેમને અસાર અને તુચ્છ ભાસતા હોવાથી તેની ઈચ્છામાત્ર પણ થતી નથી. આમ, મહાત્માને સ્પર્શનેન્દ્રિય વિષયક વિરક્ત ભાવ હોય છે. II૭–
9811
અવતરણિકા :
સામાન્ય રીતે સ્પર્શનેન્દ્રિયમાં સુંદર પુષ્પોથી પૂતિ એવી પથારી તથા સ્ત્રી આદિનો સંસર્ગ આનંદનો વિષય બને છે, પરંતુ યોગીઓનું ચિત્ત તેમાં કેમ નથી જતું, તે પૂર્વ શ્લોકમાં બતાવ્યું. હવે અન્ય પણ સ્પર્શ સંબંધી જે ચંદનના લેપની ક્રિયા કે સ્નાનની ક્રિયા જીવને સ્પર્શ સંબંધી આહ્લાદનું કારણ બને છે, તે પણ યોગી માટે આનંદપ્રદ નથી, તે બતાવવા કહે છે -
हृदि निर्वृत्तिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ।। १५ ।। અન્વયાર્થ :
દૈવિ નિવૃત્તિત્ વ વિગ્નતાં હૃદયમાં નિવૃત્તિને=નિર્વાણને, જ ધારણ કરતા એવા જીવને ચન્દ્રનલેવનાવિધિ: 7 મુદ્દે ચંદનના લેપની વિધિ=ક્રિયા, આનંદ માટે થતી નથી. સદ્દા વિમતત્વમ્ જ્ઞેયુાં સદા વિમલપણાને પ્રાપ્ત કરેલા યોગીઓને સલિલનાનવતાપિ નિતા પાણીથી સ્નાનની કલા=ક્રિયા, પણ નિષ્ફળ છે. II૭– *
૧૫
શ્લોકાર્થ :
હૃદયમાં નિર્વાણને જ ધારણ કરતા અર્થાત્ સર્વ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ છે એવી શીતલતાને ધારણ કરતા એવા જીવને, ચંદનના લેપની ક્રિયા
G-૧૮
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૪૬ આનંદ માટે થતી નથી. સદા વિમલપણાને પ્રાપ્ત કરેલા યોગીઓને પાણીથી સ્નાનની ક્રિયા પણ નિષ્ફળ છે. ll૭-૧પ ભાવાર્થ -
યોગીઓના હૃદયમાં તત્ત્વની ભાવનાને કારણે નિર્વાણનો જ પરિણામ વર્તતો હોય છે. તેથી સંસારના ભાવોથી નિવૃત્ત થઈ બાહ્ય વિષયો પ્રત્યે તેમના ચિત્તમાં નિર્લેપ ભાવો વર્તતા હોય છે. તે કારણે જ યોગીઓને તુચ્છ એવા ચંદનના લેપની ક્રિયામાં રસ હોતો નથી.
વળી, સંયમના પાલનને કારણે હંમેશાં વિમલપણાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે. તેથી શરીરની નિર્મળતાના કારણભૂત એવી સ્નાનની ક્રિયા પણ તેમને માટે નિષ્ફળ છે; કારણ કે, આત્માની નિર્મળતા જ તેઓને અત્યંત પ્રિય હોય છે. આમ, આત્માના નિર્મળભાવને સ્પર્શતા એવા યોગીને સ્નાનરૂપ ક્રિયાની પણ આકાંક્ષા રહેતી નથી. II૭-૧પ
गणयन्ति जनुः स्वमर्थव- त्सुरतोल्लाससुखेन भोगिनः।
मदनाहिविषोग्रमूर्छना- मयतुल्यं तु तदेव योगिनः।।१६।। અન્વયાર્થ :
મોગના ભોગીજનો સુરતીન્જીસસુઝેન સુરતના ઉલ્લાસના સ્ત્રીના ભોગના સુખ વડે રવમ્ નનુ પોતાનો જન્મ ૩૫ર્યવત્ સાત્તિ અર્થવત્ ગણે છે = સફળ માને છે. યોનિઃ તુ પરંતુ યોગીઓ તવ તેને જ=ભોગવિલાસયુક્ત જન્મને જ મનાવવોઝમૂર્છાનામતુત્યંમદન=કામરૂપ, સર્પના વિષની ઉગ્ર મૂચ્છમય મૂર્છાથી વ્યાપ્ત, (હોય તેના) તુલ્ય (માને છે.) II૭-૧છા શ્લોકાર્ચ -
ભોગીજનો સ્ત્રીના ભોગના સુખ વડે પોતાનો જન્મ સફળ માને છે, પરંતુ યોગીઓ ભોગવિલાસયુક્ત જન્મને જ કામરૂપી સર્પના વિષની ઉગ્ર મૂર્છાથી વ્યાપ્ત હોય તેના જેવો માને છે. II૭-૧ાા ભાવાર્થ -
ભોગી જીવને સંસારમાં ભોગો જ સારભૂત લાગે છે. તેથી સ્ત્રીના ભોગના
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૭
વૈરાગ્યવિષયાધિકાર સુખથી પોતાને પ્રાપ્ત થયેલો જન્મ સફળ માને છે. કારણ કે, તેઓને આ જન્મમાં મેળવવા લાયક સ્ત્રીના ભોગો જ દેખાય છે. તેથી તે ભોગો મળવાથી તેઓને પોતાનો જન્મ અર્થવતું દેખાય છે.
