________________
૧૪૦
અધ્યાત્મસાર તે જીવ સંસારની પ્રવૃત્તિ કરે, અથવા સ્વર્ગાર્થક કે મોક્ષાર્થક હોય તેવી ધર્મની પણ પ્રવૃત્તિ કરે તો પણ, જ્યાં સુધી ભોગને તત્ત્વરૂપે જુએ છે ત્યાં સુધી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન કરી શકતો નથી. ક્યારેક તે ભોગને ખરાબ કહેતો હોય તો પણ. ભોગના જન્માંતરમાં કટુવિપાક પ્રાપ્ત થાય છે તેવી બુદ્ધિને કારણે જ તે કહી શકે છે; પરંતુ સંયોગમાં જ સુખ માનવાની તેની બુદ્ધિને કારણે તેની સર્વ પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય ભૌતિક સુખ જ હોય છે. તેથી તે ભવરૂપી સમુદ્રને પાર કરી શકતો નથી.
આ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, સ્ફટિકની ભૂમિવાળા ઘરમાં પ્રવેશવા ઈચ્છતો કોઈ માણસ તેને જોઇને એમ વિચારે કે “આ પાણી જ છે” અને સામેની તરફ જવાની તેની ઈચ્છા તીવ્ર હોવા છતાં “પાણીમાંથી જઈશ તો ડૂબી જઈશ” એમ વિચારીને ભયથી ઉદ્વિગ્ન બને છે, તેથી તે માણસ ત્યાં જ સ્થિર ઊભો રહી જાય છે. ખરેખર ત્યાં પાણી નથી પરંતુ તેની, તે માયારૂપી જળમાં “આ પાણી જ છે” એવી દૃઢ બુદ્ધિ, તેને ત્યાં જવામાં યત્ન કરવા દેતી નથી.
આવી જ સ્થિતિ મોક્ષમાર્ગમાં જવા તત્પર બનેલા, પણ ભોગને તત્ત્વરૂપ જોનાર જીવોની છે. તેઓ સંસારના ભોગાદિની ક્રિયાઓમાં સુખની બુદ્ધિને ધારણ કરનારા છે, અને જીવન માટે પણ સુખ જ તત્ત્વરૂપ છે, પરંતુ તે સુખ આત્મિકસુખ છે.
જ્યારે ભોગોને જ સુખના ઉપાયરૂપે જેઓ જુએ છે, તેઓ મોક્ષના અર્થે તપ-સંયમમાં યત્ન કરતા હોય તો પણ તેઓ મોક્ષને પરમાર્થથી સમજ્યા નથી. જો મોક્ષને પરમાર્થરૂપે સમજ્યા હોય તો મોક્ષ તેમને સુખરૂપે દેખાય નહીં તે કેમ બને ? તેથી પારલૌકિક ભૌતિક ભોગ-સુખો માટે જ તેઓ તપ-સંયમમાં યત્ન કરે છે, અને આવા જીવો તપસંયમમાં યત્ન કરતા હોય તો પણ મોક્ષમાર્ગમાં જવા સમર્થ બનતા નથી. કેમ કે તેઓમાં આત્મિક સુખને સુખરૂપે જોવાની નિર્મળ પ્રજ્ઞા નથી, પરંતુ ભોગ-સુખોમાં જ તેઓ સુખની બુદ્ધિને ધારણ કરે છે. પ-૧૮/૧લી અવતરણિકા :
શ્લોક-૧૭ માં કહેલ કે ભોગોને માયારૂપી જળ જેવા જોતો જીવ ભોગોને ભોગવવા છતાં પણ મોક્ષ તરફ જાય છે, તો પ્રશ્ન થાય કે તે વખતે કરાતી ભોગની ક્રિયાને કારણે તેની મોક્ષને અનુકૂળ એવી ધર્મશક્તિનો નાશ ન થાય ? તેથી કહે છે
धर्मशक्तिं न हन्त्यत्र, भोगयोगो बलीयसीम् । हन्ति दीपापहो वायु-ज्वलन्तं न दवानलम् ।।२०।।