________________
૨૧૩
વૈરાગ્યભેદાધિકાર પણ સારો યત્ન કરતો હોય, સર્વત્ર નિઃસ્પૃહવૃત્તિને ધારણ કરતો હોય, તેના કષાયો ઉપશાંત થયેલા દેખાતા હોવાથી મહાત્મા જેવો ભાસતો હોય, તો પણ તે જૈનાભાસ છે; કારણ કે મિથ્યાત્વમોહનીયના ઉદયને કારણે તેની રુચિ એકાન્તમાં છે. તેથી જ તેવા જીવની ચારિત્રની સર્વ આચરણા પણ ભાવચારિત્રનું કારણ બનતી નથી.
વળી, જેમ ષકાયના એકાંત શ્રદ્ધાનરૂપ કુગ્રહવાળાની સંયમની ક્રિયા મોક્ષનું કારણ નથી, તેમ ભગવાનના વચનથી વિરુદ્ધ એવો કોઇપણ પ્રકારનો આગ્રહ હોય તો તેની સંયમની ક્રિયા પણ વ્યર્થ છે. તેથી વિરક્તનો જે કોઇ કુગ્રહ છે તેને પાપરૂપ કહ્યો છે. દા.ત. જમાલિના ઉત્સુત્ર ભાષણ પછી અત્યંત નિરતિચાર ચારિત્ર હોવા છતાં, અને કેવળ મોક્ષાર્થક જ સંયમમાં યત્ન હોવા છતાં, તેમનું સર્વ સંયમ મોક્ષનું અકારણ છે; તેથી તે અનનુમોદનીય છે અને આ વાત “ધર્મપરીક્ષામાં કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, આપાતથી જોતાં એમ લાગે કે કોઈ એક નાના પદાર્થમાં આભોગથી કે અનાભોગથી અનિવર્તનીય અસદ્ગહ હોય તો પણ, જે આત્મા કષાયરહિત થવા માટે અને મોક્ષ માટે તપ-સંયમમાં યત્ન કરી રહ્યો હોય, શાસ્ત્ર વચનાનુસાર જ નિર્દોષ ચર્યામાં સારો એવો યત્ન કરતો હોય, અને વિષયોની પ્રવૃત્તિને છોડીને તપ-સંયમનો યત્ન ચિત્તની શુદ્ધિ માટે કરતો હોયતો તે મોક્ષનો આરાધક કેમ નથી ? તેનું સમાધાન એ છે કે, સાચી ચિત્તશુદ્ધિ તો દર્શનમોહનીયના ક્ષય કે ક્ષયોપશમથી જ થાય છે, અને તે શુદ્ધિને માટે યથાર્થ જ્ઞાન આવશ્યક છે.
જોકે પરિપૂર્ણ યથાર્થ જ્ઞાન તો કેવલીને જ હોય છે, પરંતુ નિર્મળ પ્રજ્ઞાવાળા જીવો જ્યારે સર્વજ્ઞના વચનની પરીક્ષા કરીને તેમના વચન પ્રમાણે રુચિવાળા થાય છે, અને તેમના વચનના અભ્યાસથી ગીતાર્થ બને છે, ત્યારે તેઓમાં પરિપૂર્ણ યથાર્થ તત્ત્વની રુચિ થાય છે; જે સર્વજ્ઞની અપેક્ષાએ સંગ્રહાત્મક પરિપૂર્ણ પદાર્થના યથાર્થ જ્ઞાનસ્વરૂપ છે.
વળી, ગીતાર્થ થવાની શક્તિ વગરના જીવો જ્યારે નિર્મળ પ્રજ્ઞાવાળા થાય છે, ત્યારે ગીતાર્થના પાતંત્ર્યથી સંક્ષેપથી યથાર્થ જ્ઞાનવાળા થાય છે. જેમ સર્વજ્ઞની અપેક્ષાએ ગીતાર્થને સંગ્રહાત્મક જ્ઞાન હોય છે, તેમ ગીતાર્થની અપેક્ષાએ તેમની નિશ્રામાં રહેતા જીવને સંગ્રહાત્મક યથાર્થ જ્ઞાન હોય છે; અને તે યથાર્થ જ્ઞાન યથાર્થ રુચિને પેદા કરે છે. આ યથાર્થ રુચિ પરિપૂર્ણ યથાર્થ સાનુબંધ પ્રવૃત્તિનો હેતુ છે. તેથી જ તે આત્માની કોઈ અનુચિત પ્રવૃત્તિ હોય તો તે પણ અનાદિના કુસંસ્કાર અને G-૧૬