________________
૨૨૫
વૈરાગ્યભેદાધિકાર સ્યાદ્વાદ જ તત્ત્વરૂપ છે તેવો નિર્ણય કરીને સ્યાદ્વાદ દૃષ્ટિથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે જ તેઓની મધ્યસ્થતા છે.
અગીતાર્થોને સર્વ દર્શનોને યથાસ્થાને જોડવાની કે સમજવાની નિર્મળ પ્રજ્ઞા હોતી નથી, તો પણ પોતાની મંદ પ્રજ્ઞાને જાણીને પોતાના હિતના ઉપાયરૂપે કોણ આપ્તપુરુષ છે કે જેના વચનથી હું સાચા માર્ગને પામી શકું ? તેવો નિર્ણય કરવામાં તેઓ અભ્રાંત હોય છે. કેમ કે ઉચિત ગુરુની ગવેષણામાં તેઓ મધ્યસ્થ હોય છે, અને તે મધ્યસ્થતાને કારણે જ યોગ્ય ગુરુની પ્રાપ્તિ કરીને તેઓ જ્ઞાનગર્ભ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે.
(૩) સર્વત્ર હિતચિંતા :- ગીતાર્થો તત્ત્વના જાણનારા હોય છે, અને તેઓના તત્ત્વના બોધને કારણે જ સર્વ જીવોના વિષયમાં તેઓને હિતનું ચિંતન હોય છે; અને આથી જ જે જીવોનું જે રીતે હિત થાય તે રીતે જ ઉચિત પ્રવૃત્તિ કરે છે. જેમ કે એકેન્દ્રિય આદિ જીવોને પોતાનાથી પીડા ન થાય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, અયોગ્ય મનુષ્ય આદિ જીવોને પોતાનાથી પીડા ન થાય અને તેમને ધર્મ પ્રત્યે દ્વેષ ન થાય તે રીતે તેઓ પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરીને તેઓનું હિતચિંતન કરે છે, ધર્મ પામે તેવા યોગ્ય જીવોને ઉપદેશ આપીને ધર્મમાં યોજે છે અને શરણાગતે આવેલા એવા શિષ્યોને ઉચિત સારણા-વારણા આદિ કરીને હિતમાં યોજે છે. - ,
અગીતાર્થ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓ એકેન્દ્રિયાદિ જીવોને પીડા આદિ નહીં કરીને હિતચિંતા કરે છે, અને પોતાનાથી ક્યાંય ધર્મમાં લાઘવ ન થાય તેવી ગીતાર્થના અનુશાસન નીચે જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે; જેના કારણે કોઇ જીવને ધર્મ પ્રત્યે અરુચિ ન થાય, એ રીતે હિતચિંતા કરે છે. અયોગ્ય જીવોની પણ તે જ રીતે હિતચિંતા કરે છે, જેથી પોતાની પ્રવૃત્તિથી અયોગ્ય પણ જીવોને ધર્મ પ્રત્યે દ્વેષ ન થાય. યોગ્ય જીવોને પોતે ધર્મમાં જોડી શકે તેવી પોતાની પ્રજ્ઞા નહીં હોવાથી પોતાની પાસે આવેલ જીવને ગીતાર્થ પાસે મોકલીને તેઓની હિતની પ્રવૃત્તિ કરે છે, પરંતુ પોતાના અલ્પજ્ઞાનમાં અધિકતાનો ભ્રમ રાખીને તેઓને ઉપદેશ આપવાનો યત્ન કરતા નથી, કે જેથી અનાભોગથી પણ તેઓના અહિતનું પોતે કારણ બને. આ પ્રકારે તેઓની યોગ્ય જીવો પ્રત્યે હિતચિંતા છે.
(૪) ક્રિયામાં આદર :- ગીતાર્થ મહાત્માઓ ભગવાનના શાસનના પરમાર્થને જોનારા હોય છે, અને તેનાથી જ તેઓને ભવ પ્રત્યે વિરક્ત ભાવ હોય છે. તેથી વિરક્ત એવા ગીતાર્થને અધિક-અધિક ગુણની પ્રાપ્તિરૂપ ઊંચી ઊંચી