________________
અધ્યાત્મસાર
૧૮૦ ૫. આત્માનો ઉત્કર્ષ :- ગુણવાન આત્માઓના સંયમપાલન કરતાં પોતે વધુ ઊંચા સંયમને પાળનારા છે તે જાતની તેમની મતિ હોવાથી, તેઓ પોતાનો ઉત્કર્ષ લોકો સમક્ષ બતાવે છે, અને ગુણવાનની હીનતા બતાવે છે.
૬. પરનો દ્રોહ :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવ પાસે જે કોઈ પોતાના કલ્યાણના અર્થે આવે છે તેને તેઓ ભગવાનનો માર્ગ બતાવતા નથી, અને પોતાની રુચિ પ્રમાણેના માર્ગને બતાવે છે. આ રીતે તેમના પર વિશ્વાસ મૂકનારનો તેઓ દ્રોહ કરે છે.
૭. કલહ :- ગુણવાન આત્મા ક્યારેક હિતબુદ્ધિથી તેમને કહે કે આ સંસારમાં ભગવાનની આજ્ઞાથી જ વિસ્તાર થાય છે, પરંતુ યથેચ્છ રીતે સેવાતા તપસંયમથી નિસ્તાર થતો નથી; ત્યારે તેમની સાથે તેઓ કલહ કરે છે કે શું તમે જ ભગવાનની આજ્ઞા મુજબ ચાલો છો ? અમે નથી ચાલતા ? એમ કહીને રોષ અભિવ્યક્ત કરે છે.
૮. દંભી જીવન :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો પોતાની રુચિ પ્રમાણે બાહ્ય ચરણાઓ કરતા હોવા છતાં, પોતે ભગવાનના વચનાનુસાર જ આચરણાઓ કરે છે, તેવો ભાવ બતાવવા માટે સર્વત્ર યત્ન કરે છે, તે તેઓનું દંભજીવન છે.
૯. આશ્રવનું છાદન - મોહગર્ભિત વૈરાગ્યવાળાજીવો પોતાનાં પાપો બહાર ન દેખાય તેવો યત્ન કરીને પોતાના પાપોને ઢાંકે છે. વાસ્તવિક રીતે જિનાજ્ઞા વિરુદ્ધ તેઓની જે પ્રવૃત્તિ છે, તે આશ્રવરૂપ છે. આમ છતાં, તેઓ પોતાની વિપરીત પ્રવૃત્તિને ભગવાનના વચનાનુસાર જ છે, તેમ બતાવે છે, તે પોતાના આશ્રવને ઢાંકવાની ક્રિયારૂપ છે.
૧૦. શક્તિના ઉલ્લંઘનથી ક્રિયામાં આદર - મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો સંસારથી વિરક્ત હોય છે, અને તેના કારણે જ ધર્મઅનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારા હોવા છતાં, તત્ત્વને જોવાને બદલે પોતાની રુચિ પ્રમાણે જ ધર્મ કરવાની મનોવૃત્તિ તેઓમાં હોય છે. આથી જ બાહ્ય ક્રિયાઓ પરિણામની વૃદ્ધિ દ્વારા જ મોક્ષનું કારણ બને છે એમ શાસ્ત્ર કહે છે છતાં, પરિણામને નિરપેક્ષ બાહ્ય ક્રિયાઓમાં તેઓને રુચિ હોય છે. આથી જ પોતાની શક્તિને અતિક્રમીને બાહ્ય ક્રિયામાં યત્ન કરતાં હોવાથી, ઘણી વખત આર્તધ્યાન પણ થાય છે; છતાં બાહ્ય