________________
અધ્યાત્મસાર
૧૫૪
અવલંબીને તેનું ચિત્ત દુર્ગાન જ કર્યા કરે છે; તેથી ધર્મની વૃત્તિ હોવા છતાં તે આચરણામાત્ર કરે છે, પરંતુ ચિત્તમાં ધર્મ પેદા કરી શકતો નથી. આવો જીવ સાચો ધાર્મિક નથી પરંતુ ધાર્મિકાભાસ ગણાય છે. આવા જીવો બાહ્ય રીતે સંયમનું પાલન કરે તો પણ અંતરંગ ચિત્ત અનાદિ સંસ્કારોને જ દઢ કરે છે, અને તેવી ચિત્તપરિણતિ તેને દુર્ગતિમાં પાડે છે. પ-૩૦I
वञ्चनं करणानां त-द्विरक्तः कर्तुमर्हति ।
सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित् ।।३१।। અન્વયાર્થ :
તત્ તે કારણથી=શ્લોક-૨૯ માં કહ્યું કે બળાત્કારે ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાથી અનર્થની વૃદ્ધિ થાય છે તે કારણથી, વાવમાહિત્ સ્વ અને અન્યના વિભાગને જાણનાર (અને) વિર: વિરક્ત એવા જીવે સા હંમેશાં સમાનિયોગેન સદ્ભાવના વિનિયોગ દ્વારા વરનાં વષ્યને કરણોનું ઇંદ્રિયોનું, વચન અમર્તુન્ ર્હતિ કરવું યોગ્ય છે. પ-૩૧ાા શ્લોકાર્ચ -
શ્લોક-૨૯ માં કહ્યું કે જે લોકો ઈદ્રિયોને બળાત્કારે નિયંત્રિત કરીને ત્યાગનો માર્ગ સ્વીકારે છે, તેઓને અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. તે કારણથી, સ્વ અને અન્યના વિભાગને જાણનાર અને વિષયોથી વિરક્ત એવા જીવે હંમેશાં સદ્ભાવના વિનિયોગ દ્વારા ઈંદ્રિયોનું વંચન કરવું યોગ્ય છે. પ-૩૧ના ભાવાર્થ -
“સ્વ અને અન્યના વિભાગને જાણનાર” શબ્દથી, આત્મા અને બાહ્ય પદાર્થોના સ્પષ્ટ વિભાગને જાણનાર આત્માઓનું ગ્રહણ કરવાનું છે. આવા ભેદજ્ઞાનવાળા મહાત્માઓ જાણતા હોય છે કે શરીર, ઈન્દ્રિય આદિ પદાર્થોથી મારો આત્મા જુદો છે, જે ચૈતન્યસ્વરૂપ છે; અને શરીર, ઈન્દ્રિય આદિ પદાર્થો પુદ્ગલસ્વરૂપ છે. આમ છતાં, અનાદિકાળથી અજ્ઞાનને કારણે જીવ કર્મ બાંધીને શરીરાદિ પદાર્થો સાથે એકત્વભાવને પામેલો છે; તેથી જ શરીરને અને ઈન્દ્રિયોને અનુગ્રહકારી પદાર્થો પ્રત્યે જીવને રાગ થાય છે, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. તેથી જીવને જ્યારે ઈન્દ્રિયોને અનુકૂળ પદાર્થો મળે છે ત્યારે સુખનો અને