________________
અધ્યાત્મસાર
૧૬૬
કારણે (સંસારથી) વિરક્ત થયેલા (દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો) પ્રત્યેવ (સંયમ ગ્રહણ કરતાં) પહેલાં જ પ્રત્યાતેઃ પમ્ પાછા આવવાના સ્થાનને રૂત્તિ ઇચ્છે છે.
19–31
શ્લોકાર્થ ઃ
યુદ્ધમાં પ્રવેશતા એવા યુદ્ધ લડવાના ધૈર્ય વગરના અધીર યોદ્ધાઓ જેમ વનાદિને ઈચ્છે છે, તેમ દુઃખને કારણે સંસારથી વિરક્ત થયેલા દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો, સંયમ ગ્રહણ કરતાં પહેલાં જ પાછા આવવાના સ્થાનને ઈચ્છે છે.
||૬–૩||
ભાવાર્થ :
દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવને વ્યક્ત કે અવ્યક્તરૂપે પોતાને પ્રાપ્ત થયેલાં સુખો કરતાં અતિશયિત સુખોની ઇચ્છા અવશ્ય હોય છે. તેથી દુઃખને કારણે વિરક્ત થયેલા જીવો સંયમમાં યત્ન કરે છે ત્યારે સંયમ કઠિન ભાસે છે, અને તેથી જ કેટલાક જીવો સંયમ ગ્રહણ કરતાં પહેલાં જ “તે પાળવું કઠણ પડે અને પાછા આવવું પડે તો !” તે અંગે વિચારીને પછીની પણ વ્યવસ્થા કરી રાખે છે.
જેમ ધૈર્ય વગરનો કોઈ યોદ્ધો યુદ્ધમાં પ્રવેશ કરતાં પહેલાં જ યુદ્ધમાં ફાવટ ન આવે તો વનાદિકનો આશ્રય લેવાનો વિચાર કરી રાખે છે, તે રીતે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને તપ-સંયમ કષ્ટમય લાગે છે તેથી, કઠણ ભાસતા સંયમને ગ્રહણ કરતાં પહેલાં જ સંયમને છોડવું પડે તો પછી શું કરવું, તેની વિચારણા કરી લે છે.
અહીં વિશેષ એ છે કે, દુઃખગર્ભિત વૈરાગ્યવાળા બધા જીવો સંયમ ગ્રહણ કરતાં પૂર્વે પાછા આવવાની ચિંતા કરે જ એવો નિયમ નથી; પરંતુ કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો તેવી ચિંતા કરતા પણ હોય છે, તો કેટલાક સંયમ ગ્રહણ કર્યા પછી આજીવન સંયમનું સમ્યક્ પાલન પણ કરે છે. પરંતુ શાસ્ત્રના બોધથી તેઓનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન બને તો ઉપશમભાવનું કારણ બનતો નથી, તેથી પરંપરાએ મોક્ષનું કારણ બનતો નથી. II૬-૩||
અવતરણિકા :
હવે પછી શ્લોક-૪ અને ૫ માં દુઃખગર્ભિત વૈરાગ્યમાં જ્ઞાન તૃપ્તિને કરાવનારું કેમ નથી ? તે બતાવે છે -