________________
૧૬૮
અધ્યાત્મસાર
ग्रन्थपल्लवबोधेन, गर्वोष्माणं च बिभ्रति ।
तत्त्वान्तं नैव गच्छन्ति, प्रशमामृतनिर्झरम् ।।५।। અન્વયાર્ચ -
પ્રચપત્નવવધૂન ૨ અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો) ગ્રંથના પલ્લવ= લેશ, બોધ વડે મોંબા ગર્વરૂપ ગરમીને વિસ્મૃતિ ધારણ કરે છે. (પરંતુ) પ્રશમામૃતનિર્ણમ્ પ્રશમરૂપી અમૃતના ઝરારૂપ તત્ત્વાન્ત તત્ત્વના ફળને છત્તિ નૈવ પામતા જ નથી. II૬-પા શ્લોકાર્ચ -
દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ગ્રંથના લેશ બોધ વડે ગર્વરૂપ ગરમીને ધારણ કરે છે, પરંતુ પ્રશમરૂપી અમૃતના ઝરારૂપ તત્ત્વના ફળને પામતા જ નથી. II૬-પા ભાવાર્થ :
દુઃખેગર્ભિત વૈરાગ્યવાળા જીવો શાસ્ત્રના અધ્યયન દ્વારા પણ ચિત્તને ઉપશાંત ભાવ તરફ લઈ જઈ શકતા નથી, તેથી તેઓને માટે સુખ એ બાહ્ય પદાર્થમાંથી જ મેળવવાનું રહે છે. સુખના અર્થી આવા જીવો દુઃખથી વિરક્ત થઈને સંયમમાં યત્ન કરતા હોય ત્યારે, શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં તેના રહસ્યને પામી શકતા નથી. તેથી તેઓને શાસ્ત્રનો બોધ અધૂરો જ થાય છે. આમ છતાં, શાસ્ત્રના અભ્યાસનો ગર્વ કરે છે અને તે રીતે “હું કાંઈક ગ્રંથ ભણ્યો છું” એવા ગર્વથી અંદરમાં સુખની અનુભૂતિ કરે છે.
ખરેખર તો જીવ જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરે તેમ તેમ, શાસ્ત્રમાં બતાવેલી દિશાના બળથી પોતાના અંતરંગ ભાવોને જોઈને, અનાદિકાળના સંસ્કારને કારણે વર્તતા કષાયના કલકલાટને ધીરે ધીરે ઉપશમાવી શકે છે. શાસ્ત્રના તત્ત્વનું ફળ જ એ છે કે જીવમાં કષાયોને ઉપશમાવવા દ્વારા અમૃતનું ઝરણું વહે, પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં આવા અમૃતના ઝરણારૂપ બોધના ફળથી વંચિત રહે છે. II૬-પા અવતરણિકા -
અહીં પ્રશ્ન એ થાય કે દુઃખથી પણ વિરક્ત થયેલા જીવો સંયમના આચારો તો પાળે જ છે, તો શું ગૃહસ્થજીવન કરતાં તેઓનું જીવન ઊંચું ન ગણાય ? તેથી