________________
{ પ્રકાશકીય
ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુસાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસ મુમુક્ષઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત -
૫, જૈન મરચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણે ગીતાર્થ ગંગા .
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.