________________
અધ્યાત્મસાર
શ્લોકાર્થ :
૬૮
અહો ! મોહનું માહાત્મ્ય ! જે કારણથી કાજળ વડે જેમ કોઈ રૂપને મલિન કરે, તેમ દંભ વડે ભાગવતી દીક્ષાને પણ જીવો મલિન કરે છે. II૩–૧૦||
ભાવાર્થ :
આત્મકલ્યાણ અર્થે ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ જીવો પોતાની સંયમપાલનની શક્તિ હોવા છતાં, પ્રમાદને વશ થઈને નિષ્કારણ અપવાદ સેવતા હોય ત્યારે, આત્મવંચનારૂપ દંભ દ્વારા પોતાના સંયમનો નાશ કરે છે. તેથી ખરેખર મોહનું માહાત્મ્ય છે કે, જેમ કોઈ સુંદર રૂપને કાજળ લગાડીને મલિન કરે તેમ સુંદર એવી ભાગવતી દીક્ષાને દંભ દ્વારા જીવો મલિન કરે છે. II૩-૧૦]]
અવતરણિકા :
શ્લોક-૧૦માં કહ્યું કે દંભ ભાગવતી દીક્ષાને મલિન કરે છે, તે જ વાતને દૃષ્ટાંતથી બતાવે છે -
अब्जे हिमं तनौ रोगो, वने वनिर्दिने निशा ।
ग्रन्थे मौर्य्यं कलिः सौख्ये, धम्र्मे दम्भ उपप्लवः ।। ११ । ।
અન્વયાર્થ :
અન્ને હિમ, તનૌ રોગ, વને નિઃ વિને નિશા કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં વહ્નિ, દિવસમાં રાત, પ્રત્યે મૌર્ય, સૌએ લિઃ ગ્રન્થમાં મૂર્ખતા, સુખમાં કજિયો (અને) ધર્મે દુશ્મઃ ૩પ(વઃ ધર્મમાં દંભ ઉપદ્રવ છે. II૩–૧૧||
શ્લોકાર્થ :
કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં વહ્નિ, દિવસમાં રાત, ગ્રંથમાં મૂર્ખતા, સુખમાં કજિયો અને ધર્મમાં દંભ ઉપદ્રવ છે. II૩-૧૧||
ભાવાર્થ :
ગ્રહણ કરાયેલા સંયમની આરાધનાનો દંભ નાશ કરે છે, તે જ વાત અનેક દૃષ્ટાંતોથી પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ધર્મના સેવનથી નિષ્પન્ન થયેલા ઉત્તમ ભાવોનો દંભ નાશ કરી નાંખે છે, તેથી તે ઉપદ્રવસ્વરૂપ છે.