Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 262
________________ ૨૪૩ વૈરાગ્યવિષયાધિકાર તે સ્થૂળથી સુખ કહી શકાય. વાસ્તવિક સુખ તો ખણજના મટવાથી થતા સુખને જ કહી શકાય. આથી જ તત્ત્વના જાણનારાઓને રસોનું સુખ સ્પષ્ટ સ્થૂલ સુખ દેખાય છે. આવો અનુભવ કોને થાય તે બતાવતાં કહે છે કે, જેનું મન સતત અવિકારી એવા શાંતરસમાં મગ્ન છે, તેને જ આ મધુર રસો નિઃસાર દેખાય છે. અને શાંતરસ એ નવ રસમાંથી નવમો નિષ્પાપ રસ છે, જ્યારે રસનેન્દ્રિયના મધુર રસો જીવોની હિંસાથી જ પ્રાપ્ત થતા હોવાથી તે સપાપ છે. તેથી જ જે મહાત્માને નવમા એવા શાંતરસનું દર્શન થયું છે, તેમને અસાર એવા ખાદ્ય પદાર્થોના રસોમાં કોઈ સારભૂતતા દેખાતી નથી, તેથી જ તે અસાર રસોથી તેઓનું ચિત્ત ઉન્મુખ થયેલું હોય છે. II૭-૧ણા मधुरं रसमाप्य निष्पतेद्रसनातो रसलोभिनां जलम् । परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशोर्जलम् ।।१३।। અન્વયાર્થ : મધુર રસું પણ મધુર રસને પામીને રસોમનાં રસનાતિ: રસના લોભીઓની રસનામાંથી=જીભમાંથી, નનમ્ નિષત્ પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. તત: તેનાથી=રસલોભીની જીભમાંથી, નીકળતા પાણીને જોવાથી, વિરતાનાં તુ વળી વિરતોને વિપરિસધ્ધાં રમાવ્ય (રસના) વિપાકની ભયાનકતાનો વિચાર કરીને શ: નર્તમ્ આંખમાંથી પાણી=અશ્રુ, નીકળે છે અર્થાત્ કરુણા પેદા થાય છે. I૭-૧૩ી. શ્લોકાર્ચ - મધુર રસને પામીને રસના લોભીઓની જીભમાંથી પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. રસલોભીની જીભમાંથી નીકળતા પાણીને જોવાથી વળી વિરતોને રસના વિપાકની ભયજનકતાનો વિચાર કરીને આંખમાંથી અશ્રુ નીકળે છે, અર્થાત કરુણા પેદા થાય છે. I૭-૧૩ ભાવાર્થ - જેમની બુદ્ધિ તત્ત્વથી ભાવિત નથી થઈ, તેવા જીવોને પૌદ્ગલિક પદાર્થોમાં સુખ દેખાય છે. તેથી મધુર રસવાળા પદાર્થો જ્યારે તેમની ચક્ષુ સમક્ષ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280