________________
અધ્યાત્મસાર
૧૯૬
જેટલા અર્થપર્યાય છે તેટલું એક દ્રવ્ય છે. એ રીતે દરેક દ્રવ્ય (૧) વાણીના પર્યાયવાળું અને (૨) તે દ્રવ્યમાં વર્તતા પર્યાયવાળું છે એમ પ્રાપ્ત થાય. વળી, દરેક દ્રવ્યમાં વર્તતા પર્યાયો પણ બે પ્રકારના છે.(૧) અસ્તિત્વ સંબંધથી વર્તતા પર્યાયો અને (૨) નાસ્તિત્વ સંબંધથી વર્તતા પર્યાયો.
જેમ ઘટમાં ઘટવાદિ પર્યાયો અસ્તિત્વ સંબંધથી વર્તે છે, તેથી “આ ઘટ છે,” “આ પુદ્ગલ છે', “આ દ્રવ્ય છે,' એવો શબ્દપ્રયોગ થાય છે. અને ઘટમાં પટવાદિપણું નાસ્તિત્વ સંબંધથી છે, તેથી “આ પટ નથી', “આ ચોપડી નથી”, “આ ટેબલ નથી', એવી પ્રતીતિ થાય છે. આથી એ પ્રાપ્ત થાય કે દરેક દ્રવ્યમાં અસ્તિત્વ સંબંધથી ઘણા પર્યાયો વર્તે છે અને નાસ્તિત્વ સંબંધથી પણ ઘણા પર્યાયો વર્તે છે. તેથી એ રીતે વિચારીએ તો દરેક દ્રવ્ય સ્વ-પરપર્યાય વડે કરીને સર્વમય પ્રાપ્ત થાય, તે આ રીતે –
ઘટ અસ્તિત્વ સંબંધથી ઘટરૂપે છે, તેમ નાસ્તિત્વ સંબંધથી પટરૂપે છે. તેમ જ નાસ્તિત્વ સંબંધથી, અન્ય અન્ય પદાર્થરૂપે પણ ઘટ છે. આથી ઘટ દ્રવ્ય સર્વમય પ્રાપ્ત થયું. ---
અહીં પૂર્વમાં કહ્યું કે, સ્વપરપર્યાય વડે કરીને એક દ્રવ્ય સર્વમય છે. ત્યાં પ્રશ્ન થાય કે સ્વપર્યાયમાં સ્વત્વ અને પરપર્યાયમાં રહેલું પરત્વ શું ચીજ છે ? તેથી કહે છે -
અનુવૃત્તિકૃત સ્વત્વ છે અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ છે. અહીં પદાર્થમાં જે વર્તતો ભાવ છે તે અનુવૃત્તિવાળો ભાવ કહેવાય. જેમ ઘટમાં ઘટવ વર્તે છે, તેથી ઘટત્વની અનુવૃત્તિ છે અને તે અનુવૃત્તિને કારણે જ ઘટમાં વર્તતું ઘટત્વ એ સ્વપર્યાય છે. આમ, ઘટમાં વર્તતા ઘટત્વમાં જે સ્વત્વ છે તે અનુવૃત્તિકૃત છે.
વળી, ઘટમાં પટવ નહીં હોવાથી પટવ એ ઘટનો પરપર્યાય કહેવાય. તેથી ઘટમાં વર્તતા પટત્વમાં જે પરત્વ છે, તે પરત્વ વ્યતિરેકજ છે=ભેદથી પેદા થયેલું છે. ઘટમાં પટત્વરૂપ પરપર્યાય ભેદથી પેદા થયેલું છે, તેથી તે પટત્વને ઘટનો પરપર્યાય કહેવાય છે, અને પટનો ભેદ ઘટમાં હોવાને કારણે ઘટમાં પટવરૂપ પરપર્યાય છે. II૬-૨૪ો. અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે દરેક પદાર્થોના પર્યાય અને પરપર્યાય હોય છે, ત્યાં પ્રશ્ન થાય કે તે પદાર્થમાં જે ભાવોની અનુવૃત્તિ છે તે તેના સ્વપર્યાયો છે તેમ