જ્યારે યોગીઓને આવો જન્મ મહાઅનર્થરૂપ ભાસે છે. કારણ કે, કામ એ યોગીઓને મન સર્પતુલ્ય છે, અને કામના ભાવો તેમને વિષ જેવા દેખાય છે. જ્યારે તે વિષ જીવમાં વ્યાપ્ત થાય છે, ત્યારે તે જીવ તત્ત્વનો વિચાર કરતો નથી અને મૂર્છાવાળો બને છે. અને તેથી ભોગમાં પ્રવૃત્ત એવો આ જન્મ યોગીઓને આવી મૂચ્છતુલ્ય ભાસે છે, માટે જ યોગીઓ કામના વિષથી બચવા માટે હંમેશાં તત્ત્વની વિચારણા કરવામાં યત્નશીલ બને છે. આમ, તેઓ સદા સ્પર્શનેન્દ્રિયથી વિરક્ત હોય છે. ll૭–૧૬ના અવતરણિકા :
શ્લોક-૨માં કહેલ કે, અપરવૈરાગ્યવાળા યોગીઓને પ્રાપ્ત થયેલા વિષયોમાં વિરક્તભાવ હોય છે, અને શાસ્ત્રોથી સંભળાયેલા વિષયોમાં પણ વિરક્તભાવ હોય છે. ત્યાર પછી આલોકના વિષયોમાં યોગીઓને વિરક્તભાવ કેમ હોય છે, તે શ્લોક-૩ થી ૧૬માં બતાવ્યું. હવે તેનું નિગમન કરીને આનુશ્રાવિક વિષયોમાં અર્થાત્ શાસ્ત્રોથી સંભળાયેલા વિષયોમાં, પણ યોગીઓ નિઃસ્પૃહી કેમ હોય છે, તે બતાવે છે -
तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् ।
परलोकसुखेऽपि निःस्पृहाः, परमानन्दरसालसा अमी ।।१७।। અન્વયાર્થ :
- તત્ તે કારણથી શ્લોક-૩થી ૧૬ સુધીમાં બતાવ્યું કે પાંચે ઈન્દ્રિયોના સર્વ વિષયોમાં યોગીઓ ઈચ્છા વગરના હોય છે તે કારણથી, વિવેતસામ્ વિરક્ત ચિત્તવાળાઓને ત્નિ હિ? ખરેખર ઐહિક એવા રુ ડ િવિષય: આ કોઈ પણ વિષયો ન મુદ્દે આનંદ માટે થતા નથી. પરમાનન્ટરસતા ૩૧મી પરમાનંદમાં મગ્ન થયેલા એવા આ યોગીઓ પરત્નસુબ્રેડપિ નિરપૃદE પરલોકના સુખમાં પણ નિઃસ્પૃહી છે. ૭૧ના
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અધ્યાત્મસાર શ્લોકાર્ય :
શ્લોક-૩ થી ૧૯ સુધીમાં બતાવ્યું કે, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં યોગીઓ ઈચ્છા વગરના હોય છે; તે કારણથી, વિરક્ત ચિત્તવાળાઓને ખરેખર ઐહિક એવા આ કોઈપણ વિષયો આનંદ માટે નથી. પરમાનંદમાં મગ્ન થયેલા એવા આ યોગીઓ પરલોકના સુખમાં પણ નિસ્પૃહી છે. ll૭-૧ના ભાવાર્થ :
જે યોગીઓનું ચિત્ત સત્ તત્ત્વના પર્યાલોચનને કારણે વિષયોથી વિરક્ત થયેલું છે, તેઓને સંસારમાં દેખાતા આ બધા ઐહિક વિષયો આનંદ માટે બનતા નથી. કારણ કે, તેઓ વિષયોના સ્વરૂપને સમ્યગૂ જોનારા હોવાથી અને તેમની બુદ્ધિ પર તેનું કોઈ મહત્ત્વ ન હોવાથી, તે વિષયો તેમના આનંદનું કારણ બની શકતા નથી. વળી તેઓ પરમાનંદના રસમાં જ મગ્ન હોવાથી, જ્યારે તેમનું ચિત્ત જગતના વિષયો પ્રત્યે ઉદાસીન બને છે ત્યારે, નિરાકુળ થયેલી ચેતના શ્રેષ્ઠ કોટીના આનંદના રસને અનુભવે છે; અને તે રસમાં મગ્ન થયેલા યોગીઓ આ લોકના સુખને તો મહત્ત્વ આપતા જ નથી, પરંતુ પરલોકના સુખમાં પણ સ્પૃહા વગરના હોય છે. I૭-૧૭થી. અવતરણિકા :
યોગીઓ પરલોકના સુખમાં નિઃસ્પૃહી છે, તે વાતને દઢ કરવા માટે, તેઓ પરલોકના સુખનું કઈ રીતે ચિંતવન કરે છે. તે બતાવવા કહે છે -
मदमोहविषादमत्सर- ज्वरबाधाविधुरा: सुरा अपि । विषमिश्रितपायसान्नवत्, सुखमेतेष्वपि नैति रम्यताम् ।।१८।।
અન્વયાર્થ :
સુરા ૩પ દેવો પણ મરમોદવિવામિત્સરશ્વરવાઘાવિઘુરામદ, મોહ, વિષાદ અને મત્સરરૂપી વરની બાધાઓથી વિધુર છે. તે ઉત્તિ એમનામાં પણ=દેવોમાં પણ વિષમશ્રિત પાસાવત્ વિષથી મિશ્રિત પરમાત્રઃખીરની જેમ સુબ્રમ્ સુખ રચતામ્ ન ત રમ્યતાને પામતું નથી. II૭–૧૮૫
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૯
વૈરાગ્યવિષયાધિકાર નોંધ :
સુરા ” માં “ઉ” થી એમ કહેવું છે કે સંસારવત મનુષ્ય વગેરે તો બાધાઓથી વિધુર છે જ, પરંતુ દેવો પણ મત્સરરૂપી જવરની બાધાથી વિધુર છે. શ્લોકાર્ચ -
દેવો પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપી જવરની બાધાઓથી વિધુર છે. દેવોમાં પણ વિષથી મિશ્રિત ખીરની જેમ સુખ રમ્યતાને પામતું નથી. II૭-૧૮ ભાવાર્થ -
દેવલોકમાં વસતા દેવતાઓને પણ પોતાની સમૃદ્ધિમાં મદનો પરિણામ હોય છે, અને રમ્ય ભાગોમાં મોહનો પરિણામ થાય છે. તથા ભૂતકાળની સંયમની વિરાધના કે અલ્પ આરાધના કરી હોય તેના કારણે સુખમાં ન્યૂનતા દેખાતી હોવાથી વિષાદ વર્તતો હોય છે; અને વળી, અન્ય દેવોનું અધિક સુખ જોઈને મત્સરભાવ=ઈર્ષાભાવ વર્તતો હોય છે.
