________________
અધ્યાત્મસાર
૧૪૮
अत एव महापुण्य-विपाकोपहितश्रियाम् ।
गर्भादारभ्य वैराग्यं, नोत्तमानां विहन्यते ।।२६।। અન્વયાર્થ :
૩રત ઇવ આથી કરીને જ=શ્લોક-૧૨માં કહ્યું કે દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય નથી એમ નહીં, આથી કરીને જ, મહાપુ વિપાક્કો હિતશિયામ્ મહાપુણ્યના વિપાકથી પ્રાપ્ત થઈ છે લક્ષ્મી જેમને એવા ઉત્તમાનાં ઉત્તમ પુરુષોને આર્માત્ ૩૨૫ ગર્ભથી માંડીને વૈરાયં ન વિહતે વૈરાગ્ય હણાતો નથી. II૫-૨વા શ્લોકાર્ચ -
શ્લોક-૧૨ માં કહ્યું કે દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય નથી એમ નહીં, અને પછી તેની સિદ્ધિ તથા પુષ્ટિ કરીને એ પ્રાપ્ત થયું કે દશાવિશેષમાં વૈરાગ્ય હોય છે, આથી કરીને જ મહાપુણ્યના વિપાકથી પ્રાપ્ત થઈ છે લક્ષ્મી જેમને તેવા ઉત્તમ પુરુષોને ગર્ભથી માંડીને વૈરાગ્ય હણાતો નથી. પ-૨કા ભાવાર્થ :
તીર્થકરોને ચરમ ભવમાં મહાપુણ્યના વિપાકને કારણે ગર્ભથી માંડીને લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય છે, તેથી તેઓ ગર્ભમાં હોય છે ત્યારથી શરૂ કરીને ઈન્દ્રો પણ તેમની ભક્તિ અને નમસ્કાર કરે છે; આમ છતાં તે વખતે પણ તેઓ દશાવિશેષમાં હોવાથી તેમનો વૈરાગ્ય હણાતો નથી, અને તેથી જ તેઓ સંસારવર્તી સર્વ ભાવોને ઉદાસીન ભાવે જોતા હોય છે. આવે સમયે તેઓની કોઈ ભક્તિ કરે તેવી ઈચ્છા પણ તેમને નથી હોતી, કે ભક્તિ ન કરે તેવી ઈચ્છા પણ તેમને નથી હોતી; પરંતુ તેમની ભક્તિ કરીને ભક્ત પોતાનું હિત સાધે અને તેમાં પોતાના તરફથી કોઈ વ્યાઘાત ન થાય તેવો જ પ્રયત્ન તેઓનો હોય છે.
જેમ પ્રભુ મહાવીરે પોતાના જન્માભિષેક સમયે ઈન્દ્રની સંશયવાળી અવસ્થાને કારણે તેની ઉચિત પ્રવૃત્તિમાં વ્યાઘાત થતો જોઈને ઈન્દ્રના હિતને માટે જ મેરુ પર્વતને કંપાવ્યો હતો. આમ, પોતાની અતિશયની શક્તિને પ્રદર્શિત કરવાનો કે ઈન્દ્ર પોતાની વિશેષ ભક્તિ કરે એવો કોઈ આશય તેમનામાં ન હતો, પરંતુ ઈન્દ્રના હિતને કારણે જ આવી પ્રવૃત્તિ કરી હતી. તેઓ ગર્ભમાં હતા ત્યારથી જ તેમને વૈરાગ્ય હોવાથી તેમનું ચિત્ત આવી પ્રવૃત્તિમાં પણ સંશ્લેષ વગરનું જ હતું.પ-રકા