________________
૧૭૦
અહીં વિશેષ એ છે કે ગૃહસ્થાવસ્થામાં જીવોને હિંસાદિની પ્રવૃત્તિને કારણે અશુભલેશ્યા વર્તતી હોય છે, તેથી પાપ બંધાવાથી પરિણામે સંસારની વૃદ્ધિ થાય છે; જ્યારે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો પણ વેશને માત્ર ધારણ કરીને અહિંસાદિનું દ્રવ્યથી પાલન કરતા હોય છે ત્યારે, અહિંસાના પરિણામરૂપ શુભલેશ્યામાત્ર હોવાથી પુણ્ય બાંધે છે; પરંતુ તેમાં પણ અવિવેક જ હોવાને કા૨ણે તે પુણ્ય સંસારની વૃદ્ધિ જ કરાવે છે. તેથી ગૃહસ્થ અવસ્થાની જેમ સાધુપણામાં પણ સંસારની વૃદ્ધિને જ પામતા હોવાથી તેઓ ગૃહસ્થથી અધિક નથી, એમ કહેલ છે. II૬-૬બ્રા
અવતરણિકા :
અધ્યાત્મસાર
અત્યંત સ્થૂલ વ્યવહારથી દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે -
गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥७॥
અન્વયાર્થ :-~~-~
ગૃહેન્નમાત્રની{મ્ય ઘરમાં અન્નમાત્રનું દુર્લભપણું છે તે મોાઃ નમ્યો વ્રતમાં=સાધુપણામાં, લાડવા મળે છે. વૈરાગ્યસ્યાયમર્થ: ફ્રિ વૈરાગ્યનો આ અર્થ જ દુઃઆર્મસ્ય લક્ષામ્ દુઃખગર્ભનું લક્ષણસ્વરૂપ છે. II૬-૭ના
શ્લોકાર્થ :
ઘરમાં અન્નમાત્રનું દુર્લભપણું છે, સાધુપણામાં લાડવા મળે છે. વૈરાગ્યનો આ અર્થ જ દુઃખગર્ભનું સ્વરૂપ છે. |[૬૭]I
ભાવાર્થ :
કેટલાક જીવો એવા હોય છે કે જેઓને ઘરમાં અન્નમાત્ર પણ મળતું નથી હોતું, અને તેથી “દીક્ષા લઈશ તો લાડવા વગેરે વિશેષ પ્રકારનાં ભોજન તો મળશે જ” એમ વિચારીને પણ, દુ:ખને કારણે અને સુંદર અન્નરૂપ સુખની પ્રાપ્તિની આશામાત્રથી સંયમ ગ્રહણ કરે છે. આવા જીવો માત્ર આવા સુખની ઇચ્છાથી વેશ ગ્રહણ કરે છે, પરંતુ ત્યાં વૈરાગ્ય જેવી વસ્તુ નથી. તેથી સ્થૂલ વ્યવહારથી દીક્ષાગ્રહણ એ વૈરાગ્યનું કાર્ય હોવાથી દીક્ષાગ્રહણને સામે રાખીને વૈરાગ્યનો વ્યવહાર કરેલ છે.