આ બધા ભાવો વર જેવા છે; કારણ કે, જ્વરમાં જેમ જીવ પીડા પામે છે. તેમ મદાદિ ભાવોથી આત્મા હંમેશાં વિહ્વળ હોય છે. તેથી દેવો પણ આ બધી
Dા હોય છે. બાધાઓથી વિધુર થયેલા હોય છે.
વળી, જેમ ખીર યદ્યપિ રમ્ય છે, તો પણ વિષમિશ્રિત હોય તો તે પણ રમ્ય નથી. તેમ દેવલોકનાં સુખો પણ યદ્યપિ રમ્ય છે, તો પણ તે સુખો મદમોહ આદિ વિષ જેવા ભાવોથી મિશ્રિત હોવાના કારણે રમ્યતાને પામતાં નથી. યોગીઓ દેવલોકનાં સુખોના આ સ્વરૂપનું ચિંતવન કરીને, પરલોકના સુખમાં નિઃસ્પૃહ બને છે; અને કેવળ નિઃસ્પૃહતાના સુખની આકાંક્ષાવાળા બને છે. આવી નિઃસ્પૃહતાને કારણે જ આવા જીવોને ઉત્તમ કોટીનાં પૌદ્ગલિક સુખો મળે છે, તે સમયે પણ ચિત્તની શુદ્ધિ ટકે છે.
જે યોગીઓ આવાં પરલોકનાં સુખો પ્રત્યે નિઃસ્પૃહી હોય, તથા તેઓ જો વર્તમાન ભવમાં મોક્ષને ન પામે તો અવશ્ય દેવલોકને જ પામે, તો પણ તેઓને પ્રાયઃ કરીને મદાદિના વિકારો થતા નથી, પરંતુ દેવલોકમાં આવીને પુણ્યનો ઉપભોગ કરતા, સંયમને અનુકૂળ સત્ત્વનો જ સંચય કરે છે, જેથી મોક્ષને અનુકૂળ સામગ્રી અન્ય ભવમાં પણ વિશેષથી પ્રાપ્ત થાય છે. ll૭-૧૮
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૫૦
रमणीविरहेण वह्निना, बहुबाष्पानिलदीपितेन यत् ।
त्रिदशैदिवि दुःखमाप्यते, घटते तत्र कथं सुखस्थितिः ।।१९।। અન્વયાર્થ:
વહુવાણાનિસ્તેન રમવિર વસ્તિનાબહુબાષ્પરૂપી પવનથી દીપિત એવા રમણીના વિરહરૂ૫ અગ્નિ વડે ચત્ તુમ્ જે દુઃખ વિશે વિવિ ૩યતે દેવતાઓ વડે સ્વર્ગમાં પ્રાપ્ત કરાય છે, તત્ર સુરિથતિઃ ચં ઘરતે ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટે ?li૭-૧લી શ્લોકાર્ય :
બહુબાષ્પરૂપી પવનથી દીપિત એવા રમણીના વિરહરૂપ અગ્નિ વડે જે દુઃખ દેવતાઓ વડે સ્વર્ગમાં પ્રાપ્ત કરાય છે, ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટે ? II૭-૧લા ભાવાર્થ :
દેવલોકમાં કોઈ દેવતાને તેની અતિ પ્રિય દેવી સાથે અત્યંત આત્મીયતા હોય અને તે દેવી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી જાય, ત્યારે ઉત્કટથી છ માસ સુધી અન્ય દેવી તે સ્થાનમાં ન પણ પ્રાપ્ત થાય. તે સમયે અતિરાગને કારણે તેના હૃદયમાં ઘણા નિસાસારૂપ બહુબાષ્પરૂપી પવનથી દીપિત થયેલ રમણીના વિરહરૂપ અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને તેને કારણે અન્ય અનેક ભોગસામગ્રી હોવા છતાં તે દેવ દુઃખી થાય છે. તેથી કહે છે કે, આવી દુઃખની સ્થિતિ જ્યાં દેવલોકમાં છે, ત્યાં સુખની સ્થિતિ ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ ન જ હોય.
- અહીં વિશેષ એ છે કે, યોગીઓ સર્વકર્મથી મુક્ત એવા આત્મામાં વર્તતા સુખની સાથે સંસારમાં વર્તતા સુખની તુલના કરે છે. તેથી તેઓને દેવલોકમાં પણ વિરહાદિનાં દુઃખો દેખાવાથી વિચારે છે કે, ગમે તેટલી ભૌતિક સામગ્રી હોવા છતાં
જ્યાં આવાં દુઃખો હોય ત્યાં સુખ ન કહેવાય; પરંતુ જ્યાં કોઈ કદર્થના ન હોય ત્યાં જ વર્તતું સુખ તે સુખ કહી શકાય. તેથી જ દેવસંબંધી પરલોકનાં સુખોમાં તેઓ નિઃસ્પૃહ બને છે.
