________________
૧૮૮
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
જે કારણથી સૂત્રમાં સમ્યકત્વ અને મૌનનો ગતપ્રત્યાગત વિષયમાં નિયમ દેખાડેલો છે, તે કારણથી સમ્યકત્વ જ સાર છે. II૬-૧૯TI ભાવાર્થ -
સિદ્ધાંતમાં સમ્યક્ત અને મૌનનો ગતપ્રત્યાગતનો નિયમ કહ્યો છે. આ નિયમ એ છે કે સમ્યક્ત જાય ત્યારે મૌન જાય, અને સમ્યક્ત્વ આવે ત્યારે મૌન આવે. સમ્યત્વના ગમનથી મૌનનું ગમન થાય એ ગતનો નિયમ છે, અને સમ્યક્તના આગમનથી મૌનનું આગમન થાય એ પ્રત્યાગતનો નિયમ છે.
આ ગત-પ્રત્યાગતના નિયમથી એ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ વગર, મુનિભાવ આવી શકે નહિ. તેથી જેને મુનિભાવ પ્રાપ્ત કરવો હોય તેણે સમ્યકત્વ અવશ્ય પામવું જોઈએ, અને સમ્યકત્વ વગર ચારિત્રાચારની સર્વ બાહ્યઆચરણા કરાતી હોય તો પણ મુનિભાવ નથી, અને નિશ્ચયનયને માન્ય એવું સમ્યકત્વ હોય તો અવશ્ય ચારિત્ર આવે જ છે; કેમ કે નિશ્ચયનય કાર્ય કરતું હોય તેવા જ કારણને, કારણરૂપે સ્વીકારે છે. તેથી જેનામાં સમ્યકત્વ આવે એનામાં અવશ્ય ચારિત્ર આવે, અને જેનામાં સમ્યકત્વ ન હોય તેનામાં ચારિત્રાચારની બધી ક્રિયાઓનું પાલન હોય તો પણ ચારિત્ર નથી. તેથી ચારિત્રનો સાર સમ્યકત્વ જ છે.
આમ કહેવા દ્વારા એ કહેવું છે કે, મોક્ષાર્થીએ નિશ્ચયનયને માન્ય એવા સમ્યકત્વમાં જ યત્ન કરવો જોઈએ. અને નિશ્ચયનયને માન્ય એવા સમ્યકત્વની પ્રાપ્તિથી અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થાય જ છે; કેમ કે સમ્યકત્વ કારણ છે અને ચારિત્ર કાર્ય છે. અને જે કારણ કાર્ય ન કરતું હોય તેને નિશ્ચયનય કારણ જ કહેતું નથી. અને સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય સ્વ-પરદર્શનનો અભ્યાસ છે, તેથી ચારિત્રના સારરૂપ એવા સમ્યક્તની પ્રાપ્તિ અર્થે આત્માર્થીએ સ્વ-પરશાસ્ત્રના અભ્યાસમાં જ પ્રધાનરૂપે યત્ન કરવો જોઈએ. I૬-૧લા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં સમ્યકત્વ અને મૌનની વ્યાપ્તિ સૂત્રમાં કહેલ છે, તેમ દર્શાવવા દ્વારા સમ્યકત્વને ક્રિયાના સારરૂપે બતાવ્યું, હવે સમ્યકત્વ અને મૌનની વ્યાપ્તિને યુક્તિથી બતાવે છે -