________________
અધ્યાત્મસાર
૨૨૮
તેમાંથી તેઓ ચલાયમાન થતા નથી, પરંતુ સુદૃઢ યત્નથી તેઓ તેની વૃદ્ધિ જ કરતા
હોય છે.
ત્રીજા પ્રકારના વૈરાગ્યનાં આ પ્રકારનાં લક્ષણોનો સમુદાય છે. ||૬૪૦/૪૧/૪૨/૪૩||
અવતરણિકા :
:
ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણમાં મોક્ષનું કારણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બને છે, તથા દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ક્યારે મોક્ષનું કારણ બને છે અને ક્યારે નથી બનતા, તે બતાવવા કહે છે -
ज्ञानगर्भमिहादेयं द्वयोस्तु स्वोपमर्दतः ।
उपयोगः कदाचित् स्या- त्रिजाध्यात्मप्रसादतः ।। ४४ ।।
અન્વયાર્થ :
. અહીં=ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનનર્મ સન્દેયં જ્ઞાનગર્ભ આદેય છે. નિનગધ્યાત્મપ્રસાવત: તુ વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે સ્વોપમતઃ પોતાના ઉપમર્દનથી=વિનાશ દ્વારા યોઃ બંનેનો=દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો कदाचित् उपयोगः स्यात् ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે. 119-8811
શ્લોકાર્થ :
ત્રણ પ્રકારના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભ આદેય છે. વળી, પોતાનામાં રહેલા અધ્યાત્મના પ્રસાદને કારણે પોતાના વિનાશ દ્વારા દુઃખગર્ભિત અને મોહગર્ભિતનો ક્યારેક ઉપયોગ થાય=ક્યારેક મોક્ષપ્રાપ્તિમાં કારણ બને છે.
||૬–૪૪][
ભાવાર્થ :
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એકાન્તે મોહના ઉચ્છેદનું કારણ છે. જ્યારે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય કેટલાક જીવોને સંસારનો ત્યાગ કરાવીને તેનાથી પ્રાપ્ત થતા પુણ્ય દ્વારા સંસારવૃદ્ધિનું જ કારણ બને છે, તેથી દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યનો આત્મહિત સાધવામાં ઉપયોગ નથી. વળી, કેટલાક