દેવલોકમાં ખૂબ જ સુખ છે, છતાં યોગીઓ ત્યાં રહેલાં થોડાં પણ દુઃખોને જ જુએ છે, અને એ રીતે દેવલોકનાં સુખોને ગૌણ કરી દુઃખોના ચિંતવનથી વિરક્ત બને છે. તેથી દેવભવમાં પણ યોગીઓ નિઃસ્પૃહ હોય છે. l૭-૧૯ll
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૧
વૈરાગ્યવિષયાધિકાર
प्रथमानविमानसम्पदां च्यवनस्यापि दिवो विचिन्तनात् । हृदयं न हि यद्विदीर्यते, घुसदां तत्कुलिशाणुनिर्मितम् ।।२०।। અન્વયાર્થ :
પ્રથમાનવિમાનસમ્પનાં ઘુસતાં ચવું હૃત્યું પ્રથમાન=વિસ્તાર પામતી એવી, વિમાનની સંપદાવાળા દેવતાઓનું જે હૃદય વિવઃ વનસ્યાપિ વિચિત્તનાત્ દેવલોકથી ચ્યવનના પણ ચિંતવનથી નહિ વિીર્યતે ભેદાતું નથી જ, ત્ તે=(દેવોનું) હૃદય, નિશાળુનિર્મિતત્ વજ્રના અણુથી નિર્મિત છે. ||૭ ૨૦|| શ્લોકાર્થ ઃ
વિસ્તાર પામતી એવી વિમાનની સંપદાવાળા દેવતાઓનું જે હૃદય, દેવલોકથી ચ્યવનના પણ ચિંતવનથી ભેદાતું નથી જ, તે દેવોનું હૃદય વજ્રના અણુથી નિર્મિત છે. ll૭-૨૦મા
ભાવાર્થ :
દેવલોકના વિમાનની ગમે તેટલી અઢળક સંપત્તિને પામેલો હોય તો પણ, વિચા૨ક દેવ જાણતો હોય કે એક દિવસ મારે દેવભવથી ચ્યવીને અન્ય ભવમાં જવાનું છે, તેથી તે ચિંતવનને કા૨ણે તેનું હૃદય ભેદાઈ જાય છે. તેથી તે દેવ, ભોગો પાછળ રહીને જીવન સમાપ્ત કરતો નથી, પરંતુ પોતાનું હિત સાધવા માટે તીર્થંકર આદિના સંબંધને પ્રાપ્ત કરે છે.
પરંતુ જે દેવોનું હૃદય ચ્યવનના વિચારથી પણ ભેદાતું નથી, તેમનું હૃદય વજ્ર જેવું કઠોર છે; જેથી મૃત્યુનો વિચાર પણ તેમને અડતો નથી, અને નિઃશંક થઈને ભોગોમાં જ યત્ન કર્યા કરે છે.
આ પ્રકારની મોહની સ્થિતિનો વિચાર કરીને યોગીઓ દેવલોક્નાં સુખો પ્રત્યે નિઃસ્પૃહ બને છે; કારણ કે, દેવલોકના ભોગો કઠોર હૈયું ક૨ના૨ છે, જેથી જીવ તત્ત્વાતત્ત્વનો પણ વિચાર કરી શકતો નથી. II૭-૨૦મા
विषयेषु रतिः शिवार्थिनो, न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो, गिरिभूमिष्वपरमेष्विव ।।२१।।
Page #271
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
અન્વયાર્થ :
૨૫૨
ઘનનન્તનવન્તનાર્થિન: ઘનઘણા, આનંદને દેનારા એવા ચંદનના અર્થીઓને અપરમેણુ ગિરિમૂમિવુ વ જેમ અપર=બીજા, વૃક્ષોવાળી પર્વતની ભૂમિમાં (રતિ નથી તેમ) શિવર્થિનઃ શિવાર્થીઓને=મોક્ષના અર્થીઓને વિન અલાસુ અપિ ગતિપુ વિષયેષુ ખરેખર અખિલ=ચારેય, પણ ગતિવિષયક વિષયોમાં રતિઃ ન અસ્તિ રતિ નથી. ૫૭–૨૧]l
શ્લોકાર્થ :
ઘણા આનંદને દેનારા એવા ચંદનના અર્થીઓને જેમ બીજાં વૃક્ષોવાળી ગિરિભૂમિમાં રતિ નથી, તેમ મોક્ષના અર્થીઓને ખરેખર ચારેય પણ ગતિવિષયક વિષયોમાં રતિ નથી. II૭–૨૧ા
ભાવાર્થ :
જેમ ઘન આનંદને દેનારા એવા ચંદનના અર્થીને ચંદનના સ્થાનવાળી ગિરિભૂમિમાં જ રતિ હોય છે, અને અન્ય વૃક્ષોવાળી ગિરિભૂમિમાં રતિ નથી હોતી; તેવી જ રીતે ઘન આનંદને દેનારા એવા મોક્ષના અર્થને, અન્ય બધી જ ગતિઓમાં રહેલા સર્વ વિષયોમાં રતિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયભૂત એવા સંયમસ્થાનમાં જ રતિ હોય છે. II૭-૨૧॥
અવતરણિકા :
આ રીતે યોગીઓને પરલોકના સુખમાં વિરક્તતા હોય છે, તે બતાવ્યું. હવે યોગીઓને અપવૈરાગ્ય સ્થિર થયે છતે, પરવૈરાગ્ય કેવી રીતે પ્રગટે છે ? તે બતાવે છે -
-
इति शुद्धमतिस्थिरीकृताs - परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्त्तते ।। २२ ।।
"
અન્વયાર્થ ઃ
કૃતિ આ રીતે=પૂર્વશ્લોકોમાં વર્ણન કર્યું કે, યોગીઓને આ લોકના પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં, તેમ જ પરલોકનાં દેવલોકનાં સુખોમાં તિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં જ રિત હોય છે એ રીતે, શુદ્ધમાંતિચિરીવૃંતાડપરવૈરાગ્યરસસ્ય
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૩
વૈરાગ્યવિષયાધિકાર યોગિન: શુદ્ધ મતિ વડે સ્થિરીકૃત–સ્થિર કર્યો છે, અપરવૈરાગ્યનો રસ જેણે એવા યોગીઓને રવીપુ સ્વગુણોમાં વિસ્તૃMતિવિહં પરવૈરાયમ્ ૩પ પ્રવર્તતે વિતૃષ્ણાને લાવનાર એવો પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. II૭-૨શા નોંધ :
