________________
૨૧૬
અધ્યાત્મસાર અભિમત છે, તેમ છતાં તેમને અભિમત પરિણામ તો ક્રિયા કરવાનો શુભભાવ માત્ર જ છે; અને ખરેખર તો જીવે વ્યવહારને અભિમત અનુષ્ઠાનદ્વારા નિશ્ચયને અભિમત એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ પ્રાદુર્ભાવ કરવાનું છે. તેથી તેને માટે સર્વથા મોહરહિત અવસ્થા અને તે મોહરહિત અવસ્થાને અનુરૂપ એવી નિર્વિકલ્પ દશા અને તે નિર્વિકલ્પ દશાને અનુરૂપ એવી ધ્યાનની વિશેષ ક્રિયા, અને તે ધ્યાનને અનુરૂપ સુદઢ યત્નવાળી વ્યવહારની ક્રિયા જ ચિત્તમાં લક્ષ્યરૂપે હોવી જોઈએ. કારણ કે આવી ક્રિયા દ્વારા જ જીવ ધીરે ધીરે સંસારના ભાવોથી વિશ્રામ પામીને તાત્વિક ભાવો તરફ ગમનને અનુકૂળ પરિણામને પામે છે. તેથી જ જેઓને આવી ક્રિયા લક્ષ્યરૂપે નથી, અને લક્ષ્યરૂપે બને તેવી ચિત્તની ભૂમિકા પણ જેઓને નથી, તે બધાનો જે વ્યવહારમાં અભિનિવેશ છે તે એકાંતથી છે. આવા જીવો એકાન્ત વ્યવહારરુચિવાળા છે.
૪. નિશ્ચય:- સ્યાદ્વાદને માનનારા કેટલાક એમ કહે છે કે અમને નિશ્ચયવ્યવહાર બંને માન્ય છે, તો પણ ફળસાધક તો નિશ્ચય જ છે. આમ કહીને તેઓ કહે છે કે શરીર આદિ સાથેનું ભેદજ્ઞાન જ નિર્લેપ બુદ્ધિનું કારણ છે અને નિર્લેપ બુદ્ધિથી જ મોક્ષ પ્રગટે છે, જ્યારે વ્યવહારનયને માન્ય એવી ધર્મની ક્રિયાઓ તો પુણ્યબંધ કરાવીને સદ્ગતિમાત્રમાં જ લઈ જઈ શકે છે. માટે મોક્ષાર્થીએ નિશ્ચયનયમાં જ યત્ન કરવો જોઈએ.
વળી જો નિશ્ચયમાં પ્રયત્ન કરવામાં આવે તો, જીવને ભેદબુદ્ધિ સ્થિર થવાથી શરીર આદિની ક્રિયામાં પણ કર્તુત્વ-ભોક્નત્વની બુદ્ધિ થતી નથી અને દૃષ્ટાભાવે સંસારની ક્રિયા કરીને કર્મથી લપાતો નથી. વાસ્તવિક રીતે આવા નિશ્ચયવાદી જીવો સ્યાદ્વાદને માનવા છતાં નિશ્ચય પ્રત્યેના અતિપરિણામને કારણે એકાંતદષ્ટિવાળા જ છે. તેથી વિવેકપૂર્વકનો વ્યવહાર તેને રુચતો નથી.
આમ, શબ્દથી નિશ્ચય-વ્યવહાર ઉભય માનતો હોવા છતાં અર્થથી તે માત્ર નિશ્ચયનયની રુચિવાળો બને છે. તેથી નિશ્ચયને પ્રાપ્ત કરાવી આપનાર એવા
ઉચિત વ્યવહારને છોડીને જે શબ્દમાત્રરૂપ નિશ્ચયની વિચારણાઓ કરે છે, તે નિશ્ચયના ભાવને સ્પર્શી શક્તો નથી. કારણ કે જીવ સિદ્ધ અવસ્થામાં જ સર્વથા શરીરથી અને કર્મથી પૃથક છે, તથા સંસારી અવસ્થામાં અપેક્ષાએ પૃથફ છે અને અપેક્ષાએ એકમેક પણ છે. માટે પુદ્ગલની પરિણતિ તેને અસર કરે જ છે.
દા.ત. શરીર પર થતી દાહની ક્રિયા વખતે શરીરથી પોતે પૃથક છે, એમ