________________
૧૩૮
અધ્યાત્મસાર તે નિમિત્તોને પામીને તે તે અશાતાના પરિણામને કરે છે. પરંતુ તે અશાતાના નિમિત્તને પામીને જો જીવ સાવધ ન હોય તો, અરતિના પરિણામને સ્વતઃ કરે છે અને તત્ત્વને જોનારા એવા યોગીઓ અરતિના પરિણામને કરતા નથી.
આવી જ રીતે ભોગ્ય એવાં સર્વ પુદ્ગલો પણ પોતપોતાની રીતે જ પરિણમન પામતાં હોય છે. જેમ કે જીવ આહાર ગ્રહણ કરે છે તે આહારનાં પુદ્ગલો શરીરરૂપે પરિણમન પામવાના સ્વભાવવાળાં છે, પરંતુ તે આહારનાં પુદ્ગલો જીવને પ્રાપ્ત થતાં નથી. આ આહાર ગ્રહણ કર્યા પૂર્વે જીવના શરીરમાં કોઈ એવો વિષમ પરિણામ હતો, જેને નિમિત્ત કરીને જીવ પોતે અશાતારૂપે પરિણમન પામે છે, અને આહારનાં પુગલોના નિમિત્તને પ્રાપ્ત કરીને શરીરનો તે વિષમ પરિણામ દૂર થાય છે. તેથી તે વિષમ પરિણામરહિત એવા શરીરનાં પુગલોને નિમિત્ત કરીને જીવ સ્વતઃ શાતારૂપે પરિણમન પામે છે અને તત્ત્વને જોનારા યોગીઓ રતિના પરિણામને કરતા નથી.
આમ, તત્ત્વથી જોઈએ તો પુગલના ભાવો પુદ્ગલમાં જ થાય છે અને જીવ સ્વપ્રયત્નથી-પોતાના ભાવોને કરે છે. તેથી ભોગ્ય પદાર્થોથી જીવને સુખ થાય છે તે પ્રકારની જીવની વિપરીત બુદ્ધિ છે. પરંતુ જેમને આક્ષેપક જ્ઞાન છે તેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો ભોગ્ય પદાર્થોના પારમાર્થિક સ્વરૂપને જાણતા હોય છે, અને આત્માનું અસંગભાવરૂપે જે પારમાર્થિક સ્વરૂપ છે તે પણ જાણતા હોય છે. તેથી પોતાના અસંગભાવરૂપ જે પારમાર્થિક સ્વરૂપ છે તેના પ્રત્યે તેઓનું ચિત્ત આક્ષિપ્ત હોય છે. તેથી ભોગકાળમાં પણ ભોગ્યપદાર્થોથી તેમનું ચિત્ત મલિન થતું નથી, પરંતુ પોતાના અસંગભાવરૂપ સ્વભાવમાં જ તેઓનો યત્ન વર્તતો હોય છે. અને તેનાથી વ્યાઘાત વગર મોક્ષ તરફ તેઓનું પ્રયાણ ચાલુ જ હોય છે. પ-૧૦/૧૭l. અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે કાન્તાદષ્ટિવાળો જીવ ભોગોને માયારૂપી પાણી સમાન જુએ છે, તેથી જ ભોગોને ભોગવવા છતાં પરમપદ તરફ જાય છે. હવે પછીના બે શ્લોકમાં ભોગોને તત્ત્વરૂપે જોનારની સ્થિતિ શું છે ? તે દર્શાવે છે -
भोगतत्त्वस्य तु पुन-र्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशात्तेन(वेशस्तेन)यातीह कः पथा ।।१८।।