- “રામ” – આવા યોગીઓને અપરવૈરાગ્ય તો પ્રવર્તે જ છે, પરંતુ પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. એમ ‘”િ થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ય :
પૂર્વશ્લોકોમાં કહ્યું કે, યોગીઓને આ લોકના પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં, તેમ જ પરલોકનાં દેવલોકનાં સુખોમાં રતિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં જ રતિ હોય છે, એ રીતે, શુદ્ધ મતિ વડે સ્થિર કર્યો છે અપરવેરાગ્યનો રસ જેણે એવા યોગીઓને, સ્વગુણોમાં વિતૃષ્ણાને લાવનાર એવો પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. l૭૨શા ભાવાર્થ
પૂર્વશ્લોકોમાં વર્ણવ્યું એ રીતે, યોગીઓ પદાર્થનું ચિંતવન કરીને પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં અને દેવલોકનાં સુખોમાં પણ નિઃસ્પૃહી બને છે, અને અંતરંગ ગુણસંપત્તિ પ્રત્યે આકર્ષિત બને છે. આ પ્રકારની શુદ્ધ મતિ વડે વિચારણા કરવાથી
જ્યારે યોગીઓને અપરવૈરાગ્ય સ્થિર થાય છે ત્યારે, સ્થિર થયેલા અપરવૈરાગ્યવાળા યોગીઓ ક્રમે કરીને સ્વગુણોમાં પણ તૃષ્ણા વગરના બને છે. તે વખતે તેઓને પરવૈરાગ્ય પ્રગટ થાય છે.
અહીં વિશેષ એ છે કે, પ્રથમ ભૂમિકામાં સંસારનું સ્વરૂપ ચિંતવન કરવાથી . વૈરાગ્ય પ્રગટે છે. ત્યાર પછી ચિત્તમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની સામે અનાહત નાદ આદિ ભાવો પેદા થાય છે, અને એ રીતે શુદ્ધ મતિથી વિચારવાથી તે પ્રગટ થયેલ વૈરાગ્ય સ્થિર થાય છે.
મોક્ષના અર્થી જાણે છે કે, મોક્ષ એ સર્વત્ર ઈચ્છાના અભાવ સ્વરૂપ છે. તેથી વિષયોની ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય સ્થિર થયા પછી તેમને ગુણોની પ્રાપ્તિની જે ઈચ્છા વર્તતી હોય છે તેના પણ ઉચ્છેદને અનુરૂપ યત્ન કરે છે, અને એ રીતે તેમને પરવૈરાગ્ય પ્રગટે છે.
આમ, ગુણો વિષયક બળવાન ઈચ્છાને કારણે યોગીનું ચિત્ત વિષયોથી સર્વથા પરાક્ષુખ બને છે, અને અંતે તો ગુણો પ્રત્યેની તૃષ્ણાને પણ છોડીને
Page #273
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
૨૫૪ સર્વત્ર સમવૃત્તિને કેળવવા યોગી યત્ન કરે છે. તેથી તેને પરવૈરાગ્ય પણ વર્તે છે. I૭-૨શા
विपुलर्द्धिपुलाकचारण- प्रबलाशीविषमुख्यलब्धयः ।
न मदाय विरक्तचेतसा- मनुषगोपनता: पलालवत् ।।२३।। અન્વયાર્થ :
પતાવત્ ઘાસની જેમ ૩નુષપાતાઅનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુદ્ધિપુનાવાર પ્રવર્તાશવિમુચ્ચત્તરંધય: વિપુલ ઋદ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલ આશીવિષ વગેરે લબ્ધિઓ વિરત સામ્ વિરક્ત ચિત્તવાળાઓને મરાય ન મદ માટે થતી નથી. l૭-૨વા શ્લોકાર્થ :
ઘાસની જેમ અનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુલ ઋદ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલ આશીવિષ વગેરે લબ્ધિઓ વિરક્ત ચિત્તવાળાઓને મદ માટે થતી નથી. I૭
૨૩i
ભાવાર્થ :
ખેતી કરતા ખેડૂતને જેમ ધાન્યની સાથે અનુષંગથી ઘાસની પણ પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષ માટે પ્રયત્નશીલ અને સર્વ વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા તથા તપ-સંયમમાં યત્ન કરતા મુનિને લબ્ધિની કોઈ આકાંક્ષા નહીં હોવા છતાં, અનુષંગથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ વિષયોથી વિરક્ત ચિત્તવાળા મહાત્માને આ લબ્ધિઓ મદ માટે થતી નથી અર્થાત્ હું લબ્ધિવાળો છું એવો ગર્વ થતો નથી, એવી બુદ્ધિમાત્ર તેઓ કરતા નથી. વળી, વિશિષ્ટ એવી શાસનપ્રભાવના કે સંયમરક્ષાનું કારણ ન હોય તો તે લબ્ધિઓનો ઉપયોગ પણ કરતા નથી, અને અન્ય લોકો સમક્ષ લબ્ધિઓ રજૂ કરવાનું પણ તેમને પ્રયોજન નથી. વળી, પોતાને પ્રાપ્ત થયેલ લબ્ધિની કસોટી કરવા પણ ઉપયોગ કરે તો તેનું પ્રાયશ્ચિત કરવું પડે, અને એ રીતે પોતાને કેટલી લબ્ધિ મળી છે, તે ચકાસવા માટે પણ તેઓ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી.
