________________
૧૮૨
અધ્યાત્મસાર માન્યતા પ્રત્યે બળવાન રુચિ હોવાને કારણે, તેઓનો સંસાર તરવાનો સંકલ્પ પણ પ્રણિધાન આશયરહિત હોય છે. આમ, પૂર્વમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયો હોય અને પછી અસગ્રહને કારણે મોહગર્ભિત વૈરાગ્ય બન્યો હોય, તો પૂર્વેનું સંસાર તરવાના આશયરૂપ પ્રણિધાન નાશ પામે છે, તે પ્રણિધાનની વિસ્મૃતિ છે.
૧૫. શ્રદ્ધામાં અલ્પતા :- શ્રદ્ધા એટલે અતીન્દ્રિય ભાવોમાં ભગવાનના વચન પ્રત્યે તીવ્ર રુચિ, અને આવી શ્રદ્ધાવાળો જીવ હંમેશાં ભગવાનની આજ્ઞાને નિર્મળ બુદ્ધિથી જાણવા યત્ન કરે છે, તથા જાણીને પછી શક્તિ અનુસાર આચરવા યત્ન કરે છે. પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ભગવાનના વચન પ્રત્યે જ તીવ્ર રુચિ હોતી નથી. આથી જ પોતાની રુચિને અનુકૂળ ભગવાનનાં જે વચનો હોય તેને ગ્રહણ કરીને, પોતે ભગવાનના જ વચનને માને છે તેવી માન્યતા તેઓમાં વર્તતી હોય છે. વાસ્તવિક રીતે ભગવાનના વચન પ્રત્યે રુચિવાળો જીવ પોતાને અજાણતાં પણ ભગવાનના વચનથી વિપરીત ગ્રહણ ન થાય તે રીતે જ ભગવાનના વચનને જાણવા યત્ન કરે છે. પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવાનના વચનને સ્વરુચિ પ્રમાણે જોડવા યત્ન કરે છે, આ જ તેમની શ્રદ્ધાની અલ્પતા છે.
૧૬. ઉદ્ધતાઇ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અસદ્ગહ હોવાને કારણે જ્યારે ગીતાર્યાદિ તેમને ભગવાનની આજ્ઞાનું મહત્ત્વ બતાવે છે, ત્યારે તેઓ કહે છે કે શું અમે ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી કરતા ? એમ કહીને ભગવઆજ્ઞાનિરપેક્ષ પોતાની પ્રવૃત્તિને તેઓ પુષ્ટ કરે છે, તે તેમની ઉદ્ધતાઇ છે.
૧૭. અધૂર્ય :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો પૈર્યપૂર્વક ભગવાનના વચનોને સમજવાનો યત્ન કરતા નથી, પરંતુ કષાયોને વશ થઈને પોતાની રુચિ પ્રમાણે જ પદાર્થોને જોડવા યત્ન કરે છે, તે તેમનું અવૈર્ય છે.
અહીં વિશેષ એ છે કે જે જીવમાં ધૈર્ય હોય તે જીવ કદાચ કોઇ સ્થાનમાં ભગવાનના વચનને સમજી ન શકે, તો પણ ધીરજપૂર્વક તત્ત્વને જાણવા માટે યત્ન કરતો હોય ત્યારે, તેના બોધથી વિપરીત બોધ થયેલો હોય તો પણ, કોઈ તેને સાચો માર્ગ બતાવનાર મળે તો તેને સમજવા માટે ધીરતાપૂર્વક પ્રયત્ન કરે છે; કારણ કે તે તત્ત્વનો અર્થ છે. જ્યારે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો તત્ત્વને જોવામાં મોહવાળા હોવાથી અતત્ત્વભૂત એવી પોતાની માન્યતામાં જ રુચિને ધારણ કરીને તત્ત્વને જોવામાં યત્ન કરતા નથી. તે જ તેઓનું અવૈર્ય છે.