________________
૯૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર અતિવિષમ મૂચ્છ પેદા થાય છે, તેમ જીવને ધનપ્રાપ્તિની આશા વર્તતી હોય ત્યારે તત્ત્વના વિચાર કરવાની તૈયારી જ થતી નથી. ક્વચિત્ ઉપદેશ સાંભળે અને પરલોક અર્થે ધર્મ કરવાની વૃત્તિ પણ પેદા થાય, તો પણ “હમણાં હું ધન મેળવી લઉં અને પછી આત્મહિત સાધીશ” એમ વિચારીને સમય પસાર કરે છે. તેથી જ ધનની આશાને અતિવિષમ એવી મૂર્છાને આપનારી કહેલ છે.
વળી, વિષવૃક્ષનું ફૂલ ઝેરી હોવાથી તે સુંઘવાથી જેમ શરીરમાં ઘણી વિકૃતિ પેદા થાય છે, તેમ સંસારરૂપી વિષવૃક્ષ પરના નારીના વિલાસરૂ૫ ફૂલના સૂંઘવાથી જીવમાં મહાવિકૃતિ પેદા થાય છે, જેને કારણે જીવ તત્ત્વમાર્ગમાં વિચારણા કરવાને સમર્થ રહેતો નથી. થોડીક ધર્મની પ્રવૃત્તિવાળો જીવ પણ નારીના વિલાસોને જોવાથી વિકૃત માનસવાળો બને છે, અને પછી ધર્મનું અનુષ્ઠાન કે તત્ત્વનું શ્રવણ કરવા છતાં પણ તત્ત્વની મહત્તા તથા નારીના વિલાસની નિઃસારતા વચ્ચેનું અંતર પારખી શકતો નથી.
ભવરૂપી વિષવૃક્ષના ફળના આસ્વાદથી ઉગ્ર એવી નરકની વ્યાધિનો સમૂહ પ્રાપ્ત થાય છે. ઝેરી ફળ ખાવાથી વ્યક્તિના શરીરમાં તેનું ઝેર ધીમે ધીમે વ્યાપતું જાય છે અને અંતે મૃત્યુને પણ આમંત્રે છે, તેમ સંસારવર્તી વિષયોના ભોગોરૂપી ઝેરી ફળો ખાવાથી નરકાદિ ગતિની વ્યાધિઓ ધીરે ધીરે પ્રસાર પામતી જાય છે. અહીં ઉપલક્ષણથી તિર્યંચગતિને પણ ગ્રહણ કરવાની છે. આવાં ફળોનો વારંવાર આસ્વાદ કરવા દ્વારા જીવ વારંવાર નરકાદિ ગતિની વ્યાધિઓને પામે છે.
તેથી ભવરૂપી વિષવૃક્ષની લેશ પણ રુચિ રાખવી એ બુદ્ધિમાન પુરુષ માટે યોગ્ય નથી. પરંતુ વિષવૃક્ષથી દૂર રહેવા સતત જાગૃત બની રહેવું ઉચિત છે. I૪૧ના
૩ ભવનું વિષમ સ્વરૂપ
क्वचित् प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः । क्वचिज्जातिस्फाति: क्वचिदपि च नीचत्वकुयशः ।। क्वचिल्लावण्यश्रीरतिशयवती क्वापि न वपुः स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे? ।।११।।