________________
૨૦૧
વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ :
છદ્મસ્થ અવસ્થાવાળા મુનિઓનું મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન તરતમતાથી અધિકઓછું હોઈ શકે છે, તેમાં શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વનું હોઈ શકે છે. વળી કોઇક મુનિને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પણ હોઈ શકે છે. આથી જે મુનિને જેટલું જ્ઞાન હોય, તે જ્ઞાનના વિષયભૂત પદાર્થો તે મુનિના જ્ઞાનગોચર અર્થાત્ જ્ઞાનવિષયક પર્યાયો કહેવાય.
સત્રમાં સમ્મ’ એ પ્રકારના વચનથી સર્વદ્રવ્ય અને સર્વપર્યાયના વિષયવાળું સમ્યગ્દર્શન મુનિને હોય છે. આથી સર્વદ્રવ્ય-સર્વપર્યાયો મુનિના દર્શનગોચર અર્થાત્ દર્શનવિષયક પર્યાયો કહેવાય.
વળી, પકાયના પાલનરૂપ ચારિત્ર હોવાથી ચારિત્રના વિષયો પણ સર્વજીવો છે. તેથી સર્વજીવો મુનિના ચારિત્રગોચર અર્થાતું ચારિત્રવિષયક પર્યાયો કહેવાય.
આમ, જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયભૂત પદાર્થો મુનિથી ભિન્ન હોવા છતાં મુનિના પર્યાયો છે, કેમ કે જ્યારે મુનિ ઘટના જ્ઞાનમાં ઉપયોગવાળો હોય, ત્યારે વ્યવહારમાં પ્રયોગ થાય છે કે, “ઘટજ્ઞાનવાન્ ૩યં મુનઃ” – આ મુનિ ઘટજ્ઞાનવાળો છે. તેથી ઘટજ્ઞાનથી વિશિષ્ટ મુનિ બને છે, અને મુનિના વિશેષણરૂપ-જેમ જ્ઞાન છે, તેમ ઘટ પણ છે. તેથી ઘટ પણ મુનિનો પર્યાય બને છે. તેથી જ્ઞાનના વિષયભૂત સર્વદ્રવ્યો મુનિના પર્યાય બને છે. તે જ રીતે દર્શન-ચારિત્રના વિષયભૂત પદાર્થો પણ મુનિના પર્યાયો બને છે.
જેમ મુનિ સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયોનું તાદાસ્ય નહીં હોવા છતાં તે મુનિના પર્યાયો બન્યા, તેમ ઘટને જોઈને અભાવરૂપે પટનું જ્ઞાન થવાથી પટ–વિશિષ્ટ ઘટ કહેવાય છે. તેથી અતાદાભ્યમાં પણ પરપર્યાયનો સંબંધ સ્વપર્યાયની જેમ દ્રવ્યમાં છે, તેમ સ્વીકારવું ઉચિત છે. II૬-૨૭માં અવતરણિકા :
પૂર્વશ્લોકમાં મુનિના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે પરપર્યાયો પણ સ્વકીય છે. હવે તેને નહીં માનનાર એવા નૈયાયિકને સામે રાખીને, પરપર્યાયોને સ્વકીય નહીં માનવામાં આવતા દોષનું ઉદ્ભાવન કરીને, પરપર્યાયો સ્વકીય છે, તેની પુષ્ટિ કરે છે -