SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૦૨ શ્લોકાર્ય : ' અરેરે ! સંસારમાં વિશેષ સ્વાર્થ હોતે છતે જેઓને પ્રાણરૂપી શરતો વડે ગ્રહણ કરે છે, તેઓને સ્વાર્થ નહીં હોતે છતે નિર્દય એવો લોક તણખલાની જેમ અત્યંત ત્યજે છે. અંતરમાં વિષ અને મુખમાં અમૃત, એ પ્રમાણે વિશ્વાસઘાત કરનારો લોક છે. એથી કરીને જો જીવને સંસારથી ઉગ ન થાય તો, અધિક કહેવા વડે શું? I૪-૧પણા ભાવાર્થ : રાજાના અંગરક્ષકો પોતાના પ્રાણના ભોગે પણ રાજાની રક્ષા અને સેવા કરવાનું વચન આપી પોતાની ફરજ બજાવતા હોય છે, કારણ કે તેઓને રાજા પાસેથી પોતાનો મોટો સ્વાર્થ સધાતો હોય છે. વળી આ જ રાજા જ્યારે કોઈ શત્રુથી હારી જવાથી ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો હોય, ત્યારે સ્વાર્થી એવો સેવકવર્ગ પોતાના રાજાને છોડીને શત્રુ રાજાનું શરણ લે છે. આમ, પોતાના પ્રાણના ભોગે માલિકનું રક્ષણ કરવાના વચનને આપતો એવો પણ સેવક, હવે પોતાનો સ્વાર્થ નહીં સધાતાં રાજાને તૃણની જેમ જ છોડીને ચાલ્યો જઈને, શત્રુ રાજા પાસેથી પોતાનો સ્વાર્થ સધાતો હોવાથી તેનું દાસત્વ સ્વીકારે છે. વળી, આ સ્વાર્થને કારણે જ પોતાના શત્રુ પ્રત્યે હૈયામાં વિશ્વરૂપ દ્વેષ હોવા છતાં પણ, મુખથી તો અમૃતરૂપ લાગણી બતાવીને જ પોતાનો સ્વાર્થ સાધે છે. આ પ્રમાણે વિશ્વાસઘાત કરનારા લોક જે સંસારમાં છે, તે સંસાર પ્રત્યે જો જીવને ઉગ ન થાય, તો ગમે તેટલું કહેવા છતાં જીવ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. મહાસ્વાર્થથી ભરપૂર એવો આ સંસાર તત્ત્વદષ્ટાને અસાર લાગે છે, પરંતુ ભવવર્તી તુચ્છ પદાર્થો પ્રત્યે અતિશય પ્રતિબંધવાળા જીવને, ઉપદેશ આપવા છતાં ભવ સારરૂપ જ લાગે છે. આવા જીવો ક્યારેક થોડો પણ પરોપકાર કરે તો પણ, તત્ત્વદષ્ટિની પ્રાપ્તિ થઈ ન હોવાથી તેઓની પરોપકાર કરવાની વૃત્તિ વિવેકમૂલક નથી હોતી. તેથી જ પરોપકારવૃત્તિ પણ નિરનુબંધ હોવાને કારણે ભવાંતરમાં જીવ ફરી પાછો સંસારના તુચ્છ પદાર્થોનો સંયોગ મળતાં જ સ્વાર્થપ્રધાન બની જાય છે. માટે જ સંસારવર્તી જીવોને સ્વાર્થપ્રધાન ગણાવ્યા છે.II૪-૧પ
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy