________________
અધ્યાત્મસાર
* અત્રે ‘કૃતિ’ તદ્ અર્થક છે.
શ્લોકાર્થ :
૧૫૬
પ્રવૃત્તિનો અથવા નિવૃત્તિનો સંકલ્પ નથી અને શ્રમ નથી, ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે, આ વૈરાગ્ય અદ્ભુત છે. 114-3211
આ શ્લોકનો અર્થ અન્ય રીતે આ પ્રમાણે પણ કરી શકાય :
પ્રવૃત્તિનો સંકલ્પ નથી છતાં પ્રવૃત્તિ હોઈ શકે છે, અને નિવૃત્તિનો શ્રમ નથી=યત્ન નથી, છતાં નિવૃત્તિ હોઈ શકે છે. ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે. આ વૈરાગ્ય અદ્ભુત છે.
ભાવાર્થ :
છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓનું ચિત્ત ઉદાસીન હોય છે અને તેથી વિષયોની પ્રવૃત્તિનો તેમને સંકલ્પ નથી થતો, અને વિષયોનો ભય નહીં હોવાથી નિવૃત્તિનો પણ સંકલ્પ નથી. તથા પ્રવૃત્તિનો શ્રમ પણ નથી અર્થાત્ યત્ન પણ નથી, કેમ કે વિષયોનું તેમને કોઈ આકર્ષણ નથી; છતાં ક્યારેક તથાવિધ સંયોગોથી વિષયો સન્મુખ આવી જાય તો તેનાથી ભય નહીં હોવાને કા૨ણે નિવૃત્તિનો પણ શ્રમ નથી. આમ છતાં, તેઓ જગત્વર્તી પદાર્થોને દષ્ટાભાવે જ સમ્યગ્ રીતે જોતા હોવાથી અનાદિકાળના ઈન્દ્રિયોના કુસંસ્કારોરૂપ વિકારો હીન થતા જાય છે. તેઓનો આવો વૈરાગ્ય અદ્ભુત છે, આશ્ચર્યકારી છે. કારણ કે વિષયોનો ત્યાગ ન હોવા છતાં વિષયોના ત્યાગના ફળરૂપ વિકારોની અલ્પતા થાય છે, તે જ અદ્ભુતતા છે. સામાન્યથી વૈરાગ્ય હોય ત્યાં વિષયોનો ત્યાગ હોય જ, પરંતુ અહીં ત્યાગ ન હોવા છતાં વૈરાગ્યનું અસ્તિત્વ દેખાય છે, તેથી આ ઘટના અદ્ભુત છે.
અન્ય રીતે અર્થ કરતાં આ ભાવ પ્રાપ્ત થાય છે :
છઠ્ઠી સૃષ્ટિવાળા જીવોનો પ્રવૃત્તિનો સંકલ્પ ન હોવા છતાં, પ્રવૃત્તિ હોઈ શકે અને ક્વચિત્ ન પણ હોઈ શકે; તથા નિવૃત્તિનો યત્ન ન હોવા છતાં નિવૃત્તિ હોય પણ અને ક્વચિત્ ન પણ હોય. તેમ છતાં, ઈન્દ્રિયોના વિકાર હીન હીન થાય છે, તેમનો આવો વૈરાગ્ય અદ્ભુત છે. કેમ કે સામાન્યથી પ્રવૃત્તિ વર્તતી હોય ત્યારે નિવૃત્તિનો યત્ન કરવો પડે છે, અને તો જ ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે; પરંતુ તેમને તો પ્રવૃત્તિ હોવા છતાં ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે.