________________
અધ્યાત્મસાર
કરતો હોય, ત્યારે પણ અખિલ અર્થને જાણે છે.
શ્લોકાર્થ :
૨૦૬
આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિ વડે એક પણ પર્યાયને આશ્રય કરતો એવો બુદ્ધિમાન પુરુષ, તત્ત્વથી સમગ્ર અર્થને જાણે છે.
||૬–૩૦ll
ભાવાર્થ:
જે સ્યાદ્વાદથી વાસિત મતિવાળો છે, તે સર્વજ્ઞના વચનાનુસાર દરેક પદાર્થને જોવાની રુચિવાળો છે, યથાર્થ બોધવાળો છે અને તે જ બુધ છે. આવા બુધ પુરુષો આસત્તિ આદિને કારણે ઓછામાં ઓછા એક પર્યાયનો આશ્રય કરતા હોય તો પણ, ભગવદ્ગચનાનુસાર જોવાની રુચિરૂપ ભાવ તેમનામાં હોવાને કારણે પદાર્થના પરિપૂર્ણ અર્થને તેઓ જાણે છે.
આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિના ભાવ આ પ્રમાણે છે ઃ
આસત્તિ :- કાર્યનો અર્થી એવો બુધ પુરુષ જ્યારે ઘટને જુએ છે, ત્યારે ઘટ પદાર્થની સાથે તેની ચક્ષુરિન્દ્રિયનો સંબંધ થાય છે, અને તે સંબંધ જ અહીં આસત્તિરૂપ છે. ચક્ષુના ઘટ સાથેના સંબંધને કારણે તે બુધ પુરુષને ઘટનાં આકૃતિ અને રૂપ દેખાય છે, અને તે બુધ પુરુષ “આ ઘટ છે,” એ પ્રકારનો વ્યવહાર કરે ત્યારે, તે આકૃતિરૂપ એક પર્યાયનો આશ્રય કરે છે. આમ છતાં, સ્યાદ્વાદથી વાસિત મતિવાળો હોવાને કારણે તે જાણે છે કે, આ ઘટ નામનો પદાર્થ ફક્ત આકૃતિરૂપ એક પર્યાયવાળો નથી, પરંતુ અનંતધર્માત્મક છે; અને તે અનંત ધર્મો સ્વ-૫૨૫ર્યાય સ્વરૂપ છે. તો પણ વ્યવહારમાં ઉપયોગી એવા આકૃતિરૂપ એક પર્યાયનો આશ્રય કરીને “આ ઘટ છે” એ પ્રમાણે વ્યવહાર કરે છે.
પાટવ :- તે જ રીતે કોઈ બુધ પુરુષ ગંધાદિની વિચારણા ન કરતો હોય ત્યારે પણ, તેની પટુ એવી ઇન્દ્રિય ગંધને ગ્રહણ કરે છે તે વખતે, તે બુધ પુરુષ ગંધરૂપ એક પર્યાયનો આશ્રય લે છે તો પણ ભાવથી તો તે એમ જ માને છે કે, આ સુગંધિત એવું દ્રવ્ય ગંધ સિવાય પણ અનંત પર્યાયો ધરાવે છે. આમ છતાં, ઇન્દ્રિયના પાટવને કારણે પદાર્થના સુગંધરૂપ એક પર્યાયનો આશ્રય કરતો પણ બુધ પુરુષ ભાવથી તે દ્રવ્યના પરિપૂર્ણ અર્થને જાણે છે.
અભ્યાસ :- સામાન્ય રીતે ધર્મી જીવો માંસને અરુચિથી જોતા હોય છે અને તે રીતે જ જોવાનો અભ્યાસ થયેલો હોવાથી તેમને માંસ જુગુપ્સનીય દેખાય છે. વળી