________________
અધ્યાત્મસાર
૧૭૨ સંસારનું સાચું સ્વરૂપ જાણવા મળે છે ત્યારે, તેને આ સંસાર નિર્ગુણ ભાસે છે અને તેથી જીવને વૈરાગ્ય થાય છે; અને કુશાસ્ત્રના અભ્યાસના કારણે આત્મા અને શરીરાદિને સર્વથા પૃથક માને છે, છતાં આત્માને સદા સ્થિર એક જ સ્વભાવવાળો અને એકાન્ત નિત્ય માનવાથી, આ ભવના જે પ્રપંચો દેખાય છે તે આત્માના નથી પરંતુ પુદ્ગલના છે, એ પ્રમાણેની એકાન્ત બુદ્ધિ થાય છે. તેથી પદાર્થના અનેકાન્ત સ્વરૂપને નહીં સ્વીકારવાનો અસદ્ગહ વર્તે છે, જે મોહસ્વરૂપ હોવાથી આવો વૈરાગ્ય મોહગર્ભિત મનાય છે.
તે રીતે કેટલાક દર્શનવાળા આત્માને એકાંત ક્ષણિક માને છે, તેથી તેઓને પણ ભવનૈગૃષ્ણના દર્શનને કારણે થયેલો વૈરાગ્ય મોહગર્ભિત જ છે; કેમ કે પ્રામાણિક પ્રજ્ઞાથી જોવામાં આવે તો આત્મા દ્રવ્યરૂપે નિત્ય હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. તેથી આત્માને પરિણામી સ્વીકારે તેવી નિર્મળ દષ્ટિ મોહગર્ભિત વૈરાગ્યવાળાને નથી.
આવો વૈરાગ્ય બાલતપસ્વીઓને હોય છે, એ કથનનો ભાવ એ છે કે, જેઓને તત્ત્વાતત્ત્વનો વિવેક નથી, અને તેથી જ સ્યાદ્વાદને જાણ્યા વિના કેવળ તપ કરવાની વૃત્તિથી જેઓ તપ કરે છે, તેઓ તત્ત્વના વિષયમાં અને તપના વિષયમાં વિવેકરહિત હોવાને કારણે બાલ જેવા છે, તેથી તેઓ બાલતપસ્વી છે. આવા જીવોને ભવનૈગુણ્યનું દર્શન હોવા છતાં કુશાસ્ત્રના અભ્યાસને પ્રરણે તત્ત્વના વિષયમાં વિપર્યાસ હોય છે, તેથી આવા બાલતપસ્વીઓને થતો વૈરાગ્ય મોહગર્ભિત છે, એમ કહેલ છે.
આમ છતાં, એકાન્ત ક્ષણિકવાદી કે એકાન્ત નિત્યવાદી એવા જીવોનો વૈરાગ્ય પણ નિમિત્તને પામીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બની શકે છે. તેનું કારણ એ છે કે તેઓમાં રહેલો વિપર્યાસ અતિદઢ નથી. અને જેમાં વિપર્યાય અતિદઢ છે તેઓનો મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બનતો નહીં હોવાથી મોક્ષનું કારણ બની શકતો નથી. II૬-૮ll અવતરણિકા :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે અન્યદર્શનવાળા એવા બાલતપસ્વીઓને મોહગર્ભિત વૈરાગ્ય છે. હવે સ્વદર્શનમાં પણ કોને મોહગર્ભિત વૈરાગ્ય છે, તે બતાવવા કહે છે -