________________
૨૨૧ ,
વૈરાગ્યભેદાધિકાર યોજવાનું, અને યુક્તિના અવિષયભૂત કેવળ આજ્ઞાથી ગ્રાહ્ય એવા આગમિક અર્થોને આજ્ઞાથી જ યોજવાનું સામર્થ્ય જેનામાં નથી, તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ નથી. કારણ કે વ્યક્તિને યથાર્થ જ્ઞાન છે એમ ત્યારે જ કહેવાય કે જ્યારે તે યુક્તિગ્રાહ્ય પદાર્થને યુક્તિથી યોજી શકે, અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થને યુક્તિથી યોજવાનો અસદ્ગહ તેને ન હોય.
અહીં પ્રશ્ન એ થાય કે, યુક્તિગ્રાહ્ય અને આજ્ઞા ગ્રાહ્ય સર્વ પદાર્થો ભગવાને જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે આમ જ છે એમ માને, તો શું વાંધો આવે ? તેનું તાત્પર્ય એ છે કે ભગવાને કહેલાં સર્વવચન પ્રમાણભૂત છે એમ માનવામાં આવે તો, સર્વદર્શનો એમ જ કહે છે કે અમારું દર્શન સર્વજ્ઞકથિત છે, તેથી સર્વદર્શનવાદીઓ પોતાનું દર્શન સર્વજ્ઞકથિત કહીને પ્રામાણિક માને છે તેઓને પણ સાચા માનવાની આપત્તિ આવે. પરંતુ તેઓ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માને છે, જે યુક્તિથી વિરુદ્ધ છે. કારણ કે આત્મા એકાન્ત નિત્ય હોય તો પ્રત્યક્ષ દેખાતાં પરિવર્તનો અસંગત થાય, અને આત્મા એકાન્ત અનિત્ય હોય તો બાલ્યાવસ્થામાં હું જ હતો એવી પ્રતીતિ પણ અસંગત થાય. આમ, યુક્તિથી વિચારવા યોગ્ય આવી બાબતને યુક્તિથી યોજવાનો યત્ન કરવો જોઈએ, જેથી યુક્તિગ્રાહ્ય એવું સર્વજ્ઞનું દર્શન જ તત્વરૂપે ભાસે.
તે જ રીતે સંસારવર્તી જીવને શુદ્ધ અને અશુદ્ધ માનવો તે પણ યુક્તિસાપેક્ષ છે. તેથી સ્યાદ્વાદને અને સ્યાદ્વાદની પુષ્ટિ કરતાં કથનોને યુક્તિથી યોજવામાં આવે, તે જ ઉચિત યોજન છે.
વળી, નિગોદના એક શરીરમાં અનંત જીવો છે એ જાતનાં કથનો યુક્તિથી યોજી શકાય તેમ નથી, છતાં તેમ માનવામાં વિરોધ પણ નથી. તેથી આવી બાબતોને સ્યાદ્વાદના કહેનારા એવા સર્વજ્ઞના વચનથી સ્વીકારવી યોગ્ય છે. તેથી આવા આગમિક અર્થોને જિનાજ્ઞાથી સ્વીકાર કરે તે યથાર્થ યોજન છે. આ રીતે યુક્તિના પદાર્થો અને આગમિક અર્થોને યથાસ્થાને યોજીને જે જીવને વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે. li૬-૩૮
गीतार्थस्यैव वैराग्यं, ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्या-प्यभीष्टं तस्य निश्रया ।।३९।।