(૧) વિપુલઋદ્ધિલબ્ધિ એ છે કે, જેના ઉપયોગથી ઈન્દ્ર જેવી વિપુલ સમૃદ્ધિને ભોગવી શકાય.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨પપ
વૈરાગ્યવિષયાધિકાર (૨) પુલાકલબ્ધિ એ છે કે, જેના બળથી ચક્રવર્તીના સૈન્યનો પણ ચૂરો કરી શકાય.
(૩) ચારણલબ્ધિ એ છે કે, આકાશમાં ઊડીને એક પગલું જ ભરીને અહીંથી સીધા નંદીશ્વરદ્વીપમાં જઈ શકાય.
(૪) પ્રબળ આશીવિષલબ્ધિથી અતિ ભયંકર એવા સાપના ઝેરને પણ નિવારી શકાય.
જે મુનિઓને સર્વથા અનિચ્છા સ્વરૂપ મોક્ષ જ ઈચ્છાનો વિષય હોય, તેવા પરવૈરાગ્યવાળા મુનિને ધીરે ધીરે મોક્ષની ઈચ્છા પણ વિલીન થવા માંડે છે, ત્યારે મોક્ષની આગળ તુચ્છ એવી લબ્ધિઓ તો તેમની ઈચ્છાનો વિષય બને જ કેવી રીતે ? તેથી તે લબ્ધિની પ્રાપ્તિથી પોતાને કાંઈક પ્રાપ્ત થયું છે, તેવી બુદ્ધિ પણ તેમને સંભવતી નથી. II૭–૨૩.
कलितातिशयोऽपि कोऽपि नो, विबुधानां मदकृद्गुणव्रजः । अधिकं न विदन्त्यमी यतो, निजभावे समुदञ्चति स्वतः ।।२४।। અન્વયાર્થ:
નિતતિશયોજિ છોડનિ મુદ્રન: (લોકો દ્વારા) કલિત=જણાયેલ અતિશયવાળો એવો પણ કોઈક ગુણનો સમુદાય વિવુધાના મન્ નો વિબુધોને મદ કરનાર થતો નથી. યતિઃ જે કારણથી ૩૧મી આ=વિબુધો નિગમવે સમુદ્રષ્યતિ નિજભાવ=જ્ઞાતાદૃષ્ટાભાવ, પ્રગટ થયે છતે સ્વતઃ ૩fધવં ન વિત્તિ પોતાનાથી અધિક જાણતા નથી=નિજભાવથી અધિક માનતા નથી. I૭-૨૪ll નોંધ :
(૧) “કલિત અતિશય એટલે એવો અતિશય કે જે અતિશય સામાન્યથી જીવોમાં ક્યાંય ન દેખાતો હોય અને જેને જોવાથી લોકોને ચમત્કાર જેવું જણાય તેવો કોઈ ગુણ, જેમ એક ઈન્દ્રિયથી સર્વ ઈન્દ્રિયોનું જ્ઞાન યોગીઓ કરી શકે તે.
(૨) નિતાતિશયો”િ માં “ઘ' થી એ કહેવું છે કે, લોકો દ્વારા અતિશયરૂપે નહીં જણાયેલ એવો સામાન્ય ગુણ તો મદને કરનાર નથી, પરંતુ લોકો દ્વારા જણાવેલ અતિશયવાળો પણ ગુણનો સમુદાય મદને કરનાર નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
લોકો દ્વારા જણાવેલ અતિશયવાળો એવો પણ કોઈક ગુણનો સમુદાય વિબુધોને મદ કરનાર થતો નથી. જે કારણથી વિબુધો જ્ઞાતાદષ્ટાભાવ પ્રગટ થયે છતે નિજભાવથી અધિક માનતા નથી. II૭-૨૪ ભાવાર્થ -
તપ-સંયમમાં યત્નને કારણે ઉદાસીન ચિત્તવાળા મુનિઓને કલિત અતિશયવાળા ગુણોનો સમુદાય પ્રગટ થાય છે, તો પણ આવા બુદ્ધિમાન પુરુષોને મદ થતો નથી; કારણ કે, તપ-સંયમમાં યત્ન કરવા દ્વારા તેઓ સંસારના સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન થયા હોય છે, તેથી તેઓને નિજભાવ પ્રગટ થાય છે, અર્થાતુ પોતાનો જ્ઞાતાદૃષ્ટા ભાવ પ્રગટ થાય છે. આથી જ તેઓ લબ્ધિ આદિ રૂપ ગુણસમુદાયને પોતાના જ્ઞાતાદૃષ્ટારૂપ ઉત્તમ ભાવથી અધિક માનતા નથી.
