________________
અધ્યાત્મસાર
૨૨૬ ભૂમિકાની ક્રિયાઓ જ દેખાય છે, અને તેથી જ ગુણવૃદ્ધિના અત્યંત ઉપાયભૂત એવી ક્રિયાઓમાં તેઓને અત્યંત આદર હોય છે.
અગીતાર્થ એવા પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓ કલ્યાણના અર્થી હોય છે, તેથી પોતાની ગુણવૃદ્ધિ માટેના અનન્ય ઉપાયરૂપ પોતાની ભૂમિકાને અનુરૂ૫ ઉચિત ક્રિયાઓ પ્રત્યે અત્યંત આદરવાળા હોય છે. તેઓ જાણે છે કે મારી પાસે શાસ્ત્રનો સૂક્ષ્મબોધ નથી, તેથી તેઓ ગીતાર્થના વચનનું જ અવલંબન લઈને ઉચિત પ્રવૃત્તિમાં અત્યંત આદરવાળા હોય છે.
(૫) ધર્મમાં લોકનું યોજન :- ગીતાર્થો ભવથી વિરક્ત હોવાને કારણે સ્વશક્તિને ગોપવ્યા વગર અતિશયથી લોકોને ધર્મમાં જોડવા યત્ન કરતા હોય છે.
અગીતાર્થો પોતાની વિશેષ શક્તિ નહીં હોવાથી લોકોને સાક્ષાત્ ધર્મમાં જોડી શકતા નથી, તો પણ તેઓની અત્યંત ઉચિત પ્રવૃત્તિ પણ યોગ્ય જીવોને ધર્મમાં જોડવાનું કારણ બને છે. કેમ કે ગુણ પક્ષપાતી જીવો કોઇકની ઉચિત પ્રવૃત્તિ જોઈને પણ ધર્મમાં વિશેષ પ્રકારે ઉત્સાહી બને છે.
(ક) પરના વૃત્તાન્તમાં મૂક-બધિર-અંધ જેવી ચેષ્ટા :- ગીતાર્થો સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણતા હોવાથી જ ભવથી વિરક્ત હોય છે, તેથી તેઓને સંયમની સર્વ પ્રવૃત્તિઓમાં ઈન્દ્રિયોનો વ્યાપાર હોતો નથી. જેમ મૂંગા માણસો બોલવાના વ્યાપારથી, બહેરા માણસો સાંભળવાના વ્યાપારથી અને આંધળા માણસો જોવાના વ્યાપારથી રહિત હોય છે, તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓની કર્મબંધની કારણભૂત એવી કાન-આંખ-જીભરૂપ ઈન્દ્રિયો, પોતપોતાના વ્યાપારથી રહિત હોય છે.
વળી સંસારના સ્વરૂપને જાણીને જેઓ સંસારથી વિરક્ત થયેલા છે અને ગીતાર્થને પરતંત્ર છે, તેવા અગીતાર્થો પણ, આત્માને ઉપયોગી ન હોય તેવા પદાર્થોમાં બહેરા મૂંગા અને આંધળાની જેમ પ્રવૃત્તિ વગરના હોય છે. કેમ કે વિશેષ બોધ નહીં હોવા છતાં આત્માને ઉપયોગી ન હોય તેવી સર્વ વસ્તુઓ તેઓને નિરર્થક જણાય છે. - (૭) દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ - જેમ દરિદ્ર માણસને ધનપ્રાપ્તિમાં અત્યંત ઉત્સાહ હોય છે, તેમ ગીતાર્થને કે તેની નિશ્રામાં રહેલા અગીતાર્થને પણ જો ભવ પ્રત્યે વિરક્તભાવ હોય તો પોતાના વિશેષ ગુણો