________________
૧૮૧
વૈરાગ્યભેદાધિકાર આચરણામાં રુચિ હોવાથી તે આર્તધ્યાનના પરિણામનિરપેક્ષ ક્રિયામાં જ આદરવાળા હોય છે, તે જ તેમનો મોહ છે; અને તે મોહને કારણે જ તેઓ મોહગર્ભિત વૈરાગ્યવાળા છે.
૧૧. ગુણાનુરાગનો અભાવ :- મોહગર્ભિત વૈરાગ્યવાળાને પોતાને જે સ્થાનમાં રુચિ હોય છે ત્યાં જ બદ્ધ મનોવૃત્તિ હોય છે. તેથી પોતાની રુચિથી વિપરીત, ભગવાનના વચનાનુસાર ચાલનારા એવા ગુણવાન પુરુષો પ્રત્યે પણ તેઓને અનુરાગ થતો નથી, પરંતુ પોતાની મનોવૃત્તિ પ્રમાણે જે લોકો ધર્મમાં યત્ન કરે છે, તેમના પ્રત્યે જ અનુરાગવાળા હોય છે. આમ, મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોમાં ગુણાનુરાગનો અભાવ હોય છે.
૧૨. ઉપકારની વિસ્મૃતિ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો મોક્ષની ઇચ્છાવાળા હોવા છતાં, તેઓને અતત્ત્વમાં આગ્રહ પેદા થવાથી અસદ્ગત નિયામક પ્રબલ કષાય વર્તતો હોય છે; અને તેને કારણે ગુરુ આદિ સાથે વિચારનો ભેદ થાય ત્યારે, ગુરુએ પોતાના પર કરેલા ઉપકારને પણ ભૂલી જાય છે; અને આથી જ તેમનાં હિતકારી વચનોની પણ ઉપેક્ષા કરીને તેમની ક્ષતિઓ કાઢવા પ્રયત્ન કરે છે. જેમ જમાલી મોહગર્ભિત વૈરાગ્યને પામ્યા પછી પ્રભુ વીરના સત્ય વચનને પણ અસત્યરૂપે સ્થાપવા યત્ન કરે છે.
૧૩. અનુબંધાદિની અચિંતા :- સર્વજ્ઞના વચનની તીવ્ર રુચિપૂર્વક સત્ ક્રિયાઓ કરવામાં આવે તો જ સાનુબંધ થાય છે, જ્યારે મોહગર્ભિત વૈરાગ્યવાળાઓને ભગવાનના વચનની રુચિ નથી હોતી. ક્વચિત્ જૈનશાસનમાં વર્તતા હોય અને માનતા હોય કે આપણને ભગવાનના વચન પ્રત્યે રુચિ છે, તો પણ સ્વમતિથી નિર્મીત પદાર્થ પ્રત્યે જ તેઓની રુચિ હોય છે, તેથી જ તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત બને છે. અને તેવા જીવોને ખરેખર આ મારું અનુષ્ઠાન ક્રમસર વૃદ્ધિને પામીને મોહના નાશનું કારણ બને, તે પ્રકારની સૂક્ષ્મ વિચારણા હોતી નથી. આથી જ તેઓનું અનુષ્ઠાન નિરનુબંધ બને છે. તેથી અનુબંધાદિની અચિંતા એ પણ મોહગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ છે.
૧૪. પ્રણિધાનની વિશ્રુતિ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને પોતાની ક્રિયાઓ દ્વારા આ સંસારસાગરથી પાર પામવું છે, એવું પ્રણિધાન હોતું નથી. તેઓને સર્વજ્ઞના વચન પ્રત્યે રુચિ નથી હોતી; આથી સ્થૂલ દૃષ્ટિથી મારે સંસારથી તરવું છે એવો સંકલ્પ હોવા છતાં, સંસારથી તરવાના ઉપાયથી વિરુદ્ધ પોતાની G-૧૪