અહીં વિશેષ એ છે કે, તપ-સંયમમાં યત્ન કરનારને જેમ લબ્ધિઓ પ્રગટ થાય છે, તેમ અવધિજ્ઞાનાદિ જ્ઞાનો પણ પ્રગટે છે. વળી, તેમને મહાસત્ત્વ અને દેવો પણ ચલિત ન કરી શકે તેવું મહાધૈર્ય પ્રગટે છે. કલિત અતિશયવાળો આવો અનેક ગુણોનો સમુદાય પ્રગટ થવા છતાં તેમને પોતાનો ઉદાસીનતારૂપ જે ભાવ વર્તતો હોય છે, તેનાથી આ ગુણો અધિક દેખાતા નથી; તેથી જ પોતાને પ્રાપ્ત થયેલ શક્તિના વિચાર દ્વારા મદ પણ થતો નથી. આ જ તેમનો પરિવૈરાગ્ય છે. II૭-૨૪
हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति ।
पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ।।२५।। અન્વયાર્થ :
સરનુષ્ઠાનમસંમતિ સદનુષ્ઠાન અસંગઅવસ્થાને પ્રાપ્ત કરે છતે હૃદયે ડિવિ હૃદયમાં મોક્ષવિષયક પણ સુધ્ધતા ન લુબ્ધતા નથી. પુરુષરી રૂયમ્ વશ પુરુષની આ દશા સહેગાનતરસતા રૂથને સહજ આનંદના તરંગથી સંગત ઈચ્છાય છે= કહેવાય છે. li૭-૨પા.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૭
વૈરાગ્યવિષયાધિકાર શ્લોકાર્ચ -
સદનુષ્ઠાન અસંગઅવસ્થાને પ્રાપ્ત કરે છતે હૃદયમાં મોક્ષવિષયક પણ લુબ્ધતા નથી. પુરુષની આ દશા સહજાનંદના તરંગથી સંગત કહેવાય છે. II૭૨પ ભાવાર્થ -
વિષયો પ્રત્યે નિઃસ્પૃહ થયા પછી મુનિઓને ક્રમસર ઋદ્ધિઓ અને જ્ઞાનાદિ અતિશય પ્રગટે છે, અને પછી તો ગુણો પ્રત્યે પણ તેઓ ઉદાસીન બને છે. પરંતુ મોક્ષની ઈચ્છા બળવાન હોય છે, તેથી મોક્ષના ઉપાયભૂત ભગવદ્ વચનાનુસાર જ સદનુષ્ઠાનમાં તેઓ યત્નશીલ હોય છે. પરંતુ તે સદનુષ્ઠાન
જ્યારે વચનાનુષ્ઠાનમાંથી અસંગઅનુષ્ઠાનને પામે છે, ત્યારે મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી, પરંતુ ભવે મોક્ષે સમો મુનિઃ' એ અવસ્થાને પામે છે. પુરુષની આ દશા સહજ આનંદના તરંગથી સંગત છે એમ કહેવાય છે.
એનો આશય એ છે કે, કોઈ અન્ય પદાર્થના સંયોગથી આનંદના તરંગો નથી, પરંતુ જીવનો સહજ સ્વભાવ પ્રવર્તવાને કારણે પેદા થતા આનંદના તરંગોવાળી આ દશા છે, અને તે વીતરાગભાવની અત્યંત આસન્નભાવવાળી દશા છે. વળી, પ્રાયઃ વિકલ્પ વગરની અવસ્થા છે, જેના બળથી જીવમાં પ્રતિભજ્ઞાન પ્રગટે છે, અને અંતે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ દ્વારા વીતરાગભાવનો આવિર્ભાવ થાય છે. I૭-૨પા
इति यस्य महामतेर्भवे- दिह वैराग्यविलासभृन्मनः । - ૩પત્તિ વરતુપુષ્ય-સ્તમુવારપ્રવૃતિં યશય ારદા અન્વયાર્થ:
રૂતિ આ રીતે પૂર્વ શ્લોકમાં કહ્યું એ રીતે, ફૂદ અહીં = સંસારમાં, વચ મહામતેઃ જે મહામતિનું મન: વૈરાથવિતાસમૃત્ ભવેત્ મન વૈરાગ્યના વિલાસથી ભરેલું હોય છે, કારપ્રવૃત્તિ તમ્ ઉદાર પ્રકૃતિવાળા તે મહામતિ) ને યશશ્ચય: યશરૂપી લક્ષ્મી ૩જો વરતુન્ ૩પત્તિ અત્યંત વરવા માટે આવે છે. ll૭-૨ફા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨પ૮
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
પૂર્વ શ્લોકમાં કહ્યું એ રીતે, સંસારમાં જે મહામતિનું મન વૈરાગ્યના વિલાસથી ભરેલું હોય છે, ઉદાર પ્રકૃતિવાળા તે મહામતિને, યશરૂપી લક્ષ્મી અત્યંત વરવા માટે આવે છે. II૭-૨૦ાા ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં અપર અને પર એમ બંને વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. એ પ્રકારના વૈરાગ્યના વિલાસથી ભરાયેલું મન જે મહામતિને તત્ત્વની વિચારણાવાળી ઉત્તમ મતિવાળા યોગીને, થાય છે; તે ઉદાર=પરમ નિઃસ્પૃહતારૂપ પ્રકૃતિવાળા હોય છે, અને તેમને યશરૂપી લક્ષ્મી અત્યંત વરવા માટે આવે છે.
આશય એ છે કે, તેમના નિઃસ્પૃહતાદિ ગુણોને કારણે દેવતાઓ અને ઈન્દ્રો પણ તેમના સત્ત્વની, ધૈર્યની યશોગાથા ગાય છે; અને સંસારમાં પણ સર્વ લોકોને તેમના ગુણો ગાવાનું મન થાય છે. વળી, આવા મહાત્માઓ જન્માંતરમાં જ્યાં જાય ત્યાં પણ, જન્મતાંની સાથે જ મહાત્મા જેવા હોય છે, અને પૂર્વના વૈરાગ્યથી ઉપાર્જિત પુણ્યના કારણે તેમનો અનેક પ્રકારનો યશનો વિસ્તાર થાય છે. ll૭૨૬ાા
આ આખા અધિકારનો સંક્ષેપમાં સાર :
મોક્ષ એ વીતરાગતા સ્વરૂપ અર્થાત્ સર્વથા અનિચ્છા સ્વરૂપ છે. પરંતુ જીવ અનાદિથી વિષયો વિષયક ઈચ્છાઓને નિરંતર કર્યા કરે છે, તેથી એક વિષયની ઈચ્છા પૂરી થાય ત્યારે અન્ય વિષયની ઈચ્છા ઉદ્ભવે, અને ક્યારેક કોઈ એક વિષયમાં પ્રબળ ઈચ્છા થાય ત્યારે અન્ય વિષયમાં જાણે ઈચ્છા વગરનો હોય તેવો થઈ જાય છે. વળી ક્યારેક સંજોગો અને પરિસ્થિતિ ફરતાં પાછો ફરી તે જ વિષયોમાં પણ ઈચ્છાવાળો થઈ જાય છે. આ રીતે ઈચ્છાઓના વિષચથી જ જીવ સંસારમાં ફર્યા કરે છે.
