________________
૨૧૭
વૈરાગ્યભેદાધિકાર વિચારતો હોય તો પણ, તેને અશાતા અને સાથે સાથે અરતિ પણ પ્રાયઃ થાય જ છે. તેથી જ આવે સમયે તત્ત્વદૃષ્ટિએ જેમ પોતે શરીરથી પૃથક છે, તેમ વ્યવહારષ્ટિએ અપૃથક પણ છે એમ વિચારીને, વ્યવહારનયને માન્ય એવી ઉચિત ક્રિયાઓ દ્વારા પણ નિર્લેપ થવાનો યત્ન કરવો જોઇએ.
જોકે પ્રારંભિક ભૂમિકાવાળા જીવો માટે શરીરથી પૃથક્વનું ભાવન અતિદુષ્કર છે, છતાં તેના ભાવને અનુરૂપ એવો ઉચિત વ્યવહાર સેવવો જોઈએ; જેથી ધીરે ધીરે શરીરાદિથી પૃથકત્વનું ભાવન કરવા તે સમર્થ બને. આમ, અનુચિત
વ્યવહારને કરતો અને નિશ્ચયને અવલંબીને શરીરથી પૃથક્તનો વિચાર કરતો નિશ્ચયમાં એકાન્તવાદી છે.
જ્ઞાનમાં એકાંતવાદીઓનો કુગ્રહ છે, તે નીચે પ્રમાણે -
૫. જ્ઞાન :- જેઓ એમ માને છે કે મન, વચન અને કાયાની ક્રિયા પુદ્ગલની છે, અને આત્મા જ્ઞાનમય છે, તેથી જ્ઞાનમય આત્માને પ્રગટ કરવા માટે શુદ્ધ આત્માના જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ; વળી એમ કહે છે કે, જ્યારે મન, વચન અને કાયાની ચેષ્ટારૂપ ચારિત્રની ક્રિયા સિદ્ધ અવસ્થામાં પણ નથી, તેથી તે ક્રિયા મોક્ષનું કારણ કઈ રીતે થઈ શકે ? આમ માનનાર એકાન્ત જ્ઞાનથી મોક્ષ માને છે.
વળી, કેટલાક “જ્ઞાનાભ્યામ્ મોક્ષ” સૂત્રના બળથી-જ્ઞાન-ક્રિયાને મોક્ષનું કારણ માને છે, તો પણ જ્ઞાન પ્રત્યેનો તેમને અતિ પક્ષપાત હોવાને કારણે, ક્રિયા મોક્ષના કારણરૂપે શબ્દથી સ્વીકારવા છતાં શુદ્ધ આત્માના ભેદજ્ઞાનને જ મોક્ષનું કારણ માને છે, અને ક્રિયા પ્રત્યે અનાદરવાળા હોય છે. તેઓ પણ એકાન્ત જ્ઞાનમાં રુચિવાળા છે.
૬. ક્રિયા :- વળી, કેટલાક જીવો એમ માને છે કે ફળની નિષ્પત્તિ તો ક્રિયાથી જ થાય છે, જ્ઞાનમાત્રથી તો ફળ થઈ શકે નહિ. છતાં જ્ઞાન, ક્રિયાને પ્રગટ કરીને જ મોક્ષનું કારણ બને છે, તેથી ક્રિયામાં ઉપયોગી હોય તેટલા જ જ્ઞાનને તેઓ મોક્ષના કારણરૂપે માને છે, અને સ્વ-પરદર્શનના અભ્યાસરૂપ કે નયવાદરૂપ જ્ઞાનને તો તેઓ ઉપયોગીરૂપે જોતા નહીં હોવાથી, ક્રિયામાં ઉપયોગી એવા જ્ઞાનને મેળવીને જ સંતોષવાળા હોય છે, અને ક્રિયામાં જ દઢ આદરવાળા હોય છે. તેઓ પણ એકાંતે ક્રિયાની રુચિવાળા છે.
વળી કેટલાક “જ્ઞાનયાભ્યામ્ મોત:એ સૂત્રને માનવા છતાં પણ ક્રિયા પ્રત્યે જ પક્ષપાતવાળા હોવાના કારણે, પોતાના શુદ્ધ ભાવને જાણવાની કે તેના