________________
અધ્યાત્મસાર
૧૮૪
૨. સ્યાદ્વાદી :- જે લોકોને સમ્યગુ દર્શન પ્રગટ થયું છે તેઓ મોક્ષને પરમાર્થથી જોઈ શકે છે, તેથી તેઓ સમ્યકુ તત્ત્વના જાણનારા છે. તો પણ જ્યાં સુધી સ્યાદ્વાદને ભણીને ગીતાર્થ થયા ન હોય, ત્યાં સુધી સ્યાદ્વાદને પ્રમાણરૂપ માનવા છતાં તેઓને સ્યાદ્વાદી શબ્દથી ગ્રહણ કરવા નથી. પરંતુ જે લોકો સમ્યકત્વ પામ્યા પછી જૈનદર્શનના પદાર્થોને સારી રીતે સમજ્યા છે, તેથી દરેક નયદૃષ્ટિને યથાસ્થાને જોડી શકે છે, તેઓને “સ્યાદ્વાદી' શબ્દથી અહીં ગ્રહણ કરેલ છે. - ૩. શિવોપાયસ્પર્શી :- મોક્ષનો ઉપાય રત્નત્રયીની પરિણતિ છે, અને
સ્યાદ્વાદને સમજ્યા પછી જ્યાં સુધી જીવો તત્ત્વથી ભાવિત બનતા નથી, ત્યાં સુધી રત્નત્રયીની પરિણતિને તેઓ ભાવથી સ્પર્શી શકતા નથી. પરંતુ સ્યાદ્વાદને ભણ્યા પછી જેમનું ચિત્ત સંસારના ભાવોથી વિમુખ થયું હોય અને તાત્ત્વિક ભાવોમાં જ મગ્ન હોય, તેઓ મોક્ષના ઉપાયરૂપ રત્નત્રયીનું સંવેદન કરનારા છે.
૪. તત્ત્વદર્શી - વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો તત્ત્વને જોનારા હોય છે. તેથી અહીં સ્થૂલથી જોતાં એમ લાગે કે સીતત્ત્વપરિચ્છિક શબ્દથી તત્ત્વનઃ નો ભાવ આવી જાય છે. તો પણ તત્ત્વદર્શી શબ્દથી કાંઈક વિશેષ ગ્રહણ કરવું છે, અને તે એ છે કે સમ્યગ્દષ્ટિ પણ “આત્માની શુદ્ધ અવસ્થા એ જ તત્ત્વ છે એમ જાણતો હોવાથી તેને મોક્ષ જ મેળવવા જેવો દેખાય છે” તેમ “સહિતત્ત્વપરિચ્છિ” શબ્દથી બતાવેલ છે, તો પણ અવિરતિનો ઉદય હોય તો ભોગાદિ પદાર્થોની પણ મનોવૃત્તિ તેને થાય છે; જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને તો મોક્ષના અનન્ય ઉપાયભૂત એવી સમતા જ તત્ત્વરૂપે દેખાય છે, તેથી શક્તિના પ્રકર્ષથી સમતાને તત્ત્વરૂપે જોઇને તેને જ પ્રગટ કરવા માટે સુદઢ યત્નવાળા હોય છે. આવો યત્ન સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી, તેથી સમેહતરૂપરિચ્છિક બતાવ્યા પછી વિશેષતા બતાવવા માટે “તત્ત્વના ” વિશેષણ મૂકેલ છે. II૧૬ના અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્યાદ્વાદી વગેરે વિશેષણવાળા જીવોને જ્ઞાનગર્ભવૈરાગ્ય હોય છે. હવે જૈનદર્શનમાં રહેલા સાધુપણાને પાળનારા જીવો વીતરાગ પ્રભુની ઉપાસના કરે છે, તેમણે બતાવેલા તત્ત્વને જાણે છે તથા સ્યાદ્વાદને માને છે અને મોક્ષના ઉપાયભૂત ચારિત્રને પણ પાળે છે, છતાં સ્વ-પરદર્શનનો અભ્યાસ ન હોય તો તેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી, તે બતાવવા માટે કહે છે –