SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અધ્યાત્મસાર ધ્યાન પ્રગટે છે, જે વિશેષ સમતાનું કારણ બને છે. આવી ધ્યાન અને સમતાની અનુવૃત્તિવાળી જીવની અવસ્થા એ અવ્યુત્થાન અવસ્થા છે, જે પ્રકર્ષને પામીને વીતરાગભાવમાં જ વિશ્રાન્ત થનાર છે, તેથી જ્ઞાન અવ્યુત્થાન અવસ્થારૂપ ચારિત્ર ફળવાળું છે. આ રીતે જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ બતાવ્યા પછી સમ્યકત્વ અને ચારિત્રની વ્યાપ્તિ બતાવવા માટે સમ્યકત્વ શું ચીજ છે તે બતાવે છે. સમ્યકત્વ એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. આશય એ છે કે જીવમાં સમ્યક પ્રકારનું જ્ઞાન પ્રગટે એ જ સમ્યકત્વ વસ્તુ છે. કેમ કે જીવને પદાર્થ જેવો છે તેવા જ પ્રકારનું યથાર્થ જ્ઞાન થાય, ત્યારે તેને તત્ત્વ પ્રત્યે યથાર્થ રુચિ પ્રગટે છે. એ સિવાય બોધ વગર તત્ત્વરુચિ સંભવે નહીં, અને તત્ત્વરુચિ એ બોધથી જુદી નથી. તેથી જીવમાં યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે એ જ સમ્યકત્વ પદાર્થ છે. આમ, એ ફલિત થયું કે જ્યારે જીવમાં સમ્યજ્ઞાન અભિવ્યક્ત થાય છે ત્યારે જ સમ્યકત્વ છે, તે સિવાય સમ્યકત્વ નથી. અને જ્યારે યથાર્થજ્ઞાન અભિવ્યક્ત થાય ત્યારે એ જ્ઞાન અવશ્ય પોતાનું કાર્ય કરે, નહીં તો એ જ્ઞાન જ્ઞાન નથી, એ પ્રકારે નિશ્ચયનય માને છે. તેથી જ્ઞાન પ્રગટ થાય ત્યારે અનાશ્રવરૂપ ફળ અવશ્ય હોય અને સમ્યકત્વ એ જ્ઞાનની અભિવ્યક્તિરૂપ છે, તેથી કરીને સમ્યકત્વ અને મૌનના એકત્વનો નિર્ણય છે. અર્થાત્ સમ્યકત્વ અને મૌન એક કાળમાં રહેનારાં માન્યાં છે. આથી એ ફલિત થયું કે, જે જીવ સ્વનાં અને અન્યનાં શાસ્ત્રોને જાણતો નથી, તેને યથાર્થ જ્ઞાન નહીં હોવાથી સ્વદર્શનનું આલંબન લઈને ચારિત્રાચારને પાળતો હોય તો પણ તેનામાં મૌનભાવ નથી. તેથી શ્લોક-૧૮ માં કહેલ તે પ્રમાણે ક્રિયાના નિશ્ચયસંશુદ્ધ સારને તે પામતો નથી. માટે જ ચારિત્રના અર્થીએ સ્વ અને અન્યશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ, જેથી જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રગટે; અને તે જ મોક્ષનું કારણ છે, તે પ્રકારનો પ્રસ્તુત કથનનો ધ્વનિ છે. II૬-૨ના અવતરણિકા : શ્લોક-૧૮ માં કહ્યું કે સ્વ અને અન્યશાસ્ત્રના વ્યાપારમાં જેને પ્રાધાન્ય નથી પરંતુ ચારિત્રની ક્રિયામાં પ્રાધાન્ય છે, તે ચારિત્રની ક્રિયાના સારને પ્રાપ્ત કરી શકતો નથી. શ્લોક-૧૯ માં તે સાર બતાવ્યો અને શ્લોક-૨૦ માં યુક્તિથી તેની પુષ્ટિ કરી. ત્યાં શંકા થાય કે જે લોકો ભગવાનના વચનાનુસાર ચારિત્રાચારનું પાલન કરે છે તે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy