________________
પ્રસ્તાવના પરિણામ નથી, અને તેમનો તપ-ત્યાગ કઈ રીતે મોક્ષનું કારણ બનતો નથી, તે વાત પણ યુક્તિથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. વળી, મોહગર્ભિત વૈરાગ્યવાળાની પ્રકૃતિ કેવી હોય છે, તથા તેઓનું શાસ્ત્રનું અધ્યયન પણ કઈ રીતે વિપરીત પરિણામ પામે છે, તે સર્વ યુક્તિથી બતાવેલ છે.
વૈરાગ્યનો ત્રીજો પ્રકાર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તે વૈરાગ્ય ગીતાર્થોને જ સંભવી શકે છે. તેઓ શાસ્ત્રો ભણીને ભગવાનના વચનના સમ્યગુ બોધવાળા હોય છે અને તેને કારણે જ તેઓ વિષયોથી વિરક્ત છે, તેવા જીવોને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. વળી, ગીતાર્થની નિશ્રામાં રહેલા માપતુષ જેવા મુનિઓને પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કઈ રીતે સંભવે, તે વાત પણ પ્રસ્તુત અધિકારમાં કહેલ છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને સૂક્ષ્મ વિચારકતા, સ્વ-અન્યદર્શનના નિર્મળ અભ્યાસની બુદ્ધિ અને ઉત્સર્ગ-અપવાદને યથાસ્થાને જોડવાની મહાપ્રજ્ઞા હોય છે. તેથી જ તેઓ ભગવાનના બતાવેલા દરેક નયોને યથાસ્થાને જોડી શકે તેવા સમ્યગુ જ્ઞાનવાળા હોય છે, અને તેનાથી જ વિરક્ત થઈને તેઓ સંયમમાં સુદઢ યત્નવાળા હોય છે. આ રીતે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાનું સ્વરૂપ બતાવતાં આનુષંગિક ઘણા પદાર્થો પ્રસ્તુત અધિકારમાં પ્રાપ્ત થાય છે. કેવળીને જેમ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે, તેમ સ્યાદ્વાદની દૃષ્ટિને કારણે ગીતાર્થને પણ કેવળી કરતાં કંઈક સંક્ષેપથી અને અગીતાર્થ એવા માષતુષાદિ કરતાં ઘણા વિસ્તારથી, સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો કેવળીની જેમ જ યથાનિર્ણય હોય છે; તથા તે જ પ્રકારે તેઓને સમ્યગુ રુચિ હોય છે. આથી જ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયની યથાર્થ રુચિરૂપ સમ્યક્ત ગીતાર્થોને નિર્મળ કોટીનું હોય છે. એ સર્વ બોધ પ્રસ્તુત અધિકારમાં અનેક યુક્તિઓથી બતાવેલ છે. વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાની કેવી પ્રવૃતિઓ હોય છે તથા લક્ષણો કયાં હોય છે, તે પણ પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે.
છઠ્ઠા અધિકારમાં વૈરાગ્યના ભેદો બતાવ્યા. ત્યાં જિજ્ઞાસા થાય કે . વૈરાગ્યના વિષયો શું છે? તેથી વૈરાગ્યમાં વિષયોનો બોધ થાય તે રીતે વૈરાગ્યના બે ભેદ સાતમાં અધિકારમાં બતાવ્યા છે.