________________
૨પ૮
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
પૂર્વ શ્લોકમાં કહ્યું એ રીતે, સંસારમાં જે મહામતિનું મન વૈરાગ્યના વિલાસથી ભરેલું હોય છે, ઉદાર પ્રકૃતિવાળા તે મહામતિને, યશરૂપી લક્ષ્મી અત્યંત વરવા માટે આવે છે. II૭-૨૦ાા ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં અપર અને પર એમ બંને વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. એ પ્રકારના વૈરાગ્યના વિલાસથી ભરાયેલું મન જે મહામતિને તત્ત્વની વિચારણાવાળી ઉત્તમ મતિવાળા યોગીને, થાય છે; તે ઉદાર=પરમ નિઃસ્પૃહતારૂપ પ્રકૃતિવાળા હોય છે, અને તેમને યશરૂપી લક્ષ્મી અત્યંત વરવા માટે આવે છે.
આશય એ છે કે, તેમના નિઃસ્પૃહતાદિ ગુણોને કારણે દેવતાઓ અને ઈન્દ્રો પણ તેમના સત્ત્વની, ધૈર્યની યશોગાથા ગાય છે; અને સંસારમાં પણ સર્વ લોકોને તેમના ગુણો ગાવાનું મન થાય છે. વળી, આવા મહાત્માઓ જન્માંતરમાં જ્યાં જાય ત્યાં પણ, જન્મતાંની સાથે જ મહાત્મા જેવા હોય છે, અને પૂર્વના વૈરાગ્યથી ઉપાર્જિત પુણ્યના કારણે તેમનો અનેક પ્રકારનો યશનો વિસ્તાર થાય છે. ll૭૨૬ાા
આ આખા અધિકારનો સંક્ષેપમાં સાર :
મોક્ષ એ વીતરાગતા સ્વરૂપ અર્થાત્ સર્વથા અનિચ્છા સ્વરૂપ છે. પરંતુ જીવ અનાદિથી વિષયો વિષયક ઈચ્છાઓને નિરંતર કર્યા કરે છે, તેથી એક વિષયની ઈચ્છા પૂરી થાય ત્યારે અન્ય વિષયની ઈચ્છા ઉદ્ભવે, અને ક્યારેક કોઈ એક વિષયમાં પ્રબળ ઈચ્છા થાય ત્યારે અન્ય વિષયમાં જાણે ઈચ્છા વગરનો હોય તેવો થઈ જાય છે. વળી ક્યારેક સંજોગો અને પરિસ્થિતિ ફરતાં પાછો ફરી તે જ વિષયોમાં પણ ઈચ્છાવાળો થઈ જાય છે. આ રીતે ઈચ્છાઓના વિષચથી જ જીવ સંસારમાં ફર્યા કરે છે.
હવે જીવને જ્યારે તત્ત્વનું દર્શન થાય છે, ત્યારે તેને પોતાનું અનિચ્છાત્મક સ્વરૂપ જ તાત્ત્વિકરૂપ છે તેવું દેખાય છે. તેથી તેના આવિર્ભાવના ઉપાયરૂપ એવા ગુણોના સમુદાયમાં ઈચ્છાને પ્રવર્તાવીને વિષયોમાંથી ઈચ્છાને દૂર કરે છે; તથા તેને માટે વિષયોની નિઃસારતાનું ભાન કરીને જ્યારે પોતાના ઔદાર્યાદિ ગુણો જ સારભૂત છે, તેવી બુદ્ધિ પેદા કરે છે, ત્યારે તેને અપરવૈરાગ્ય પ્રગટે છે. અને ત્યાર