________________
અધ્યાત્મસાર
૧૯૪
અનુરૂપ જ તેની રુચિ હોય છે, તેથી તેના શ્રદ્ધાનમાં શુદ્ધતા હોય છે. જ્યારે એકાન્ત ષટ્કાયમાં શ્રદ્ધાન કરનાર જીવ મોક્ષના ઉપાયરૂપે છ કાયના પાલનમાત્રને મહત્ત્વ આપે છે, અને તેટલામાત્રમાં જ તેની રુચિ પ્રવર્તે છે. આથી જ મોક્ષના કારણભૂત અને દર્શનશુદ્ધિનું અનન્ય કારણ એવું સ્વ-૫૨દર્શનનું અધ્યયન કરવા પ્રત્યે તે ઉપેક્ષા કરે છે. તેથી તેની રુચિ શબ્દથી સ્યાદ્વાદમાં હોવા છતાં પરમાર્થથી એકાન્ત ષટ્કાયના પાલનમાં જ છે. માટે તેનામાં દર્શનની શુદ્ધિ નથી.
અહીં વિશેષ એ છે કે કોઇ આત્મા પૃથ્વીકાયાદિ છકાય જીવોને માનતો હોય, અને વળી જૈનશાસ્ત્રનો અભ્યાસી હોય, તેથી જીવોના ત્રસ-સ્થાવર એવા બે ભેદો છે અને અપેક્ષાએ ત્રણ ભેદો છે તે સર્વને જાણતો હોય, છતાં મોક્ષના ઉપાયરૂપે ષટ્કાયના પાલનને જ મહત્ત્વ આપતો હોય, તો તેનામાં એકાન્ત ષટ્કાય શ્રદ્ધાન જ છે; તેમ જ, માત્ર છકાયના જ જીવો છે, પરંતુ અપેક્ષાભેદથી ત્રસ-સ્થાવર રૂપ બે ભેદ પણ છે, તેમ ન માનતો હોય, તો પણ તે ષટ્કાયનું શ્રદ્ધાન એકાંતે જ છે. ||૬-૨૨ અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે એકાન્તે ષટ્કાયના શ્રદ્ધાનમાં સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાથી યથાર્થ નિર્ણય નથી. આ સંપૂર્ણ પર્યાયનો અલાભ કેમ છે ? તે શ્લોક-૨૩ થી ૩૩ માં બતાવે છે -
'
यावन्तः पर्यया वाचां यावन्तश्चार्थपर्ययाः । सांप्रतानागतातीता-स्तावद्द्रव्यं किलैककम् ||२३||
અન્વયાર્થ :
સામ્પ્રતાના યતાતીતાઃ સામ્પ્રત, અનાગત અને અતીત યાવન્તઃ વાચાં વર્ષયાઃ જેટલા વાણીના પર્યાયો છે યાવન્તઃ અર્થર્નયાઃ ૬ અને જેટલા અર્થપર્યાયો છે, તાવત્ તેટલું વિખ્ત પ્રમ્ દ્રવ્ય ખરેખર એક દ્રવ્ય છે. ||૬-૨૩||
શ્લોકાર્થ :
સામ્પ્રત, અનાગત અને અતીત જેટલા વાણીના પર્યાયો છે અને જેટલા અર્થપર્યાયો છે, તેટલું ખરેખર એક દ્રવ્ય છે. II૬-૨૩॥