________________
૧૭૯
વૈરાગ્યભેદાધિકાર કારણે શક્તિનિરપેક્ષ બાહ્ય આચરણામાં યત્ન, ગુણાનુરાગનું વૈધુર્ય=અભાવ, ઉપકારની વિસ્મૃતિ, અનુબંધાદિની અચિંતા, પ્રણિધાનની વિશ્રુતિ અભાવ, શ્રદ્ધાનું મૃદુપણું અલ્પતા, ઔદ્ધત્ય=ઉદ્ધતાઈ, અશૈર્ય અને અવિવેકીપણું, આ બીજા વૈરાગ્યની=મોહગર્ભિત વૈરાગ્યની, લક્ષણાવલી કહેવાયેલી છે=આ બીજા વૈરાગ્યનું સ્વરૂપ છે. ll૧-૧૨/૧૩/૧૪/૧પણા ભાવાર્થ :
મોહગર્ભિત વૈરાગ્યવાળા કેટલાક જીવો પ્રજ્ઞાપનીય હોય છે તથા કેટલાક અપ્રજ્ઞાપનીય હોય છે. પ્રજ્ઞાપનીય જીવો સામગ્રી પ્રાપ્ત થતાં જ્ઞાનગર્ભવૈરાગ્યવાળા બની શકે છે, અને ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસને પામે છે. જ્યારે અપ્રજ્ઞાપનીય જીવોમાં બહુલતાએ નીચે દર્શાવેલ દોષો સંભવે છે.
૧. કુશાસ્ત્રમાં દક્ષતા :- આવા જીવો ધર્મની વૃત્તિવાળા હોય છે, પણ જ્યાં પોતાની મતિ જ નિવિષ્ટ છે તે એકાન્તવાદમાં જ દઢ પ્રતિબંધવાળા હોય છે. તેથી પોતાની મતિને અનુરૂપ એકાન્તવાદરૂપ જે કુશાસ્ત્રાર્થ છે, તેમાં જ તેમની બધી બુદ્ધિ વપરાતી હોવાને કારણે તેમાં જ તેઓ નિપુણ હોય છે. .
૨. શાસ્ત્રાર્થમાં વિપર્યાસ:- શાસ્ત્રના વિષયમાં તેમને વિપર્યાસ હોય છે, કેમ કે જ્યાં પોતાની મતિ અત્યંત રુચિવાળી હોય છે તેનાથી વિરુદ્ધ એવાં શાસ્ત્રવચનોને, ગમે તે રીતે પોતાની રુચિ તરફ જ લઈ જવાની મનોવૃત્તિવાળા હોય છે.
૩. સ્વચ્છંદતા અને કુતર્ક - આવા જીવોને ભગવાનના વચનને પરતંત્ર રહીને હિત સાધવાની વૃત્તિ હોતી નથી. તેથી ગુણવાન વ્યક્તિને તેઓ પરતંત્ર રહેતા નથી, પરંતુ પોતાની રુચિ પ્રમાણે ધર્મમાં યત્ન કરવાની વૃત્તિવાળા હોય છે. આથી તેઓમાં સ્વચ્છંદતા છે, તેથી પોતાની માન્યતાથી વિરુદ્ધ કોઈ યુક્તિપૂર્વક કાંઈ બતાવે ત્યારે, સ્વપક્ષનો અત્યંત આગ્રહ હોવાથી તેઓમાં કુતર્ક કરવાની વૃત્તિ વર્તતી હોય છે; અને તે રીતે કુતર્ક દ્વારા પોતાના પક્ષને જ તેઓ સ્થિર કરે છે.
૪. ગુણવાનની પ્રશંસાનો ત્યાગ :- જે લોકો સર્વજ્ઞના વચનને જ પરતંત્ર રહીને પોતાનું હિત સાધતા હોય છે, તેવા ગુણવાન આત્માઓના વિચારોથી તેઓના વિચારો જુદા પડતા હોય છે; વળી પોતાની માન્યતાનો પક્ષપાત હોવાથી તેવા ગુણસંપન્ન આત્માની તેઓ પ્રશંસા કરતા નથી.