હવે જીવને જ્યારે તત્ત્વનું દર્શન થાય છે, ત્યારે તેને પોતાનું અનિચ્છાત્મક સ્વરૂપ જ તાત્ત્વિકરૂપ છે તેવું દેખાય છે. તેથી તેના આવિર્ભાવના ઉપાયરૂપ એવા ગુણોના સમુદાયમાં ઈચ્છાને પ્રવર્તાવીને વિષયોમાંથી ઈચ્છાને દૂર કરે છે; તથા તેને માટે વિષયોની નિઃસારતાનું ભાન કરીને જ્યારે પોતાના ઔદાર્યાદિ ગુણો જ સારભૂત છે, તેવી બુદ્ધિ પેદા કરે છે, ત્યારે તેને અપરવૈરાગ્ય પ્રગટે છે. અને ત્યાર
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૯
વૈરાગ્યવિષયાધિકાર પછી લબ્ધિ આદિ ગુણો પણ પ્રગટે તો તેને ક્ષણભર પ્રમોદ પણ થાય છે, કારણ કે, હવે પોતે ગુણને આવિર્ભાવ કરી શકે તેવી બુદ્ધિ હોવાથી તે સમૃદ્ધિનો મદ તેને લેશ પણ થઈ શકે. પરંતુ જ્યારે વિષયોનો વૈરાગ્ય સ્થિરભાવને પામે છે, અને ત્યાર પછી તે મહાત્મા પરવૈરાગ્ય માટે યત્નશીલ બને છે, ત્યારે પ્રથમ લબ્ધિઓ અને અતિશયતાવાળા એવા જ્ઞાનાદિ ભાવો પ્રત્યે નિઃસ્પૃહતા કેળવવા યત્ન કરે છે. જ્યારે સંસારના સર્વ વિષયો, લબ્ધિઓ વગેરે સર્વ પદાર્થો પ્રત્યે તેનું ચિત્ત ઉદાસીન થાય છે, ત્યારે પણ મોક્ષ પ્રત્યે તીવ્ર રાગ વર્તતો હોય છે; કારણ કે, તેના પ્રત્યેના તીવ્ર રાગના બળથી જ અન્યત્ર ઉદાસીનભાવ તે પ્રાદુર્ભાવ કરે છે.
અને છેવટે અંતમાં મોક્ષની ઈચ્છાને પણ વિશ્રાંત કરવા તે યત્ન કરે છે. કારણ કે, સર્વત્ર ઈચ્છાની વિશ્રાંતિ થયા પછી, મોક્ષની ઈચ્છા પણ રાગ સ્વરૂપ છે અને મોક્ષ વીતરાગભાવ સ્વરૂપ છે તેથી, જીવના સ્વરૂપના સમ્યગુ પર્યાલોચન દ્વારા તે ઈચ્છાનો પણ ઉચ્છેદ કરે છે, અને ત્યારે અસંગદશા પ્રાપ્ત થાય છે.
આવો મુનિ પરવૈરાગ્યવાળો કહેવાય છે, અને આ પરવૈરાગ્ય જ પ્રકર્ષને પામીને કેવળજ્ઞાનનું કારણ બને છે.
|| ચધ્યભરનારે વૈરાથવિધિવETI૭ll
इति श्रीनयविजयगणिशिष्यन्यायविशारदश्रीयशोविजयोपाध्याय
विरचितेऽध्यात्मसारप्रकरणे द्वितीयः प्रबन्धः।।
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અધ્યાત્મસાર ગીતાર્થ ગંગાથી પ્રકાશિત ગ્રંથો
વિવેચક
યોગવિંશિકા શબ્દશઃ વિવેચન અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન શ્રાવકના બારવ્રતોનાં વિકલ્પો યોગદષ્ટિ સમુચ્ચય સદ્ગતિ તમારા હાથમા ! કર્મવાદ કર્ણિકા દર્શનાચાર શાસનસ્થાપના અનેકાંતવાદ પ્રશ્નોત્તરી ચિત્તવૃત્તિ ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ આશ્રવ અને અનુબંધા મનોવિજય અને આત્મશુદ્ધિ ભાગવતી પ્રવ્રજ્યા પરિચય વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ભાવધર્મ (પ્રણિધાન) અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ સમ્યક્ત ષસ્થાન ચઉપઇ શબ્દશઃ વિવેચન ભાવધર્મ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) પુદગલ વોસિરાવવાની ક્રિયા યાને અતીતના બંધનોથી મુક્તિ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧
પ્રવિણભાઇ મોતા : પ્રવિણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. મોહજિતવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા. પ્રવિણભાઇ મોતા, પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. મોહજિતવિજયજી મ.સા.
પ્રવિણભાઇ મોતા
Page #280
--------------------------------------------------------------------------
________________ Raisel 5, જૈનમરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ 009 ફોનઃ૬૬૦ 4911 Digital Printed by Surya Offset : 3732112