Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ૨૪૧ ભાવાર્થ : વૈરાગ્યવિષયાધિકાર તત્ત્વના પર્યાલોચનને કારણે યોગીઓના ચિત્તમાં વિષયોની નિઃસારતાનું ભાન થવાથી વિષયોની વૃત્તિઓ ઉપશાન્ત બને છે, તેથી યોગીઓ અધ્યાત્મરૂપી અમૃતના સ્વાદને માણનારા હોય છે. આવા ઉત્તમ કોટીના સુખને અનુભવતા આવા યોગીઓને બાહ્ય પુદ્ગલોમાં રહેલા મધુર રસોને ગ્રહણ કરવાની ઉત્સુકતા ક્યારેય પેદા થતી નથી; કારણ કે, તેમને તો આવું પૌદ્ગલિક સુખ તુચ્છ કોટીનું ભાસે છે. અને આથી જ તત્ત્વના પર્યાલોચનને કારણે થતા અધ્યાત્મ સંબંધી સુખના અનુભવનારા મહાત્માને રસનેન્દ્રિયના પદાર્થો પ્રત્યે કોઈ આકર્ષણ હોતું નથી. જે લોકો પાપના ભયથી સુંદર મધુર રસવાળા પદાર્થોનો ત્યાગ કરતા હોય છે, અને જો તેઓને ત્યાગમાં અંતરંગ કોઈ સુખનું સંવેદન ન હોય તો, ભાવિના હિતાર્થે મધુર રસનો ત્યાગ તેઓ કરે છે, અને સાથે સાથે તેના ભોગના આસ્વાદજન્ય જે પરિણામ હોય છે તે પણ તેઓને ઉદ્ભવતા ન હોવાથી, તથાવિધ કર્મબંધ ત્યારે થતો નથી; અને ત્યાગની શુભ લેશ્યાને કારણે પુણ્યબંધ પણ થાય છે. તેમ છતાં, મધુર રસવાળા પદાર્થમાં રહેલા ઉત્તમ કોટીના મધુર રસો તેમના ચિત્ત પર અસ્તિત્વ પ્રાપ્ત કરી શકે તે ભૂમિકાનું તેમનું ચિત્ત રહે છે; જેને કારણે શુભ લેશ્યાના પરિણામે ભાવિમાં જ્યારે દેવગતિ મળે છે, ત્યારે વિશિષ્ટ કોટીના મધુર રસો તેમના ચિત્તમાં અત્યંત સારરૂપ ભાસે છે. જ્યારે અધ્યાત્મસુખના અનુભવનારાઓને મધુર રસનું માહાત્મ્ય જ તુચ્છ અને નિઃસાર ભાસે છે, તેથી આવા અધ્યાત્મ યોગીઓ દેવગતિમાં જાય ત્યારે પણ તેઓનું અધ્યાત્મ પ્રત્યેનું વલણ હોવાને કારણે, દૈવિક ભોગો પ્રત્યે પણ તેવું આકર્ષણ હોતું નથી. તેથી દેવભવમાં પણ ચિત્તની શુદ્ધિ ક્રમસર વધતી જ હોય છે. 119-9911 विषमायतिभिर्नु किं रसैः, स्फुटमापातसुखैर्विकारिभिः । नवमेऽनवमे रसे मनो, यदि मग्नं सतताऽविकारिणि ।।१२।। અન્વયાર્થ : રિ જો મન: મન સતતાઽવિગરિની સતત અવિકારી, અનવમે નવમે રસે

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280